"તો આવા છોકરાઓ માટે એક જ જગ્યા છે. નાખો જેલમાં આ બધાને અને રિમાન્ડ મંજૂર કરી ઉલટ તપાસ કરવી પડશે અને થોડી અલગથી ખાતરદારી કરવી પડશે અમારે"વ્યાસ તાડુક્યા અને હાથ ટેબલ પર પછડયો.
વારાફરતી બધાને અંધારી જેલમાં નાખ્યા. દિવાલો વચ્ચેની નાની બારી વાતાવરણને થોડું જીવંત બનાવતા હતાં. દિવસમાં માત્ર એક જ વાર થોડી મિનિટો માટે પ્રકાશના કિરણો આવી શકતાં હતાં એ રીતની કંઈક ગોઠવણ હતી. વારફરતી બધા જેલની અંદર જતા ગયા અને ઉદાશ ચહેરે બધા બેસી ગયાં.
વ્યાસના આ ફેંસલાથી જાની પણ સંમત થયા અને અન્ય કોઈ પણ કંઈ ન બોલ્યું.ચહેરાઓ ગંભીર હતાં અને શ્રેયાનાં મમ્મી પપ્પા શરમથી પાણી પાણી થઈ ગયાં પણ કંઈ બોલ્યા વગર ચાલતાં થયાં. બીજા બધાએ પણ આ જ રીત અનુસરી અને ચાલતા થયાં. કોઈ પણ જાતની વાતચીત વગર બધા પોત પોતાની રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોચ્યાં.
''મને તો આ કેસંનીં નીવ સુધી જવા જેવું લાગે છે. થોડા દિવસો હજી રહીયે વડોદરા આપણે અને સુરત પણ જવું પડે તો જઈયે." રાણાએ ટેબલ પર ચાનો ખાલી કપ મુકતા વાત મુકી"અગ્રી વીથ યુ રાણા"વ્યાસએ હકારમાં કહ્યુંબંને જણ જાનીનાં જવાબની રાહ જોતા હતાં. લગભગ 15 થી 20 મિનિટ એક જ સ્થિતિમાં કપ હાથમાં રાખી બેઠા હતાં. બંને વચ્ચે થયેલી વાત તેમને સાંભળી કે નહીં એ પણ રાણા અને વ્યાસ નક્કી કરી શકતાં ન હતાં. જાની ઉભાં થયાં અને બહાર નીકળી ગયાં અને સિગારેટનો લાંબો કસ લીધો જેનાં ધુમાડાનાં આકાર તેઓ જોઈ રહ્યાં હતાં."રાણા ટિકિટનો વહીવટ કરી દે જે કાલ સુધી આપણે અહીં જ રહીયે અને કોર્ટ શું કહે છે એ જોઈએ. મને આ લોકોનાં રિમાંડ લેવાની મજા આવશે"જાનીએ ગાળ સાથે વાત પુરી કરી અને અટ્ટહાસ્ય કરતાં કહ્યું "આજનો દિવસ પુરો કરીયે તો કેમ રહેશે?''"sure mr.jani " વ્યાસ આટલું કહી ઉભા થયાંમિ.જાનીને જાણે ખ્યાલ આવી ગયો હોય કે અહીંથી જ વાત એક અધરો વળાંક લેવાની છે. પોતાના બધા કનેકસન વિચારી રહ્યાં હતાં. પોતાનું મેક બૂક ખોલ્યું અને મેઈલ લખવાનું ચાલું કર્યું અને 10 જગ્યાએ સેન્ડ કર્યા. ......
જેલનાં વાતવરણથી તંગ બધા અંદરોઅંદર આક્ષેપો કરી રહ્યાં હતાં. થોડી થોડી વારે હવલદારની સ્ટીક પછડાતી હતી અને એમને ખ્યાલ આવી જાય કે અવાજ વધી ગયો હતો.."યાર મસ્ત હતાં સુરતમાં ફ્રેન્ડને બચાવવા ખોટા આવ્યાં અહી અને એમાંય આ પટેલ" અહેમદ અફસોસ સાથે બોલ્યો"શું પટેલ શું હે (ગાળ) વાત કરો છો સાલાઓ. વડોદરા જવાની ઘેલછામાં તો બધા હતાં. દારુ પીવાનાં હતાં અને તું તો ગાંજો પીવાની વાત કરતો હતો નાલાયક"''ધીમું બોલો ઘેલસફાઓ તમારો બાપ સાંભળે છે અહીં"વાત વચ્ચેથી કટ કરતા એક બોલ્યો
"હા આકાને ખબર ન પડવી જોઈએ આપણા આ કારસ્તાનની નહીં તો આવી બનશે અને કાલે તો કોટઁમાં જવાનું છે ધ્યાન રાખજો વાત નીકળી ન જાય કોઈ મોઢામાંથી નહીં તો મરી જશું" અહેમદ ચિંતામાં બોલ્યો
કોઈએ બોલવાનું પસંદ ન કર્યું અને બધાએ હકારમાં માથું ધુણાવ્યું. સાંજની નિરવ શાંતિમાં બધા એક મધ્ય્મ કહીં શકાય તેવી ઓરડીમાં જ્યાં ગરમી તેમનો જીવ લઈ રહી હતી તો પેશાબની વાસ તેમને પરેશાન કરી રહી હતી. કાલ રાતનાં ભુખ્યા હતાં તેથી તેમનું શરીર તેમને જવાબ આપી રહ્યું હતું. હળવા ચક્કર પણ આવતા હતાં છતાં બધા સહન કરી રહ્યા હતાં. ........આ તરફ વિરલ,સંજય,અંજના,રિતિકા સહિત બધાએ ભેગા જમવાનું નક્કી કર્યું જેથી શ્રેયા વિશે વાત કરી શકાય. મિત્રોને આમેય પણ અમુક ઉંમરમાં મા બાપ કરતાં વધુ ખબર રહેતી હોય છે.
"બેસોને અંકલ આંન્ટી" વિરલે દર્શનભાઈ તથા શ્રેયાનાં મમ્મી પપ્પાને ખુરશી આપતા કહ્યું "શો હવે તમે બંને કહો કંઈક શ્રેયા વિશે જે અમને ન ખબર હોય. અમુક વાત તો હશે જે માત્ર તમારા રૂમ પુરતી સિમિત હશે." વિરલે વાત શરૂ કરી
"પહેલા બધાનો જમવાનો ઓડઁર આપી દઈયે એ સારું રહેશે" દર્શનભાઈએ વ્યાજબી વાત કરી અને બધા માટે ગુજરાતી થાળીનું કહ્યું
"લગભગ છેલ્લા છ જેટલા મહિનાથી એટલે કે નવા સેમની શરૂઆત થઈ ત્યારથી એ થોડી પરેશાન રહેતી અને અમારી જોડે મસ્તી ન કરતી માત્ર કામથી કામ રાખતી પાછું બહું પુછીયે તો સાવ બોલવાનું બંધ કરી દે એટલે અમે તેને બહુ કહી શકતાં ન હતાં અને......"એટલે એ ઘરે આવવાનું ટાળતી હવે સમજાયું મને" શ્રેયાનાં મમ્મી રિતિકાની વાત કાપતા બોલ્યા અને હવે જાણે પરિસ્થિતી સ્વીકારી લીધી હોય તેમ જણાતું હતું"એક્સેટ આંન્ટી એ કોઈને કોઈ બહાનું કાઢી અને અહીં જ રહેવાનું પસંદ કરતી એટલે કાયમ હું અથવા અંજના બંનેમાંથી કોઈ એક અહીં જ રહેતું. આ વાતની ખબર આ બોયસને પણ નથી" રિતિકા સંજય અને વિરલ સામે જોઈને અટકી અને ફરી વાત ચાલુ કરી "તો એક દિવસ એ નાહવા ગઈ હતી ત્યારે એનો મોબાઈલ ચેક કરવા લાગ્યા પણા લોક હતો એ એટલે કંઈ મેળ ન પડયો." ત્યાં બધાની થાળી આવી ગઈ અને બધાને અહેસાસ થયો કે બીજા પણ છે અહીં આથી ધીમે વાત કરવી પડશે.
બધા અંદરો-અંદર ગણગણ કરવા લાગ્યા અને જમવા લાગ્યા. કોઈ વ્યક્તિ લગભગ હવે અજાણી ન હતી
"યાર કમાલ છે આ તો કોઈ મુવી જેવું લાગે છે ચડ ઉતર થયા કરીયે છે આજે ઓલ મોસ્ટ એક વિક થશે આ ઘટનાને" સંજય હળવેકથી બોલ્યો ''અને નવા નવા પત્તા ખુલે છે'' અંજનાએ ઉમેર્યું
"જાની ખરા નીકળ્યા આરોપીને ચાલાકીથી પકડી લીધો પણ કઈ રીતે એ કહ્યું નહીં એમને કાલે પુછવું પડશે એમને કે આવું પરાક્રમ કઈ રીતે કર્યું એમને?""ભાઈ ગુજરાત પોલીસનાં ખાસ માણસ છે તું જમી લે શાંતિથી હવે"દર્શંનભાઈ ટીખળ કરતા બોલ્યાબધા હસ્યા વાતાવરણ હળવું બન્યું અને ફરી થાળી પર તુટી પડ્યાં છતાં સંજય માનવા તૈયાર ન હતો તેને મનોમન નક્કી કરી નાખ્યું હતું કે પુછીશ જ ....
મેઈલ મુક્યા બાદ તરત જાનીએ મેકબુક બંધ કર્યું અને બોલ્યા કે "મિ.શાહને આપણા પક્ષ તરફ મળે તો સારું રહેશે. મારા ખાસ મિત્ર થાયએ પ્લ્સ બાહોશ વકીલ છે તે અલગ. એકદમ ડેરિંગ વાળા પર્સન છે. એમની મદદ ઘણા કેસોમાં મળી છે મને એટલે અમારું ટયુનિંગ પણ સરસ છે."રાણાએ હકારમાં માથું ધુણાવ્યું એ પણ શાહને ઓળખતો હતો અને એનો અનુભવ પણ હતો રાણાનેમિ.વ્યાસે પોતાના ઘર તરફ કાર વાળી. આજની રાત બંને અધિકારીઓ માટે મહત્વની હતી. કેસની કડીઓ જોડવાની હતી અને છેલ્લે સુધી પહોચવાનું હતું. બંનેને ગળા સુધી ખાતરી હતી કે કંઈક નવો જ વળાંક આવવાનો છે આથી બંને માનસિક રીતે તૈયાર પણ થઈ ગયાં હતાં. કાર ઘર પાસે ઉભી રાખી અને ત્રણેય ઘરમાં પ્રવેશ મેળવ્યો. મિસિસ વ્યાસ ખૂબ જ સાદા ડ્રેસમાં અને ખુલ્લા વાળમાં સરસ દેખાઈ રહ્યાં હતાં. કોઈ જાતનો ખોટો દંભ ન હતો શરીર પર. ત્રણેય જણને વેલકમ કર્યું. તેમનું ઘર પણ ખૂબ જ ભવ્ય હતું. કોઈ જાતની વસ્તુની ખોટ ન હતી.
આખી રાત જાગી શકાય એ રીતે જમવાનું તૈયાર હતું..... વાંચતા રહો લાસ્ટ નાઈટ્