Balatkar Aetle... Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Balatkar Aetle...

બળાત્કાર

એટલે...?

લેખક ;- સુલતાન સિંહ

મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭

પ્રસ્તાવના :-

સોઉપ્રથમ મારી ઇબુક ડાઉનલોડ કરવા બદલ ખુબ ખુબ આભાર... આ એક ચિંતનાત્મક લેખન છે કદાચ એમાં ઘણી વાતો સમાજને લગતી જોવા મળશે પણ એમાં મુખ્ય એક વાત એજ કે સમાજને બદલવાની ભાવનાજ આપણને એ બદલવાની શક્તિ પૂરી પડી શકે છે.

દરેક વાંચકને વિનંતી કે લેખ વાંચ્યા પછી પોતાનો અભિપ્રાય જરૂરથી જણાવવો ફક્ત સ્ટાર આપવા કરતા એ આપવાના થોડાક કારણો પણ લખશો તો વધુ ગમશે...

અભાર...

બળાત્કાર એટલે...?

બળાત્કાર કેટલો ભયંકર શબ્દ ગણી શકાય એની સમજ આજના યુગમાં કોઈને મુદ્દાસર રીતે સમજાવવાની જરૂર તો નથી જ. દરેક સમજણ ધરાવતી વ્યક્તિ એનો સામાન્ય અર્થ જાણતીજ હોય છે. અને એમાય આજના આધુનિક યુગમાં ટીવી સીરીયલ, ફિલ્મો, નાટકો જેવા ચલચિત્ર માધ્યમોમાં આ બનાવો આપણે બધાયે જોયાજ છે. આ શબ્દ જેટલો ભયાનક છે એટલોજ મજાનો પણ છે. જેમના માનસિક વિકારો પોતાની અંતરાત્મા પર હાવી થઇ જાય છે એમના માટે આ એક મનોરંજન પૂરું પડતો વિષય છે. પણ, જયારે આજ શબ્દ એક સ્ત્રીના સંદર્ભમાં હોય ત્યારે એક સ્ત્રી આ શબ્દ માત્રથી પગની પાનીથી માથાના વાળ સુધી થરથરી ઉઠે છે.

મુખ્ય વાત તરફ વળીએ તો સામાન્ય રીતે બળાત્કારની વ્યાખ્યા આપણે ખુબજ સરળતાથી કાયદાકીય રીતે તારવી છે કે “બળાત્કાર એટલે પુરુષ દ્વારા સ્ત્રી પર બળજબરી પૂર્વક આચરવામાં આવતો સંભોગ” હા આ વ્યાખ્યા તદ્દન સાચી છે પણ, ત્યારેજ કે જયારે બળાત્કારનો સંદર્ભ જાતીય અને શારીરિકતાનો હોય. બીજી વ્યાખ્યા મુજબ “સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ, સ્ત્રીની સંમતિ વિના હિસાત્મક રીતે તેના પર આચરવામાં આવતો બળજબરીપૂર્વકનો સંભોગ એ પણ બળાત્કાર છે” સામાન્ય રીતે આ વ્યાખ્યા પેલા કરતા વધુ સચોટ અને આવકાર્ય છે. ઉપરની બંને વ્યાખ્યા માત્ર અને માત્ર વ્યક્તિલક્ષી છે અને સર્વાનુમતે સ્વીકારી લેવાય એવી પણ. તેમ છતાય ભારતમાં આ સિવાય પણ ગણા એવા બનાવો છે જેમાં બળાત્કારને બધાની જાણ હોવા છતાય ગુનો ગણવામાં આવતો નથી અથવા એને દુનિયાદારીના રીતી-રીવાજોના પડદા હેઠળ ધરબી દેવામાં આવે છે.

બળાત્કારની વ્યાખ્યા જયારે સામાજિક સંદર્ભે ગણવામાં આવે ત્યારે લગભગ ૬૦% બળાત્કારને સબંધોના ખોખલા રીત-રીવાજોના ત્રાજવામાં તોળી દેવામાં આવે છે. અને પુરુષના હક અને સ્ત્રીના ધર્મ તરીકે આખી ઘટનાને મુલવીને એને સબંધોના બુરખામાં છુપાવી લેવાય છે. કદાચ આપણા દુનિયાદારી અને સમાજના ઠેકેદારોએ બાળાત્કારની વ્યાખ્યા પણ સબંધોના આધારે નક્કી કરી છે જે સામાન્ય રીતે સ્વીકાર્ય છે પણ વાજબી અને સાચી તો નથી જ. ભારતીય સમાજમાં દર પરણિત ૧૦૦ સ્ત્રીઓમાંથી દરરોજ ૩૦ જેટલી અંદાજીત સ્ત્રીઓ આ પ્રકારના બળાત્કારની યાતના ભોગવે છે અને આગળ પણ એ થતુજ રહે છે. જેમાં એમના શરીર સાથે એમના ઈચ્છા વિરુદ્ધ અને બળજબરી પૂર્વક અથવા સહ-સહમતી વગરના આચરણ વડે નીચોડી લેવાય છે. શા માટે આ પ્રશ્ન કદીયે કોર્ટના પગથીયા ચડી શકતો નથી ? શા માટે આ આંધળી પરંપરાના માયાજાળમાં સ્ત્રી જીવનની બલી આપી દેવાય છે ? શા માટે સ્ત્રીને પુરુષના ઉપભોગ માટેનું સાધન માત્ર માની લેવાય છે ? શું એની સહમતી અને વિચારોનો કોઈ આધાર નથી કે એને કઈ બોલવાનો અથવા ઈચ્છા દર્શાવવાનો હક નથી ? અને જો એ હક નથી તો, શા માટે નથી અપાતો ? બસ એટલે જ કે એનો જન્મ સ્ત્રી સ્વરૂપે થયો છે ? સ્ત્રીને સ્વમાનની ચિંતા ન હોય ? એમનું પોતાનું કોઈ અસ્તિત્વજ નથી અથવા એમના અસ્તિત્વને સતત આ આંધળા સમાજે ઠોકરે ઉડાડ્યું છે અથવા એને ચગદીને આગળ ચાલતા રહ્યા છીએ.

બળાત્કારના કિસ્સા ભારતમાં સતત વધતા જાય છે જેનું એક માત્ર કારણ સ્ત્રીનું અસ્તિત્વ છે. પણ, એની અહેમિયત અને કીમત હજુ સુધી દરેક ક્ષેત્રે ગણનાપાત્ર થઇ શકી નથી. અમુક સંસોધનો પ્રમાણે નીચે મુજબના આંકડા મેળવાયા છે જેમાં દર લાખની વસ્તીએ અમુક સંખ્યામાં સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે. જે નીચે પ્રમાણે છે...

  • અમેરિકા – ૨૬
  • કેનેડા – ૦.૮
  • ઇંગ્લેન્ડ – ૫.૫
  • જાપાન – ૩.૩
  • ફ્રાંસ – ૨.૮૮
  • આયરલેન્ડ – ૧.૨૬
  • ભારત - ૦.૫૬
  • [ ૨૦૦૫ ના અહેવાલ મુજબના આંકડા ]

    ઉપર દર્શાવેલા આંકડા જોતા જે દર આપણે જોઈ શકીએ છીએ એ માત્ર સર્વાનુમતે સ્વીકારાયેલી વ્યાખ્યાનો માત્ર ૧૦% ભાગ છે બાકીના લગભગ ૯૦% કિસ્સા કેટલાય કારણોસર ધરબી અથવા ઉડાવી દેવામાં આવે છે. તેમ છતાય થોડાક તારણો નીચે મુજબ તારવતા વધુ જાણી શકાય છે કે આ સ્થિતિ કેટલી હદે ભયંકર છે.

  • ભારતમાં દર કલાકે બળાત્કારની ૨ ઘટનાઓ બને છે.
  • બળાત્કારનો ભોગ બનનારી દરેક પાંચ વ્યક્તિએ એક સગીર કન્યા હોય છે.
  • દર ૨૦ આરોપીમાંથી ૧૯ આરોપી બાઈજજત નિર્દોષ છૂટી જાય છે [ જેનો તાજા પુરાવો હાલમાં બનેલો દિલ્લીનો નિર્ભયા કાંડ ગણી શકાય છે]
  • બળાત્કારના વર્ષે એક લાખથી વધુ કેસ બને છે જેમાંથી માત્ર ૧૫૦૦૦ જેટલાજ ચોપડે ચડે છે બાકીના ૮૫૦૦૦ જેટલા ગુનાઓને ધર્મ, જ્ઞાતી અને સમાજીકતાના જુના વિચારોમાં ધરબી દેવામાં અથવા છુપાવી દેવામાં આવે છે.
  • સ્વાભાવિક પણે એ વાતમાં પણ બે મત નથી કે સમય સાથે જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા છે. અને સુધારાનું પ્રમાણ ઊંચું આવ્યું છે તેમજ આવા પ્રકારના ગુનાનું પ્રમાણ ઘટ્યું છે એવુ આપણે સાંભળીયે છે પણ શું એ ખરેખર ઘટ્યું છે ખરા ? ઘણી વખત મહિલા સંગઠનો દ્વારા એના માટે ચળવળો પણ ચલાવવામાં આવી છે પણ એને જોઈતો સહકાર સાંપડતો નથી. ચોકાવનારી અને ધ્રુણા ઉપજાવનારી બાબતોમાં એક એ પણ ખરીજ કે મોટા ભાગના કિસ્સામાં આવા બનાવો ૧૨ વર્ષથી ઓછી ઉમરની બાળાઓ સાથે ઘટે છે અને આજકાલ જોવા મળતા કિસ્સા મુજબ સ્કુલના શિક્ષકો પણ આમાં બાકાત નથી. જે વાત ખરેખર આજના માનવ મનની હવસખોરી અને વિકૃતિનું ચિત્ર છતું કરે છે.

    શું આજ સમાજ અને દુનિયાના રીત-રીવાજો સાથે જીવી જવા માટે સ્ત્રી રચાઈ છે ? શું એનું કોઈ સ્થાન નક્કી નથી ? શું એ હમેશા પુરુષ કરતા દરજ્જામાં નીચીજ ગણવામાં આવશે ? શા માટે એને એના બંધનોમાં બંધાઈ રહેવું પડે ? શું કાયદો સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિત્વ આપવામાં નિષ્ફળ નીવડી રહ્યો છે ? આ પ્રશ્નો માંથી એક પણ પ્રશ્નો જવાબ હા છે તો આપણા સમાજે બદલવાની જરૂર છે. અને એ પણ ઝડપી અને સમયના પાટાના સરી જતા પહેલા કારણ કે સ્ત્રી વગરની દુનિયા વાસ્તવિકતા તો દુર કલ્પનામાં પણ સંભવી શકવી શક્ય નથી.

    આપણે આ કૃત્યના પ્રકારો, કારણો, અસરો અને નિવારવાના ઉપાયો પણ સમજી લઈએ.

    બળાત્કારના પ્રકારો :-

    મુખ્યત્વે બળાત્કાર બે પ્રકારનો હોય છે.

  • શારીરિક
  • માનસિક
  • [૧] શારીરિક બળાત્કાર :-

    સામાન્ય રીતે શરીરક બળાત્કાર એ સજાપાત્ર ગુનો છે પણ અમુક ઘટનાઓના આધારે તેને આપણે જોઈ શકીએ છીએ.

  • સ્ત્રી પુરુષ વચ્ચે અપસંગમ, બાળકોના પરિવારના સદસ્ય દ્વારા થતો જાતીય શોષણ માટે પ્રયોગ અને પતિ દ્વારા પત્નીની સહ-સહમતી વગરનું બળજબરી પૂર્વકનું શરીરક કૃત્ય પણ બળાત્કાર ગણાય છે પણ આ પ્રકારના મોટાભાગના કિસ્સા કાયદાની દ્રષ્ટીએ ચડતાજ નથી.
  • આપણા જુના પુરાણા રીતી રીવાજોમાં વર્ગઆધારીત વહેચાયેલા સમાજમાં નાના મોટા ગામડાઓ તેમજ યુપી, બિહાર જેવા અશિક્ષિત ભાગોમાં ઉપલી જ્ઞાતિના પુરુષો દ્વારા નીચલી જ્ઞાતિની સ્ત્રીઓ સાથે, જમીનદારો અને સર્વસ્વપ્રાપ્ત કુટુંબોના પુરુષો દ્વારા જમીન વીહોણા, ખેતમજુરો અને ચાકરોના ઘરની સ્ત્રીઓ સાથે થતું શોષણ પણ લગભગ કાયદાની દ્રષ્ટિથી દુર રહે છે. જોકે મોટા શહેરોમાં હવે જ્ઞાતિ આધારિત વહેચણી ખુબ ઓછા પ્રમાણે જોવા મળે છે.
  • બાળકીઓ, સગીર બાળાઓ, નાસમજ કુમારિકાઓ અને રક્ષણ વિહોણી સ્ત્રીઓ સાથે થતું કૃત્ય પણ લગભગ કાયદાકીય દ્રષ્ટિમાં આવતું નથી.
  • કોમી રમખાણો જેવી પરિસ્થિતિમાં પણ અમુક સમુદાયના લોકો દ્વારા અમુક સમૂહની સ્ત્રીઓ પર રોષભાવના બતાવવા બળાત્કારો ગુજારાતા હોય છે જેના મોટાભાગે અપરાધીઓ મળી શકતા નથી.
  • મોટા માથાના લોકો જેવા કે રાજનીતિના બંદાઓ, સરકારી અફસરો, રાજનીતિ સાથે સંકળાયેલા ધનિકો વગેરે જેવા સત્તાધીસો દ્વારા આચરવામાં આવતા ગુના પણ પોલીસ ચોપડે અથવા કાયદાકીય રીતે ઉભરી સકતા નથી એમને સત્તાના જોરે દબાવી દેવામાં આવે છે.
  • બે દેશો વચ્ચેના યુદ્ધોમાં પણ આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે તેમજ સ્ત્રીની લાચારી, પરવશતા અને આર્થિક મુસીબતમાં મદદના સહારે ગરજને આધાર બનાવી એની સાથે આ કૃત્યો આચરવામાં આવે છે જે એની સહમતી હોવા છતાં ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય હોય છે.
  • લગ્નેતર સબંધોમાં પહેલા કહ્યું તેમજ પત્નીની ઈચ્છા વિરુદ્ધ આચરવામાં આવતો શારીરિક કૃત્યને પણ કાયદાકીય દ્રષ્ટીએ બળાત્કાર ગણવામાં આવે છે જે લગભગ ૯૦% સરકારી નજરે ચડતુજ નથી.
  • [૨] માનસિક બળાત્કાર :-

    સોંથી ભયંકર અને ખતરનાક કૃત્ય એ માનસિક રીતે ગુજારતો બાળાત્કાર છે. જેના માટે કાયદાકીય રીતે કોઈ જોગવાઈ કરવામાં નથી આવી અને આ કૃત્ય કરનારા માટે પણ કોઈ સજા ઘડવામાં આવી નથી. સામાજિક અને ધર્મના ઓઠા હેઠળ આ પ્રકારનો માનસિક ત્રાસ સતત સ્ત્રી જીવનમાં સહન કરવો પડતો હોય છે. અને એને એના ધર્મ સાથે જોડી એને બઢાંવાઓ આપતા રહીએ છે કોઈ નથી સમજી શકતું કે આ સૌથી ભયંકર બાબત છે જે માનસિક રીતે સ્ત્રીને કહાતમ કરી નાખે છે. ખરેખર ઈચ્છા વિરુદ્ધનો માનસિક ત્રાસ પણ એક પ્રકારનો માનસિક બળાત્કાર છે જે માનસિક રીતે સ્ત્રી જીવનને ખતમ કરી નાખે છે.

    બળાત્કારના કારણો :-

    સામાન્ય રીતે આ કૃત્ય એ માનવ વિકૃતિનો એક જીવંત પ્રકાર છે. જેના પાછળ વ્યક્તિની માનસિક વિકૃતિઓ જવાબદાર હોય છે. સ્ત્રીના આપણા સમાજમાં નીચલા દરજ્જાની એ આ કૃત્યો શબીતી આપે છે. જેના કારણો આપણે અલગ અલગ તારવી શકીએ છીએ.

  • વેરવૃત્તિ, બદલાની ભાવના, સ્ત્રી કુટુંબની આબરુને ધક્કો મારવાની કોશિશ, સ્ત્રી જીવનની બરબાદી વગેરે જેવા અસામાજિક હેતુઓ સિદ્ધ કરવાના આશયથી પણ આ પ્રકારના કૃત્યો આદરવામાં આવે છે.
  • સામાન્ય રીતે આપણા સમાજમાં સ્ત્રીને અબળા અને અશકત ગણવામાં આવે છે અને એના પર પ્રભુત્વ મેળવવાનો હક માત્ર પુરુષ જાતી પાસે છે એ દર્શાવવા પણ આવા અધમ કૃત્યો બને છે.
  • સામાન્ય રીતે અપણે સુરક્ષાની વાતો કરતા રહીએ છીએ પણ ઘણા આવા કૃત્યો સાંજ અથવા રાતના અંધકારમાં એકાંતને નિશાન બનાવી આચરવામાં આવતા હોય છે.
  • બળાત્કાર એ એક ભયંકર અને ગુનાહિત માનસિક વિકૃતિ છે જે સામાન્ય રીતે નિસહાય સ્ત્રી પર પોતાની શારીરક વિકૃતિનો ટોપલો ઠાલવી દેવાની ભાવના પણ આ કૃત્યો ને જન્મ આપે છે.
  • સામાન્ય રીતે વગ ધરાવતા લોકોમાં શોષણની ભાવના વધુ વિકૃત જોવા મળે છે અને પોતાની હવસ સંતોષવા આવા લોકો નીચલી શ્રેણીની સ્ત્રીઓ સાથે આવા કૃત્ય આચરતા ખચકાતા નથી. અથવા એની લાચારી, પરવશતા અને આર્થિક જરૂરિયાતોના આધારે એમને આવા ગુનાહિત કાર્ય માટે તૈયાર કરે છે.
  • વેશ્યાવૃત્તિ પણ એના પાછળનું એક મુખ્ય કારણ છે જેના વ્યાપ માટે આવા કૃત્યો થાય છે. આપણા સમાજમાં બળાત્કારથી પીડાતી સ્ત્રીઓ સ્વમાન જાળવી શક્તિ નથી પરિણામે આવા લોકો એમની સાથે આવા કૃત્ય કરે છે જેથી એ સમાજના ધિક્કારથી પ્રેરાઈને આવા વ્યવસાયમાં ધકેલાય છે.
  • પ્રલોભનો અને લાલચ દ્વારા પણ સ્ત્રી સાથે આવા કૃત્યો આચરવામાં આવે છે. સામાન્ય રીતે આ યુક્તિ ૧૫ વર્ષથી નાની વયના બાળકોમાં વધુ ઉપયોગમાં લેવાતી હોય છે.
  • પુરુષનું સ્ત્રી કરતા સમાજમાં ચાલ્યું આવતું અહમ સ્થાન પર એની માલિકી સ્ત્રી પર હોવાનું મનાતું હોવાથી પણ આ કૃત્યો આચરવામાં આવતા હોય છે જેને ધર્મ અને હક સાથે જોડીને દબાવી દેવાય છે.
  • બળાત્કારની અસરો :-

    બળાત્કારની માઠી અસરો સ્ત્રી જીવન અને સમાજ પર પડે છે.

  • સ્ત્રી સાથે આચરવામાં આવેલા બળાત્કાર બાદ આપણા સમાજ અને દુનિયાદારીના રીત-રીવાજોના અને માન્યતાઓના આધારે એના સ્વમાનનું ખંડન થઇ જાય છે. જેના કારણે એ માનસિક, શારીરિક તેમજ સંસારિક રીતે પણ ભાંગી પડે છે અને એના જીવવાનો લગભગ કોઈ હેતુ રહી જતો નથી.
  • સામાન્ય રીતે આ વિકૃત પ્રવૃત્તિ દરમિયાન કેટલાક સંજોગોમાં સ્ત્રીના વિરોધ અટકાવવાના અથવા એના પછી એ કોઈને કહી દેશે એવા ભયના કારણે એની હત્યા પણ કરી દેવામાં આવે છે.
  • આ કૃત્ય પછી સ્ત્રીને લગ્ન પહેલા માં બની જવાનો ભય રહે છે અને આપનો સમાજ એવા બાળકનો સ્વીકાર કરતો નથી જેના પરિણામે ભૃણહત્યા અથવા આત્મહત્યાનો સહારો લેવાય છે જેમાં બંને તરફ સ્ત્રીના અસ્તિત્વ પર ઝોખમ તોળાઈ આવે છે.
  • બળાત્કાર એવો ભયંકર ગુનો છે જેની સજા આપણો આ સમાજ કારણોની તપાસ કાર્ય સીવાયજ બંને પક્ષને સરખા ગુનાહિત ઠેરવી દે છે જેના કારણે નિર્દોષ વ્યક્તિ પણ સજા પામે છે અને ગુનાનો ભોગ બનેલી સ્ત્રી પોતાનો સંસાર ગુમાવે છે અને પરિવાર પણ.
  • આવા સંજોગો માંથી પસાર થયા બાદ સ્ત્રી માનસિક રીતે ભાંગી પડે છે ઘણી વાર તે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે છે. અને તેમ ના બને તોપણ સ્વમાનભેર એ જાહેરમાં અવર-જવર કરી સકતી નથી. એ નિર્દોષ હોવા છતાય જાહેરમાં નીકળતા ક્ષોભ, શરમ અને સંકોચ અનુભવે છે.
  • સામાન્ય રીતે આ ઘટના બાદ સ્ત્રીનો પરિવાર દ્વારા સ્વીકાર નથી કરાતો. તેમજ એ પોતાના શ્વશુરગૃહ, પિતૃગૃહ અને પતિના હ્રદયમાંથી પણ ધિક્કાર પામે છે જેના અંતિમ સ્વરૂપે એને પછી અત્મ્હાત્યનો સહારો લેવો પડે છે.
  • બળાત્કારની ઘટના બાદ સ્ત્રીને સામાન્ય બનવામાં અને જીવનમાં અનુકુલન સાધતા પણ લાંબો સમય નીકળી જાય છે. અને ઊંડા આઘાત અને હદયદ્રાવક પરિસ્થિતિમાંથી અનુકુલન કરી શકાતું નથી.
  • બળાત્કાર અટકાવવાના ઉપાયો :-

    બળાત્કાર અટકાવવા માટે આપણે વધુ કઈ કરીના શકીએ પણ અમુક બાબતો જરૂર ધ્યાનમાં લેવી જોઈએ જેનાથી લાંબા ગાળે આ પરિસ્થિતિમાંથી ઉઘરી સકાય છે.

  • કાયદાકીય કાર્યક્ષમતામાં નોધપાત્ર વધારો ઇચ્છનીય છે તેમજ કાયદાઓનું પાલન કેટલી હદે સમાજમાં થાય છે તેની માહિતી પણ સમયાંતરે સરકાર દ્વારા લેવાવી જોઈએ. નવા નીતિ નિયમો અને કાયદાઓ સમાજના ખોખલા રીત રિવાજોથી એક પગલું આગળ માંડીને એના પર વિચારો થવા જોઈએ. અને સમાજના ઓથા હેઠળ બનતા આવા ગુનાઓની પણ ઊંડી તપાસો યોજવી જોઈએ. જેથી આવા બનતા કૃત્યો અટકાવી શકવા સમર્થ કાયદાનું નિર્માણ થઇ શકે તેમજ એનું પાલન પણ.
  • આપણા સદીઓ પૂર્વેથી ચાલ્યા આવતા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીના દરજ્જાને સમાન પક્ષે ધ્યાનમાં લેવો જોઈએ. અને શા માટે પુરુષ પોતાની વિકૃતિનો ભોગ સ્ત્રીને બનાવે છે એના પાછળના કારણો જો પુરુષ પ્રધાનતા હોય તો એ ખામીભારેલા વિચાર અને સમાજના માનસને બદલવાની કોશિશો થવી જોઈએ. દરેક પુરુષે નીચેની ત્રણ બાબતો સહર્ષ સ્વીકારી લેવી જોઈએ (૧) દરેક સ્ત્રીને સમ્માનની દ્રષ્ટીએ જોવી જોઈએ. (૨) સ્ત્રી એ કોઈ વાપરવાની ચીજવસ્તુ નથી એ સમજી લેવું જોઈએ. (૩) સ્ત્રી પોતાની કોઈપણ ભૂમિકામાં હોય એની એજ ભૂમિકા સ્વીકારી એને માન આપવું જોઈએ.
  • સ્ત્રીઓ દ્વારા પણ એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે ક્યારેય કોઈ અજાણી અથવા ઓછી પરિચિત વ્યક્તિને એટલી છૂટછાટ ના આપવી જોઈએ અને એવું વર્તન પણ એમના દ્વારા ના થવું જોઈએ જેના કારણે એના વિષે કોઈ આટલી હદે વિચારી પણ શકે.
  • સમાજીકરણના માળખામાં નોધપાત્ર સુધારાઓ થવા જોઈએ જેના પરિણામે આ પ્રકારની ઓછા વિચારો અને આવા કિસ્સાઓને સમાજમાંથી ઘટાડી નેસ્ત નાબુદ કરી શકાય.
  • સ્ત્રીઓ દ્વારા એકાંતના સમયમાં અથવા રાત્રીના સમયે નીકળવાનું ટાળવું જોઈએ અથવા સાવચેતી પૂર્વક આવા કોઈ શિકારનો ભોગના બને એની સાવચેતી રાખવી જોઈએ.
  • સ્વબચાવ માટેની પ્રવૃતિઓમાં દરેક સ્ત્રીએ ભાગ લેવો જોઈએ અને સામાન્ય પરિસ્થિતિમાં પોતાને કેમ બચાવી શકાય તે શીખવું જોઈએ.
  • છેલ્લે આપના ભારત દેશમાં ચાલતા દરેક સ્ત્રી સંગઠને આ મુદ્દાને વધુ ને વધુ મહત્વ આપવું જોઈએ જેથી સ્ત્રીનો દરજ્જો પણ પુરુષ સમોવડો બની અને ટકી શકે.
  • [ સમાપ્ત...]

    સુલતાન સિંહ

    +૯૧-૯૯૦૪૧૮૫૦૦૭