સ્કૂલ લાઈફ Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કૂલ લાઈફ

સ્કુલ લાઈફ

બધાને કદાચ પોતાનો વિતાવેલો આ એક સમય તો ગમતો જ હશે. School Days. કારણ કે, આમાં આપણે સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ અને બીજી ઘણી બધી માયાજાળો ની દુનિયા થી દુર હતા. હાં, તે આપણું બાળપણ, આપણા પ્રાયમરી અને માધ્યમિક સ્કુલ નાં દિવસો હતા. કેવો હતો નહિ એ સ્કુલ નો પહેલો દિવસ..! કેવા મજાના દિવસો હતા નહિ એ..! જિંદાદિલી હતી. હસવાનું મન થતું તો મો પર સાચુકલી મુસ્કાન છવાઈ જતી. અત્યારની જેમ પ્લાસ્ટીક્યું સ્મિત નહી. નવું વર્ષ ની શરૂઆત નાં પહેલા દિવસે સ્કુલે જવાની ઇગરનેસ પણ કેવી હતી.. અને પછી વેકેશન ની પણ એટલી જ તો ખરી ! જો સવારની સ્કુલ હોય તો શિયાળા માં સવારે મમ્મી ને પાંચ મીનીટ પાંચ મીનીટ એવું કહી ને ઉઠીએ પછી એ ભાનમાં આવવા માં તો પંદર મિનીટ્સ નીકળી જતી. પછી ઘડિયાળ નાં કાંટા માં જ જોઈને દરેક કામ કરવાનું. પછી સ્કુલ રીક્ષા/બસ ની રાહ. એ પ્રાર્થના..., રીસેસ ની ઉતાવળ, કોઈક દિવસે સ્કુલ એ કોઈ પણ કારણ વિના જ ઘરે રહીને સાંજે કોઈક નાં ચોપડા કે સ્વાધ્યાય પોથી લઈને પૂરી કરતાં.. યાદ છે ને ? ક્યારેક અમુક પીરીયડ ખુબ જ લાંબા લાગતા.. ક્યારેક વેલુ પૂરું થઇ ગયું તેવું પણ થતું, પણ, આમાં કઈક ઔર જ મજા હતી નહિ...! આ જ તો હતો ત્યાર નો આનંદ અને પછી આપણે મોટા થઇ ગયા.. એ આનંદ ની ગુલાબી જિંદગી ક્યાં ખોવાઈ ગઈ ખબર જ ન રહી..!

અમુક વાર એવું પણ થાય કે, સ્કુલ નાં પહેલા દિવસે સ્કુલે આવી ને રડતો વિદ્યાર્થી જ પછી થી સ્કુલ એ વહેલો આવી જતો.. એટલી સ્કુલ ગમી જતી હોય છે. અને સ્કુલ નો સૌથી પહેલો દિવસ તો બધાને કદાચ યાદ ન હોય પણ થોડી વાર તો કદાચ બધાએ રડી જ લીધું હોય છે. પણ.. પછી મજા આવી જાય છે. સ્કુલ માં અપાતું હોમવર્ક ક્યારેક મોજ કરાવી દેતું તો ક્યારેક રાત પણ જગાડી દેતું. ક્યારેક સર ને યાદ જ નહિ કરાવવાનું કે તે હોમવર્ક આપવાનું ભૂલી ગયા છે. પણ આવું તો જવલ્લે જ થતું હોય છે, કારણ કે, કન્ક્લુઝન હોમ વર્ક થી જ થાય છે. અમુક નું હોમવર્ક પણ ગમતું હોય, કારણ કે માપે આપે, પણ બોરિંગ સબ્જેક્ટ નાં જ્યારે લાંબા લાંબા પ્રશ્નો હતા ત્યારે સારા અક્ષર હોવા છતાં થોડા ટેઢા-મેઢા થઇ જ જતા. પણ આ બાબતે હમણાં થી વોટ્સએપ માં મેસેજ આવતા હોય છે કે, “આ અધૂરા સપનાઓ અને બહાર વાળી જિંદગી કરતાં પેલું તૂટેલું રમકડું અને અધૂરું હોમવર્ક જ સારું હતું.” ખરેખર, સ્કુલ નાં દિવસો એટલે ખરેખર મજાનાં હો પણ... જલસા. દરરોજ સવારે ઉઠીને મિત્રો થી ભરેલી પેલી સ્કુલ રીક્ષા ની રાહ જોઈને, તે રીક્ષા આવે એટલે દરરોજ એક મજાની સફરે નીકળી પડવાનું જે તમે જે કયો તે છે, એડવેન્ચર થી માંડી ને બ્રમ્હાંડ નું પરિભ્રમણ પણ !

સ્કુલ માં એક મિત્રો ખુબ જ મજાનો રોલ ભજવતા હોય છે. એમાં આપણે પણ આવી ગયા કારણ કે આપણે પણ કોઈક નાં મિત્રો તો હતા જ ને ! જેની સાથે ખુબ જ બનતું હોય તેની જ જોડે ક્યારેક થોડી ઘણી ફાઈટિંગ થઇ જતી. પણ, તે પણ ખબર ન પડતી કે જે બધાવવા વાળા હોય છે એ જ પાછા આપણે જેમની જોડે બાધ્યા હોય તેની જોડે ક્યારે મેળ કરાવી દે. ક્યારેક મિત્રો જોડે બધા ભેગા થઈને કોઈક પ્લાન બનાવ્યા હશે એ તો યાદ છે ને. ! ત્યારે કમ્પેરીઝન માં પણ ખુબ જ મજા પડતી ટેસ્ટ થી માંડી ને વાર્ષિક પરીક્ષા સુધી. ! એમાં મિત્રો માં પણ જેઠાલાલ અને તારક મેહતા ની જેમ પરમ મિત્રો તો પાછા બીજા જ હોય છે એ આંગળી નાં વેઢે ગણાય તેટલા ની ટોળકી હોય છે. એ દરેકે દરેક ની દિનચર્યા માં પોતાની સેના નાં મેમ્બર ની જોડે જ હોય છે. જાણે “યે દોસ્તી હમ નહી છોડેંગે..” ની કસમ લીધી હોય તેમ સાથે ને સાથે.

આવી જ રીતે સ્કુલ માં ‘અવાજ બંધ કરો’એવું કહેનાર શિક્ષકો પણ યાદ જ હશે. ત્યારે શિક્ષકો પણ કોઈ વાર એવા મળી જતા કે જાણે બાળપણ ને માણવા દેવા માં પુણ્ય સમજતા હોય તો કોઈક વાર પીરીયડ વિના પણ રમવા માટે મેદાન માં મોકલી દેતા. એવા શિક્ષકો ને ખરેખર સલામ... કોઈક વાર શિક્ષક નો મૂડ સારો હોય તો પીરીયડ ની છેલ્લી પંદર મીનીટ ભણતર ને ભાર વિનાનું કરવા માટે એન્જોય માટે રાખતા...તેમાં મોટેભાગે બધા ઉભા થઈને જોક્સ જ કહેતા. પીરીયડ બદલાય અને એક સર જાય અને બીજા આવે ત્યાં સુધી પણ વચ્ચે અવાજ ઘણો થતો. ત્યારે ઘણીવાર પીરીયડ નાં બીજા સર નહિ પણ સ્કુલ નાં પ્રિન્સીપાલ આવી જતા અને ઘણી બધી ડરામણી ધમકીઓ આપી જતા. અને ઘણીવાર ગુજરાતી નાં કે સમાજ વિદ્યા ની શિક્ષકો આવી ને માત્ર વાંચવાનો જ ટાસ્ક આપી દેતા એટલે એક વિદ્યાર્થી બોલે અને આખો વર્ગ નાં વિદ્યાર્થીઓ આંગળી અને આંખ પોતાની ચોપડી માં અને કાન પેલા નાં અવાજ માં પરોવી ને રાખવા પડતા કારણ કે, સર કોઈ ને પણ ઉભો કરી દેતા પેલા એ છોડ્યૂ હોય ત્યાં થી વાંચવા માટે. તે દિવસો માં ક્યારેક ખબર હોય છતાં પણ ક્યાં હતા તે ખોવાઈ જતું. અને પરીક્ષા નજીક હોય ત્યારે રિવીઝન કરાવવા માં આ ટાસ્ક જ વધુ સોંપતો વિદ્યાર્થીઓ ને.

ત્યારે પરીક્ષા ની ચિંતા વિદ્યાર્થી કરતાં શિક્ષક અને પેરેન્ટ્સ ને રહેતી. પણ તે પરીક્ષા માં જોરદાર પર્સન્ટેજ આવતા બધાને.. પ્રાયમરી માં તો ૯૮ % વાળા ને પણ ત્રીજો નંબર આવે, અને ૯૬ વાળા ને ૧૦ મો. આ બધું હજુ યાદ છે. પેલા નંબર વાળા તો ૯૯ % આવતા. આ બધું મમ્મી જ્યારે સ્વાધ્યાય પોથી આખે આખી પૂછી લેતી ત્યારે સંભવ બનતું. ત્યારે આ સ્પર્ધા એક થી પાંચ નંબર લઇ આવતા વિદ્યાર્થીઓ માં જ થતી. પણ, બધા જાણે સ્થિતપ્રજ્ઞ હોય તેવું થતું હતું, બધા ને દર વખત ની જેમ એ જ નંબર આવતો.

પ્રાયમરી માં સ્કુલ માં ઉદભવતા પ્રશ્નો માં નો એક મુખ્ય પ્રશ્ન જગ્યા નો જ થતો. આગળ-પાછળ અને આજુ બાજુ માં કોણ છે એ. એમાં ક્યારેક કોઈ પોતાના મમ્મી ને બોલાવી ને પણ આવી જતું. એટલે શિક્ષક પછી કઈક અલગ જ અજમાવતા.. દરરોજ જગ્યા બદલાતી, આજુ બાજુ બેસતા તેની પણ જગ્યા બદલાતી. આમાં કોઈ વાર પરમ મિત્ર બાજુ માં આવી જતો તો મજા આવતી પણ, સાથે સાથે તેની જગ્યા કાલે પછી બદલી જશે તે વિચારી ને તકલીફ થતી.

આ એક કોમેડી કિસ્સો છે, બુધવારે યુનિફોર્મ ન પહેરી જવાનો હોય છતાએ કોઈ મોડો ઉઠેલો માનવી (પ્રાયમરી નો વિદ્યાર્થી) ભૂલી જતો હોય કે બુધવાર છે અને આવતો રે સ્કુલ એ યુનિફોર્મ પહેરી ને.. પછી તેને સ્કુલ રીક્ષા માં જ રંગીન કપડાઓ પહેરેલા તેના સાથીઓ દેખાય અને, ત્યારથી ખીજવવા નું ચાલુ થાય તે સ્કુલ થી છૂટે ત્યાં સુધી એક નો એક પ્રશ્ન પુછાતો.. “અલ્યા, ભૂલી ગયો એમ ને આજે બુધવાર છે ?”

પણ, આ ગુલાબી જિંદગી ની મોજ અલગ જ હતી. ખરેખર, એ સ્કુલ નાં દિવસો આજે યાદગાર બની ચુક્યા છે. એ એક સોનેરી સમય હતો.

School life:-

Most irritating moments – morning alarm

Most difficult task - to find socks

Most dreadful journey - Way to class

Most lovely time - meeting friends

Most tragic moments - surprise test in first period

Most wonderful news - teacher is absent

  • હાર્દિક રાજા
  • Email –

    Mo - 95861 51261