Svapnsrusti Novel ( Chapter - 31 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svapnsrusti Novel ( Chapter - 31 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૩૧ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૩૧

થોડીક વાર આરતી અને કિશનભાઈ આસ પાસ બેઠા હતા ડ્રાઈવર બધુજ જરૂરિયાતનું વસ્તુ આપીને ગયો. એ દિવસે સુનીલ કદાચ ઓપરેશન બાદના ઈન્જેકસન અને દવાઓના કારણે ઘેનમાં હતો અને બસ એ એમજ પડ્યો હતો. સોનલ એની દેખભાળ માટે રૂમમાં હતી જયારે કિશનભાઈ બારના સોફા પર ઊંઘયા હતા કદાચ આડા પડ્યા હતા ઊંઘ આવવી તો મુશ્કેલ હતી અથવા કદાચ અશક્ય પણ. ધીરે ધીરે આખુય હોસ્પિટલ સુન્ન્તામાં લપેટાઈને રાત્રીના અંધકારમાં આભની ચાદર ઓઢીને સુઈ ગયું હતું. રૂમમાં પડેલો સુનીલ હતો... એની આંખની પાંપણ ખુલવાની રાહમાં બેઠેલી આરતી હતી... સુનીલના હોશમાં આવવાની વાટ જોતા કિશનભાઈ હતા... ત્યાજ સ્વપ્નસૃષ્ટિમાં જીવાયેલી સોનલની યાદો હતી અને કદાચ ત્રણેયના મનમાં સોનલ હવે જીવતી હતી.

સવાર પડી બધા ફરી સુનીલના રૂમમાં આવ્યા ડોક્ટરની ટીમ પણ આવી અને સાથેજ કિશનભાઈ પણ. ખાસો સમય બધા સુનીલની હોશમાં આવવાની રાહમાં ઉભા રહ્યા હતા બધા પોતાના કામે વળગ્યા. રૂમમાં કોઈજના હતું ત્રણ સિવાય છેવટે એ ઘડી આવી ગઈ ધીરે ધીરે સુનીલની આંખો ખુલી એનો થોડોક હાથ હલ્યો આરતીએ તરતજ એનો હાથ હાથમાં પકડ્યો એની આંખો હજુય બંધ હતી. એના દિલના ખૂણામાંથી બસ એકજ શબ્દ એના મુખે નીકળતો હતો “ સોનલ.... સોન.... લ...” એનો અવાઝ ત્યાઝ ચોટી ગયો એ હવે કદાચ ઉઠીને ચારે તરફ જોઈ લેવાનોજ હતો... કદાચ પોતાની સોનલને શોધવા માટેજ પણ એની આંખો ખુલે એ પહેલાજ હાલાજ અંદર ધસી આવેલા કિશનભાઈ એની આંખો ઝપકતા વેતજ બહાર દોડી ગયા અને સાથો સાથ ડોકટરની ટીમ પણ. કદાચ સોનલનું નામ એમની આંખોને ભીંજવી દેતું હતું પણ સુનીલના પૂછ્યા બાદ એને શું જવાબ આપવો ? એ એમની પાસે કોઈ જવાબના હતો અને કદાચ એટલેજ એમણે જવાબ ના આપવો પડે એમ વિચારી સંતાઈ જવાનું પસંદ કર્યું. પણ, ક્યાં સુધી એ વાત એનાથી છુપાઈ રહેવાની હતી એ પોતે બધું જાણી ચુક્યો હતો એણે એ છ કાગળો ધ્યાનથી વાંચ્યા હતા અને એટલેજ એની કથળી થયેલી હાલત એને હોસ્પીટલમાં ધસી લાવી હતી.

“સોનલ...” ફરી વાર એટલોજ અવાઝ નીકળ્યો અને સુનીલનો અવાઝ અટકીને સ્થિર થઈ ગયો. આરતીની આંખો વહેવા લાગી એક વિચિત્ર વાતાવરણ સર્જાઈ ગયું. લાગણીહીનતા ચારે તરફ લહેરાઈ ચુકી હતી અને એક અદભુત શાંતિ આખાય રૂમમાં પ્રસરી ગઈ. કોઈના મુખેથી એક પણ શબ્દ જાણે કે ના નીકળ્યો ગમગીનીએ બધુજ જાણે પોતાનામાં સમાવી લીધું. આરતી હજુય ભીની આંખો સાથે એની પાસેજ બેઠી હતી પણ હવે એ સુનીલની આંખોમાંથી નીતરતા એ આંશુ રોકી શકવા કે સોનલને પાછી લાવી શકવા અસમર્થ હતી. સુનીલની આંખોમાં વહેતા આંશુથી એના દિલમાં એક કટાર જાણે ચુભવા લાગી હતી. આરતી તરતજ ત્યાંથી ઉભી થઇ અને રૂમના ખૂણામાં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી એની લાગણીઓ અને ભાવનાઓ બસ વહી જવા શિવાય કઈજ કરી શકતી ના હતી. એ લાચાર હતી કદાચ... સોનલને પછી લાવવા અને સુનીલનો પ્રેમ પામવા. કદાચ દુનિયામાં પ્રેમથી વધુ કઈજ નથી હોતું એ એને આજે સમજાઈ રહ્યું હતું કારણ પૈસાજ બધું સુખ આપી શકવા સમર્થ હોત તો સુનીલની હાલત આજે છે એવી ક્યારેય ના હોત. એની પાસે પૈસા હતા અઢળક પૈસા એની સાત પેઢીઓ પણ ના ખર્ચી શકે એટલી દોલત તેમ છતાય એ આજે ગરીબ લાગતો હતો. એને ભૂખ હતી પણ એને સંતોસવાનો એની પાસે કોઈ રસ્તો ના હતો આ ભૂખ પૈસાથી માટે એવી પણ ના હતી. આ તો સોનલની ભૂખ હતી એના સાથની, એના અહેસાસની, પ્રેમની અને લાગણી સંવેદનાના અભાસની... પણ એને ખરીદી શકવા એ અસમર્થ હતો.

અચાનક સુનીલનું શરીર હલન ચલન કરવા લાગ્યું અચાનક એનામાં જાણે સ્ફૂર્તિ અને શક્તિની લહેરો વહેવા લાગી. એક વિચિત્ર ચમત્કાર જાણે થઇ રહ્યો હતો બેજાન પડેલા શરીરમાં જાણે એકાએક નવી ચેતના પ્રવેશી ચુકી હતી. એનો ભૂતકાળ એના મનસપટ પર થોડોક આછો ઝળહળ્યો સુનીલ... સોનલ... વિજય... કિશનભાઈ... પ્રેમ... લાગણીઓ... સ્પર્શ... આનંદ... કાર... પ્રથમ સવારી... ચાનો કપ... સોનલનું હાસ્ય... ન્યુજ પેપર... જમવાની થાળી... કેક... મોબાઈલ... બધુજ એના કોરા મનસપટ પર દોડવા લાગ્યું હતું. કોઈ દૈવી શક્તિ એના શરીરમાં જાણે લોઈની જેમ નસે નસમાં વહેવા લાગી હતી આટલા અચાનક આવેલા પરિવર્તનો અદભુત હતા. એના મુખેથી વધુ શબ્દો ના નીકળ્યા બસ “ સોનલ... સોનલ...” બબડવા લાગ્યો કદાચ એની આંખો સામે ઉભેલી સોનલ એને અત્યારે બોલાવતી હતી. આ શબ્દો પાછલા કલાકમાં એ લગભગ હજારમી વાર બોલી ચુક્યો હશે.

એ જાણ્યો ચહેરો અત્યારે એની આંખો સામે સ્પષ્ટ જોઈ શકાતો હતો એ દેખાતા ચહેરાને સારી પેઠે ઓળખતો હતો એ સોનલ હતી. એની સોનલ જેના માટે એ તડપતો હતો, પ્રેમ કરતો હતો, કદાચ એના માટેજ એ જીવતો હતો. વિખેરાયેલા વાળ, લાલચોળ આંખો, ગાલના ખંજનથી આંખોની કિનારી સુધી સુકાયેલા રેલા, તડપતી આંખો, તરસતો પ્રેમ અને એનો કોયલ જેવો મધુર રણકાર જાણે ખુલી બાહો સાથે સોનલ માત્ર એને જ બોલાવી રહી હતી. એના માટેજ જાણે એ આજે આ હોસ્પીટલની રૂમમાં આવીને એને પોતાની બાહોમાં સમાઈ જવા માટે પુકારી રહી હતી. સુનીલના શરીરમાં એક ગજબની તાકાત રેલાઈ આવી એના રગેરગમાં એક સ્ફૂર્તિની લહેરો છવાઈ ગઈ. ડોકટરો જેની હોશમાં આવાની આશા ગુમાવી ચુક્યા હતા એવા નિર્જીવ અને કોમાની હાલતમાં પડેલા સુનીલમાં એક વિચિત્ર આત્મા પ્રવેશી ગયો. અચાનકજ એનામાં શક્તિનો સંચાર થયો એણે બધાજ બંધનો હટાવી દીધા મો પરનો ઓક્સીજન માસ્ક એણે હટાવી દીધો, હાથમાં લગાવેલી સુઈઓ, પગમાં લગાવેલા વાયર, અને અન્ય વીંટળાવેલા પાઈપો અને તારો પણ દુર કર્યા અને એ ઉભો થઇ ગયો ઉઠતાજ બધુજ હટાવતી વખતે પલંગની ચાદર એણે હવામાં ઉછાળી દીધી. કદાચ એ સામેના તરફની નવમાં મઝલની બારી પાસે ઉભેલી સોનલને પોતાના તરફ આવતા જોઈ રહ્યો હતો, એ ખુશ હતો, એના મુખ પર એક હર્ષની રેખા છવાઈ રહી હતી. એના દિલના ઊંડાણમાં એક વિચિત્ર તરંગો લહેરાઈ રહી હતી જાણે એની દિલની દુનિયામાં કેટલાય મેઘધનુષ રચાઈ રહ્યા હતા. આનંદ જાણે રોમે રોમમાં ઝૂમી રહ્યો હતો અને પ્રેમ અંદરથી તડફડાટ મારતો હતો પણ હવે એ સમય હતો જયારે સોનલ આંખો સામે હતી.

સુનીલમાં અચાનક આવેલી આટલી તાકાતના કારણોસર આરતી આશ્ચર્યમાં પડી ગઈ હતી એને શું બોલવું અને શું નઈ એજ ત્યારે ના સમજાયું. એ બધું પોતાની ફાટી આંખે જોઈ રહી કદાચ એ કઈ પણ કરવા પોતાની જાતને તૈયાર કરવા માટે સમર્થ બને કે કઈ કરે એ પહેલાજ સુનીલ ઉઠીને ગાંડાની જેમ પેલી બારી તરફ ઉભેલી સોનલ તરફ દોડ્યો. કદાચ સોનલ પાછળ ડગ માંડી રહી હતી સુનીલ એને રોકવા મથતો હતો એની આંખોમાં આંશુ હતા અને અવાઝમાં વેદના કદાચ એ સુનીલને પોતાનો ચહેરો દેખાડતા પણ શરમાતી હતી. એણે ગ્લાનીના કારણે પોતાના મુખને પોતાના બંને હાથો દ્વારા છુપાવેલો હતો કદાચ એ કઈ કહેવા કે સાંભળવા માંગતી ના હતી. સોનલે અચાનક રડતી આંખો સાથે બારી તરફ દોડ મૂકી અને રડતીજ રહી એની વેદનાના સુર સંભળાતા હતા એનું રુદન સુનીલના દિલને ચીરી નાખતું હતું. સુનીલ એના પાછળ હતો પણ એ એને રોકે કે બચાવે એ પહેલાજ સોનલ દોડતા દોડતા નવમાં માળની મઝલમાંથી કુદી પડી, સુનીલનો હોશ ખોવાઈ ગયો એના પગની ગતિ અચાનકજ વધી એ તરતજ એના પાછળ દોડતો એને બચાવવા કુદી પડ્યો. તરતજ હવામાં સોનલની આકૃતિ એની બાહોમાં સમાઈને એક થઇ ગઈ અને સુનીલ પડતાજ સીધો નીચેના રોડ પર પછડાયો કદાચ એજ પળે એના શરીરમાં તડપતી એનીજ આત્માએ એને વિદાય આપી દીધી. કદાચ શરીર છૂટ્યું પણ બે જીવ એક થઇ ગયા આત્માનું આત્મમાં સ્નેહમિલન થઇ ગયું, સોનલ અને સુનીલ બંનેના આત્મા એકમેકમાં એકાકાર થઈને વિલીન થઈ ગયા.

અચાનક બનેલી ઘટના આરતી માટે એ વિચિત્ર વાત હતી હાથે, પગે, અને શરીરના દર્દ સામે ઉઠી શકવ પણ પોતે અસમર્થ હોવા છતાય આમ દોડીને છલાંગ મારે એતો માની લેવું પણ જાણે ના ને બરાબર હતું. આરતીના ચહેરા સામે અંધકાર છવાયો એ ત્યાજ ઢળી પડી અચાનક કાચના મોટા અવાઝો સાંભળીને ડોક્ટરોની ટીમ રૂમમાં દોડી આવી. કિશનભાઈ સાથે આવેલા બધાજ લોકો આશ્ચર્યમાં પડી ગયા સુનીલ બેડ પર ના હતો અને ખૂણામાં આરતી ઢળેલી પડી હતી. ડોક્ટરની ટીમ સુનીલને આમતેમ શોધી રહી હતી કિશનભાઈ આરતીને પાણી છાંટી ઉઠાડતા હતા. આરતી ઉઠી અને કીશનભાઈને વળગીને રોઈ પડી એના ડુસકા ભરાઈ રહ્યા હતા એ રડી રહી હતી અને એનો હાથ એ બારી તરફ લંબાઈ રહ્યો હતો. કિશનભાઈ પૂછે એ પહેલાજ એ બનેલું બધુજ બોલી ગઈ, એના શબ્દો લથડતા હતા, એનું શરીર ધ્રુજતું હતું, એની આંખોમાં વેદના ઉભરાતી હતી, આંખો વહેતી હતી, એનું રુદન દિલને કકળાવી મુકે એવું હૈયાફાટ હતું.

“અંકલ... ત્યાંથી ઉ... ઉઠી... ઉ... ઉ... ઉભો... સુનીલ... થઈને... સોનલ... સોનલ... બબડતો.... હ... તૂ... અને... ત... ત્યાંથી... ઉભો... થઈને... સી... સીધો... પે...પેલી... બારી માંથી... કુ... કુદી... પડ્યો... અને...” એક લાંબી ચીસ નીકળી ગઈ અને આરતી ફરી ચુપ થઇ ગઈ... એ જોર જોરથી રોઈ રહી હતી... કિશનભાઈ એને શાંત કરવા મથતા હતા આખરે આરતી થોડીક શાંત થઇ. બધા ડોકટરો, કિશનભાઈ અને આરતી સાથે બધાજ નીચે આવ્યા. સુનીલ... સુનીલ.... કરતા આરતી એને વળગીને દિલને ફમ્ફોડી મુકે એવું રુદન કરવા લાગી. સુનીલ જ્યાં પડ્યો હતો ત્યાં આજુ બાજુ લોકોના ટોળા હતા અને માથું ફાટી જવાથી ચારેકોર લોઈની લહેરો વહી રહી હતી જાણે આખું ખાબોચિયું ભરાયું હતું. આરતીનું રુદન અટક્યું કિશનભાઈની હાલત પણ સુનીલને જોયા બાદ લથડી ગઈ હતી એક લાંબી ચીખ સાંભળી. સુનીલનું નામ ગૂંજ્યું અને આરતી ત્યાજ એના શરીર પર ઢળી પડી.

સુનીલના શરીરને ત્યાંથી ઉઠાવી લેવાય એ પહેલા પોલીસની ગાડીઓ પણ આવી ચુકી હતી. કદાચ સુનીલ અને સોનલની પ્રેમ કહાનીનો આ આખરી પડાવ હતો સુનીલનો સોનલને મળવાનો આજ એક છેલ્લો રસ્તો કદાચ હતો. બે પ્રેમી આજ સંસાર છોડી ચુક્યા હતા સમાજ... સોસાયટી... દુનિયા... રીત... રીવાજો... પતિ... પત્ની... અફેર... પ્રેમ... બધાજ બંધનોથી પરે થઇ ચુક્યા હતા બસ જીવતી હતી તો આરતીની માનશીક સંતુલન ખોઈ ચુકેલી આંખોમાં, કિશનભાઈના ઘરડા દિલમાં અને એ બંને પ્રેમીઓને એક કહાની જે કદાચ અકથ્ય હતી.

“ મધુશ્રી હોસ્પિટલ ” ના નાવમાં મઝલ પરથી જે વ્યક્તિ કુદયો એ કદાચ સુનીલ ના હતો... એ અમેરિકાનો ટોપ બીજનેશમેન વ્યક્તિ સુનીલ સહાની ના હતો... એ નીતિન સહાનીનો પુત્ર પણ ના હતો... એ આંખો બંધ કરી સોનલના પડછાયાને ગળે લગાવીને નીચે કુદેલું એ વ્યક્તિ પ્રેમ હતો. એક અદ્ભુત અને અકથ્ય પ્રેમ કદાચ શબ્દો પણ ઓછા પડી જાય આ પ્રેમને દર્શાવવા, લાગણીઓનો પણ કદાચ સહારો ના મળી શકે, ભાવનાઓ અને વેદના પણ કદાચ એની સરખામણી ના કરી શકે એવો એ નિર્દોષ પ્રેમ હતો. અને તડપીને હવે એ દમ તોડી ચુક્યો હતો અથવા કદાચ એ પ્રેમ હવે દુનિયાદારીના બંધનોમાંથી મુક્ત થઇ ચુક્યો હતો. એ અમર થઇ ચુક્યો હતો કદાચ આ દુનીયામાંતો નઈ પણ આરતીના દિલમાં અને કિશનભાઈની યાદમાં એ આજેય જીવતો હતો. આરતીના મનમાં કદાચ એનુજ અસ્તિત્વ હતું બસ એક તરફડતો અને તરસતો કેટલાય બંધનોમાં છોડી આજ એ પંખીના જેમ મુક્ત ગગનમાં ઉડીને સ્થિર થઇ ચુકેલો પ્રેમ..... પ્રેમ... અને બસ... પ્રેમ... આ એજ પ્રેમ હતો જેના કારણે એકે જાન દીધી તો એકે પોતાનું સર્વસ્વ લુટાવી દીધું એટલે સુધીકે આરતીએ પણ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું.

બસ હવે વધ્યું જો હતું કઈ તો એ હતો પ્રેમ... વિચિત્ર પ્રેમ... સુનીલનો પ્રેમ... સોનલનો પ્રેમ... ભૂતકાળથી લપેટાયલો પ્રેમ... વર્તમાનમાં તડપતો પ્રેમ... ભવિષ્યમાં ખોવાયેલો પ્રેમ... સ્વપ્નસૃષ્ટિમાં જીવાયેલો પ્રેમ... દેશ છોડી ચુકેલો પ્રેમ... નવમી મઝલ પરથી કુદેલો પ્રેમ... આરતીના દિલમાં છુપાયેલો પ્રેમ... સોનલ દ્વારા લુંટાયેલો પ્રેમ... વિજયના ક્રોધમાં સળગી ચુકેલો પ્રેમ... સત્ય... સનાતન... અને સાસ્વત પ્રેમ...

મારો પ્રેમ... તમારો પ્રેમ... અને કદાચ દુનિયાના દરેક વ્યક્તિનો પ્રેમ જેણે કોઈને ખરેખર પ્રેમ કર્યો છે એનો પ્રેમ...

છેલ્લો પટ :-

પોતાના આંસુ લુછીને કિશનભાઈ સાથે પાછા વળતી આરતીને સામેના ખુલા આસમાનમાં એક આછો આકાર પડઘાતો દેખાયો એના બંને હાથ આરતી સામે જોડાયેલા હતા. એ કદાચ માફી માંગવા માટે એમ કરતા હોય એવો અહેસાસ આરતીને થયો એ ચહેરા પર નિરાશા અને ખુશીની લહેરો ફરતી હતી એની સાથે કોઈક સ્ત્રી આકૃતિ પણ હતી. જાણે દિવ્યદ્રષ્ટિ મળી હોય એમ આરતી આ ચહેરા અને અકારોને નિહાળી રહી હતી એક અદ્ભુત તેજોમય વલયો રચતું પ્રકાશપુંજ એમની આસપાસ ફરતું હતું. એ દિવ્ય આત્માઓ હોય એવો એક અધ્યાત્મિક અનુભવ જાણે એ કરી રહી હતી.

“મને માફ કરજે આરતી... પણ, આ જન્મ મેં સોનલને અર્પણ કરેલો હતો અને તારા પ્રેમ માટે કદાચ મારે રાહ જોવી પડશે...” એ પુરુષે પેલા સ્ત્રી આકાર સામે જોઈ આછું સ્મિત ફેક્યું અને પેલા સ્ત્રી આકારે પોતાનો હાથ એના હાથમાં મુક્યા અને આરતી સામું વળતું સ્મિત ફેક્યું. આભના વિશાળ પટમાં એ આકારો વિલીન થઇ ગયા. એ સોનલ અને સુનીલ હતા બંને સાથે અને ખુશ પણ. આરતી કોઈ સપનાની જેમ આશ્ચર્યમાં પટકાઈ અને હસી પડી એને ખુશી હતી સુનીલના ખુશ હોવાની અને દુઃખ પોતે એની સાથે ના હોવાની...

[ અંત... સમાપ્ત... ]

લેખક ;- સુલતાન સિંહ બારોટ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]

[ છેલ્લે એક વિશેષ વિનંતી કે આખી નોવેલનો રીવ્યુ મને જરૂર આપજો, મારી ભૂલો, મારી કમીઓ વગેરે મને જરૂરથી જણાવજો.... ]