માનવી ના સાથીઓ Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવી ના સાથીઓ

માનવી ના સાથીઓ

હાં, આજે કદાચ માણસ પાસે કાઈ ઘટે તેમ નથી. આપણી પાસે આજે ૨૪ કલાક વીજળી છે, ૨૪ કલાક ઈન્ટરનેટ છે, બધાને સારી એવી સગવડ મળી રહે છે. આ દુનિયા આજે ૨૧ મી સદીમાં છે. હાં, આ ૧૦૦ % જીવવા જેવો જ યુગ છે માનવી ને એન્જોયિંગ માટે દરેક નવા વીક માં એક મુવી પણ મળી જાય છે, પણ તમને ખબર છે આ બધી મોજ મજા માં જ મજા છે એવું નથી. કુદરતે આપણા માટે આ સૃષ્ટિ માં કુદરતી મોજ પણ મુકી છે. તેમાં આ મોબાઈલ, ઈન્ટરનેટ અને એવી કોઈ જ ટેકનોલોજી નથી. એ આપણા સાથીઓ સમાન જ છે. પણ તે સાથીઓ એક સુનકાર માં છુપાયેલા છે. આપણે તેના લીધે જ છીએ..., આપણે તેની પાસેથી શીખવા મળે તેવું પણ છે તેનામાં..., તે બધા માં એક અલગ જ મજા છે. તેનો અહેસાસ જ અનોખો છે... તો ચાલો જોઈએ કોણ છે આ સુનકાર માં છુપાયેલા માનવી ના સાથીઓ...

આ બધી આધુનિક શોધો ને લીધે માનવી દુનિયા ની સાથે કદમ થી કદમ મિલાવતો થયો છે તો માણસ પોતાની જાતને મહાન માનવા માંડ્યો છે. પરંતુ, જો કુદરતે માત્ર માનવ ને જ નજરમાં નથી રાખ્યો તેણે સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખીને સૃષ્ટિ નું સર્જન કર્યું છે પૃથ્વી પર બધા જીવો માનવી ના સાથીઓ છે પરંતુ, માનવ પોતાને જ મહાન ગણે છે જેમ કે આ વૃક્ષો સાબિત કરે છે કે તેના નાના-નાના રોપાને જો પ્રેમ થી અને પોતાના સાથી તરીકે ઉછેરવામાં આવે તો તે ઝડપથી વધે છે. દોસ્તો ! આ દુનિયામાં માત્ર ટી.વી., કમ્પ્યુટર ,ઈન્ટરનેટ જ નથી આ દુનિયા કુદરતે ખુબજ રંગીન બનાવી છે પણ માણસ ને અત્યારે વૃક્ષ વિના ચાલે છે પણ નેટવર્ક નો ટાવર હોવો જોઈએ. આ ટાવર તો માત્ર ઈન્ટરનેટ જેવી સુવિધા આપે છે પણ પેલું તો જીવવા માટેનો પ્રાણ વાયુ ઓક્સિજન આપે છે.

માનવી ના સાથીઓ માનવી જ હોય શકે તેવું નથી. શું આ વૃક્ષો આપણા સાથીઓ સમાન નથી? માણસ ઊંચ-નીચ નો ભેદભાવ રાખી કોઈ ને મદદ કરે છે કોઈક ને નથી કરતો પરંતુ વૃક્ષ નું તેવું નથી તે તો તેની સીમા ની નીચે આવેલા સર્વે જાતી ના ,સર્વે ધર્મ ના ,કોઈ પણ દેશના માણસ ને એક સરખો છાયો અને ઠંડક આપે છે. તો પછી આપણે આ કુદરતી તત્વો ને આપણા સાથીઓ કેમ નથી માનતા?

ચારે બાજુ પ્રિય વસ્તુઓ એકત્રિત કરવી. એ જ તો સ્વર્ગ છે. સ્વર્ગ નો ખુબ મહિમા ગવાયો છે. કથા પુરાણોમાં એનું ખુબ વિસ્તૃત વર્ણન મળે છે. આ બધા વર્ણનનો સાર એ છે કે ત્યાં બધી જ પ્રિય વસ્તુઓ છે. જે સ્થળમાં રહેવા ઈચ્છો છો, એ સ્થળ માં આ બધી વસ્તુઓ હાજર છે.આવું સ્વર્ગ તમે જાતે રચી શકો છો. આ જ જીવનમાં એનો આનંદ લુંટી શકો છો. દુર ક્યાંય જવાની જરૂર નથી. રોન્ડા બાયર્ન પણ દ્ સિક્રેટ માં કહે છે ‘ ઇસ જહાન મેં આપ અપની દુનિયા ખુદ બનાતે હૈ.’ શું ખરેખર તમે આવું ઈચ્છો છો? શું આ જ જીવન માં, પ્રત્યક્ષ રીતે સ્વર્ગ ની ઝલક જોવા માટે તમે ઉત્સુક છો? જો છો, તો સાચા હૃદય થી તૈયાર થઇ જાઓ. પોતાના આત્મભાવ ને સંકુચિત રાખશો નહિ, પણ પોતાની આસપાસ ના લોકો પ્રત્યે ભેદભાવ વીણા આત્મભાવ ફેલાવો.વિદ્યુત પ્રવાહનો સ્પર્શ થતા જ અચેતન બલ્બ ઝગમગી ઉઠે છે. તમામ લોકો પ્રેમપાત્ર બની જશે. પ્રિય લાગવા માંડશે. આ પ્રિયજનો ની વચ્ચે રહીને તમે સ્વર્ગ સમાન આનંદ નો અનુભવ કરી શકશો. બસ તમારા આંતરિક આનંદ નો વિકાસ કરો. ‘બીજા લોકો શું કરે છે’ – એના આધારે જો સુખી અથવા દુઃખી થવાની ટેવ પાડશો તો હંમેશા દુઃખ જ ભોગવવું પડશે, કેમ કે બધા માણસો તમારી મનમરજી ના થઇ જાય તથા તમે જેવું ઈચ્છો છો તેવું જ આચરણ કરે એ સંભવિત નથી. “હું શું કરું છું “ આ આધારે જ જો સુખી થવાની ટેવ પડશો તો હંમેશા સુખ જ સુખ મળશે, કેમ કે પોતાને મનમરજી મુજબ બનાવવા. એ આપણા હાથ માં છે. આપણે પારકાને પોતાના માનીએ, તેમને પ્રેમ કરીએ તથા એ પ્રેમ અને આત્મીયતાને લીધે જ આનંદ મળે, એને ભોગવીએ. એમ કરતાં આપણને કોણ રોકી શકે છે? આજ સ્વર્ગ ની ચાવી છે.

આજ ના જમાના માં ઘણા લોકો કહે છે કે ઈન્ટરનેટ , ટીવી ,મોબાઈલ વગેરે જેવા ઉપકરણો વગર ચાલે તેમ નથી તે વાત પણ સાચી તો છે જ પણ તે એક વ્યસન જેવું થઇ ચૂક્યું છે તમે કોઈ વાર સવારના પ્રાત:કાળ ના સમયે ટહેલવા નીકળો તો જાણ થાય કે આ વાતાવરણ પણ આજની ટી.વી. સીરીયલો અને ઈન્ટરનેટ થી પણ મજેદાર છે તેમાં આકાશમાં તારાઓ અને નક્ષત્રો મંદ મંદ સ્મિત વેરી રહ્યા હોય છે. વાતાવરણ મધુર હોય છે હવામાં મસ્તી રમી રહી હોય છે ધરતી માંથી મીઠી મીઠી સુગંધ આવી રહી હોય છે ઝરણા પોતાના વેગે મધુર સંગીત રેલાવી રહ્યા હોય છે, પક્ષીઓ પોતાના મધુર સ્વરે કલરવ કરી રહ્યા હોય છે આખા વાતાવરણ માં શાંતિ અને મંદ મંદ ઠંડી છવાયેલી હોય છે એમાં જાણે ફેફસામાં ઓક્સીજન ની ઠંડી ધારા વહે છે એટલે જ તો ઋષિઓ “બ્રમ્હવેળાનું અમૃતપાન આને જ કહ્યું છે. “ ટહેલવાનો આનંદ ખુબજ મજાનો છે તેનો વર્ણવવા માટે હજી શબ્દો ઓછા પડે. ત્યારે આ વૃક્ષો , ઝરણા, કલરવ કરતા પક્ષીઓ સવારે ઉગી નીકળેલા નાના નાના છોડ પરના ફૂલો, આ બધું માણસ માટે પ્રેરણા સ્વરૂપ બની જાય છે અને ગમે તેવી ચિંતા વાળો માણસ ચિંતા મુક્ત થઇ જાય છે આ બધા દ્વારા આપણા જીવન માં એક નવી જ પ્રસન્નતા આવે છે. અને જીવન પ્રકૃતિમય બની જાય છે.

રાત્રે આકાશ તારાઓ થી કેવું ઝગમગે છે, વૃક્ષો કોઈ પણ પાયા વિના જમીન ફાડીને કેવું કદ પ્રાપ્ત કરે છે , ઝરણું કોઈ પણ વીજળી ના સહારા વિના કેવું એક દિશામાં એક પ્રવાહે આગળ વધે છે ,એક બીજ માંથી કેવી ડીઝાઈન થઈને અનાજ ઉગે છે એ પણ કોઈ પણ ડિઝાઈનર વગર ,આ તો હજી આંગળી ના વેઢે ગણતરી થઇ, પણ આવા તો અનેક ઉદાહરણ છે પણ માણસે આમાંથી પ્રેરણા લેવા જેવી છે આ બધું આપણને એક એનર્જેટીક તરીકે પ્રેરણા આપી જાય છે કે કોઈ પણ કાર્ય અસંભવ નથી તો પછી આ બધા આપણા સુનકાર ના સાથીઓ થયા કે નહિ. ઋષિ-મુનીઓ પહેલા અધ્યાત્મ ચેતના ના ધ્રુવ કેન્દ્ર માં તપ કરવા માટે જતા ત્યારે ત્યાં કોઈને સાથે લઇ ન જતા પરંતુ આ બધા ને પોતાના સાથીઓ માની ત્યાં તપ કરતા.

આપણે ફુલોની જેમ હસતું ખીલતું જીવન વ્યતીત કરવું જોઈએ. પ્રકૃતિને જુઓ, સર્વત્ર આનંદનું રાજ્ય છે. બગીચામાં પક્ષીઓનો કલરવ સાંભળો. નદીઓ,ઝરણા , નાળાનું જળ કેવું મસ્તીથી વહેતું હોય છે એક એક ટીપું જાણે ઉછળી ઉછળી ને હસે છે અને કહે છે ,”હે સંસારીઓ,આનંદ માંણો વ્યર્થ ચિંતાઓ છોડી આનંદપૂર્ણ જીવન વ્યતીત કરો.”

-હાર્દિક રાજા