બી પોઝીટીવ Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બી પોઝીટીવ

બી પોઝીટીવ

મોરારી બાપું એ છેલ્લી સુરત ની કથા માં ખુબ જ સરસ વાત કહી હતી કે , “આપણે રહીએ છીએ મોટા રૂમમાં પણ અંદર થી ખુબ જ સાંકળા છીએ !” એટલે કે, કોને ખબર ? તમે પણ એવા માણસો જોયા જ હશે જે ક્યાંય આનંદ મેળવી ન શકે ! કોઈ ની વાત નું ઇવન મામુલી મજાક નું પણ ખોટું લગાડી લેતા હોય ! પોતાના પૈસા વાપરે છતાં આનંદ ન મેળવી શકતા હોય ! રૂઢી પર જ ચાલવાનું ક્યાંક રીવાજ તૂટતો જુએ એટલે મોઢું બગાડવાનું ચાલુ થઇ જતું હોય ! ટૂંકમાં કોઈ કારણ વગર ખચકાટ માં જ રહેતા હોય ! ( હંમેશા હાઈ બ્લડ પ્રેશર માં ). બીજાને મોઢે સારા જ દેખાય પણ રીયલ લાઈફ માં કઈક અલગ જ હોય. કોઈને ઈમ્પ્રેસ કરવામાં જ લાગેલા હોય. પોતાના સ્વાર્થ માટે કાઈ પણ કરી લે ! એટલે આવા તમામ માણસો ખચકાટ માં જ હોય છે.

મોરારી બાપું એ બીજી વાત એ પણ ખુબ જ સરસ કરી કે, “આપણે શસ્ત્ર થી પણ ડરવાની જરૂર નથી અને શાસ્ત્ર થી પણ ડરવાની જરૂર નથી, પણ શાસ્ત્ર ની વાતો બદલીને કરતાં હોય તેનાથી ડરવાની જરૂર છે” તમે આવા પણ ઘણા જોયા હશે. શાસ્ત્ર માં આમ છે એટલે આમ કરવું. તેમ કરવું પણ તેવું નથી દોસ્ત ! OMG માં આ વિશે મસ્ત કહ્યું છે કે ભગવાન બાપ નથી ભગવાન આપણો દોસ્ત છે. તેને પ્રેમ થી માનવાના હોય. કોઈ તર્ક કરવાની જરૂર નથી.

આજથી એકાદ વર્ષ પહેલા કોકા કોલા વાળા એ મસ્ત એડ બહાર પાડી હતી “ઉમ્મીદો વાલી ધૂપ, સનશાઈન વાલી આશા” એમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે, નેગેટીવ જ ન વિચારો, દુનિયા માં બધુજ નેગેટીવ થતું નથી. જો અમુક વસ્તુ નેગેટીવ છે તો તેની સામે પલ્લું નમતું છે. પોઝીટીવ વર્કસ પણ એટલા થાય છે. “જ્યારે પર્યાવરણ ધુમાડા થી પ્રદુષિત થાય છે તો સામે રોજ ના ૩૦૦૦૦૦૦ વૃક્ષો પણ પ્લાન્ટ કરવામાં આવે છે.” , “દુનિયા માં યુદ્ધ માટે ટેંક બનાવવામાં આવે છે તો સામે ૧૩૧૦૦૦ ટેડી બીઅર રોજ ના બંને છે.” “જ્યારે કોઈ જવાન બોર્ડર પર ઉભો છે, ત્યારે ૧૫૦૦૦૦૦ ‘વેલકમ’ લખેલા ડોરમેટ પણ લગાડવામાં આવ્યા છે” “LOVE has more hits than FEAR” જ્યારે ૨૦૧૨ ચાલતું હતું ત્યારે છાપામાં વાંચીને કોઈ વિચારતું હતું કે હવે આપણે એન્ડ ની નજીક છીએ ત્યારે સામે ૫૦૦૦૦૦૦ માણસો ન્યુ યર ની વીશ પણ સેન્ડ કરી રહ્યા હતા. તો દોસ્તો ! રોને કી વજહ કામ હૈ, હસને કે બહાને જ્યાદા. નબળું જ શું વિચારવું આખો દિવસ. ન્યુઝ ચેનલ નું કામ હંમેશા પોલીટીક્સ ના બ્રેકિંગ ન્યુઝ વિશે બતાવવાનું હોય છે પણ સામે દેશ અને વિશ્વ આગળ પણ વધી જ રહ્યું છે. એનું પ્રૂફ તમારા હાથ માં રહેલો આ મોબાઈલ જ તો છે. વિશ્વ આગળ વધી જ રહ્યું છે દોસ્ત ! બસ નઝરીયો બદલાવવાની જરૂર છે. ‘જ્યારે સુર્ય ઉગે છે ત્યારે, બધા માણસો ની ઉમીદ હોય છે કે આજ ના દિવસે જીતી જવું છે અને સુર્ય જ્યારે આથમે છે ત્યારે, પછી આશા હોય છે કે તે પાછો કાલે ઉગશે અને બધાની ઉમ્મીદ પાછી પૂરી થશે.”

આપણે માત્ર એટલું જ જોતા હોઈએ છીએ કે આ થાય છે કારણ કે, તે આપણી આંખ જોઈ રહી હોય છે પણ આપણે સુઈ જઈએ ને એટલે આ વિશ્વ સુઈ જતું નથી. હર એક પળે વિકાસ થઇ રહ્યો છે તેનું જ એક ઉદાહરણ હતું સ્ટીવ જોબ્સ નો iphone લોકો માનવા તૈયાર ન હતા કે તેવો પણ ફોન હોય. પણ છે ને ! અને બીજું ઉદાહરણ હતું વિમાન બનાવનાર તે બ્રધર્સ કલ્પના પણ ન થઇ શકે તેની તેવું કહેતા લોકો પણ આજે જોઈ રહ્યા છો ને તમે ! આને કહેવાય પોઝીટીવીટી ! હાં, પણ સાથે સાથે મહેનત પણ એવી કરી હોય ત્યારે સંભવ બન્યું હોય. અને આજે ભારત માં સ્વચ્છ ભારત માટે કરેલા તે કેમ્પેઈન ને ઘણું થઇ ગયું જે આપણા પી એમ એ કર્યુ હતું. આજે ઘણી જગ્યાએ લોકો કચરો જોઈને કહી દેતા હોય છે કે આમાં ક્યાં અસર થઇ તે સ્વચ્છતા અભિયાન ની. પણ દોસ્ત ! અસર થઇ છે કોઈ સ્કુલ ના સારા વિદ્યાર્થી ને પુછજો કોઈ એજ્યુકેટેડ માણસ ને જોવો એના માં એ અસર દેખાશે. સારી વાત હોય તે ફેલાય જ છે અને આજે નહિ તો કાલે પણ અસર એ થશે એ પાક્કું.

નેગેટીવ વાત કરતાં પોઝીટીવ વાત ૧૦૦ % અસરકારક હોય છે. નેપોલિયન હિલ થી માંડી ને રોન્ડા બાયર્ન ની ધ સિક્રેટ સુધી ની બુક્સ માં પોઝીટીવ વિચારવાની વાત કઈ તુક્કો તો નહિ જ હોય ને ? મહેનત ચાલુ કરશો તો નિષ્ફળ પણ જશો.. નિષ્ફળ જશો તો સફળતા ના સપના પાછા જોવા ના ચાલુ કરશો અને તે પોઝીટીવ થોટ થી કરશો તો સફળતા મળશે જ. વિનિંગ ઇસ હેબીટ એ હોતું નથી પણ હકારાત્મક કોણ હોય છે જીતનારા માં. તેના માં વિલ પાવર થી માંડી ને ડેડીકેશન તો હોય જ છે પણ જોડે હકારાત્મકતા રંગ પુરતી જાય છે ને ત્યારે તેની સફળતા કલરફુલ થાય છે જ્યારે નકારાત્મકતા કામ ને બગાડે છે બીજું કશું જ નથી. એ જ મેઈન પોઈન્ટ છે ! એ જ પાસુ છે હકારાત્મક વિચાર નું કે તે કામ માં ઉત્સાહ બનાવી રાખે છે અને આજ સુધી ની બધી જીત જોઈલો ઉત્સાહ વિનાની મળી હોય તો કેજો..!

એટલે, અમુક વાતો છે તેની કંડીશન બધે એક સરખી જ છે. તેમાં કોઈ ફેર નથી પણ આપણે તેની સારી બાજુ જોતા આવડવું જોઈએ. જેમ કે ભ્રષ્ટાચાર ભારત માં જ થાય છે તેવું નથી. પણ લોકો સમજદાર થયા છે પેલા કરતાં ભ્રષ્ટાચાર નું પ્રમાણ ઘટ્યું છે. તેને પણ એક દિશા તો પકડી જ લીધી કેવાય ને સારી બાજુ ની. સ્વચ્છતા ને લઈને લોકો હવે વિચારતા થયા છે. કચરો કરનાર માણસ ને પણ કચરો કરતી વખતે પેલા ‘સ્વચ્છ ભારત અભિયાન’ ના સ્લોગન એક વાર તો યાદ આવે જ છે. તેને એક વાર પેલું કેમ્પેઈન નું દ્રશ્ય યાદ આવે છે. તો આ આજે નહી તો કાલે બદલાવ લાવશે જ ને. આ નજરીયો રાખવાનો આ સોચ રાખવાની. એને જોઈને આપણે પણ કચરો કરતુ ન થઇ જવાય.. ! આવું બધી જ બાબત માં છે.

એક સુથાર ની હવે ઉંમર થઇ ગઈ હતી એટલે તે હવે આજે રીટાયર થઇ રહ્યો હતો. તે બાકી તેની કંપની ના સુથાર ને હવે ની જિંદગી ના પ્લાનીંગ વિશે વાત કરી રહ્યો હતો, કે તે હવે તેની પત્ની અને બાળકો સાથે ખુશી થી જિંદગી જીવશે. તે પણ આ બધું મિસ તો કરશે પણ તે હવે રીટાયર થઇ રહ્યો હતો. તે સુથારી કામ થી મકાનો બનાવવાના કામ કરતો હતો. તેને છેલ્લા દિવસે બધા એ ભેગા થઈને કહ્યું કે, તમે પ્લીસ એક મકાન હજી બનાવી દો. તેણે હાં કહી. બસ, હવે આ તે તેની જિંદગી નું છેલ્લું મકાન બનાવી રહ્યો હતો. જ્યારે તેણે તે મકાન નું કામ પૂરું કર્યુ ત્યારે... બિલ્ડર તે તપાસવા માટે આવ્યા. ત્યારે તે બિલ્ડરે તેને તે મકાન ની ચાવી આપતા કહ્યું કે , “આ મારા તરફ થી ગીફ્ટ.. તમને.”

તે હલી ગયો....! તેને થયું કે જો હું જાણતો હોત કે આ મકાન હું મારી માટે બનાવી રહ્યો છું તો હું તેને કઈક અલગ જ રીતે અને સારું બનાવત. હવે તેને તે મકાન માં રહેવું જ પડશે જે તેણે પોતાના માટે હતું છતાં સારું બનાવ્યું નથી.

આવું જ થાય છે આપણી જોડે. આપણે આપણી જિંદગી કઈક અલગ રીતે જ જીવ્યે જઈએ છીએ. એક્ટિંગ કરવાની છે ત્યાં થોડી વધી જાય છે. આપણ ને ખબર જ છે કે આ વસ્તુ મારા ભવિષ્ય માટે સારી છે છતાં આપણે ક્યારેક ધ્યાન દેતા નથી હોતા. પછી આપણ ને ત્યારે શોક લાગે છે જ્યારે તે તક જતી રહી હોય છે. અને પછી પેલા સુથાર ની જેમ આપણે પણ આપણા કરેલા માં જ ન ગમતા છતાં પણ રહેવું પડે છે.

તમારી જાત ને સુથાર ની જગ્યા એ વિચારો. તમારા મકાન વિશે વિચારતા થાઓ. દરેક નવા દિવસે, તમારી જિંદગી ને તમે સારી એવી કુશળતાપૂર્વક ઘડો. આજે જે તમારી જિંદગી છે તે તમે પાછળના ભવિષ્ય માં ઘડેલી છે.

આજે જે તમારી લાઈફ છે તે તમારી પાછળની જિંદગી માં લીધેલા નિર્ણયો નું અને પછી થયેલી મહેનત નું પરિણામ છે. તમારી હવે જે જિંદગી આવવાની છે તે તમારા આજ ના નિર્ણયો અને આજે કરેલી મહેનત નું પરિણામ લઈને આવશે.