Svapnsrusti Novel ( Chapter - 28 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svapnsrusti Novel ( Chapter - 28 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૨૮ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૨૮

રાતરાણીની ગતિ જાણે આજ થંભી ચુકી હતી અને ચંદ્રમાં એની સાથે વાદળોની ઓટ લઈને લપાતો છુપાતો સંતાઈ રહ્યો હતો. ઘડિયાળના કાંટા સતત ગતિ સાથે દોડતા હતા કદાચ ચાલતા હતા અથાક પાણે ગતિમાન હતા બધુજ નિર્જિવ વાતાવરણ આજે જીવંત બનીને આ ખેલ જોઈ રહ્યું હતું. સવાર પડી રહી હતી કુમળો તડકો આછો રૂમમાં પડતો હતો અને આરતી હજુય ચાદરમાં પડી હતી કદાચ મોડી રાત્રી સુધી ઊંઘી ના શકવાના કારણે હજુય એની ઊંઘ ખુલીજ ના હતી. સુનીલનો મોબાઈલ રણક્યો એક મધુર ઝણકાર આખાય રૂમમાં ફેલાઈ ગઈ. બેડના બીજા કિનારે ઉંધા પડેલા સુનીલે તરતજ ફોન રીસીવ કર્યો પણ સામેથી અવાઝના આવ્યો એટલે એણે ફોન મુક્યો અને એ ઉભો થઇ બાથરૂમ તરફ વધી ગયો. એના તન પર કપડા ના હતા કદાચ કાલે રાત્રે શું થયું હતું એ પણ એને યાદ નહિ હોય. શરાબની ત્રણેક બોટલો અસ્ત વ્યસ્ત પડી હતી એની સાથેજ એક બ્લેક સારી અને બીજા સ્ત્રીના અંતર વસ્ત્રો વિખરાયેલા પડ્યા હતા. એની આંખો ત્યાજ અટકી ગઈ એનું મન ગભરાયું એ કઈક બોલે એ પહેલાજ પાછળથી એક ચીસ સંભળાઈ એ અવાઝ આરતીનો હતો. સુનીલ પાછળ ફરીને જાણે સ્થિર થઇ ગયો એની આંખો સામે બેડ પર જાણે સંકેલાઈ રહેલી આરતી પોતાનું શરીર ચાદરના આડે છુપાવી રહી હતી એની આંખોમાં એક વેદના હતી પોતાનું માન લુંટાઈ જવાની, સર્વસ્વ ખોઈ બેસવાની એ વેદના દિલને ચીરી નાખે એટલી ખતરનાક હતી. એનું રુદન કાળજું ચીરે એટલું ઘાતક ના હતું પણ તેમ છતાં એની વેદના સ્પષ્ટ એમાં દેખાઈ રહી હતી. એની આંખોમાં ડર કરતા પ્રેમ વધુ હતો એની આંખોમાં થોડોક શરમ અને ખચકાટ પણ હતો. એની આંખો વરસતી હતી એના હાથ ચાદર સાથે લપેટાઈને તનને ઢાંકતા હતા અને પોતાનું શરીર ચાદર આડે છુપાવતા હતા.

સુનીલ માટે આ બધુજ સમજવું મુશ્કેલ હતું તેમ છતાં તેણે આરતી પાસે જઈને પોતાની વ્યથા જાણે કહી કદાચ રાત્રે થયેલી ઘટના એના ધ્યાન બહારની હતી. આરતીના મુખેથી પોતે રાત્રે એની સાથે શું કર્યું એ સંભાળીને સુનીલના હોશ ઉડી ગયા. સુનીલ ત્યાજ ઢળી પડ્યો હતો કદાચ એણે જે કર્યું એ સોનલ સમજીને પણ આતો આરતી આજે એના કારણે કોઈકની લાઝ લુંટાઈ હતી અને દુઃખ હતું પણ હવે એના માટે સમય ના હતો. એ ત્યાજ બેહોશ થઈને ઢળી પડ્યો હતો પણ એની આંખો હજુય એમજ વરસતી હતી સોનલની વેદના કદાચ ઉભરાઈ રહી હતી. કદાચ પડી જવાથી એને કઈક વાગ્યું હતું એના કપાળ પરથી એક લોઈની લહેર નીચે તરફ સરકી રહી હતી. લોઈ... અચાનક વહેતું આમ લોઈ જોઇને આરતીનું મન ડઘાઈ ગયું એના ગળામાંથી એક લાંબી ચીસ નીકળી ગઈ. એની આંખો ઉઘડી અને એની વિચારોની સર્જાયેલી સ્વપ્નસૃષ્ટિ આંખો સામેજ ઓજલ થઇ ગઈ. એનો વર્તમાન ત્રાસી નઝર કરી એની સામે કરી હસતો હતો.

સામેજ એ જ્યાં આરતી બેઠી હતી એના સમેનોજ રૂમ ICU હતો અને પાસેજ સોફામાં કિશનભાઈ બેઠા હતા. નર્સ અને ડોકટરો આમથી તેમ આંટાઓ મારતા હતા કદાચ એમના વર્તનથી સુનીલની હાલત વધુ ગંભીર વર્તાઈ રહી હતી. કિશનભાઈ બધું સમજી ચુક્યા હોય તેમ એમણે તરતજ આરતીના ખભે હાથ મુકીને એને ધીરજ રાખવાના સૂચનો આપ્યા. અચાનક સામેથી એક નર્સ સુનીલના કોઈ એક સગાને ફોર્મ પર સહી કરવા માટે બોલાવી રહ્યા હતા અને સુનીલના સગા વ્હાલા માટેની પૂછપરછ આદરી દીધી હતી. તરતજ આરતીએ ઉભા થઈને ત્યાં જઈને ઓપરેશન માટેના ફોર્મમાં કઈ પણ વિચાર્યા વગર સગા તરીકેની સહી કરી નાખી કદાચ અત્યારે વધુ વિચારવાનો સમય એની પાસે ના હતો. સુનીલની તબિયત બગડી રહી હતી કદાચ એ કોમામાં જતો રહેશે એવી સંભાવનાઓ પણ સેવાઈ રહી હતી એવા સમાચાર ડોકટરે પેલાથીજ આપી દીધા હતા. આરતી બધું સાંભળીને આશું સારી રહી હતી એ સોફામાં બેઠી હતી અચાનક પવનની લહેરકીઓ વહેવા લાગી એના હાથમાં રહેલા કાગળોનો સડ સડ અવાઝ સંભળાઈ રહ્યો હતો. કાગળો હજુય હવા સાથે વાતો કરતા હતા કદાચ વર્તમાનને એ કાગળ ભૂતકાળના સંભારણા માટેની પૂછપરછ કરતા હતા. સોનલના પ્રેમની કહાની પૂછતાં હતા એની મઝબુરી અને દુનિયાદારીની દાસ્તાન પૂછતાં હતા... પણ... જવાબ આપનાર કોઈના હતું.

અચાનક એ હાથમાં રહેલા પેઝ તરફ ધ્યાન જતાજ ફરી આરતીનું મન ગભરાયું એ પત્તા એણે વાંચવાનું શરુ કર્યું. કદાચ એ છ એક પત્તા છેલ્લા દિવસે લખાયેલા અંતિમ ભાગના હતા અથવા એજ સોનલના છેલ્લા શબ્દો હતા. આરતી ત્યાંથી પાછી આવીને સોફા પર ગોઠવાઈ અને એ પત્તા વ્યવસ્થિત કરીને વાંચવા લાગી. એણે જેમ તેમ કરીને પોતાનું ધ્યાન એ કાગળો વાંચવામાં પરોવ્યું. એમાં મરોડદાર અને સારા સુવાચ્ય અક્ષરોમાં ઘણું બધું લખાયેલું હતું એને એ તરફ ધ્યાન વળ્યું...

----

“ સમય મને યાદ નથી કે શું હતો ત્યારે મેં મારા રૂમમાંથી ઉઠી રસોડામાં પાણી પીવા માટે ચાલવા લાગી. અચાનક બારના રૂમમાં મોટો અવાઝ સંભળાયો મારું દિલ અચાનક જાણે ત્યારે ડઘાઈ જ ગયું. ગભરાઈને હું તરતજ એ રૂમ તરફ દોડી રહી હતી મનમાં એક ભયાનક દર્દ જાણે અનુભવાઈ રહ્યું હતું પણ જાણે પગ માંડવા અસમર્થ જણાતા હતા. મારા શરીરની શક્તિ ક્ષીણ થઇ રહી હતી ઘમે તેમ કરીને હું બહારના રૂમમાં પહોચી પણ જે જોયું એ કદાચ મારી આંખો સહન નઈ કરી શકી હોય. વિજય પપ્પા પર ચિલ્લાઈ રહ્યો હતો અને આજે એ એકલો ના હતો એની સાથે અન્ય વ્યક્તિઓ પણ હતા. એ બુમો નાખી નાખીને મારા વિષે વાતો કરતો હતો એના અવાઝમાં ગુસ્સો સ્પષ્ટ હતો. અચાનક જ પપ્પાના માથાપર વિજયે લાકડાના ડંડાથી ઘા કરેલો પપ્પાના માથામાં લોઈ વહી રહ્યું હતું અને વિજય કદાચ બબડતો હતો કે “ મારી પત્નીને પેલા નાલાયક સાથે પરણાવાની વાતો કરો છો અને એ પણ મને પૂછ્યા વગરજ એને અમેરિકા ભગાડવાનો પ્રોગ્રામ બનાવી લીધો છે એમને...? મારી આંખો ઝાંખી પડી રહી હતી પાંચ કે છ ચહેરા સામે ઉભા રહીને રાક્ષસની જેમ હસી રહ્યા હતા. એમના ચહેરા કદાચ ત્યારે હું જોઈ ના શકી અને ચક્કર આવાના કારણે ઢળી પડી.

લગભગ ખાસ્સો લાંબો સમય વીતી ચુક્યો હતો અને જયારે મારી આંખે પોતાની પલકોને ઉપર ઉઠાવી ત્યારે પપ્પાતો ત્યાં ના હતા અને કદાચ હું પણ બહારના રૂમમાં ના હતી. મેં પડ્યા પડ્યાજ ચારે તરફ નઝર ફેરવી કદાચ એ સુનીલ જ્યાં રોકાયલો હતો એજ રૂમ હતો. મને આશ્ચર્ય થયું એકાએક આંખો ફાટીજ રહી ગઈ કદાચ મારું સપનું હશે એમ વિચારીને ઉભી થઇ ગઈ. સામેની ખુરશીમાં વિજય બેઠો હતો એની આંખોમાં એક વિચિત્ર ગુસ્સાની ભાવનાઓ વહી રહી હતી. મેં ધ્યાનથી જોયું હજુય એના હાથમાં એજ લાકડાનો ડંડો પકડેલો હતો જે એને પપ્પાના માથામાં માર્યો હતો એના કિનારા પર હજુય લોઈ ચોટેલું હતું અને એ ખુરશીમાં બેસીને પગ બેડ પર ટેકવ્યા હતા. એ હસી રહ્યો હતો એના પર રાક્ષશાઈ અને હેવાનિયતનું ભૂત સવાર હતું એના શબ્દોમાં ગુસ્સો હતો, નફરત હતી, એક જુનુંન હતું જે એના શબ્દોમાં સતત અનુભવાતું હતું. “ કેમ રાંડ તને બહુ તડપ ચડી છે ને શરીર સુખની...? તને મારી કમઝોરી હવે તડપાવી રહી છે એમજને...? તારેતો બસ પતિ નઈ ખાલી શરીર સુખ માટેનો સાથીજ જોઈતો હશે ને...? નાલાયક... શાલી બેશર્મ...” એના ગુસ્સા સાથે પાગલપનનું જુનુંન પણ સવાર હતું. મેં તેમ છતાય એની સામે હાથ જોડીને પપ્પાને દવાખાને લઇ જવા માટેની આજીજી કરી એણે મારી એક વાત પણ સંભાળવાની તસ્દી ના લીધી ઉપરથી એક પગની લાત મારીને દુર ફેકી દીધી. મારી આંખો હજુય વહી રહી હતી પણ એ નામાલાને કદાચ મારા આંસુ ના દેખાયા. એણે ફરી વાર પોતાનો ગુસ્સો ઠાલવવા ઉભો થઈને મારા વાળને પકડીને મને પલંગ પરથી નીચે નાખી દીધી. માથામાં વાળ ખેચાવાના કારણે અસહ્ય વેદના થઇ રહી હતી તેમ છતાય, હું એની સામે ગીડ્ગીડાઈ રહી હતી. મારી વિનંતીનો એના પર કોઈજ અસર નહતો થતો એણે ફરી મને મારવાનું શરુ કરી દીધું એણે મને હારયા ઢોરની જેમ મારી પણ હું હજુ પણ એક લાચારની જેમ પપ્પાને દવાખાને લઇ જવા માટેની વિનંતીઓ જ કરી રહી હતી.

મારી આટ આટલી વિનંતીઓ છતાં એની સુરત પર મને કોઈ ભાવ દેખાતો ના હતો કદાચ એના અંદર હાલ પ્રવેશેલો રાક્ષસ એને હેવાન બનાવતો હતો. એ સતત મારા સામે જોઇને હસતો હતો એના ચહેરા પર એક હેવાનીયતતા સ્પષ્ટ પણે દેખાઈ રહ્યા હતા. એણે અચાનક હાથમાં પકડેલો શરાબનો ગ્લાસ નીચે મુક્યો અને કોઈકને અવાઝ દેતો હોય એમ એક અવાઝ કર્યો. એ શું બોલ્યો કદાચ મને સમજાયું નઈ પણ એ જગ્યા તરફ નઝર મંડાઈ રૂમનો દરવાજો ખુલ્યો પાંચ પુરુષો દરવાજામાં ઘુસ્યા એ લોકો પણ જોરજોરથી હસી રહ્યા હતા. મને એક દમ નવાઈ લાગી એમના હસવાના અવાજો પરથી કદાચ મને અંદાઝ આવ્યો કે એ લોકો એજ હતા જે નીચેના રૂમમાં પણ મોટે અવાજે હસતા હતા. બધા મારી તરફ વધી રહ્યા હતા એમના ચહેરા પર એમની હવસની ભૂખ ઝળકતી હતી મને એક વિચિત્ર ડર અનુભવાતો હતો. એટલે મેં તરતજ વિજયના પાછળ સંતાઈ જઈને મને બચાવવાની વિનંતી કરી. પણ આ શું...? વિજય પણ એમની સાથેજ સુર પુરાવીને હસવા લાગ્યો અચાનક એણે મારા વાળ વડે ખેંચીને મને બેડ પર પછાડી દીધી. મારું મન ડઘાઈ ગયું મારું દિલ તો જાણે ઠપ થઇ ગયું હું અચાનક ગભરાઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી મારું મન તૂટી ચુક્યું હતું એક અપાર વેદના હતી પણ એને સાંભળનાર કોઈજ ના હતું ત્યાં. હું ફરી વિજયને હાથ જોડીને બચાવી લેવાની વિનંતી કરતી હતી પણ એ સતત મને લાતો અને ગડદા-પાટા મારી દુર ફેકતો હતો. આજે એ મારી સાથે આટલું જંગલી વર્તન કેમ કરતો હતો એ મારું મન સમજી શકવા તૈયાર ના હતું થતું.

છેવટે મેં એને પતી હોવાનું કહીને, કદાચ એ મને બચાવે એવી આશા સેવી પણ એણે મને વાળથી પકડીને મને ગાળો ભાંડવા લાગ્યો “ કેમ રાંડ તાનેતો તારા આ શરીરની ભૂખ ભાગવી હતીને ? જા ચલ હવે કર તારી ઈચ્છાઓ પૂરી હું પણ જોઉં કેટલી ગરમી છે તારામાં અને રહી વાત પતિ હોવાની, તો તારે પતિનું શું કામ ? તારી આ જવાની હવે વધુજ સળવળાટ કરવા લાગી છે ને ? કેમ ? બઉજ તડપ ઉઠતી હશેને ? આજે તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે... આગી ખસ ચલ... બદચલન... રાંડ... અને હા અજેતો તારે તારા શરીરની બધી ગરમાહટ સંતોષાઈ જશે...” આટલું જેમ તેમ બોલી એ ફરી એક શેતાનની જેમ હસવા લાગ્યો. પછી પાછી મને વાળથી પકડી બેડમાં ફંગોળી દીધી અને દારૂનો ગ્લાસ પકડીને ખુરશી પર બેસી ગયો. એની સામે પડેલા ટેબલ પર એણે ગ્લાસમાં દારૂ કાઢવાની જગ્યાએ સીધોજ આખો બાટલો એને હોઠે માંડ્યો. જાણે કોઈ મૂવીનું શુટિંગ ચાલતું હોય અને પોતે એનો નિર્દેશક હોય તેમ તે બધું જોઈ લેવાની ઈચ્છાથી બેસી ગયો. અને એણે સામે પડી પેલા શેતાનોને આદેશ કર્યો હતો “ આ છે મારી ધરમ પત્ની પણ બિચારીને હવે મારા એકલાથી સંતોષ નથી મળતો એનું યૌવન હવે બઊજ ઉછાળ મારે છે... બઊજ ગરમી છે એમાં... મારાથી ના મળતો સંતોષ આજે તમારે આપવાનો છે તો રાહ શેની જોવો છો ભાઈઓ, લુંટી લો આને....” બધાજ મોટે મોટેથી હસવા લાગ્યા જાણે બધાજ શેતાનો એક થઇ ગયા હતા એમનો અવાઝ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો અને સોનલનું દિલ ત્યાજ દમ તોડી ગયું. એમના ચહેરાઓ હેવાનિયતની ભાવનાઓથી ભરેલા દેખાઈ રહ્યા હતા એક ગુનાહ ને સમાજના રક્ષક ગણી શકાય એવા પતિ દ્વારા અંજામ અપાઈ રહ્યો હતો એનો પૂરે પૂરો હાથ હતો.

આજે વિજય પણ કદાચ માણસાઈ ભૂલી ચુક્યો હતો એનામાં આજે શેતાન પ્રવેશી ચુક્યો હતો એજ કદાચ આજે બોલી રહ્યો હતો અને પેલા રાક્ષસ એના આદેશો માનવા જાણે તત્પર દેખાતા હતા. વિજય દ્વારા બોલાયેલો આદેશ સાંભળી ફરી એ બધા સામ સામે એકમેકને જોઇને હસવા લાગ્યા આજે તો મઝા પડી જવાની હો વિજય... એમાંથી એક બોલ્યો... બધાયે એના સૂરમાં સુર પુરાવ્યો. એમના સંવાદો મારા દિલમાં એક કટારની જેમ ચુભતા હતા મારા મનમાં એ ઝેરની જેમ મારા રોમ રોમને તડપાવી રહ્યા હતા. દિલના ઘહેરા સાગરમાં આગ લાગી હતી મનમાં કાળ ચડતો હતો બધાને મારી નાખવાની ઈચ્છા પણ દિલના ઊંડાણમાં થઇ રહી હતી પણ એમનાથી લડવાની કદાચ મારામાં શક્તિના હતી. બસ આંખોની ગહેરાઈઓમાં ઉભરાતા આંશુ... વેદના... દર્દ... લાચારી... દુનિયા... સમાજ અને આ જવાની એનાથીયે વધુ આ લાચારી ભરી જિંદગી હતી જે હવે પીંખાઇ જવાની હતી કદાચ એ મુક્તપણે ખીલેલું એ ફૂલ હવે કળમાઈને વિખરી જવાનું હતું. મારું સર્વસ્વ બચાવવું પણ હવે મારા બસમાં રહ્યું ના હતું આ દુનિયાના રીત રીવાજોએ જેને મારો રક્ષક બનાવ્યો હતો એજ આજે રાક્ષસ બની સામે બેઠો હતો.

ધીરે ધીરે હું હવે બેડની બાજુના ખૂણામાં સરકી રહી હતી જેથી મારા શરીરને હું સંતાડી શકું મારી આંખો હજુય વહી રહી હતી. હું લાચાર હતી લડી શકવાની ક્ષમતા પણ ના હતી કે ના એમની સામે એ સમયે લડી લેવાની હિમ્મત એકઠી કરી શકી હતી. હું વધુ કઈ વિચારું એ પહેલાજ પેલા સામેની ખુરશીમાં બેઠેલો અને રક્ષકના વેશમાં છુપાયેલો રાક્ષસ ફરી આદેશ આપી રહ્યો હતા પેલા શેતાનોને “ અરે કેમ આમ ઉભા છો આજેતો આ શરીરની તરસ છીપાવી દો કદાચ એના આટલી તડપ સારું થઈને અમેરિકા લાંબા ના થવું પડે... પેલા સુનીલ પાસે...” એના અને બધાજ શબ્દો એક એક મારા દિલની અંદર કટારની જેમ આરપાર નીકળતા હતા. દિલમાં અંધકાર હતો બસ આંખો સામે કઈજ દેખાતું પણના હતું કોઈક ખૂણે કોઈકની વેદનાના અવાઝ હતા જાણે એ અવાઝ સુનીલનો હતો એ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો બસ એનોજ ચહેરો આંખો સામે ઝળકતો હતો. કદાચ આ જ દુનિયાદારી સાચા અર્થમાં નિભાવાઈ રહી હતી આજ ફરી એક સોનલે સમાજના બંધનોમાં ઝકડાઈને હોમાઈ જવાનું હતું. આજે ફરી સોસાઈટીમાં એની પાછળના કાને વાતો કરનારાઓ કઈક નવું મેળવવાના હતા પણ એમાં સોનલ માટેનું કઈજ ના હતું બસ એની બદનામીનો ઉકરડો હતો એની ગંધ હવે એના જીવનમાં છવાઈ જવાની હતી. દુનિયા કે સમાજ આજે એનું લુંટાતું સર્વસ્વ બચાવવા માટે કોઈજ આડે આવવાનું ના હતું એણે એકલી એજ આ અગ્નિપરીક્ષા આપવાની હતી અને કદાચ પાર ઉતરવાનું ના હતું પણ હોમાઈ જવાનું હતું. એક નવોજ મુદ્દો બધાના પાસે આવવાનો હતો અને એજ આખાય પંથક અને સમાજમાં ફેલાઈ જવાનો હતો. અને આજ એજ સોનલને આંધળી દુનિયા સચ્ચાઈ જાણ્યા વગરજ એમાં પોતાના વિચારો ઉમેરીને બઢાવી ચઢાવીને વ્યક્ત કરવાના હતા. આ મૂંગી દુનિયા કઇક નવુજ વિચારવાની હતી બહેરી દુનિયા કઈક અલગજ સાંભળવાની હતી અને અજાણી હકીકતો જાણ્યા વગરજ બધું આગળ ફેલાવા માટે ઉતાવળી બનવાની હતી.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]