Svapnsrusti Novel ( Chapter - 27 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svapnsrusti Novel ( Chapter - 27 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૨૭ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૨૭

એક અનોખી ચમક આરતીની આંખોમાં ઝળહળી કદાચ એનો પ્રેમ એની વારે આવ્યો એની મહેનત ફળી હતી એનો મુવી જોવાનો શોખ આજે કામે લાગ્યો હતો. સુનીલનું દિલ ફરી ધડકી ઉઠ્યું એનામાં હલનચલન પણ શરુ થઇ ગઈ પણ એની આંખો હજુય બંધ હતી. એનો શ્વાસ ઘૂંટાતો હતો પણ ધીમી ગતિએ હજુય ચાલુ હતો કેટલી વાર ટકશે ? કે કઈ રીતે એને બચાવી શકાશે ? કે શું થશે ? બધુજ સમજથી બહાર છે. આરતીના દિલમાં થોડીક ટાઢક વળી એણે પોતાના આંશુ લૂછ્યા અને પોતાના ખોળામાં પડેલા સુનીલના માથાને સહેલાવવા લાગી કદાચ એને આજ જોઈતું હતું હવે બીજી કોઈ આશા એના મનમાં પણ શેષ ના હતી. આ પ્રથમ વખતજ એણે થોડું સ્વસ્થ થઈને સુનીલના હોઠો પર પોતાના હોઠ બીડ્યા એક હળવી કિશ કરી કદાચ સુનીલના હોઠોમાં એક નવી ઉર્ઝાનું સિંચન થયું અને એ વધુ હલનચલન કરવા લાગ્યો. આરતીનું દિલ ધડકનો ચુક્યું અને પેલા એક ચુંબનના એ અનુભવોમાં જાણે સંપૂર્ણ રીતે ખોવાઈ ગયું થોડીકજ વારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ તરતજ પાસેના હોસ્પીટલમાં સુનીલને દાખલ કરાયો સાથે કિશનભાઈને પણ...

સુનીલની હાલત હજુય ખુબજ ખરાબ હતી એના શ્વાસ માંડ માંડ ચાલતા હતા એ પણ ના ને બરાબર હતા. એને વેલ્ટીનેટર પર રાખવામાં આવ્યો હતો કદાચ એની હાલત એટલી હદે નાઝૂક હતી. કેટલો સમય એના શ્વાસ ચાલશે કે ક્યાં સમયે અચાનક અટકી પણ જશે એની પણ કોઈ ચોક્કસ ખાતરી ના હતી. સુનીલના હાથમાં એ સમયે પકડેલા પેલા કાગળો હજુય આરતીના હાથમાં એમજ પકડેલા હતા થોડાક હવાની લહેરો સાથે લહેરાઈને એક વિચિત્ર અવાઝ કરી રહ્યા હતા. એની આંખો વરસતી હતી પણ અંદરના ખૂણે એક આનંદ પણ હતો મનમાં સુનીલે કરેલુ એ અજાણ્યું ચુંબન એના માટે વરદાન જેવું હતું. એમની પ્રીતની કદાચ નવી શરૂઆતની દુઆ ઉપરવાળાએ સાંભળી હતી એવાજ કેટલાય વિચારો આરતીના દિલમાં અત્યારે ઉછળાટ કરતા હતા. અજાણી લાગણીની લહેરો સતત આમતેમ વહી રહી હતી સાથો સાથ ગમની નાની નહેરો પણ એજ સાગરમાં ઠલવાઈ રહી હતી. શું કરવું કઈજ સમજી શકવું જાણે મુશ્કેલ થઇ રહ્યું હતું. ક્યાય ખોવાયેલા એના વિચારો અને ક્યાય એના અરમાનો એને જાણે અજાણે ખેંચી રહ્યા હતા, આરતી ક્યાં વિચારો અને સપનાઓમાં ખોવાઈ રહી હતી એ એને સમજાતુજ ના હતું.

કદાચ એ શિયાળાના દિવસો હતા અને રાત્રીના નવેક વાગ્યાનો જ એ સમય હતો. હંમેશની જેમજ આજે પણ પોતાની વિશાળ બાલ્કનીમાં સુનીલ કોઈક ગહન વિચારમાં ઉભો હતો અને હાથમાં સિગાર અને શરાબનો એક કાચનો પારદર્શક ગ્લાસ હતો. બે ખાલી બોટલો વિખરેલી પડી હતી કદાચ આજે ગમનો મારો વધુ હતો આથી એ દર્દ ભૂલવા એનોજ સહારો લેવાયો હતો. આજે પ્રથમ વખતજ આવો હતો કે સમય સાથે દારૂની બોટલો ખાલી થતી હતી શું થઇ રહ્યું હતું એ સમજવું પણ મુશ્કેલ હતું. આરતી પણ એની ઓફીસના કોઈ કામના કારણોસર આજે આવી હતી એણે આજે બ્લેક અને રેડ સારી પહેરી હતી. એના રેડ બ્લાઉઝની કિનારીઓ પર લગાવેલું સોનેરી શોભણ સમાન કીનારીઓની પરત આછી ચાંદનીમાં જાણે સોનાની જેમ ઝગમગી રહ્યું હતું. એની ડોકમાં શોભતો સોનેરી હાર અને મોટા મોટા બંગડી જેવા ઇઅર રિંગ્સ કઇક નવુજ રૂપ દર્શાવતા હતા. એણે એક વિચિત્ર પ્રકારનો હાર ડોકમાં નાખેલો હતો એના એ મોતી ચળકાટ મારતા હતા, જાણે આછો એક પ્રકાશ ફેલાવતા હતા અને એ ગોરો વર્ણ આજે સોનેરી પ્રતિભા સાથે ઝળહળી રહ્યો હતો. આછી જાળી વાળી આજે એણે બ્લેક કલરની સાડી પહેરી હતી એનો આખોય દેહ એમાંથી આછી ચાંદની હોવા છતાંય સ્પષ્ટ દેખાતો હતો એના શરીરના વળાંકો પર વીંટળાયેલો એ પાલવ અને બધુજ જાણે એના આકારોના ઉભાર સ્પષ્ટ કરતુ હતું. એક વિચિત્ર આકર્ષણ જાણે આજ એનામાં સમાયું હતું વિશ્વસુંદરી સમાન આજે એ દેખાઈ રહી હતી એનું અનુપમ સોંદર્ય કામ દેવને કામવાસનામાં પણ પાગલ કરી મુકે એવું લાગતું હતું. એના ચહેરા પર વેરાયેલા હાસ્યના ટીપાં એના ખંજનોમાં પડઘાઈને એક સોહામણી લાલીમાં પાથરી રહ્યા હતા. એની આંખોમાં એક અનોખી લાગણીઓ હિલોળે ચડી હતી એનામાં સમાયેલો સુનીલ માટેનો પ્રેમ મોઝા બનીને છલકાઈ રહ્યો હતો. એના મનમાં પણ કદાચ સુનીલ માટે પ્રગાઢ પ્રેમતો હતોજ, બસ કહી શકવાની એક માત્ર પહેલ કરવાની હિંમતની શક્ય એટલી અછત હતી. આજનો દિવસ સુનીલના અને આરતીના નસીબ માટે કઈક ખાસ હતો એક તરફ બોટલોમાં શરાબ તો સામે આરતીના રૂપમાં ઉભેલો શબાબ. સુનીલ કદાચ હમેશની જેમ આજે પણ પોતાની પ્રિયતમા સોનલના ખ્યાલોમાંજ ખોવાયેલો હતો કદાચ, હંમેશની જેમજ એ પોતાની સૃષ્ટિ કરતા સોનલ સાથેની સ્વપ્નસૃષ્ટિમાં વધુ સમય વિતાવતો હતો. આજે પણ એ પોતાની સોનલમાં ખોવાઇને સંપૂર્ણ પણે સોનાલમય બની ચુક્યો હતો.

દારૂ અને સોનલના પ્રેમના નશામાં એ બધું ભૂલી ચુક્યો હતો. આગળના વિશાળ આભમાં કદાચ એ ખુલ્લા આકાશમાં ક્યાંક સોનલનો ચહેરો અથવા એની ઝલક શોધતો ઉભો હતો, પાછળથી આવેલો અવાજ એના કાને અથડાતા એને વર્તમાનમાં પાછા ફરવું પડ્યું હોય એમ એણે પાછળ તરફ નઝર કરી. એની આંખો સામે ઉભેલી એ રૂપયૌવના પર એની દ્રષ્ટિ પડી અને ત્યાજ સ્થિર થઇ ગઈ, ઓહો અત્યારે એની નઝર માત્ર અને માત્ર આરતીના રૂપ સોંદર્યનેજ નિહારતી રહી હતી. આરતીની એ ખુલી કમર અને એની બ્લેક કલરની સારી એને સોનલની યાદોમાં જઈ રહી હતી એના મુખેથી બસ એકજ શબ્દ નીકળ્યો હતો “ સોનલ.....” અને એ ખોવાઈ ગયો ભૂતકાળમાં... સ્વપ્નસૃષ્ટિમાં... સોનલમાં... એ પળોમાં... એ આંખોમાં... એ અવાજમાં... એ પ્રેમમાં... ભાવનાઓમાં... લાગણીઓમાં... ભવ્યતામાં... અને પ્રેમની બહારોમાં...

આરતી કદાચ કઈ બોલી કે બતાવી શકે એ પહેલાજ એની તરફ અચાનક લથડતા પગે આગળ વધતો સુનીલ ઢસડાઈ પડ્યો. કદાચ ટેબલની ઠેહ આવવાથી એનું સંતુલન અચાનક ગડબડાયું હતું. એના પગમાં આવેલા ટેબલનું ભાન કદાચ આ સમયે એને ના હતું પણ એનો હાથ આરતી જ્યાં ઉભી એ તરફ લંબાયેલો હતો આંખોમાં રચાતો એક આછો ચહેરો હતો અને લાગણીભીના શબ્દો બસ જે મુખેથી સર્યા એ શબ્દ માત્ર એક નામ અને એ પણ “ સોનલ...”. કદાચ ત્યાં પડતાજ એની આંખો બંધ થઇ ગઈ એના હોશ ક્યાય ખોવાઈ ગયા હશે. આરતીની આંખો ફાટીને ત્યાજ સ્થિર થઇ ગઈ જે થઇ ગયું એ એની સમજ બહારનું હતું પણ... એની તરફ વધતો સુનીલ અચાનક ટેબલ સાથે અથડાયો અને ત્યાજ લાંબો સટક થઈને ફસડાઈ પડ્યો હતો. મોમાં ભરાવેલી સિગાર ત્યાજ પડીને જાણે જાતેજ ફૂંકાઈ રહી હોય એમ એમાંથી ધુમાડા નીકળતા હતા. હાથમાં પકડેલો શરાબનો કાચનો ગ્લાસ પટકાઈને કટકે કટકે તૂટીને વિખેરાઈ ગયો હતો. આરતીના હોશ અચાનક ઉડી ગયા હતા બાપરે હવે શું કરીશ સુનીલ સર ને શું થયું... હવે... એણે પોતાની બધીજ હિંમત એકઠી કરી અને જેમ તેમ લથડતા લથડતા સુનીલને બેડ સુધી લઇ જઈને, બેડ પર સુવડાવ્યો અને પાસેજ બેસી ગઈ. કદાચ હવે એની આંખોમાં સુનીલના હોશમાં આવાની રાહ અને એના ચહેરાના હાવભાવની તલપ સ્પષ્ટ ઝળહળતી દેખાઈ રહી હતી. એના મુખમાંથી આવતી શરાબની વાસ ખુબજ અને જાણે અસહ્ય હતી કદાચ આજે વધુજ પીવાઈ ગઈ હશે પણ... એના વાળમાં સોનલે પોતાના હાથ નાખીને સહેલાવા લાગી એક લાગણીઓના પુર એના શરીરના ઉંડાણમાં ગતિ પકડવા લાગ્યા એનો પ્રેમ એને મઝબુર કરતો હશે એટલેજ એ રહી ના શકી, સુનીલને એક હળવી કિસ કરવાનું મન બની ગયું પણ... એ વાસ એને હચમચાવી દે એવી ત્રીવ્ર હતી બધુજ એની સમજથી બહાર હતું તેમ છતાં એ સુનીલના ચહેરા પાસે ઝૂકીને એને ચૂમી લેવા મઝબુર અને એક વિચિત્ર લાગણીઓમાં ઉતાવળી બની રહી હતી. બસ સુનીલનો ગરમ શ્વાસ અનુભવાતો હતો એક તડપ મનમાં ઝટપટાઈ રહી હતી પણ કેમ આજે જ આવી વિચિત્ર તમન્ના એના મનમાં એ કઈ સમજી ના શકી. કદાચ આ લાગણીજ પ્રેમ... પણ આવો... એની જાણ વગર... વિચિત્ર અને અનૈતિક પણ ગણાય ને...? તર્ક કદાચ પ્રેમ નથી સમજી શકતો પણ આડો બંધ જરૂર બનાવે છે.

સુનીલની આંખો હજુય બંધ હતી એની આંખો બંધ હોવા છતાય એની અવાઝ એક હળવી અને ધીમી ગતિએ ચાલુ હતી... સોનલ... સોનલ... એનો બબડાટ ચાલુજ હતો. આરતીની આંખો વહી રહી હતી એના દિલમાં સુનીલમાટે તરસતો પ્રેમ હતો પણ જયારે એ સોનલનું નામ સંભાળતી ત્યારે એના દિલમાં એક વિચિત્ર પીડા અનુભવાતી દિલ ચીરાઈ જતું હતું. એ સોનલને જાણતી ના હોવા છતાં એક અદેખાઈ અને ઈર્ષ્યાની ભાવના એના મનમાં ટળવળી ઉઠતી. એના લાગણીના સાગરમાં ભરતી આવતી અને સમયની સાથે શાંત પડી જતી. પ્રેમ એના દિલમાં પણ હતો, પણ એક તરફી હતો જેનું કોઈ મહત્વ ના હતું. એક વિચિત્ર તડપ હતી, તરસ હતી, લાગણીઓ, ભાવના અને કદાચ સુનીલની ચાહતની ભૂખ પણ હતી પણ આજે જાણે સોનલનું નામ સાંભળી લીધા બાદ એને બધુજ એ નામ આગળ જાણે લાચાર લાગતું. સુનીલ ધીરે ધીરે હોશમાં આવી રહ્યો હતો આરતીનો ચહેરો લગભગ સુનીલના ચહેરાની એકદમ નઝીક હતો બંનેના શ્વાસ અથડાતા હતા. કદાચ એટલા નઝીક કે હાલજ બંનેના સ્નેહમિલન મિલન થઇ જવાના હતા, સુનીલના હાથમાં હલનચલન થઇ તરતજ આરતીએ એને મઝબુત પકડી લીધો. એના તરસતા હોઠ કદાચ સુનીલની આંખો ખુલવાની રાહ જોતા થાકતા હતા પણ હજુય સુનીલ એમજ પડ્યો હતો. એના શરીરમાં જાણે જીવ હતોજ નઈ એ બસ એમજ પડ્યો પડ્યો બંધ આખે બધું અનુભવી રહ્યો હતો. એનામાં હલન ચલન કરવાની જાણે હિમ્મત પણ ના હતી એ બસ બધુજ પડયા પડ્યા અનુભવી શકવા સમર્થ હતો.

વાતાવરણમાં એક વિચિત્રતા સુન્નતા સાથે વરસતી હતી કદાચ એ લાગણી ને ભાવનાઓના અદભુત ખેલની તૈયારીઓ જામી રહી હતી. સુનીલનો સ્પર્શ અને એની ગરમાશ એને પોતાના તરફ ખેચતી હતી એક અજાણી શક્તિ એને એ તરફ ખેચી જવા મઝબુર કરી રહી હતી. સુનીલની પકડ ઓચિંતીજ મઝબુત બની રહી હતી. આરતીએ બસ એના એ મઝબુતીથી પકડેલા હાથને પોતાની છાતી સરસો ચાંપી દીધો સુનીલની આંખો વહેતી હતી પણ, આંખો હજુય બંધ હતી. એણે તરતજ ઝડપ સાથે આરતીને પોતાના તરફ ખેંચી લીધી એનો બબડાટ હજુય ચાલુજ હતો “ સોનલ... ક્યાં હતી તું... ક્યાં... ખોવાઈ જાય છે...? મને છોડીને મારાથી દુર ના જઈશ... તારા વગર... હું કેમ...?”

આરતી કદાચ બધુજ સમજતી હતી અને સાથોસાથ સોનલના નામની એને જલન પણ થઇજ રહી હતી પણ સુનીલનો સ્પર્શ એને મઝબુર કરતો હતો એનો સ્પર્શ માત્ર એને કેટલીયે બોટલોના શરાબનો નશો ચડાવી દેતો હતો. સુનીલ પણ સોનલના સપનાઓમાં ખોવાઈને ભાન ભૂલી ચુક્યો હતો એના પર શરાબનો નશો પણ એક તડપ સાથે ભળીને બમણાઈ રહ્યો હતો. એક વાસનાનું ભૂત સવાર હતું એના પર જાણે સોનલને મઝબુત પકડીને એનામાં સમાઈ રહ્યો હતો. સુનીલની અચાનક અજાણતા કરેલી પકડનો વિરોધ કરવો આરતી માટે મુશ્કેલ હતો કદાચ એના દિલમાં ઉછળતી સુનીલ માટેની પ્રીત અને ચાહત એને રોકી લેતી હતી. બંને જીવ એકમેકમાં ખોવાઈ રહ્યા હતા સુનીલ આજે જાણે વર્તમાન ભૂલીને ભૂતકાળમાં પોતાની સ્વપ્નસૃષ્ટિમાં પછડાયેલો હતો. એની સાથે આજે હકીકતમાં આવેલી આરતી ના હતી પણ પોતાના ભૂતકાળમાં એની ચાહતમાં ડૂબેલી આરતીજ હતી. એક તડપ હતી બંને તરફ જે એક બીજાને મદહોશ કરીને એક બીજાની તરફ વીંટળાઈ જવા માટે મઝબુર કરી રહી હતી.

સુનીલના હાથ એ આરતીના અંગો પર રણમાં વરસતી આછી વર્ષાની જેમ જાણે ટાઢક પાથરી રહ્યા હતા અને એ મહકતી રેતની જેમ એ વર્ષાની બુંદો સામે બસ ઝટપટીને શાંત થઇ જતી હતી. એક ભીનાશ હતી કદાચ એ સુના રણમાં આ માટીની ખુશ્બુ છવાઇને વર્ષી રહી હતી અદભુત અને મદહોશ સુગંધ છવાયેલી હતી. સુનીલની પકડ છોડાવી શકવી પણ આરતી માટે જાણે અશક્ય બની રહી હતી એનો સ્પર્શ એને ભાન ભુલાવતો હતો. સુનીલનો હાથ આરતીના યૌવન ને એક અનેરો આનંદ આપી રહ્યો હતો પણ એ મદહોશ થઈને સિસ્કારીઓ કરતી હતી અને જાણે તડપી રહી હતી. કદાચ આરતી પણ આ અનેરા આનંદની સ્વપ્નસૃષ્ટિ રચી રહી હતી એનો ઉન્માદ જાણે અકથ્ય હતો. કમરના ગર્માંવાને વીંટળાઈને એ ગરમ સ્પર્શ સતત ઉપર વધી રહ્યો હતો એક વિચિત્ર ગરમાશ વાતાવરણમાં ફેલાઈને વધુ નશો ચડાવતી હતી. સતત સુનીલના એ ઉપરની તરફ સરકતા હાથ આરતીને ભાન ભુલાવી રહ્યા હતા એ વાસનાનો ખેલ મર્યાદા અને શબરના બંધો તોડી રહ્યો હતો. પ્રેમનો ઉભરો બધુજ લુટાવી દેવાનો હતો જે કદાચ થોડોક સમયનો અનેરો આનંદ લાંબા ગાળાનો પ્રગાઢ પ્રેમમાં પરિણમી જવાનો હતો. કદાચ આરતી તડફડતી હતી પણ હવે એના માટે છૂટવું અશક્ય હતું અથવા કદાચ એને પણ એમજ સુનીલની બાહોમાં પડ્યા રહેવું હતું. એના ઉભારો સુનીલના હાથ વડે ઉછળાટ અનુભવતા હતા તડપતા હતા. વાસનાનો ખેલ એક નશાની આગમાં ખેલીને હોમાઈ રહ્યો હતો જેમાં સાચી પ્રીત અને પ્રેમની તડપ સળગીને વાસનાના કુવામાં ખરીને ભસ્મ થઇ જવાના હતા. એ ખેલ હવે દુનિયા, સમાજ, લાગણી, ભાવના, સર્વસ્વ, માન, સમ્માન ના બધાજ બંધનો તોડીને વહેવા લાગ્યા હતા.

બે તન અને મન જાણે દિલની લાગણીઓમાં તણાઈને એકમેકમાં ખોવાઈ રહ્યા હતા. બે તનના મિલનમાં રુકાવટ બનતા બધાજ બંધનો એક પછી એક દુર થઇ રહ્યા હતા એક તડપ જેના આડે શરમ આજે દમ તોડી રહી હતી એક આનંદ હતો જે નસે નસમાં વહી રહ્યો હતો. બંને ના હોઠ પણ ભીડાઈ ચુક્યા હતા વર્ષોની જાણે તરસ છીપાવવા આતુર હોય એમ સતત એક અતિવૃષ્ટિના જેમ ગાંડાતૂર થઈને વરસતા હતા. સમય સાથે જાણે નશો વધતો હતો ભાન સંપૂર્ણ પણે ભૂલાતું જઈ રહ્યું હતું. બે પ્રેમ પંખેરું એક બીજાના સહવાસમાં ખોવાઈ રહ્યા હતા જે વીતી રહ્યું હતું કદાચ એનું ભાન કોઈને ના હતું બસ અનુભવાતું હતું એક આનંદ હતો, પ્રીત, પ્રેમ, લાગણી, ભાવના, વાસનાના વિચિત્ર ખેલ ખેલાઈ રહ્યા હતા જેની ઊંડી અસર કદાચ ભવિષ્ય બદલી નાખવાની હતી.

બે પ્રેમી તનમનથી એકમેકમાં છુપાઈ જવા આતુર હતા સ્પર્શ હવે વધુ આનંદ આપતો હતો નશો હવે ઘેરાઈ રહ્યો હતો. સમ્પૂર્ણ મિલન જાણે થઇ રહ્યું હતું બધાજ બંધનો ક્યારના ખુલી ચુક્યા હતા બંને ના આડે હવે કોઈ પડદા ના હતા બધુજ આંખો સામે હતું અને આનંદ આપનારું પણ હતું. કદાચ આ ખુલીચુકેલા પડદાજ હવે બંનેને પોતાના બંધનો તોડતા રોકવાના સ્થાને વધુ ઉશ્કેરણી કરતા હતા. આખાય શરીર પર હાથ સરકી રહ્યા હતા એ અનુભવાતો ગરમ સ્પર્શ આરતીના વક્ષના ઉભારો, કમર, પીઠ અને બધેજ ફરી ચુક્યા હતા પણ આરતી કદાચ એની એ તડપ આગળ લાચાર હતી. હોઠોની ભીનાશ, શ્વાશની ગરમાશ, વાસનાની આગ, પ્રેમની મીઠાસ બધુજ એક અદભુત લાગણીઓમાં એકાકાર થઇ રહ્યું હતું. સમય વીતતો જઈ રહ્યો હતો બધુજ લાગણી અને ભાવનાના કારણે વીતી રહ્યું હતું.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]