બોધવાર્તા : ભાગ (૨) Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

બોધવાર્તા : ભાગ (૨)

બોધવાર્તા : ભાગ (૨)

જો તમે “બોધવાર્તા : ભાગ (૧)” ઇબૂક વાંચી શક્યા નાં હોય તો વાંચી શકો છો, જેમાં બાળકો માટેની બોધવાર્તાઓ સમાવામાં આવી છે,જે પ્રચલિત છે જેમાં,(૧) સિન્ડ્રેલા (૨) આળસું બ્રાહ્મણ (૩) વાંદરો અને મગરમચ્છ (૪) ગોવાળિયો (૫) ચતુર કાગડો (૬) કાચબો અને સસલુ .

આ બુકમાં પણ એવી જ બાળકો માટેની વાર્તાઓ સમાવાનો પ્રયત્ન કર્યો છે ,જો તમે વડીલો,શિક્ષકો,કે માતાપિતા હોય તો તમે, તમારા બાળકોને આ વાર્તાઓ નવા નવા પાત્રોનાં,અવાજો કાઢી સંભળાવી શકો છો,નહી તો મોબાઇલ કે બીજે ક્યાંક રેકોડીંગ કરી સંભળાવી શકો છો.

તો ચાલો વાંચીએ બાળકો માટેની બોધવાર્તા :

(૧) પિતા-પુત્ર અને ગધેડો

(૨) ચાલાક સસલું

(૩) ઉંદર અને સિંહ

(૪) માલિક અને ગધેડો

(૫) બિલાડી અને વાંદરો

(૬) ઈમાનદાર લક્કડહારો

(૧) પિતા-પુત્ર અને ગધેડો :

પોતાનાં ગામથી બીજે ગામમાં ભરાયેલા મેળામાં, પિતા અને પુત્ર ફરવા ગયા હતાં,મેળામાંથી પિતાએ એક ગધેડો ખરીદયો હતો.

ખરીદેલો ગધેડો લઈ પિતા પુત્ર પાછા પોતાના ગામડે જઈ રહ્યા હતા. ત્યાં પિતાપુત્રને પગપાળા ચાલતાં જોઈ એકજણે કીધું,” કેવાં પિતાપુત્ર છે,ગધેડાને છુટો કરીને ,પગપાળા ચાલી રહ્યાં છે. આ સાંભળી પિતાપુત્ર બંને ગધેડા પર બેસી જાય છે.

ગામડાથી થોડે દુર આ ત્રણેની સવારી જોતા બીજાએ કીધું કેવાં પિતાપુત્ર છે? ગધેડાનાં જીવનો પણ વિચાર નથી કરતા.આ સાંભળી પિતા ગધેડા પરથી ઉતરી ચાલવા લાગે છે,થોડે દૂર પુત્રને ગધેડા પર બેસેલો જોઈ એક બેન કહેવા લાગ્યા, અરેરે ! કેવો પુત્ર છે, પિતાને બેસાડવાના બદલે પોતે બેઠો છે ,આ સાંભળી પુત્ર નીચે ઉતરી પિતાને બેસવા કહે છે.

હવે ગામડે આવતા આવતા ત્યાં તો ત્રીજો માણસ કહેવા લાગ્યો, કેવાં પિતા છે, પુત્રને બેસાડવાના બદલે પોતે બેઠો છે.

બંને નીચે ઉતરી ચાલવા લાગે છે ,હવે પોતાનું ગામડું આવતા જ પિતાપુત્રએ ગધેડાને વાંસથી ઉલટો બાંધી આગળ એક ખબ્બે વાંસને પિતા ઉચકે છે અને પાછળ એક ખબ્બે પુત્ર ઉચકે છે.

પોતાના ગામડે પહોંચતા જ લોકોની ટોળકી જોર જોરથી હસવા લાગે છે ,વાળ સફેદ થયેલા એક ડોસાએ પૂછ્યું ,કેમ ભાઈ ગધેડો હતો જ તો તમે બંને બેસીને કેમ નહી આવ્યા? ત્યારે પિતા આખી ઘટના જણાવે છે.

અને પિતા પુત્રને બીજાની વાત સાંભળીને પોતાની ભૂલ સમજાય છે.

બોધ : “ સલાહ બધાની સાંભળો, પણ નિર્ણય પોતાનાં મનથી લો.”

(૨) ચાલક સસલું

આ એક મોટા જંગલનો નવો રાજા કાચા નામના સિંહની વાત છે.જે ખૂબ જ ઘમંડી અને પોતાની તાકત પર પણ ખૂબ જ અભિમાન હતું,રોજના કરતા વધારે પ્રમાણમાં પ્રાણીઓનો શિકાર કરી લેતો.

જંગલનું નાશ થવાનું નક્કી હતું, આ જોતા જંગલના પ્રાણીઓએ સભા ભરી અને એમાંથી એક નતીજો કાઢ્યો,જેમાં રાજાને ખાવા માટે રોજ, એક ઘરના પરિવારનું પ્રાણી મોકલવું.

જંગલનાં પશુપ્રાણીઓને, બીજો કોઈ રસ્તો પણ જડતો ન હતો,રોજ નિત્યક્રમ પ્રમાણે પોત પોતાનાં ઘરેથી એક પ્રાણીનો વારો આવતો ,અને કાચા નામનો સિંહ એવી રીતે પોતાનો શિકાર કરી પેટની પૂજા કરતો.

એવામાં જ એક દિવસ સસલુંનો વારો આવ્યો ,આ સસલું એવું તેવું ન હતું ,દિમાગથી એકદમ ચાલક સસલું હતું .મોતનો ડર તો બધાને સતાવતો જ હોય છે,પણ સામે ચાલીને મોતના મોઢામાં જવું, એ અહિયાં સસલું માટે પણ વિચારવા વાળો પ્રશ્ન હતો.

સસલુંએ પોતાનું ચાલક દિમાગ વિચારવામાં લગાડ્યું.સસલુંને એક આઈડિયા આવી જ ગઈ.સસલું જાણી જોઈને સિંહ પાસે જવા માટે મોડું કરી રહ્યું હતું.

સસલું, એક કલાક જેટલું મોડું પડી જાય છે,ત્યાં તો ભૂખો સિંહ સસલુંની ક્યારની અધીરાઈથી પ્રતિક્ષા કરી રહ્યો હતો.

ભૂખા પેટનો સિંહ બરાડા પાડતો કહે છે, “ એય સસલું.....શું તું ભૂલી ગયો છે, કે આજે તારો વારો હતો,મારી પેટની પૂજા માટે....કેમ બોલતો નથી.... બોલ જલ્દી...આટલો મોડો કેમ પડ્યો ?

સસલું ઘબરાતા સ્વરે : “ મહારાજ મને... મને માફ કરજો... મને આવામાં મોડું થયું.....

થોડી વાર ચૂપ રહીને ફરીથી સસલું કહેવાં માંડે છે, “ મહારાજા ત્યાં જંગલનાં છેવાડે એક બીજો સિંહ, તમારા જેવો જ મળી ગયો હતો,અને એ પોતાને આ જંગલનો રાજા તરીકે કહેવાડે છે,જે ખૂબ જ શક્તિશાળી છે,હું જેમ તેમ પોતાનો જીવ બચાવી અહીં ભાગી આવ્યો.

સિંહ અહમમાં કહેવાં લાગ્યો, “ અચ્છા, મારા કરતા પણ શક્તિશાળી સિંહ, એ પણ મારા જેવો જ...ક્યાં રહે છે એ ..?

સસલું તરત જ જવાબ આપે છે,“ ચાલો મહારાજ, મારી સાથે આવો, હું તમને, તમારા જેવા શક્તિશાળી સિંહને દેખાડું છું.

સસલું કાચા સિંહ સાથે,એક કુંવાને ત્યાં પહોંચી કહે છે, “મહારાજ, આ કુવામાં જ પેલો શક્તિશાળી સિંહ રહે છે.”

કાચા નામનો સિંહ છલાંગ લગાવી કુંવાની ધાર પર ઊભો થઈ,નીચે પાણીમાં ડોકિયું કરે છે,ત્યાં તો તેના જ જેવો પાણીમાં બીજો સિંહ દેખાય છે.

આ જોઈ સિંહ અહમમાં, મારા જેવું શક્તિશાળી કોઈ નથી આ જંગલનમાં,વિચારમાં ને વિચારમાં,જોર જોર થી ગર્જના કરી,એના જ પાણીમાં પડતા આવાજના પડઘાને અને પડછાયાને મારવા માટે,પાણીમાં છલાંગ લગાવે છે,અને કુવામાં પડી પોતાની જાન ગુમાવી દે છે.

આ ખુશીના સામચાર સાંભળી જંગલનાં બધા પ્રાણી સસલુંને સાબાસી આપી વધાવી લે છે .

બોધ : “ મુસીબતના સમયે ચાલાકી વાપરી અઘટનાં ટાળી શકાય છે.”

(૩) ઉંદર અને સિંહ :

જંગલ એકદમ હર્યુભર્યુ હતું,પ્રાણીઓ પોતાનું જીવન આનંદમાં વ્યતિત કરતા હતાં.

ત્યાં જ એક ઝાડની નીચે એક વાઘ ઊંઘ કાઢી રહ્યો હતો.ત્યાં જ ઉંદર પણ રમતો રમતો વાઘનાં માથા પર ચડી જાય છે,ઉંદરને પોતાને પણ ભાન નથી રહેતું કે રમત રમતમાં તે વાઘના માથા પર જઈને ચડી બેસ્યો છે.

વાઘની ઊંઘ ખરાબ થઈ જાય છે,અને ગુસ્સામાં જ આંખ ઉઘાડી બરાડા પાડે છે, “કોણ છે આ મૂર્ખ,મારી ઊંઘને ખલેલ કરે છે......

ઉંદર આ સાંભળી વાઘનાં માથા પરથી કૂદકો મારી, નાસવા જાય છે,ત્યાં તો વાઘ ઉંદરને પોતાનાં પંજામાં પકડી લે છે.

ઉંદર આજીજી કરતા,બળબળતા એકધારું બોલી દે છે, “ મહારાજ મારાથી ભૂલ થઈ ગઈ, હવેથી હું આવું નહી કરું,મારો જીવ બક્ષી દો મહારાજ.....મને એક મોકો આપો,હું તમારી સેવામાં હાજર રહીશ, હું તમારા કોઈ પણ કામ માટે ઊભો રહીશ.....

વાઘને થોડી દયા આવે છે,પણ ખડખડાટ હસતાં કહે છે, “ તમે આટલું નાનું પ્રાણી,તમે મને ક્યારે પણ કોઈ કામમાં કામ નહી લાગશો,પણ તો પણ તારા આજીજીથી હમણાં હું તને છોડી રહ્યો છું.”

ઉંદર પોતાનો જીવ છોડાવી ત્યાંથી ભાગી જાય છે.

થોડા દિવસોમાં ઉંદર પાછો ત્યાં જ લટાર મારતો ફરી રહ્યો હતો, ત્યાં તો ઉંદરે જોયું કે વાઘ જાળીમાં ફસાઈને પડ્યો હતો.

ઉંદર ઝટથી વાઘ પાસે પહોંચી જાય છે અને કહે છે, “તમે ગભરાતાં નહી, હું તમને આ જાળીમાંથી કાઢી સકું છું.”

અને ઉંદર પોતાનાં કામે વળગી પડી ,પોતાનાં દાંતથી જાળી કાપી, વાઘને બચાવી નાંખે છે.

વાઘ આશ્ચર્યચકિત અને કૃતજ્ઞતાનાં ભાવથી કહે છે, “દોસ્ત મને માફ કરજો,હું તને નાનું પ્રાણી ગણી,તારી શક્તિને ઓળખી નહી શક્યો.

બોધ : “ કોઈપણ પ્રાણી કે વ્યક્તિની શક્તિને તેના કદ કે પદ પરથી માપદંડ કરવું ન જોઈએ.કોણ ક્યારે મદદ આવી શકે એ તો સમય જ બતાવે છે.”

(૪) માલિક અને ગધેડો:

માલિક લાલા એ પોતાનાં ધંધા માટે એક ગધેડો રાખ્યો હતો.લાલો,પોતાનાં ગધેડા સાથે ખૂબ સારું વર્તન રાખતો,ગધેડાને સમય સમય પર સારો ખોરાક ખવડાવતો અને સારી દેખભાળ કરતો.પણ લાલાનો ગધેડો કામ કરવામાં ખૂબ આળસું હતો.

એક દિવસ લાલો પોતાનાં ગધેડાનાં પીઠ પર, મીઠાનો પોટલો બાંધી નદીને પાર કરવા, નદીને ત્યાં પહોંચે છે.

માલિક ગધેડાને કહે છે, “ ગધું ભાઈ,સંભાળીને પાણીમાં ચાલજે,પડી જશે તો નકામો નુકસાન વેઠવા પડશે.

આ સાંભળતાની સાથે જ ,અચાનક જ ગધેડો પાણીમાં પડી જાય છે,અને મીઠું ભરેલો પોટલો પાણીમાં ઓગળી જાય છે.માલિકે આ જોઈ કઈ કહ્યું નહી.

પણ ગધેડો વિચારમાં પડી ગયો, “ મારા પીઠ પરનો વજન આટલો કમી કેવી રીતે થઈ ગયો? જે પણ હોય,સારું થયું,નકામો વજન ઉંચકીને મારે ચાલવું પડતું હતું.

બીજા દિવસે પણ માલિક લાલાએ, મીઠાનો જ ભરેલો પોટલો મુક્યો.

નદી ઓળંગવા જતા,આ વખતે ગધેડો, જાણી જોઈને પાણીમાં પડી ગયો,અને બધું જ મીઠું ઓગળી ગયું અને પોતાનાં પીઠ પર નો ભાર હલકો કરી નાંખ્યો.

ગધેડો,પોતાની આ આઈડિયાથી મનોમન ખૂબ ખુશ થઈ રહ્યો હતો,અને પોતાનું કરવાનું કામમાંથી પણ, અને સાથે જ માલિકને પણ બેવકૂફ બનાવી છટકી જતો એનું પણ ગુમાન આવી ગયું હતું.

ગધેડાએ ત્રીજા દિવસે પણ આવું જ કાર્ય કર્યું.

હવે માલિક વિચારમાં પડી ગયો.કેમ કે ધંધો પણ ખોટ માં જતો હતો.

માલિકે ચોથા દિવસે,ગધેડાની પીઠ પર પોટલી તો મૂકી,એ પણ બે ભરેલી પોટલી,અને એ પણ રૂ થી ભરેલી પોટલી....

ગધેડો રોજની જેમ નદી ઓળંગવા જાય છે,અને જાણી જોઈને,મનોમન ખુશ થતો,નદીના અધવચ્ચે પડી જાય છે.

પણ આ વખતે ગધેડાથી ઉભું થવાતું ન હતું,ગધેડો પોતે પણ વિચારમાં પડી જાય છે, “ કે આ મારી સાથે શું થઈ રહ્યું છે ?અચાનક પીઠ પરનો વજન આટલો વધતો કેમ જાય છે ? અને હું પોતે પણ પાણીમાં ડૂબતો કેમ જાઉં છું ?

માલિકે ત્યાં જ લાકડી વડે બે ચાર વાર ગધેડા પર માર વરસાવીને, બરાડા પાડતા કહ્યું, ચાલ હવે ઊભો થા જલ્દી ,કેટલા દિવસથી તારી આ કામચોરી જોઈ રહ્યો છું....

ગધેડાથી, રૂ ની ભરેલી પોટલી, પાણીથી વજનદાર થઈ જવાથી ઉભું તો ન થવાતું હતું,તો પણ મહામહેનતે ઊભો થઈ માલિક સાથે નદી ઓળંગી ચાલવા માંડ્યો હતો.

જ્યારથી ગધેડાને કામચોરી કરવા બદ્દલ શિક્ષા મળી હતી,ત્યારથી પોતાનું કામ પ્રમાણિકપણે કરવા લાગી ગયો હતો.

બોધ : “કામ હંમેશા પ્રામાણિકપણે કરવું જોઈએ.”

(૫) બિલાડી અને વાંદરો :

એક ગામમાં બે બિલાડીઓ રહેતી હતી,એક કાલી નામની બિલાડી હતી અને બીજી ગોરી નામની બિલાડી હતી.

જોવા જાય તો બંનેમાં પાક્કી દોસ્તી હતી.બંને ખૂબ મસ્તી કરતી,સાથે ફરતી અને તોફાન પણ એટલું જ કરતી.અને સાથે બીજાનાં ઘરમાં ઘુસી જઈ ખીર ,અને બીજું બધું ખાવાનું ચોરી કરી ચટ કરી દેતી.

એક દિવસ,આ બંને બિલાડી કાળી અને ગોરી એક ઘરનાં બારીમાં ડોકિયું કરે છે,તો એમની નજરે એક રોટલો દેખાય છે.

તેઓ બંને આજુબાજુ નિહાળી,મહામહેનતે રોટલો લઈ,પોતાનાં ગામે દોડી જાય છે.પણ બંનેમાં રોટલાના માટે ઝગડો ચાલું થાય છે.

ગોરી બિલાડી કહે, “ મેં મહેનત કરી છે, રોટલો ઘરથી બહાર કાઢવા માટે, એટલે રોટલાનો મોટો હિસ્સો તો હું જ ખાઈશ.

ત્યાં બીજી ઝગડતી કાળી બિલાડી કહે છે, “મેં પણ તારી જેમ જ મહેનત કરી છે,એટલે રોટલાનો મોટો હિસ્સો તો હું જ ખાઇને રહીશ.”

આ બંને બહેનપણીઓનો આટલા જોર જોરથી અને મોટો ઝગડો ક્યારે પણ થયો ન હતો,એટલે આ જોઈ ગામના લોકોની ભીડ થઈ જાય છે.

લોકોની ભીડમાંથી એક વાંદરો નીકળે છે અને કહે છે કે,“આ રોટલો મને આપી દો, હું તમારા રોટલાને સમાન ભાગમાં વહેંચીને આપું છું.”

અને વાંદરો તરત જ ક્યાંથી ત્રાજવું લઈને આવે છે, તે દરમ્યાન લોકોની ભીડ ઓછી થઈ ,પોતપોતાનાં કામે વળગે છે.

વાંદરાએ રોટલાના બે ટુકડા કરી ,અડધો ટુકડો એક ત્રાજવામાં અને બીજો અડધો ટુકડો બીજા ત્રાજવામાં મુકે છે.

બંને બિલાડીઓની નજર વાંદરા પર જ હતી, કે ક્યારે વાંદરો પોતપોતાનો, સમાન ભાગ રોટલાનો આપે, અને પોતે ક્યારે ખાઈ શકે ?

વાંદરો તો એક ત્રાજવામાંનો ટુકડો લઈ કહેવાં લાગ્યો, આ ત્રાજવામાં મુકેલો ટુકડો બાજુનાં ત્રાજવામાં રાખેલો ટુકડા સાથે સમાન નથી આવતો.

અને ઝટ કરીને એમાંથી થોડો ટુકડો પોતાનાં મોઢામાં મૂકી દે છે.

બંને બિલાડી તો બસ વાંદરાનું મોઢું જ જોતી રહે છે.થોડી વારમાં બંને બિલાડીઓનું ધ્યાન જતા, કાળી બિલાડી કહેવાં લાગે છે, વાંદરા ભાઈ, અમારા બચેલા રોટલાનો ટુકડો અમને આપી દો, અમે પોતેજ વહેંચીને ખાઈ જઈશું.

વાંદરો પણ તરત જ જવાબ આપે છે, “ ના... ના ...એવું કેવી રીતે બને ? હું કરીને આપું છું ને તમારા રોટલાનો સમાન ભાગ.....

અને આવી રીતે સમાન ભાગ......સમાન ભાગના ટુકડા કરવામાં,વાંદરો આખો રોટલો પોતે જ ચટ કરી જાય છે, અને ત્યાંથી ભાગી જાય છે.

કાળી અને ગોરી બિલાડીને ત્યારે સમજાય છે કે પોતાનાં ઝગડાને પોતે જ નિવેડો લાવી સકતે અને રોટલો પણ મળીભેટીને ખાઈ સકતે.

બોધ : “ બની શકે ત્યાં સુધી પોતાની સમસ્યાનો/ઝગડાનો પોતે જ ઉકેલ કાઢવો જોઈએ, નહી તો બે વ્યક્તિમાં થતો ઝગડાનો લાભ, કોઈ ત્રીજો વ્યક્તિ લઈને જતો રહે છે.”

(૬) ઈમાનદાર લક્કડહારો :

શામું નામનો એક ગરીબ લક્કડહારો, પોતાની કુલ્હાડી લઈ જંગલમાં લાકડા કાપવા માટે જઈ રહ્યો હતો.

જંગલમાં એક ઝાડ દેખાય છે,પણ એ ઝાડ બરોબર એક નદીને કિનારે આવેલું હતું.આ ઝાડ જોતા જ લક્કડહારો કાપવા માટે નદી કિનારે પહોંચી જાય છે.

લક્કડહારો ઝાડની ડાળી કાપવા જ લાગે છે,ત્યાં તો તેની લોખંડની કુલ્હાડી નદીનાં પાણીમાં પડી જાય છે.લક્કડહારાને તરતા પણ ન આવડતું હતું એટલે એ રડવા લાગે છે,જોર જોરથી વિલાપ કરવા લાગે છે.

હાય રે ! મારી કુલ્હાડી,મારું આજીવિકાનું એક જ સાધન હતું...એ પણ પાણીમાં પડી ગઈ....માથા પર બંને હાથ મૂકી જોર જોર થી રડતા શામું કહેતો જાય છે....

આ રડવાનો અવાજ સાંભળી નદીમાંથી,નદીનું રક્ષણ કરનાર એક દેવી નીકળે છે.

એકદમ મીઠાંશભર્યા સ્વરે દેવીએ પૂછ્યું, “ શું થયું માનવ,તું આમ અહિયાં માથા પર હાથ મૂકી વિલાપ શાનો કરે છે?

આશ્ચર્ય સાથે,બે હાથ જોડી લક્કડહાર દુઃખી નજરે કહે છે, “ દેવી માતા, મારું નામ શામું છે,અને અહિયાં ઝાડ કાપતા કાપતા મારી કુલ્હાડી પાણીમાં પડી ગઈ છે,મારા પરિવારનું ભરણપોષણ,મારી આ એક માત્ર કુલ્હાડી દ્વારા જ કરું છું.”

આશ્વાસન સ્વરે દેવીએ કહ્યું, “ શામું,ચિંતા નહી કરો, હું તમારી કુલ્હાડી હમણાં પાણીમાંથી કાઢીને લાવું છું.

અને તરત જ દેવી ડૂબકી લગાવીને એક સોનાની કુલ્હાડી કાઢે છે.

શામું,જુઓ અહિયાં આ છે આપણી કુલ્હાડી...? દેવીએ સોનાની કુલ્હાડી દેખાડતા બંને હાથ આગળી કરી ધર્યા.

રડમસ સ્વરે,ધીરજતાથી બે હાથ જોડી શામું જવાબ આપે છે, “ નાં દેવી, આ કુલ્હાડી મારી નથી.

એટલું સાંભળતા જ દેવી ફરી ડૂબકી મારી, એક ચાંદીની કુલ્હાડી કાઢી કહે છે, “ શામું આ હશે તમારી કુલ્હાડી?

શામું નિરાશાથી કહે છે, “ દેવી માતા આ મારી કુલ્હાડી નથી.

આ સાંભળી ફરી એકવાર ડૂબકી લગાવતા દેવી, લોખંડની કુલ્હાડી કાઢે છે,અને કહે છે, “ શામું આ કુલ્હાડી છે?”

શામું આતુરતાથી ,ખુશખુશાલ થઈ હાથ જોડી કહેવાં લાગે છે, હા દેવી... હા... આ જ મારી કુલ્હાડી છે.

દેવી પણ ખુશાલ થઈ સ્મિત સ્વરે કહે છે, “ શામું હું તારી આ ઈમાનદારીથી ખૂબ જ ખૂશ થઈ છું,હું તને બાકીની બે, સોનાની અને ચાંદીની કુલ્હાડી પણ ભેટ આપવા માગું છું.

અને એવી રીતે શામુંને પોતાની તો કુલ્હાડી મળે જ છે પરંતુ બીજી બે કુલ્હાડી પણ ભેટ સ્વરૂપે મળે છે.

બોધ : “ જીવનને ઈમાનદારીપૂર્વક જીવવું જોઈએ.”