Trun haath noprem-ch.19 Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Trun haath noprem-ch.19

ત્રણ હાથનો પ્રેમ

પ્રકરણ ૧૯

લેખકઃ

શૈલેશ વ્યાસ

saileshkvyas@gmail.com

9825011562


બે કલાક પછી જયારે સ્વદેશ પાછો આવ્યો ત્યારે તેની હાલત જોવા જેવી હતી. તેના વાળ વિખરાયેલા હતા. કપડા ધૂળવાળા અને ગંદા થયેલા હતા હોઠ એકબાજુથી કપાયેલો હતો. લોહી વાળા શર્ટના બે બટન તૂટી ગયેલા હતા. જમણા હાથના પંજામાં મોટો ઘસરકો દેખાતો હતો. જેના ઉપર લોહી બાઝી ગયુ હતુ, અને તેના શર્ટ અને પેન્ટ ઉપર લોહીના ડાધા પ્રસર્યા હતા. લઈ જતી વખતે હાથમાં હતી તે લેધર બ્રીફકેસ ગુમ હતી.

ઘરના સૌ દોડી આવ્યા. સુદર્શના તો ચિસજ પાડી ઉઠી ‘‘આ બધુ શું છે? શુ થયુ તને?’’ કયાં વગાડયું? વિણા જલ્દી ફસ્ટ એઈડસ નો બોક્ષ લાવ, શંકર તું પાણી લાવ, તેણે સ્વદેશ ને દોરીને સોફા ઉપર બેસાડયો.

‘‘શું થયું સ્વદેશ?’’ રાજમોહને પૂછયું ‘‘કાકા, રફિકના મિત્ર એ મને ગુજરાત વિદ્યાપીઠ થી શાહિબાગ પોલીસ કમિશ્નરની કચેરી પાસે બોલાવ્યો. હું ત્યાં ઉભો હતો ત્યાં એ મને મળ્યો તેણે કહ્યુ હતું કે તેણે લીલા રંગનું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હશે અને હાથમાં વીલ્સ ફીલ્ટર સીગરેટનું પાકીટ હશે, તે ત્યાં આવ્યો મારી પાસેથી પૈસા લીધા અને મને ડાયરી અને સીડી આપી. મે જોવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યુ કે ઘરે જઈને જો જો, મારે તેની વાત માનવી પડી અને હું પાછો આવતો હતો ત્યાં બે મોટર સાયકલ વાળા મારી બંને બાજુ એ ગોઠવાઈ ગયા અને મને મોટર સાઈકલ ઉપર થી ધક્કો મારી પાડી દીધો. અને બ્રીફકેસ મારા હાથમાંથી ઝુંટવવાનો પ્રયાસ કર્યો. મે બ્રિફકેસ પકડી રાખી એટલે તેમણે મને ગડદા પાટુ માર્યા તો ય મે બેગ ના છોડી એટલે એક જણે ચાકુ કાઢી મારા પંજા ઉપર માર્યુ, પીડા ને કારણે મારો હાથ છુટી ગયો અને તેઓ બ્રીફ કેસ લઈને ભાગી ગયા’’

‘‘અરે રામ’’ સુદર્શના એ નિરાશા ના સૂરમાં કર્યું ‘‘આપણી તો બધી મહેનત પાણીમાં ગઈ, નશીબ બે ડગલા આગળ ને આગળ જ ચાલે છે.’’

‘‘સાવ એવું નથી’’ સ્વદેશે પાણી પીતા પીતા કહ્યું

‘‘એટલે?’’ સુદર્શના એ સ્વદેશના ઘા ઉપર દવા અને પાટાપીંડી કરતા કહ્યું.

‘‘તે લોકો ભલે બેગ લઈ ગયા પણ એ ખાલી બેગ છે’’

‘‘એટલે?’’ સૌએ એક સાથે પૂછયું

‘‘જયારે રફિકના મિત્ર એ મને ડાયરી અને સીડી આપ્યા ત્યારે મે બ્રીફકેશ ખોલી ઉપરનો ફલેપ અમારા વચ્ચે ઉપર ખોલીને રાખ્યો અને ડાયરી અને સીડી બેગમાં મૂકવાનો અભિનય કર્યો પણ ખરેખર તો એ વખતે મે ડાયરી અને સીડી મારા શર્ટ અને ગંજીના વચ્ચે સરકાવી દીધા હતા. મે શર્ટના બે બટન ખૂલ્લા જ રાખ્યા હતા પહેલેથી જ, બેગનો ફલેપ રફિક કે અન્ય ની નજર ની વચ્ચે પડદા રૂપે હતો. એટલે પહેલા ભાઈઓ ખાલી બેગ જ લઈ ગયા પૂરાવાઓ મારી પાસે રહ્યા’’

સૌ પ્રશંસા થી સ્વદેશને જોઈ રહ્યા. રાજમોહને ક્હ્યું ‘‘ચાલો આપણે તપાસી લઈએ, તેમા શું છે?’’

‘‘એ અત્યારે શક્ય નથી કાકા’’ સ્વદેશે કહ્યું

‘‘કેમ?’’

‘‘બેગ ખાલી જોઈ તેઓ પાછા આવે એવુ બને એટલે અત્યારે રસ્તામાં એક મારા ખાસ મિત્રનું ઘર આવે છે ત્યા બંને વસ્તુઓ હું બ્રાઉન પેપરમાં પેક કરી મુકી આવ્યો છું જરૂર પડશે ત્યારે લઈ આવીશ’’ સ્વદેશે ચોખવટ કરતા કહ્યું પછી શંકાશીલ સ્વરે રાજમોહન સામે જોઈને કહ્યુ ‘‘આપણી પાસે હોય તો તે લોકો ગમે ત્યારે હુમલો કરી લઈ જાય’’

‘‘સારૂ કર્યુ, તુ ફ્રેશ થઈ જા, કદાચ અપહરણ કર્તાઓ નો ફોન આવતો જ હશે ‘‘સુદર્શનાએ કહ્યું.

સુદર્શનાની ભવિષ્યવાણી સાચી પાડતી હોય તેમ સ્વદેશ ના મોબાઈલની ઘંટડી વાગી તેણે ફોન ઉપાડયો. સામેથી હિન્દીમાં આદેશ આવ્યો.

‘‘સાંજે ૫ વાગે અમદાવાદ અને લાંભા ગામની વચ્ચે સોમેશ્વર મહાદેવનું મંદિર છે તેની જોડે મોટું વગડા જેવુ મેદાન છે ત્યા છેવાડે એક અવાવરૂ ૧૭ નંબરનું મકાન છે ત્યાં કોઈ રહેતુ નથી, ત્યાં સુદર્શનાને પૈસા લઈને મોકલી દે જે’’ પછી ઉમેર્યુ ‘‘જે ડાયરી અને સીડી તારી પાસે છે એ પણ મોકલ જે નહિતર.....’’ તેણે વાક્ય ખાલી મૂક્યુ. સ્વદેશે હિંદિમાં જવાબ આપ્યો ‘‘પહેલી વાત તો એકે સુદર્શના માટે આવવું મુશકેલ છે તેનો એક હાથ નથી, એટલે તે સ્કુટર કે ગાડી ચલાવી શકે તેમ નથી એટલે તેને બદલે હું આવીશ’’ સામેથી તોછડો જવાબ આવ્યો’’ સ્કુટર કે ગાડી ના ચલાવી શકે તો ઓટોરિક્ષામાં આવે’’

સ્વદેશે સમજાવટના સૂરમાં કહ્યું ‘‘પણ આટલા બધા રૂપિયા લઈને એકલી, એક હાથવાળી છોકરી કઈ રીતે આવી શકે? કોઈ ઝુંટવી લઈ જાય તો તમારા પૈસા જશે, એના કરતા હું એકલો લઈને આવીશ’’

સામે થોડી વાર શાંતિ છવાઈ રહી જાણે વિચારણા ચાલતી હોય ‘‘સારૂ પણ એકલો જ આવજે, નહિંતર રાધાબેન ને જીવતો નહી જુવે ‘‘સામે થી ધમકી ભર્યો અવાજ આવ્યો.

‘‘બીજી વાત એ કે’’ સ્વદેશે કહ્યુ ‘‘હું સાંજે ૫ ની બદલે ૭ વાગે આવીશ.

‘‘કેમ?’’ સામેથી ક્રોધ ભર્યો અવાજ આવ્યો

‘‘મારે પૈસાની વ્યવસ્થા કરવાની છે. એ લગભગ છ સાડા છ વાગ્યા સુધીમાં થઈ જશે એટલે હું સાત વાગે લઈને આવીશ.

સામેથી ફરી ગુસ્સા ભર્યા સ્વરે કહ્યું ‘‘એટલે તુ મને બેવકુફ સમજે છે? લાખ રૂપિયા જેટલી રકમ માટે સાંજે સાડા છ વાગ્યા સુધી રાહ જોવાની ક્યાં જરૂર છે? ઓફિસમાં જઈ એકાઉન્ટન્ટ ને કહીને બેંકમાંથી ઉપાડી લેવાના, મારા થી સાત વાગ્યા સુધી રાહ નહી જોવાય’’

‘‘જૂવો તમે સમજો, બેંકમાંથી કાઢું તો ક્યાં ખાતામાં ઉધારૂં? સ્વદેશે વ્યંગમાં કહ્યું ‘‘ ફિરૌતી એકાઉન્ટમાં? આ માટે સત્તાવાર લેવડ દેવડ ના ચાલે, બે નંબરના પૈસા ઉભા કરવા પડે એક નંબરના જોઈતા હોય તો ચેક આપી દઉં. બોલો, ક્યાં નામે લખવાનો છે?’’

સામેની વ્યક્તિ ચિડાઈ ગઈ’’ બહુ વાયડાઈ ના કર નહીંતર રાધાબેનનું ગળુ કાપી નાખીશ. મારી જોડે સીધી રીતે વાત કર’’

‘‘હું તમને સીધુ જ સમજાવુ છું કે ઉપરના લાખ રૂપિયા ગોઠવતા અને તમારે ત્યાં પહોંતા મને ૭ વાગી જશે, મે કયા તમને ના પાડી છે’’ સ્વદેશે સમજાવટ ના સૂરે કહ્યું.

‘‘સારૂ સાત વાગે અને ફરી કહુ છું પૈસા અને પુરાવા બંને જોઈએ અને જો પોલીસ ને જાણ કરી છે તો રાધાબેનના એટલા ટુકડા કરીશુ કે તારા એકાઉન્ટન્ટ ગણતા થાકી જશે એટલે એકલો જ આવજે’’

‘‘જેમ તમે કહ્યુ છે તેમજ થશે‘‘ સ્વદેશે આશ્વાશન આપતા કહ્યુ ફોન સામેથી કપાઈ ગયો.

કોઈ જૂએ નહિ તેમ સ્વદેશે સુદર્શના સામે અર્થસૂચક આંખ મિચકારી, સુદર્શના સમજી ગઈ કે નક્કી કરેલ મુજબ નાટક ભજવાઈ રહ્યુ હતું.

સુદર્શનાની સૂચના મુજબ બધાએ જમી લીધુ અને પોતપોતાના રૂમમાં ગયા. એકલા પડતા જ સુદર્શનાએ પૂછયું

‘‘ તું શું કરી આવ્યો?’’

‘‘આપણે જેમ નક્કી કર્યુ હતુ તે પ્રમાણે બધી વાતચીત અને ગોઠવણ કરી આવ્યો છું. લાલ ડાયરીની ઓરીજીનલ જેવી ઝેરોક્ષ નકલો કરાવી લીધી છે. સીડી તો આપણી પાસે છે નહી એટલે એક ખાલી સીડીની વ્યવસ્થા કરી છે. પૈસા ભરેલી બેગ લઈ જવી પડશે’’

સ્વદેશે વિગતો જણાવી.

સુદર્શનાએ સંમતિ સૂચક માથુ ઘુણાવ્યું ‘‘બરાબર છે. મારે શું કરવાનું છે’’

સ્વદેશે સુદર્શનાના કાનમાં ધીરેધીરે સૂચનાઓ આપવા માંડી વચમાં વચમાં સુદર્શના ને ન સમજાય તો એકાદ પ્રશ્ન પુછી લેતી હતી અને સ્વદેશ તેનો માર્ગ દર્શાવતો હતો. સૂચનાઓ પુરી થતા સ્વદેશે પૂછયું ‘‘ખ્યાલ આવી ગયોને શું કરવાનું છે?’’

સુદર્શનાએ હકારમાં જવાબ આપ્યો ‘‘હા’’

સ્વદેશે સાંજે જવા માટેની દર વખત જેમ બધી તૈયારી કરી પછી તેણે પલંગમાં લંબાવ્યુ તેણે ઘડિયાળમાં જોયુ તો અઢી વાગ્યા હતા તેણે મનમાં ને મનમાં બધી ગણત્રીઓ કરી અને દરેક પાસા તપાસી લીધી કયાંય કોઈ નબળાઈ કે ખામી તો નથી રહી ગઈને તેનું મનોમન વિશ્વલેષણ કરી નાખ્યું જયારે તેને પૂર્ણ સંતોષ થયો કે દરેક બાબત તેની ગણત્રી પ્રમાણે જ છે ત્યારે તેણે સંતોષ નો શ્વાસ લીધો અને આંખો મિંચી દીધી. આંખ બંધ કરતાની સાથે જ તે ઘસઘસાટ ઉંઘી ગયો.

સાંજે છ વાગ્યા બધા બહાર દિવાનખંડમાં ભેગા થયા હતા. રાજમોહન, પરિક્ષિત, સુદર્શના, મોહિત, વિણા, શંકર વિ.ના ચહેરા ઉપર ચિંતા અને ઉચાટ હતા.

તું સાચવજે અને કોઈ પણ જરૃરત હોય તો તુરત જ મને ફોન કરજે ‘‘રોજમોહને સલાહ આપી.

‘‘ભાઈ, પોલીસને સાથે લઈ જાવને આમ એકલા જોખમ ખેડવુ ઠીક નથી’’ વિણાએ પણ પોતાની લાગણી દર્શાવી.

‘‘તું ચિંતા ના કર વિણા, સ્વદેશે એકલો જ બરાબર છે’’ સુદર્શનાએ વિણાને સાંત્વના આપતા કહ્યું.

‘‘ચાલો હું નિકળું છું.’’ કહીને બ્રીફકેસ વિ સાથે સ્વદેશ બંગલાના પોર્ચમાં પડેલ મોટર સાઈકલ ઉપર સવાર થયો. તેની સાથે બાહર આવેલ સુદર્શનાએ તેના ખભા ઉપર હાથ મૂક્યો, તેની હૃદયની ચિંતા પારખી સ્વદેશે તેના હાથનો હળવેથી સ્પર્શ કર્યો ‘‘ હું કોઈ ખોટુ જોખમ નહી લઉ બસ’’ પછી તેના કાન પાસે પોતાના હોઠ લઈ જઈ ધીમેથી કહ્યું ‘‘ તને કહ્યુ છે તે પ્રમાણે કરજે’’

સુદર્શનાએ કહ્યુ ‘‘બેફિકર રહેજે, નક્કી કર્યા મુજબ થશે’’ ‘‘ચાલ, બાય, કહીને સ્વદેશે મોટર સાઈકલ લાંભા તરફ હંકારી મૂકી.

લગભગ ૩૦/૪૦ મીનીટ પછી સામે એક મોટુ વગડા જેવુ મેદાન નજર આવ્યુ ઉજ્જડ અને વેરાન મેદાન હતું. સાવ સૂકું ભઠ્ઠ અને ધુળીયું, ચારેબાજુ ઝંખરા, કાંટાળી વનસ્પતિ અને સૂકાઈ ગયેલા વૃક્ષોના નાના મોટા થડ હતા. એકાદ બે કુતરા આમતેમ ફરતા હતા. એકાદ ગાય કે બકરી ઉજ્જડ જમીનમાંથી પાંદડા શોધવાની મહેનત કરતી હતી. મેદાનના છેવાડે મહાદેવનું મંદિર હતું તે પણ ધૂળ, પાંદડા થી ભરેલુ અવાવરૂ લાગતુ હતું કદાચ સવાર સાંજે કોઈ પૂજારી આવીને પૂજા કરી જતો હશે પણ અત્યારે તો કોઈ ભાવિક દેખાતો ન હતો. આગળ એવુ જ એક અવાવરૂ મકાન હતુ. બેઠા ઘાટનું ઝાંપાવાળુ, જુનુ પુરૂાણુ, પોપડા ઉખડી ગયેલા અને એકાદ ફરતી દિવાલમાં પણ મોટી તિરાડો પડી ગયેલુ મકાન હતું. અંધારૂ થવા આવ્યુ હતું. પણ મકાનમાં કોઈ અજવાળું દેખાતુ ન હતું. કદાચ જાણી જોઈને લાઈટ નહી કરી હોય તેવુ સ્વદેશે અનુમાન કર્યુ.

તેણે દિવાલ ને અઢેલીને મોટર સાયકલ પાર્ક કરી, હેલ્ટમેટ માથા ઉપર રહેવા દઈ તે આગળ ઝાંપો ખોલી મકાનના દરવાજા તરફ ગયો. તેની હેલમેટ ક્રિકેટરો પહેરે છે તેવી હતી. માત્ર ચહેરા આગળ જાળી નહોતી.

એક હાથમાં બ્રિફકેસ લઈને તેણે ધીરેકથી પગના ઠેલા થી દરવાજો અંદરની તરફ ધકેલ્યો અને ધકેલતાની સાથે જ તેણે પોતાના શરિરને એક ડગલું પાછળ ખેચી લીધું.

તેની આ સમયસૂચકતા તેને માટે ઘણીજ ઉપયોગી સાબિત થઈ. કારણ કે અંદર ઉભેલી વ્યક્તિ એ સ્વદેશ કેટલો અંદર હશે એ ગણત્રી કરીને લાકડીનો ઉપર થી નીચેના ફટકો લગાવ્યો હતો. પણ સ્વદેશ એક ડગલુ પાછળ રહેતા એ ફટકો એના માથાની વચ્ચે ન લાગતા હેલ્મેટના આગળના ભાગમાં આંખ ઉપર પ્રકાશ રોકવાના ભાગ ઉપર લાગ્યો. એક ક્ષણ માટે તો સ્વદેશને તમ્મર આવી ગયા. પણ ફટકો બરાબર વાગ્યો ન હોવાથી તેણે તરત જ સ્વસ્થતા મેળવી લીધી. ફટકો બરાબર ન વાગતા, મારનાર પોતાના જ જોરથી સહેજ લથડી ગયો અને સંતુલન ગુમાવી બેઠો, જૂડો અને જયુજત્સુ ના જાણકાર સ્વદેશે ત્વરાથી તેની પાસે પહોચી તેના પડખામાં એક લાત જમાવી દીધી જેથી તે વેદનાથી ઉંહકાર કરતો દૂર ફેંકાઈ ગયો. લાકડી તેના હાથમાંથી છુટી ગઈ.

‘‘તમારે પૈસા ના જોતા હોય તો હું પાછો જાઉં રાધાબેન ને રાખજો તમે જીંદગી ભર’’ સ્વદેશે બરફ જેવી શાંતીથી ઓરડાને ઉદ્દેશીને કહ્યું ત્યાં સુધી તેની નજર ફટકો મારનાર ઉપર જ હતી. હવે તેણે ચારેબાજુ નજર કરી. ફટકો મારનાર ઉપરાંત બીજા ત્રણ મવાલી જેવા માણસો થોડે દૂર ઉભા હતા. તેમની સામે જોઈને ત્યાં જ ચોટી ગઈ. ઓરડાના એક ખૂણામાં બીસ્કીટ કલરનું શર્ટ અને કાળું પેન્ટ પહેરીને એક વ્યક્તિ ઉભેલી હતી. તેણે કાળી બાલાકલાવા (Balaclava) વાંદરા ટોપી પહેરીલી હતી જેમાંથી માત્ર તેની બે આંખો અને હોઠ જ દેખાતા હતા.

સ્વદેશના શરિરમાં ગુસ્સા ની લહેર દોડી ગઈ. તેનુ મગજ તપી ગયુ અને મુઠ્ઠીઓવળી ગઈ. ‘‘આજ તો હતો સલમાનો હત્યારો જેણે ઠંડે કલેજે સલમાને છરી હુલાવી ને મારી નાખી હતી. કદાચ આણે જ રફિકનું ખૂન કર્યુ હતુ અને સુદર્શના ઉપર જીવલેણ હુમલો કરાવ્યો હતો. એક ક્ષણ માટે સ્વદેશ ખૂબ જ ઉત્તેજીત થઈ ગયો, ફરીવાર આ હત્યારાનો સાક્ષાત્કાર થતા પણ તેણે તરત જ પોતાના ઉપર નિયંત્રણ મેળવી લીધું. તેણે સીધો જ પ્રશ્ન પૂછયો ‘‘ રાધાબેન કયાં છે?’’

આ ટોળીના બોસે સામેથી પૂછયું ‘‘ માલ અને સાબીતી લાવ્યો છે?’’ તેનો અવાજ સાંભળી સ્વદેશ ચોંકી ઉઠયો. આ અવાજ તો કયાં ક સાંભળેલો છે અને જાણિતો લાગે છે તે મગજ કસે તે પહેલા ફરી પ્રશ્ન આવ્યો ‘‘બહેરો છે? માલ અને સાબિતી લાવ્યો છે કે નહી?’’

સ્વદેશે ઠંડે કલેજે કહ્યું. ‘‘પહેલા રાધાબેન નો કબજો આપ, પછી આ બ્રિફકેસમાં બધુ જ છે. પણ પહેલા રાધાબેન’’

બોસે દાંત ભીંસીને કહ્યું ‘‘ અહિઆ મારો હુકમ ચાલશે. તારો નહી પહેલા પૈસા અને સાબિતી, પછી રાધાબેન નો કબજો.’’

સ્વદેશે વાત અને સમય ખેંચતા કહ્યું ‘‘સારૂ કબજો પછી આપજો પણ તે પહેલા તેઓ સુરક્ષિત છે કે નહી તે જાણવુ મારે માટે અત્યંત જરૂરી છે. ત્યાં સુધી પૈસા કે માહિતી નહીં આપું’’

બોસે દાટી આપી ‘‘આ ત્રણ જોયા છે. હું હુકમ કરીશ ને તો ઉભા રહેવાને લાયક પણ નહી રહે’’

સ્વદેશ વ્યંગમાં હસ્યો ‘‘ આ નીચે પડયો છે એવા જ બહાદરુ છે આ લોકો? હું જુડો અને જયુજત્સુમાં ચેંપીયન રહેલો છું, આ તો બધા મગતરા છે મારા માટે’’

ત્રણે મવાલીઓ, જે આગળ ડગ ભરી રહ્યા હતા. તેમના પગ આ સાંભળી સ્થિર થઈ ગયા તેમાના એકે કહ્યું ‘‘બોસ, દેખાડી દયોને એટલે કામ પતે ‘‘બોસે એક ઘડી વિચારી કહ્યુ’’ સારૂ લઈ આવ’’ થોડી જ વારમાં એક મવાલી અંદરના રૂમમાંથી રાધાબેનને એક વ્હીલચેરમાં બહાર લઈ આવ્યો. સ્વદેશે જોયુ કે તેમના મોઢાં ઉપર પટ્ટી ચોટાડી હતી, હાથ બંને વ્હીલચેરના હેંડલ સાથે બાંધેલા હતા અને પગ પણ એક એક કરીને નીચે બાંધેલા હતા. તેણે તરત જ પૂછયું ‘‘માસી, તમે ઠીક છો?’’ રાધાબેને માથુ હલાવીને હા પાડી મોંઢા ઉપર તો પટ્ટી ચોટાડેલી હતી. ‘‘જોઈ લીધુ?’’ બોસે તિરસ્કાર પૂર્વક કહ્યુ અને એક મવાલીને આજ્ઞા કરી ‘‘બેગ લઈ લે અને મારી પાસે લાવ’’

ગુંડાએ સ્વદેશ ના હાથમાંથી બ્રીફકેસ લગભગ ઝુંટવી જ લીધી અને બોસના હાથમાં સોંપી તેણે બ્રીફકેસ ખોલવાનો પ્રયાસ કર્યો પણ બેગ ખૂલી નહી, તેણે ગુસ્સાથી સ્વદેશ સામે જોયુ ‘‘આ ખુલતી કેમ નથી?’’ સ્વદેશે મલકાતા કર્યું ‘‘એ તો નંબર લોક છે, વ્યવસ્થિત નંબર લગાડવાથી જ ખૂલે’’

‘‘તો નંબર આપ’’ બોસે આદેશ ના સ્વરમાં કહ્યું

‘‘પહેલા રાધાબેનને છોડો, તેમને હું બહાર રિક્ષામાં બેસાડી ને રવાના કરૂ પછી નંબર આપીશ’’

‘‘તું અમને બેવકુફ સમજે છે?’’ બોસે બરાડો પાડયો.

‘‘નંબર આપ નહીંતર જીવતો નહી મુકુ’’ સ્વદેશે માંથુ ઘુણાવ્યુ ‘‘પહેલા રાધામાસીને છોડ, એટલે નંબર આપુ’’

બોસ ની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેણે પોતાના ગુંડાઓને આદેશ આપ્યો. ‘‘મારો એને અને નંબર કઢાવો’’ ત્રણે ગુંડાઓ સ્વદેશ ઉપર તુટી પડયા. ચોથો ગુંડો પણ હવે સ્વસ્થ થઈ ગયો હતો તે પણ જોડાયો.

સ્વદેશે ખરેખર જુડો અને જયુજસ્તુ શિખેલો હતો, પણ તે માત્ર શોખ માટે અને એકાદ પ્રતિસ્પર્ધિ ને ચિત્ત કરવા માટે, પણ અત્યારે તો સામે ચાર ચાર ખૂંખાર ગુંડા હતા. થોડીવાર તો તેણે વ્યવસ્થિત સામનો કર્યો અને બધાને એક બે વાર મોઢા ઉપર કે પેટ ઉપર પ્રહારો પણ કર્યા પણ ચાર ચાર જણ ના આક્રમણ સામે તે ઢીલો પડવા લાગ્યો તેના ઉપર ગડદા પાટુના પ્રહારો નિરંતર થઈ રહ્યા હતા. તેના નાક અને મોઢામાંથી લોહી નિકળવા માંડયુ હતું. ગાલ અને આંખ ઉપર કાળા ધબ્બા થવા લાગ્યા હતા જાણે મહાભારત ના ચક્રવ્યુહમાં અભિમન્યુ ફસાઈ ગયો હોય, બોસે ફરી ધમકી આપી ‘‘બેગ ખોલી નાખ, નહીંતર જીવતો નહી રહે’’ સ્વદેશે દ્રઢતા થી માંથું ઘૂણાવ્યું ‘‘પહેલા રાધાબેન પછી બધુ’’ તેણે ત્રુટક ત્રુટક સ્વરે કહ્યુ. તેના દાંતમાંથી લોહી નીકળી રહ્યુ હતું. ‘‘તું એમ નહી માને, એને પકડો ‘‘ ચારે ગુંડાઓએ તેના બંને હાથ અને માથુ પકડી ને તેને ઉભો રાખ્યો, જો કે તેના પગ પીડાથી લડખડાતા હતા. માથુ ખભા ઉપર ઢળી પડતુ હતું.

‘‘આને પુરો જ કરવો પડશે’’ કહેતા કહેતા બોસે પોતાના ખીસામાંથી લાંબુ રામપુરી ચાકુ કાઢયું અને સ્વદેશની છાતી ઉપર ઘા કરવા હાથ હવામાં ઉંચકાયો.

(ક્રમશઃ)

વધુ રસિકભાગ આવતા અંકે