બદલો જીવનનો અભિગમ Haresh Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો જીવનનો અભિગમ

બદલો જીવનનો અભિગમ

હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


બદલો જીવનનો અભિગમ

જમાનો બદલાય છે, લોકોની જીવનશૈલી બદલાય છે. ડગલેને પગલે સંજોગોસામે ટકી રહેવા સમાધાન કરવા પડે છે. આ બદલાતા સમયમાં જે માણસો હકારાત્મકઅભિગમ અપનાવે એ જ જીતી શકે છે. હવે એ જમાનો નથી કે સતત દુઃખી થઇને ફર્યાકરો. ઘણા માણસો આપણે જોઇએ છીએ કે, રોદણા જ રોતા હોય. આ આવકમાંપહોંચી નથી વળાતું, પેટે પાટા બાંધી છોકરાઓને ભણાવ્યા-ગણાવ્યા, ઠેકાણે પાડ્યા,પરણાવ્યા એ છોકરાઓ હવે અમને સાચવતા નથી, અમારી સાથે રહેતા નથી, છોકરોવહુનો થઇ ગયો છે. ચાર-ચાર દીકરાઓ હોય તો ય અમે તો સાવ એકલા પડી ગયાછીએ, વગેરે-વગેરે... પહેલાં એવું કહેવાતું કે બે રુમના ઘરમાં જે માં-બાપે ચારદીકરાઓને મોટા કર્યા એ ચાર છોકરાઓ ચાર રુમના ઘરમાં એક માં-બાપને સાચવીનથી શકતા. જે માં-બાપે દીકરાઓને આંગળી પકડી ચાલતા શીખવ્યું એ દીકરાઓઘરડા માં-બાપને આંગળી પકડી મંદિરે નથી લઇ જતાં. આ બધું હવે જુનું થયું, આનોકોઇ અર્થ નથી. હાથે કરીને દુઃખી થવાની વાત છે. હવે જમાનો હકારાત્મકવિચારસરણીનો છે. જેને આપણે ’પોઝીટીવ થીન્કીંગ’ કહીએ છીએ.

હવે તો માનો કે દીકરાઓને સરસ ભણાવ્યા, મોટી પોસ્ટ પર બેઠા છે. એનાહાથ નીચે કેટલો સ્ટાફ છે, કેટલો ઉંચો પગાર છે, તો જીવનમાં સુખી રહેવાય. દીકરાઓભલે ગમે ત્યાં રહેતા હોય પણ માં-બાપ માટેની લાગણીઓ એ જ હોય છે. તમે ફરિયાદોકરતા રહો તો દીકરાઓને તમારા માટે અભાવ થઇ જાય. એ તમારાથી દૂર રહેવાનુંપસંદ કરે એને એમ થાય કે નકામું એમને ફોન કરશું તો સાંભળવું પડશે. એમને મળવાજઇશું તો મહેણા-ટોણા મારશે. રોદણા રોશે, ભલે તમે દર મહિને પૈસા મોકલો તોયએવા માં-બાપ છે કે એવું કહે કે મોટા કર્યા એનું મહેનતાણું ચૂકવે છે. એટલે એ લોકોફોન કરવાનું ટાળે. આવા માં-બાપ પાછા એવું કહે કે, આના કરતાં દીકરી હોત તો સારુંથાત, પડખે ઊભી તો રહે...! આના બદલે તમે સતત એમ કહેતા હો કે, દીકરાઓ તમેસુખી છો એનો અમને આનંદ છે, અમને ગૌરવ છે. અમારી ચિંતા નહિં કરતાં, તમારીજીંદગી છે તમે આનંદથી જીવો અને જેમ અમે તમને આ કક્ષાએ પહોંચાડ્યા એમ તમારા સંતાનોને પહોંચાડજો. અમને પૈસા મોકલો, પણ તમારા ખર્ચામાં કાપ ન મૂકશો. અમનેજરુર પડે તો તમે છો જ ને...? એ લોકો ઘેર આવે તો આંખ-માથા પર રાખો, પ્રેમથીસાચવો અને તમે એમને ત્યાં જાવ તો એમના જીવનમાં કે જીવનશૈલીમાં ધોંસપરોણા નાકરો, પ્રેમથી રહો, એ લોકો તમને પ્રેમથી સાચવશે, ફેરવશે, આનંદ કરાવશે. સંતોષ એમને પણ થશે અને તમને પણ થશે.

આ વાત એટલા માટે કરી કે, હમણાં જ એક સરસ ઘટના બની. એકવૃધ્ધાશ્રમની મુલાકાત લેવાનું મન થયું. મનમાં એમ હતું કે, સંતાનોથી દુઃખી વૃધ્ધોનીસાથે બેસીએ, એમનું દર્દ સાંભળીયે, એમના આંસુ લુછીએ, આ આશયથી વૃધ્ધાશ્રમનાસંચાલકની મંજુરી લઇ મુલાકાત ગોઠવી. ત્યાં પહોંચ્યા પછી વૃધ્ધાશ્રમના બગીચામાંબાંકડા ઉપર એક વૃધ્ધ યુગલ બેઠું હતું. મેં સંચાલકને દૂરથી જોયા અને એમની પાસેગયો, અને પૂછ્યું કે, આ બાંકડા પર ખુશખુશાલ બેઠેલું યુગલ મજાનું છે. એમની જમુલાકાત લઉં તો કેવું...? મને લાગે છે કે, ભલે આનંદમાં છે પણ ભીતરમાં તો વેદનાનોભંડાર હશે, તો એમણે કહ્યું ચોક્કસ મળો, એ અમારા શાંતિકાકા છે અને એમના પત્નીછે શાંતાબા.

હું એ બાંકડા પાસે ગયો અને નમસ્તે કર્યા અને પૂછ્યું કે, હું આપની સાથે થોડીવાત કરી શકું...? મને થોડી માહિતી મળશે અને તમારૂં હૈયું ઠલવાશે, ત્યારે શાંતિકાકાહસ્યા અને મને કહ્યું કે, ચોક્કસ વાત કરો પણ અમારી પાસે હૈયું ઠાલવવા માટે દુઃખદાયકકોઇ વાત નહિં મળે. મને પહેલાં તો આશ્ચર્ય થયું, પણ તોય મેં કહ્યું કે, વાંધો નહીં પણવૃધ્ધાશ્રમમાં રહેનારની વેદના જુદી જ હોય છે. તમારે સંતાન નથી...? તો શાંતિકાકાકહે, છે ને...! બે દીકરાઓ છે. એટલે તરત મારાથી બોલાઇ ગયું કે બે દીકરા છતાં તમેવૃધ્ધાશ્રમમાં...? ત્યારે શાંતાબા બોલ્યા, તમારા લોકોની આ જ તકલીફ છે. એવું કેમમાની લો છો કે, અમે દુઃખી જ હોઇએ, અને એટલા માટે જ વૃધ્ધાશ્રમમાં હોઇએ...?અમે તો બહૂ જ સુખી છીએ, મને દીકરાઓ નથી રાખતા એટલે અમે વૃધ્ધાશ્રમમાં છીએએવું નથી. અમારા દીકરાઓ બંને અલગ અલગ દૂરના રાજ્યોમાં-શહેરોમાં સારીકંપનીમાં મોટા ઓફીસરો છે, એમની સાથે રોજ ફોન પર વાત થાય છે. અમે તોઅમારા બંગલામાં એકલું ના લાગે એટલે અહીં રહીએ છીએ. અમારા સમવયસ્કસાથીદારો સાથે દિવસ ક્યાં પસાર થઇ જાય એ ખબર જ ન પડે. અમે સવારે વહેલાઉઠીએ, ચાલીયે પછી ચા-નાસ્તો કરીએ, પ્રભુભક્તિ કરીએ, બધા છાપા વાંચીએ,પછી વાતો કરીએ. જમીએ અને આરામ કરીએ, હવે સાંજ પછી બધા ધીરે ધીરે બહારઆવશે પછી અહીં જ બેસીશું, આનંદ કરીશું, અમને કોઇ જ દુઃખ નથી.

શાંતિકાકા મૌન હતા, શાંતાબાની વાત પૂરી થઇ એટલે બોલ્યા કે અમારાદીકરાઓને અમે સરસ ભણાવ્યા, એમને બંનેને પહેલાં તો અહીં જ નોકરી હતી, બંનેનેપરણાવ્યા, પછી પહેલાં મોટાને અને પછી નાનાને બહાર મોટી તક મળતી હતી એલોકોએ એમને પૂછ્યું કે અમે જઇએ...? તો અમે ખૂશીથી કહ્યું કે ચોક્કસ... તમેતમારી જીંદગી બનાવો, હવેનો જમાનો જ એ છે, આગળ વધવું હોય તો સમાધાન કરવું જ પડે, પણ બે વસ્તુ યાદ રાખજો, અમે આપેલા સંસ્કાર જાળવી રાખજો, તમારા સંતાનોનેએવા જ સંસ્કાર આપજો, જે અમે તમને આપ્યા છે અને એમને એવાં જ સરસ ભણાવી ગણાવી તૈયાર કરજો, જેમ અમે તમને તૈયાર કર્યા છે, હવે એ લોકો ગોઠવાઇ ગયા છે,બંનેએ પોતાના ઘર બનાવી લીધા છે, સારો પગાર છે, ગાડી છે, અમે ચાર મહિનાઅહીં હોઇએ પછી મહિનો એક દીકરાને ઘેર જઇએ, પછી પાછા આવીએ. પછી ચારમહિના પછી બીજા દીકરાને ઘેર જઇએ, બંનેને ત્યાં એક-એક મહિનો રહીએ, અમેએમના જીવનમાં દખલ ન કરીએ, બંને અમને સાંજે બહાર લઇ જાય, રજાના દિવસે દૂરફરવા જઇએ. બાકી એ લોકો એમનું કરતા હોય, આનંદ કરી પાછા આવીએ, એ લોકોઅમારે જરુર નથી તોય પૈસા મોકલે. એ લોકો જ્યારે અહીં આવે ત્યારે અમે અહીંથીઅમારા બંગલે જઇએ. એ બંને દીકરાઓ ગોઠવણી કરી સાથે જ આવે. આનંદ કરીએ,અમને આનંદ થાય એ લોકો સુખી છે. મને આ વાત સાંભળી આનંદ થયો કે, કેટલોસરસ હકારાત્મક અભિગમ છે. મેં અભિનંદન આપ્યા, અને આનંદ વ્યક્ત કર્યો.

શાંતિકાકા કહે, હવે બદલાતા જમાના સાથે અભિગમ બદલવો પડે, તમેરોદણા રોશો તો દુઃખી થાશો જ. દીકરાઓ ધ્યાન રાખે જ, તમે એમને તૈયાર કરો,ભણાવો-ગણાવો, લાઇન પર ચડાવો તો તમે કોઇ મોટી ધાડ નથી મારતા, એ તમારીફરજ છે. સંતાનો સાથે મિત્રભાવ રાખો, એ તમારા મિત્ર બનીને રહેશે. હું એક નહીંઅમારા બધા સાથીદારો સુખી છે, એમને તો તમારા જેવા મુલાકાતીઓની દયા આવે છે,તમે એમ જ વિચારીને આવો કે અમે રડીશું, અમારૂં દુઃખ વ્યક્ત કરીશું, પણ બધાને એવુંના હોય, હું તો કહું છું, બધા આ અભિગમ અપનાવે તો સુખી થાય. જે છે એ આ છે,હવે જીવનના વર્ષો કેટલા રહ્યા...? તો મોજથી જીવોને...?

મેં આનંદ સાથે ત્યાંથી વિદાય લીધી અને વિચાર્યું કે શાંતિકાકા અને શાંતા બાની વાત કેટલી સાચી છે...? હવે જમાનો બદલાય છે, મોંઘવારી એટલી છે કે, પતિપત્ની બંનેએ નોકરી કરવી પડે, કારકિર્દી બનાવવી હોય તો બીજા શહેરમાં જવું પડે, તોસંતાનોને જવા દેવા જોઇએ, એ સુખી તો આપણે સુખી, આપણી ફરજ પૂરી થઇ,આનંદથી જીવો અને સંતાનોને એમનું જીવન આનંદથી જીવવા દો, તો કોઇ વૃધ્ધ દુઃખીનહીં થાય. દરેક વડીલોને વિનંતી છે કે, હકારાત્મક અભિગમ અપનાવો, રોદણા નારડો, કોઇ દયા ખાય તો દયામણા ના થાવ, વિરોધ કરો તો જગત બોલતું બંધ થઇ જશે.હવે વૃધ્ધાશ્રમો વધે છે પણ ત્યાં લગભગ લોકો દુઃખી છે એટલે નથી, એકલું ના લાગે, સમય ન જાય એટલે ત્યાં છે.