Svapnsrusti Novel ( Chapter - 26 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svapnsrusti Novel ( Chapter - 26 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૨૬ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૨૬

સુનીલ વાંચવા ગયો પણ... અચાનક કાગળો હાથમાંથી છૂટ્યા ઉડી ગયા... થોડોક લાંબા કાગળોનો એ ગુંચળા જેવું હતું... બારીમાંથી ખેચાતી હવા ભેગા એ કાગળો ઉડયા અને જાણે સુનીલના હાથમાંથી પોતાની પકડ છોડાવી દુર તરફ ભાગ્યા બસ એવીજ રીતે જેવી રીતે સોનલ એનાથી દુર ભાગી ગઈ હતી. સુનીલનું દિલ રોકાયું, પીડા વધી રહી, ઠંડી હવા સ્પર્શી, મન ભાંગી પડ્યું, કદાચ એક દમ ઠપ થયેલું મગઝ કઈજના વિચારી શક્યું એણે ત્યાંજ ઉભો રઈને એ ઉડતા કાગળોને જોઈજ રહ્યો.. મનમાં અંધકાર હતો, એક પણ વિચાર ના હતો, શૂન્યતા હતી... એક પળ માટે વિચારના આવ્યો... બુથ બનીને ઉભો રહ્યો...

અચાનક કઈક યાદ આવ્યું એક તરંગ કદાચ મનમાં અથડાઈ ભાન આવ્યું, સોનલ આવી બધું ફર્યું કદાચ હોશ આવ્યો, પગમાં જીવ આવ્યો, શરીર સજીવન થયું તરતજ બારીમાંથી કુદી પડ્યો કાગળ લેવા બીજા માળની બારી હતી પણ પાડવા કે ભાંગી જવાનો વિચાર સુધ્ધા ના કર્યો કદાચ એનું ભાન ના રહ્યું. નીચેના માળે માટીના નળિયા પર ખાબક્યો વાગ્યું, પગ છોલાઈ ગયા, માથું ફૂટ્યું, હાથનું હાડકું કદાચ ખભા પાસેથી કદાચ ભાગ્યું, ગોઠણ મચકોડાઈ ગયો, લોઈ ફરીથી વહેવા લાગ્યું મોં માંથી લોઈની દંદુડી છૂટવા લાગી, જીભ કચડાઈને બહાર આવી ગઈ અચાનક નીચે પડી ગયો આંખો બંધ થઇ ગઈ.

આંખો ખુલી... ભાન આવ્યું... સમય વીત્યો... ફરી એજ દિશામાં દોડ્યો... નળિયા પરથી પગ છટક્યો... ગબડ્યો... ધબાક... પછડાયો... પ્રથમ માળેથી નીચેના આંગણામાં ખાબકયો... કડર કરતાજ અવાજ આવ્યો... કદાચ મરડાયેલો પગ ભાગી ગયો... મોટો અવાજ કાન સાથે અથડાયો... કાને પડ્યો... કાગળો હજુય દુર હતા... ફરી ઉઠ્યો... એજ દિશામાં દોડ્યો પગ ધસડતો હતો હાથ સ્થિર હતો. કદાચ હાડકું ભગવાના કારણે એને વાળી શકવો અશક્ય લાગતો હતો અને પીડા પણ એટલીજ ઉદ્ભવતી હતી. ફરી દોડયો એનો હાથ હજુય એકદમ સ્થિર હતો... પગ ચાલી શકવા અસમર્થ હતો, ખેચાતો હતો, લટકતો હતો, લંગડાતો હતો પણ હજુય દોડતોજ હતો દરવાજા સુધી જેમતેમ કરી પહોચ્યો એ હજુય ભાગતો હતો કદાચ મંદ મંદ ચલતોજ હતો એવુજ લાગ્યું કારણકે એના ઝખ્મો પરથી દોડવું મુશ્કેલ હતું. અચાનક દરવાઝા પર દસ્તક દેતી એક મોડેલ જેવી સ્ત્રી સાથે અથડાયો અજુય દરવાજા થી થોડોકાજ બહાર આવ્યો હશે. એક વનપીસ વાઈટ ટાઈટ ટીશર્ટ અને બ્લેક શોર્ટ્સ માં આવેલી એ મહિલા એજ એની સેક્રેટરી અને એને દિલથી ચાહતી આરતી પરીખ હતી. એણે ફેન્સી બ્લેક ચશ્માં મોટા કાચ જેથી આંખો ઢંકાઈને ના દેખાય તેમ પહેરેલા હતા અને એના હાથમાં નાનુક બ્લેક પર્શ હતું જેના આગળ મોબાઈલ પણ પકડેલો હતો. એ સ્ત્રી સાથે કોઈ વ્યક્તિ પણ હતો કદાચ એનો ડ્રાઈવર હોઈ શકે. સુનીલ નિરંતર દોડ્યે જતો હતો કદાચ ભાન ભૂલી ચુક્યો હતો અથવા પેલા એના હાથમાંથી છૂટીને ઉડેલા કાગળ સીવાય કઈ દેખાતુજ ના હતું. સુનીલ દરવાઝા પર દોડતા દોડતા સીધો જઈને આરતી સાથે ભટકાયો અને પડી ગયો એના કપડા બગડેલા હતા અને આરતીના પણ બગડ્યા લાલ ખૂનના રંગે રંગાયા. સુનીલ સીધો એના પરજ પડ્યો આરતીના ચશ્માં દુર ફેકાયા કદાચ પાસેની દીવાલે અથડાઈને તૂટી ગયા એટલો સમય પણ ના મળ્યો કે આરતી સુનીલને ઓળખી પણ શકે. બંનેના અંગો અડ્યા બાથ ભીડાઈ ગઈ સુનીલના હાથ આરતીની કમર ફરતે વીંટળાઈ ગયા કદાચ પડી જવાથી બચવાની બીકે એક કરંટ આરતીના નસ નસ માં વહી ગયો કદાચ એ અનુભવાયો... ધબાક બંને જાણા પડ્યા આરતી નીચે અને સુનીલ ઉપર અજાણતાજ સુનીલના હોઠ આરતીના હોઠોમાં ભીડાયા. એક મધુર મિલનની વેળા આવી પહોચી સ્પર્શ ઓળખાય એવો હતો પણ એટલો વખત કદાચ ના મળ્યો બંને હોઠોની મિલનથી એક વિચિત્ર અહેસાસ અનુભવાયો એક મીઠા રસની પૂર્તિનો આનંદ અનુભવાયો. પણ... આ કોણ... ચહેરો ના ઓળખાયો લોઈથી ખરડાયેલો બિહામણો ચહેરો આરતી ડરી ગઈ તરતજ ઉઠતાજ એક ઝોરનો લાફો જીંકી દીધો પેલા બિહામણા યુવાનનો ચહેરો ધ્રુજી ગયો. “ ચટાક...” અવાઝ ગુંજ્યો એ ચહેરો લોઈથી નીતર્યો ઓળખી શકવો તો હજુય મુશ્કેલ હતો લોઈ વહેતું હતું તેમ છતાય એ બિહામણો ચહેરો મુસ્કુરાઈ ઉઠ્યો. એક વિચિત્ર હાસ્ય રેલાયું કદાચ એ બિહામણો ચહેરો એ ગોરા વર્ણ સામે મલકાયો એ કદાચ એને ઓળખી ગયો હોય અથવા એ અજાણ્યા ચુંબનનો આનંદ હોય. સુનીલ ફરી પોતાના તૂટેલા પગ અને હાથે ધ્રુજતા શરીરે ઉઠ્યો અને દોડ્યો એજ દિશામાં જે દિશામાં એ કાગળો ઉડયા હતા એજ દિશામાં પાગલની જેમ સતત દોડી રહ્યો હતો જે તરફ કાગળો ઉડીને ગયા હતા.

સુનીલના હાલ બેહાલ હતા હાથ ભાગી ચુક્યો હતો, જીભ કચડાઈને બહાર આવી ગઈ હતી, આખો અને મોં પર લોઈ હજુય વહેતું હતું, સુકાઈ ગયું હતું... પગ પણ કદાચ એકજ સાજો હતો બીજો ગોટણ માંથી ભાગી ગયો હતો, એક ખતરનાક દુખાવો હતો તેમ છતાય બધાની પરવા કરતા એ કાગળો એના માટે વધુ મહત્વપૂર્ણ હોય તેમ એ ફરી એજ તરફ દોડી રહ્યો હતો. હાલ થોડાક સમય પહેલા અજાણતા ભીડાયેલા હોઠ એનામાં જાણે નવી તાઝગી રેલાવીને ગયા હતા અથવા એક ઓળખાણ આપતા ગયા હતા. માથામાં જાણે ચક્કર આવી રહી હતી એક તરફ દુખાવા તો બીજી તરફ હાલ ઝીંકાયેલો લાફો કદાચ હજુય દુખાતો હતો. એને પરવા ના હતી એને બસ સોનલની આખરેની સચ્ચાઈ જાણવી હતી એના છેલ્લી ઘડીએ લખાયેલા એ શબ્દો જાણવા હતા એ પત્તા વાંચવા હતા જે ઉડીને એના હાથમાંથી દુર ભાગ્યા હતા. એ એનાથી દુર દુર ભાગી જતા કાગળો એને કોઈ પણ ભોગે જોઈતા હતા એ લંગડાતો, ચડતો અને પડતોય સતત આગળ વધી રહ્યો હતો. કેટલી જુનુની ચાહત હતી સમજી શકવું મુશ્કેલ હતું હજુય દસેક મિનીટ પહેલા આજ વ્યક્તિ છેક બીજા માળેથી પ્રથમ માળે પટકાયો હતો, અને ત્યાંથી નીચે પટકાયો હતો, એક હાથ અને બીજો એક પગ પણ ભાગી ચુક્યો હતો. આટઆટલી પીડા છતાય એ સતત પેલા કાગળો પાછળ દોડી રહ્યો હતો ઓછામાં પૂરી એનાજ ઓફિસમાં કામ કરતી અને મનો મન એને ચાહતી, આરતી પરીખનો લાફો પણ એના ગાલે સહ્યો હતો. પણ હજુય એનો જીવ પેલા ઉડેલા કાગળો પરજ ચોટેલો હતો બસ એજ દિશામાં એ સતત વધી રહ્યો હતો.

આરતી પોતાની જાતને સંભાળી રહી હતી એના કપડા માટી અને લોઈના કારણે મેલા થઇ ગયા હતા. એનો મોબાઈલ સામેના છેડે પછડાઈ કદાચ તૂટી ચુક્યો હતો. એ પોતાના કપડા ખંખેરતી હતી એના હોઠો પર થયેલો સ્પર્શ એને જે આશ્ચર્ય અને આનંદ આપી ગયો હતો એની લાગણીઓ હજુય એના મનમાં તોફાનો સર્જતી હતી. એ સ્પર્શ એક વાર એણે અનુભવેલો અને માણેલો પણ હતો પણ તેમ છતાય કદાચ હજુય એની ઓળખવામાં ભૂલો થતી હતી. એ અચાનક સ્પર્શેલા હોઠ એને એક અદભુત પ્રેમની લાગણી આપી ગયા હતા એના હૈયામાં એક અનોખો ઉછળાટ હતો પણ કદાચ ઓળખાણ વગરનો અહેશાશ એને મુશ્કેલીમાં નાખતો હતો. આરતી પોતાના હાલચાલ સંભાળીને ઘરમાં પ્રવેશ કર્યો પણ સામેથી દોડીને આવતો એક સાહીઠેક વર્ષનો વ્યક્તિ દોડતા દોડતા બહાર આવી રહ્યો હતો. એ ઘરડા અને કરચલીઓથી ભરેલા ચહેરા પર એક વેદનાની લહેરાતી લાગણીઓ છલકાતી હતી કદાચ ઘહન ચિંતા એને આવું દર્શાવી રહી હતી. એ ઘરડા વૃદ્ધના મુખમાંથી નીકળતા શબ્દો બસ ટૂંકાજ હતા “ સુનીલ બેટા ઉભો તો રહે... બેટા...” આરતી ફરી વાર જાણે સુનીલને અથડાયા પછી અંદર પ્રવેશીને આવતા બુજુર્ગ હતા એમને અથડાઈ પણ આ વખત એણે પોતાના પર કાબુ કર્યો અને એ વૃધ્ધને પડતા સંભાળી લીધો કિશનભાઈ પડતા બચી ગયા. એ સીધાજ આરતીના ખોળામાં પડ્યા એક વ્રુધ્ધ આરતીના ખોળામાં તરફડતો હતો એની ધડકનો કદાચ સાથ છોડી જવાની હતી બસ એનો હાથ હજુય પેલી સામેની દિશામાં દોડી જતા એ પાગલ તરફ હતો એમની આંગળી પણ એજ દિશામાં ઈશારો કરતા હતા “ સુનીલ... બેટા...” બસ આટલાજ શબ્દો નીકળ્યા અને બી.પી. ના કરણે ત્યાજ કિશનભાઈ આરતીના ખોળામાજ ઢળી પડ્યા કદાચ બેહોશ થઇ ગયા.

આ કોણ હતું...? સુનીલ ક્યાં હશે...? આમ આંગળી કરીને પણ તેઓ...? સુનીલનું નામ...? આવાજ કેટલાય સવાલો એના મનસ પટ પર ઘેરાઈ વળ્યા એક ચક્રવાતની જેમ આરતીને એમાં ફસાવી દીધી. આચાનાકજ ભીડાયેલા હોઠ, ટીશર્ટ પરના દાગ, પેલો દોડતો અને લંગડાતો પાગલ, એ દિલમાં ઉદભવેલી લાગણીઓ બધુજ એના દિલમાં વંટોળની જેમ ફેલાઈ ગયું અચાનકએ ફંટાયેલા વંટોળમાં એક ચહેરો આકાર લઇ રહ્યો હતો એ સુનીલ હતો. અચાનક સુનીલ યાદ આવ્યો એનો ચહેરો, એનો સ્પર્શ, એનું એ આલિંગન, એ હોઠોનો સ્પર્શ બધુજ. “ અરે સુનીલ... સર...” બધુજ સમજાઈ ગયું એજ પાગલ સુનીલ હતો જેમને એ ઓળખીજ ના શકી અને એક તમાચો પણ... બાપરે... આ શું કર્યું મેં... ઓળખાણજ ના પડી શકી અને એની આંગળીઓ એના હોઠ પર ફરી અચાનક શરમાઈ ગઈ અને તરતજ ઉભી થઈને કીશનભાઈને ત્યાજ સુવડાવી એ ઝડપભેર બહાર તરફ દોડી આવી.

“ સુનીલ સર... સુનીલ સર...” આરતી બહારના મેઈન ગેટ તરફ દોડતા દોડતા બુમો પાડવા લાગી એના પગમાં ગતિ હતી. એની આંખોમાં એક ભય અને ચિંતાની ગજબની મીશ્રતા પણ હતી અને એક ઝૂરતો પ્રેમ પણ એટલોજ હતો. એની આંખો બસ ચારે તરફ સુનીલ નેજ શોધતી હતી ઘરની સામે એક લાંબુ વિશાલ મેદાન હતું સામેના છેડે એક વ્યક્તિ હાથમાં થોડાક કાગળ હાથમાં પકડીને બેઠો હતો કદાચ એને બધા વાંચ્યા હશે. આરતીની નઝર પડી... ઓળખી ગઈ... એજ સુનીલ હતો... હાથમાં પકડેલા કાગળો હતા... અને બેહોશ હાલતમાં પડ્યો હતો. આરતી તરતજ તે તરફ ઝડપભેર દોડી એના પગમાં એક ગજબની સ્ફૂર્તિ હતી મનમાં અંધકાર અને આંખોમાં અસહ્ય વેદના અને ભીનાશ પણ હતી. એનો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો મનમાં ડર વ્યાપી ગયો હતો કેટલાય વિચારોના વંટોળ એમાં ઘમાષણ મચાવી રહ્યા હતા. સતત દોડી રહી હતી એના વાળ પણ અસ્ત વ્યસ્ત થઇ ગયા હતા આખાય મોં પર ફેલાઈ ગયા હતા કદાચ એની પાસે અત્યારે એ ઠીક કરવાનું પણ ભાન ના હતું. એનો પ્રેમ એની સામે મુશ્કેલીમાં હતો એનું દિલ પીડાતું હતું એ સતત દોડતી હતી આજે આ ટૂંકું અંતર એના માટે લાંબુ થઇ રહ્યું હતું. કદાચ એનું દિલ તૂટી રહ્યું એક લાગણી હતી જે એને તાડપાવતી હતી. છેવટે આરતી એ સુનીલ પાસે જઈ એને પોતાના ખોળામાંજ સુવડાવ્યો અને એ વારે વારે એને હલાવીને ઉઠાડવા માટે પ્રયત્ન કરતી હતી. “ સુનીલ સર... સુનીલ સર... સુનીલ સર... શું થયું છે તમને...?” અવાઝમાં વેદના ઉભરતી હતી એની આંખોમાં સતત વહેતી પીડા હતી એની આંખો લાલ થઇ રહી હતી એના આંશુ એનાજ કોમળ ગાલ પરથી નીચે વહી રહ્યા હતા.

વાળના હાલ બેહાલ હતા આખું કપાળ જાણે ફૂટી ગયું હોય એમ એમાંથી ખૂન વહી રહ્યું હતું. એના કપાળ પર બસ લોઈના આવરણો છવાયા હતા અંદર ધૂળ અને રેતી પણ ભળી ગઈ હતી. જીભ કચડાઈને થોડીક બહાર આવી ગઈ હતી મોમાંથી પણ લોઈ નીકળી રહ્યું હતું કદાચ દોડતા દોડતા પડવાથી હોઠો પણ ચગદાયા હશે. હાથ અને પગ ઘણી જગ્યાયેથી છોલાઈ ગયા હતા એ હોશમાં ના હતો એની આંખો બંધ હતી, શ્વાસ ચાલુ ધડકનો ધડકતી હતી કદાચ શ્વાસ રોકાઈ જવાના હતા એણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હશે. હવે શું કરવું એને કઈજ સમજાયુ નઈ એણે ચારે તરફ જોઈ બુમો પાડવા માંડી પણ કોઈજ ત્યાં ના હતું કદાચ એ વિસ્તાર થોડો એકાંત ભાગમાં હતો પણ આરતીનો ડ્રાઈવર દોડી આવ્યો. આરતી દોડી એની પાસે જઈ એને કઈને એમ્બ્યુલેન્સને ફોન કરાવ્યો પણ શ્વાશનું શું એતો જાણે ધીમા પડી રહ્યા હતા અરે અટકી જવાના હતા. સુનીલ અધમુઓ પડ્યો હતો જીવ હતો પણ પ્રાણ કદાચ ત્યાં ના હતા અને આત્માતો સોનલને શોધવામાં વ્યસ્ત હતી આંખો ખુલી હતી સામે અંધકાર, આછો પ્રકાશ અને એમાં કેટલાય સપના અને અરમાનો હતા... સોનલ હતી... કિશનભાઈ... પાસપોર્ટ... એનો ચહેરો... ખુશી... શરમ... સોનલનું રૂદ્દન... શેતાનોનું હાસ્ય... વિજયની હેવાનિયત... કિશનભાઈની બદતર હાલત... એ બળાત્કારનો નઝારો... સોનલની લાચારી... એનું દુખ... દર્દ... અને કદાચ મૃત્યુના અણસાર... બધુજ એની અધ ખુલી આંખોમાં વહી રહ્યું હતું. એ અચાનક બંધ થઇ ગઈ આખી સ્વપ્નસૃષ્ટિ આજે વેરાનીના વાદળોમાં ઉડી ગઈ સોનલ અને સુનીલ વગર એનું અસ્તિત્વના હતું.

આરતી સતત રડતી હતી એની વેદના એની આંખોમાં વહી રહી હતી. હાથમાં મઝબુતીથી પકડેલા કાગળો હતા. શ્વાસ ખુબજ ધીમી ગતિએ વહેતો હતો જલ્દી હોસ્પિટલ ના પહોચેતો એની જાન જવાનો પણ ખતરો કદાચ ઘેરાઈ ચુક્યો હતો. આરતીનું દિલ હવે ઝોર ઝોરથી ધડકતું હતું એનો પ્રેમ એની પ્રીત એના ખોળામાં હતી પણ એનો જીવ બચાવવો જાણે એના હાથમાં ના હતો. એનું મન એને ધિક્કારતું હતું એ સુનીલના કપાળ અને ગાલ પર ચૂમીને એને ઉઠાડવા પ્રયત્ન કરતી અને પ્રેમ કદાચ આજે લાચાર હતો. એણે સતત સુનીલને ઉઠાડવાની કોશિશો ચાલુજ રાખી સુનીલ સર... સુનીલ સર... બસ એના શબ્દો સતત ચાલુ હતા અને આંશુ પણ...

થોડીક વાર થઇ જવા આવી હતી અચાનક સુનીલનો હાથ જાણે છુટ્યો એની ધડકનો ગૂંટાઈ ગઈ એની ધડકનો બંધ થઇ ગઈ કદાચ શ્વાસ રોકાઈ ગયો. અચાનક વિચારો ઘેરાયા થોડાકજ દિવસો પહેલા જોયેલું એક મુવી કદાચ મનમાં ઉપસી રહ્યું હતું એમાં એક હીરો પણ વિલનને માર્યા પછી આમજ તડપીને પડી ગયો હતો એનાય શ્વાસ રોકાતા હતા. એની પણ જાન કદાચ સુનીલના જેમજ મુશ્કેલીમાં હતી અને મેઈન વાત કે ડોક્ટરની મદદ આવતા વાર લાગે એવી હતી. કદાચ નાયીકાજ પોતે એના મુખ વડેજ એને શ્વાસ આપીને એની જાન બચાવવાનો પ્રયત્ન કરતી હતી, અને ગજબ થયો થોડીકજ વારમાં એ નાયકના શ્વાસમાં સુધાર થયો. કદાચ પણ એતો મુવી હતું હકીકત માંય એવું બને ખરા ? આરતીના મનમાં ફરી નિરાશાના વાદળો ઘેરાઈ જવાના હતા. એટલામાં એના મક્કમ મને એને રસ્તો આપી દીધો કે કોશિશ કરવામાં શું જાય છે. અને એના સીવાયનો હવે બીઝો કોઈ રસ્તો પણ ના હતો.

આરતીએ એના બંને હોઠ સુનીલના હોઠો સાથે ભીડી દીધા એ ઝોર ઝોરથી એને શ્વાસ લેવામાં મદદ કરવા લાગી. થોડી થોડી વાર પછી છાતી પર વજન આપતી હતી એને ઉઠાડવાજ જાણે બસ તડપી રહી હતી. સમય વહી રહ્યો હતો એક તરફ એની નીતરતી આંખો હતી, એના વાળ વિખેરાઈને હજુય અસ્ત વ્યસ્ત હતા. એ સતત પોતાના કામમાં પરોવાઈ ગઈ હતી એ પોતાના શ્વાસ સતત જાણે સુનીલને અર્પણ કરી રહી હતી ફરી છાતી પર વજન આપી ફરી એને ઉઠાડવા પ્રયત્ન કરતી હતી. કદાચ સુનીલ આ સૃષ્ટિની માયા છોડી ચુક્યો હતો બસ એક આરતીનો પ્રેમ અને એની સખત મહેનત આડી દીવાલ બની રહી હતી. થોડીક વારમાં કદાચ આરતીનો પ્રેમ જાણે વિજયી થયો સુનીલની ધડકનો ફરી ધડકી ઉઠી એના હાથ હલ્યા, પગમાં હલચલ અનુભવાઈ એની આંખો વરસી હજુય કદાચ બંધ હતી.

[ વધુ આવતા અંકે .... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]