સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૨૫ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૨૫
દુરીઓ વધી રહી હતી બંને વચ્ચે જાણે એક વિશાલ ખાઈ હતી સુનીલ મારા તરફ અને હું એના તરફ દોડી રહી હતી બંનેના મનમાં ભારોભાર તડપ હતી, પ્રેમ હતો, લાગણીઓ હતી, ભાવનાઓ, પ્રીત પણ તેમ છતાય મિલન આડે હજુ જાણે મિલોનું અંતર હતું. વિચાર એક્ષપ્રેસ મનની અકથ્ય ગતિએ દોડી રહી હતી દિલમાં એક વિચિત્ર અને અસહ્ય દુઃખ હતું. અચાનક મારી આંખો ફાટીજ રહી ગઈ સામે છેડે એક વિશાલ અગન ગોળો સુનીલ તરફ વધી રહ્યો હતો એની ગતી આ વિચાર એક્સપ્રેસ કરતા વધુ હતી કદાચ જે પુલ પર એ દોડતી હતી એ વિખેરાઈ જવા ઉતાવળો બની રહ્યો હતો. આખી ટ્રેન સળગી રહી હતી ભભૂકતી આગ એને નીગળી જવાની હતી જોત જોતામાં આખી ટ્રેન એમાં સમાઈ ગઈ સુનીલ પણ એમાંજ હોમાઈ ગયો હું ત્યાજ ફસડાઈ પડી એક વિશાલ અને અનંત લાંબી ચીખ નીકળી મારી આંખો ઉઘડી ગઈ. એ મારું સપનું હતું મને ખુશી હતી આ વસ્તુ બસ સપનામાં વીતી હતી એક વિચિત્ર ભય પણ હવે અનુભવાઈ રહ્યો હતો. મેં મારી ડાયરી ટેબલ માં મૂકી દીધી......
----
અચાનક સુનીલની આંખો વરસવા લાગી હતી એને કઈજ સમજાઈ રહ્યું ના હતું જે સોનલ અમેરિકામાં એની સાથે રહી હતી એની સાથે આવી હતી એજ દિવસોમાં એને ડાયરી અને એ ક્યાં ગઈ હશે ? સુનીલ માટે કઈ પણ સમજી શકવું હવે ખુબજ મુશ્કેલ હતું અને એમાય એની આ ડાયરી વાંચ્યા બાદ તો એનો પ્રેમ ત્રણ ગણો વધી ગયો હતો. એનું મન તૂટી ગયું હતું એની આંખોમાં એક અદભુત ભીનાશ હતી દુઃખ હતું, વેદના ઉભરતી હતી, દિલ ચીરાઈ જતું હતું. ફટાફટ બધાજ પત્તા એને ઝડપભેર ફેરવી નાખ્યા પણ પાછળથી ડાયરી કોરી કટ હતી. પણ જ્યાં પાનાનું છેલું લખાણ હતું ત્યાના છ એક પત્તા ફાડેલા હતા કદાચ આખુય રહસ્ય એ ફાડી નંખાયેલા પાનામાં હતું એમાં શું હશે એ જાણવું જાણે હવે જરૂરી થઇ પડ્યું હતું. ડાયરી હાથમાં પકડી સુનીલ તરત ઉભો થયો એની આંખમાં એક ઊંડી ચિંતા હતી એક પ્રશ્નોની આછી વર્ષા વરસતી હતી જેનો કોઈ અણસાર શોધવો મુશ્કેલ હતો. એણે એ ડાયરીને હાથમાં પકડી તરતજ નીચેની તરફ દોટ મૂકી મનમાં અગાધ અણધર્યો અંધકાર હતો, એક પણ વિચાર તટસ્થ ના હતો, બધું ઠપ હતું, કદાચ દુનિયા સ્થગિત થઈને ખોવાઈ ચુકી હતી. સુનીલના પગ સતત ગતિ કરતા હતા રૂમ છોડી એ નીચે તરફ જતો હતો એના પગ સીડીઓ પર જતાજ અચાનક અટક્યા એ સીડીઓ પરથી ગબડી પડ્યો.
ધડા ધડ એ ગબડતો ઢસડાતો નીચે સુધી ગબડી પડ્યો એના માથા અને નાક માંથી લોઈ નીકળતું હતું અને આટલું ઢસડવાથી એની બંને કોણી અને ગોટણ પણ છોલાઈ ગયા હતા. ઘણી જગ્યાએ ઝખ્મો થઇ ગયા હતા અચાનક પડવાના કારણે એ વધુ કઈ બચવાની કોશિશ પણ કરીજ ના શક્યો હતો. દાંત અને ધસડાવાના કારણે એના હોઠો પર લોહી વહેવા લાગ્યું હતું. એની આંખોમાં એક ગજબની આગ ભભૂકતી હતી આજે પણ એટલીજ ત્રીવ પાને એની સોનલ એને યાદ આવતી હતી. કદાચ એ પાગલ બની ગયો હતો એને તરતજ કિશનભાઈના રૂમ તરફ દોટ મૂકી અને સામે મોટો આવાઝ સાંભળીને બહાર દોડી આવેલા કિશનભાઈ સુનીલનું આવું રૂપ જોઈ તરતજ દોડી આવ્યા. સુનીલના આખાય શરીર પર જગ્યા જગ્યાએ લોઈ વહેતું હતું કપડા થોડાક પડવાથી ફાટ્યા હતા છોલાયેલા શરીર ના ચકામાં તાઝા દેખાતા હતા. લથડતા પગ અને પોતાની એ મંદ મંદ ચાલે કિશનભાઈના રૂમ સુધી જાણે ખેચાઈ રહ્યો હતો ચાલવાની તાકાત એનામાં હવે રહી ના હતી. સુનીલે ડાયરીને થોડીક આગળ તરફ ધરીને કિશનભાઈના હાથમાં આપતા કહ્યું અંકલ પછી શું થયું આતો ૨૦ નવેમ્બર સુધીનુજ છે અને ૨૧ નવેમ્બર રાત્રે તો એ મને મળી હતી અમેરિકામાં મારા ઓફિસે આવી હતી.
કિશનભાઈ પણ કદાચ સુનીલના આ શબ્દો સાંભળ્યા પછી પોતાને ભૂતકાળના કોઈ ખૂણામાં ગબડી જતા ના રોકી શક્યા એમના મગજમાં બધુજ જાણે ગાયબ થઇ ગયું હતું. આખોય ભૂતકાળ હવે એમના મનના ખૂણામાંથી જાણે અચાનકજ ભુસાઈ ગયો હતો વિચિત્ર અને અનેરી લાગણીઓ હતી. જેના કારણે એ પરેશાન થઈને આમ તેમ આંટા મારી રહ્યા હતા એમને શું બોલવું કદાચ એજ સમજમાં આવી રહ્યું ના હતું. કારણ કે શું બોલવું...? શું કહેવું...? શું જવાબ આપવો...? એના વિષે એમની પાસે કોઈજ શબ્દો ના હતા એ બસ પોતાના વિચારોના સાગરમાં ખોવાઇને આમતેમ તરફડી મારતા આંટા મારી રહ્યા હતા અને સ્તબ્ધ બનીને પોતાના સામે ઉભેલા અને લોઈથી ખરડાયેલા સુનીલના ચહેરાને એઓ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. હજુય એમના પગમાં કંપન હતું ભૂતકાળની યાદોના કરને પગ સ્થિર થઇ શકતા જ ના હતા. રૂમના વચ્ચેના ખુલ્લા ભાગમાં હજુય તેઓ આમ તેમ આંટા મારતા હતા એમના ચહેરા પર કેટલાય સવાલો હતા જેના જવાબો કદાચ પોતાની પાસેજ ના હતા.
“ અંકલ શું થયું હતું....” હવે કદાચ સુનીલનો શાંતિનો બંધ તૂટી રહ્યો હતો. એના અવાજમાં વેદના સાથે થોડોક ગુસ્સો પણ ભળી રહ્યો હતો.
“ શું કહું દીકરા તને તુજ કે.... મને તો કઈ જ સમજાતું.... નથી...” કિશનભાઈ સ્થિર થઇ ગયા પાસે પડેલી પોતાની ખુરશી પર ગોઠવાયા કદાચ ફસડાઈ પડ્યા. આંખોમાં આંશુ વહી રહ્યા હતા ગાળામાં ડૂમો ભરાઈ રહી હતી મન તરફડી રહ્યું હતું અને હૈયું રાડો નાખી રહ્યું હતું.
“ રડો છો કેમ.... અંકલ....” સુનીલ જઇને એમની પાસેજ સોફા પર બેસી ગયો એના ચહેરા પર કેટલાય સવાલો ઉભરાઈને ઘટ્ટ થઇ રહ્યા હતા.
“ સોનલ ક્યાં છે...? ” સુનીલે ફરી સવાલ કર્યો.
“ તારી સોનલ આ દુનિયામાં નથી રહી દીકરા...” ઘણી પળો જવા દઈ જાણે હિમ્મત એકઠી કરતા કિશનભાઈ ફરી બધુજ બોલ્યા.
“ મારી સોનલ... કેવી વાત કરો છો... અંકલ...” સુનીલ અચાનક હસી પડ્યો જાણે કિશનભાઈ એના સામે મશ્કરી કરતા હોય એમ એ ખડખડાટ હસી રહ્યો હતો.
“આજ સત્ય છે...? દીકરા...?” પોતાના ગંભીર અવાજમાં ફરી કિશનભાઈએ સ્પષ્ટતા કરી. અને અચાનક ભૂતકાળને પોતાની દિવ્યદ્રષ્ટિ દ્વારા જોઈ રહ્યા હોય એમ ખોવાઈને જાણે ચુપ થઇ ગયા હતા.
“ ઓકે... માની લીધું... બસ...” સુનીલ ફરી મો દબાવીને હસવા લાગ્યો સુનીલ માટે આ વાત સ્વીકારી શકવી તદ્દન મુશ્કેલ અને અશક્ય હતી.
“ બેટા સંભાળ તારી જાતને... સોનલ ખુબજ સારી હતી મારી દીકરી કરતા પણ વધુ એને માનતો હતો... પણ...” કિશનભાઈ વધુના બોલી શક્યા.
“ I want to marry her… If you agree…” સુનીલે અમેરિકન અંદાઝમાંજ પોતાનો રાગ ફરી રેલાવ્યો.
“ પણ કઈ રીતે...” સુનીલના આવા વિચિત્ર શબ્દો સંભાળીને કિશનભાઈ ગભરાઈ ગયા.
“ મને કઈદો કે સોનલ ક્યાં છે...? બસ હું સંભાળી લઈશ...” સુનીલ હજુય પોતાની સાથે આવેલી સોનલનેજ આમતેમ શોધતો હતો. કદાચ એની સ્વપ્નસૃષ્ટિનેજ એ પોતાની દુનિયા સમજી બેઠો હતો.
“ એતો નથી રહી.....” કીશનભાઈએ ફરી તુટક અવાજે વાતની સ્પષ્ટતા કરી.
“ પણ એવું કેમ બની શકે....” સુનીલના અવાઝમાં થોડીક ગંભીરતા છવાઈ રહી હતી. કદાચ હવે એને બધી ઘટના પરના ધ્યાન ખેચવા લાગ્યા હોય એવા હાવભાવ બદલાયા અને એ વિચારોમાં ખોવાયો.
“ કેમ શું થયું... સુનીલ દીકરા...?” કિશનભાઈએ હળવા હાવભાવ સાથે પૂછ્યું..
“ મારી સાથે કાલે તો આવી છે... અમેરિકાથી એ મારી સાથેજ હતી...” સુનીલે પોતાની હકીકત કહી અને ફરી એક ઘહન વિચારોમાં ઘર્કાવ થઈને ખોવાઈ ગયો.
“ અશક્ય...” એટલાજ શબ્દો સર્યા... અને કિશનભાઈના મુખ પર ચિંતા અને ઘહન વિચારોના વાદળો ઉપસાઈ રહ્યા હતા તેઓ ખુરશી પર ખાબકી પડ્યા. તેઓ ફરી જાણે કઈક વિચારતા હતા કદાચ એમના વિચારોની ઘહેરાઈ માપવી મુશ્કેલ હતી અને અશક્ય પણ.
“ કેમ પણ...” સુનીલનો ચહેરો હવે જાણે પરિસ્થિતિને પારખતો હોય એમ અચાનકજ બદલાઈ ગયો. ભયની રેખા એના ચહેરા પર ખેચાઇ ગઈ કદાચ પોતાના પ્રેમને ખોઈ દઈને જાણે સોનલથી જુદા પાડવાનો એ દર્દ હતો.
આખાય રૂમમાં શાંતિ છવાઈ રહી હતી સવારના સુરજની ભવ્ય સવારી નીકળવા આડે હજુય કલાક જેટલો સમય બાકી હતો. સમય લાચાર હતો અને આખરી ક્ષણો કાપતો હોય તેમ ઘડિયાળના કાંટાઓ પર હાંફતો હતો સુનીલના ચહેરા પર વ્યાપેલો ભય વિતતા સમય પ્રમાણે વધતો હતો. ચારેકોર એક વિચિત્ર સન્નાટો છવાયેલો હતો તમરોનો અવાજ પણ હવે સ્પષ્ટ સંભાળતો હતો. કિશનભાઈની આંખો વરસતી હતી એમનું માથું હાથમાં પકડેલા સહારા માટેના લાકડાના એ હાથા પર ટેકાઈને નીચે તરફ જોઈ રહ્યા હતા. કઈક દિલના ઊંડાણમાં પડેલું કઈક શોધતા હોય તેમ ઘુમસુમ બેઠા હતા સુનીલનો ડર જાણે ઘડિયાળના વહેતા સમયની ઝડપ સાથે સદંતર વધી રહ્યો હતો આંખો હજુય ભીનીજ હતી. રાત્રીથી માંડીને અત્યાર સુધી વહેલા આંશુઓ છેક ગાલના છેડા સુધી સુકાયેલા હતા અને લોઈના રેલાની પણ નિશાનીઓ ઉપસીને ગટ્ટ પડેલી હતી.
“ અંકલ એ રાત્રે કઈ થયું હતું...?” એક ખાસ્સી સુન્ન લાંબી ચુપી બાદ અચાનક કઈક યાદ આવ્યું હોય તેમ સવાલ કરતા સુનીલ જઈને કિશનભાઈની સામે ઉભો થઇ ગયો.
“ હા... દીકરા... બધુજ લુંટાઈ ગયું હતું...” કિશનભાઈએ એક હાથ વડે સહારો લઈને ઉભા થઇ પોતાનાં એ આંસુઓને વહેતાજ લુછી દીધા. એમના ચહેરા પર ડર હતો અને એ એમની આંખોમાં સળગતી અને વરસતી વેદના સ્પષ્ટ દર્શાવી રહી હતી.
“ તને ખબર છે એજ રાત્રે મેં મારો સંસાર ખોઈ નાખ્યો હતો...” કિશનભાઈ સોનલની તસવીર પર ચઢાવેલા હાર તરફ ચાલતા ચાલતા બોલ્યા મેં મારી દીકરી ખોઈ છે... પણ...
“ પણ... શું... અંકલ...” સુનીલે તરતજ ઉતાવળથી સવાલ કર્યો અને અચાનક એની નઝર સામેના દિવાલના છેડે લટકતી સોનલની તસ્વીર જોઈ એના ચહેરા પર પોતાનો ચહેરો પડઘાતો જોયો અને એની આંખોની માંસુમીયતમાં ડૂબીને ક્યાંક ખોવાઈ ગયો. આ તસ્વીર ડાયરીના પ્રથમ પાને લગાવેલી એજ તસ્વીર હતી જે દિવસ એને આજે પણ યાદ હતો. અચાનક ભૂતકાળમાં બધું દેખાયું આવા સમયે પણ આવા વિચારો કદાચજ કોઈકના મનમાં આવતા હશે. પણ શું હોય...? સુનીલને બધું એની આંખો સામે ટળવળતું દેખાયું એ આંખીની ગહેરાઈઓ... ગળે લટકાવેલ લોકેટ... એ હોઠો પાસેનો એક આછો તલ... સ્મિત... એ બુંદો... ખંજન... લાલીમાં... પ્રેમ... બધુજ, અચાનક કઈક યાદ આવ્યું એ થોડોક વાસ્તવિકતામાં આવ્યો આંખો ખુલી અને ફરી ડઘાઈને ત્યાજ પટકાઈ પડ્યો. સોનલના ફોટા પર લટકાવેલો ચંદનનો હાર કદાચ એની સ્થિતિનું કારણ હતું. એની આંખો મીંચાઈ ગઈ. એની ધડકનો એકા એક જાણે ધીમી પડી ગઈ બધુજ અંધારામાં લપેટાઈને ત્યાજ ઢળી પડી. એ જમીન સરસો પટકાઈ પડ્યો અને કઈજ કરવા અસમર્થ બની ગયો કદાચ બેભાન થઇ ચુક્યો હતો. થોડીક વાર એમજ પડ્યો રહ્યો અચાનક કોઈક ચહેરો એની આંખો સામે જાળ્ક્યો કદાચ સુનીલને એ જગાડી રહ્યો હતો એ સોનલ હશે... પણ... ક્યાં... જાય છે... બેસને સોનલ... વાત તો કર... આમ અચાનક ક્યાં જાય છે... એક વાત કઉ પણ તું સંભાળીશ ને... એકાએક બધું ઓગળ્યું અને સુનીલ ઝબકીને ઉભો થઇ ગયો. “ સોનલ....” લાંબી ચીખ સાથે એ ત્યાજ જમીન પર ઉભો થઇ ગયો.
“ બઊજ મોડો પડી ગયો કદાચ હું એને સમજવામાં... એનો પ્રેમ સમજવામાં...” કિશનભાઈ જાણે ભાન ભુલાવી ચુક્યા હોય તેમ વીચિત્ર શબ્દો ઉચ્ચારી રહ્યા હતા.
“ શું થયું હતું... એ... દી...” સુનીલે ફરી પોતાનો સવાલ પૂછવાની કોશિશ કરી. એના મનમાં કેટલાય સવાલો હતા પણ બધા જવાબો કદાચ પેલા છ પત્તામાં હોય અથવા કિશનભાઈ પાસે ?
“ મારાથી કહેવાય એવું કઈજ નથી... દીકરા... શું કહું ? કોને દોષ દઉં ? કેમ કરીને કહું ? ક્યાં મોઢે કહું ? મનેજ નથી સમજાતું...?” આંખોમાં ઉભરતા આંશુ હતા, દિલમાં અંધકાર, સામે લટકતો દીવાલ પર પોતાની આંખોના ચશ્મામાં પડઘાતો સોનલનો નિર્દોષ ચહેરો અને બધુજ સમજ બહાર હતું. તે ત્યાજ જમીન પર બેસી ગયા હાથ કપાળે દઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યા હતા એમના અવાજમાં ભળેલી વેદના વાતાવરણને ધ્રૂજવી રહી હતી કદાચ એજ વેદના સુનીલને પણ તડપાવતી હતી. ગાળામાં બાજેલી ડૂમો જાણે એમના શબ્દો રોકીને એમને શ્વાસ પણ લેવાથી રોકતી હતી. એ ઘરડો ચહેરો કેટલીયે વેદનાને આંશુઓના નીરમાં વહાવીને જાણે મુક્ત થઇ રહ્યો હતો અથવા કદાચ વધુ ઘમઘીની છવાતી હતી.
“ કઈક તો કહો અંકલ....” સુનીલ તરતજ હાથના ટેકા વડે સરકીને તેમની પાસે બેસી ગયો અને આજીજી કરવા લાગ્યો.
“ મારાથી નઈ કેવાય પણ હા તારી આ બેચેની જોયા બાદ હું છુપાવી પણ નઈ શકું...” કિશનભાઈના આંસુ સતત વહેતા હોવા છતાં એમને સુનીલના ખભે હાથ મુક્યો અને પોતાનો પક્ષ એને જણાવી દીધો.
“ તો પછી કહોને અંકલ...” સુનીલે તરતજ ફરી પોતાની વ્યાકુળતા સ્પષ્ટ કરતા પૂછ્યું એની આંખમાં જાણવાની જીજ્ઞાશા હજુય બાકી હતી.
“ જો દીકરા... મારા કબાટમાં સોનલે લખેલી એક ચિઠ્ઠી છે... તારા, મારા, વિજયના અથવા આ પાપી દુનિયાના બધા ભૂતકાળના ગુનાહોની દુનિયામાં સવાલોના જવાબો તને મળી જશે...” કિશનભાઈએ સામેના છેડે રહેલા બારી પાસેના કબાટ તરફ આંગળી કરી.
કિશનભાઈ આંગળી કરીને ફરી પોતાના ભૂતકાળમાં અજાણતા કરાયેલા ગુનાહોની દુનિયામાં ખોવાઈ ગયા. એમની આંખોમાં એક વેદનાનો સાગર હતો દીકરીને પોતાની આંખો સમક્ષ તડપતી જોવાની લાચારી, વિજયને રોકીના શકવાની મઝબુરી અને સોનલના પિતાને આપેલ વચન ના નિભાવી શકવાની વેદના સંપૂર્ણ રીતે વર્તાઈ રહી હતી. દિલમાં અંધકાર હતો કોઈજ વાતનો જવાબ પણ તેમની પાસે ના હતો લાખો સવાલો હતા... વિજય... સોનલ... દુનિયા... સમધી... વાલજીભાઈ... મિત્રતા... દીકરી... સુનીલ... સમાજ... દુનિયા... સોસાયટી... રીત... રીવાજો... વિજય... હકીકત... પછતાવો... લોઈ... હત્યા... હેવાનિયત... લુંટાતી લાજ... રૌદ્ર સ્વરૂપ... ખૂની ખેલ... બધુજ આંશુઓમાં ઉભરાઈને વહી રહ્યું હતું.
કબાટ અને ટેબલથી લઇ સુનીલ સુધીનું અંતર લગભગ સાતેક પગલા નું પણ ના હોવા છતાં આજે એજ અંતર જાણે લાખો કિમી કે માઈલ જેવું લાગતું હતું. સુનીલની ધડકનો એને સ્પસ્ટ સંભાળતી હતી એનો અવાજ સ્થિર થઇ ગયો હતો. નઝરો હજુય પેલા ટેબલ પર ચોટીને સ્થિર થઇ ચુકી હતી આંખોમાં એક વિચિત્ર પ્રકારે પ્રેમ, વેદના અને લાગણીનો સંગમ કરીને વહેતી લહેરો ઉછળતી કુદતી વહી રહી હતી. કપાળમાં લોઈના રેલા વહીને સુકાઈ ગયા હતા એક રેલો છેક કપાળના બાજુથી સરકીને ગાલની કિનારી સુધી ખેચાઇ રહ્યો હતો. હોઠોની એ સાંકડી કિનારી પર લોઈ જામીને એક લાલ ભાગ ઉપસી આવ્યો હતો અને નીચે તરફ સરકેલા રેલા પણ જામી ચુક્યા હતા. એની શ્વાસ ધીમી વધુ થઇ રહી હતી મનમાં ખળભળાટ હતો. સોનલ સામે હતી કદાચ રોકી લેવા માંગતી હતી પણ જેવો એની તરફ નઝર કરતો એ વાતાવરણના શૂન્ય અવકાશમાં ઓગળી જતી હતી. કબાટ નજીક હતું પણ ડગલા જાણે ધીમા હતા. શું હશે ? શું ની ? એવી કઈ વસ્તુ હોઈ શકે ? ડાયરીના પત્તા ? કોઈ ચિઠ્ઠી કે કોઈ અન્ય ? કેટલાય સવાલો હતા મન કપાતું હતું દિલમાં એક દુઃખાવો અનુભવાઈ રહ્યો હતો પગ અકળાઈને સ્થિર થઇ ચુક્યા હતા કબાટ પર પહોચેલો હાથ હવે થર થર ધ્રુજતો હતો. છેવટે હિમ્મત એકઠી કરી હતી કાગળો હાથમાં પકડ્યા ચારેક પડમાં વળેલા કાગળો ખોલ્યા કઈ વાંચી શકે એ પહેલાજ... વેદના આંખોમાં ઉભરાઈ આવી... સોનલ દેખાઈ પ્રેમ વરસ્યો... એનો સાદ સંભળાયો... એક હાસ્ય... મલકાત... ચળકાટ... દિલ થંભી ગયું... આંખો સામેનું બધુજ ઝાંખું હતું... અક્ષરો અસ્પષ્ટ હતા એને પોતાના શર્ટની બાયો વડે આંખો લુછી. વાંચવામાં મગ્નતા જાળવવાની કોશિશો કરી અને પોતાની વ્યાકુળતાને સંભાળી.
[ વધુ આવતા અંકે ... ]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]