એન્જોય યોર લાઈફ Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન્જોય યોર લાઈફ

એન્જોય યોર લાઈફ

આપણે આપણા આ દેવો ને પણ દુર્લભ છે એવા માનવીય જીવન ને નિયમિત અને એક બીબા માં એટલે કે, લીમીતો માં બાંધી અને બંધિયાર બનાવી દઈએ છીએ એવું તમને નથી લાગતું?! આવા ઉગતા દરેક દિવસ ને આપણે આપણી ભાષા માં જીવન કહેવા લાગ્યા છીએ જ્યાં જ્યાં લોકો આમ બંધાઈ ગયા છે તે બધા ત્યાંથી છૂટવા માંગે છે તેઓ ને પણ ખબર જ છ કે ત્યાં થી તેઓ શા માટે છૂટવા માંગે છે ?

પરંતુ આવા નિયમો જિંદગી જીવવા માટે પાળવા જ ન જોઈએ. ભલે અમુક હદે નિયમો જરૂરી છે પરંતુ પૂરે પૂરું શેડ્યુલ માં બંધાઈને રહીશું તો ઘડીયાળ ઉભી રહેતી નથી સમય જાય છે, તેમ જિંદગી પણ જાય છે અને આપણા મોજ કરવાના દિવસો પણ જાય છે અને જિંદગી આમ ઘડીયાળ ના ચક્કર માં જ સમાપ્તિ સુધી પહોચી જાય છે પછી શું કરશો ? એટલે, આ નિયમો જ આપણ ને પેલી એડવેન્ચર વાળી અને સ્વયંભુ મજેદાર જીવાતી જિંદગી થી રોકી રહ્યા છે. જો આ જિંદગી ની સાચી બ્યુટી જોવી હોય તો પેલા રૂઢી વાદ ને મુકી આવવો પડે. તો જ તમે તમારી જિંદગી નો આનંદ માણી શકો. બધું છે તેમ જ રહેવાનું છે પણ તમારે આની બ્યુટી ને જોવા માટે નઝરીયો બદલવો પડે. કોને ખબર ? કઈક નવું પણ જણાઈ જાય. આપણ ને જિંદગી આનંદ માં રહેવાના ઘણા ચાન્સ આપે છે એમ જ સમજી લો ને કે જાણે આપણે તેની વચ્ચે જ ઘેરાયેલા છીએ. પરંતુ આપણે જાણી નથી શકતા કે તે ચાન્સ એ માણી લેવાનો છે અને આપણે જાણવા બેસીએ છીએ. હવે માણી લો આ જિંદગી જેટલી ગઈ તેટલી ભલે, પણ હવે દરેક ક્ષણ, દરેક શ્વાસ, દરેક પગલે અને દરેક સ્થિતિ માં શક્ય હોય ત્યાં સુધી માણી લો કારણ કે આ જિંદગી એ એક જ વાર ની ઓફર છે જે કુદરતે આ અનોખી જગ્યા પર આપણને જીવવા માટે આપી છે. ચાલુ કરી દો, માણવાનું પછી જુઓ ચમત્કાર પણ દેખાવાના ચાલુ થશે.

આપણે વારંવાર આપણા નિયમો અને ટુ-ડુ લીસ્ટ ના ચક્કર માં રહીએ છીએ. હાં તે પણ જરૂરી તો છે જ કે પોતાના કામ પ્રત્યે પણ અનિયમિત ન થવાય. પણ, એટલે એમ કે કામ કરવાનો પણ આનંદ લેવાનો હોય. આવનારી દરેક ક્ષણ સાથે બ્યુટી હોય જ છે બસ તેને જાણવા માટે જોવાની દિશા બદલવી પડે. હમેશ ની નિયમિતતા ને લીધે મગજ ને પણ કંટાળો આવે છે. ખરેખર તો તે કોઈ અદભુત ક્ષણ હોતી જ નથી જ્યારે આપણે કોઈ બંધારણ માં બંધાયેલા હોઈએ છીએ. બધા કામ કરી લેવામાં મોજ શોધી લેનારા માણસ ને હંમેશા મજા જ આવે છે.

દિલ ખોલીને જીવીલો. જો જીવતા હો તો ! દિલ ખોલીને જીવીલો મતલબ કે સ્વીકારવાની રીત. તમારી જાત ને અને તમારી જિંદગી ને જેવી છે તેમ. આ દિલ ખોલીને મતલબ, ખોટી માથાકુટો ને ભૂલી જઈ પેલું ગીત યાદ કરીને નાચતા રહેવાની અને કામ કરતાં રહેવાની મેથડ.

સુનો તો ઝરા, હમકો હૈ યે કહેના,

વક્ત હૈ ક્યાં, તુમકો પતા હૈ ના..

વેક અપ સીડ !

હંમેશા જાગતા રહેવાની કળા. જે તમારી જિંદગી ને આડે આવે છે અને જે આનંદ માણવા નથી દેતી તેવી વાતો ને ના કહેવાની કળા ! આ ક્ષણ ને માણવા લાગો, વસ્તુઓ જેવી છે તેવી સ્વીકાર કરો. અને માણસો જેવા છે તેવા જ રહેશે તે વાત નો સ્વીકાર કરો પછી જુઓ તમે દિલ ખોલીને જીવવાનું શરૂ કરી દેશો.

છોટી છોટી બાતોં મેં ખુશીયા બડી, એવી રીતે ક્યારેક ક્યારેક નાની વાતો માં પણ આનંદ મેળવી શકાય છે. જેમ કે ક્યારેક ચેનલ ફેરવતા ફેરવતા ટોમ એન્ડ જેરી નો શો આવી જાય તો બાળપણ યાદ આવી જતું હોય, તો એકાદ એપિસોડ જોઈ લેવો. તેમાં કોઈ નુકશાન ન થઇ જાય. એવું જ નથી કે ૫ સ્ટાર હોટલ માં જ જમવાથી હર વખતે આનંદ આવે. પરંતુ ક્યારેક વનભોજન કરીએ તો વધારે આનંદ પણ મળી શકે. બાળક ને બધી જ જગ્યાએ મજા કરી લેવી હોય છે તો આપણે પણ ક્યારેક દિલ તો બચ્ચા હૈ જી ! કહીને દિલ ખોલીને જીવી લેવું જોઈએ.

છોટે છોટે ખેલો મેં હે, ખુશીયા બડી સમાઈ.

મોજ મસ્તી ઔર હસી ઠહાકે, યેહી તો હૈ ખરી કમાઈ.

બીજા માણસો સામે અક્કડ બતાવી ને તેનાથી મહાન ને આગળ દેખાવ કરવાને બદલે તેની સાથે સારી રીતે વાત કરવામાં વધારે મજા આવશે. બાકી એવા પણ જોયા છે કે, વાતો કરવા ક્યાંક ઉભા રહે કે પછી ઘરે બેસવા આવે પણ તેઓ હંમેશા પોતે જ બોલ્યાં કરે પોતાને આગળ દેખાડવા માટે, તો આ ક્યાં પ્રકાર નું કમ્યુનિકેશન કહેવાય ? ! એટલે બીજાને પણ સ્મિત આપી સાંભળવા જોઈએ.

ક્યારેક વૃક્ષ વાવીએ,મેદાન માં પડેલા સુકા પાંદડા ઓ સ્વચ્છ કરવા, વહેતી નદી માં પગ બોળીને ઉભા રહેવું, પૂનમ ની રાત્રે શહેર થી દુર જઈને તારાઓ થી ઝળહળતા આકાશ ને એકીટશે જોવું, જતા આવતા ક્યાંક રસ્તા માં ઉભા રહી બસ એમ જ શાંતિ નો અહેસાસ કરવાનો આનંદ આ બધી નાની નાની વાતો છે આમાં કોઈ ખર્ચ પણ કરવાનો નથી. પણ મોટી બ્યુટી પણ આમાં જ છુપાયેલી છે. પરંતુ, આ બધું માણવા માટે આપણે સમજવાં ની જરૂર છે. જો તમે કદાચ આનંદ ની વચ્ચે જ હશો અને મગજ ભારે હશે તો તમે આ ને મિસ કરી જ દેશો.

ડિસ્કવરી ચેનલ નો મોટ્ટો છે કે Expand your horizon આપણે અહી એવું કહીએ કે Expand your creativity જો તમે વિચારતા હો કે તમે ક્રિએટીવ વ્યક્તિ નથી તો તમે ભૂલ કરો છો. આવું મગજ માં રાખશો તો તમે કાઈ રચના કરવા ઈચ્છશો તો પણ નહી કરી થઈ શકે કારણ કે ચાહ જોઈએ. તો ચાહ રાહ બના દેતી હૈ. ક્યારેક વાર્તાઓ લખવા બેશો ! ‘વાર્તા ના મુદ્દા નથી’ તો તમે તમારી જ જિંદગી નો મજેદાર કિસ્સો લઇ ને પાત્ર નું નામ રાખીને વાર્તા લખવાનું શરૂ તો કરો મોજ પડશે. તો આજે કઈ વાર્તા લખશો તમે ? કે ચિત્ર દોરવાના છો ?

કોઈ પણ પ્રકારની હદ(લીમીટ) રાખીને ન જીવો. ભલે ઘણી લીમીટ સારી અને જરૂરી છે જેમ કે વાહન હલાવવા માં રાખતી સ્પીડ લીમીટ. પરંતુ, વધારે પડતી સેટ કરેલી લીમીટ આપણી જિંદગી નો આનંદ માણવામાં આડે આવે તેવી છે જેમ કે વિચિત્ર માણસો સાથે વાત કરવી, પછી અમુક આપણે પોતે લીમીટ બાંધી ને બેઠા હોઈએ કે આ તો મારાથી ન થાય. પણ તેવું ન હોય. હદ વટાવી ને આનંદ માણી લો જિંદગી નો.

કઈક આપીને આનંદ મેળવો, આપણે હંમેશા સંભાળતા હોઈએ છીએ કે ગ્રેટ માણસો ત્યાગ કરીને મહાન બન્યા. પણ આપણે અહી કોઈ વસ્તુ નો ત્યાગ નથી કરવાનો. પણ એક સ્મિત રાખો મો પર જે પોઝીટીવીટી ની નિશાની છે. જે એનર્જેટીક સાબિત થાય છે. એક સ્મિત જ ઉદાસી ને તોડનારો કોયડો છે. તો હંમેશા હળવું સ્મિત રાખો મો પર બને તેટલા પ્રેમ થી બીજા સાથે વર્તો.

સ્પાર્ક – Life is short, time is fast, no reply, no rewind. So enjoy every moment as it comes…

  • હાર્દિક રાજા
  • Email –

    Mo – 95861 51261