યુવાની એટલે Hardik Raja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

યુવાની એટલે

યુવાની એટલે ?

ઉમંગો છે સાથી, સપના છે મિત્રો

આંખોમાં રંગીન મોસમના ચિત્રો

સરળતાથી ચાલીએ મુશ્કેલ પંથે

અમને અમારી યુવાની ગમે છે.

શેખાદમ આબુવાલા એ ઉપર ની પંક્તિ માં કહ્યું તેમ કે ઉનાળા ના સુર્ય ના તાપ જેવી યુવાની માં ઉમંગો હોય છે સાથી, દરેક નવા દિવસે યુવાન ને તો ઉત્સાહ હોવો જ જોઈએ, તે સપના પણ ઉચા જોતો હોય અને એ સપના ને વિચાર માં રૂપાંતરિત કરી ને કાર્ય માં રૂપાંતર પણ કરતો હોય તેને યુવાન કહે છે બાકી સપના તો હરકોઈ જુએ છે ! અને પછી જે મુશ્કેલ પંથે પણ સરળતાથી ચાલે ( આ ન સમજાયું ને ! કે મુશ્કેલ પંથે કઈ રીતે સરળતાથી ચાલે ? તે આગળ ના શબ્દો કહેશે..) એ યુવાન ને પોતાની યુવાની પર નાઝ હોય છે.

મોટા ભાગ ના લોકો કહેતા હોય છે કે યુવાની એટલે પડકાર ! યુવાની એટલે આમ –તેમ ! તે બધું સાચું પણ યુવાન પડકાર પણ પોતાના કાર્ય પ્રત્યે કરતો હોય તે સાચો યુવાન છે જેનામાં નોલેજ નામ નું કઈક છે જે સ્માર્ટ છે જેનામાં વિવેક છે વિવેક હોય એટલે સહનશીલતા પણ આવી ગઈ તેમાં. તમે પણ પેપર માં જોતા જ હશો કે ફાંકડું અંગ્રેજી બોલતો યુવાન પોતાના માં-બાપ ને મારે કે સામું બોલે કે પછી માં-બાપ તેવું લખાવે કે તે અમારા કહ્યા માં નથી. આ બધા લક્ષણો યુવાની નો બળાપો દેખાડવાનો છે વિદ્યા વિનય વડે જ શોભે છે આ કહેવત આ જ અર્થ માં હશે. બાકી પડકાર ફેકે તેને યુવાન કહેવાય તેવું કોઈ યુવાન કુમાર ને કહીએ તો તે છાતી કાઢી ને ચાલતો થઇ જાય અને ચોથો ચોક આવે ત્યાં જ કોઈની જોડે બાધવા માંડતો હોય છે..

આવા બળાપા દેખાડતા યુવાનો ને આ ચાર લાઈન કહી દેવા જેવી છે કે ,

when you run so fast to get somewhere

you miss half the fun of getting there.

life is not a race, do take it slower,

hear the music, before the song is over.

આમ તો એવા બધા લોકો ને આ કામ આવે જે જિંદગી માં ક્યારેય શાંતિ થી બેસી ને આનંદ ની પળ ન વિતાવી શકે. યુવાન એવો હોય કે પોતાની ભૂલ હોય ત્યાં સ્વીકારી લે, ક્યાંકથી કોઈ તેનાથી આગળ વધી ગયું હોય તો ત્યાં જઈને તેની ઈર્ષા માં બળે નહિ પણ કઈક તેની પાસેથી પણ નમ્રતા થી દોસ્તી કરી અને શીખે. યુવાની એટલે વિકાસ નો સમય ગાળો કઈક નવું શીખવા નો કઈક જાણવા નો ગાળો. પુસ્તકો વાંચવાનો ગાળો. તેમાં પણ પોતાના પરિવાર માટે સમય તો કાઢવાનો જ હોય. પણ ખરું છે વિકાસ નો ગાળો છે તેમાં બીજી કોઈ આડી અવળી વાતો ન કરવાની હોય, ભલે જમાનો આજે મસ્ત છે જીવી લેવાનો જ હોય પરંતુ પેલા Expand your horizon. બાકી જ્યારે વૃક્ષ પરનું પાંદડું હોય તેનો પણ વિકાસ અટકી જાય એટલે જે ડાળ પરથી ખરી પડે છે. એમ વિકાસ અને પરિવર્તન વિનાનો યુવાન તો શું માણસ જ જડ છે.

બાકી, ઘણી જગ્યાએ એવું વાચ્યું છે કે યુવાન ચાલે તો પણ ધરા ધ્રુજવી જોઈએ. યુવાન ને થોડો કદી થાક લાગે . તો આ બધી તો બળાપા ની જ વાતો છે

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડનગર રહેતા હતા ત્યારે તેઓ એ વડનગર ની આખી લાઈબ્રેરી વાંચી નાખી હતી. સ્ટીવ જોબ્સ એ જ્યારે યુવાની માં એપલ ની સ્થાપના કરી ત્યારે તે સ્થાપના તેમના નકામાં પડેલા ગેરેજ માં કરેલી. અને એ થી એ મહત્વ નું ઉદાહરણ ધીરુભાઈ અંબાણી નું છે કે પેટ્રોલ પંપ માં નોકરી કરતાં, બાકી બડાઈ મારતા યુવાનો ની જેમ કહ્યું હોત કે મારે તો ડાઈરેક્ટ પેટ્રોલ પંપ જ ખોલવો તો તે સંભવ બન્યું ન હોત.

વાંચન એ યુવાની દરમિયાન સૌથી વધુ લાભદાયક નીવડે છે જે સૌથી સારો મિત્ર અને ગાઈડ બની ને ઉભો રહે છે. વિલિયમ ફીધર એ અમેરિકાના બિઝનેસમેન છે તેઓ પોતાની સફળતા નું શ્રેય પુસ્તકો ને આપતા આટલું કહે છે કે જ્યારે સારું પુસ્તક વાંચીને પૂરું કરીએ ત્યારે એક ઉતમ મિત્રથી છુટા પડતા હોઈએ એવી લાગણી થાય છે. સારા ગમતા પુસ્તક ને સમય કાઢીને વાંચવાનું ચાલુ કરો પછી જુઓ તે પુસ્તક તમારી રાહ જોતું હોય તેવી લાગણી તમને થશે.

યુવાની એ જીવન ની વસંત ઋતુ છે. કૃષ્ણ ની યુવાની ની જેમ મગજ એક દમ સક્રિય હોય. ખોટું જેમને પસંદ નથી. નોલેજ મેળવવા માટે રાજગાદી પણ જેમણે છોડી દીધી હતી તેવો હોય યુવાન. કૃષ્ણ ત્યારે પણ જ્ઞાન ને ચલણ જ માનતા. એટલે જ તેઓ ગીતામાં કહી ગયા છે કે, “નહિ જ્ઞાનેન સંદેશ પવિત્રમીહ વિદ્યતે” અર્થન સંસારમાં જ્ઞાનથી વધીને બીજો કોઈ શ્રેષ્ઠ પદાર્થ નથી જો આપણે આ સંસારમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ શોધવા માંગતા હોઈએ તો અંતે ‘જ્ઞાન’ ને જ તે શ્રેષ્ઠતા આપવી પડશે. તેને પ્રાપ્ત કરીને સામાન્ય કક્ષાની યોગ્યતા અને પરિસ્થિતિઓની વ્યક્તિ અત્યંત ઉચ્ચ કક્ષાનું સ્થાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનને જ પારસમણી કહ્યું છે. લોખંડ પારસને સ્પર્શ કરી સોનું બની જાય છે કે નહિ ? પારસ ક્યાય છે કે નહિ ? આ વાતો શંકાસ્પદ છે, પરંતુ જ્ઞાનરૂપી પારસનો સ્પર્શ કરી તુચ્છ કક્ષાની વ્યક્તિ ઉચામાં ઉચું સ્થાન પ્રાપ્ત કરી શકે છે, એ નિર્વિવાદ સત્ય છે.

હાં, એ વાત બિલકુલ સાચી છે કે યુવાન માં સાહસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. “સાહસ અને ખુદ નો આત્મવિશ્વાસ હોવો જોઈએ એ જ સફળતા ની ચાવી છે” આવું સ્વામી વિવેકાનંદ કહી ગયા છે. અને એ જ યુવાની નું લક્ષણ છે. યુવાન કર્ણ જેવો હોવો જોઈએ. પરાક્રમ દેખાડવાનું સાહસ અને પુરતો આત્મવિશ્વાસ. સંસારના તમામ અગ્રગણ્ય લોકો આત્મવિશ્વાસ વાળા હોય છે પોતાના આત્મામાં, પોતાની શક્તિઓમાં વિશ્વાસ રાખનારા વ્યક્તિ ગમે તે કાર્ય કરી શકવાની હિંમત રાખે છે, તે પુરા સંકલ્પ અને પૂરી લગનથી સમાપ્ત કરીને જ રહે છે. તેઓ માર્ગમાં આવનારા કોઈ પણ વિઘ્ન અથવા અડચણથી વિચલિત થતા નથી. આશા, સાહસ,ખંત તેમના સ્થાયી મિત્રો હોય છે. કોઈ પણ સંજોગોમાં તે તેમણે પોતાની પાસેથી જવા નથી દેતા. આત્મવિશ્વાસ વાળો પ્રશંસનીય કર્મવીર હોય છે. તે પોતાના માટે ઉદ્દેશ પસંદ કરે છે. હંમેશા નવા ઉત્સાહ સાથે પોતાના કર્તવ્ય પથ પર આગળ ધપે છે, નવાનવા પ્રયત્ન અને પ્રયોગ કરે છે, પ્રતિકુળતાઓ અને અવરોધ બહાદુરીપૂર્વક સામનો કરી અંતે વિજયી બની શ્રેય પ્રાપ્ત કરી જ લે છે. આત્મવિશ્વાસ એ શક્તિ છે, જે હજારો મુશ્કેલીઓનો સામનો કરીને વિજય મેળવી શકે છે. આ જ યુવાન નો સાચો મિત્ર અને સૌથી મોટી મૂડી પણ છે. અને સંઘર્ષ તો કરવો રહ્યો જ કારણ કે સિંહ જંગલ નો રાજા હોવા છતાં પણ તેને શિકાર કરવા માટે તો ઘડીભર હાંફવું જ પડે છે.

અને... યુવાન એટલે શું ? એ માટે ચક્રવર્તી રાજગોપાલા ચારી એ સરસ વાત કહી છે કે “યુવાન કદી કોઈ કાર્ય ચાલુ કરવા માટે ચોક્કસ ક્ષણ ની રાહ જોતો નથી.”

સ્પાર્ક :- Do it now.

  • હાર્દિક રાજા
  • Email –

    Mo - 9586151261