Svapnsrusti Novel ( Chapter - 21 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svapnsrusti Novel ( Chapter - 21 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૨૧ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૨૧

એક વિચિત્ર કરંટ આખાય શરીરમાં વહેવા લાગ્યો હતો લાગણી, ભાવના, વાસના, તડપ, આકર્ષણ કે પછી પ્રેમ કદાચ એમાંથી કોઈ પણ લાગણીને એ સમયે સમજી શકવી અશક્ય હતી. દિલ હવે રોકાઈ જવા માટે તરફડીયા મારતું હતું દિલ લુંટાઈ જવા ઉતાવળું બનતું હતું અને શરીર પ્રેમની વર્ષામાં ભીંજાઈને મસ્ત બની ચુક્યું હતું. બંને હાથ એની મઝબુત પકડમાં હતા કોઈ બંધન, કોઈ વિચાર, કોઈ ભાવના હવે એમને રોકી શકે સશક્ત ના જણાતી હતી. સોનલ માટે હવે પોતાનું બધુજ જાણે સુનીલ સામે ખુલ્લું થઇ ચુક્યું હતું અંગે અંગની તરસ છીપતી હતી, વર્ષા બાદની સુકી પડેલી ધરતી પર આજ ધોધમાર વર્ષા વરસતી હતી. સિસ્કારીઓની ધ્વની આખાય રૂમમાં ગુંજતી હતી અને બધાજ બંધનો તૂટી ચુક્યા હતા બસ પ્રેમ, લાગણી, બંધન બધુજ ભૂલી ચુક્યું હતું એક વાસનાનો ખેલ ખેલાઈ ચુક્યો હતો. મનમાં આનંદ હતો અને શરીરમાં હળવી પીડા અનુભવાતી હતી. રણમાં એકાએક થયેલી વર્ષા બાદ બસ જેમ આખાય વાતાવરણમાં ભીની રેતની મહેક પ્રસરી હોય એમ તાજગી અનુભવાતી હતી. આંખો હવેજ કદાચ ખુલી હતી, હાથ તન પર અને એક માત્ર આછી ચાદર વડે ઢંકાયેલો દેહ જેના પર હવે ચાદર સિવાય કોઈ બંધન હાજર ના રહ્યું હતું. વસનાના ઘાઢ વાદળો જાણે હવે વિખેરાઈ ચુક્યા હતા, બસ એક અંધારપટ છવાયો હતો અને પવનની લહેરકીઓ જાણે દુનિયાદારી અને સમાજના બંધનો ને ખેંચીને લાવી રહી હતી પણ, શરમના કારણે બધું ભૂલાતું જઈ રહ્યું હતું. સર્વસ્વ હણાઈ ગયાની એક અનુભૂતિ જાણે ધીરે ધીરે દુનિયાદારીના વિચાર સાથે ઝોર પકડવા લાગી હતી અને જાણે અચાનકજ મનમાં કેટલાય મંથનો ઘેરાતા જઈ રહ્યા હતા. પોતાનીજ અંતરાત્મા હવે જાણે કે કોષવા લાગી હતી કે આ શું કર્યું તે સોનલ ? હવે તું કયાયની નથી રહી ? તારું સ્ત્રીત્વ પણ આજે લુંટાઈ ગયું ? તારી ઈજ્જત, માન અને સમ્માન બધુજ ? હવે તારી લાજની શું કીમત ? તારીતો જીવનની કમાઈ પણ જાણે વાસનાના અગન જ્વાળમાં બળીને ભસ્મ થઇ ગઈ ? આ શું કર્યું તે સોનલ....? આ શું... થઈ ગયું... આજે...?

મનના અંદર કેટલાય ઘમાસાણ હતા અને ગાળામાં ભરાયેલી ડૂમો હતી એક તરફ આનંદ અને બીજી તરફ વરસતી સાંખો. શરીરમાં એક અકડતા વ્યાપી ગઈ અને ગાળામાં ડૂમો ભરાઈ આવી હતી. એક ચીસ નીકળી ગઈ પણ અવાઝ અંદરથી બહાર સુધી ન નીકળી શકયો. એક તરફ જાણે વિજય એને ધિક્કારતો હતો, સુનીલ દુઃખી પડ્યો હતો, કિશનભાઈ પણ મોં છુપાવતા હતા, માં-બાપા તેમજ સમાજના ટોણા સંભળાતા હોય એવા દ્રશ્યો આંખો સામે ફરવા લાગ્યા અને દિલ અને દિમાગમાં જાણે અંધારપટ છવાઈ ગયો. આંખો અચાનક ઉઘડી ગઈ અને બધુજ એ સામેના શૂન્યાવકાશમાં ઓગળીને અદ્રશ્ય થઇ ગયું જોયું તો કપડા અસ્ત વ્યસ્ત હતા અને આંખોની કિનારીઓ ભીની થઇ ચુકી હતી. એક તરફ આનદના મોઝા ઉછળતા હતા તો બીજી તરફ એક કારમો અંધકાર અને એમાં તરવરતો સુનીલનો ચહેરો જાણે દિલને તડપાવી મુકતો હતો. બાજુમાં વિજય પડ્યો હતો અને રૂમમાં આછો પ્રકાશ હતો જાણે એક અનોખી રચાયેલી આ “સ્વપ્નસૃષ્ટિ” ની દુનિયા એક અદ્ભુત આનંદ અને વેદનાની અસર સાથે વર્તમાનમાં ઓગળીને વિખેરાઈ ગઈ. સુનીલ હવે અહી હાજર ના હતો વિચારો ઘેરાઈ વળ્યા કદાચ મેં જ સ્વપ્ન જોયું મારું સર્વસ્વ પણ બચી ગયું હતું માટે હવે બધું સાંભળવાનું ના હતું. પણ બે પરિવારની અને કેટલીયે જિંદગીની આબરૂ મારા હાથમાં હોવાનું સમજાયું છેવટે ઊંઘના આવવા છતાય આંખો બંધ કરી સુવાનો પ્રયાસ કર્યો છે.

૧૨ નવેમ્બર , ૨૦૦૭

ઘણા સમયથી મારા મનને કાબુ કરવાની નિરર્થક કોશિશો પણ હું કર્યાજ કરું છું પણ તેમ છતાય સમજાતું નથી કેમ દરેક વખતે જાણે હારી જ જાઉં છું. વિજય પણ મારી સાથે હવે તોછડું વર્તન કરે છે ઠીક થી વાત સુધ્ધા નથી કરતો પપ્પા શાંત રહે છે અને ઘર મને કોરી ખાવા દોડે છે. સમજાતું જ નથી કે એના પાછળનું કારણ શું છે. આજેય જયારે મેં એમને મારા વર્તન વિશેની વાત કરી તો મારા પર હાથ ઉપાડ્યો મારું મન હવે સંપૂર્ણ પણે તૂટી ચુક્યું છે. મારે આજે તો હજુય ઘરના કામ પણ કરવાના હતા અને ચા બનાવીને બાપુજીને આપી પણ જાણે મારું મન સતત સુનીલમાં પરોવાતું હતું બાપુજીએ અચાનક ખાંસી જેવા અવાઝ વડે જાણે મને ઝંઝોળી નાખી હું ગભરાઈને વાસ્તવિકતામાં અવતાજ દોડીને રસોડામાં સમાઈ ગઈ પણ કેમ ભૂલું કે પાસેના ટેબલ પરજ એ પણ બેસતો એક કપ વધુ હોતો કદાચ બસ આજે એ ઓછો થઇ ગયો છે આજેજ એ ક્યાંક બહાર ગયેલો હતો. એક કપમાં આવતી અછત પણ કેટલી વેદના અને અજંપો જન્માવે એ કદાચ આજે મને સમજાઈ રહ્યું હતું કોઈકની અસ્તિત્વતા પણ આટલો પ્રભાવ કરી શકે...?

જયારે પણ નવરી થાઉં છું વિચિત્ર વિચારો ઘેરાઈ વળે છે આજે પણ હું જાણે એની તરફ મારા મનને ખેચાઇ જતું અનુભવી રહી છું. એક કરંટ જાણે મને બાળતો હતો અને અંદરથી છેક બહાર સુધી દઝાડતો પણ હતો તડપી ઉઠતી પણ.. પોતું કરવાના બહાને પણ હું એને જોવાની યોજના બનાવતી અને હું જોઈ શક્તિ કે જયારે પપ્પા પેપરમાં ખોવાયેલા હોતા સુનીલ મનેજ જોતો એની નઝરોને મારા પર ફરતી હું અનુભવી શક્તિ હતી જેનો આનંદ મને પણ એના જેવોજ કદાચ મીઠો લાગતો. જાણે કે મનના કોઈક ઊંડાણમાં એવીજ તમન્નાઓ જાગી ઉઠતી કે ક્યારે એ આવીને મારી ઈચ્છાઓને માન આપે પણ એના માટે અને આમ સમાજના બંધનોમાં જકડાયેલી રહીને તો હું કદી પણ એવું કરી ના શકતી બસ તડપીને રહી જતી અને એને આકર્ષવાની કોશિશો પણ પપ્પા સામે બેઠા હોવાથી કામ ના કરતી મારા દરેક ઉપાયો જાણે મને નિરર્થક જણાઈ પડતા હતા. આજે કદાચ કઈક નવીનતા હોય એમ પપ્પા ઉઠીને પોતાના કમરામાં ચાલ્યા ગયા પણ સુનીલ હજુય ત્યાજ બેસીને પેપર વાંચતો હતો મેં જાણી જોઇને કપડા થોડા વિખેરાવા દીધા અને પલ્લું પણ સરકી જતો જોઈ રહી હતી. સુનીલની આંખો મારી તરફ હતી હું જાણતી હતી પણ બસ મેં એ તરફ નઝર પણ ના કરી એ કઈક કહેશે એવી મારા મનમાં એક આશાની કુંપળ જાણે ફૂટી રહી હતી પણ ક્યારે કળમાઈ ગઈ ખબરજ ના પડી. એણે થોડી વાર મને જોઈતો ખરા પણ સમજાયું નઈ કે એના મનમાં એવું શું આવ્યું હશે કે એ ત્યાંથી ઉભો થઈને જતો રહ્યો. મારું યૌવન પણ જાણે એને રીઝવવામાં અસફળ રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી કેવા વિચિત્ર વિચારો કરું છું સમજાતું નથી કેમ આવી બનતી જાઉં છું. ખરેખર સુનીલ ત્યાં હતો પણ ખરો કે એ મારી કલ્પના માત્ર હતી એજ હું સમજી ના શક્તિ હતી. મારા મનની આવી ભાવનાઓથી જાણે પોતાના પરજ હવે તો ધિક્કાર ભાવ થાય છે પણ એવું કેમ થાય એતો સમજવું જોઈએ ને. એક તડપ હતી જે અંદરો અંદર મને સળગાવતી હતી મારું તન હમેશની જેમ માટે એકાંત અનુભવતું મારે સાથીની જરૂર વર્તાતી હતી એજ તડપ કદાચ મને મઝબુર કરી દેતી હતી.

૧૭ નવેમ્બર, ૨૦૦૭

ઘણાય દિવસો વીતી ચુક્યા હતા સુનીલ આવ્યા ને દોઢેક વર્ષ વીતી ચુક્યું હતું. પણ મારા દિલમાં ઉછળતી તડપ હવેના સમયમાં કઈક અલગજ હતી. આ બધું શું થઇ રહ્યું હતું એની મને સમજણ ના પડતી હતી આમ, અચાનક બધું બદલાઈ રહ્યું હતું એક તરફ વિજય હતો જેને દોઢ દોઢ વર્ષ વીત્યા છતાય કદીયે મને પ્રેમની પાંચ મિનીટ પણ નથી આપી શક્યો. સમજાતુજ ના હતું એને મારાથી એવી શું અને કયા જન્મની દુશ્મની હતી એ મારાથી કેમ આમ દુરીઓ બનાવી લેતો હશે.

એક તરફ મારી તડપતી લાગણી, તરસ અને પ્રેમની ઝંખના હતા તો એક તરફ બે પરિવારનું માન સમ્માન અને દુનિયાદારીના રીવાઝોના બંધનો હતા. મારું જીવન આ બધામાં જુલી રહ્યું હતું મેં મન મક્કમ કરી લીધું હતું કે મારે હવે કઈક કરવું હતું પણ ફરી બે પરિવારોની ચિંતા મને રોકી લેતી હતી. સમાજની બેડીઓ મને એક કેડી બનાવીને એક ખુલામાં પૂરી રહેવા મઝબુર કરી રહી હતી. મારું દિલ અને મન તડપી ઉઠતું હતું એક સળગતી આગ હવે મને બાળી દેતી હતી. એક તડપ હવે ઉઠતી હતી જે મને મઝબુર કરતી હતી.

બપોરે જયારે હું જમવાનું આપવા માટે સુનીલના રૂમમાં ગઈ તો એ મોબાઈલમાં કઈક ગડમથલમાં ખોવાયેલો હતો મેં દરવાજો નોક કર્યો એણે તરતજ ઉભા થઈને મને આવવા કહેલું. એનો ચહેરો અને એની આંખો આજ પણ મને પોતાનામાં ખોઈ દેતી હતી મારી બધીજ ભાવનાઓ એના વસમાં થઇ જતી હતી, મેં તરતજ જમવાનું આપવા એના તરફ વધી મારા દિલના ખૂણામાં જાણે વિચિત્ર લાગણીઓ ઉમડતી હતી એક અનોખો ભાવ એના ચહેરા પર મને દેખાતો હતો. મેં જયારે એના ટેબલ પર જમવાનું મુકવા નમાવ્યું એ જાણે ધારી આંખે મને જોતો હતો, પણ કેમ એ મને કહેતો નથી, કેમ એ કઈ પણ બોલતો નાથી ? મારે પણ કદાચ એના મુખેથી કઈક સંભાળવું હતું મારું દિલ પણ તુફાનોમાં હિલોળા લેતું હતું. એની આંખો મારા ઉભારો પર સ્થિર થતી હોય એવું મને અનુભવાતું પણ એ નીચું જોઈ મારી નઝરોથી બચી જતો હતો. કદાચ મારી જેમજ એના મનની લાગણીઓ પણ એને મારી તરફ ખેંચતી હશે, પણ એ કેમ બધું છુપાવતો હશે હું વારંવાર એજ વિચારી રહી હતી. મને અચાનક કઇજ સુજે એ પહેલાજ એને મારી તરફ નઝર કરી હું એની આંખોમાં ના જોઈ શકી મારી નઝરો નીચે ઢળી ગઈ અને થાળી મુકીને ઉપર ઉઠું, એ પહેલાજ મારો પાલવ સરક્યો મેં એને જમવાનુ કહ્યું. જાણે મને કઈજ ખબર ના હોય એવુજ વર્તન મેં કર્યું એની આંખોમાં એક વિશાળ અંધકાર અનુભવાતો હતો હું એની નઝરોને જાણે મહેસુશ કરી રહી હતી એની નઝર મારા પર હતી. પણ હું હજુય જમવાનું પરોશવામાંજ ધ્યાન આપી રહી હતી કદાચ મને એનાથી કોઈ સમસ્યા ના હતી પણ મેં જોયું એમ અચાનકજ એને નઝર ફેરવી લીધી મારે કમરના દુખાવાના બહાને ત્યાજ અકળાઈ જવું પડ્યું.

બાપરે ખરેખર સુનીલની હાલત ત્યારે જોવા જેવી હતી એના હાવભાવ ઉડી ગયા એ આમ તેમ જોઇને તરત ઉભો થયો મને સહારો દઈ પલંગ પર સુવડાવી દિધી અને બેબાકળો બની પુછવા લાગ્યો શું થયું ? કમર દર્દ ? એનેજ જવાબ પણ આપી દીધો કદાચ ચાહતમાં આંખો ગણું કહી જતી હશે એમ એણે મારો જવાબ ભાપી લીધો. પણ બામ... કેમ કરીને લગાવીશ... ઓહ... ચલ હુજ લગાવી આપું... એને બામ શોધ્યો અને સોનલથી વિરુદ્ધ દિશામાં પડેલા મેઝ તરફ વધી ગયો.... પત્તા ઉડવા લાગ્યા.... પવન અચાનક અનુભવાયો..

----

આમતો વાસ્તવિકતા કઈક અલગજ હતી પણ ભૂતકાળ ફરી વર્તમાનમાં ડોકિયા કરતો હતો. સુનીલની આંખો ઝાંખી થઇ રહી હતી ડાયરી હવે સ્થિર થઇ ચુકી હતી અને આંખો મીંચાઈ રહી હતી. આરામ ખુરશીમાંજ એ પોતાની “સ્વપ્નસૃષ્ટિ” માં ખોવાઈ ગયો. એણે એજ દિવસને જીવંત બનીને ઉપસી આવતો જોયો એ ખોવાઈ ગયો સંપૂર્ણપણે સોનલમાં, એની આંખોમાં, એના પ્રેમમાં, એની તડપમાં, એની ચાહતમાં અને એ વખતમાં સ્પર્શની લાગણીઓના સાગરમાં સંપૂર્ણ પણે ખોવાઈ ગયો.

લીલી સાડી હતી અને મારુન બ્લાઉઝ, ખુલ્લા થોડાક વાળ ઉડાઉડ કરતા હતા, કપાળના વચ્ચે ચાંદલો એ પણ ગોળના હોઈ થોડોક લંબાતો હતો, પરસેવાની બુંદો કપાળ પર બાઝેલી હતી, વાળની લટ વિખેરાઈને કપાળમાં ચોટીને સ્થિર હતી, મુખ પર મસ્ત સ્મિત અને હાથમાં થાળી પકડેલી હતી અને એની કમરની કિનારીઓ પર રમતો એનો વાળનો સપર્શ જાણે સર્પની જેમ કમરને ગુદગુદાવી રહ્યો હતો. પરસેવાની બુંદો પણ ત્યાં જાણે વિશ્રામ કરી ને એક પ્રકાશનું પુનરાવર્તન કેન્દ્ર બની રહી હતી. કોઈક કોઈક બુંદ થોડાકજ સમયમાં જાણે નીચે સરકીને ગાયબ થઇ જતી હતી કદાચ રસોડાના કામ માંથી સીધાજ જમવા આપવા આવી હોય એવું લાગી રહ્યું હતું. સાડીનો કિનારો હજુય પણ થોડોક ખોસેલો હતો અને પરસેવાના કારણે આંખોમાંથી નીચે જાણે કાળા કાજળના રેલા નીતરતા હોય એમ લાગતું હતું. એની આંખોમાં એક નશો હતો જે સીધોજ આંખોથી ઉતરીને દિલના ઊંડાણ સુધી સરકી જતો હતો. સોનલ આજે એની સામે હતી ઉભી હતી એના માટે જમવાનું લઈને આવી હતી અને જાણે પોતાની આંખોમાં સમાઈ જવાજ તડપતી હતી.

એનો પાલવ આજે વ્યવસ્થિત હતો એનો ઝુકાવ એના શરીરના આકારો અને વળાંક અદભુત લગતા હતા. એના ઉભાર જાણે તડપતા હતા એ વચ્ચેની ખીણોના ઊંડાણમાં સુનીલ જાણે ખોવાઈ રહ્યો હતો. સોનલ એને આવકારતી હતી એની કમરનો દુખાવો જાણે અસહ્ય હતો એની આંખોમાં દર્દ દેખાતું હતું પણ એ જાણે સુનીલનું ધ્યાન ભંગ કરવાના ઈચ્છતી એમજ એની સામે ઉભી હતી. સુનીલ એની આંખોની ભાષા સમજવો હતો એની પાસેજ આજે બામની શીશી હતી એ પોતાની સોનલની કમરને બામ વડે માલીશ કરતો હતો. એની પાસે સોનલ હતી એની સામે હજુય હસતી હતી એના સ્પર્શથી શરમાઈ જતી હતી એની આંખોમાં આંખ પરોવીને કઈક કહેતી હતી કદાચ પોતાના તરફ ખેચી રહી હતી. પ્રેમની ગભરાહટ અને સુનીલનો હાથ એનો દુખાવાને ગાયબ કરી ચુક્યો હતો સુનીલે પોતાના તરફ ખેંચી લીધી હતી અને સુનીલ એના તરફ ઝુકી રહ્યો હતો. બંનેના શ્વાસ અથડાઈ રહ્યા હતા ગરમાવો અનુભવાયો હતો સોનલ એના હોઠ તરફ વધતી હતી. દરવાઝો ખખડ્યો સુનીલની “સ્વપ્નસૃષ્ટિ” હવામાં ઓગળી ગઈ હાથમાં ડાયરી હતી બાહો સુની હતી અને સોનલ ભૂતકાળ સાથે વર્તમાનમાં ભળી ગઈ હતી. દરવાઝા તરફ નજર પડી ત્યાં કોઈ ના હતું એક બિલાડી અંદર પ્રવેશી હતી પવનના ઝોકાથી બારણું પછડાયું હતું.

સુનીલની આંખો મીંચાઈ ગઈ આંખો વરસી પડી ભાવનાઓનો સાગર ફરી હિલોળે ચડ્યો હતો લાગણીના વહાણો ડૂબી રહ્યા હતા. સોનલના હાથનો સ્પર્શ અનુભવાયો એના ગાળામાં એના હાથ વીંટળાયેલા હતા એના વાળ સુનીલના ચહેરા પર પથરાયા હતા એ કાનમાં કઈક કહેતી હતી “ તને કેટલો પ્રેમ કરું છું સમજાય તો છે ને તને...” અવાઝ ઓગળી રહ્યો હતો. આંખ ખુલી પણ કોઈ ના હતું હાથમાં ડાયરી હતી અને હવાની લહેરો અનુભવતી હતી. ફરી સુનીલે ડાયરી ઉઠાવી અને આગળ જાણવાની ઈચ્છા સાથે ફરી વાંચવાનું શરુ કર્યો

પાના ફરી વખત ફરવા લાગ્યા હતા.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]