Svapnsrusti Novel ( Chapter - 20 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svapnsrusti Novel ( Chapter - 20 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૨૦ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૨૦

૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૭

ગજબનું વ્યક્તિત્વ છે ગમે તેવા પાર્કને પણ પોતાના કરી દેવાની અદ્ભુત શક્તિ છે સુનીલમાં એ ઘરમાં એવો હળીમળી ગયો છે કે ખબરજ નથી પડતી એ પારકો છે. રોજની જેમજ આજે પણ સુનીલ સહસા મારી સામે આવી ગયેલો એની આંખોમાં કઈક હતું જે મને તડપાવી દેતું એની તરફ ખેચાઈ જતી હતી પણ મારે શું લખવું કઈ સમજાતુજ નથી. મારા પપ્પા અને પરિવારની સામાજિકતા અને દુનિયાદારી ના રીત રીવાજોમાં ખરડાયેલું મારુજ વ્યક્તિત્વ મને રોકી લેતું અને હું એને પારકો હોવાથી ભાવ પણના આપતી પણ દિલની ગહેરાઈઓમાં જાણે એક તડપ હતી પણ આતો યોગ્ય ના ગણાય ને ? મારી પાસે જાણે એના સિવાયનો કોઈ મુદ્દો લખવા માટે પણ નથી. અને હું સુનીલ વિષે વધુ લખવા પણ નથી માંગતી.

૩ ઓક્ટોમ્બર, ૨૦૦૭

આજે સવારે વિજય ઓફીસના કામથી બહાર ગયા હતા અને પપ્પા ઘેર ના હતા કદાચ મંદિર ગયા હશે. સુનીલ પણ ત્રણેક વાગ્યે ઘેર આવ્યો હતો મારા મનમાં એક વિચિત્ર લાગણીઓ જન્મી રહી હતી. જયારે હું નીચેના રૂમમાં કામ કરતી એ મને જોતો રહેતો હતો જાણે મારી તડપ એને દેખાઈ રહી હોય હું બધું છુપાવવા એની તરફ જોતી પણ ના હતી તેમ છતાય જાણે મારું ધ્યાન એની તરફ ખેચાતું હતું. એક સ્ત્રીના તનની તડપતી આશાઓ કદાચ એ સમજીન જાય એના માટે મારે ઘણું છુપાવવું પડતું પણ હકીકતના સામનાથી હું ડરતી.

૧૭ ઓક્ટોમ્બર, ૨૦૦૭

અજેય વિજય આવ્યા અને હમેશની જેમજ મારાથી દુરીઓ બનાવતા જ રહ્યા જીવન એક વિચિત્ર રસ્તે ચડી રહ્યું હતું હવેના દિવસોમાં. મારામાં એક તડપ હતી એજ એક વાત છેલ્લા ઘણા સમયથી મનમાં વાગોળાઈ રહી હતી જેના કોઈ જવાબ મારી પાસે જાણે હતાજ નઈ. જયારે જયારે વિજયના નજીક જવાની હું કોશિશો કરતી હતી એ મારાથી વધુ દુર થઈ જતો હતો. અને એજ હમેશની જેમ કઈ વધુ વાતો કે પુછતાછ કરવાની કોશિશ કરું તો હાથ ઉપાડી દેતા પણ ખચકાતો ના હતો એને ના જાણે કેમ પુરુષોને એક સ્ત્રી મનની તડપ સમજાતીજ નથી હોતી મને તો એજ સમજમાં નથી આવતું એનીજ ચિંતા મને દરેકે દરેક પળે તાડપાવતી રહે છે. આ બધું કઈ આજેજ ના હતું આતો પાછલા બે મહિનામાં એમણે મારી આશાઓ સંતોષવામાં કદી પણ રૂચી ના દર્શાવી હતી. આખરે કેમ તેઓ મારી સાથે આવો વર્તાવ કરતો હશે એની મને સમજ પડતીજ ના હતી એમનો સ્વભાવ જાણે એક પર્શ્ન હતો.

મારા પિતાની સમજમાં ઈજ્જત મારા લગ્ન જીવનને જાણે વેરાઈ રહ્યું હતું. આજે બીજા મહિના પછી પણ ચારેક દિવસ વીતી ચુક્યા હતા મારા તન અને મનની આશાઓ મને સળગાવતી રહેતી હતી. એમની નજીક જયારે પણ જતી તેઓ મારી અવગણનાજ કરતા હતા. શું એમનું બારે ક્યાંક...? ના આવું તો કેમ બને... તો પછી મારામાજ કોઈ કમી છે... કે શું ?... મારી પાસે એનો કોઈ જવાબ ના હતો. કદાચ મારી રહેણ સહેણ એમને ના પસંદ હોય આજ પણ મારા મનને હું હંમેશાની જેમ માનવી ચુકી હતી બસ ઊંઘ આવવાનીજ રાહ જોઈ રહી હતી. પણ આ સુનીલ કેમ મારા જીવનને આગ લગાડવા બેઠો છે એ નથી સમજાતું એનામાં એવી કઈ કશીશ હશે જે મને આમ એની તરફ આકર્ષી લે છે ના આ યોગ્ય નથી. એ અપરિણીત નથી અને હું પરિણીત મારે મારી મર્યાદાઓ તો જાળવવી જ જોઈએને પણ એનો અહેશાશ મને કેમ બેબાકળો બનાવી દે છે એજ નથી સમજાતું. સુનીલમાં કઈક છે મારા માટે કે પછી કદાચ હુજ એની તરફ આમજ ખેચાઈ રહી છું કેમ એનો ચહેરો આંખો સામે આવી જાય છે ? જવાબો નથી કદાચ મળી જાય ?

૨૯ ઓક્ટોમ્બર, ૨૦૦૭

જમવાનું બની ચુક્યું હતું સુનીલ જમવાજ નહતો આવ્યો પપ્પા અને વિજય જમીને કામે લાગ્યા હતા. પપ્પા પોતાના રૂમમાં કદાચ ટીવી જોવા ગયેલા હશે મેં હાથમાં થાળી લઈને સુનીલને જમવાનું આપવા માટે ઉપર ગયેલી સુનીલ પલંગમાં આડો પડેલો હતો. કદાચ એ સંપૂર્ણ ઊંઘ્યોના હતો પણ એની આંખો બંધ હતી હું એના નજીક નજીક જેમ જઈ રહી હતી મારું મન એના તરફ તણાઈ રહ્યું હતું. એક તલપ મારા દિલના ખૂણામાં સળગતી હતી કદાચ મારી પ્રેમની અભિલાષા હોય એવું મને લાગેલું. પણ શું સુનીલ વિષે આવું વિચારવું યોગ્ય છે મેં તરતજ મારા મનને મનાવ્યું પણ એનું એ રૂપ મને પોતાની તરફજ ખેંચી રહ્યું છે એનું શું કરું એ પણ નથી સમજાતું.

કદાચ આ દિવસ મારા માટે વધુ મહત્વનો હશે એ જાગ્યો મેં એને જમવાનું આપી નીચે તરફ જતી હતી. બધુજ મને યાદ નથી પણ જયારે મને હોશ આવેલો હું એના ખોળામાં હતી એનો એક હાથ મારા માથા પર ફરતો હતો અને બીજો હાથ મારા કમર અને પેટના જાણે નઝીકજ અડકેલો હોય એવું અનુભવતું હતું. વાહ કદાચ એક સમય તો એવો વિચાર મનમાં દોડી ગયો કે બસ આમજ પડ્યા રહું અને સુનીલમાજ ખોવાઈ જાઉં તો કેટલું સારું મને ગમ્યું હું બધું જાણતી હોવા છતાય એમજ રહી એના સ્પર્શની એ ગરમાશ સાથે. થોડોક સમય એમજ રહી ગણું અનુભવાયું કેટલાય વિચારો ઝડપભેર દોડી રહ્યા હતા અચાનક જાણે પુર ઝપટે દોડતી ટ્રેન દુનિયાદારી અને સમાજના સ્ટેશનો વચ્ચે રોકાઈ અને જાણે જીવનમાં ઝહેર ગોળાઈ જતું હોય એમ મારી અનિચ્છા હોવા છતાય મારે સોસાયટીના વિચારોના કારણે ઉઠવું પડ્યું. મારું તન અને મન બંને એના સ્પર્શના કારણે સતત એના સાથનેજ ઝંખતું હતું એના તરફનું એ આકર્ષણ મારામાં વધવા લાગ્યું હતું. જે યોગ્યના હતું પણ આ ખેચાણતો સમાજને નથી સમજતોને એ મને જોઈ રહ્યો હતો કદાચ મારા તનને જોતો હોય એવું એવું લાગ્યું મારો પલ્લું પણ પડતાજ વિખેરાઈ ગયો હતો. મેં જેમ અચાનકજ આંખ ખોલી માથું હલાવ્યું એણે તરતજ ધ્યાન સરકાવી મારા તરફ જોવા લાગ્યો. કદાચ હું થોડોક સમય હજુ એમજ રહી હોતતો મારા તનની તડપતી આશાઓ સંતોષવાનો પણ અવસર આવી શક્યો હોત એવું એની આંખોમાં દેખાયું અને કદાચ સાથેજ મારા સપના પણ... અરે આ શું મારે આવું વિચાર્વુજ ના જોઈએ... હે ભગવાન મને કેમ આવું લાગી રહ્યું છે જાણે હું કોઈ ભયંકર પાપ કરી રહી છું.

વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ લગભગ ફરતા પાનાઓ સળવળતા હતા. એકાંતનો અંધકાર છવાઈ રહ્યો હતો અને કોરો કડવાશ ખાવા જાણે દોડતો હતો. વાતાવરણ આછા વર્ષાના હિલોળા બાદ શાંત પડ્યું હોય એમ ઝાકળની હુંફ અનુભવાઈ રહી હતી. એક ગજબની શાંતિ છવાઈ ચુકી હતી એક સુન્નતા દિલની ગહેરાઈમાં દર્દની જે, તરફડાટ કરી રહી હતી. સામેના અરીસામાં કઈક તળવળાટ કરતુજ હતું અચાનક એક હાથ ખભે સ્પર્શ્યો.

“ સોનલ...” કદાચ આટલાજ શબ્દો એના મુખમાંથી નીકળ્યા અને ફરી એનો ધ્યાન ડાયરી તરફ ખેચવા લાગ્યું અને જાણે સામેના ભાગમાં રેડ કલરની સાડીમાં ઉભેલી એની સોનલ હવાની મીઠી લહેરોમાં ક્યાય વેરાઈને ઓગળી ગઈ. ફરી એક અંધકાર છવાઈ ગયો આંખો ભીની થઇ અને અરમાનો કાળના અંધકારમાં લપેટાઈ ગયા. વાતાવરણમાં ફરી શુષ્કતા છવાઈ ગઈ શબ્દો ગળાના ઊંડાણમાં લપેટાઈને છુપાઈ ગયા.

સુનીલ ફરી એક વાર ડાયરીના પત્તા ફેરવવા લાગ્યો અને પોતાની સોનલની જાણે મનની વાતો સાંભળી રહ્યો હોય એટલી ઉત્સુકતાથી એમાં ખોવાઈ ગયો. બધી વાતો એના દિલમાં ઉતારે એવીતો હતી પણ સમાજમાં આવે તેવી એક પણ ના હતી. ફરી નઝર ફેરવી ડાયરીના પત્તા ખોલ્યા. લગભગ અડધીજ ડાયરીમાં લખેલું હતું એમાય તારીખોના કોઈ પદ્ધતિસરના લખાણ જળવાયા ના હતા. તુટક તુટક દિવસોમાં લખાયેલી મનની વાતો એમાં સોનલની દબાયેલી ભાવનાઓને છતી કરતી હતી એનો હસતો ચહેરો સુનીલની આંખો સામે તરવરી જતો.

૭ નવેમ્બર, ૨૦૦૭

પાછળના છ દિવસો કરતાય આજે જે બન્યું એ કદાચ મારે કેમ કરીને એને વર્ણવવું મારા માટે મુશ્કેલ હતું. પણ કાગળ કલમ સાથે મળતાજ મારું મન બધું વર્ણવવા મઝબુર બની જતું. આખી દુનિયાથી છુપાયેલી લાગણીઓ પણ મારે મઝબુરીઓમાય મારી ડાયરીને તો કહેવીજ પડે છે. મેં જે અનુભવ્યું એ કઇક અલગજ હતું.

એક અજાણી જગ્યા હતી અને એમાય ઘોર અંધકારથી ઘેરાયેલી એ જગ્યામાં આછો પ્રકાશ પાથરતો હતો. કદાચ હું ક્યાં હતી એની મનેજ જાણ ના પડી રહી હતી મારા તનમાં એક ગજબની લાગણીના પુર વહી રહ્યા હતા. હું આજે ઢીલા નાઈટ સુટ માજ આંખો મીચીને હળવી નીંદરમાં ગુમ થઇ ગઈ હતી પણ મારું મન કદાચ સુનીલનાજ વિચારોમાં ખોવાઈ જતું હતું એક અદભુત લાગણીના વંટોળ મને એની તરફ આકર્ષતા હોવા છતાય દરેક વખત હું એને રોકી લેતી હતી પણ જે મને આજે અનુભવાયું એતો કઈક વિચિત્ર અને નિરાળું હતું.

આછા પ્રકાશની ફેલાયેલી કિરણોમાં હું આટલા લાંબા બેડ પર એકલીજ આળોટી રહી હતી મારી આંખોમાં ઊંઘ તો જાણે હતીજ નઈ એતો ક્યારની ઓઝલ થઇ ચુકી હતી. સમજાતુના હતું કે કેમ મારા તનની તડપ મારા મનને સળગાવી નાખતી હતી કદાચ અંદરના ધરબાયેલા અરમાનોજ સુનીલની તરફ ખેંચવામાં કારણભૂત બની રહ્યા હતા. મારું મન એનીજ બાહોમાં સમાઈ જવા તડપતુ રહેતું હતું એક પલ માટેતો એને બધુજ કહી દેવાની ઈચ્છા ઉભરાઈ આવતી હતી પણ બીજા જ પળે વિજય અને પપ્પાની અસ્તિત્વતા મારા માટે પગની બેડીઓ બની જતી હતી. હું જાણે ઉભી થઈને જાણે અજાણતાજ હાલજ સુનીલને મળવા નીકળી પડી હતી મનમાં કેટલાય વિચારો હતા જે મને રોકાતા હતા પણ આજે મારા અંદરની તડપ કઈક વધુજ ઝોરથી વહી રહી હતી. મારું મન અને દિલમાં જાણે જંગ ખેલાઈ રહી હતી જેમાં હુજ હારવાની કગાર પર હતી એ પણ બધુજ મારું સર્વશ્વ પણ....

હું ઝડપભેર એની તરફ દોડી રહી હતી ઘરમાં કોઈજના હતું વિજય આજેજ બેંગ્લોર ગયેલો હતો અને પપ્પા કદાચ ક્યારનાય સુઈ ગયા હતા. ઘડિયાળમાં ત્રણેક વાગી રહ્યા હતા આખાય ઘરમાં એક આછો પ્રકાશ પથરાયેલો હતો હમેશની જેમજ અજેય એ ઝીરો વોલ્ટનો ગોળો ચાલુજ હતો પણ મારા પગ સતત અજાણી અને તેમ છતાં ઓળખીતી એવી દિશામાં આગળ વધી રહ્યા હતા. સીડીઓ ક્યારે શરુ થઇ અને ક્યારે પતિ ગઈ એની પણ મને ખબર ના પડી કે ના કઈ મારાથી સમજી શકાયું એ સમયે. તરતજ એના દરવાઝા પર મારો હાથ મુકાયો ત્યાજ હળવા ધક્કા માત્ર થી દરવાઝો ખુલી ગયો અને હું ધીમા પગે ધીરે ધીરે એના રૂમમાં પ્રવેશી ગઈ મારું માનતો હજુય જાણે કેટલીયે અવઢવમાં ખોવાયેલું અને દબાયેલુંજ હતું. રૂમમાં પ્રવેશ્તાજ મારી નઝર ચારે તરફ ફરી વળી પણ આ શું સુનીલનો જાણે ક્યાય પત્તોજ ના હતો એ કદાચ રૂમમાં કે એના બિસ્તર પર હતોજ નઈ...

બેડની ચાદર અસ્ત વ્યસ્ત પડી હતી પાસેના નાના ટેબલ પર એનો ફોન અને પાસેજ કલોક પડી હતી. એના બેડની ચાદર કદાચ વ્યવસ્થિત હોવા છતાય મને નાજાણે કેમ અવ્યવ્સ્તીત લાગી એમાં એક ઓશીંકુ પડ્યું હતું. મારું મન બેચેન હોવાથી એજ ઓશીકાને મેં માથે રાખી ત્યાજ લંબાવી દીધું કદાચ સુનીલ આવશે એવી મારા મનને ખાતરી હતી. મારું તન અને મન બંને આજે કદાચ વાસનાની ભૂખ માજ તડપી રહ્યું હતું એક તરફ સળગતી આગમાં વરસાદની આસ બંધાવી કદાચ એવીજ પરિસ્થિતિમાંથી હું ગુજરી રહી હતી.

મારી નઝર ઘડિયાળ તરફ જતી અને પછી જાણે સુનીલની તડપ મનમાં ઉછળતી આંખો મીંચાઈ પણ ઘડિયામાં દેખાયેલા સાડા ત્રણ હજુય આંખો સામે ફરતા હતા. મારા કોમળ પગની પાનીથી ઉપર તરફ જાણે કોઈ સ્પર્શ આગળ વધતો અનુભવાઈ રહ્યો હતો એક વાસનાની આગ જાણે ભડકી રહી હતી જેમાં લાગણી સળગી રહી હતી. અંગ અંગ સળગવા સાથે બધું ભસ્મીભૂત થતું હતું પણ આંખો હજુય બંધ હતી સ્પર્શ જાણે ઓળખાતો હતો પણ ચહેરો જોવા માટે આંખો ખોલી શકાતી ના હતી. શર્મ અને લજ્જા કદાચ એના પાછળનું મૂળ કારણ હતું હાથ સંપૂર્ણ પાણે મારા શરીરને જકડી રહ્યા હતા કમરો પર કદાચ બંને હાથ વીંટળાઈ ચુક્યા હતા. એક વિચિત્ર આગ જાણે એ ઠંડા અને ભીનાશ ભર્યા હાથના સ્પર્શથી બુજાતી હતી એક અનેરો આનંદ અનુભવાઈ રહ્યો હતો. ધીરે ધીરે બધું બદલાતું હતું ભીના હોઠ પર બરછટતાનો અનુભવ પણ મહેશુશ કરી શકતો હતો. આંખો હજુય બંધ હતી પણ આમ ગરમ શ્વાસ જાણે એક મેકમાં અથડાઈને અનુભવી શકતો હતો અને કદાચ એજ ગરમાવો મારી મર્યાદા રેખાઓને તોડી રહ્યો હતો.

વાતાવરણની મહેક વર્તાવા લાગી હતી અંગે અંગ મસ્તીમાં ઝૂમી રહ્યા હતા. એક ગજબની લાગણીના ઘોડાપુર વહેવા લાગ્યા હતા અને ભાવનાઓ મનને ઝંઝોળી નાખતી હતી. એક ભૂખ આ બધાયમાં જાણે પોતાનું વર્ચસ્વ મઝબુત કરીને ચારે કોર ફેલાઈ રહી હતી. એ રેશમના વસ્ત્રો પરથી પણ સળવળતો હાથ મારા તન પર સ્પષ્ટ અનુભવતો હતો એક તરફ શરમ અને બીજી તરફ તડપ બંને એક બીજા સાથે લડી રહ્યા હતા. સમયની સાથેજ એ સ્પર્શ વધુ આનંદ આપતો હતો શરમની ડોર હવે તૂટી ચુકી હતી આંખો બંધ હતી પણ બધીજ હરકતો અનુભવાઈ રહી હતી. પાછળની તરફથી બધુજ દુર પણ થવા લાગ્યું હતું બસ બે તન આજે એક મેકમાં સમાઈ જવાના હતા કદાચ થોડાકજ સમયમાં બે તરસતા તન સિવાય કોઈજ આડે આવતા બંધનો ના હતા. સંપૂર્ણ સ્પર્શ હવે અનુભવાતો હતો એક તરફ આનંદની લહેરો તો બીજી તરફ મર્યાદાની ભાવનાઓ દુભાતી હતી કદાચ હવે કોઈ અર્થ વધ્યોના હતો આ બધા વિચારો ને બધીજ વધી ઘટેલી મર્યાદા અને શરમ પણ આ તડપની આગમાં સળગીને ભસ્મ થઈને ઉડી જવાની અથવા કદાચ ઉડી ચુકી હતી. કદાચ હવે તો એમના મિલનમાં કોઈજ બાધા ના હતી અંતવાસ્ત્રો પણ નઈ ને વાસનાની ભૂખ ઘેરાયેલા એ વાતાવરણમાં મોટા અવાઝ સાથે પોતાની જીતનું અટ્ટ હાસ્ય વેરી રહી હતી.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]