svapnshrusti Novel - 18 books and stories free download online pdf in Gujarati

Svpnsrusti Novel ( Chapter - 18 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૧૮ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૧૮

“ કાલે આપણે છેલ્લો દિવસ છે... તો ચલ આપણે આજે કેમના પોતાના ભૂતકાળને ફરી વર્તમાનમાં જીવી લઈએ...” લાંબી શાંતિને તોડતા સુનીલે સામોજ સવાલ પૂછ્યો.

“ મતલબ ?...” સોનલને કઈ સમજાયું ના હોય એમ સમો સવાલ કર્યો.

“ અરે યાર આજની ટીકીટ કેંસલ થઇ... સો કાલે...”

“ ઓહ...” સોનલ વધુ ના બોલી શકી.

“ આજની રાત માટે તું કેમ મારી એ કોલેઝની લાઈફમાં જેવી હતી એવી સોનલ ના બની શકે ?...” પોતાના જુના હાવભાવ પ્રમાણે એને પૂછ્યું.

“ પણ...”

“ તું ગણા દિવસોથી સવાલ બઊજ કરે છે... હા પણ આજે નઈ...”

“ મારી વાતતો સાંભળ...”

“ બોલ શું વાત છે જે તારા મનમાં ધુમરાય છે અને તારા અંતર મનમાં શું છે એજતો જાણવા માંગું છું ને યાર, પણ તુજ તો કઈ કહેતી નથી ને...?”

“ તને શું કહું એજતો વિચારું છુને...”

“ એમાં આટલા વિચાર કઈ વાતના ?...”

“ તો શું કરું...?”

“ કઈ દે ને, જે પણ મનમાં છે અને જેમ છે એમજ કઈ દે મને બીજું શું..” આખરે સુનીલે એને ખભાથી હલકા ધક્કા સાથે પોતાની તરફ ફેરવતા પૂછી લીધું.

“ એજતો ક્યારની વિચારું છું ?”

“ આટલા વિચાર કેમ તેજ તો મને કેહેલું કે હવે આપણે છીએ તો કોઈ વિચારો કરવાની જરૂર નથી તો પછી આજે કેમ ?”

“ એજ મનેય નથી સમજાતું...”

“ જવાદે ને તો સોનલ, ક્યાં સુધી આ બધું વિચારતા રહીશ કે ?”

ફરી એક લાંબી મોંનની ઘડીઓ વહેતી થઇ ગઈ. વાતાવરણ સદંતર શાંત પણે વહેતું રહ્યું એક તરફ પ્રેમની તડપતો બીજી તરફ એકની બીજા માટેની વેદનાના પુર. આ રાત કઈક ખાસજ હતી કદાચ જેમ છે એમ આખરીજ હતી. એક તરફ સોનલની ઊંડાણમાં ઉકળતી વેદના હતીતો બીજે છેડે પ્રેમના વ્હેણમાંથી છલકાતો સુનીલના અંતરમનમાં એક વિશાળ અને અઘાઢ સાગર હિલોળે ચડેલો હતો. એક અદભુત આનંદની લહેર ફરી ચુકી હતી બસ બંનેની એકબીજામાં ખોવાઈ જવાની રાહ જોતા ચંદ્ર પણ બારીની કિનારીઓ માંથી ડોકિયા કરતો ચિંતાતુર સ્થિતિમાં દેખાતો હતો. ચાંદની ચારે તરફ ફેલાઈને જાણે એક અનોખી રમઝટમાં જુમી રહી હતી. રાત પોતાના ઘોર અંધકારની સેના સાથે ચઢાઈ કરી ચુકી હતી આખુય શહેર પ્રકૃતિના અદભુત આનંદિત ખોળામાં સુઈ ચુકી હતી.

“ ગુડ મોર્નિંગ... સોનલ...”

“ મોર્નિંગ ટુ... સુનીલ...”

“ આટલા વહેલા ?...” સુનીલ પોતાના બેડ પરથી બાલ્કનીમાં ઉભેલી પ્રકાશિત પ્રકાશમાં સોનેરી કિરણોથી ઘેરાયેલી પોતાની સોનલ તરફ ચાલ્યો.

“ હા કેમ ?” સોનલે પોતાના એજ અંદાઝમાં કહ્યું જે એ પોતાના ભૂતકાળના સમયમાં એ હાવભાવ એનામાં ફરી ઉભરાઈ આવ્યા.

“ કેટલો ખુશનશીબ છું ને હું ?”

“ હા એતો છે..”

“ મનેય લાગે છે હવે...”

“ કેમ... હવે... એટલે...”

“ તું મારી સાથે છે કદાચ એટલેજ...”

“ પણ...”

“ બસ... ચલ ફ્રેશ થઇ જા...” એક હળવા ચુંબન સાથે સોનલને બોલતા અટકાવી સુનીલ ફરી પોતાના વિચારોમાં ખોવાઈ ગયો.

થોડીક વારમાંજ બંને તૈયાર થઇ ગયા હજુતો દશેક વાગ્યા હશે અને ફ્લાઈટતોહજુ બારેક વાગ્યાની હતી પેકિંગ પણ બધું રેડીજ હતું સામેથી ચેર પર બેસીને સોનલ એકધારી સુનીલનેજ જોઈ રહી હતી. કદાચ એ એનું પ્રથમ અને આખરી સ્વરૂપ હતું જે સુનીલ એની આંખમાં જોઈ રહ્યો હતો તેમ છતાય તે ચુપ હતો બસ એની આંખોમાં ખોવાઈનેજ તો જીવવું હતું એની સાથે એની સામે બેસવું હતું. એની એ ચાહતે અખૂટ હતી કદીયે પુરીના થાય એવી એ અનિશ્ચિત પણે ઉમડતી અને સળગતી એક વિચિત્ર ચાહત હતી. જેનું કોઈ નામ નથી બસ પ્રેમ, ચાહત અને લાગણીના તાર જે મનને ક્યાય ખેંચી ને લઇ જાય દિલના ઘહેરા કુવાઓમાં ડુબાડી દે અને નિરંતર વહેતી નદીના જેમ બારેમાસ અવિરત પણે વરસતો અને વહેતોજ રહે.

ઘડિયાળના કાંટા સતત દોડી રહ્યા હતા એક વિચિત્ર પ્રકારની કશ્મકશ એમના અંદર નિરંતર પણે વહી રહી હતી. શું નામ આપવું કદાચ એ બંનેના મનમાં વહેતી લાગણીઓ ને જે આમ નિરંતર વહેતી હતી તેમ છતાય એનું કોઈજ નામ ના હતું. શું કરવું કદાચ બે માંથી એકેયને સમજમાં આવતુજ નઈ હોય બંને જાણે એક બીજાની પહેલ કરવાની તાકમાંજ હતા પણ કદાચ તેઓ કરી શકવામાંય અસમર્થ હતા. સમય જેમ જેમ વહેતો જતો હતો તેમજ સોનલનું મન જાણે ક્યાય સુધી ખોવાઈ રહ્યું હતું. એના મનમાં એક ગહન ચિંતાના વાદળો જાણે ઘેરાઈ રહ્યા હતા.

ઘડિયાળનો કાંટો દશથી અગિયાર સુધી ક્યારે વહી ગયો એની જાણે બંનેને જાણજ ના થઇ. બંને જણા ઉઠ્યા અને એરપોર્ટ જવા માટે નીકળી પડ્યા સુનીલે અને સોનલે પોતાનો સામાન ગાડીની ડીકીમાં જમાવીને તરત ગાડીમાં ગોઠવાયા ગણતરીની મીનીટોમાં જાણે કાર એરપોર્ટ તરફ નીકળી પડી આજ આટલા દિવસો બાદ ઇન્ડિયા જવાની ખુશી જાણે સુનીલના મનને અદભુત ખુશી આપી રહી હતી. જયારે બાજુમાંજ બેસેલી સોનલ મનોમન એક વિશાલ ગહેરાઈઓમાં ધકેલાઈ રહી હતી કદાચ એનું મન એને તડપાવી દેતું હતું શું કરવું અને શું નઈ એ હાલ એનું દિલ કઈજ નક્કી નહતું કરી શકાતું. એ સુનીલના સામે ખુશ હોવાનો દેખાવ કરી રહી હતી પણ એના મનના ઊંડાણમાં ઝાંખતો સુનીલ જાણે બધુજ સમજી શકતો હતો એને પૂછવા પ્રયત્ન પણ કર્યો પણ સોનલે એ વાતને ટાળી દીધી. કાર તરતજ એરપોર્ટના દરવાઝામાં પ્રવેશી સુનીલે ડ્રાઈવરને કાર પાછી લઇ જવા માટે આદેશ કર્યો અને સોનલની સાથે એરપોર્ટમાં પ્રવેશ કર્યો.

સામેથી બ્લેક શર્ટ અને મારુંન ટાઈ વાળા એક પુરુષે હાથમાં પાસપોર્ટ અને ટીકીટ સુનીલને આપતા હેપ્પી જર્ની માટેની શુભેચ્છાઓ પાઠવી કદાચ એના ચહેરા પર પણ એક વિચિત્ર આશ્ચર્યના ભાવ હતા. પણ કદાચ એને સોનલ સમજી હોય પણ સુનીલ હજુય અજાણ હતો સુનીલ એના હાથમાંથી પાસપોર્ટ અને ટીકીટ લઇ બંને પ્લેન તરફ વધી ગયા. ઇન્ડિયા માટેના પ્લેનની જાહેરાત થઇ રહી હતી બંને યોગ્ય સમયે એરપોર્ટ પહોચી પણ ચુક્યા હતા. સુનીલે સોનલનો હાથ પકડી રાખ્યો અને પ્લેન તરફ ચાલવા લાગ્યો બંને જાણા પ્લેનમાં ગોઠવાયા અને લગભગ દસેક મીનીટના સમયગાળા બાદ પ્લેન ત્યાંથી રવાના થયું.

આટલા દિવસો બાદ ઇન્ડિયા જવાની ખુશી અને એમાય સોનલનો સાથ એના મુખ પર છલકાતી ખુશીનું કારણ હતું. સુનીલ હજુય સોનલનો હાથ હળવેકથી પંપાળી રહ્યો હતો અને એની આંખોમાં ફંટાયેલા વાદળોને જાણે સમજવાની કોશિશ કરી રહ્યો હતો. આજ ઘણા દિવસો બાદ એણે કદાચ સોનલનું આવું બદલાયેલું રૂપ જોયું હતું સોનલનો ચહેરો કોઈક ચિંતાના વાદળોમાં ઝાંખો પડી રહ્યો હતો. એની આંખો સુનીલથી જાણે કઈક અલગજ વાતોને છુપાવી રહી હતી. આંખોની કિનારીઓ રેલાતી હતી પણ એના હોઠોમાં તડપ હજુય એમજ હતી જે પણ બની રહ્યું હતું એ સુનીલ માટે સમજવું મુશ્કેલ હતું પણ કદાચ બધુજ એની કલ્પના બહારનું હતું. જોત જોતામાં સોનલની આંખો ગહેરવા લાગી હતી. એણે સુનીલના ખભા પર પોતાનું માથું મુકીને શાંતિ અનુભવી રહી કદાચ એને ઊંઘ આવી હોય એમ વિચારી સુનીલે એના ગાલ પર હાથ મુક્યો અને એના માથાને ખભા દ્વારા સહારો આપી સહેલાવવા લાગ્યો.

આસપાસના બધાજ મુસાફરો પણ હવે રાતના સમય દરમિયાન સુઈ ચુક્યા હતા. આખાય કમ્પાર્ટમેંટમાં શાંતિ છવાઈ ગઈ હતી એક ગજબની શાંતિ હતી પાછળથી બે-ચાર બાળકોનો હળવો અવાઝ સંભળાઈ રહ્યો હતો. જાણે ઝીરો વોલ્ટનો આછો પ્રકાશ છવાયેલો હોય તેમ ચારે તરફ ચાંદનીની હળવી કિરણો લહેરાઈ રહી હતી. એ આછા પ્રકાશમાં સોનલનો ચહેરો ચમકી રહ્યો હતો અને એજ ચમકતા ચહેરાને સુનીલ એ શાંત વાતાવરણમાં જોઈ રહ્યો હતો. એનો હળવો હાથ અને એના ચહેરા પર ફરવા લાગ્યો હતો એક વિચિત્ર કરંટ એના રોમેરોમમાં વહી રહ્યો હતો. સુનીલના બંને હાથના અંગુઠા સોનલના હોઠોને સ્પર્શી રહ્યા હતા એના એ કોમળ ભીના હોઠ જાણે લાલ રંગનો પ્રકાશ પ્રગટાવી રહ્યા હતા. જાણે હાલજ સુનીલ પોતાનું અંકુશ ખોઈ દેવાનો હોય એવુજ લાગ્યું એને જાણે એ લાલ પ્રકાશ પોતાની તરફ આકર્ષતો હોય એવુજ લાગતું હતું અને સુનીલ જાણે અજાણે એના એ હોઠ તરફ ખેચાઇ રહ્યો હતો. બંનેના હોઠ એક દમ હવે નઝીક હતા અને બંનેના શ્વાસ અથડાઈ રહ્યા હતા એક ગરમાશ પથરાઈ રહી હતી કદાચ સોનલ બધું મહેસુસ કરી રહી હતી તેમ છતાય એ બસ બધું પડ્યા પડ્યાજ મહેસુસ કરવા ઇચ્છતી હતી.

બંનેને એક બીજાની ધડકનો પણ જાણે સંભળાઈ રહી હતી પાછળથી આવતો અવાઝ હવે બંધ થઇ ચુક્યો હતો પ્લેનના કાચ માંથી બસ અંધકારમાં સમાયેલું વિશાલ આકાશ હતું બીજું કઈજ ન હતું. સુનીલે પોતાના હોઠ સોનલના હોઠો પર મૂકી દીધા અને કેટલાય રસની ધારાઓ વહેવા લાગી જાણે પ્રેમનો રસ સુનીલ અને સોનલના નસ નસમાં દોડવા લાગ્યો હતો. સોનલે પણ સુનીલને પોતાની બાહોમાં જકડી લીધો આંખો હજુય બંધ હતી તેમ છતાય બંનેના હોઠ આજે વર્ષાઋતુની જેમ વરસી રહ્યા હતા. આછા પ્રકાશમાં એક બીજાના ખોવાયેલા એ પ્રેમી પંખીડા જાણે બારી બહારના પથરાયેલા એ વિશાળ ગગનમાં વિહરતા હતા. ક્યાંક દુર આકાશમાં વાદળો અને હવાના વહેતા પ્રવાહમાં જાણે એક એકાંત અનુભવી રહેલો ચંદ્રમાં પણ તડપી રહ્યો હતો. પવનની લહેરો કદાચ બારીના કાચ સાથે ટકરાતી હતી પણ પ્લેનમાં પ્રવેશ કરી ના શકવાના કરને એ લાચારી અનુભવી રહ્યો હતો. સોનેરી કિરણો વાદળોમાં પડઘાઈને આખાય આભને સોનવર્ણ બનાવી રહ્યો હતો એક સોનેરી વર્ષમાં બધું ભીંજાઈ રહ્યું હતું.

આમને આમ રાત ક્યાં ખોવાઈ ગઈ એની કદાચ કોઈને ખબર પડી જ નઈ હોય. ચંદ્રમાની ચાંદની ઉગડતા સુરજના તડકા સાથે ક્યાય ખોવાઈ ગઈ. સવાર થઇ રહી હતી કુમળો તડકો સુનીલ અને સોનલના ચહેરા પર પડીને ઝળહળી રહ્યો હતો વાતાવરણમાં એક વિચિત્ર સંગીત જાણે રેલાઈ રહ્યું હતું પ્લેનમાં એરપોર્ટ પર લેન્ડીંગ માટેની કોમેન્ટ્રી સંભળાઈ રહી હતી. સોનલ જાણે ગભરાઈ રહી હતી સુનીલના ચહેરા પર ખુશીની લહેરો ઉપસી આવેલી સ્પષ્ટ અનુભવાતી હતી. સોનલના મનમાં કેટલાય ગાઢ ચિંતા અને ગમગીનીના વાદળો ઘેરાઈને વરસી રહ્યા હતા જેના કદાચ કોઈ જવાબના હતો બસ એની આંખમાં ઉભરતી એ ગમગીનીજ બધું હતું અને દેખાડી રહી હતી. સુનીલ એના સામે જોઈ કઈ બોલે એ પહેલાજ સોનલ એને વળગી પડી હતી એની આંખો વરસી રહી હતી. એક આખરી મુલાકાત હોવાની એ વખતની લાગણીઓ જાણે એને તડપાવી રહી હતી એ આસપાસના લોકોની પરવા કર્યા સિવાય એને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.

સોનલનું બદલાયેલું રૂપ જોઇને સુનીલના ચહેરાની રંગત બદલાઈ રહી હતી એ એને સમજાવવાની કોશિશો કરવા મથતો હતો. અચાનક બંનેની આંખો એક બીજામાં પરોવાઈને સુનીલ બીજું કઈ બોલી શકે એ પહેલાજ સોનલના હોઠ એના હોઠો પર ચોટી ગયા એ એક પાણીથી બહાર પડેલી એક માછલીની જેમ તરફડી રહી હતી. એના દિલના ઊંડાણમાં કેટલાય તોફાનો ઉછાળા મારી રહ્યા હતા જેમાં વેદનાની વર્ષા સિવાય કઈજના હતું. સોનલ કેટલાય સમય સુધી એના સાથે એમજ ભીડાયેલા રહી છેવટે સુનીલે એને સમજાવી. કોટા એરપોર્ટ પર પ્લેન રોકાઈ ગયું હતું બંને હવે હાથ પકડીને બહાર તરફ આવી રહ્યા હતા સોનલને લપેટાઈનેજ ચાલી રહી હતી. એરપોર્ટમાં ચાલતી વખતે બધાજ લોકો સોનલને સમજાવતા સુનીલ તરફજ જોઈ રહ્યા હતા.

અચાનક સોનલે સુનીલના કાનમાં કઈક કહ્યું અને તે બાજુના વોશબેશન તરફ ચાલી ગઈ. થોડીકજ પળોમાં એરપોર્ટ પર લેવા આવેલા સુનીલના મામાએ સુનીલને બોલાવ્યા સુનીલ દોડીને એમને મળ્યો મામી પણ સાથેજ હતા. છેવટે સામાન મામાના ડ્રાઈવરે લઇ ગાડીમાં ગોઠવાયો સુનીલના મામાએ એને હાથના ઈશારા વડે કદાચ સોનલ વિષેજ પૂછ્યું. અને સુનીલના જવાબના ઈન્તજારમાં તેઓ એની સામે મલકાઈ રહ્યા હતા મામી પણ કોણી વડે જાણે મામાને કઈક ઈશારો કરી રહ્યા હતા.

“ સોનલ હમણાજ વોશરૂમમાં ગઈ છે... હમણાજ આવશે...” આટલું બોલી સુનીલ રોકાયો એના ચહેરા પર જાણે એક ગજબની સ્ફૂર્તિ હતી. એના ચહેરા પર શરમની રેખાઓ પણ આછી દેખાઈ રહી હતી.

“ અચ્છા... આવવા દે એને...” મામી મામાને કોણી વડે હળવો ધક્કો મારતા બોલ્યા અને શાંતિથી ઉભા હતા.

એરપોર્ટમાં હવે અવર જવર ધીરે ધીરે ઓછી પડી રહી હતી. એરપોર્ટથી પ્લેન રવાના પણ થઇ ચુક્યું હતું. ચારે તરફ શોર બકોરનો અવાઝ સંભળાઈ રહ્યો હતો બધાય અવાઝ સ્પષ્ટના હતા બધુજ અસ્પષ્ટ પણે સંભળાતું હતું. અંદર પ્રવેશતા લોકોના પસાર થતા સિક્યોરીટી દરવાઝા માંથી આવતા અલાર્મ વાગવાનો અવાઝ પણ વાતાવરણમાં ભળીને એક સંગીત મહેકાવી રહ્યો હતો. માઈક માં હજુય કેટલાય પ્રકારની જુદી જુદી કમેન્ટ્રી ચાલી રહી હતી સિક્યોરીટી ગાડ્સ પોતાની ફરજ બઝાવી રહ્યા હતા. એરપોર્ટની બહારની બાજુમાં કેટલાય લોકો હાથમાં જુદા જુદા નામ લખેલા હોડીંગ્સ વાળા બોર્ડ હતા જે ઊંચા ઊંચા કરીને લેવા આવેલા લોકો પોતાના મહેમાનોને શોધતા હતા. ખુબજ શોર બકોરથી વાતાવરણમાં અશાંતિ છવાઈ ગયેલી હતી કાને સાંભળી શકવું મુશ્કેલ હતું. પોલીસ કર્મચારીઓ આવતા જતા લોકો પર બાજ નઝરે ધ્યાન રાખી રહ્યા હતા અને શંકાસ્પદ લોકોની ચેકીંગ તેમજ જરૂરી લાગે તો અટકાયત પણ કરવા માટે તેઓ તત્પર રહેતા જોઈ શકતા હતા. લગભગ કલાક જેવો વીતી ચુક્યો હતો સોનલ વોશરૂમમાંથી હજુ શુધી બહાર આવી ના હતી.

સુનીલ હજુય એની રાહમાં કાગડોળે એ તરફ નિહાળી રહ્યો હતો કદાચ કઈ પણ સમજવું એના માટે મુશ્કેલ હતું બે-ચાર વખત મામા મામી એને સાદ કરી ચુક્યા હતા. પણ એણે સોનલનું કહી એમને મનાવી લીધા કદાચ હજુય થોડોક વખત લાગી સકે એવી આશાઓ પણ સેવી હતી. છેવટે આશાઓ અને ઈંતજારની સીમાઓ હવે તૂટી રહી હતી સુનીલે વોશરૂમ તરફ ખુલ્લી દોટ મૂકી વોશરૂમ આશપાસના સિક્યોરિટીને બધીજ વાત કરી. સિક્યોરીટી અને ઓફિસરોની મદદથી એને બંને વોશરૂમમાં તપાસ કરાવી પણ એને સોનલનો ક્યાય પત્તો ના મળ્યો. છેવટે એ લોકોએ માઈક પર સોનલના લાપતા થવાની કમેન્ટ્રી આપી. ખાસો સમય વીતી રહ્યો હતો બે-એક કલાક થઇ ચુક્યા હતા હજુય એ આખરી વખત ઝબકેલી એની આંખો સાથેનો ઉદાસ સોનલનો ચહેરો એના મનસપટ પર તરવરી રહ્યો હતો. એની આંખો રડી રહી હતી એક ઊંડી કટાર જાણે એના કાળજાના આરપાર ઉતરી ગઈ હોય એટલી વેદના એ અનુભવી રહી હતી.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED