svapnshrusti Novel - 17 books and stories free download online pdf in Gujarati

Svpnsrusti Novel ( Chapter - 17 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૧૭ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૧૭

“ સુનીલ... તું... જાગે... છે... હજી...” અચાનક પોતાનો પાલવ ઠીક કરીને સોનલ ત્યાંથી ઉભી થઇ ગઈ એના ચહેરા પર શરમની લાલીમાં ઘટ્ટ પડતી દેખાતી હતી.

“ ઓયે અહી આવને... લે હું સુઈ જાઉં બસ...”

“ કેમ... હું આવું...” સોનલે જવાબ વળ્યો.

“ તું ગુડ નાઈટ કિસ આપવાની હતી ને...?”

“ જાણે હવે... સુઈ જા...”

“ હું પણ ખોટા ટાઈમે ઉઠી ગયો લાગે છે...”

“ કેમ... ખોટા ટાઈમે... એટલે...”

“ હજુય થોડી વાર પછી ઉઠ્યો હોત તો કેટલો મધુર રસ મારા હોઠોને મળ્યો હોત... છી ખોટેજ ઉઠી ગયો... બેડ લક... બોસ...” સુનીલ થોડોક નારાજગી દર્શાવતા જાણે પછો સુઈ જવાનો ડોળ કર્યો.

“ નાશીબતો મારા ખરાબ છે...” સોનલે પોતાની ગમગીનીમાં જાણે પ્રવેશ કર્યો.

“ એવું ના બોલ... સોનલ...”

“ તારે શું જોઈએ બોલ...”

“ ગુડ નાઈટ કિસ આપને... તારી આખરી કિશ... આપીશને...”

“ હું આખી તારીજ છું ને... કેમ નઈ...” સોનલની આંખો ભરાઈ આવી એના મનમાં એક દર અને વેદનાના વહેણ વહી રહ્યા હતા. સ્વગત સોનલ કૈક બબડી “ આખરી કિશ...”

“ અમેરિકામાં આખરીજને... એટલે...”

“ કદાચ એવુજ હોય...” આટલું કહી સોનલ દોડીને એની બાહોમાં સમાઈ ગઈ.

“ કેમ રડે છે... સાંભળતો...” સુનીલ વધુ બોલે એ પહેલાજ સોનલે સુનીલના હોઠો પર પોતાના હોઠ મૂકી દીધા કદાચ એ એમના પ્રેમનો આખરી મિલન હોય એવું વિચારી સોનલ મનોમન તડપતી હતી તો સાથો સાથ સુનીલના મનમાં આનંદ હતો...

બંનેના હોઠ એકમેકને પ્રેમના રસથી નવરાવી રહ્યા હતા અને મિલન અને બીછડવાની વેદનાઓ સાથે છેવટે બંને જાણા એકમેકમાં ખોવાઈ ગયા આજે સોનલ કદાચ સુનીલને રોકી નજ શકત પણ. સુનીલ હવે રોકાયો એને સોનલને સંભાળતા કહ્યું હવે તારે થોડું પણ ઉદાસ કે દુખી થવાનું નથી બસ હવે આપના ખુશીના દિવસો અવન છે. કાલે આપને ઇન્ડિયા જઈશું અને જલ્દીજ આપને લગ્ન કરી લઈશું એટલું કઈને સુનીલ બાજુના ઓશિકા પર ટેકો લઈને સુઈ જવા આડો પડ્યો. સોનલના મનમાં કેટલીયે વેદનાઓ છલકાઈ રહી હતી પોતાના દુખ અને ચિંતાના રેલાઓ સાથે એ સુઈ ગઈ અને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબરજ ના હતી.

= = = = = = =

બીજા દિવસનો સુરજ પણ ઉગ્યો આજે પણ જાણે હમેશની જેમજ સુનીલ ફરી વહેલા ઉઠી ઓફિસે પહોચ્યો એને પોતાના કેબીનમાં પ્રવેશ્તાજ તુરંત આરતીને પોતાના કેબીનમાં બોલાવી. સોનલના હજુય વિચારો એના મનમાં ચાલુજ હતું એને પોતાના ઘરે મૂકી જાવા બદલનો આભાર માન્યો અને કહ્યું મને સોનલે કહ્યું કે તું મને મૂકી ગઈ હતી. આટલું કહીને એ ફરી ફાઈલોમાં ખોવાઈ ગયો એને હવે બધું કામ આરતીને સોપાતા જવાનું હતું એટલે એણે ઘણું કામ આજેજ પતાવી દેવાનું હતું.

આરતી થોડી મૂંઝાયેલી હતી એણે સામે સવાલ કર્યો સર સોનલ કોણ છે ? જેને તું કાલ મારા ઘરે મળી રહે એજ તો છે મારી સોનલ ચલ છોડ એ વાત આ બધી ફાઈલ્સ ચકાસી લેજે કાલે મારે એના સાથે મામાને ત્યાં જવાનું છે. મારા લગ્નની વાત માટે સોનલ પણ સાથેજ આવશે તો મારું કામ તું સાચવી લેજે ચલ હું બીજા કામોને પતાવીને મળીશ ત્યાં સુધી તું આ બધું સાંભળી લેજે ઓકે, ચાલો તો હું નીકળું મારે ગણા કામ હજુય પતાવાના છે.

આરતીએ હકારમાં ડોકું ધુણાવ્યું પરંતુ એના મનમાં કોઈક વિચાર ઘેરાઈ રહ્યો હતો છેલ્લા કેટલાક સમયથી સુનીલ બદલાયો હતો પણ એના પાછળનું કારણ કદાચ એનેય ખબર ના હતી. અને કાલે જયારે એ ઘરે ગઈ ત્યારે તો એને કોઈ ન હતું માંળ્યુંતો સુનીલે કેમ કહ્યું કે એણે સોનલ મળી કે નઈ ? કેટલાય સવાલો એના મનમાં ઘેરાતા જતા હતા જેના કોઈજ જવાબ એની પાસે ના હતા. એણે ફરી પોતાનું મન કામમાં પરોવવાની કોશિશ કરી પણ એનું મન હજુય સુનીલમાં અટવાયેલું હતું એને કઈક ગડબડ હોય તો પછી એને ઘરમાં કેમ કોઈજન મળ્યું. એને જેમ તેમ બધી ફાઈલો કમ્પલેટ કરીને સુનીલના કેબીનમાં મૂકી દીધી.

સોનલ હમેશ કરતા આજે વધુજ મુંજવણમાં ફસાયેલી હતી એના મનમાં હજુય હમેશની જેમ એકજ સવાલ હતો “ સોનલ કોણ ?”. કેટલી વિચિત્ર વાત છે જે વ્યક્તિને એ પ્રેમ કરતી હતી એના મુખેથી એણે ઘણી વાર સોનલની વાતો સાંભળેલી પણ આજ સુધી એને કદી પણ સોનલને રૂબરૂ જોઈ ના હતી. એણે ફરી બધું યાદ કરવાની કોશિશ કરી એના મનમાં આખીયે સીડી જાણે રીવાઇન્ડ થઇ રહી હતી એને હજુય બધુજ યાદ હતું. રાતનો સમય હતો આછી ચાંદની માં સોનલ સોનલ અવાજ કરતો સુનીલ એને લપાઈને માફી માંગતો હતો. પ્રથમ કે કદાચ આ બીજી વખત બનતું હતું જયારે એણે સુનીલનો આટલો નઝદીકી સ્પર્શ અનુભવ્યો હતો એ એક વિચિત્ર આનંદમાં જુમી રહી હતી. પણ એ અચાનક એની સચ્ચાઈ જાણીને ત્યાજ ઢળી પડ્યો અને માંડ મહામહેનતે એ એને ઘરે લઇ ગઈ હતી. જેમ જેમ સુનીલનો સ્પર્શ એને થતો હતો એ એક દમ કોઈક અજાણ્યો આનંદ અનુભવતો હતો અને છેવટે એને સુનીલને એના ઘરે પહોચાડ્યો હતો. પણ સોનલ... એ ક્યાં હતી... ઘરમાં... પણ ક્યાં... સવાલો હવે વધુ ઘેરાઈ રહ્યા હતા. જયારે મેં સુનીલને વિશાળ ભવનના એ સોફા સુવડાવ્યો ત્યારે તો ત્યાં ફક્ત મનું કાકા અને ફક્ત બર્નાર્ડ હતો બાકી તો કોઈ હતુજ નઈ તો આ સોનલ છે કોણ...? અચાનક ઝબકી બધું હજુય એની સમજથી બહારનુંજ હતું.

સુનીલ ટીકીટ અને બાકીનું કામ પતાવી ફરી ઓફિસે ગયો એક દિવસ ટીકીટના કારણે લંબાઈ ગયો હતો એણે બધા સૂચનો આરતીને આપ્યા અને મહિના માટે તેનેજ પોતાના બીજ્નેશનો કાર્યભાર સોંપી દીધો. થોડોક સમય બાદ ફરી એ ત્યાંથી નીકળી સીધો ઘેર ગયો, પણ આ શું ? સોનલ ઘરમાં ન હતી તે ચારે તરફ સોનલને શોધવા લાગ્યો. એના ચેરા પર સોનાલથી દુર થવાનો ડર ઉભરાઈ આવ્યો એ પાગલની જેમ આમતેમ આખા ઘરમાં દોડાદોડ કરીને સોનલને શોધવા લાગ્યો. એના હાલ બેહાલ હતા એ હમ્ફાતો હતો કદાચ વધુ દોડવાથી થાકી ગયો હતું, દિલ ઝડપભેર ધડકતું હતું અને પરસેવાના રેલા ઉતરીને આખા ચેરા પર નીતરતા હતા. છેવટે એ શોધતા શોધતા પોતાના ગાર્ડનમાં આવીને ઉભો રહ્યો અને ચારેકોર નજર દોડાવી પણ ઉપર ટેરેસ પરના એક ખૂણામાં સોનલ જાણે આસમાનમાં વિહરતા વાદળોમાં ખોવાયેલી ઉભી હતી.

બધું ફટાફટ થઈ રહ્યું હતું દુનિયા જાણે દોડતી હતી. સમય પળ પળ ખેચાતો હતો બધી તૈયારીઓ સુનીલે પતાવી દીધી હવે બંને વચ્ચે કોઈજ બંધન ના હતા. બંને હવે એક થવાના હતા જેના માટે ભારત પોતાના વતન જઈ રહ્યા હતા ત્યાજ તેમની સગાઇ અને કદાચ લગ્ન માટેની વાતો પણ થઇ જવાની હતી. બધુજ ફટાફટ થઇ રહ્યું હતું સાંજના સાતેક વાગ્યા હતા કાલ માટેની ટીકીટ પણ આવી ગઈ હતી. અને રહી વાત ઓફિસની તો એણે પહેલાથીજ બધુજ કામ પોતાની સેક્રેટરી અનીતા પરીખને સમજાવી દીધું હતું કદાચ એટલેજ સુનીલ હવે નિરાંત અનુભવી રહ્યો હતો. હળવા પગે એ ટેરેસ તરફ વળ્યો જ્યાં સોનલ આકાશ તરફ જોતા ઉભી હતી એ ઝડપભેર સીડીઓ ચડી ગયો એક તરફ ભારત જવાની ખુસી હતી તો બીજી તરફ સ્વાર્થી સોનલને સમયના આપી શકવાની તલપ. આખરે તે સીડીઓ ચડતા આખરી પગથીયા પરથી પગ મૂકી છત પર પહોચતા બોલ્યો.

“ સોનલ તું અહી શું કરે છે ?...”

“ આ આકાશને જોઇને ઉભી છું. મનમાં એક સવાલ થાય છે યાર...” સોનલે પોતાની આગળી ઉપર તરફ કરી આકાશ તરફ ઈશારો કર્યો.

“ પૂછને...” સુનીલ દરવાજા પાસેથી જ્યાં એ ઉભી હતી તે તરફ ચાલ્યો.

આ વિશાળ આકાશમાં કેટલા તારાઓ અને ગ્રહ, ઉપગ્રહો, લઘુગ્રહો છે છતાય જાણે એકાંતની એક ઘહેરી લાગણી એનામાં વર્તાતી હોય છે નઈ ?... સોનલે સુનીલ તરફ જોઈ

કહ્યું.

“ એતો છે જને... પણ તું અહી કેમ...” સુનીલે હકારમાં જવાબ આપ્યો.

“ તને ખબર છે સુનીલ ? આમાંથી રોજ કેટલાય તારાઓ ખરી પડે છે પણ એનો અર્થ એવો નથી કે આકાશ પણ ઢળી પડે કેટલી વેદના એ સહન કરતુ હશે છતાય કેવું મઝબુતાઈ રાખીને આમજ ઉભું રહે છે...”

“ હા એતો છે...” સુનીલે ફરી સોનલના સવાલનો હકારમાં સુર પુરાવ્યો.

“ વિચાર કર કે એ દુનિયાના આકાશમાં તું આકાશ હોય અને હું એક ટમટમતો તારો અને કદાચ કોઈક દિવસ હું ખરી જઉં તો તું પણ આમજ આકાશના જેમ મઝબુત રહીશને ?...” સોનલ ગંભીરતા પૂર્વક તારા અને આકાશ શબ્દ પર ભાર મુકતા સવાલ કર્યો.

“ કદાચ, ના મારામાં એટલી મઝબુતાઈ નથી... અને રહી વાત વિચારવાની તો હું આખા સૌરમંડળને હલાવી નાખું પણ એ તારાને સાચવી લઉં ભલે મારા અસ્તિત્વને મિટાવી દઉં પણ એ તારને તુટવા ન દઉ સમજીને ? પણ જવાદે આ બધી વાતોને અત્યારે સમય નથી આપણે બધું પેકિંગ પણ કરવાનું છે ને પછી...” સુનીલ થોડોક આકરા અવાઝે બોલ્યો અને પછી તુરંતજ જાણે અચાનક હસી પડ્યો.

“ ચલ હવે નીચે જઈએ...” સુનીલ ફરી એક વાર એને નીચે તરફ જવા આગ્રહ કરતા બોલ્યો.

“ તું જા હું હમણા આવુજ છું...? પાછળ ફરતા એણે ફરી મિટ માંડતા અને આકાશ તરફ જોઈ પોતાના સવાલોને જાણે આંસુઓમાં સરી રહી હતી.

સુનીલ નીચે તરફ જતા અટક્યોએ ફરી વાર સોનલ તરફ વળ્યો અને એને પાછળથી મઝબુતાઈથી પકડી એને વળગી પડ્યો. એના હાથ એની કમર ફરતે વીંટળાયા અને એનું મુખ એના મૂળના ફરતે ચોટી ગયું. અચ્છાતો તારો શું વિચાર છે કે આપણે પેકિંગ પેલા પણ કઈક કરવું જોઈએ એમને એણે એના પાછળથી કાનને જાણે હળવા હોઠે બચકા ભરી રહ્યો હતો.

“ તું કેમ નથી સમજતો સુનીલ... બધા દિવસો સરખા નથી હોતા... મારા વગર જીવવાનું આવશેતો તારી હાલત કેવી થશે તને અંદાઝ પણ છે...થોડોતો મઝબુત બન યાર...” સોનલ પોતાની કમર છોડાવતા સુનીલની તરફ ફરી હળવો છણકો કરતા કહ્યું.

“ પણ મારે સમજવું શું કામ પડે...?”

“ કેમ હું કઈ સમજી નઈ...”

“ તારા વગરતો મારું અસ્તિત્વજ નથી તો પછી તારા વગર જીવવાનું આવેતો હૂતો જીવતે જીવજ મરી જઈશ પણ હાલ મારે આવા વિચારો કરવાજ શું કામ પડે...”

“ દુનિયામાં ક્યારે શું થઇ જાય...” સોનલે ફરી પોતાનો રાગ રેલાવ્યો.

“ દુનિયાની મને પરવા નથી પણ હા તને કઈ થશે તો હું મઝબુત બનવા પણ નથી માંગતો મારેતો તારા સાથેજ જીવવું છે ને તારી સાથેજ મરવું છે. તું મરીશ એ મારા જીવનનો પણ કદાચ આખરી શ્વાસ હશે સમજી...” સુનીલની આંખોમાં સ્પષ્ટ લાગણીના ભાવો રેલાઈ રહ્યા હતા. એનો અવાઝ હવે તૂટી રહ્યો હતો એ ત્યાઝ જાણે ફસડાઈ પડ્યો.

“ શું થયું તને સુનીલ...?” સોનલની આંખોમાં ભયના વાદળો છવાઈ ગયા એની ધડકનો ત્રણ ગણી ગતિએ ધડકવા લાગ્યું હતું.

થોડોક સમય સુનીલ એમજ પડી રહ્યો અને અચાનક એણે પોતાની આંખો ખોલી અને સોનલના ભય અને ચિંતા છલકાવતા ચહેરાને જોઈ રહ્યો હતો. સોનલના ચહેરા પરથી ભાવ શૂન્ય થઇ ગયા હતા એની આંખોની કિનારીઓ સુધી એ આંશુઓની લહેર છેક ગાલ સુધી ખેંચાઈ આવી હતી. એ બેબાકળી બનીને બસ સુનીલને પોતાના ખોળામાં માથું મુકીને એને ઉઠાડવા માટે પ્રયત્ન કરી રહી હતી.

“ જોયું ને ? અત્યારે કેવી હાલત છે તારી મારા ફક્ત આમ પડી જવાથી જો તારી હાલત આવી થઇ જતી હોય તો તને કઈ થાય તો મારી શું હાલત થશે તુજ કેમ નથી વિચારતી...” એની આંખોમાં પ્રેમનો એ સાગર હિલોળાઈ રહ્યો હતો. એની વેદના સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“ પણ...” સોનલ વધુના બોલી શકી.

“ તને ખબર છે સોનલ મેં તને ત્યારે પણ કહ્યું હતું કે તારા વગર જીવવાનીતો વાત દૂરની છે. તારા ચહેરા પરથી જયારે સ્મિતની રેખાઓ ભુસાતી પણ જોઉં છું તો પણ મને મારી જાત પર નફરત થઇ જાય છે મારેતો બસ તને ઉછળતી કુદતી અને હસતી રમતીજ જોવી છે. તું આમ આંશુ સારીસ એવી ખબર હોત તો તને મારા પ્રેમનો ઈઝહાર પણ ન કરત મારે તને દુખી કરીને તો પ્રેમ પણ નથી કરવો યાર...

સોનલ કઈજના બોલી ના શકી એ સુનીલની બાહોમાં સમાઈ ગઈ મને માફ કરીદે સુનીલ મારો કહેવાનો ભાવાર્થ તને દુખી કરવાનો ક્યારેય ન હતો. આતો બસ તને આમ તડપતો હું નથી જોઈ શક્તિ મારા વગર એક પલ તું આટલો તડપી ઉઠે તો જયારે મને કઈક થઇ જાય ત્યારે તું શું કરીશ...

“ તારા વગર જીવવાનું કદી મેતો વિચાર્યુજ નથી અને વિચારવા માંગતો પણ નથી સોનલ તો શું જવાબ અપાત કે...” સુનીલે ફરી પોતાના મનની વાત કરી.

સોનલ હજુય કઈ બોલી ના શકી સોનલ બસ એને લપાઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી એના મનમાં ભરાયેલી અગાધ વેદનાઓ જાણે પુર ઝડપે વહી રહી હતી. એ બસ નિરંતર રડતી હતી એને કઈ વાતની ચિંતા હતી એ સોનલ માટે સમજવું મુશ્કેલ હતું. પણ કદાચ ઇન્ડિયા જઈને બધું ઠીક ઠાક થઇ જશે એવા વિશ્વાશે સુનીલ પણ થોડોક નિશ્ચિંત હતો.

આખરે રાત્રીનો અંધકાર ઘેરાઈ રહ્યો હતો બંને હવે એક બીજાને લપાઈને બેઠા હતા થોડીક શાંતિ વાતાવરણમાં પ્રસરી રહી હતી છેવટે બંને જાણા ઉઠ્યા અને ટેરેસ પરથી પોતાના બેડરૂમ તરફ વધવા લાગ્યા છેવટે સોનલે પોતાનો સવાલ મુક્યો આપને ક્યાં જવાના છીએ કાલે ?

“ સિરોહી... મામાના ઘરે...” સુનીલે હળવા અવાજે પોતાનો જવાબ આપ્યો.

“ સિરોહી...?” સોનલનો અવાઝ ગોઠાઈ ગયો એના અવાઝમાં રુક્ષતા છવાઈ ગઈ. એના ચહેરાના હાવભાવ ઉડી ગયા એ નિશબ્દ બની સુનીલના મૂખ તરફ જોઈ રહ્યો હતો.

“ હાં, મામાજી ત્યાજ રહે છે, અને મને પરણવાની જિમ્મેદારી મમ્મી અને પપ્પાએ એમને સોપેલી છે એટલે ત્યાર પછીની જિમ્મેદારી એમની રહેશે. તું સવાલ બઉજ કરે છે બઉ બદલાઈ ગઈ છે મારી એ હસતી રમતી સોનલતો જાણે ખોવાઈ ગઈ છે...” હસતા મુખે એને સમજાવી રહ્યો હતો. થોડીક વાર શાંતિ છવાઈ ગઈ સમય નિરંતર વહેતો જઈ રહ્યો હતો. બંને જણા ચુપ હતા કદાચ ગાઢ વિચારોમાં ખોવાઈ ગયા હતા.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]

બીજા રસપ્રદ વિકલ્પો