Svpnsrusti Novel ( Chapter - 16 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svpnsrusti Novel ( Chapter - 16 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૧૬ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૧૬

“ શું થયું સુનીલ સર...”

“ સોનલ મને માફ કરી દજે...” સુનીલ હજુય કોઈક અલગજ દુનિયામાં હતો એને વર્તમાનનું ભાન ના હતું. એ હજુય એની આંખોમાં ખોવાયેલો હતો કદાચ એને ચહેરો જોવાનું પણ ધ્યાન નહતું આપ્યું એ હજુય જાણે એને સોનલ સમજીનેજ લપાયેલો હતો અને પોતાના મનની વ્યથા એ એના સામે બતાવી રહ્યો હતો.

“ હું આરતી છું સર... આરતી પરીખ...” આરતીએ પોતાનો જવાબ ફરી એક વાર હળવેકથી આપ્યો એની આંખોની કીનારીઓમાં ભીનાશ છવાઈ ગઈ. પોતાના ચાહેલા વ્યક્તિની આંખોમાં આંશુ અને કોઈકના માટેનો પ્રેમ અને એ પણ આટલી હદે એ પોતાના વહેતા આંશુઓને રોકીજ ના શકી.

“ આરતી... તું અહી...” વર્તમાન જાણે ફરી સુનીલ સમક્ષ આવ્યો અને અડી નઝારે એની સામે દાંત કાઢી હસતો હોય એવું અનુભવાયું અને સુનીલે પોતાની વાસ્તવિકતામાં આવી આરતીથી અંતર બનાવી લીધું અને બબડ્યો મને માફ કરજે આરતી મને લાગ્યું હતું કે સોનલ છે... એટલેજ... માફ કરજે... છેલ્લા કેટલાક દિવસોથી બસ મારી હાલત કઈક આવીજ છે.

“ ઇટ્સ ઓકે... સર...” આરતીએ પોતાની ભાવનાઓને મક્કમ કરતા ટૂંકો જવાબ આપ્યો. એના ચહેરા પર કેટલાય અવર્ણનીય ભાવ છલકાઈ ગયા શું કરવું અને શું ની કદાચ એ સમજીજ ના શકાયું.

થોડીક વાર માટે સુનીલ પોતાનું ભાન ભૂલીને ત્યાજ ઢળી પડ્યો અને જમીન છતો ફસડાઈ ગયો હતો. જાણે અશક્તિ આવી ગઈ હોય તેમ તે જમીન પર ઢોળાઈ ગયો અને ત્યાજ પડી ગયો હતો. આરતી સુનીલને લઇ એમના મકાન સુધી છોડી આવી અને કદાચ પોતાના ઘરે આવીને એ ખુબ રડી પણ હોય. કદાચ મોડા પડી જવાનું દુખ પ્રેમ નકારવા કરતાય વધુ હતું વર્ષોથી મનમાં ભરેલી વાત કદાચ એણે પેલા કરી હોત તો... એવા સવાલો ત્યારે એના માંનમાય ઉદભવ્યા હશે પણ... હવે એનો અર્થ નથી સુનીલતો ફક્ત સોનલનો જ છે અને રહેવાનો પણ...

સુરજ દાદા વિદાય લઇ ચુક્યા હતા ચાંદા મામા પોતાના લાડકોડ સાથે ચાંદની સ્વરૂપે વરસાવી રહ્યા હતા. વાતાવરણમાં ફેલાયેલી મદહોશ કરી મુકતી શાંત લહેરો સાથે આકાશમાંથી સોનેરી કિરણો મન મુકીને વર્ષી રહી હતી આખા શહેરની ગલીઓમાં સોનું વેરાયેલું હતું. રાત્રીનો સમય થવા આવ્યો હતો અચાનકજ સુનીલની આંખ ઉઘડી સામેની ઘડિયાળમાં ત્રણેક કાંટા એકમેક સાથે સુર મિલાવતા નઝરે પડી રહ્યા હતા રાતના દસેક વાગી રહ્યા હતા. બાજુના છેડે સોનલ બેઠી હતી અને સુનીલ જાગતા વેત સોનલને પોતાની તરફ બોલાવવા લાગ્યો અને એને પૂછ્યું હું તો ઓફીસ હતોને તો પછી અહી કઈ રીતે ? એના ઓફીશે હતોને તો પછી અહી કઈ રીતે ? એના ચહેરા પર આશ્ચર્યનો ભાવ ઝળકી રહ્યો હતો.

“ તું આરામ કર... હાલ એ બધું જરૂરી નથી બધું કઈશ તને... અને હા તને કોઈ છોકરી મુકવા આવી હતી એની નામ કઈક આરતી પરીખ હતું...” સોનલ અટકી અને રસોઈ તરફ વળી... એના ચહેરા પર ઘણી લાગણીઓ હતી અને કદાચ સવાલ પણ કે એવું શું થયું હશે...

“ આરતી મને લઈને આવી...”

“ હા... નામ તો એવુજ કહ્યું... કે...”

“ બસ એમજ પૂછ્યું...? એક કામ કરને તું મારી પાસેજ બેસને સોનલ તારી સાથે એક વાત કરવી છે...” સુનીલના ચહેરા પર એક ભય હતો ડરની રેખાઓ આછી ઉપસીને છવાઈ રહી હતી.

“ એક મિનીટ સુનીલ... તારા માટે પેલા ગરમા ગરમ કોફી લાવું પછી કરીએ... તારે જે વાતો કરવી હોય એ...” સોનલ ત્યાંથી ઉભી થઈને પાસેના રસોડામાં દોડી ગઈ.

થોડોક સમય વીત્યો સોનલ બે મગમાં કોફી લઈને આવી. સુનીલ થોડી વાર ત્યાં ઊંગ્યા પછી ઉઠીને સોફા પર બેઠો હતો અને હવે પહેલા કરતા વધુ સ્વસ્થ જણાઈ રહ્યો હતો. એણે કોફીનો કપ હાથમાં પકડતા એક હળવું સ્મિત ફેક્યું જેના સામે જવાબ હળવા સ્મિતથીજ મળ્યો.

“ મેં એક વિચાર કર્યો છે...” સુનીલેજ કોફીના એ મગને હોઠે અડકાવી એક લાંબી ચૂસકી મારી અને લાંબી ચુપીને તોડી પહેલ કરી.

“ શું...?” સોનલે ટૂંકો જવાબ આપ્યો અને જાણે સમો સવાલ પણ કરી લીધો હોય એમ કોફીની ચૂસકી પિતા પિતા બોલી.

“ આમ ક્યાં સુધી આપણે સાથે રહીશું કોઈ પણ પ્રકારના કારણો વગર...” થોડુક ઊંડું વિચારમાં ખોવાઇને જાણે એક ગંભીર પ્રશ્ન પૂછ્યો.

“ હું પણ એજ કહેતી હતીને... સુનીલ...” કદાચ સુનીલ કઈક સમજ્યો હોય એમ સોનલે એના નજીક આવતા કહ્યું અને હવે વિશ્વાસ હતો કે એની મઝબુરીઓ કદાચ સમજે અને એની હકીકત જાણે પણ.

“ તો કેમના આપણે સમાજની સાક્ષીએ અને દુનિયાની આંખે પણ લગ્નના પવિત્ર બંધનોમાં બંધાઈ જઈએ...” તાજગી સભર અવાઝમાં સોનલનો હાથ પકડીને એ બોલ્યો અને કદાચ એના જવાબની આશમાં એના નિર્દોષ ચહેરાને એ જોઈ રહ્યો.

“ પણ...”

“ પણ શું... સોનલ...”

“ મારી વાતતો સંભાળ સુનીલ...” પણ એ કઈ બોલે તે પહેલાજ એને એના હોઠને ચૂમી લીધા અને ફિક્કું સ્મિત કરીને સોનલ સામેજ જોઈ રહ્યો. અચાનક સુનીલે કરેલી હરકત એ સમજીજ ના શકી બધું જાણે ઝડપભેર બની ગયું એક ગજબનું મિલન અને એમાય પ્રેમનું આગમન. હજુય સોનલ કઈ પણ સમજી શકી ના હતી બસ સામા છેડે બેઠેલા સુનીલને કઈક ગડમથલમાં પરોવાયેલો જોઈ રહી હતી કદાચ સુનીલના હાવભાવ સમજી શકાય એવા તો નજ હતા. સુનીલે ખિસ્સામાંથી ફોન કાઢ્યો. એક નંબર લગાવ્યો અને ફોન કનેક્ટ થયો થોડીકજ વારમાં ફોન સામેના છેડે ઉપડ્યો.

“ હેલ્લો, હા મામાજી હું સુનીલ મારે તમને એક વાત કરવી છે, મેં મારા માટે એક છોકરી જોઈ છે અને મારે એની સાથેજ મારી જીંદગી વિતાવવી છે. ચાલો ચારેક દિવસમાં હું એની સાથેજ ભારત આવી રહ્યો છું... બાય મામા...” સુનીલનો ફોન કટ કર્યો અને પોતાના બિસ્તર પર જઈને સુઈ ગયો બારી માંથી આવતી મીઠી હવાની લહેરે એને રોમાંચિત કરી મુક્યો એ એક અલગજ વિચારોમાં ખોવાઈ ગયો. વારંવાર એના ચહેરા અને આંખોમાં એક વિચિત્ર ભાવો ઉભરાતા નઝરે પડતા હતા કદાચ એ સોનલ સાથેના એના ભવિષ્યના વિચારોમાં ખોવાયો હતો. એના ચહેરા પર ઉપસતો આનંદ એની અંતરમનની ખુશીઓને વ્યક્ત કરતો હતો અને એ અદભુત વિચારોના સાગરમાં હિલોળે ચડ્યો હતો.

બીજી તરફ સોનલની ઊંઘ જાણે ઉડી ગઈ એની સમજથી બહારનુંજ બધું ઘટી રહ્યું હતું એક વિચિત્રતા હતી એ કઈ પણ સમજી શક્તિ ના હતી. કદાચ એના મનમાં સમાયેલી કોઈ ગહન ચિંતાઓની સમસ્યા એને કટારની જેમ વેદના આપીને તડપાવી રહી હતી. એ સુનીલને એકલો જીવતા શીખવવા માંગતી હતી પણ એની દરેક વાતની જાણે શરૂઆત ગણોકે અંત બધુંજ સોનલ પર ઢળી જતું હતું. એ જાણે એના પર સંપૂર્ણ રીતે નિર્ભર હતો એનું અસ્તિત્વજ જાણે સોનલ સાથે ગૂંથાઈ ગયું હતું જેને એ પોતે અલગ કરવા માંગતી હતી. સોનલ પોતે એનાથી દુર જવાની હોય એમ એને એકલો રહી શકવા માટે જાણે તૈયાર કરવા માંગતી હતી, પણ જાણે પોતાના દરેક પ્રયત્નમાં એને નિષ્ફળતાજ મળી રહી હતી.

સોનલની ચિંતા એને શાંત પાડવા ના દઈ રહી હતી એક ગહન વિચારમાં એ ખોવાઈને આમતેમ આંટા મારી રહી હતી. આછા ચંદ્રના પ્રકાશમાં એનું રૂપ ચમકતું હતું અને સોનેરી કિરણો બાલ્કનીમાંથી ઘરના અંદર સુધી આવી રહી હતી. રૂમમાંથી ઉઠીને સોનલે બાળકની તરફ કદમ માંડ્યા કદાચ એ અંધારપટમાં ટમટમતા તારલા એનું સમાધાન આપે અથવા ચંદ્રમાં એવી ઈચ્છાએ જાણે એ ત્યાં ખેચાઈ ગઈ. બાલ્કનીમાં ઉભી સોનલ આજ વરસતી આંખે જાણે ભગવાન પાસે કઈક માંગી રહી હતી કદાચ એના ગયા બાદ પોતાના વગર સુનીલ જીવી શકે એ માટેની એનામાં હિમ્મત માંગતી હોય પણ કેમ અત્યારે એની શું જરૂર બધાજ સવાલોના જવાબ આપવા મુશ્કેલ હતા. હવેતો જયારે ટીકીટો બુક કરાવવાનું પણ એણે મેસેજ દ્વારા પોતાના કર્મચારીને જણાવી દીધું હતું. બે દિવસમાં એ લોકો ભારત પાછા ફરવાના હતા અને ત્યાની હકીકતો સહન કરવાની તૈયારી હજુ સુધી સુનીલમાં નાં હતી કદાચ એની ચિંતાજ એના મનમાં હતી. પણ આગળની હવે કોઈ વાત એના બસમાં ન હતી કે ના એના વિચાર્યા થી કોઈ ફરક પાડવાનો હતો. એક વિચિત્ર હલચલ હતી જેના જવાબો એની પાસેય ના હતા ભારતની હકીકતો સુનીલ સહન કરી શકશે કે કેમ એજ દુવિધા એને તડપાવી રહી હતી. એવું તો શું હતુજે આજે પ્રથમ વખતજ સોનલે સુનીલથી છુપાવ્યું હતું ? પણ એનાથી હવે શું કાલે ઇન્ડિયા જવાનું છે અને બધુજ સુનીલની આંખો સામે આવી જવાનું પણ છે... પણ... સુનીલ એ સહન કરી શકશે... એની આંખો ભરાઈ ગઈ... અચાનક એ દોડીને સોફા પર પટકાઈ ગઈ... સુનીલની આંખો બંધ હતી કદાચ એ સુઈ ગયો હતો...

છેવટે સોનલે સોફા પર પડ્યા પડ્યા વિચારોના વમળોમાં પોતાના મનને નમાવી દીધું એનું મન એ લહેરોમાં જાણે વહેવા લાગ્યું. ભૂતકાળ એના દિલમાં કટારની જેમ ભોકાઈને એને અસહ્ય વેદના આપતો હતો એનો ભૂતકાળ એ યાદ કરવા ના હતી માંગતી પણ... એજ ભૂતકાળ હવે સુનીલ સામે ઉઘાડો પાડવાનો હતો... કેમ સહન કરશે એ સુનીલ જે એક પલ પણ એના વગર રહી શકતો નથી... એની આંખો મીંચાઈ રહી હતી... એ ડાયરી... રૂમ... પાંચ સેતાનો... વિજય... કિશનભાઈ... ઘર... બધુજ એની આંખો સામે જીવંત બની જતું હતું એ દર્દથી જાણે પીડાઈ રહી હતી... પણ... સુનીલ... તો... કેમ કરીને એ સહી શકશે...

એ દિવસ જયારે એ અમેરિકા આવવાની હતી અને એની સાથે ઘટેલી ઘટના એના રોમેરોમને થીજાવી નાખતી હતી એનું મન સુન્ન થઇ જતું હતું. એક ઘોર અંધકાર એના મન અને દિલમાં છવાઈ જતું હતું એ દિવસ એના જીવનને એક વિચિત્ર દશા અને દિશા આપી ગયો હતો. એના રુંવાટા એ ઘટનાને યાદ કરીને ઉભા થઇ જતા હતા એનું કાળજું તરફડી ઉઠતું હતું એની સામાજિકતા ત્યારે એના વારે ના આવી અને એની આંખો ઉઘડી પણ હવે બઉ મોડું થઇ ચુક્યું હતું. હજુય એનો ભૂતકાળ એને ક્યાંક કયાંક વર્તમાનમાં ભળતો દેખાતો હતો પણ સુનીલ એના દિલમાં એક કિરણની જેમ સોનેરી પ્રકાશ ફેલાવતો હતો. એની આંખો બંધ થઇ ચુકી હતી એ કોઈક સ્વપ્ન જોઈ રહી હતી એક વિચિત્ર દુનિયામાં જાણે એ જીવતી હતી એક અજાણી દિશા તરફ એ દોડી રહી હતી. કોઈ મંજિલ વગરની જાણે એની દોડ એને કઇજ સમજાતું ના હતું એના આખાય ચહેરા પર પરસેવો ફરી રહ્યો હતો એ જાણે થાકી ગઈ હતી. એના કાને એક વિચિત્ર વેદનાના અવઝો સંભળાતા હતા એના દિલમાં એક કટાર જાણે ભોકાઈ રહી હતી એ બસ તે અવાઝની દિશામાં દોસ્તી હતી. દુર એક આછા પ્રકાશમાં કોઈક નીચું મોં કરીને બેઠું હતું અવાઝ ત્યાંથી આવતો હતો સોનલે પગ એ દિશામ ઉપડ્યા એનું દિલ સુન્ન હતું. જેમ જેમ એના પગ એ દિશામ ઉઠતા હતા એના દિલમાં દર્દ જાણે ભારે થતું જતું હતું એ નજીક આવી રહી હતી પણ દિલ દુભાતું હતું. એ રુદનનો અવાજ સીધો એના દિલના ઊંડાણમાં પછડાઈને એક દર્દ આપતો હતો એ તડપી રહી હતી પણ હજુય દુરૂ જાણે યથાવત હતી. છેવટે સોનલ એના પાસે પહોચી એણે એના ખભા પર હાથ મુક્યો અને જાણે થોડોક ઝાંજોળતા બોલી “ કોણ... શું થયું... કેમ હી...” સોનલના શબ્દો અટક્યા અને રુદનનો અવાઝ પણ ધીમો થતો ગયો. સોનલનો હાથ ફરી એને સ્પર્શ્યો એક વિચિત્ર અહેશાસ સોનલને થયો કદાચ એને એ ઓળખાયો એના મુખેથી એકજ શબ્દ સરયો... “ સુનીલ...” અને એ નીચું ઘાલીને બેઠેલો ચહેરો રડમસ હાવભાવ સાથે સોનલને જોઈ રહ્યો હતો. એક વિચિત્ર આનંદ છવાયો હોય એવું લાગ્યું એક પરમાત્માનો જાણે સાક્ષાત્કાર થયો હોય એમ એ ચહેરો નિરંતર સોનલને જોઈ રહ્યો હતો. “ સુનીલ... આ શું કરે છે...” સોનલે તરતજ પૂછી લીધુ અને એ પણ રડવા લાગી. “ તારા વગર હું મારી જવા માંગું છું મારે નથી જીવવું સોનલ... હું મરી જઈશ...” એ અચાનક આટલું બોલીને દોડીને બારી પાસે ચાલ્યો ગયો. “ અરે સુનીલ આ શું કરે છે...” સોનલનો ચહેરો શુન્યભાવ સાથે ઉભરાઈ ગયો અને એ એને રોકવા આજીજી કરવા લાગી. “ ના સોનલ તારા વગર હું ની જીવી શકું...” એટલું બોલીને એ આકાર પેલી બારીના કાચ તોડીને નીચે તરફ પછડાઈ ગયો. સોનલનું મન શૂન્ય થઇ ગયું, હાથ પગ થીજાઈ ગયા, દિલમાં અંધકાર, અને અવાઝ ગૂંટાઈ ગયો એ તરતજ જેમ તેમ કરીને બારી પાસે પહોચી પણ જે જોયું એ જોઇને એ ભોચક થઈને ત્યાજ ઉભી રહી ગઈ. એ ચકરી ખાઈને ત્યાજ પડી જવાની હતી એની નઝર હજુય એ બારીથી બહાર જાંખી રહ્યું હતું પણ એ ઊંડાઈઓ અગાધ અને માપી શકાય એવી ના હતી. એને અચાનક ચક્કર આવી અને એપણ એજ બારી માંથી પટકાઈ ગઈ... “ સુનીલ...” અચાનક સોનલ ઝબકીને ઉભી થઇ ગઈ. એના ચહેરા પર એક ઉદાસી છવાઈ ગઈ હતી વાસ્તવિકતા એના સપના સામે જાણે હસતી હતી.

એની આંખો સામે વાસ્તવિકતા હવે સ્પષ્ટ હતી એ સોફામાં પડી હતી સામેના છેડેના બેડ પર સુનીલ સુતો હતો એના મુખ પર અજાણ્યું હાસ્ય રેલાતું હતું. કદાચ એ કોઈ સ્વપ્નસૃષ્ટિમાં મહાલતો હતો એ સપના જોતો હતો એના હાસ્યનું કારણ સોનલ પોતેજ હતી એ જાણતી હતી. એને સુનીલને થોડીક વાર એમજ પડેલો જોયા કર્યો એને એક અદભુત આનંદ મળતો હતો સુનીલના ચહેરાને જોઇને જે એ માણી લેવા માંગતી હતી. કાલનો દિવસ કદાચ એના માટે આખરી હોય પણ કેમ ? સોનલે થોડુક સુનીલના નજીક જતા એના પર થોડુક ઝૂકીને એના ચહેરાને જોઈ રહી હતી કદાચ એ એના તરફ ખેચાઈ રહી હતી. એણે પોતાની નાઝદીકીઓ વધારવા લાગી એનું મુખ એના ચહેરા પાસેજ જાણે હતું એ એના બરછટ હોઠો તરફ વધતી હતી. એણે પોતાના હાથને એના ગાલપર ફેરવ્યા અને એના હોઠો પર કદાચ એક આખરી ચુંબન આપવા એ ઝૂકતી જઈ રહી હતી એને સુનીલના શ્વાશની ગરમાશ અને અવાઝ બંને સ્પષ્ટ સંભાળતા હતા. બંનેના હોઠો વચ્ચે કદાચ એક આંગળી ભરનું અંતર હતું બે હોઠો ભેગા થઇ જવા કદાચ ફફડી રહ્યા હતા એક પળમાં બેય એક બીજા પર ભીડાઈ જવાના હતા. પણ અચાનક સોનલની કમર પર એક મઝબુત પકડ વીંટળાઈ ગઈ એને સુનીલના શરીર સાથે જકડી લેવાઈ અને અચાનક સુનીલે આંખો ખોલી આ જોઇને સોનલ જાણે ડઘાઈ ગઈ.

[ વધુ આવતા અંકે ... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]