સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૧૧ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૧૧
“ શું થયું સુનીલ કેમ આમ અચાનક અહી આવીને ઉભો થઇ ગયો..” સોનલે પોતાના હાવભાવમાં પ્રેમ અને ભાવનાની લાગણીઓને દર્શાવતા કહ્યું.
“ બસ એમજ...” પોતાની નઝર હજુય આકાશ તરફ રાખીને બબડ્યો...
“ મને સાચે સાચું કે સુનીલ...” સોનલે એને પોતાની આંખોમાં જોવા એને પોતાની તરફ ફેરવીને પૂછ્યું અને એને દિલાસો દેતા બોલી.
“ શું કઉ કે... મેં હાલ જે કર્યું એના બદલ મને માફ કરજે...” સુનીલે પોતાનો પક્ષ એની સામે ખુલ્લો કર્યો અને ફરી જાણે કોઈ મૂંઝવણમાં ખોવાયો.
“ એમાં કઈ ખોટું નથી યાર સાચું કઉતો મને ખબર હતી પણ તોય મેં જાણી જોઈનેજ ખોવાયેલા રહેવાની કોશિશ કરી હતી.
“ પણ તું પરણિત છે અને તારે દુનિયાદારી માં...” સુનીલ અટક્યો.
“ હવે મારે તારા સિવાય કોઈ દુનિયામાં નથી રહેવું એટલેજ તો બધું છોડીને તારી પાસે આવી છું સમજ્યો મારા પ્રેમી પ્રીતમ..” સોનલે ફરી મશ્કરી કરતા આંખ મિચકારીને કહ્યું.
“ પણ મારે તારી સાથે આમ શારીરિક રીતે...” સુનીલ વધુ બોલી શક્યો હોત પણ એ પેલાજ સોનલે એના હોઠો પર પોતાનો હાથ મૂકી એને ચુપ કરાવ્યો.
“ હવે તું પણ બઉ વિચારવા લાગ્યો છે એમને... આ બધું વિચારવાનું ત્યારે ક્યાં ગયું હતું જયારે તું છુપાઈ છુપાઈને મને જોતો હતો... મારા વિશેના વિચિત્ર વિચારો કરતો હતો... આમ મારા શરીરને જોતો અને ખબર નઈ કે કેવુય વિચારતો હોઈશ... અને હવે જયારે હું પોતે તને અપનાવી રહી છું ત્યારે તું પાછો મારા રંગોમાં રંગાઈ રહ્યો છે. અરે હવે જયારે મેં તને કહ્યુંને કે હવે હું ફક્ત તારી છું સમજ્યો એટલે તારે મારી પાસે કોઈ જાતની માફી માંગવાની નથી સમજ્યો ને મારી હવેની જિંદગી પર માત્ર તારો હક છે તો... હું અહી વિજય ની સોનલ નઈ પણ સુનીલની સોનલ બનીને આવી છું... એ પણ સંપૂર્ણ સુનીલનીજ... સમજ્યોને... ” સોનલ અટકી અને જાણે કોઈ ગહન વિચારની ધારામાં ખોવાઈ ગઈ.. જાણે કઈક એના અંદર હિલોળે ચડીને એને પરેશાન કરી રહ્યું હતું.
“ પણ હક અને તારા પર, તું જાણે તો છે કે મારે તો તારા પર કોઈ હક નથી જોઈતો ગાંડી તું મારી સાથે છે એજ બઉ છે મારા માટેતો.....પણ...”
કદાચ સુનીલ એના પણનો હજુય વધુ પડતો વિસ્તાર ખેંચી સકત પણ સોનલે હવે આ વિષય આગળ ખેચવો ના હતો એણે એના હોઠો પર એક આંગળી મૂકીને એને ચુપ કરાવી અને એની તરફ સરકી ગઈ બંનેના શ્વાસ હવે જાણે એકબીજાને અનુભવાઈ રહ્યા હતા બંનેના હોઠ શાંત હતા આંખો કેટલીય વાતો કરી રહી હતી. લાગણીઓ અંદરો અંદર એક તોફાન મચાવી રહી હતી. વહેતા શ્વાશની ગરમી એમના હોઠોને તડપાવી રહી હતી બંને ના દિલ એક સાથે ધડ્કીને જાણે કોઈ સંગીત ની ધૂન બનાવી રહ્યા હતા. દુરીઓ નજદીકીમાં ફેરવાઈ રહી હતી બંનેના હોઠોમાં એક ચાહત અને પ્રેમની વર્ષા વરસવા લાગી હતી બંને જીવ એક થઈને ખોવાઈ જવા તડપી રહ્યા હતા. સોનલે સુનીલના બંને હાથ પોતાની કમરના ફરતે વીંટળાય એમ મુક્યા અને એક લાંબી સમયની રાત્રી બાદ એ સુનીલને લપાઈ ગઈ. સુનીલ કઈક વિચારીને બોલ્વાજ જતો હતો પણ અચાનક સોનાલેજ પોતાના ભીના હોઠ સુનીલના શુષ્ક હોઠો પર મૂકી દીધા. અને એક નવા વિશ્વની સફરે બે મુક્ત પંખી નીકળી પડ્યા ફરી એક અજાણી દિશા અને મુસાફરી પર. આજે એમની સામે કોઈજ પ્રકારના બંધનના હતા, કોઈ એમને રોકનાર ના હતું કે કોઈ એમની ચુગલી કરનાર. બસ એક અને એક ભેગા મળીને પણ એક બની રહ્યા હતા બે જીવ હોવા છતાય એમને બે કહેવા મુશ્કેલ હતા. બંનેના ગરમ વહેતા શ્વાસ સામસામે અથડાઈ રહ્યા હતા એક ગરમાશ અને હળવાશ અનુભવાઈ રહી હતી.
એક અલગજ આનંદ એમને રોમાંચના સાગરમાં ધક્કો મારીને ક્યાય છુપાઈ ગયો હતો. કિનારે છુપાઈને એપણ કદાચ એમ ના પ્રેમ રાગને સંભાળવા બેચેન બની રહ્યો હતો. અકાશમાં તારા જાણે શરમાઈ રહ્યા હતા ચંદ્રતો ક્યારનોય છુપાઈ ગયો હતો. બસ પ્રકૃતિ એમના પ્રેમની પળોમાં એમની સાથે હતી. ઉપર ખુલુ આભ, ચારે તરફ પથરાયેલી આછી ચાંદની, નિરંતર વહેતી પવનની લહેરકી વાતાવારણમાં ફેલાયેલી એ ગરમાશ અને વાદળોના અવાજોથી પંખીના સુર વડે રેલાતું મધુર સંગીત બધુજ એમને જાણે ઉશ્કેરી રહ્યું હતું.
લગભગ ચારેક મિનીટ ગુજરી ચુકી હતી પણ સુનીલ અને સોનલ હજુય એમજ એકબીજાને બાથમાં ભીડાયેલા ત્યાજ ઉભા હતા કદાચ બેમાંથી એકેયને પરિસ્થિતિનું ભાન રહ્યું હોય. સુનીલ જાણે એને મજબુતાઈથી પકડી એના એ તનને પોતાના તન સાથે જોડી રહ્યો હતો. સોનલની આંખો એના ભૂતકાળની યાદોમાં વર્ષી રહી હતી એના આંશુ એની આંખોથી રેલાઈને એના ગાલ પર સરકીને નીચે તરફ વહી રહ્યા હતા. સુનીલનો હાથ એના મુખને સ્પર્શી રહ્યો હતો અચાનકજ એના આંશુ સુનીલના હાથને વળગ્યા અને જાણે ભીડાઈ પડ્યા હોય એમ સુનીલ વર્તમાનમાં આવ્યો એણે તરતજ સોનલના આંશુ લૂછ્યા. કદાચ સોનલ હજુય એના ભૂતકાળમાં ડોકિયા કરી રહી હતી. એની આંખો જાણે એને વધુ રડવા પ્રેરી રહી હતી. સુનીલે એના ખભા પર થોડોક હળવો હાથ મારી એને હોશમાં લાવવાની કોશિશ કરી છેવટે સોનલ ઝબકી અને પોતાના આંશુ લુછી ફરી એ સુનીલની બહોમાંજ ચોટી ગઈ.
છેવટે સુનીલે મહામહેનતે છાની રાખી અને રાત્રીના સમયને જોતા એને ઘર તરફ ફરવા ઈશારો કર્યો. સુનીલે ફરી એને કસીને પોતાની તરફ ખેંચી એક તસ્તું ચુંબન આપ્યું અને બંને જાણા લીફ્ટમાં બેસીને ગણતરીની પળોમાજ નીચે ઉતરી ગયા. રાતનો અંધકાર પોતાની બધી તાકાત હવે લગાડી રહ્યો હતો જાણે દુનિયાને નીગળી જવા મથતો હતો. ક્યારનોય આ બંનેની પ્રેમ કહાનીનો સાક્ષી બનેલો ચંદ્રમાં હવે ધ્રુસ્કે ધ્રુષ્કે રડતો દેખાઈ રહ્યો હતો એના આંશુઓ કદાચ વાતાવરણમાં ભેજ સ્વરૂપે વહેતા હતા. એની વેદના ચાંદનીમા ભળીને ચારે તરફ શોકમય લહેરો વિખેરી રહી હતી. થોડીકજ પળોમાં સુનીલે પાર્કિંગમાં જઈને પોતાની લેમ્બોર્ગીની કાઢી અને સોનલ સામે આવીને ઉભો રહ્યો સોનલ થોડીક ઝૂકીને એમાં બેસી ગઈ અને રાતના અંધકારને ચીરતી એ વિશાલ ખુલ્લા રસ્તાઓ પર પાણીની જેમ વહીને કાર એક વિશાલ અને ભવ્ય મહેલ જેવા બંગલા સામે રોકાઈ. વોચમેને દરવાજો ઉગાડ્યો અને કાર તરતજ એ વિશાળ મહેલના દરવાજા પાસે રોકાઈ ગઈ. સોનલને પોતાના હાથ વડે પકડીને સુનીલે પોતાનાજ ભવ્ય મહેલમાં એક અલગજ અંદાઝમાં પ્રવેશ કર્યો.
સોનલના પગલા પડતાજ જાણે ઘરમાં ઉમંગની લહેર છવાઈ ગઈ કેટલાય દિવસથી શાંત અને સુનો પડેલો મહેલ જાણે એક પ્રેમના સૂરોથી ગુંજી ઉઠ્યો હતો એમાં એક અદભુત જીવંતતા પ્રસરી રહી હતી. કદાચ આટલા સમય બાદ આ સુનો મહેલ ઘર જેવીજ લાગણીઓથી ઉભરાઈ રહ્યો હતો એમાં પ્રફુલ્લિતતા છવાઈ રહી હતી. બંને જણ એક ભવ્ય ઓસરી ઓળંગીને વિશાલ ગેસ્ટ રૂમ તરફ વળ્યા અને ત્યાંથી પોતાના રૂમની સીડીઓ ચઢી ગયા. સુનીલ એકલો રહેતો હોવા છતાય કોઈક સ્ત્રીના હાથે ઘર સચવાતું હોય એવું લાગ્યું બધુજ પોતાની નિશ્ચિત જગ્યા પર હતું. અંદર પ્રેવેશ કરતાજ પ્રથમ એક રજવાડી સોફાનો બનાવેલો જાણે નાનકડો રૂમ જેવો ભાગ જ્યાં મહેમાનો માટેની બધીજ સગવડ હતી. એ ભવ્ય ઈમારતમાં જાણે સોનેરી પ્રકાશ હતો અને સોનેરી રંગે એ રંગાયેલો હતો. એની ભવ્યતા એટલી હતી જાણે કોઈ રજાનો રાજમહેલ હોય લાંબા લાંબા પડદાઓ બારીઓ પર લગાવેલા હતા. અખા ઘરમાં ફર્નીચર પણ જાણે મહેલોની બનાવટ મુજબનું હતું. એક લાંબી ઓસરી વટાવી સામેજ ભવ્ય બેઠક રૂમ હતો દરેક પ્રકારની અદભુત સુવિધાઓથી સજ્જ એ મહેલ જાણે બાહો ફેલાવીને સોનલનું સ્વાગત કરતો હતો. મોટા મોટા માટી અને તામ્રના બુથ જેવા શો પીસ મુકાયેલા હતા એમાય ઘરના પ્રવેશ દ્વારે મો ખોલીને ઉભેલા એ સિંહનું સ્ટેચ્યુ અદભુત હતું. ભવ્ય મોટા બેઠક રૂમની દીવાલો પર જુદા જુદા પ્રાણીઓના શો-પીસીસ પણ એવી બનાવટ થી મુકાયેલા હતા જાણે દીવાલની તિરાડો માંથી પ્રાણીઓ ડોકિયા કરીને બધું જોઈ રહ્યા હોય. એક વિચિત્ર વાતાવરણ હતું અંદર પ્રવેશ્તાજ મન આપોઆપ પ્રફુલ્લિત બની જાય એવી વાસ્તુશાસ્ત્ર મુજબની બનાવટ ઉડીને આંખે ચોટી જાય એવી હતી. અદભુત કળા કૃતિ અને મહેલની દરેક હિસ્સાની કારીગરી એક સમય અચંબિત કરી મુકે એવી હતી. એક ખુલા વિશાળ વાતાવરણમાં પ્રકૃતિના ખોળામાં વસેલો આ રાજ મહેલ અંદરથી પણ પ્રકૃતિને જાણે એટલોજ નજીક હતો. એકદમ વ્યવસ્થિત અને જરાય વિખેરાયેલુના હતું બધું એની જગ્યા પર ગોઠવાયેલું હતું આમ આટલી ચોકસાઈ પૂર્વકની ગોઠવણ જોઈ સોનલ એક વારતો આશ્ચર્યચકિત થઇ ગઈ પણ પછી એણે સીડીઓ ચડવામાજ ધ્યાન પરોવ્યું. સોનલના ગૃહ્પ્રવેસથી સુનીલ જાણે સ્વસ્થ મહેશુસ કરી રહ્યો હતો એના ચહેરા પર એક અદભુત ચમક ફેલાયેલી હતી. એનું જીવન આજ જાણે અવર્ણનીય રંગોથી છવાઈ રહ્યું હતું અને કલરફૂલ રીતે ઝગમગી રહ્યું હતું. કદાચ ગણા દિવસો બાદ એ ખુશ જણાઈ રહ્યો હતો એને આજે જાણે આ પોતાનો મહેલ સ્વર્ગ જેવો લાગી રહ્યો હતો. એણે પોતાના રૂમમા પ્રવેશ્તાજ બાલ્કની તરફ વળ્યો અને એના એ રૂમમાંથી દેખાતા એ અંધારપટ થી લથપથ છવાયેલા આકાશ તરફ મિટ માંડી અને જાણે મનોમન કોઈકને ધન્યવાદ કહ્યું અને ક્યાંક ખોવાવા લાગ્યો જાણે હવે કોઈજ ઈચ્છા એના મનમાં ના હતી એમ એણે ભગવાનનો આભાર માની લીધો અને ફરી પોતાના ભવ્ય ભૂતકાળમાં જાણે ડોક્યા કરી રહ્યો.
જિંદગી પણ કેવા ખેલ ખેલતી હોય છે, પથ્થરનેય પીગળાવી દેનારો આ પ્રેમ પણ આમ જુકી જાય એટલે તો હદ છેને પણ પોતાનાજ પ્રિય પાત્ર આગળ આમ જુકવું એય કદાચ કઈ ખોટુતો નથીજ. જયારે કોલેઝમાં ભણતો સુનીલ સવારના દસ દસ વાગ્યા સુધી ઊંગતો અને જયારે એની માં એને મંદિર કે પૂજા પાઠનું કહેતી એટલે એ મારે કઈ તકલીફ નથી અને મંદિરોમાં તો તકલીફોના નિવારણ માટે જવાનું હોય તો પછી મારે ત્યાં જઈને કઈ માંગવાની શું જરૂર. મારા મમ્મી પપ્પા મારા માટે બધુજ કરી રહ્યા છે ને તો પછી મારે એની શી જરૂર આમ કહીને દરેક વખતે પોતે બધીજ વાતોને ટાળી દેતો હતો. પણ ના જાણે સોનલને મળ્યા પછી એને શું રોગ લાગ્યો કદાચ એને હવે કોઈ તકલીફ હશે જે એણે માંગવા મંદિરના દરવાજા ખખડવા પડ્યા હશે. એને એ દિવસ પણ આજે જ કદાચ યાદ આવ્યો હશે જયારે પોતે એ દિવસ પ્રથમ વખત મંદિરની સીડીઓ ચડી હતી અને આજે કઈક માંગ્યું હતું કદાચ પોતાની ખુશી માટે નઈ પણ સોનલની ખુશીને એણે વધુ મહત્વ આપ્યું હશે. અને જાણે એની એ મુરાદ કદાચ આજેજ પૂરી થઇ હશે એવું સમજી એને ભગવાનના સામે અભાર વ્યક્ત કર્યો હશે.
સુનીલ હજુ સુધી પોતાના રૂમનીએ બાલ્કનીના કિનારે ઉભો રહીને હજુ સુધી પોતે સામે દેખાતા ખુલા આકાશમાં જાણે કઇક શોધી રહ્યો હતો. એનું મન હજુય કેટલાય વિચારોમાં ખોવાયેલું હતું એને પોતાના ભૂતકાળની યાદોને વાગોળવામાં જાણે ખુબજ આનંદ અનુભવતો. એની સામે હમેશા પ્રથમ વખત જોયેલો એ માસુમ અને હસતો રમતો અને નિર્દોષ પણે મલકાતો ચહેરો આંખો સામે ઝળહળી ઉઠતો એ એકલો એકલો જાણે સોનલના એના મનમાં બનતા હસતા ચહેરામાં ખોવાઈને જાણે એકલતામાંજ હસી પડતો. એને આમ બાલ્કનીમાં એકલો એકલો મુસ્કુરાતા જોઈ સોનલે થોડુક ખીચખીચ હોય એમ ખાંસી ખાધી કદાચ સોનલના એ કરેલા અવાજે સુનીલના વિચારોની ટ્રેનને અચાનક થંભાવી દીધી. સુનીલ એકાએક પોતાના વર્તમાનમાં પટકાયો એ બધું જોઈને થોડુક હસ્યો કદાચ ફરી પોતે ખુલા આકાશ સામે નઝર ફેરવી દુર આકાશમાં દેખાતા તારા સામે જોઈ એણે ફરી જાણે આભાર માન્યો અને ફરી થોડુક હસતા હસતા સોનલ તરફ બંને હાથ સમેટીને એને જોઈ રહ્યો.
“ સોનલ શું કરે છે ? અહી આવને....” સુનીલે આકાશ તરફથી પોતાની નઝરો હટાવી અને સોનલ તરફ ત્રાંશી નઝર નાખીને થોડુક હસતા ચહેરે બોલ્યો. સોનલ હજુય એ રૂમના ચારેકોર નઝર દોડાવી રહી હતી કદાચ બધુજ એને પસંદ આવતું હોય એવું એના ચહેરા પર અનુભવતું હતું એ ખુશ હતી કદાચ આજેજ એ મુસ્કાન હતી જેની તમન્ના સુનીલે કરેલી હશે...
“ બોલને શું કહેતો હતો... અને હા ક્યારની જોઈ રહી છું એકલો એકલોજ હશે છે સાચું કેને ક્યાં ખોવાયો હતો...” સુનીલનો આવાજ સાંભળી તરતજ બાલ્કનીમાં દોડી આવતી સોનલે એના પડતા બોલને જાણે જીલી લીધા હોય તેમ એની પાસે આવીને ઉભી રહી.
“ જો આ સામેના કિનારાથી છેક પેલા કિનારા સુધીના લાંબા અને વિશાળ પુરા નવસો એકડમાં પથરાયેલો આ બંગલો અને અમેરિકાના ટોચના દસ ઉદ્યોગપતિની યાદીમાં નામના ધરાવનાર મી. સુનીલ સહાની પોતાની ખરા અર્થમાં કહેવાતી સાચી સંપતિને કહોકે કે પૂંજીને જાણે આજેજ પામી શક્યો છે. આટલા વર્ષો બાદ જાણે મને મારી આજ સુધીની કામીયાબીની ખુશી મળી છે આજે પ્રથમ વખત હું આટલો ખુશ છું. કાલેજ મારી આ ખુશીના અવસર પર મારા બિઝનેશ ગ્રુપ તરફથી મેં એક મોટી પાર્ટીનું આયોજન વિચાર્યું છે જેનું મુખ્ય કારણ તું છે સોનલ.... બસ તું.... સોનલ...” પોતાની તરફ સોનલને ખેંચીને એને બાહોમાં ઝકડીને મનમાં ઉભરતા સવાલોને એ જાણે સોનલ સામે મુકતા બોલ્યો જાણે એની મંજુરી માંગતો હતો એની બાહોમાં સમાયેલી સોનલ એને કદાચ હા પાડશે એવી એને આશા હતી પણ જાણે સોનલ એના વિચારો વિરુદ્ધ ના માં ડોકું ધુણાવી નાખ્યું સમજાયું ની પણ જે બન્યું એ જોઈ રહ્યો હતો.
“ પણ કેમ સોનલ શું થયું... તું આમ અચાનક ના... પાડે છે...” ઓચિંતો નકાર સાંભળ્યા બાદ સુનીલના મુખ પર જાણે કેટલાયે ભાવો ઉભરાઈ આવ્યા હતા.
“ બસ એમજ....” હળવેકથી ખભા પર હળવી ટપલી મારી એને ના પાડી અને પોતાનો પક્ષ મઝબુત કરતા એ બોલી. આટલું બોલ્યા બાદ સોનલે સુનીલને પોતાની આંખોમાં આંખો પરોવતા જોઈ એ પણ એની આંખોના સાગરમાં જાણે હિલોળા લેવા માટે તડપી રહી હતી. “ એક વાત કઉ સુનીલ આમ ક્યાં સુધી આપણે બસ આપણી આં ખુશીની વાતોજ કરતા રહીશું મારે પાર્ટી નથી કરવી પણ...”
“ પણ શું સોનલ... બોલને...”
“ કઈક બીજો પ્લાન હોય તો કે...”
“ બીજો પ્લાન...”
“ હા બીજો પ્લાન...” આટલું બોલીને સોનલના મનમાં કેટલાય ભૂતકાળના ભૂત ધૂણ્યા અને એ પોતાની સ્વપ્નસૃષ્ટિમાં પટકાઈ ગઈ. સુનીલનો પ્રથમ સ્પર્શ કદાચ એને યાદ હતો એ દિવસે જયારે એ એના રૂમમાં ગઈ હતી અને અચાનક લપસીને એના પર પડી ગઈ હતી. એનું આખુય શરીર સુનીલ પર હતું એના શરીરના સ્પર્શનો એ અહેશાશ બસ એમજ રહી જવું હતું કદાચ એની આંખો બંધ થઇ ગઈ હતી સુનીલ પણ એમજ પડ્યો હતો બેમાંથી એક પણ પલક જપકાવતું ના હતું. એ સ્પર્શમાં અનુભવાતા અને શરીરને અડકીને મદમસ્ત કરતા એના યૌવન આકાર એને અનેરી ખુસી આપતા હત. એને ઉઠવા કરતા ખોવાઈ જવાનું મન થઇ રહ્યું હતું એ એમજ પડી હતી સુનીલના સ્પર્શને અનુભવતી હતી જાણે એને બાહોમાં સમાવી રહ્યો હતો. એક વખત જયારે માળિયા પરથી ડબો ઉતરતા લપસી ત્યારે પણ એની કમર પર ફરેલ એ આંગળી અને હાથના સપર્શ એને હજુય યાદ આવતો હતો. એ બધું ભૂલી રહી હતી કદાચ એ ખોવાઈ જવાજ માંગતી હતી એ આગળ વધી જવાની હતી...
[ વધુ આવતા અંકે .... ]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]