વનરાજ
આગળ પ્રકરણ – 14 માં આપણે જોયું કે ત્રણેય ઋતુનો અનુભવ જંગલમાં મળેલા જેકેટમાં રહેલા નકશામાં બતાવ્યા પ્રમાણે થાય છે હવે એક અંતિમ ઋતુ બાકી છે અને તે છે ‘ચોમાસુ’ એટ્લે કે MONSOON તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...
થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. આ મસ્ત મજાનાં રોમાન્સના વાતાવરણમાં અભય અને પ્રિતીએ એક કપલ ડાન્સ કર્યો અને એટલું જ નહીં મે અને કબીરે અને વ્રજ અને સ્વરાએ પણ કપલ ડાન્સ કર્યો ખરેખર ખૂબ જ મજા આવી. હવે આ વાત કેવી રીતે બની આવો જોઈએ...
“ વાહ... અભય વાહ... તારે તો લોટરી લાગી ગઈ યાર... જંગલમાં દુર્ઘટના ઘટી અને પ્રેમ પણ થઈ ગયો!! “, કબીરે અભયને કહ્યું.
“ મને પણ નહોતી ખબર કે મારી સાથે આવું બનશે , પણ હું ખુશ ચૂડ કે મને પ્રીતિ મળી છે. ”, અભયે પ્રીતિનો હાથ પકડીને કહ્યું.
“ હા... યાર તે તો જંગલમાં મંગલ કર્યું યાર... મને એવો વિચાર આવે છે કે મારે પણ મારૂ લક અજમાવી જોવું જોઈએ. “, વ્રજે કહ્યું.
( સ્વરા નો હાથ પકડીને )
“ સ્વરા , તને ખબર છે ?? જ્યારથી તને જોઈ છે ત્યારથી હું તને ચાહું છું. હું માનું છું કે કદાચ તું જેવુ વિચારે છે તારે મિસ્ટર પરફેક્ટ માટે એવો તો હું નથી પણ હા… તને પ્રેમ ચોક્કસ કરું છું સ્વરા.... આઈ લવ યુ... “, વ્રજે સ્વરાં ને કહ્યું.
“ આઈ લવ યુ ટૂ વ્રજ... “, સ્વરાંએ કહ્યું અને તરત જ વ્રજ ને ટાઈટ હગ કરી લીધું.
હું અને કબીર બસ આ જોઈને જ હસવા લાગ્યા . ત્યારબાદ કબીરે મને ડાન્સ માટે પૂછ્યું અને તે માટે મેં હા પાડી અને ત્યારબાદ તો સ્વરાં , વ્રજ , અભય અને પ્રીતિ એ પણ કપલ ડાન્સ કર્યા . અમે એ વાતથી અજાણ હતા કે આના પછીનો સમય અમને આ એડ્વેંચરમાં સૌથી વધુ યાદ રહેશે . વરસાદ ધીમે ધીમે બંધ થઈ ગયો . રાતનું અંધારું ધીમે ધીમે ઓછું થતું જતું હતું . અમારા બધા માટે આ અમારી લવ સ્ટોરીની એક અલગ જ શરૂઆત હતી . જેની આ મૌસમી રાત અમે એકબીજાની બાહોમાં વિતાવી હતી પછી એમાં કોઈ બંધન નહોતું કોઈ જાતનું નહીં .
We all had a moment at that night!!
આ પ્રેમનો , હુંફનો અનુભવ માત્ર કરવા જેવો છે . આ અનુભવને વર્ણવી શકાતો નથી . કદાચ આ અમારી જિંદગીની સૌથી સારી રાત હતી . વરસાદ તો બંધ થઈ ગયો હતો પણ અમે અલગ અલગ વૃક્ષના થડ સાથે કપલમાં બેઠા હતા . જિંદગીની સૌથી અજાણી વાતો ત્યારે એકબીજાને કરી રહ્યા હતા . હું મારૂ મન એકદમ હળવું ફુલ મહેસુસ કરી રહી હતી . જ્યારે કબીર મારા ખોળામાં સુતો હતો અને હું તેના વાળમાં મારો હાથ ફેરવી રહી હતી . મારા હાથની દરેક આંગળીઓ તેની આ રાતને મીઠી મધુર બનાવવા કાફી હતી . મારી દરેક આંગળીઓનો સ્પર્શ કબીરને સાતમા આસમાન નો અનુભવ કરાવતો હતો .
થોડીવારમાં ઝાડી - ઝાંખરાં નો અવાજ આવ્યો . ધરતી થોડી ધમધમી એવું લાગવા માંડ્યુ .
“ કબીર... કઈંક અવાજ.... ( અવાજ બીજી વખત સાંભળીને )
જો.... સંભળાયું તને ?? “ , મેં મારા ખોળામાં સૂતેલા અર્જુનને પૂછ્યું .
“ અરે..!! એ તો પવનના કારણે પાંદડા હલતા હશે..... “ , અર્જુને કહ્યું.
થોડીવાર પછી મેં તરત જ જેકેટમાંથી મેપ કાઢ્યો અને એમાં જોયું તો વરસાદ પછી લાયન ( સિંહ ) નું ચિત્ર હતું .
“ કબીર.... હેય... અર્જુન... હવે સિંહની તૈયારી છે... આઈ મીન લાયન... “ , મેં અર્જુનને કહ્યું .
અર્જુન મારા ખોળામાંથી બેઠો થયો અને તેને મેપ હાથમાં લઈને વ્રજ , સ્વરા , અભય અને પ્રીતિ થોડે દૂર હતા તેને બૂમ પાડી અને એ લોકો પણ ત્યાં આવી ગયા અને અમે જેકેટ તૈયાર કર્યું કારણ કે હવે અમારી આ વાત નો અંત નજીક જ હતો . થોડીવાર બાદ જોરદાર એન્ટ્રી સાથે વનરાજા સિંહ નું આગમન થયું . કેસરી કેશવાળી અને આમતેમ મોઢું હલાવતા સિંહ આવી ગયો અને મોઢું ફાડી રહ્યો હતો . હવે ??? હવે શું કરવું ???
અમે બધા વૃક્ષ પર ચડી ગયા હતા . ઘણા સમયથી જંગલમાં રહેતાં હોવાથી આવી આપત્તિઓથી હવે અમે ટેવાઇ ગયા હતા પણ આ વખતે તો જંગલનો રાજા સિંહ આવી ગયો હતો . ગમે તેટલા મોટા ઝાડ પર ચડતા હવે તો અમને આવડતું હતું . ખરેખર આ સમયે વ્રજની હિંમતને દાગ આપવી પડે . તેણે તો સિંહ આવતાની સાથે જ ઝાડ ઉપરથી કૂદકો માર્યો અને જેકેટ સિંહની માથે મૂકી દીધું . કારણ કે હવે તો ‘ કરો યા મારો ‘ ની સ્થિતિ જ હતી . વ્રજે વિચાર્યું એમનેમ મરવા કરતાં ફાઇટ કરીને જ મરવું સારું . વ્રજ સિંહ પર જેકેટ ઓઢાડી અને તરત જ પોતે સંતાઈ ગયો . સિંહને ખબર નહીં જેકેટમાંથી શેની સુગંધ આવી હોય તેમ તે સાવ શાંત બની બીજી દિશામાં ચાલ્યો ગયો અને અમારું જોરદાર તીવ્રતાથી ધબકતું હ્રદય ફરીવાર નોર્મલ કન્ડિશન માં આવી ગયું .
ઘણો સમય વીતિ ગયો હતો . સિંહ પણ ચાલ્યો ગયો હતો પણ કોઇની હિંમત નહોતી કે નીચે ઉતરી જમીન પર પડેલું જેકેટ લઈને ચાલવા મંડીએ . આશરે સવારના સાડા સાત વાગ્યા હશે . ધીમે ધીમે અમે એક પછી એક નીચે ઉતાર્યા પણ વ્રજ ક્યાંય દેખાતો ન હતો .
“ વ્રજ.... વ્રજ.... “ , સ્વરાએ બૂમ પાડી .
અમે બધા પણ ચારે બાજુ જોતાં હતા . એવામાં વ્રજ ક્યાંકથી ફળો લઈને આવ્યો અને અમે બધા ખુશ ખુશાલ થઈ ગયા .
“ વાહ... વ્રજ... વાહ... ” , અભયે વ્રજને કહ્યું.
“ અરે... આ તો પેલો સિંહ ગયો એટ્લે થયું કે પાછું ઉપર નથી ચડવું કે નથી તમને ઉતારવા એટ્લે વિચાર્યું સવાર માટે કઈક શોધતો આવું અને જે મળે તે લેતો આવું તો આવું બધુ મળ્યું છે તો લેતો આવ્યો . “ , વ્રજે કહ્યું .
“ એક્સિલેંટ યાર... તે તો કામ કરી દીધું . “ , અભયે વ્રજને કહ્યું .
હવે અમારી પાસે બસ એક જ પરેશાની ભર્યું સ્ટાર હતું જે હતું એક નદી અથવા તો સમુદ્ર . જે અમારે તરીને પાર કરવાનું હતું . હવે સમય થઈ ગયો હતો રિવરનો .
* * * *
સવારનો બ્રેક ફાસ્ટ પૂરો કર્યા બાદ અમે આગળ ચાલવાનું શરૂ કર્યું . હવે ઋતુની મુસીબતનું કોઈ ટેન્શન ન હતું . કારણ કે અમે ત્રણેય ઋતુઓનો અનુભવ કરી ચૂક્યા હતા . એન્જિનિયરિંગમાં જેમ એપટીટ્યુડ ક્લિયર કરીએ તો જોબ માટે એક લેવલ પૂરું થયું કહેવાય , એમ અમે આ બધા જ સ્ટેજ ક્લિયર કર્યા હતા .
થોડો સમય પસાર થયો અને અમે અમારી મસ્તીમાં ચાલી રહ્યા હતા અને પગના તળિયાની જમીન હવે ધીમે ધીમે માટી બનતી જતી હતી . એક દમ લાલ , દરિયાઈ માટી હોય ને તે પ્રકારની ભીની માટી હતી . અમુક વખતે અમારા પગ પણ ચોટતા હતા . બસ હવે થોડા જ અંતરમાં જમીન પૂરી થઈ ગઈ અને અમે કદાચ દુનિયાનું સૌથી સારું સૌંદર્ય એ દિવસે આફ્રિકામાં જોયું .
ઘણો લાંબો સમુદ્ર હતો . એકદમ બ્લ્યુ , ચોખ્ખું નીર જેવુ પાણી અને કદાચ લાખ કરતાં પણ વધુ પક્ષીઓ ઊડી રહ્યા હતા . કુદરત જાણે ખુદ ત્યાં આવીને બેઠો હોય એવું વાતાવરણ લાગતું હતું . એકદમ આયરલેન્ડ જેવુ વાતાવરણ લાગતું હતું અને એમ કહું તો પણ ચાલે કે આ એક આયરલેન્ડ જ હતું . જ્યાંથી જવાનું મન જ ના થાય એમ જ લાગે કે બસ અહીંયા જ રહેવું છે . આવું રમણીય વાતાવરણ હતું .
“ વા..... ઉ...... “ , બધાના મોં માંથી એક સાથે અવાજ નીકળ્યો .
“ વોટ... અ લોકેશન બોસ... !! “ , વ્રજે કહ્યું .
“ એક દમ હિલ્લારિયાસ યાર.... “ , અભયે કહ્યું .
“ મન તો થાય છે કે આગળ જવું જ નથી અહીંયા જ રહેવું જોઈએ પણ આપણે આગળ નીકળવું જોઈએ . “ ,
કબીરે કહ્યું .
“ શું નથી જવું અને જવું જ જોઈએ કરે છે ?? વિચાર શું છે તારો ?? “ , મેં કબીરને કહ્યું .
“ અરે... હવે અહીંયા રહેવાથી આમ પણ કઈં ફાયદો નથી . થોડા આગળ નીકળીએ પણ કેવી રીતે ?? “ , કબીરે કહ્યું.
“ હમ્મ.... “ , મેં ગુનગુણાવ્યું .
“ એક જ રસ્તો છે , હા... થોડો અઘરો છે પણ એનાથી સામેના કિનારે પહોંચી જવાશે . “ , અર્જુને કહ્યું .
“ શું ?? “ , અભયે પૂછ્યું .
“ થોડું સ્વિમિંગ કરવું પડશે અને એક જોરદાર જમ્પ લગાવવી પડશે અને...
( બે ત્રણ સેકંડના વિરામ બાદ )
હા... થોડું ચડવું પણ પડશે મિન્સ ક્લાઈમ્બિંગ પણ કરવું પડશે . તો બોલો તૈયાર છો તમે ??? “ , અર્જુને અમને બધાને પૂછ્યું .
“ હા... હવે એ કરવા સિવાય છૂટકો પણ નથી ને ?? “ , વ્રજે કહ્યું .
અમે બધા ફટાફટ ચેન્જ કરવા માટે તૈયાર થઈ ગયા . જ્યારે અમે ગર્લ્સ ચેન્જ કરીને અંડરવેર્સમાં આવી ગયા અને બોય્સના મોં ખુલ્લા રહી ગયા કારણ કે સાચે જીવનમાં આવું પણ કરવું પડે . સંપૂર્ણપણે આંતર્વસ્ત્રમાં અમે હતા .
“ ઓહ.... હોટ.... “ , અભયે કહ્યું .
તેમણે માત્ર અમને દૂરથી જ જોયા હતા એ લોકો પણ અમારી જેમ અંડરવેર્સમાં જ હતા . પછી અમે ત્યાં આવી ગયા . છોકરાઓ ઘડીએ ને ઘડીએ અમારી સામે જ જોયા કરતાં હતા .
“ બસ હવે પ્લાન કરો કઈક આમ સામે નથી જોયા કરવાનું બિકિની પહેરેલી હિરોઈન ફિલ્મોમાં જોઈ નથી ?? “ , મેં બધાને કહ્યું .
“ ઓહ... સોરી... જો આપણે અહીંથી જમ્પ કરીશું સીધા પાણીમાં મેપ કોઈએ પોતાની સાથે બાંધી લેવો પડશે કપડાં અહીંયા મૂકી દેવા પડશે અને મને આશા છે કે બધાને સ્વિમિંગ આવડે જ છે . ત્યારબાદ સ્વિમિંગ કરીને સામેના કિનારે જાશું અને ત્યાંથી થોડું ચડીને સામે ટેકરી ઉપર ઓકે ??? “ , કબીરે સમગ્ર યોજના સમજાવતા કહ્યું .
“ ઓકે... “ , બધાએ એક સાથે કબીરની વાત સાથે સહમત થતાં જવાબ આપ્યો .
“ એક મિનિટ આ જેકેટ..... જેકેટનું શું થશે ??? “ , વ્રજે કહ્યું .
“ ભાઈ... એ અંદરથી રેક્ઝિન ટાઈપનું એક કાપડ છે કે જેને પાણી અસર નહીં કરે . આ મેપ પણ તેની અંદર જ રાખી દઇશું અને આ જેકેટ હું મારી સાથે બાંધી દઇશ કારણ કે મને તરતા સારું આવડે છે . “ , કબીરે વ્રજને જવાબ આપતા કહ્યું .
“ હા... યાર તો તો પેલો મેપ પણ ભીનો નહીં થાય.... “ , અભયે કહ્યું .
“ ગાઈસ , શું હવે આપણે જમ્પ મારીશું ?? તમારી વાત પુરી થઈ ગઈ હોય તો ?? “ , સ્વરાએ થોડું ગુસ્સે થઈને કહ્યું.
સ્વરા હંમેશા બહુ ઓછું બોલતી અને પ્રીતિ પણ , પરંતુ જ્યારે પણ બોલતી ત્યારે ખરેખર બંનેના મારા કરતાં મીઠા અવાજ હતા .
“ હા... સારું ચાલો... “ , વ્રજે કહ્યું .
બધા જમ્પ લગાવવા તૈયાર થઈ ગયા . જમ્પ હાથ પકડીને લગાવવાની હતી . બધાએ એક બીજાના હાથ પકડ્યા અને સ્વરાએ ગણવાનું શરૂ કર્યું .
“ રેડી.. વન...
ટુ...
થ્રી...
જમ્પ.. “
ઘણા ઉંચા પર્વત પરથી અમે છ એ મિત્રોએ એક સાથે જમ્પ લગાવી બધાના મોં માંથી જાણે કોઈ રાઈડમાં બેઠા હોય એવી રાડારાડી થઈ ગઈ . કબીરે જેકેટ એક દમ ફિટ કરીને બાંધ્યું હતું . પાણી ઠંડુ હતું અને ઉંડું પણ કહેવાય છે કે આપણી અમુક આવડત અમુક સ્કીલ્સ નિશ્ચિત સમયે કામ આવે જ છે . સ્વિમિંગ ની અમારી આ આવડત અમને અહીંયા આવી . આશરે પંદર મિનિટ જેટલું સ્વિમિંગ કરવું પડ્યું ત્યાં કિનારો આવી ગયો . નસીબ અમારા સારા કે પાણીમાં મગર કે એવું કઈ નહોતું પણ હા બહુ ચોખ્ખું પાણી હતું . નાની નાની માછલીઓ અમને અડીને જતી હતી . પરિણામે કિનારો આવી ગયો હતો અને અમે બધા બહાર નીકળ્યા પણ સ્વરા અંદર રહી ગઈ તેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી .
“ આપણામાંથી કોઈ એક હજી અંદર છે . “ , અર્જુને કહ્યું .
“ સ્વરા... સ્વરા.. ક્યાં ???? “ , મેં પૂછ્યું .
“ ઓહ... શીટ... “ , પ્રીતિએ કહ્યું .
તરત જ વ્રજે ફરીવાર જમ્પ લગાવી તેની સાથે તરત જ કબીરે અને અભયે પણ જમ્પ લગાવી . સ્વરા થોડે જ દૂર હતી . બસ , અંડરવોટર સ્વિમિંગ કરવા જતાં થોડું પાણી પીવાઇ ગયું હતું . વ્રજે બે હાથથી ઊંચકી બહાર કિનારે સ્વરાને સુવડાવી . મેં અને પ્રીતિએ છાતી પર દબાણ આપી એના મોં માંથી પાણી કાઢવાના પ્રયાસ કર્યા . અંતે સ્વરા હોશમાં આવી ગઈ .
“ શું થયું હતું તને ? ? “ , પ્રીતિએ સ્વરાને પૂછ્યું .
“ અંડરવોટર સ્વિમિંગ... ( હાંફતા હાંફતા ) પાણી પીવાઇ ગયું તો કિનારો પકડી જ ના શકી “ , સ્વરાંએ કહ્યું .
“ પણ... કોણ કહેતું હતું કે અંડરવોટર સ્વિમિંગ કર ટુ ?? ખોટેખોટું સાવ ?? “ , વ્રજે ગુસ્સે થઈને સ્વરાને પૂછ્યું .
અમે બધા સ્વરાં સાથે વાતો કરતાં હતા ત્યાં અભય દૂર કઈક જોતો હતો .
* * * * *
હવે અભય ક્યાં જોતો હતો ? ? શું અભયને કઈંક જોવા મળ્યું જે આ વાર્તા સાથે સંબંધ ધરાવે છે . પાણીનું સ્તર તો પૂરું થયું પણ હવે આગળ શું આવશે ?? કઈ આવશે કે નહીં આવે ?? અમદાવાદમાં શું થશે જ્યારે તેમને શોધખોળ કરતાં ખબર પડશે કે બધી જ લાશ મળી ગઈ હોવા છતાં છ લાશ મળી નથી . હજી વાર્તામાં પ્રકરણની પેલે પાર બીજું ઘણું છે પણ એવું શું છે જે રહસ્ય છે ?? તે જાણવા માટે આવતા પ્રકરણમાં ફરી મળીશું . વાંચવાનું ભુલશો નહીં . ત્યાં સુધી આવજો .