THE JACKET CH.10 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE JACKET CH.10

આગળ ભાગ – 1માં આપણે જોયું સર્કસ ના માલિક રાજુસર પ્રીતિના પિતા રામસિંગને પોતાના સરકસમાં નોકરી આપે છે . જેનાથી તેના હરખનો કોઈ પર નથી રહેતો . “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...

રાજુસર જેણે મારા પિતાને પોતાના સરકસમાં કામ આપ્યું એ હવે મારા પિતા માટે ભગવાન સમાન બની ગયા હતા . આખરે એ દિવસ આવી ગયો જેની બધા રાહ જોતાં હતા . સર્કસ શરૂ થવાને બસ અડધી કલાકની જ વાર હતી અને મારા મમ્મી ને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા . હવે ?? પ્રશ્ન એ જ હતો કે સરકસનો મુખ્ય આધાર સરકાસના “ સ્ટેન્ડ અપ “ પર જ રહેલો હોય છે . જો શરૂઆત જ સારી ના હોય તો આગળ પ્રોગ્રામ જોવામાં કોઈને રસ હોતો નથી .

રાજુસર ખુબ જ ટેન્શનમાં હતા . આ વાત મારા માતા – પિતાને પણ ખબર હતી . બસ થોડી વારમાં બપોરના બરાબર ત્રણ વાગ્યે અમારા સરકાસના પાછળના ભાગમાં એક તંબુમાં મારો જન્મ થયો અને પ્રસૂતિ અમારા જ સરકાસના બહેનો દ્વારા કરવામાં આવી હતી . ત્યારબાદ મારા મમ્મી પૂરતા સ્વસ્થ ના હોવા છતાં તેમણે સ્ટેન્ડ અપ કરવાની જીદ કરી .

અંતે અસ્વસ્થ હોવા છતાં મારા માતા – પિતા એ સરકસમાં બરાબર 3:30 વાગ્યે બપોરે સ્ટેન્ડ અપ પર્ફોમન્સ આપ્યું . જેનાથી તાળીઓના ગડગડાટથી ટેન્ટ ગુંજી ઉઠ્યું . તાળીઓનો અવાજ ગુંજ બની ગયો હતો અને એક કલાકાર માટે એનાથી વિશેષ બીજું શું હોય શકે ?? રાજુસરના મગજમાં મારા પિતાની ઇમેજ વધુ સારી બની ગઈ હતી .

આ બધુ સારું ચાલી રહ્યું હતું પણ માત્ર અઠવાડીયા પછી જ કાઇક એવું બન્યું કે જેણે મારૂ જીવન કાઇક અલગ દિશામાં વાળી લીધું .

રાત્રીનો સમય હતો . હું મારા માતા – પિતા કરતાં રાજુસર પાસે વધારે રહેતી . આથી તેઓ મને સરકાસના મેઇન તંબુમાં જ્યાં બીજા કલાકારો પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યાં મને રમાડી રહ્યા હતા . મારા મમ્મીને પ્રસૂતિના કારણે નબળાઈ વધુ રહેતી હતી ઘણી વાર ચક્કર આવી જતાં . મારા મમ્મી અંદર તંબુમાં દીવો કરવા જતાં હતા ત્યાં તેમને ચક્કર આવ્યા અને તે પડી ગયા અને એ દિવાના કારણે કેરોસીન જે ખેલ કરવા માટે રાખવામા આવ્યું હોય તેમાં આગ ભળી ગઈ અને તરત જ સમગ્ર તંબુ સળગી ઉઠ્યો અને મારા માતા – પિતા , કાકા , ફઇબા બહાર નીકળવાના બસ પ્રયાસ કરવામાં જ બળીને ખાખ થઈ ગયા .

આ વાત સરકસથી દૂર મને રમાડી રહેલા રાજુસરને પહોંચી તેઓ તરત જ મને લઈને ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા પણ હવે તેનાથી પણ કઈ થઈ શકે તેમ નહોતું ફાયર બ્રિગેડ ટિમ આવી ગઈ હતી પણ કોઈને બચાવી શકયા નહીં . પરિણામે રાજુસરે મને દ્તક લીધી . આ વાત એમણે મને હું મોટી થઈ ત્યારે કરી અત્યારે રાજુસર તો નથી સર્કસ હું ખુદ સાંભળું છું . મારા માટે રાજુસર જ માતા પિતા સમાન હતા . ધીમે ધીમે હું મોટી થઈ મને ડાન્સનો બાળપણથી શોખ હતો . રાજુસરે મને ડાન્સ ક્લાસ કરાવ્યા અને સમય જતાં હું કોરેઓગ્રાફર બની ગઈ . ઘણા બૉલીવુડ ફિલ્મોમાં ડાન્સ મેં શીખવાડયા છે .

“ તો આફ્રિકા કેવી રીતે ?? ” , પ્રીતિની વાત અટકાવતાં મેં પૂછ્યું .

“ એક ઍવોર્ડનું આયોજન આફ્રિકામાં થવા જઈ રહ્યું છે તો તેના માટે હું આફ્રિકા જઈ રહી છું . રિયલમાં તો મારે મારા ગ્રૂપ સાથે જવાનું હોય પણ મારે એક પ્રોડ્યૂસરને ફિલ્મ માટે મળવા જવાનું હોવાથી એ લોકો મારી પહેલા નીકળી ગયા અને હું હવે નીકળી , પ્લેનમાં આ દુર્ઘટના બની પરિણામે તમારી સાથે છું . “,પ્રિતીએ કહ્યું .

પ્રીતિના વાળ કરલી કરલી હતા અને હોઠ ગુલાબી ગુલાબી અને બરાબર હોઠ નીચે જ એક કાળો તલ હતો જે એની સુંદરતામાં વધારો કરતો હતો . ગાલ એક દમ સફેદ દૂધ જેવા હતા .

“ પણ જો દુર્ઘટના બની ના હોત તો તું આજે આફ્રિકામાં શો ની પ્રિપેરેશન કરી રહી હોત ને ?? “, પ્રીતિના જવાબ પછી બે સેકંડના રોકાણ બાદ અભયે પ્રીતિને પૂછ્યું .

“ હા.... પણ તમારા જેટલા સારા ફ્રેંડ્સ મને મળ્યા ના હોત એટલા માટે થેન્ક ગોડ ફોર ધીસ ઓલ થિંગ્સ “ , પ્રિતીએ હાથ હલાવતા હલાવતા બધી આંગળીઓ છૂટી રાખીને આપની સામે રહે એ રીતે એક દમ ખુશ થઈને જવાબ આપ્યો .

“ હા... એ વાત સાચી હો.. નહીં અભય ?? ”, કબીરે હસતાં હસતાં અભય સામે જોયું અને કહ્યું . ત્યારબાદ બધા અભય સામે જોઈ હસવા લાગ્યા . અભય પણ નીચું જોઈને મંદ મંદ હસવા લાગ્યો .

* * * * *

અંધારું ખૂબ થઈ ગયું હતું . ચંદ્ર બરાબર અમારી ઉપર આવીને મધરાતરી થઈ ગઈ હોવાનું પ્રમાણ આપી રહ્યો હતો . ઝાડી – ઝાંખરાંના અવાજ સાવ બંધ થવા લાગ્યા હતા . વ્રજને તો એક ઝોંકું પણ આવી ગયું પણ અમે બધા એની સામે જ બેઠા હોવાથી પરાણે આંખો ખૂલી રાખીને આંખોને ખૂલી રહેવા મનાવતો હતો .

“ હેય.. ગાઈસ હવે મને ફૂલલી લોડેડ નીંદર આવે છે... હવે મારાથી જરાય બેસતું નથી... “, વ્રજે અડધી બંધ આંખે ડાબી આંખને ચોળતા ચોળતા કહ્યું .

“ હા... હવે આપણે સુઈ જવું જોઈએ... “, સ્વરાએ પણ વ્રજનો સાથ પુરાવતા કહ્યું .

રાત બહુ થઈ ચુકી હતી . આથી અમે બધા સુઈ ગયા . એકદમ ઠંડો શીતળ પવન લહેરાઈ રહ્યો હતો . ચંદ્ર જાણે પૂનમનો ચંદ્ર હોય એવો લાગતો હતો , જેની રોશની સમગ્ર જંગલ પર ચાદરની માફક ફેલાયેલી હતી .

સવાર પડી ગયું , અમે બધા ઉઠ્યા અને બરાબર છ વાગ્યાનો સમય થયો હોય એવું ખુશનુમા વાતાવરણ હતું . અમે નદી પાસે જઈને હાથ – પગ મોં સાફ કર્યા . એકદમ ચોખ્ખું નીર જેવુ પાણી વહી રહ્યું હતું . પાણીના ખળખળ વહેવાનો અવાજ અમારા કાનમાં સંભળાતો હતો .

અમે ત્યારબાદ ત્યાંથી આગળ ચાલવાનું શરૂ કર્યું . અચાનક નાના નાના પ્રાણીઓ ક્યાંકથી આવી ગયા . આ એવા પ્રાણીઓ હતા જેને અમારામાંથી કોઈએ આજ સુધી જોયા નહોતા ત્યાં સુધી કે એક પણ ટીવી ચેનલ પર પણ નહીં . આ બધા પ્રાણીઓની આંખ જોવા જેવી હતી .

આ બધા પ્રાણીઓની આંખ નાની પણ તેઓની ફરતે મોટા મોટા કથ્થાઇ કલરના કૂંડાળાં હતા . તેઓનું મોઢું ચપટું હતું . તેઓ સામાન્ય રીતે બે પગ પર ઊભા રહીને લાંબી ડોકે જોતાં હતા . નાક મોટું અને તેની આસપાસ મૂછો હતી . ધીમે ધીમે બન્યું એવું કે અમે બરાબર વચ્ચે રહી ગયા અને બધી તરફથી આ પ્રાણીઓ અમારી નજીક આવવા લાગ્યા અને અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા . અમે ડરવા લાગ્યા . અમે વિચારી રહ્યા હતા કે શું કરવું ?

“ ઓહ... માય ગોડ... આ શું છે હેં.. ?? છુ... છુ... હેય... “, હું આશ્ચર્ય ચકિત થઈને બોલી ઉઠી અને બધા પ્રાણીઓને મારાથી દૂર રાખવા એવા અવાજ બોલવાનું શરૂ કર્યું .

“ યાર... આવા પ્રાણીઓતો ક્યારેય સપનામાં પણ નથી જોયા .. શું છે આ ?? “, સ્વરાએ કહ્યું .

“ હું એનિમલ ચેનલ રોજ જોવ જ છુ ફોર માય એકસ્ટ્રા નોલેજ પણ આવા એનિમલ તો એમાં પણ નથી જોયા ક્યારેય !! “ , પ્રિતીએ કહ્યું.

“ હવે આનું શું કરીશું ?? “ , અભયે કબીર અને વ્રજને પૂછ્યું .

“ ડરવાની જરૂર નથી . કાઇંક તો ઉકેલ મળવો જ જોઈએ “ , વ્રજે અમને બધાને હિંમત આપતા કહ્યું .

“ ઉકેલ મળી જશે નહીં મળી ગયો... “ , કબીરે દૂર જોઈને અમને હિંમત દાખવતાં કહ્યું .

અમે બધાએ દૂર જોયુ જ્યાં કબીરની નજર હતી એ જ દિશામાંથી અમારો ઘોડો આવી રહ્યો હતો , તેની પીઠ પર જેકેટ દેખાઈ રહ્યું હતું . તરત જ તે અમારી પાસે આવી ગયો . કબીરે તેના પરથી જેકેટ લઈ લીધું અને તરત જ પેલા પ્રાણીઓ પર ફેરવવા લાગ્યો . બધા પ્રાણીઓ ધીમે ધીમે દૂર થવા લાગ્યા . અમે બધા આ દ્રશ્ય અવાચક થઈને જોઈ રહ્યા હતા .

“ આ... એ જ જેકેટ છે ને જે આપણને પેલા ઝાડ પરથી પડ્યું અને મળ્યું હતું ?? “ , મેં બધાને પૂછ્યું .

“ હા... એ જ છે અને આપણે તેને જંગલમાં દૂર ક્યાંક ભૂલી ગયા હતા . “ , કબીરે જેકેટ પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું.

“ ..અને અંતે આ જેકેટ જ આપનો જીવ બચાવવામાં કામ લાગ્યું . “ , સ્મિત સાથેના ચહેરા સાથે અભયે કહ્યું .

બધાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ . અચાનક કબીરને કઈં યાદ આવી ગયું હોય એમ તે જેકેટના ખિસ્સા તપાસવા લાગ્યો .

“ હવે શું શોધે છે તું એમાં કબીર ? ” , ચહેરા પર પ્રશ્નાર્થના ભાવ સાથે વ્રજે અર્જુનને પૂછ્યું .

“ ડ્રૉઇંગ... નક્શો... મેપ... પેલું ચિત્ર... એ કોઈ આમ ચિત્ર નહોતું એ નક્શો હતો... “, જેકેટના અત્યંત ઝડપથી ખિસ્સા તપાસી રહેલા કબીરે કહ્યું .

“ what ?? really ?? “ , બધાએ એક સાથે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું .

ત્યારબાદ અમે બધા પણ જેકેટના ખિસ્સા તપાસવા લાગ્યા અને અચાનક એક ખિસ્સામાંથી પ્રીતિને એ ડ્રૉઇંગ મળી ગયું . જાણે કોઈ પુરુષ અને સ્ત્રીને સાથે ચિતરવામાં આવ્યા હોય એવું લાગતું હતું . આ કાગળ ઘાટા બધામી ભૂરો અને કોફી આ બધા રંગોને મેળવતા બનતા રંગ જેવો લાગતો હતો અને થોડો મેલો થઈ ગયો હતો . કાગળમાં રહેલા ચિત્રમાં જે સ્ત્રી-પુરુષનું સંયુક્ત ચિત્ર હતું એમાં પગની પેની પાસે હાથી દોરેલો હતો તેનાથી આગળ ઘુટણ પાસે અમુક પક્ષીઓ ઉડતા હોય તેવું ચિત્ર હતું અને પેની અને ઘુટણ વચ્ચે નાના નાના પ્રાણીઓ ચીતર્યા હતા . ખબર નહીં કેમ પરંતુ આ પહેલા જ્યારે અમે આ ચિત્ર જોયું ત્યારે ધ્યાનમાં આ બધુ આવ્યુ જ ન હતું .

કબીરે આ ચિત્ર વ્રજને આપ્યું . વ્રજે આ ચિત્ર ધ્યાન થી જોયું અને પછી અભય ને બતાવ્યુ , અભય આ ચિત્રને બારીકાઈથી જોવા લાગ્યો .

" સમજાણુ શું છે આ ? " , કબીરે થોડા ઉત્સાહિત થઈને વ્રજ અને અભયને પૂછ્યું .

" હા... આપણે અત્યાર સુધીમાં આ જંગલમાં જેટલી પણ મુશ્કેલી નો સામનો કર્યો તે આ નકશામાં છે . એટ્લે કે આ એક એવો નક્શો છે જેના દ્વારા આપણે હવે પછી શું થવાનું છે ?? તેના વિશે પણ જાણી શકીએ છીએ .
" , વ્રજે અમને બધાને કહ્યું .

" એકદમ બરાબર... ", કબીરે વ્રજને પોતાની આંગળીથી પોઈન્ટ આઉટ કરતાં કહ્યું .

" તો.. આનો મતલબ એમ કે હવે થોડા મોટા પક્ષીઓ અર્થાત ચમચીડિયાઓનો સામનો પણ થઈ શકે છે જેમાં શંકાને કોઈ સ્થાન નથી . " , અભયે વ્રજની વાત આગળ વધારતા કહ્યું .

" તો.. હવે આપણે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ . કારણ કે આ ચિત્રનો અંત માથા પર થશે એટ્લે કે આ જંગલનો અંત પણ થશે જ . માથા પર નેતાની ટોપી જેવુ લાગી રહ્યું છે . ", સ્વરાએ ચિત્રને જોતાં કહ્યું .

" સારું ચાલો જે હોય તે પણ હવે ચાલો આપણે અહીંથી નીકળવું જોઈએ . ", મેં બધાને કહ્યું .

ત્યારબાદ અમે ત્યાંથી આગળ ચાલવાનું શરૂ કર્યું . હવે અમારામાંથી એક જ વ્યક્તિની વાત સાંભળવાનું બાકી હતું અને એ વ્યક્તિ હતો વ્રજ . વ્રજ સનત ચાર્યા .

* * * * *

અમે આગળ ચાલવાનું શરૂ કર્યું હતું . મને યાદ આવ્યું કે બધાની લાઇફ સ્ટોરી સાંભળી છે હવે માત્ર વ્રજ એક જ બાકી છે . આથી મેં વ્રજ પાસે જઈને પૂછ્યું .

" વ્રજ.. તારી લાઇફ વિશે પણ અમને થોડુક જણાવીશ આ તૂટેલા ચશ્મા , એક દમ ગોરી ત્વચા અને દૂબળું શરીર કોઈ ફોરેનર ફેમિલીમાથી છો ?? " , મેં વાત સાંભળવાના ઉત્સાહથી વ્રજને કહ્યું .

" મારી વાત કરું તો મારી લાઇફમાં ક્યારેય અમે સંઘર્ષ નથી કર્યો અને કર્યો હોય ભૂતકાલમાં તો ખબર નથી કારણ કે જ્યારે મારો જન્મ અમદાવાદનાં પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. સનત ચાર્યાને ત્યાં થયો અને હવે તો હું પણ વૈજ્ઞાનિક છું પણ સંસ્થામાં બધા નવા આવતા વૈજ્ઞાનિકોને અને વિઝિટમાં આવતા વિધ્યાર્થીઓને સ્પેસ વિજ્ઞાનની તાલીમ આપું છું . “ , વ્રજે પોતાની વાત અમને બધાને ચાલતા ચાલતા કહેવાનું શરૂ કર્યું .

(હવેની વાતમાં નેરેટર ખુદ વ્રજ છે )

મારો જન્મ અમદાવાદમા જ 1 ઓક્ટોબર 1990 ના રોજ થયો હતો . બાળપણથી જ એવી સ્કૂલમાં ભણ્યો જ્યાં બધીજ ભાષાઓ શિખવાડવાની સાથે વિજ્ઞાન અને ગણિતનું જ્ઞાન વધારે આપવામાં આવતું હતું . મને ધીમે ધીમે ભાષાઓમાં રસ જાગ્યો અને મેં આ બધી જ ભાષાઓની તાલીમને એક શોખ તરીકે સ્વીકારી અને શીખવાનું શરૂ કર્યું . સમય જતાં બધી જ ભાષાઑ એકદમ લયબદ્ધ રીતે શીખી લીધી . ત્યારબાદ સંજ્ઞાકીય ભાષા એટ્લે કે સિમ્બોલિક લેન્ગ્વેજ , જે ખાસ કરીને મૂકબધિરોની ભાષા હોય છે તેમનું પણ જ્ઞાન મેળવ્યું અને ત્યારબાદ બોડી લેંગ્વેજ ની પણ તાલીમ લીધી અને પરિણામે મને દુનિયામાં બોલતી બધી જ ભાષાઓ સરસ રીતે એક પણ ભૂલ વગર બોલતા આવડે છે અને જેના લીધે મેં અનેક એવોર્ડ પણ જીત્યા છે .

હવે વ્રજ આફ્રિકા કેવી રીતે ક્યાં કારણોસર આવ્યો છે ?? અને સ્વરા ને કેવી રીતે મળ્યો ?? અને મુખ્ય વાત મોટા મોટા પક્ષીઓ જે ચમચીડિયા હોવાનું અનુમાન છે , તેઓ ક્યારે આવશે ?? શું તે આવશે કે નહીં ?? કેવા હશે આ પક્ષીઓ ?? આ બધા પ્રશ્નોનાં જવાબ મળશે પરંતુ આવતા પ્રકરણમાં , બાકીની વાત આવતા પ્રકરણમાં કરીશું . જેકેટનું આ એડવેન્ચર કેટલી મજા કરાવે છે જાણવા માટે આવતા સોમવારે મળીશું .