આ સમયે બરાબર અડધી રાત વીતી હશે . બધાં સુઈ ગયા હતાં . અચાનક આદિવાસીઓનું ટોળું આવી ગયું . બધાં અમારી ફરતે ગોઠવાઈ ગયા . આ આદિવાસીઓની ભાષા અમારાથી તદ્દન અલગ હતી . જેથી અમને કાઇ જ સમજાતું નહોતું . અમુક આદિવાસીઓમાં છોકરીઓ પણ હતી જેમણે અમારા હાથ પાછળથી બાંધી રાખ્યા હતાં . ખબર નહીં આદિવાસીઓ આવું કેમ કરી રહ્યા હતાં ?? ગળામાં સફેદ રંગના મોતીઓની માળા પહેરી હતી , કપાળ પર સફેદ રંગની ભભૂતિ જેવુ તેમણે લગાડ્યું હતું , માથામાં સફેદ હાર અને તેના પર વાંસના ખીલ્લા લગાડ્યા હતા અને બધાના હાથમાં આગથી ભરેલા લાકડા હતા અને બધાની આંખોમાં ગુસ્સો સાફ દેખાતો હતો .
હું નાની હતી ત્યારે પપ્પા એ એવું સમજવ્યું હતું કે આદિવાસીઓ સામાન્ય રીતે લોકોને લૂંટતા હોય છે . પરંતુ અમારી પાસે એવું કઈં જ નહોતું કે એ અમને લૂંટી શકે તો પછી આવું કેમ ?? મને આ સમયે કઈં જ સમજાતું નહોતું .
અચાનક જ વ્રજ અને સ્વરા આવી ગયા . અમે તરત જ આશ્ચર્યચકિત થઈ ગયાં . કારણ કે અમને અમારા જેવા જ તેઓ લાગતાં હતા . વ્રજ આદિવાસીઓના વડા પાસે ગયો અને આદિવાસીઓની ભાષામાં એમની સાથે વાતો કરવાનું શરૂ કર્યું . અમને તેમના શરીર પરના ઘાવ જોઈને એ અંદાજ આવી ગયો કે તેઓ પણ અમારી જેમ જ પ્લેનની દુર્ઘટનામાંથી બચેલા છે . ભાષા પર વ્રજનું આટલું સારું પ્રભુત્વ જોઈને અમે બધા તો દંગ જ રહી ગયા . આશ્ચર્યચકિત થઈ ગયા . તરત જ આદિવાસીઓના વડાએ પોતાના સિપાહીને અમને છોડી દેવા હુકમ કર્યો અને તરત જ તેમણે અમને છોડી દીધા . વ્રજે ખબર નહીં તેમણે શું કહ્યું હશે ???
આ પછી આદિવાસીઓ અમને તેમના નિવાસસ્થાન લઈ ગયા . આદિવાસીઓના નિવાસ વિશે વાર્તાઓમાં સંભાળ્યું હતું . ક્યારેક ડોકયુમેન્ટરીમાં પણ જોયું હતું પણ ક્યારેય અનુભવ્યું નહોતું જેનો અનુભવ આજે મને થઈ ગયો .
સૌ પ્રથમ તો પોતાના અલગ પ્રકારના આદિવાસી રિવાજથી આદિવાસીઓએ અમારું સ્વાગત કર્યું . બધાના ચહેરા પર અલગ પ્રકારની ખુશી જોવા મળી રહી હતી . જેમ આપણે ત્યાં મહેમાનને ભગવાન ગણવામાં આવે બસ આ જ રીતે અમે જાણે ભગવાન હોય એવી રીતે અમારું સ્વાગત થઈ રહ્યું હતું . જેમાં પાણીનો પિત્તળનો લોટો હતો . જેમાં પાણી ભર્યું હતું , જેમાં તેઓ પાંદડા બોળી અમારા પર છંટકાવ કરી રહ્યા હતા . જેમ આપણે ત્યાં મહેમાનને ભગવાન ગણવામાં આવે છે અને જે પ્રકારની ખુશી આપણને મળે છે બસ એ જ પ્રકારની ખુશી “ અતિથિ દેવો ભવ : “ ની ભાવનાને દર્શાવતી ખુશી એ લોકોના ચહેરા પર હું જોઈ રહી હતી . આ બધુ ખાસ એટલે જ મે આ ડાયરીમાં લખ્યું છે .
અમારા બધાનું સ્વાગત કરવામાં આવ્યું . ત્યારબાદ તેઓ અમને પોતાની અલગ અલગ વસ્તુઓ બતાવી રહ્યા હતા . ખબર નહીં કેમ ?? પણ આ જંગલમાં એવું કાંઈક તો હતું જ જે અમને ખુશ રાખતું હતું જેણે અમને બચાવ્યા હતા .
અમને આદિવાસીઓની ભાષા સમજાતી નહોતી પણ એની ભાષામાં એક ગજબની મીઠાશ હતી , એક અલગ પ્રકારનો પ્રેમ હતો . આ સમયે મન એવો વિચાર આવ્યો કે લોકો ખોટા એવું બોલતા હોય કે આદિવાસીઓ માત્ર લૂટેરાં જ હોય છે . ના.. એવું નથી જેનો મને આજે અનુભવ થયો હતો . પ્રોબ્લેમ બસ એટલો જ છે કે આપણે આદિવાસી પ્રજાને સમજી નથી શકતા અને ક્યારેક આદિવાસીઓ આપણને એટ્લે આવા બનાવો બનતા હોય છે . જરૂરી નથી કે દર વખતે વાંક આદિવાસી પ્રજાનો જ હોય .
આદિવાસી લોકોએ અમને અલગ જગ્યા આપી હતી . બેસવા , રહેવા અને સુવા માટે . ત્યારબાદ ત્યાં બરાબર વચ્ચે અમે ડાળખીઓનું તાપણું કર્યું અને અમે બધા ફરતે બેસી ગયા . ત્યારબાદ અમે બધાએ એક બીજાની અંગત જિંદગી વિશે જાણવાનું શરૂ કર્યું . અમે ક્યાં હતા ? શું કામ આફ્રિકા આવવા નીકળ્યા હતા ? અમારો ભૂતકાળ કેવો હતો ? બધુ જ . હવે આ વાતની શરૂઆત હવે થાય છે...
* * * *
સૌથી પહેલા કબીરે વાત કરવાનું શરૂ કર્યું . તો હવે જે વાત કરું છું એમાં નેરેટર ખુદ કબીર છે . કબીર બોલે છે , “ હું અમદાવાદ ના બોપલમાં રહું છું . હાલમાં એક નાનો એવો એનિમેશન એન્જિનિયર છું . બાળપણથી મને વિડિયો ગેમ્સ રમવાનો બહુ શોખ હતો . ક્યારેય નહોતું વિચારું કે મારો શોખ મને એન્જિનિયર બનાવી દેશે . મારી જન્મભૂમિ પણ અમદાવાદ જ છે .
મારો જન્મ પણ બહુ જ નાની લોકલ હોસ્પિટલમાં 5 માર્ચ 1993માં થયો . જન્મના દિવસે જ પિતા કબીરજી ના બહુ મોટા ચાહક હોવાથી તેમણે મારૂ નામ કબીર રાખ્યું . ધીમે ધીમે સમય વિત્યો અને મોટો થયો . અમે એક નાનું કુટુંબ હતા . એક મોટી બહેન , હું અને મમ્મી – પપ્પા . મારા પિતા આમદવાદની બજારમાં રેકડી ચલાવતા અને વાસણ ધોવાનો પાવડર વેચીને ગુજરાન ચલાવતા અને અમને ભણાવતા હતા . એક ખાનગી કંપની એ તેમણે એક સેલ્સમેન તરીકે તેમણે આ કામ આપ્યું હતું . મારા માતા – પિતા ની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ અમને સારામાં સારી સ્કૂલમાં અમને ભણાવી શકે . આમ છતાં અમને તેઓ એક નાનકડી અર્ધ સરકારી કહેવાતી સ્કૂલમાં અમને ભણાવતા હતા .
અમે જે વિસ્તારમાં પહેલા રહેતા જેમ કે અત્યારે બોપલમાં રહીએ છીએ તેની પહેલા જ્યાં રહેતા ત્યાં અમારી બાજુમાં ઘણા ઉત્તરપ્રદેષના લોકો રહેતા હતા . તેઓ ઘોડા રાખતા . તેઓ દરરોજ સાંજે અમદાવાદનાં કાંકરીયા તળાવે ઘોડેસવારીનો ધંધો કરતાં હતા . જેમાં જે કોઈને ઘોડેસવારી કરવી હોય તો તેમને ઘોડા પર બેસીને ચક્કર મરાવે અને 10 રૂપિયા ટિકિટના લેતા હતા . મને તેમના સફેદ , બ્રાઉન અને બ્લેક ઘોડાઓ સૌથી વધુ પસંદ હતા . મને યાદ છે , હું સાત વર્ષનો હતો ત્યારે ઘોડાનો બહુ જ શોખીન હતો . આથી હું પણ તેમની સાથે કાંકરીયા તળાવ જતો હતો . જો કોઈ પેસેંજર ના હોય તો તેઓ મને જ ઘોડા પર બેસાડીને ઘોડેસવારી શીખવતા હતા .
ઘોડેસવારી કરવા માટેની અમુક ખાસ આવડતો હોય છે જે માત્ર ને માત્ર ઘોડેસવાર જ જાણતા હોય છે . તેઓ સામાન્ય રીતે આ વિશે કોઈ સાથે વાત નથી કરતાં . મને તેમણે આ બધી જ આવડતો શીખવી હતી . હવે તો હું પણ ધીમે ધીમે ઘોડેસવારીમાં માહિર બનતો જતો હતો . કોને ખબર હતી કે મારી આ જ આવડત મને આજ ઉપયોગી બની જશે .
એક સામય આવવાનો બાકી હતો જે કદાચ માત્ર અમદાવાદ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે બહુ જ ખરાબ સમય સાબિત થયો . આ દિવસ હતો 26/01/2001 શુક્રવાર . સમય થયો હશે સવારે અંદાજિત 09:30 અને ભૂકંપ આવ્યો . આ ભૂકંપમાં એપી સેન્ટર હતું કચ્છ ભુજ , જ્યાં ઘણી ઈમારતો પડી ભાંગી હતી . અમદાવાદમાં અમે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં જે આ ઉત્તરપ્રદેશના લોકોની વાત કરું છું તેમનું ઘર પણ પડી ગયું . આ એવો સમય હતો જ્યારે બધાના ફોન કનેક્શન પણ કપાઈ ગયા હતા . કોઈને ફોન લાગતો નહોતો . વૃદ્ધ દાદા-દાદી , નાના-નાની જેવા વૃદ્ધ લોકો હાથમાં માળા લઈ ભગવાનને યાદ કરવા લાગી ગયા હતા . હું સાવ નાનો હતો , મારા મમ્મી મને અને બેનને લઈને બહાર નીકળી ગયા હતા . પપ્પા તો લારી લઈને સવારના વહેલા નીકળી ગયા હતા . એ સમયે મોબાઇલ નહોતા માત્ર ફોન જ હતા એટ્લે મમ્મીએ પપ્પાની કંપની એ ફોન કરવાના હજારો પ્રયત્ન કર્યા પણ ફોન લાગતો જ ન હતો . મમ્મી ચિંતામાં મુકાઇ ગયા હતા . ધીમે ધીમે બધુ શાંત પડી ગયું અને પપ્પા પણ ઘરે આવી ગયા ત્યારે અમને નિરાંત થઈ . ખરેખર આ એક દિવસ મને ક્યારેય નહીં ભૂલાય અને હા... ખાસ તો આજનો દિવસ પણ.
( બધા હસવા લાગ્યા )
ત્યારબાદ સમય વિત્યો મારા પપ્પાને બહુ જ સારી કંપની જે સિમેન્ટ બનાવે છે તેમાં નોકરી મળી ગઈ અને અમને સારી સ્કૂલમાં એડ્મિશન પણ મળી ગયું . આ એ સમય હતો જ્યારે વિડિયો ગેમ્સ બહુ જ પ્રચલિત હતી .
* * * *
લેપટોપ , કમ્પ્યુટર અને સ્માર્ટફોનની જેમ અત્યારે ખૂબ જ ડિમાન્ડ છે , તે જ રીતે ત્યારે બાળકોમાં વિડિયો ગેમ્સની ખૂબ જ ડિમાન્ડ હતી . આ સમયે અમે મકાન ફેરવી નાખ્યું હતું અને નરોડા વિસ્તારમાં રહેતા હતા . ત્યાં સોસાયટીના બાળકો વેકેશનમાં સાંજે બીજી કાંઈ આઉટડોર ગેમ્સ રમવાને બદલે ઘરમાં બેસી વિડિયો ગેમ્સ રમવાનું વધારે પસંદ કરતાં. અમે ભાડાના મકાનમાં રહેતા હતા . મારા માતા પિતા મને વિડિયો ગેમ્સ લઈ દઈ શકે એમ નહોતા .
નસીબ મારા એ દિવસે ખરેખર સારા હતા , જ્યારે હું મારા પિતાના બોસનો દીકરો અભિ મને મળ્યો . હું પપ્પા સાથે તેના ઘરે માલસામાન મૂકવા ગયો હતો . અભિ આ સમયે વિડિયોગેમ્સ રમતો હતો . મેં જઈને માત્ર જોયું અને અભિ એ તરત જ બીજું જોયસ્ટિક મને આપીને પોતાની સાથે 2 પ્લેયર માં રમવા કહ્યું . હું એની સાથે રમ્યો અને તે હારી ગયો .
“ વાહ... તારી પાસે તો ગજબની આવડત છે . તું ઘણા સમયથી આ ગેમ રમતો હોય એવું લાગે છે . સાચું ને ?? “ , અભિ એ મને જીતતો જોઈને પૂછ્યું .
“ ના.. ના.. ભાઈ , આ તો બધા મિત્રોને રમતા જોયા હોય એવી જ રીતે તને પણ જોયો એટ્લે બસ થોડું ઘણું આવડે છે , બાકી ખરેખરમાં તો મેં રિમોટ પણ પહેલી વાર જ પકડ્યું છે “ , મેં હસતાં હસતાં કહ્યું.
“ તો તારી પાસે વિડિયો ગેમ્સ નથી ?? “ , અભિ એ પૂછ્યું .
“ ના , મારા પપ્પા મને લઈ દઈ શકે એમ નથી “ , મેં કહ્યું.
“ તારામાં ટેલેન્ટ છે . હું તને વિડિયો ગેમ્સ આપવીશ , તું ચિંતા ના કરતો હું તારું કેરિયર બનાવીશ “ , અભિએ કહ્યું .
અભી તેના પિતાને કહીને મને વિડિયો ગેમ્સ અપાવી . હું દરરોજ વિડિયો ગેમ્સ રમતો . અમારા ઘરે તો કેબલ કનેક્શન હતું નહીં . જો તેની જરૂર પડે તો હું મકાનમાલિકને ત્યાં નીચે જઈ જોઈ આવતો પણ મારા માટે તો હવે મનોરંજન નું સાધન માત્ર વિડિયો ગેમ્સ જ હતી . સમય જતાં મને વિડિયોગેમ્સની બધી જ સ્ટ્રેટેજીનો ખ્યાલ આવી ગયો હતો . હું વિડિયોગેમ્સનો માસ્ટર બનતો જતો હતો એમ કહું તો પણ ચાલે કે હું માસ્ટર બની ગયો હતો .
ધીમે ધીમે સમય પસાર થયો અને એસ.એસ.સી. માં સારા માર્કસ સાથે પાસ થયો આથી મને 12 science માં એડ્મિશન પણ મળી ગયું એ પણ 75% ફી માફી મળી . ત્યારબાદ મેં હૈદરાબાદ સ્થિત એક પ્રખ્યાત એનિમેશન ઇન્સ્ટિટ્યૂટમાં દ્વારા ઓનલાઇન લેવાતી exam માં ભાગ લીધો અને તેમાં પણ હું પાસ થઈ ગયો અને હૈદરાબાદ ગયો ત્યારબાદ ત્યાં એનિમેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો તેમાં પણ સફળ થયો અને પછી ફરીવાર અમદાવાદ આવી ગયો .
થોડો સમય અમદાવાદ માં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી કંપની “ R SQUARE TECHNOLOGIES “ માં નોકરી કરી . ત્યારબાદ અમદાવાદ માં જ નાવરંગપુરા વિસ્તારમાં એક વિશાળ બંગલો ખરીદ્યો . ત્યારબાદ થોડા જ દિવસોમાં એક જોબ માટે એપ્લાઈ કરેલું જે કંપની લેપટોપના ગ્રાફિકકાર્ડ્સ બનાવે છે , તેમનો મને કોલ આવ્યો અને ઇન્ટરવ્યુ માટે આફ્રિકા બોલાવ્યો . મારા ઉત્સાહનો કોઈ પાર નહોતો . હું બધુ જ તૈયાર કરીને અમદાવાદ જવા નીકળ્યો અને આ દુર્ઘટના બની પણ કુદરતની દયાથી હું બચી ગયો અને અત્યારે તમારી સાથે બેઠો છું . જ્યારે મારી આંખો ખૂલી ત્યારે મને એવું નહોતું લાગતું કે હું જીવું છું પણ હું જીવિત હતો આ ઘોડો મારી નજર સામે હતો જાણે મારી મદદે આવ્યો હોય એ જ રીતે . હું તરત જ તેના પર બેસીને આવતો હતો ત્યાં .... “ , કબીરે પોતાનો પરિચય આપ્યો ત્યાં એ વધારે બોલે ત્યાં વચ્ચેથી મેં તેને અટકાવ્યો અને કહ્યું કે ,
“ હા.... ત્યાં HELP.. HELP.. એવી હું બૂમો પડી રહી હતી એટ્લે કબીર મારા તરફ આવ્યો અને મને એક જાનવરથી બચાવી . હવે હું મારી વાત કરું છું . સાંભળો... “ , આ બધુ કહીને મેં મારી બધી જ વાત કરી . પ્રોજેકટ અને બધુ જ .
“ ગ્રેટ , ખરેખર તમારા બન્નેનું જીવન ગજબ છે . આ રીતે આમ જુઓ તો મારી જિંદગી પણ આવી જ છે પણ થોડું અલગ છે . “ , સહજતાથી વાત કરતાં અભયે કહ્યું .
આટલું કહીને અભયે પોતાની જિંદગી વિશે વાત કરવાનું શરૂ કર્યું .
( હવેની વાતમાં નેરેટર ખુદ અભય છે. )
* * * *
હું બેઝિકલી કેરળના એક તામિલ કુટુંબમાંથી છું . “ સાઉથ ઇન્ડિયન ફેમિલી આમ તો સાઉથ ઇન્ડિયન ના કહી શકાય પણ એમ કહો ને કે ગુજરાતી રિવાજ જેવુ જ કુટુંબ . મારૂ પૂરું નામ અભયપ્રસાદ સુબ્રમણ્યમ ઐયાર છે . અમે ગુજરાતીઓથી થોડા અલગ હતા બાકી બધુ ગુજરાતીઓ જેવુ જ .
મારો જન્મ થયો ત્યારે મારા પિતા અગરબત્તી બનાવતા . માટીમાથી અગરબત્તી બનાવવામાં આવતી . મારા ઘરની બાજુમાં જ એક ગુજરાતી કુટુંબ રહેતું હતું . તેમને સંતાન નહોતા એટ્લે તેઓ મને દીકરાની જેમ જ રાખતા . મને ગુજરાતી આવડવા પાછળનું કારણ એ લોકો જ છે . આ અંકલનું નામ મનીષ અંકલ મને આજે પણ યાદ છે અને એમના પિતાનું નામ કાંતિલાલ ભાઈ હતું . તેમનો અહીં ગુજરાતમાં પરફ્યૂમ્સનો બહુ મોટો બિઝનેસ છે .
મારા પિતાને કામ એમણે જ આપેલું . આવી રીતે મારા પિતાને રોજગારી મળી જતી . મને તેઓ અવારનવાર તેમની સાથે લઈ જતાં . હું બધુજ જોતો અને મને એવું બધુ જાણવાની બહુ મજા આવતી . ત્યારબાદ હું મોટો થયો , ઈચ્છા હતી એક બહુ મોટો બિઝનેસમેન બનીશ આથી ભણવામાં MBA પણ કર્યું . પછી મારા પિતાને પણ અગરબત્તીની એક શોપ હતી એ બંધ કરી તેની જગ્યાએ અમે સાબુ બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો . અમે આ બિઝનેસમાં સફળ થયા .
આજે મારા પિતા અને હું અમારી કંપની “AHSAAS” ના ઓનર છીએ . જેની એક બ્રાન્ચ મારા મમ્મી પણ સંભાળે છે . ટૂંકમાં કહું તો બાળપણ જેટલું સંઘર્ષમાં વીત્યું એટલી જ અત્યારે શાંતિ છે . આટલું બોલીને અભયે એમની સ્ટોરી પૂરી કરી .
“ ગ્રેટ અભય !! તમને જોયા ત્યારે એવું નહોતું લાગતું કે તમે આવડી મોટી કંપની “AHSAAS” ના ઓનર હશો . ખેર... તમારા ત્રણેયની સ્ટોરી ખરેખર અદ્ભૂત છે . મજા આવી સાંભળવાની . હવે જો મારી તમને બધાને વાત કરું તો..... “ , આટલું કહીને પ્રીતિ અચાનક અટકી ગઈ .
અચાનક પ્રીતિ એક વૃક્ષ તરફ જોવા લાગી . પ્રીતિ ઊભી થઈને ત્યાં જોવા ગઈ . થોડે દૂર આદિવાસીઓ એક વચ્ચે લાકડાઓનો ભઠ્ઠો કરી તેમની ફરતે ગોળ ગોળ નાચતા હતા , જૂમતા હતા . કાંઈક ઉત્સવ મનાવી રહ્યા હતા .
“ guys , come here look at that… “ , પ્રીતિએ અમને બોલાવ્યા અને તે લોકો તરફ ઈશારો કર્યો . અમે બધા પણ ત્યાં એ જોવા માટે ગયા .
અમે જોયું કે આદિવાસીઓ વચ્ચે ખૂબ મોટું તાપણું કરીને તેની ફરતે ગોળ નાચી રહ્યા હતા . તેમની ભાષામાં ગીત ગાય રહ્યા હતા તો તે લોકોમાથી અમુક એમનું સંગીત વગાડી રહ્યા હતા , જે સાંભળવામાં મીઠું મધુર લાગતું હતું . આ ગીત આપણે સામાન્ય રીતે આદિવાસીઓના ફિલ્મોમાં સંભાળ્યું હોય છે , આવું જ સંગીત હતું .
“ hey guys , મને લાગે છે આપણે પણ આ લોકોની મહેફિલમાં જોઇન થવું જોઈએ . તો શું કહો છો ?? “ ,
મેં ઉત્સાહપૂર્વક બધાને પૂછ્યું . બધા તરત જ તૈયાર થઈ ગયા અને અમે તરત જ ત્યાં આદિવાસીઓની મહેફિલ માણવા ગયા .
શરૂઆતમાં તો આદિવાસીઓએ અમને જોઈને બધુ બંધ કરી દીધું . ત્યારબાદ વ્રજની સાથે તે લોકોએ કાંઈક વાતો કરી . વ્રજે તેમને તેમની ભાષામાં અમારી પણ તેમની મહેફિલમાં જોડાવાની ઈચ્છા વિશે જણાવ્યુ . આ સાંભળી તેઓએ અમને ખુશીથી આવકાર્યા . હું થોડુક યાદ કરું ને તો મને પેરફેક્ટલી યાદ છે કે આ સમયે તેનામાં રહેલી સ્ત્રીઓએ વિશિષ્ટ પ્રકારના આભૂષણો પહેર્યા હતા ઘેરા સ્વચ્છ કથ્થાઇ રંગના આ આભૂષણો તેમના ગળામાં આપની મોતીઓની માલાની જેમ શોભતા હતા . આજે તેમની હેર-સ્ટાઈલ પણ થોડી અલગ જોવા મળી હતી . વાળને માની લ્યો કાંઈક ફૂલ હોય એ રીતના ગૂંથવામાં આવ્યા હતા . આપણે જે રીતે એમને ઓળખીએ છીએ તેમ એ લોકો પાસે કાંઇ તૈયાર થવા માટે મેક-અપ ના સાધનો હોતા નથી . આમ છતાં બધાની આંખો આઈ લાઇનરના શેડ થી રંગેલી હતી . આ જ રીતે પુરુષોની વાત કરું તો એ લોકો એ માથા પર આપણે ત્યાં જેમ પાઘડી પહેરીએ છીએ તેમ આ લોકો એ પણ ખિલ્લાવાળો મૂંગટ પહેર્યો હતો . એમની આંખો રાત્રિના પૂનમના ચંદ્ર સામિ છલકાતી હતી . ગળામાં માળા જેવુ જ ઘરેણું પહેર્યું હતું જે રાની ગુલાબી કલર કહી શકાય એવું લાગતું હતું . બધાના હાથમાં ભાલા હતા અને એકદમ તહેવાર મનાવી રહ્યા હોય તેવું લાગતું હતું . ખરેખર એમનું સંગીત અદ્ભુત હતું .
આ પછી અમે બધા પણ તેમની સાથે એમની ધૂન પર ખૂબ નાચયા ત્યારબાદ અમને તે લોકોએ સુવાની સુવિધા કરી આપી હતી ત્યાં અમે બધા સૂઈ ગયા .
હવે જઈશું એ હાય વે પર જ્યાં હું અને મીરા આ બધી વાતો કરી રહ્યા છીએ . કારણ કે હવે બસ બદલાવવાનો સમય થઈ ગયો છે અને મીરા પાસેથી વધુ ઘણું જાણવાનું છે . ચાલો મારી સાથે રાજકોટ – અમદાવાદ હાય વે પર.......