|| 02 ||
મીરાની ડાયરી
હું જૂનાગઢનાં સાસણ ગીર ના જંગલ માં હતી અને ઘનઘોર ગાઢ જંગલ હતું મારા હાથ માં મારો ફેવરીટ કેમેરો અને હું અલગ અલગ નેચરલ સીન ના પોસ લેતી હતી અને એટલી વાર માં અચાનક સિંહ આવી ચડ્યો હું એકદમ ગભરાય ગઈ . ખબર નહોતી પડતી શું કરવું ? શું નહીં ? સિંહ ખૂંખાર ગર્જના કરી રહ્યો હતો . આમ છતાં એક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર હોવાને નાતે મે ફોટો ક્લિક કરવાનું ચાલુ રાખ્યું અને તરત જ મને અવાજ સંભળાયો અમારી ચકલીના અવાજવાળી બેલનો અને મારૂ આ સપનું ઊડી ગયું.
અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારના અભિયાન ફ્લેટ માં B WING અને પાંચમો માળ અને room no 502 માં હું રહું છું અને આ મસ્ત શિયાળા ની સવાર હતી અને અમારા દૂધવાળા શિવજીકાકા બેલ મારી રહ્યા હતા. આ બેલ વાગતા જ હું ઉઠી ગઈ . અડધી મિચેલી એક આંખે મેં મારા સ્માર્ટફોન ની ડિજિટલ વોચમાં કાણિ નજરે જોયું તો “ 7 : 03 am “ મને જોવા મળ્યું. હું તરત જ મારો લાઇટ પિન્ક બ્લેંકેટ સાઈડ માં રાખી ઊભી થઈ ગઈ અને તરત જ તપેલી લઈ દૂધ લેવા ગઈ.
દરવાજો ખોલ્યો અને શિવજી કાકા ને જોયા . અમારા શિવજીકાકા એટ્લે આખી સોસાયટી ને દૂધ દેવા એ જ આવતા મોટી મોટી મૂછો જમણા હાથમાં ભરવાડી કડું કાન પર એક ઢાંકણાં વગરની બૉલપેન લગાવેલી હોય અને દરરોજ હોર્ન મારે અને બધા એક સાથે જઈને દૂધ લઈ આવે પણ એની બદલે આજે મને એટલી બધી ઉંઘ આવી કે હું નીચે દૂધ લેવા જ ના જઈ શકી એટ્લે એ ઉપર આવી ગયા આટલા સારા અમારા શિવજી કાકા હતા.
“ આજે કેમ ઉમાબેન ના આવ્યા અને તમે ?? “ , શિવજી કાકા એ મારા દરવાજો ખોલતાની સાથે જ મને જોઈને મને પૂછ્યું.
“ અરે કાકા ! મમ્મી – પપ્પા તો અમારા એક સંબંધી ને ત્યાં સરસપૂર ગયા છે ત્યાં મારી મારા માસી ની દીકરી નેહા છે ને એની સગાઈ છે તો ત્યાં ગયા છે હવે મારે કોલેજમાં પ્રોજેકટ ને એ બધુ કામ હતું એટ્લે હું નથી ગઈ. “ , મોટું બગાસું ખાઈને તૂટક તૂટક અવાજે મે જવાબ આપ્યો અને તપેલી માં રોજની જેમ બે લિટર દૂધ લઈ લીધું .
શિવજીકાકા જાય એ પહેલી ફરીવાર મે તેમણે રોક્યા અને કહ્યું કે ,
“ ઑ કાકા ! ગયા મહિનાનો હિસાબ ?? “ , મે પૂછ્યું .
“ હા.. ઈ આ લ્યો.. ગમે તેમ હોય બેન બા આ ભાઈણા હોય એનું કામ બાકી એકદમ જોરદાર જ હોય ટાઈમે ટાઈમે હિસાબ તો માંગી જ લે કેમ ?? “ , શિવજીકાકા એ પોતાના આગવી અંદાજમાં કહ્યું અને ગયા મહિનાના હિસાબનું કાર્ડ આપ્યું અને તે ચાલ્યા ગયા . એમનું એ ના ભણ્યા પાછળનું એનું દુ:ખ એમના અવાજ પરથી સાફ જણાતું હતું હતું .
હવે મારે પ્રોજેકટ વિચારવાનો હતો અને તેનું ખુબજ મહત્વ હતું . બાય ધ વાય હું એક કમ્પ્યુટર એંજીન્યરિંગની સ્ટુડન્ટ છું અને શહેરની પ્રખ્યાત એંજીન્યરિંગ કોલેજ માં ભણું છું . હવે આ થઈ મારી ભણવાની વાત પણ આ બધી વાત ના મહત્વ કરતાં મારે કોલેજ જવા માટે તૈયાર થવું વધુ આગત્યનું હતું. “ હવે માત્ર 20-25 મિનીટ છે . જો બેલ વાગી ગ્યો હશે તો પહેલો આખો લેકચર બહાર ઊભું રહેવાનો વારો આવશે ” , આવું વિચારી હું ફટાફટ તૈયાર થઈ ગઈ અને મે ઇવન નાસ્તો પણ ના કર્યો અને મારૂ પિન્ક પેપ લઈને મારી કોલેજ જવા નીકળી ગઈ .
દર વખતની જેમ આજે પણ મારી બેસ્ટ ફ્રેન્ડ અંકિતા ના મને 15 થી પણ વધારે મીસ્ડ કોલ્સ આવી ગયા હતા કારણ કે રોજ મારે તેને પિકઅપ કરવાની હોય છે હવે રોજ મળતાં હોય અને ઘણા સમયથી મળ્યા ના હોય તેમ ચાલુ ગાડી એ અમારી વાતો શરૂ થઈ ગઈ. અને તમને તો ખબર જ છે વાતો કેવી હોય !!
“ શું યાર હવે આટલું મોડુ હોય અને આટલું બધુ તૈયાર થવાની શું જરૂર હોય તું આમ પણ બ્યુટીફુલ જ છો મેડમ.. “ , અંકિતા એ હસતાં હસતાં કહ્યું .
“ ના યાર આજે મમ્મી પપ્પા ઘરે નથી એટ્લે આજે થોડુક લેટ થઈ ગયું “ , મે કહ્યું .
“ સારું એ બધું છોડને.. કઈ નવા ન્યુઝ મળ્યા ?? “ , અંકિતા એ કઈક વાત શરૂ કરતા પૂછ્યું .
“ ન્યુઝ ??? હા એ કઈક EXAM પછી VIVA ને બદલે VIVA પછી EXAM આપવાની એ નવો નિયમ આવ્યો . એ જ ને ?? “ , મે મને તાજેતર માં જ મળેલા મેસેજ ના કારણે આવું અંકિતા ને પૂછ્યું .
“ ના હવે.. એ નહી.. ઓકે હું જ કહું છું . અરે અદિતિ એ નવો બોયફ્રેંડ બનાવ્યો અને મિકેનિકલ માં છે. બુલેટ લઈને આવે છે અરે કેટલો હોટ છે યાર તું જોતીજ રહી જઈશ “ , અંકિતા એ ગામની પંચાયત શરૂ કરી .
“ ઓહો.. એવું ?? “ , મે કહ્યું .
બસ થોડીવાર અંકિતા અને અંકિત ની વાર્તા સાંભળી ત્યાં કોલેજ આવી ગઈ . અમારી ગોસીપ પ્રમાણે તાજેતર ના breaking news મળ્યા એ હતા કે અમારી exam postpone થઈ હતી . પણ આમ પણ કઈ વાંચ્યું નહોતું એટ્લે બાકી engineering માં આવું તો ચાલ્યા કરે . વાર્તા તરફ આગળ વધુ તો અમારી પ્રાર્થના શરૂ થવાને પાંચ મિનિટ પહેલા જ અમે પહોચી ગયા . જે ખરેખર અમારા માટે એક ઍવોર્ડ વિનીંગ ખુશી હતી .
હવે જોઈશું કેવી હશે મીરાની કોલેજ અને આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ કોમ્પીટિશન ??