THE JACKET CH.11 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE JACKET CH.11

ચેતવણી : દારૂ અને ધૂમ્રપાનનું સેવન સ્વસ્થ્ય માટે હાનિકારક છે જેનાથી કર્ક રોગ એટ્લે કે કેન્સર થાય છે જે જીવલેણ છે આ વાર્તામાં બતાવવામાં આવતા કોઈ પણ પાત્રો અને આ વાર્તાના લેખક કે પબ્લિકેશન પ્રત્યેક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે ધૂમ્રપાન કે દારૂના સેવનનો પ્રચાર કરતાં નથી . આ વાર્તાનો હેતુ કેવળ મનોરંજન પૂરું પાડવાનો છે જેને કોઈ વાસ્તવિક વ્યક્તિ થી કોઈ સંબંધ નથી . ધૂમ્રપાન , મધ્યપાન કે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ના તો કરો અને ના બીજાને કરવા દો . કારણ કે ધૂમ્રપાન જીવલેણ છે .

આગળ સર્કસ ભાગ – 1માં આપણે જોયું કે પ્રીતિ પોતાની જીંદગીની વાત પૂરી કરે છે અને આફ્રિકા પોતાના આવવાનું કારણ જણાવે છે ત્યારબાદ બધા જંગલમાં આગળ વધે છે તો તેમનો સામનો આ તરફ એક અજીબ ગજીબ પ્રાણીઓ સાથે થાય છે . આ બધા પ્રાણીઓની આંખ નાની પણ તેઓની ફરતે મોટા મોટા કથ્થાઇ કલરના કૂંડાળાં હોય છે . તેઓનું મોઢું ચપટું હોય છે . તેઓ સામાન્ય રીતે બે પગ પર ઊભા રહીને લાંબી ડોકે જોતાં હોય છે . નાક મોટું અને તેની આસપાસ મૂછો હોય છે . ત્યારબાદ જેકેટનો ઉપયોગ કરી પ્રાણીઓને કબીર અમારાથી દૂર કરે છે . ત્યારબાદ વ્રજ પોતાની જીંદગીની વાત શરૂ કરે છે . રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...

વ્રજ વાત કરી રહ્યો છે ...

મારા પિતાજી બહુ મોટા વૈજ્ઞાનિક હતા આથી મને તેમાં પણ રસ હતો . રોકેટ વિજ્ઞાન અને સ્પેસ રિલેટેડ બધુ જ સમજવું બધુ જ જાણવું બહુ જ ગમતું હતું . આથી એમાં પણ પ્રભુત્વ આવી ગયું અને અમુક ટેલેન્ટ તો મારામાં ગોડ ગીફ્ટેડ હતો તેના કારણે હું વૈજ્ઞાનિક બની ગયો . હાલ અમદાવાદનાં જ એક સ્પેસ રિસર્ચ સેન્ટર માં વર્ક કરું છું અને ત્યાં હું પ્રોફેસર VSC તરીકે ઓળખાવ છું . તમે અમદાવાદ તરફ ફરીવાર આવો ત્યારે મને ચોક્કસ યાદ રાખજો હું તેડવા આવીશ તમને અને અમારું સમગ્ર રિસર્ચ સેન્ટર જે છે તે બતાવીશ અને હા.. તેમાથી તમને ઘણું જાણવા મળશે એ વાત પણ ખરી...

આફ્રિકા ચન્દ્રયાન – 3 ના ગ્લોબલ પ્રોજેકટ માટે ઈન્ડિયા થી એક વૈજ્ઞાનિકોની ટીમ બોલાવવામાં આવી છે . હું એ જ ટીમ નો મેમ્બર છું . આ દુર્ઘટના ઘટી અને આંખો ખૂલી ત્યારે આજુબાજુ વેરાન વન હતું અને થોડીવાર થઈ હું માંડ માંડ ઊભો થયો ત્યાં દૂરથી સ્વરા દોડતી દોડતી આવતી હતી અને તેની પાછળ કાળિયાર દોડતું હતું . મેં દોડીને સ્વરાને મારી તરફ ખેંચી લીધી અને તે બચી ગઈ . બાકી તો આજે કાળિયારોથી બચવું મુશ્કેલ હતું . આવા તો અનેક પ્રાણીઓનો અમે બંને એ સામનો કર્યો . આટલું વ્રજ બોલ્યો તેના બે મિનિટના વિરામ બાદ...

“ હા.. ત્યારબાદ અમે ધીમે ધીમે જંગલ પસાર કરી રહ્યા હતા ત્યાં અમે કિંજલ અને કબીરને જોયા . આદિવાસીઓએ તમને ઘેરી લીધા હતા ત્યારે અમારું ધ્યાન ગયું અને અમે જોયું કે તમારા સિવાય અભય અને પ્રીતિ પણ છે . અમારું ધ્યાન તેમના પર પણ ગયું અને અમને લાગ્યું કે તમે અમારા જેવાજ પહેરવેશમાં છો એટ્લે કે તમે પણ આ દુર્ઘટનામાંથી જ બચ્યા હશો અને તરત જ અમે ત્યાં આવી પહોંચ્યા . સદભાગ્યે વ્રજને બધી ભાષાઓનું જ્ઞાન છે આથી તેણે બધા આદિવાસીઓને તેમની ભાષામાં સમજાવી આપણા પર વિશ્વાસ પણ અપાવ્યો . થેન્ક ગોડ કે આપણે બધા સાથે છીએ જો અલગ અલગ હોત તો આ જંગલ પસાર કરવું થોડું અઘરું થઈ જાત . “ , સ્વરાંએ વાત શરૂ કરી.

હવે મારી જીંદગીની કહાની તમારી સામે રજૂ કરું છું જે કદાચ તમે શું કોઈ પણ માટે માનવી થોડી મુશ્કેલ છે ...

સૌથી પહેલા તો મારો જન્મ મુંબઈના એક રેડ લાઇટ એરિયામાં થયો છે . બરાબર સમજયું તમે જ્યાં કૂટણખાનું ચલાવવામાં આવે તે જગ્યા અને જ્યાં સ્ત્રીઓ પોતાના દેહનો વ્યવસાય બેફામ કરે છે એ જગ્યાએ મારો જન્મ થયો . હું પહેલેથી વાત કરું છું . મારૂ નામ સ્વરાં પછી પણ મારૂ સાચું નામ રોશની છે . મારી બે બહેનો હતી : જ્યોતિ અને પૂજા . હું ઉમરમાં સૌથી મોટી બહેન હતી . મારા મમ્મી - પપ્પા મૂળ ગુજરાતી છે , આથી અમે પણ ગુજરાતી જ બોલતાં હતાં . મને ભણવાનું ગમતું પણ એટલું બધુ નહીં . મારી થોડી ઘણી ખરાબ ભાષા છે એ બાળપણ માં મને મળેલા અપૂરતા પ્રેમ અને અપૂરતા શિક્ષણ નો સાક્ષાત પુરાવો છે . હું ભણવામાં બહુ નબળી હતી અને મારા મમ્મી શું કરતાં હોય એ તો તમે જાણો જ છો . મારા પિતાની ભૂલ કે મારા મમ્મી ની એ ખબર નથી પણ એમની ભૂલના કારણે જ અમે ત્રણ બહેનો હતી એવું હું માનું છું કારણ કે તેમણે અમને ક્યારેય પ્રેમ આપ્યો જ નથી . કારણ કે મારા મમ્મી અમને નહીં પણ ગ્રાહકોને સંચાવતા હતા . શરમ આવતી અમને કે અમારો જન્મ આવા પરિવારમાં થયો છે . મારી ઉંમર અંદાજિત દસ વર્ષની હતી આજ થી અગિયાર વર્ષ પહેલાની આ વાત છે ..

મારા પિતા બાબુભાઈ બહુ મોટા શરાબી હતા . આખો દિવસ નશામાં ચકચૂર રહેતા હતા . મારા મમ્મી અને પપ્પા એમના લગ્ન પહેલા પણ પરિણીત હતા પણ એમના આ આડા સંબંધના કારણે અમારો જન્મ થયો એવું ત્યાંથી મને સાંભળવા મળ્યું હતું . મને ઘરમાં ટીવી જોવું બહુ ગમતું અને ખાસ તો ફેશન જગતને લગતા શો સૌથી વધારે હું જોયા કરતી . એક રાતની વાત...

બે ત્રણ વાગ્યાનો સમય એટ્લે અમારા એરિયા ની સિઝન . ગ્રાહકોની એકદમ ભીડ હતી અને એટલામા આવા સમયે હું ઘરમાં જ્યોતિ અને પૂજા સાથે ટીવી જોઈ રહી હતી અને અચાનક મારા પપ્પા જોરથી દરવાજો ખોલી આવ્યા . રેડ લાઇટ એરિયામાં અલગ અલગ ક્વાર્ટર હોય છે અને અમે આ રેડ લાઇટ એરિયાના ક્વાર્ટરમાં રહેતા હતા . મારા પપ્પા ઘરે રોજ મોડા આવતા આજે પણ મોડા જ આવ્યા અને નશાની હાલતમાં હતાં . કપડાં એક દમ માહેલા જાણે તેઓ રસ્તા પર આળોટયા હોય તેવા લાગતાં હતાં અને ઘરમાં પગ મુક્તા વેત જ મમ્મીને મોટી મોટી ગાળો આપવાનું શરૂ કર્યું . આ તો અમારે આમ તો રોજનું હતું . આજે પપ્પા બોલતાં હતાં તો ક્યારેક અમુક ગ્રાહકો પોતાનું અંગત કામ પતાવી મમ્મીને પૈસા આપ્યા વગર જાય તો મમ્મી બોલતાં અને ક્યારેક બધાં સાથે મળીને અમુક કસ્ટમરને મારતા પણ ખરા આવું બધુ જ મેં જોયું છે .

“ ઓઈ.... સુની.... (મમ્મીનું નામ સુનિતા હતું ) ઓઈ... સુની... દારૂ પીવો મારે... , ભાઈબંધો આવવાના આપડા આજ જલસો છે જલસો.... બધાએ કીધું બાબલા આજ તો તારે પાર્ટી આપવાની મેં કીધું એમાં હું , મારી ઘરવાળી ઘણુય કમાય છે.. અને હા એ લોકો એકવાર તારી હારે હુવા ય (સુવા) આવવાના છે , કોઈને ના પડતી નહીં બાકી હરાવાટ નહીં રહે... ઓઈ પૈસા લાવેય... આપસ કે ખાવી સે એક... હેં ?? “ , મારા પિતા એ ચિક્કાર નશાની હાલતમાં મમ્મીને કહ્યું .

“ પૈસા બઈસા કઈ નહીં મળે હાલતા થાવ અહીંથી હાલો નીકળો.. કેટલો પીધો છે તમે ?? નશો ઉતરે ત્યારે આવજો જાવ.. “ , મારા મમ્મીએ દરવાજા પાસે ઉભેલા મારા પપ્પાને ધક્કો મારતા કહ્યું .

“ તું મને ધક્કો મારસ એમ ?? તને અહીંયા લાવું કોણ ?? હું લાયવો હો.. મારી હામે દાદાગીરી નહીં કરવાની.. “ , આટલું બોલતાં બોલતાં પપ્પા મમ્મીના ખુલ્લા વાળ ખેંચી એને મારવા માંડ્યા . અને તરત જ હું દોડીને તેની પાસે ગઈ મેં એમને રોક્યા .

“ પપ્પા , રહેવા દો ને હશે ભૂલ થઈ ગઈ મમ્મી થી . હું આપું છું .. મારી પાસે મારી ફી ના ભેગા કરેલા પૈસા છે એ લઈ જાવ બસ ?? “ , પપ્પા ને મરઝૂડ કરતાં રોકતા રોકતા અને મારા ગલ્લામાં એકઠા કરેલા મારી ફીના પૈસા આપતા આપતા મેં કહ્યું .

“ તું નીકળ અહીંથી નીકળ.. અને મને ક્યારેય બાપ ના કહેતી હું તારો બાપ નથી.. “ , મારા પપ્પાએ મારા પૈસા ખેંચીને મને કહ્યું.

મને સમજાણુ નહિઁ કે મારા પપ્પા એ મને એમને પિતા કહેવાની ના કેમ પાડી ?? મેં મનમાં ને મનમાં વિચારવાનું શરૂ કર્યું પણ કઈ સમજાતું નહોતું અને અહીંયા !! , અહીંયા તો કોઈ હતું જ નહીં ને જે મારી વાત ને સાંભળી શકે . મારી વાતમાં મારો સાથ પૌરવી શકે .

મારા મમ્મીનું નામ સુનિતા હતું . મારા મમ્મીની જો હું વાત કરું તો દરરોજ રાત્રે અંદાજિત આંઠ વાગ્યાનો સમય એટ્લે અમારા એરિયાની સિઝન નો સમય . મારા મમ્મી અને ક્વાર્ટર્સના અમારી આજુબાજુ રહેતા બધા આંટીઓના વ્યવસાયનો સમય , હવે એમનો વ્યવસાય એટ્લે તમે જાણો જ છો . આ ક્વાર્ટર્સ ભાડે આપેલા હતા જેના મુખ્ય માલિક હતા ગીતા અમ્મા . બધા એને અમ્મા કહીને અથવા તો આઈ કહીને જ બોલાવતા . ક્વાર્ટર્સ નીચે એક ટેબલ રાખ્યું હતું જ્યાં તેઓ પૈસા માટે એક પેટી રાખતા કોઈ પણ ગ્રાહકે પહેલા ત્યાં આવીને પૂછવાનું અને સમય પ્રમાણે પૈસા આપવાના આવો રીત રિવાજ હતો . ત્યાં તેમની પાછળ જ બ્લેક બોર્ડ લગાવવામાં આવેલું હતું જેમાં સાઇબર કાફેની જેમ જ અલગ અલગ સમય પ્રમાણે ભાવ તાલ લખેલા હતા . જે મુજબ ગ્રાહકો પૈસા આપીને પોતાનું કામ જે દુષ્કર્મ હતું એ કરવા આવતા . અહીંયા ચા – પાણી થી માંડીને આવનારા પુરૂષોને જમવા સુધીની વ્યવસ્થાનો ખ્યાલ રાખવામા આવતો હતો . આ સિવાય ડ્રેસિંગ રૂમ પણ હતો જ્યાં નીચે ઉતારવાની વ્યવસ્થા હતી જેના માર્ગે ક્યારેક કોઈ પણ ગાયબ થઈ શકે . મને યાદ છે અહીંયા જેવા તેવા લોકો જ આવતા એવું જરૂરી નથી પણ ઘણા ભણેલા ગણેલા શિક્ષિત લોકો પણ મસાજના બહાને અમારે ત્યાં આવતા અને પોતાની આ ભૂખ ને સંતોષી ને જતાં .

મારા મમ્મી અને ક્વાર્ટર્સના અમારી આજુબાજુ રહેતા બધા આંટીઓ નેહા આંટી , શીતલ આંટી , આ બધાની ઉંમર તો 30 થી વધુ હતી પણ જ્યારે તેઓ પોતાના આ વ્યવસાય માટે તૈયાર થતાં ત્યારે 20-22 ની ઉંમરની યુવતી જેવા લાગતાં . તેઓ હંમેશા રાતના અર્ધનગ્ન અવસ્થામાં જ રહેતા જેમ કે લાલ પારદર્શક બ્લાઉઝ અને લીલો ઘેરા રંગનો ચણિયો પહેરતા અને હું આટલી રૂપાળી છું તો મારા મમ્મી તો રૂપાળા હોવાના જ તેઓ પણ એક દમ રૂપાળા હતા . હાથમાં નખ લાલ કલરના રંગથી રંગેલા હોય અને પગમાં જાંજર નો અવાજ રંજનતો હોય એવું લાગે એટલું જ નહીં , આ સાથે આંખમાં આંજવામાં આવતો કાળો કપૂરની સુગંધ ધરાવતો સુરમો તેની સુંદરતમાં વધારો કરતો હતો . તેઓ કપડાં પર અને શરીર પર સુખડનું મધમધતી સુગંધ ધરાવતું અત્તર લગાડતા અને માથાથી લઈને કેડ સુધીનો જાણે કાળો નાગ પીઠ પર આળોટતો હોય એવો લાંબો તેમનો કેશકલાપ હતો , જેને તે હંમેશા ભીના કરીને રાખતા જેથી તે તેમના કપાળ પર વાળની લટ ચોંટેલી રહે અને તેમની સુંદરતમાં બમણો વધારો થાય . કામદેવની પણછ જેવા કાળા ભમ્મર એના નેણ , ગુલાબની પાંદડી જેવા કોમળ કોમળ એના હોંઠ , અને એ હોંઠમાથી જરાક અમથો એ મલકાટ કરે ને તો ભલભલા પોતાનું બધુ કુરબાન કરવા તૈયાર થઈ જતાં . કમ્મર ના ભાગે પાછળની તરફથી દેખાય એમ “દેશી ભાભી” હિન્દીમાં લખેલું ટેટૂ ચીતરવ્યું હતું , અને ઇન્દ્રની અપશ્રાને જાણે શ્રાપ દીધો હોય અને એ પૃથ્વી પર આવી હોય આવી લગતી હતી મારી માં . આવું એમનું રૂપ જોઈને કોઈપણ એમની જ સાથે રાત વિતાવવાનું કરાવવાનું વિચારતા . હાથ લાંબો કરી બીજા હાથે દરવાજો પકડી અને પોતાની લાંબી લાંબી આંગળીઓથી ગ્રાહકોને આવવાનો આદેશ આપતા હતા . આ જોવા માત્રથી ભલભલાની હવસ નો નશો ઉતરી જતો . હું આ બધુ દરરોજ જોયા કરતી પણ આ મને જરાય નહોતું ગમતું ક્યારેક તો એમ થતું એ આવા છે તો હું કેમ નથી ?? મને કેમ આવું કઈ નથી ગમતું ?? આવો દેહનો વ્યવસાય કરીને કદાચ આપણને કમાણી થાય તો પણ શું કામ નું ?? હમ્મ.. મને જરાય પસંદ નહોતું જો હવે આગળ વાત કરું..

એક દિવસ હું અને મારી બહેનો પૂજા અને જ્યોતિ ઘરમાં ટીવી જોતા હતા . રાતના અંદાજિત નવ વાગ્યાનો સમય હશે મમ્મી રસોઈ કરતાં હતાં અને ત્યારે અચાનક હંમેશાની જેમ મારા પપ્પા ચિક્કાર નશાની હાલતમાં ઘરમાં આવ્યા અને મારા હાથમાથી ટીવીનું રિમોટ લઈ ટીવી બંધ કરી દીધું .

“ પપ્પા , શું થયું ?? ટીવી તો જોવા દો મને... “ , મેં પપ્પાને કહ્યું .

“ આખો દિવસ ટીવી જોયા કરે તું મારે કેટલું બિલ ભરવું પડે તને ખબર છે ?? નીકળ બહાર તું અહીંથી નીકળ.. આમ પણ તું આવી ત્યારથી શાંતિ નથી લેવા દીધી.. તું બાર જ નીકળ હાલ... “ , પપ્પા એ મને ધક્કા મારીને બહાર કાઢી મૂકી .

મારા પપ્પા પૂરેપૂરા નશામાં હતાં . હું રડતી રડતી બહાર આવી અને ક્વાર્ટરની સીડીઓ પર બેસી ગઈ . મારી આંખોમાં આંસુ હતાં . વિચારો હું અત્યારે આટલી સુંદર દેખાવે છું તો બાળપણમાં તો હોય જ . હું દેખાવે ખૂબ ગોરી અને ખૂબ સુંદર હતી અને ગરીબ હોવાને લીધે અને આવા વિસ્તારમાં રહેતા હોવાને લીધે કપડાં પણ એવા જ પહેરતી હતી . કારણ કે બીજું કઈ પહેરવા હતું પણ નહીં ને ને મારી પાસે . આ સમયે અમારા ક્વાર્ટર્સમાં રેગ્યુલર આવતો ગ્રાહક એટ્લે કાળું આવ્યો . એની દાનત ખરાબ હતી જે એની આંખ પરથી ખબર પડી જતી હતી . મને જોતાં જ એના હરદાયમાં હવાસના કીડા કૂદાકૂદ કરી રહ્યા હતા . પણ એ કઈ બોલ્યો નહીં ને ચાલ્યો ગયો . એમની આ પ્રકારની શૈલી થી મને પણ શંકા ગઈ .

ચાર વર્ષ વિત્યા...

અમારી બાજુમાં મીના આંટીની રૂમ હતી . તેઓ પણ આ જ કામ કરતાં અને તેમણે આ ક્વાર્ટર્સના બધા લોકો સાથે જૂનો નાતો પણ તે પહેલા બીજા વિસ્તારમાં રહેતા હતા પણ એક વર્ષથી ત્યાં નવા રહેવા આવ્યા હતા . એમની દીકરી એટ્લે રીયા દીદી એ મારી બેસ્ટ ફ્રેન્ડ હતા . રીયા દીદી અમારા ઘર વિષે બધુ જ જાણતા હતા . આ દિવસે હું એમને મળવા ગઈ .

“ દીદી , હવે તમે જ અમને સમજાવો . મને કઈ સમજાતું નથી અને સૌથી પહેલા તો હું કોણ છું દીદી એ પણ મને નથી ખબર પડતી કારણ કે મને અહીંયા રહેવું પણ નથી ગમતું જ્યારે બીજા છોકરા છોકરીઑ એના મમ્મી સાથે રહે જ છે . તમે જ બોલો હવે . “ , મેં રીયા દીદીને કહ્યું .

“ જો રોશની આપણે જ્યાં રહીએ છીએ આ એરિયા “ રેડ લાઇટ એરિયા “ તરીકે ઓળખાય છે . અહીંયા લોકો આપની સાથે દુષ્કર્મ કરવા જ આવે છે અને આપણે એમને કરવા જ દેવાનું છે . એમને સંતોષ મળશે તો જ આપણને પૈસા મળશે . “ , રીયા દીદી એ મને કહ્યું .

“ પણ દીદી પૈસા કમાવવા માટે નોકરી પણ કરી શકાય ને ! તો આપના મમ્મીઓ એ નોકરી કેમ ના કરી ?? “ , મેં પૂછ્યું .

“ તારો આ સવાલ સાચો છે... પણ.. આપણાં મમ્મીઓએ ના કરી અને બસ આપણે પણ નહીં કરીએ... આપણે પણ તેમની જેમ અહીંયા આવતા પુરુષોની ઇચ્છાને પૂરી કરવાની છે બસ.. “, રીયા દીદીએ કહ્યું .

આ પછીના દિવસે મારા પપ્પા પોતાના મિત્રો ને મારા મમ્મી સાથે દુષ્કર્મ કરવા લઈ આવ્યા હતા , મારા મમ્મી પપ્પાને ફરીવાર સામૂહિક દુષ્કર્મની ના કહેવા બાબતે બહુ મોટો ઝઘડો થયો , હું મોટી અને સમજુ હોવાથી વચમાં પડતાં મને ધક્કો મારી પપ્પા એ બહાર કાઢી મૂકી અને દરવાજો બંધ કરી દીધો અને મમ્મીને મારવાનું શરૂ કર્યું . મમ્મીના અવાજ બહાર સુધી સંભળાતા હતા એટલું જ નહીં પપ્પા એ અને એમના મિત્રો એ મારી બંને નાની બહેનોની હાજરીમાં મમ્મી સાથે દુષ્કર્મ કર્યું . પપ્પાને એમ હશે કે નાના છોકરાઓ ને શું ખબર પડે પણ નાના છોકરાઓને એ નથી ખબર પડતી કે આ શું ચાલી રહ્યું છે પણ હા... નાના છોકરાઓને એ જરૂર ખબર પડે છે કે એમની માં સાથે જાહેરમાં કઈક ખોટું થઈ રહ્યું છે . જેનાથી મમ્મીને બહુ પીડા થતી હોય એવા અવાજ મમ્મીના ઓરડાની બહાર સાંભળતા હતા . મારી બંને બહેનો મારૂ નામ લઈને મને બોલાવતી હોય એમ રાડો પડી રહી હતી . અચાનક એક માણસ આવ્યો અને મને લઈ ગયો એ પણ કસ્ટમર જ હતો . તેમણે મારી સાથે તમામ પ્રકારના શારીરિક અડપલાઓ કર્યા બસ પ્રાઇવેટ પાર્ટ નહીં અને આ સમયે પણ હું કઈ બોલી શકું એમ હતી જ નહીં . પણ હા થોડીવારમા જ ના થવાનું એ થઈ જાત ત્યાં રીયા દીદીએ દરવાજો ખટખટાવીને પછી દરવાજો તોડી નાખ્યો અને મને તેમાથી મુક્ત કરી બાકી કદાચ આજે હું અહીંયા ના હોત એ મારા પ્રાઇવેટ પાર્ટ સુધી પહોંચે એ પહેલા જ દીદી એ મને મુક્ત કરી .

“ રીયા આજે ભલે તે આને બચાવી હોય પણ હા ખુલ્લી ધમકી છે કે હું રોજ આવીશ તું કેટલાક દિવસ એને બચાવીશ ?? આ છોકરીને હું મારી બનાવીને જ રહીશ અને આલે આ આજના પૈસા ઉપાડ... “ , પેલો આવેલો માણસ પૈસા ફેંકીને જતો રહે છે .

હું ખુબ જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી . પણ મારા મમ્મી પપ્પા તો મને સાંભળી શકે એમ ના હતા . થોડા સમય બાદ...

“ રોશની આ જમવાનું મેં બનાવ્યુ છે , જમી લે આ... “ , રીયાદીદીએ કહ્યું .

“ ( રિયાનો હાથ પકડીને ) દીદી મારે ભણવું છે મારે કઈક બનવું છે . જીવનમાં આગળ વધવું છે મારે . મને સારી એવી સ્કૂલમાં એડમિશન મળે એવું કઈક કરી આપો ને “, મેં રિયાદીદીને કહ્યું .

“ મળી ગયું... ( એક ન્યુસપેપર હાથમાં લઈને ) NGO “ , રીયાદીદીએ ખુશી સાથે કહ્યું .

“ NGO એટ્લે ?? “ , મેં પૂછ્યું .

“ NGO એટલી એવી સંસ્થાઓ જે સરકારી નથી પણ સરકારી સંસ્થાની જેમ જ લોક કલ્યાણના કર્યો કરે છે . હું તારું admission એક એન જી ઑ માં કરવી દઉં છું “ , રિયાદીદીએ મને કહ્યું .

મારૂ એડ્મિશન ગુજરાતનાં એક એન જી ઑ માં થયું અને ત્યાં મહિલા અનાથાલયમાં રહીને મેં અભ્યાસ શરૂ કર્યો . પરિણામે હું ભણવામાં ખુબ જ હોશિયાર બની ગઈ અને... ક્રમશ:

હવે આગળની વાતમાં રોશની એટ્લે કે સ્વરા મોટી થઈ જશે અને તેનું 12th science નું રિજલ્ટ આવશે એ શું આવે છે ?? અને સ્વરાનું આફ્રિકા આવવાનું કારણ શું છે ?? અને હજી ચમચીડિયાને પણ આપણે મળીશું કેવી રીતે ?? તે માટે મળીશું આવતા અંકમાં... ત્યાં સુધી આવજો...