THE JACKET CH.9 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE JACKET CH.9

સૌ પ્રથમ “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” ના તમામ વાંચકમિત્રો અને તેમના કુટુંબીજનોને રવિ રાજ્યગુરુ અને સમગ્ર માતૃભારતી ટીમ તરફથી નુતન વર્ષાભિનંદન . શરૂ થતાં નવા વર્ષના ઉગતા સૂર્યના કિરણો હંમેશા આપના જીવનમાં પ્રકાશ પાથરે તેમજ ઈશ્વર આપને સત્ય , પ્રેમ અને કરુણા બક્ષે તેવી અભ્યર્થના સાથે નુતન વર્ષાભિનંદન . સૌ પ્રથમ તો માતૃભારતી એપ્લીકેશન પર દર સોમવારે પ્રકાશિત થતી આપની મનપસંદ નવલકથા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” ને માતૃભારતીના ટોપ 25 બુક્સ અને લેખકની યાદીમાં સ્થાન મળેલ છે . જેના માટે હું રવિ રાજ્યગુરુ આપ સૌ વાંચકમિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું . આપ સૌના અવિરત પ્રેમ અને વિશ્વાસના કારણે આ શક્ય બન્યું છે . ખૂબ ખૂબ આભાર માતૃભારતી ટીમ મહેન્દ્ર શર્મા સર જેમણે મારા કામને સ્વીકાર્યું અને તમારી સામે મને પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો છે . આ સાથે રજૂ કરું છું પ્રકરણ – 9 નો પ્રથમ ભાગ .

*****

આગળ આપણે જોયું આદિવાસી નિવાસમાંથી કબીર , મીરા , વ્રજ , સ્વરા , અભય અને પ્રીતિ આગળ નીકળે છે . આગળ તેમણે એક જેકેટ મળે છે , તેમાથી એક ચિત્ર પણ મળે છે અને એક રૂપિયાનો ભારતીય સિક્કો મળે છે ત્યારબાદ આગળ જતાં તેમનો સામનો એક પાગલ હાથી સાથે થાય છે કબીર અને અભય તો હોતા નથી વ્રજ જેકેટ દ્વારા હાથી ને શાંત કરી દે છે . અહીં એ સાબિત થાય છે કે હાથી જેકેટને ઓળખતો હતો પણ આ જેકેટ કોનું હશે ?? એ બધા પ્રશ્નો ના જવાબ ધીમે ધીમે મળશે . તેની પહેલા બધા ફરી એક વાર પોતાની અંગત જીંદગીની ચર્ચામાં આગળ વધે છે . “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...

*****

અર્જુન એટ્લે કે કબીર , અર્જુન એ કબીરનું હુલામણું નામ હતું કારણ કે એ નિશાનબાજીમાં પણ માહિર હતો આથી અમે એમનું નામ અર્જુન પડ્યું હતું આથી ક્યારેક અર્જુન બોલતા તો ક્યારેક કબીર . આ કેવી રીતે એ પછી વાત . હવે વાતમાં આગળ...

“ પ્રીતિ તારી ડ્રેસિંગ સેન્સ પરથી લાગે છે કે તને નવા નવા કપડાં પહેરવાનો બહુ શોખ છે . સાચું ને !! “ , અભયે પ્રીતિને પૂછ્યું .

પ્રીતિ દેખાવે એકદમ સુંદર હતી . ભોળો ચહેરો , દૂબળું શરીર , મધ્યમ કદ , કરલી કરલી વાળ , એમ કહું ને તો પહેલી જ નજરમાં જોતાં જ કોઈ પણ દિર્ગદર્શક તેને પોતાની ફિલ્મમાં તરત જ રોલ આપી શકે એવી ફિલ્મ અભિનેત્રી જેટલી સુંદર લાગતી હતી . પ્રિતીએ પોતાની જિંદગીની વાત કરવાનું શરૂ કર્યું , તો હવેની વાતમાં નેરેટર ખુદ પ્રીતિ છે . પ્રીતિ કહે છે ,

મારો જન્મ ગુજરાતમાં જ રંગીલા શહેર રાજકોટમાં થયો હતો . મારા માતા-પિતાને મેં ક્યારેય જોયા નથી . કારણ કે જે દિવસે મારો જન્મ થયો એ જ દિવસે તેમનું મૃત્યુ થયું . મારો જન્મ એક સર્કસમાં થયો હતો .

“ શું ? સરકસમાં..... ?!?! “, બધાએ એક સાથે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.

હા , સરકસમાં . હું સંપૂર્ણ વાર્તા જાણું છું , મને મારા સરે આ વાત કરેલી છે . મારા સરે જણાવ્યા મુજબ મારા માતા – પિતા ખુબ જ ગરીબ હતા . એમનો મુખ્ય વ્યવસાય “ ગોલમદારી “ નો હતો .

“ હેં.... ગોલમદારી ?? “ , અભયે અત્યંત આશ્ચર્ય સાથે પ્રીતિને પૂછ્યું.

“ હા.. ગોલમદારી તમારે ત્યાં ગોલમદારી ના હોય ??? “ , પ્રિતીએ અભયને પૂછ્યું .

“ ના.. અરે મને તો એ પણ નથી ખબર કે ગોલમદારી એટ્લે થાય શું ?? “ , અભયે કહ્યું .

“ અરે... યાર... પેલા છ લકડીઓનો ઉપયોગ કરી વચ્ચે દોરડું બાંધીને એક નાની છોકરી પોતાના માથા ઉપર વજન લઈ ચાલે તેવા અજબ ગજબના કરતબો બતાવે એ ગોલમદારી “, કબીરે પોતાને આવડતું હોય એમ અત્યંત બડાઈથી જવાબ આપ્યો .

“ અરે વાહ ! તો તો કાદવમાં ખીલ્યું કમળ એમ ને ? “, અભયે મસ્તી કરતાં કરતાં કહ્યું .

“ શટ અપ !”, એમ બોલી મેં અભયને ટપલી મારી .

“ તું વાત કરવાનું ચાલુ રાખ... આવું તો ચાલ્યા જ કરશે “, અભયે પ્રીતિને કહ્યું .

અમે પાણી પણ અમારી ફ્લાઇટ ક્રેશમાંથી શોધેલી બોટલમાં પ્રિતીએ આગળ બોલતા પહેલા થોડું પાણી પીધું અને નિરાંતનો શ્વાસ લીધો અને ફરીવાર વાત કરવાનું શરૂ કર્યું .

રાજકોટની લગભગ બધી જ બજારમાં મારા માતા-પિતા તેમનો આ ખેલ બતાવતા . મારે એક ફાઇબા હતા જે દોરી પર ચાલતા . કાકા અલગ અલગ ખેલ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતાં . અમારું ગુજરાન આવી રીતે જ ચાલી રહ્યું હતું . એક વખત “ ABC CIRCUS “ ના માલિક રાજકોટના શાસ્ત્રીમેદાનમાં એમનું સર્કસ લઈને આવ્યા હતા . “ ABC CIRCUS “ ના માલિકનું નામ રાજેન્દ્ર કુમાર , પણ યુનિટના તમામ સભ્યો તેમણે “રાજુસર” ના નામથી ઓળખતા હતા . આ રાજુસર રાજકોટના રસ્તાઓ પર લોકોનો સર્કસ પ્રત્યેનો પ્રતિભાવ જાણવા માટે નીકળેલા , આ સમયે તેમની સાથે મેનેજર માલવ દીક્ષિત પણ હતા . આ એ સમય હતો જ્યારે સર્કસનો તંબુ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં આકાર લઈ રહ્યો હતો .

“ માલવ , રાજકોટમાં શાસ્ત્રી મેદાન સિવાય બીજું એકેય મેદાન કે ગ્રાઉંડ નથી ?? “ , રાજુસરે માલવને પૂછ્યું . ( ભાષા હિન્દી હતી પણ આપણે સમજવા માટે ગુજરાતીમાં વાત કરું છું )

“ ના.. ના.. સર , અહીંયા એક રેસકોર્સ ગ્રાઉંડ છે ખરા પણ એમાં એવું છે કે બધા બહારના પ્રોગ્રામ્સ , સર્કસ , જાદુગર જેવા કાર્યક્રમો માટે સરકાર દ્વારા શાસ્ત્રીમેદાન જ ફાળવવામાં આવે છે . “ , માલવે રાજુસરને કહ્યું .

“ ઓહ હો ! આપણે રેસકોર્સ ગ્રાઉંડ જોવું હોય તો જોવાય ખરી ?? મતલબ કે એમાં જોવામાં તો કઈ પ્રોબ્લેમ જેવુ નથી ને ?? “ , રાજુસરે એકદમ સહજતાથી માલવને કહ્યું.

“ અરે સર એમાં શેનો પ્રોબ્લેમ ? ચાલો જઈએ રેસકોર્સ ગ્રાઉંડ જોવા..

(ચાલતા ચાલતા રસ્તામાં )

તમને ખબર છે સર ?? અહીંના લોકો દરરોજ આ રેસકોર્સની ફરતે મોર્નિંગવોક માટે આવે છે , આ સિવાય અહીંયા દર રવિવારે આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ની માફક બધા યુવાનો ક્રિકેટ રમવા વહેલી સવારમાં આવી જાય છે . રાત્રે અહીના રહેવાસીઓ આ રિંગરોડની ફરતે બેસીને સુખદુખની વાતો કરે છે . આ જ તો મજા છે રાજકોટ શહેરની . “ જેની માથે માલિકની મહેર છે એવું રાજકોટ રંગીલું શહેર છે “ . અહીંના લોકોનો એક માત્ર જીવનમંત્ર છે “ હરો ફરો અને મોજ કરો “ .

( રિંગરોડ પહોંચીને )

આ રોડ રિંગરોડ કહેવાય છે સર અને અહીંયા સામે જ રેસ્ટોરન્ટસ , આઇસક્રીમ પાર્લર અને ફિલ્મો જોવા માટે દુનિયાનું નંબર વન સાઉન્ડ સિસ્ટમ ધરાવતું થિએટર ભવ્યાતિભવ્ય “ ગેલેક્સિ સિનેમા “ પણ રાજકોટમાં જ છે . સર ગુજરાતનાં બધા શહેરોમાં નવરાત્રિ ક્લબમાં થાય છે , શેરી ગલીઓમાં થાય છે પણ અહીંયા ચૌકમાં ગરબી સ્વરૂપે થાય છે જેમાં નાની નાની બાળાઓ ગરબા રમે છે આનાથી વધુ માતાજીના દર્શન બીજે કયાઁ થઈ શકે સર ! આ વિશેષતા છે રાજકોટની . જ્યાં દરેક ધર્મ વચ્ચે પરસ્પર ભાઈચારાની ભાવના છે આથી દરેક ધર્મના તહેવારો અહીંના લોકો સહુ સાથે મળીને ઉજવે છે .

“ વાહ ભાઈ વાહ મજા આવી ગઈ . ખરેખર અદ્ભુત છે આ શહેર અને અહીના લોકો પણ . “ , રાજુસરે માલવને કહ્યું .

બરાબર આ જ દિવસે ગોલમદારીનો ખેલ અહીં ચાલી રહ્યો હતો .

“ માલવ , આ શેનો અવાજ આવે છે ઢોલ જેવો ?? , આજુબાજુમાં કોઈના લગ્ન છે ?? સંભાળ્યું છે ગુજરાતમાં લગ્ન અગાઉ પણ ઢોલ વાગતા હોય છે અને લગ્ન દરમિયાન પણ... “ , રાજુસર ધ્યાનથી માલવને પૂછે છે .

“ અરે.. લાગે છે તો એવું જ .. “ , બોલતા બોલતા માલવની નજર અચાનક ગોલમદારીના ખેલ પર પડે છે .

“ મળી ગયું . સર , ગોલમદારીનો ખેલ ચાલે છે . આ લોકો બેનમૂન કલાકારી ધરાવે છે . તેમનું સંતુલન ખૂબ જ અઘરું છે . આપણે જવું છે તે જોવા માટે ?? “ , માલવે રાજુસરને પૂછ્યું .

“ હા.. ચાલો ભાઈ અહીની તો તને ખબર પડે કે શું સારું ને શું નહીં ? બાકી હું તો રાજકોટ જ પહેલી વાર આવ્યો છું . એમાય ગોલમદારી તો મેં હજી સુધી જોયા પણ નથી “ , રાજુસરે મલાવને જીગ્નાશાપૂર્વક કહ્યું .

રાજુસર અને માલવ બંને ગોલમદારી જોવા માટે ટોળામાં ઊભા રહી જાય છે .

“ બેનમૂન... અદ્ભુત... અવિશ્વસનીય કલાકારી... શું તમે ક્યારેય કોઈ નાની છોકરીને આવા દોરડા પર આધાર વગર ચાલતી જોઈ છે ? શું તમે ક્યારેય કોઈને માથા પર વજન રાખીને દોરડા પર ચાલતા જોયા છે . હમણાં જોશો ભાઈ..” , આ બોલનાર મારા પિતા હતા . તેઓ પોતાના ગોલમદારીના એ કાર્યક્રમની શરૂઆત આ રીતે જ કરતાં હતા .

મારા પિતાનું નામ રામસિંગ હતું . ત્યારબાદ તેઓ ડ્રમ વગાડવા લાગ્યા અને મારા ફઇબા એ વખતે ખૂબ નાના હતા તે દોરી પર ચાલતા . એ દોરી પર બેલેન્સ રાખી અને ચાલવા માંડ્યા . રાજુસર આખો પ્રોગ્રામ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને મારા પિતા પાસે ગયા .

“ તમારી કલાકારી અને આ નાની દીકરીનું બેલેન્સ અદ્ભુત છે . તમારું નામ શું છે ? “ , રાજુસરે મારા પિતાના વખાણ કરતાં પૂછ્યું .

“ મારૂ નામ રામસિંગ છે સાહેબ . આવા નાના મોટા પ્રોગ્રામ કરીને મારૂ ગુજરાન ચલાવું છું . બસ રોજનું જમવાનું મળે અમારા કુટુંબને એટલું થઈ જાય છે . “ , મારા પિતા એ બે હાથ જોડીને આવો વિનમ્રતાથી જવાબ આપ્યો .

“ મારૂ નામ રાજેન્દ્ર કુમાર છે . લોકો મને રાજુસરના નામથી ઓળખે છે . સર્કસના શો કરું છું . રાજકોટમાં પ્રથમ વખત આવ્યો છું . એબીસી સર્કસ મારુ જ છે . જો તમને કોઈ મુશ્કેલી ના હોય તો આવતી કાલે મારા સરકસનો રાજકોટમાં પ્રથમ દિવસ છે . તમે અમારા સરકસમાં આવી જાવ અને અમારા કલાકારો સાથે જ રહેજો હવે તમારે આ રીતે રસ્તા પર શો કરવાની કોઈ જરૂર નથી . હું તમને ઘણું બધુ મહેનતાણું આપીશ જેનાથી તમારા પરિવારને આ રીતે રસ્તા પર શો નહીં કરવા પડે . હવે તમારે અમારી સાથે જ રહેવાનુ છે . “ , રાજુસરે મારા પિતાને કહ્યું .

રામસિંગ એટ્લે કે મારા પિતા અને ગીતા એટ્લે કે મારી માં એકબીજાની સામું જોવા લાગ્યા .

“ ભલે...સાહેબ...“, મારા પિતાએ રાજુસરને કહ્યું .

ત્યારબાદ સાંજના સમયે મારા પિતા મારી માતા અને કાકા અને ફઇબા બધા સર્કસ આવી પહોંચ્યા . રાજુસર અમને જાણે આવકારવા જ ઊભા હતા .

“ આવો.. આવો.. રામસિંગ આવો.. , ડાબી બાજુમાં છેલ્લો તાંબું તમારા કુટુંબ નો છે . તમે ખુશીથી ત્યાં જઈ રહી શકો છો . “ , રાજુસરે મારા પિતાને આવકરતા કહ્યું .

“ ભલે...સાહેબ...“, મારા પિતાએ આતુરતાથી રાજુસરને કહ્યું અને બધા સામાન સાથે સરકસમાં પ્રવેશ્યા . ચારે બાજુ હાથી અને ઘોડાઓને બાંધવામાં આવ્યા હતા . અમુક પક્ષીઓનો કલરવ પાંજરામાંથી સંભળાતો હતો . મારૂ આખું કુટુંબ આ બધુ જોતાં જોતાં આગળ વધી રહ્યા હતા . એમાં માલવ જે મેનેજર છે એ સામે મળ્યા .

“ સાહેબ , મારો તાંબું ડાબી બાજુથી છેલ્લે છે એમ રાજુસાહેબે કીધું છે “, મારા પિતાએ ઉંધા ફરીને ઊભા માલવભાઈને કહ્યું .

( પાછળ ફરીને )

“ અરે.. રામસિંગજી આવો.. આવો.. કેમ છો ?? “, માલવભાઈએ રામસિંગને કહ્યું .

“ બસ મજા.. મજા.. સાહેબ.. “, રામસિંગને કહ્યું .

“ અચ્છા તમારો તાંબું આ રહ્યો ફાનસ બળતું દેખાય એ જગ્યાએ છે .”, માલવે રામસિંગને કહ્યું .

લાલ સફેદ દ્વિરંગી તંબુ હતો . જે સર્કસ માટે તૈયાર કરવામાં આવ્યો હતો . જે તમને દૂરથી જોતાં એક દમ રળિયામણો લાગે એવો સરસ તંબુ હતો . જ્યાં અમારો તંબુ ઘેરા ભૂરા રંગનો હતો . જે આર્મીનો કોઈ ખાસ તંબુ હોય એવું લાગે . અમારા સિવાય સરકસમાં કામ કરતાં અનેક લોકોના તંબુ હતા . બધા અમને મળ્યા અમારું સ્વાગત પણ કર્યું . અમારો તંબુ એક નાના ઘર સમું લાગતું હતું . જેમાં પીળા રંગના દિવાની જ્યોત ચારે તરફ ફેલાયેલી હતી . મારા પિતા માટે તો એ જાણે કોઈ રાજમહેલમાં આવ્યા હોય એવું તેમને લાગતું હતું .

મારા મમ્મી પણ ખુબ જ ખુશ હતા . ક્યારેય નહોતું વિચાર્યું એવું આજે તેઓ અનુભવી રહ્યા હતા . મારા કાકા અને ફઇબા તો નાના હતા આથી તેઓ અંદર આમથી તેમ દોડા-દોડી કરવા લાગ્યા હતા અને એમને જોઈને મારા પિતા વિચારી રહ્યા હતા ,

“ ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું એ આજ હકીકતમાં જોવા મળી રહ્યું છે . ધીમે ધીમે ખુશીઓ આવી રહી છે . બસ કમી છે તો મારે એક સંતાનની બસ ભગવાન કઈ પણ આપે દીકરો કે દીકરી મારા મન તો બંને સરખા છે . “ , મારા પિતા રામસિંગ આવું વિચારી રહ્યા હતા .

થોડા વર્ષો વિત્યા . મારા પિતાની પ્રાર્થના સફળ થઈ . મારી માતાને સારા દિવસો હતા . સર્કસ અમારું કામ નહીં હવે તો અમારો ધર્મ બની ગયો હતો .

હવે પ્રીતિનો જન્મ કેવી રીતે અને કયાઁ થયો તેના માતા પિતાને તેણે જોયા નથી એનું કારણ શું ?? શું થશે જ્યારે પ્રીતિનો જન્મ થશે ?? પ્રીતિ વર્તમાન સમયમાં શું કરી રહી છે ?? આ બધા પ્રશ્નોનાં જવાબ મળશે પણ આવતા પ્રકરણમાં શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખીને આ પ્રકરણની બાકીની વાત આવતા પ્રકરણ “ સર્કસ ભાગ – 2 “ માં કરીશું . જેકેટનું આ એડવેન્ચર કેટલી મજા કરાવે છે જાણવા માટે આવતા સોમવારે મળીશું .