આગળ પ્રકરણ – 13 માં આપણે જોયું કે તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...
“ હા... આ બધા સીઝન્સ ના નામ છે જે હવે આપણે અનુભવવાના છીએ . “, વ્રજે કહ્યું .
“ અને.... એનાથી ઉપર જે ગાળામાં દેખાય છે તે સિંહ છે આઈ મીન લાયન . આનો મતલબ લાયનનો સામનો પણ આપણે કરવાનો છે. “, અભયે કહ્યું .
“ યસ... અને એનાથી ઉપર વાળ છે , જે પાણી જેવા દેખાય છે મતલબ પાણી પણ આવશે અને એ પણ ઊંડું આશા છે બધાને થોડું તો સ્વિમિંગ આવડતું જ હશે . “ , કબીરે કહ્યું .
“ અને... આમની આ કેપ તો આપણે ત્યાં ખેડૂતો પહેરે તેવી છે ને ?? “, મેં પૂછ્યું .
“ હા.. આનો મતલબ ટેન્ટ જેવુ કાઇંક... “, સ્વરાએ કહ્યું .
“ હવે સમજાણુ . પેલો ઘોડો હતો જે જતો રહ્યો તે આપની મદદ કરવા માટે જ આવ્યો હતો અને આમાં કેપ પર પણ ઘોડો દોર્યો છે જો.... ( આંગળી થી નિર્દેશ કરતાં કરતાં ) આનો મતલબ છેલ્લે ઘોડો આવશે જરૂર.... “, ચોકકસતા દર્શાવતા પ્રિતીએ કહ્યું .
આમ , હવે અમને એ મેપ ( નકશા ) પર પૂરેપૂરો અંદાજ આવી ગયો હતો કે આગળ જતાં શું શું થવાનું છે ?? આથી અમે બધા નિડર બનીને તેનો સામનો કરવા તૈયાર હતા .
“ વ્રજ એક વસ્તુ ના સમજાણી આ નંબર્સ પરથી તે સ્પેલિંગ કેવી રીતે બનાવ્યા ?? આ બધી સીઝન્સ ના ?? “, જિજ્ઞાસાપૂર્વક વાત જાણવાની વૃતિ સાથે સ્વરાએ વ્રજને પૂછ્યું .
“ જો આ મેપમાં આપેલા નંબર્સમાં વચ્ચે અમુક ચોક્કસ જગ્યા રાખવામા આવી છે . “, વ્રજે કહ્યું .
“ મતલબ ?? “, સ્વરાએ ફરીવાર પુછ્યું .
“ મતલબ કે 23 09 14 20 05 18 છે તો આમાં 23 અને 09 વચ્ચે અને ત્યારબાદ 09 અને 14 આ બે વચ્ચે અંતર છે અને 23 એટ્લે મેં એવું તારણ કાઢ્યું કે ABCD નો 23મો અક્ષર એ જ રીતે બીજા બધા મેળવ્યા અને જોતજોતામાં ત્રણેય ઋતુઓના નામ બની ગયા .“ , વ્રજે સ્વરા અને અમને બધાને સમજવ્યું .
“ વાહ.... !! વાઉ યાર યુ આર ગ્રેટ !! “, મેં અંગ્રેજી ભાષામાં થોડી સબશી આપતા કહ્યું .
હવે આમ જ ધીમે ધીમે વાતોમાં ને વાતોમાં પછીના દિવસનું સવાર પણ પડી ગયું . સૂર્ય નારાયણ પોતે ઓઢેલી ચાદરમાંથી ધીમે ધીમે બહાર ડોકિયું કરતા જણાતા હતા પરંતુ અમે તો જંગલમાં હતા અને જંગલમાં તો સમગ્ર સૃષ્ટિમાં અજવાળું થયા બાદ જ અજવાળું જોવા મળે . અમુક પાંદડાઓ પર ઝાકળના ટીપાં બાજી ગયા હોય તેવું લાગી રહ્યું હતું . સાચે જ શિયાળાની ઋતુ અમને મળવા તલપાપડ થતી હોય એવું લાગતું હતું .
અમે બધાએ પણ રાબેતા મુજબ ચાલવાનું શરૂ કરી દીધું હતું . આનંદની વાત તો એ હતી કે ક્યારેય ચાલતા ના હોવા છતાં અમે આ જંગલમાં આટલું બધુ ભૂખ્યા તરસ્યા ચાલી રહ્યા હતા . ધુમ્મસનું પ્રમાણ એકદમ વધારે હતું . ચારે તરફ ધુમાડો ધુમાડો હતો . અમે બોલતા હતા ત્યારે પણ મોઢામાંથી ધુમાડો નીકળતો હતો .
પરિણામે વ્રજની પૂર્વધારણા સાચી પડી .
વિન્ટર – WINTER
શિયાળો ઠંડી લાગવાનુ શરૂ થઈ ગયું હતું . ધુમ્મસ ધીમે ધીમે વધતી જતી હતી . રાત્રે ૯૦% ઠંડી બરફ પડશે એવું લાગી રહ્યું હતું . જે રીતના ઠંડીનું જોર હતું તે પરથી એવું લાગતું હતું જાણે રાત્રે ઠંડીનું જોર અત્યાર કરતાં બમણું જ હશે . અમે બધા સિસકારા સાથે વાતો કરી રહ્યા હતા . હાથ – પગ થીજી જાય એવી ઠંડી હતી . આફ્રિકા નહીં “ લેહ – લદાખ “ હોય એવું વાતાવરણ બની ગયું હતું .
ધીમે ધીમે સાંજ પડી અને અમે એક સ્થળે રાત વિતાવવા માટે રહેવાનુ નક્કી કર્યું . નદીનું પાણી થી માંડીને બધુ જ ધીમે ધીમે બરફ બનતું જતું હતું . આમાં એક ફન ફેક્ટર જોવા મળ્યું જે અમારી સાથે કઈક એવી રીતે થયું , અર્જુન એટ્લે કે કબીર ક્યાંકથી એક ફ્રૂટ લઈને આવ્યો એ શું હતું એ મને આજ સુધી નથી ખબર પણ એનો રસ એવો હતો કે લગાડવાથી અથવા તો પીવાથી ઠંડી પ્રમાણમા ઓછી લગતી હતી . આ વાત આવી રીતે બની...
અમે બધા બરાબર બેઠા હતા ત્યારે અર્જુન અચાનક એક ફ્રૂટ લઈને આવ્યો .
“ લો... ભાઈ આ એક ફ્રૂટ છે આના વિશે મેં એક ચેનલ માં જોયું છે અને સંભાળ્યું પણ છે અને ઘણી ફૂડ નોલેજ ની બૂક અને મેગેજીનમાં પણ આના વિશે ની માહિતી ઘણી વાર છપાય છે . “, અર્જુને એ ફ્રૂટને અમારા તરફ આગળ ધરતા ધરતા કહ્યું .
“ આ શું છે ?? “, પ્રિતીએ ફળ આપી રહેલા અર્જુનને પૂછ્યું .
“ એ જે હોય તે ... તું ઠંડીમાથી બચી જઈશ એટ્લે મારૂ માન અને આ લે પી લે અને લગાવ બોડી ઉપર બિન્દાસ્સ “, અર્જુને થોડું મોઢું બગાડતાં બગાડતાં જવાબ આપ્યો .
“ સારું.. તો.. લાવો.. “, આટલું કહીને પ્રીતિએ એ ફળ લઈ લીધું .
ધીમે ધીમે અમે બધાએ પણ અર્જુન (કબીર) પાસેથી એ ફ્રૂટ લઈને લગાવ્યું અને એની અંદર રહેલું જ્યુસ પણ પીધું . ખરેખર ઠંડીમાંથી તરત જ છુટકારો જરૂર મળ્યો . થોડીવારમાં બરફ પાડવાની શરૂઆત થઈ ગઈ અને તાપમાન માઈનસમાં આવી ગયું હતું . એક જ વસ્તુ જે હવે અમારી પાસે અમારો જીવ બચાવવા માટે હતી અને તે હતી ,
“ THE JACKET “
વાત કહેતા તો વાર લાગે હું ટૂંકમાં વાત કરું તો જેકેટ કબીર પાસે હતું તેને ઉતારી એક ડાળખી પર છાંયા જેવુ બનાવ્યું અને અમે ત્યાં ચાલ્યા ગયા . પરિણામે બધાએ એક સાથે જેકેટ ઓઢયું હતું એટલું મોટું જેકેટ હતું . આ વખતે એવું નહોતું કે જેકેટ અમારું રક્ષણ કરે કારણ કે આ તો કુદરતી આફત આફત હતી પણ કામ આવ્યું એ મહત્વની વાત હતી .
Seriously we really loved “ the jacket “…
રાતભર આજે આવું જ વાતાવરણ રહ્યું જાણે અમે હિમાલય અથવા તો મનાલીના નેચર કેમ્પમાં આવ્યા હોય એવું લાગતું હતું . સવારે ઠંડીનું જોર સાવ ઓછું થઈ ગયું હતું પણ વૃક્ષોએ જાણે સફેદ ફૂલોની ચાદર ઓઢી હોય એવું લાગતું હતું . મારી પાસે કેમેરો નહોતો નહિતર ત્યારે ઘણા બધા ફોટો ક્લિક કરી લેત . અમુક યાદો કાયમ માટે તાજી રહી જાય છે . અમે પણ આ મુમેન્ટ આ યાદને અમારી સાથે કયાં રહે એવું વિચારતા વિચારતા આગળ નીકળ્યા .
“ ખરેખર.. મજા આવી હો.. જબરું... મનાલી કે શીમલા પીકનિક માં ગયા હોય એવું લાગ્યું “ , મેં બધાને કહ્યું .
“ હા.. યાર આ એવા પ્રકારની મજા હતી જે આપણે નાના હતા ત્યારે નાની નાની પિકનિકમાંથી મજા લૂટતા હતા તે પ્રકારની... “ , અભયે કહ્યું .
“ સ્કૂલ ની તો વાત જ અલગ હતી યાર... “, પ્રીતિએ કહ્યું .
“ હા... એમાંય રાત ની પીકનિક હોય ને તો તો પૂરું . ભૂત ની વાતો જ થાય . પેલી સફેદ સાડીવાળી સ્ત્રી અને હવામાં જેના વાળ ઉડતા હોય અને ઉંધા પગ હોય તેને કોણ ઓળખતું નથી ?? “, હસતાં હસતાં વ્રજે કહ્યું .
“ હા.. હા.. એ આપણી સ્કૂલલાઇફ નું એક રસપ્રદ પત્ર હતું . બધા એના ચાહક હતા .”, કબીરે વ્રજની વાતમાં સાથ પુરવતા કહ્યું .
“ કોઈ વાર રાતના બધા સૂઈ જાય પછી એનો રૂમ ખખડાવી ભાગી જવાનું પણ જોરદાર હતું . “, સ્વરાએ કહ્યું.
ધીમે ધીમે ઠંડી સાવ એટ્લે સાવ ઉડી ગઈ હતી . અમે અમારી ધૂનમાં ને ધૂનમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને હવે સમય થઈ ગયો હતો સમરનો . ના ના સમર એટલે કોઈ વ્યક્તિ નું નામ નથી સમર એટ્લે ઉનાળો...
સમર - S U M M E R
“ હવે ગરમીની અસર થોડી થોડી વર્તાય છે નહીં ?? “, મેં કહ્યું .
“ હા... આફ્ટરોલ હવેનો વારો સમરનો છે યાર તો બકા ગરમી તો રેવાની... “, અર્જુને કહ્યું .
અચાનક ગરમી વધી ગઈ . અમારા બધાના કપડાં ભીના થવા લાગ્યા , અમે પરસેવે નહાવા લાગ્યા હતા . પરંતુ શું કરીએ બપોરથી સાંજ સુધી તો આ તકલીફ રેવાની જ હતી . અતિશય ગરમી હતી . પાનખર ઋતુ હોય એમ અમારી આસપાસના પાન પણ વૃક્ષ પરથી ખરી પડતાં હતા . સૂર્ય જાણે બધી જ તાકાત અમારા પર અગનજ્વાળા સમી વરસાવી રહ્યો હોય આવું વાતાવરણ લાગતું હતું . સૂર્ય દરરોજ કરતાં એકદમ લાલ બની ગરમી વરસાવી રહ્યો હતો , તેનું તેજ વધતું જતું હતું . અમારી પાસે રહેલું જેકેટ પણ આ સમયે અમારી કોઈ પણ જાતની મદદ કરી શકે એમ નહોતું . પરિણામે અમે ગમે તેમ કરીને સમય પસાર કરવાનું શરૂ કર્યું .
“ મીરા , આ ગરમી બહુ વધતી જાય છે... યાર.. અતિશય અકળામણ થાય છે .”, પ્રીતિએ ગરમીથી લાલ અને પરસેવે રેબઝેબ બની ગયેલા પોતાના ચહેરાને લુતા લુતા અને પોતાના હાથથી ચહેરા પર આમ તેમ હવામાં હળવી પવન નાંખતા નાંખતા મને કહ્યું .
“ હા... યાર સાચું હો જબરી ગરમી છે.. એ.. વ્રજ.. અભય.. કબીર.. ચાલોને યાર ક્યાંક છાંયે બેસી જઈએ , બહુ ગરમી થાય છે . “, મેં પ્રીતિનું માન રખવામાત્રથી કબીર, વ્રજ અને અભયને કહ્યું.
થોડો સમય વિત્યો અને ત્યારબાદ ફરીવાર મેં તેમને કોઈ એક જગ્યાએ બેસવા કહ્યું . મને ખબર હતી કે એ લોકો નહીં માને કારણ હવે રાત થવાને માત્ર એક કલાકની જ વાર હતી અને અમારે જેમ બને તેમ વધારે અંતર પૂરું કરવું હતું .
“ નહીં... હો... આપણે જેમ બને તેમ વધુ ઝડપથી અને વધારે અંતર પૂરું કરવું છે. “, અર્જુને અમારી વાત નકારતા જવાબ આપ્યો .
“ અર્જુનની વાત સાચી છે . હવે થોડીવાર પછી રાત થઈ જશે , પછી ગરમી પણ ઓછી થઈ જશે ત્યાં સુધી થોડું ચલાવી લે ને યાર... “, વિનંતી કરતાં કરતાં સ્વરાએ કહ્યું .
ગરમી હવે ધીમે ધીમે ઘટવા લાગી હતી . સૂર્યનારાયણ પશ્ચિમ દિશામાં પ્રયાણ કરી રહ્યા હોય એવું લાગતું હતું . પરિણામે રાત થઈ ગઈ અને ગરમી સાવ ઘટી ગઈ અને થોડી ઠંડક થઈ અમે અમારી રીતે આગળ વધી રહ્યા હતા , કારણ કે હજી બરાબર અંધારું થયું ન હતું . થોડીવાર પછી અંધારું થયું અને એક જગ્યાએ અમે રાત રોકાવાનું નક્કી કર્યું અને ત્યાં બેસીને વાતો કરી રહ્યા હતા , કારણ કે અમે બધા એકબીજાને અંગત રીતે ઓળખતા ન હતા .
“ અભય , તારી સગાઈ થઈ ગઈ ?? “, પ્રીતિએ અભયને પૂછ્યું .
“ કેમ તારો ત્યાં વિચાર છે ?? “, કબીરે પૂછ્યું અને તરત જ બધા હસવા લાગ્યા .
“ શટ અપ! જસ્ટ પૂછું છું જાણવા માટે . “, પ્રીતિએ કહ્યું .
“ ના... ના... પણ થવાની છે . “, અભયે કહ્યું .
“ અરેંજ મેરેજ છે ?? કે પછી ?? હમમ... લવ ?? ” , પ્રીતિએ પૂછ્યું .
“ અરે... ના લવ મેરેજ નથી . અરેંજ મેરેજ જ છે . “, આટલું બોલતા અભય ઉદાસ થઈ ગયો .
“ કેમ ?? અચાનક સેડ થઈ ગયો ?? ડિડ આઈ હર્ટ યુ ?? સોરી... “ , એકદમ નાના બાળકને માનવતા હોય તે રીતે પ્રીતિએ અભય પાસે જઈ તુટક તુટક એના મીઠા મીઠા અવાજ સાથે કહ્યું .
“ અરે... એવું કઈ નથી... ડોન્ટ બી સોરી... “, અભયે હલકા ફૂલકા સ્મિત સાથે જવાબ આપ્યો .
અમે બધા ઉભા થઈને અભયની આસપાસ ગોઠવાઈ ગયા એની સ્ટોરી સાંભળવા માટે . ખબર તો પડે બિચારો દુ:ખી કેમ હતો ??
“ અભય, તું અમને સરખી વાત તો કર , શું થયું હતું ?? તું કેમ દુ:ખી છે ?? બધુ જ “, વ્રજે અભયને કહ્યું.
“ ઓકે તો સાંભળો....
મારી ફિયાન્સનું નામ છે ‘રાશિ’ . રાશિ નું કુટુંબ બહુ જ પ્રખ્યાત છે . અમે બંને સ્કૂલમાં પણ સાથે જ ભણતા હતા . ધીમે ધીમે રાશિ મને પ્રેમ કરવા લાગી હતી . મને ના ગમતું . ખબર નહીં કેમ ?? ક્યારેય એના માટે એવી લાગણી જ ન જન્મી !!! રાશિએ ત્યારબાદ તેના ઘરે વાત કરી . અમે બંને સારા મિત્રો હતા અને હજી પણ છીએ . આથી એમના પિતાએ પણ હા પડી અને મારા માતા-પિતાને ફોન કરીને જણાવ્યુ અને સગાઈ નક્કી થઈ ગઈ . આટલું સારું ફેમિલી છે એટ્લે મારા આપ્પાએ સોરી મારા પિતાએ પણ ના પડ્યા વગર ‘હા’ જ કહી દીધી અને એના અનના એટ્લે કે એનો ભાઈ પણ મારો સારો મિત્ર છે એટ્લે હું હવે ના પણ પાડી શકું એમ નથી પણ... “, અભયે પોતાની જિંદગીની અગત્યની વાત અટકાવી .
“ પણ... શું ??? “, પ્રીતિએ ઉત્સાહિત થઈને અભયને પૂછ્યું .
“ પણ... અહીંયા આવીને પ્રીતિ મને તું ગમી ગઈ યાર.... જ્યારથી તને પાણીમાં પડેલી જોઈ અને મેં તને બચાવી . બધી જ મુમેંટ મારી જિંદગીની સૌથી સારી મુમેંટ હતી . પ્રીતિ હું તારી સાથે જ બાકીની જિંદગી વિતાવવા માંગુ છું . શું તું મને સાથ આપીશ ?? ડુ યુ લવ મી ?? “, અભયે પ્રીતિના હાથ પકડ્યા અને કહ્યું .
“ યસ... યસ... એન્ડ યસ... આઈ લવ યુ... અને હું પણ તારી સાથે બાકીની જિંદગી વિતાવવા તૈયાર છું . “, પ્રિતીએ અભયનું પ્રપોઝલ સ્વીકારતા કહ્યું .
હવે સમય થઈ ગયો હતો હેપ્પી મોનસુનનો પણ અમારા માટે રોમેન્ટીક મોનસુન બની ગયો કેવી રીતે જાણીશું આવતા એપિસોડમાં...
M O N S O O N
ત્યાં સુધી તમને આ પ્રકરણ કેવું લાગ્યું તે આપ નીચે જણાવેલ email id પર મેઈલ કરી શકો છો.
e-mail : ravi.rajyaguru10@gmail.com