Svpnsrusti Novel ( Chapter - 7 ) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Svpnsrusti Novel ( Chapter - 7 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૭ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૭

“ હા જરૂર... સોનલ પૂછને...”

“ સાચે સાચું કહીશને મને ? સુનીલ..”

“ હા કશમથી...” સુનીલે માથે હાથ મૂકી વિશ્વાસ અપાવ્યો.

“ જે બધુજ તે પેલી ડાયરીમાં લખ્યું છે એ બધુજ સાચું છે કે પછી..?” સોનલે પોતાના જમણા હાથની એક આંગળી વડે ડાયરી વાળા ટેબલ તરફ ઈશારો કર્યો. એના ભાવ ના સમજી શકાય તેવા વિચિત્ર હતા અને અકથ્ય પણ.

“ તને શું લાગે છે ?”

“ જે પણ હોય તારા મનમાં, પણ જો હું પરણીત સ્ત્રી છું એતો તું જાણેજ છે અને આ બધું મારા માટે સારું ના કહેવાય, અને હા જો મનમાં ઉઠતા દરેક સૂરને વાચા મળે એ જરૂરી નથી હોતું કેટલાય સુર એવા હોય જેને મનમાંજ દબાવી દેવાય પડતા હોય છે નઈતો દુનિયા એને જીવવા નથી દેતી એટલે...”

“ મારે પણ દબાવી દેવાના... અરમાનો... એમ...”

“ એવું કઈ નથી... યાર... પણ...”

“ એટલે આ પણ, એ શું સોનલ ?”

“ તારી લાગણી હું સમજી શકું પણ મારે પણ સમાજમાં રહેવાનું છે, આ બધુ વિચારવું પડે યાર, પણ જવાદે કદાચ તને એ વાત નઈ સમજાય..”

“ કેમ....ના....સમજાય..” સુનીલ બબડ્યો.

“ શું કેમ... તને ખબર છે મારા મમ્મી પપ્પા કોણ છે ? એ લોકો એક મિડલ ક્લાસ ફેમિલીના છે અને સામાજિક પણ સમાજમાં એમના માન સમ્માન અને મોભો છે, અને એમનું સર્વસ્વજ એમના માટે જીવન જેવું છે. એમને મારા સિવાય પણ એક દીકરી છે અજી એના લગ્ન કરવાના છે એમની પાસે તારા પપ્પાની જેમ પૈસા તો નથી પણ જે મોભો છે એજ એમની પુંજી છે. જો હું કઇક એવું કરી બેસું જેનાથી એમના મોભાને અને એમની ગરિમા લાજે તો મારી એ બેનની જવાબદારી કઈ રીતે પુરાય અને એમનું શું થાય પછી. આ દુનિયા મારા માતા-પિતાને સુખેથી જીવવા પણ ના દે અને મારી બહેનતો ઘેરજ ઉમર કાઢવી પડે અને એ પણ મેણા-ટોણા સાંભળી સાંભળીને સમજ્યો ? એમને નીચું જોવાનું ના આવેને એટલેજ બધું સહન કરી લઉં છું. એમની સામાજિક પ્રતિષ્ઠા જળવાઈ રહે એનાથી વધુ શું જોઈએ મારે ? અને પિતાજી પણ મારા પપ્પાના બાળપણના ભેરુ એટલે એમની પ્રતિષ્ઠા જાળવવી પણ મારો ફરજ કેવાય ને ? એમને મારા પર બૌઉજ વિશ્વાસ છે અને એને હું કેમ તોડી શકું એપણ મારા સગા પિતા સમાન છે. અને રહી વાત વિજયની તો એ ક્યાં સુધી આમજ રહેશે ક્યારેકને ક્યારેક તો સુધરશે ને...” સોનલ મઝબુત બની એકી શ્વાશે ગણું બોલી ગઈ પણ ભીની આંખોના ખુણાઓ પર છલકાતા આશુઓને રોકી ના શકી પછી વાસ્તવિકતામાં આવી અને આશુંઓ લુછી ફરી ઉભી થઇ ગઈ.

થોડોક સમય તો સમાજ, પોતાના માતા-પિતા અને સસરાની અને પોતાની બેન અને પરિવારની ચીંતા ખાતર બલિદાન આપનારી આ દેવીને સુનીલ જાણે કોઈ દેવી જમીન પર ઉતરી એની સામે ઉભી હોય એમ ફાટી આંખે જોઈજ રહ્યો હતો. એના બધા સવાલ જાણે ક્યાંક દટાઈ ગયા એની પાસે હવે કોઈ સવાલો વધ્યાજ ના હતા તેમ છતાય એ થોડોક વિચારમાં ખોવાયો.

“ અને તું ? તારી ખુશીનું શું ? સોનલ...” થોડોક સમય મોંન રહી સુનીલ ફરી બબડયો.

“ મારી ખુશી ?..” સોનલ અચાનકજ ગહન વિચારમાં ડૂબી ગઈ અને એનું મન ફરી એને જાણે સુનીલના પ્રેમથી નવરાવી રહ્યું હતું એણે જાણે હવે સુનીલની સાથે રહેવાની ઈચ્છાઓ થનગની રહી હતી એને પણ એના દિલમાં સમાઈ જવું હતું કદાચ એ એટલેજ તોળાઈ રહી હતી. એ મોંન હતી એની પાસે કદાચ કોઈજ શબ્દોના હતા એ બસ એમજ નિશબ્દ બનીને ક્યાય ખોવાઈ ગઈ.

“ શું થયું સોનલ...” વિચારોમાં ખોવાયેલી સોનલના ખભા પર હાથ મુકતા સુનીલ ફરી બોલ્યો અને એને પોતાની તરફ ફેરવી એની આંખોની ગહેરાઈમાં ચાલતા એ ભીષણ ચક્રવાતોને જોઈ રહ્યો. લગભગ બધુજ એ અનુભવી રહ્યો હતો સમજતો હતો બસ કદાચ એની એ બંધનોની મર્યાદા સિવાય સોનલ સંપૂર્ણ એનામાં ખોવાઈ જતી હતી.

“ મારી પાસે... તારા... સવાલોના... જવાબ નથી સુનીલ..” સોનલે ફરી પોતાની મર્યાદા રેખાઓની બેડીઓમાં જકડાઈ અંતર બનાવી લીધું. પણ જાણે એનું મન અંદરો અંદર એના એ સ્પર્શ માટે તડપી રહ્યું હતું.

સુનીલ પાસે એને કહેવા કે સમજાવવા હવે કોઈજ શબ્દો કે બહાના ના હતા એણે ચુપકીદી સાધી અને પોતાના પલંગ તરફ વળ્યો એના પગ પલંગ તરફ પણ એનું મન હજુય સોનલની બાહોમાં ભરાઈ જવા તરફડી રહ્યું હતું. બધુજ પોતાની જગ્યાએ સાચું હતું પણ હવે એનો કોઈ ફાયદોના હતો સોનલ એનાથી દુરીઓ બનાવી રહી હતી. એનું મન જાણે ભાંગી રહ્યું હતું કટકે ને ભડકે એ અંદરથી તૂટી ને વિખેરાઈ રહ્યો હતો.

બીજી તરફ સોનલ પણ અંદરો અંદર જાણે સુનીલની બાહોમાં ભરાઈને ખોવાઈ જવા તરસતી હતી પણ આ પાપી દુનિયાનું શું ? પોતાના અરમાનોને એ કાબુ કરતા ઝડપભેર સીડીઓ ઉતરી ગઈ. કિશનભાઈ બધુજ સાંભળી ચુક્યા હોવા છતાય એમણે પણ જાણે એક ચુપકી સાધી અને ના જાણવાનો ડોળ કરીને ચુપચાપ સુઈ ગયા. એમણે પોતાના દીકરાની સચ્ચાઈ ધીરે ધીરે સમજાઈ રહી હતી અને એક તરફ એમની એટલી મર્યાદા સાચવતી એમનીજ દીકરી સોનલ હતી. એમને ખબર હતીકે એમની પ્રતિષ્ઠા ખાતર સોનલ બધું સહી રહી હતી જેથી કિશનભાઈ બસ નીચેના રૂમમાં પૂરાઈને સુઈ ગયા કદાચ પોતે પોતાના મિત્ર વાલજીભાઈના ગુનેગાર બની રહ્યા છે એવો એક ધિક્કાર ભાવ પણ છવાયો અને ઓગળી ગયો.

પોતાના રૂમમાં પૂરાઈને પણ એકાંતમાં રોતી સોનલ રાત્રીના ત્રણેક વાગ્યા હતા પણ એની આંખોમાં ક્યાય ઊંઘ ના હતી ક્યાંથી હોય ? એ અંદરો અંદર પોતાની અંતર આત્માને જાણે કોશી રહી હતી. આજ પહેલી વખતજ એને સ્ત્રી જનમ પર ધિક્કાર થઇ રહ્યો હતો. દિલમાં ઉઠતા હજારો અરમાનો અને એનુ પોતાના તનમાં ધડકતું સુનીલ માટેનું એ દિલ જાણે ઝૂરી રહ્યું હતું એની આંખો માંથી સતત ગંગા જમના વહી રહી હતી. એનું શરીર સુખ અને સાચા પ્રેમ માટે તરસતું મન એને વારંવાર સુનીલ તરફ ખેંચાઈ રહ્યું હતું, જાણે એક પળ પણ હવે એનાથી દુરી એને મુશ્કેલ લાગી રહી હતી. પોતે કરેલા એના વર્તન બદલ પણ એનું મન એને ધીક્કારી રહ્યું હતું.

આ દુનિયાદારી, સમાજ અને સોસાયટીના ડરથી જાણે કેમ એને પોતાને જાનથી વધુ ચાહનાર સુનીલને એ આમ તરસાવતી હશે જયારે, વિજય એની પરવાના કરતો હોવા છતાય એના કારણે સુનીલને એ છોડવા તૈયાર હતી એનું મન કેટલીયે ઉલ્ઝનોમાં ઉલઝાઈ રહ્યું હતું. બસ એના મનમાં એક ગાઢ અંધકાર, દુખ, પીડા અને વેદનાના જુદા જુદા છલકાતા ભાવો સિવાય કઈજના હતું. એક અસહ્ય પીડા જેના વિચાર માત્રથી એ કમકમી જતી એને આખરે જાણે પોતાનું મન મક્કમ કરી લીધું હતું. કોઈપણ કાળે હવે એ સુનીલને આમ નહિ તડપવા દેશે અને એની વાત હવે પછી એ માની લેશે પછી ભલેને કોણ શું કહેશે એની મને હવે પરવા નથી. જેને મારી પરવાના હોય શા કારણે એના માટે હું મને માન આપતા સુનીલને છોડી દઊ. કાલનો દિવસ કદાચ સુનીલની રાહ જોવાનો આખરી દિવસ હશે અને પોતાની આ તડપને મનમાં દબાવી ને દુખી થવાનોય એ આખરી દિવસ બની રહેશે પોતાના મનની વાત હવે એ નઈ છુપાવે કેટલીયે કશ્મકશમાં એની આંખ લાગી ગઈ.

સુનીલતો હજુય આમતેમ પડખા ફેરવી રહ્યો હતો એની આંખોમાં ઊંડે ઊંડે સુધી ક્યાય ઊંઘ ડોકાતી પણ ના હતી બસ એનું મન તડપી રહ્યું હતું. એના દિલમાં એક અલગજ ભાતની અગ્નિ સળગી રહી હતી કેટલાય ઓરતા બસ અંગારાની જેમ ભડકે બળતા હતા એના કારણે આજ સોનલની આંખોમાં આંશુ હતા એનાથી મોટું કોઈ પીડા ભાવ અને એજ વાતનું દુખ એને જાણે કોરી ખાતું હતું. હર હમેશ એની આંખોમાં હાસ્ય નિહાળવાના સપના જોનાર સુનીલ આજ પોતેજ એના આમ ચોધાર વહેતા આશુંઓનું એકમાત્ર કારણ હતો એજ ગુનેહગાર બની બેઠો હતો. ભલે સોનલે પોતાની જાતને એના સામે મઝબુત કરી હોય પણ એના મનમાં ચાલતી અસહ્ય વેદના સુનીલથી અજાણી ના હતી એ પોતે પણ જણાતી હતી કે સુનીલ એની આંખોની ભાષા સમજી શકે છે. એ મનોમન પોતાને સુનીલને નિરાશ કરવા બદલ કોશી રહી હતી સાથે જાણે એના નશીબ પણ એને ખરાબ હોય એવું લાગતું હતું. બીજી તરફ સુનીલ પાસે જાણે હવે સોનલ સિવાય કોઈજ પ્રકારની મૂડી મિલકતના હોય એમ નિરાશ થઇ જતો હતો. બંને તરફ સમાન લાગણી અને ભાવનાઓ હતી બસ કદાચ એને સમજવું અને એને જાણવું બંને માટે આશાન હોવા છતાય ગોળ ગોળ ફેરવીને છુપાવાની કોશિશો કરાઈ રહી હતી.

કેટલાય વિચારોથી ઉભરાતા એના મનમાં જાણે એક નવો વિચાર જળહળી ઉઠ્યો હોય એમ એ અચાનક બેઠો થયો એને તરત પાસેના કબાટમાંથી પોતાની ડાયરી કાઢી અને પાછળના કેટલાક વધેલા કોરા પત્તામાં પોતાના મનની વાતો લખવાનું શરુ કર્યું. કદાચ હજુય એના મનમાં ગણી વાતો એવી હતી જે એ સોનલને કહી શક્યોના હતો કહેવા માંગતો હતો પણ બધું એના દિલમાંજ દબાઈ જતું હતું. એક તરફ એની આંખો વરસી રહી હતી અને એના શબ્દોમાં સામાઈને એ લિખિત સ્વરૂપે કોરાઈ રહી હતી. મનની ભાવનાઓ એના શબ્દોમાં એક મુરતના જેમ કંડારાઈને ડાયરીમાં લખાઈ રહી હતી.

છેવટે એણે ઘણું વિચાર્યું અને જેટલું ઉદભવ્યું એને પોતાની કલમ વડે ડાયરીમાં ઉતારવાનું શરુ કર્યું કદાચ એ આખરી વખતે જવાનું હોઈ બધુજ સોનલને જણાવી દેવા માંગતો હતો. કદાચ છેલ્લે એને જતા જતા બધુજ જણાવી દેવું હતું કઈજ છુપાવવાની ઈચ્છા ના હતી મનમાં ઉદભવેલી દરેક પ્રકારની નાની અને મોટી ઈચ્છાઓને એણે આજે સોનલ સામે ખુલ્લી મૂકી દેવી હતી.

-

“ મારા મનમાં શું છે કદાચ તું દરેક વાત જાણતીજ હોઈશ મને નથી સમજાતું કે મારે તને શું કહેવું જોઈએ અથવા ના કહેવું જોઈએ. મારી બધીજ વાતો સાંભળ્યા પછી તારા શું વિચાર હશે કદાચ હું ન જાણતો હોઉં પણ હા એક વાત મને ચોક્કસ ખબર છે અને એ છે કે તું બધું જાણવા અને સમજવા છતાય મારાથી કઇક હમેશા છુપાવતી રહી છે. એ વાત શું હોઈ શકે મને એતો નથી ખબર પણ હું એટલું જરૂર જાણું છું, કે તારા દિલના કોઈક ખૂણા માં કોઈક એક કિનારા પાસે મારી થોડીક જગ્યા તો હસેજ, કદાચ તું એને જાહેર કરવા ના માંગતી હોય અથવા છુપાવી રાખવા માંગતી હોય તો એ અલગ વાત છે. જેમ દરેકને પોતાની વાત કહેવાની સંપૂર્ણ આઝાદી હોય અને હોવી પણ જોઈએ એમ તને તારી વાતો છુપાવવાનો પણ પૂરો હક છેજ.

પણ હા જ્યારે હું અહી આવ્યો હતો મારા મનમાં એવા કોઈ પણ પ્રકારના વિચારો ના હતા જે અત્યારે છે પણ સમજાતું નથી કે કેમ અને ક્યાથી ઉદભવી રહ્યા છે. પ્રથમ મુલાકાતના દિવસે સમજાતું નથી એવું શુ છે જે કદાચ આજમાં નથી બધુજ જાણે બદલાઈ ગયું છે. કદાચ મારા એજ પ્રકકાના વિચારો આજે નથી તને યોગ્ય લાગે અને તારું મન એને ધિક્કારી દે. શું કરું મને નથી સમજાતું કે તારા પ્રત્યેની મારા મનની લાગણીઓ અને ભાવનાઓને બાંધી રાખવી કે પછી દબાવી દેવી એ કદાચ મારા બસમાં નથી અને હા એટલી ક્ષમતા મારા મનમાં તો નથી કદાચ તારા માટે એ શક્ય હોય એ જુદી વાત છે. તું બધીજ લાગણીઓની સમાધિ તારા દિલના કોઈક ખૂણે ખોદી શકતી હોય પણ હું નઈ, કારણ હું એટલો મઝબુત નથી કે મારા મનનેજ મારીને શાંત બાનીને જીવી શકું. મને મારી અત્યાર સુધીની એવી બધીજ હરકતો માટે માફ કરજે જેના દ્વારા મેં તને અત્યાર સુધીમાં ક્યારેય પણ દુખી કરી હોય અથવા તને અડચણ રૂપ નીવડ્યો હોઉં.

સાચે સાચી વાત તો કદાચ તારાથી મેં પણ છુપાવી છે અને એ બસ એટલી કે મને તો તું પ્રથમ નઝરે જોઈ ત્યારેજ મને ગમી ગયેલી પણ તું પરિણીત છે. અને એમાય ઓછામાં પૂરું તું મારા મિત્રની પત્ની એમ સમજી કદાચ ત્યારે મારા મનને હું એમ કરીને સમજાવી શક્યો હતો. પણ સમજાતું નથી હવે કેમ એજ વાત અત્યારે મારા માટે સ્વીકારવી અશક્ય લાગી રહ્યું છે. કદાચ એટલેજ બધું તારાથી એ સમયે છુપાવ્યું હશે પણ તુય જાણે ને હુય કે પ્રેમ અને લાગણીના વહેણને આવા કોઈજ બંધનો રોકી સકતા નથી. એના માટેના કોઈ નીતિ નિયમો પણ હજુ સુધી ઘડી શકાયા નથી કે પ્રેમ કોઈ એકલી વ્યક્તિ સાથેજ થાય અથવા પરણિત સાથે નાજ થઇ શકે ? મારી જાતને હું કેટલીયે વાર સમજાવતો જ રહ્યો તારાથી દુર રહેવાનો હું જેટલો પ્રયાસ કરતો ખબર નઈ કેમ એટલોજ તારી તરફ ખેચાઈ જતો. તારા માટેની મારા મનની લાગણીઓ એક વિશાળ રણના દલદલ સમાન હતી મેં એમાંથી છૂટવાના જેટલા પ્રયાસ કર્યા એટલોજ હું એમાં ધસતો ચાલ્યો ગયો. નઈતો કેમ આજ હું તારા પ્રેમમાં આમ પાગલ બનીને આમ ધરબાઈ જતો હોત તુજ કઈજો કે મારે હવે શું કરવું જોઈએ. મને કોઇકતો રસ્તો બતાવ યાર કે મારે હવે તારાથી દુરી કેમ કરીને બનાવવી કઈજ સમજાતું નથી યાર ખરેખર હવે લાચાર છું આ દિલની લાગણીઓ આગળ.

તને ખબર છે આજે મને મારી મમ્મીના કહેલા એ શબ્દોની યાદો તાઝી થાય છે મમ્મી હમેશા કહેતા કે બેટા જોડીઓ તો ઉપરથીજ બનતી હોય છે આપણેતો બસ ધરતી પર આપણા એ સાથીને શોધવાનો હોય છે. મને ઘણી વાર તો એવો સવાલ થઇ જતો કે શું આ વાત ખરેખર સાચી હોતી હશે ? પણ તરતજ હું મૂંજાઈ જતો અને મારું મન કદાચ આ વાતને સત્ય માની પણ લે પણ એ પેલાજ તારો એ હસતો નિર્દોષ ચહેરો મારી આંખો સમક્ષ ઉપસી આવતો અને મારું મન ખોવાઈ જતું. વિચારતો કે આ વાત ખોટી હશે કારણ કે મારા માટે તો હવે આ દુનિયામાં જે કઈ છે એ બસ માત્ર અને માત્ર તુજ છે. પણ માની વાતો જુઠ્ઠી કેમ હોઈ શકે એટલે પાછું વિચારતો કે કદાચ મને મળવામાં અથવાતો તું મોડી પડી ગઈ કે પછી તને શોધવામાં અને આપણા મિલનમાં હુજ મોડો પડી ગયો હોઈશ. જાણે હવે એ વાતનો કોઈ મતલબ નથી દેખાતો પણ મનેય એજ વાતનું જાણે કોડ છે.

[ વધુ આવતા અંકે..... ]

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ વોટ્સએપ ]