THE JACKET CH.13 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE JACKET CH.13


આગળ પ્રકરણ – 12 માં આપણે જોયું કે સ્વરાં પોતાની જીંદગીની વાત શરૂ કરે છે . જેમાં સ્વરાંના પિતા શરાબી હોય છે . સ્વરાં પોતાના કુટુંબમાં પોતાની બે બહેનો પૂજા અને જ્યોતિ અને મમ્મી સુનિતા અને પિતા બાબુભાઇ સાથે મુંબઈના એક રેડ લાઇટ એરિયામાં રહે છે . જ્યાં દરરોજ કૂટણખાનું ચલાવવામાં આવે છે . સ્ત્રીઓ પોતાના દેહ નો વ્યાપાર કરે છે જેમાં રોશની ની માતા સુનિતા પણ બાકાત નથી . આ સિવાય આ વાર્તામાં સ્વરાં જણાવે છે તો બાળપણમાં તેનું નામ રોશની હતું . વાતના અંતમાં સ્વરા જણાવે છે કે તે ઘણા વર્ષો વિત્યા બાદ સ્વરા પોતાના પાસપોર્ટની કાર્યવાહી માટે પોતાના ઘરે જાય છે ત્યારે તેને પોતાના કુટુંબની સત્ય હકીકત માલૂમ પડે છે અને સ્વરા પોતાની માતાને ભેટીને ખૂબ રડે છે અને ત્યારબાદ ત્યાંથી બર્થસર્ટિફિકેટ લઈને નીકળી જાય છે . સ્વરા પોતાના નામનું એફિડેવિટ કરવી રોશનીમાંથી સ્વરા નામ કરે છે અને થોડા ઘણા વર્ષો વિત્યા મેં Ph.D (psychology) ની લયકાત મેળવી અને હાલ આફ્રિકામાં સાયકોલોજી કાઉન્સેલર છે અત્યારે અમદાવાદ સ્વરા સેમિનાર માટે આવી હોય છે એ પૂરું થયા બાદ તેની સાથે ફ્લાઈટમાં આ અકસ્માત થાય છે અને હવે આગળ કાળા પક્ષીઓ કેવા છે તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...

.

“ યાર તારી લાઇફ ખરેખર ગજબ કહેવાય તું અહીંયા સુધી આટલો સાહસ કરીને પહોંચી છો તેના માટે તને ગ્રેંડ સેલ્યુટ... “ , સ્વરા ને સલામી આપતા આપતા વ્રજે કહ્યું .

“ થેન્ક યૂ “ , વ્રજ નો આભાર માનતા સ્વરા એ વ્રજ ને કહ્યું .

અચાનક ઝાંડી ઝાંખરાં ના અવાજ આવવા લાગ્યા . આકાશ તરફથી ચારે દિશમાથી વિચિત્ર પ્રકારના આવતા અવાજ અમને સંભળાવા લાગ્યા અમને થયું કે નક્કી પેલા પક્ષીઓની આવવાની તૈયારી થઈ ગઈ છે . થોડીવાર થઈ અને તરત જ કાળા રંગના પક્ષીઓ આવવા લાગ્યા . આ પક્ષીઓ થોડા ખતરનાક અને દેખાવે ચમચીડિયા જેવા લગતા હતા . અત્યંત ભયાનક વાતાવરણ બની ગયું હતું . આમાથી અમુક પક્ષીઓ અમારા કાન પાસેથી પૂર ઝડપે પસાર થતાં હતા અને તેનો આ અવાજ અમારા કાન માટે ત્રાંસ દાયક બની ગયો હતો . પી... પી... પી.. પી... આવો સતત અવાજ આવ્યા કરતો હતો . અચાનક અભયને એક યુક્તિ સૂજી કે બધા પક્ષીઓ આ જેકેટ ને 100 ટકા ઓળખતા હશે . અભયે તરત જ જેકેટ લઈને પહેરી લીધું અને તરત જ આવેલા પક્ષીઓ તેની આસપાસ ફરતા બંધ થઈ ગયા અને જાણે તે ઊભો જ ના હોય એવું દ્રશ્ય બની ગયું . અભયે ફરીવાર જેકેટ ઉતર્યું અને ધ્વજ ફેરવતો હોય તેવી રીતે અમારા બધા ઉપર ફરકાવવાનું શરૂ કર્યું . પરિણામે બધા જ પક્ષીઓ જે તરફ જેકેટ ફેરવ્યું તે તરફ ચાલ્યા ગયા અને ધીમે ધીમે જેકેટના કારણે ફરીવાર અમે બચી ગયા .

આ પ્રસંગ કઇંક એવી રીતે બન્યો હતો . સૌથી પહેલા અમને લાગતું હતું કે પક્ષીઓ અમારી નજીક છે .

“ લાગે છે કાંઈક થવાનું છે “ , પ્રિતીએ કહ્યું .

“ હવે જો પેલા મેપ પ્રમાણે જોઈએ તો પક્ષીઓ આવવાના છે . હવે આ પક્ષીઓ કેવા છે ? કેવા હશે ? એ મુખ્ય પ્રશ્ન છે. “ , અભયે કહ્યું .

“ ડરવાની જરૂર નથી . જે હશે તે જોયું જશે બાકી જે નકશામાં છે તે આપણી સાથે બનવાનું જ છે . એમાં શંકાને કોઈ સ્થાન નથી . “ , કબીરે કહ્યું .

“ મને સખત ડર લાગે છે . “, તૂટક તૂટક અવાજ સાથે સ્વરાએ કહ્યું .

“ મને પણ... “, એમ બોલી હું જઈને કબીર પાછળ ઊભી રહીને જે તરફથી પક્ષીઓ આવતા હતા તે તરફ જોવા લાગી .

“ આવવાદો એમને કંટ્રોલ કેવી રીતે કરવા તે આ વખતે હું વિચારીશ . “, અભય આવું મનમાં બોલી રહ્યો હોય એવું લાગ્યું .

અચાનક ઘણા પક્ષીઓ આવી ગયા . કાળા રંગના ભયાનક પક્ષીઓ હતા . જેમની ચાંચ એટલી અણીદાર હતી કે હાથમાં એક જગ્યાએથી ખૂંચે તો બીજી તરફથી નીકળી જાય . આવા ભયાનક પક્ષીઓ હતા .

“ અત્યાર સુધી બધા જ પક્ષીઓ જ નહીં પ્રાણીઓ પણ આ જેકેટ થી જ કંટ્રોલ થયા છે તો આ પક્ષીઓ પણ આ જેકેટ થી જ કંટ્રોલ થશે . “ અભયે જોરથી અમને કહ્યું .

“ જેકેટ પહેરીલે અભય “, કબીરે જોરથી બૂમ પાડી વ્રજને નીચે પડેલું જેકેટ ઉપાડવા કહ્યું .

આ સમયે અમે બધા આમથી તેમ ઝડપથી બચાવ માટે દોડી રહ્યા હતા . અભયે જેકેટ પહેર્યું અને તરત જ પક્ષીઓ તેની આસપાસ ફરતા બંધ થઈ ગયા પણ અમારી તરફ આવી ગયા . અભયે ફરીવાર જેકેટ ઉતારી અમારી તરફ આવી ચારે બાજુ ધ્વજ ફેરવતો હોય તેમ ફેરવવાનું શરૂ કર્યું અને છેલ્લે ગોળ ગોળ ફેરવી એક દિશામાં દૂર ઊભો રહી એ તરફ ફેરવવા લાગ્યો અને પરિણામે બધા પક્ષીઓ તરત જ તે દિશામાં ચાલ્યા ગયા અને ફરીવાર એ જેકેટના કારણે અમારો જીવ બચ્યો .

ખરેખર આ જેકેટમાં એવું કાઈક તો હતું જ જે અમને મદદ કરતું હતું . શું હતું ?? તે હું ધીમે ધીમે આગળની વાતમાં જણાવીશ .

વર્તમાન દિવસ બસમાં...

અચાનક ડ્રાઇવરે બ્રેક કરી અને અમે જોરથી આગળ તરફ ઝૂકી ગયા . મીરા આ સમયે ખૂબ સુંદર લાગતી હતી . એક તો એકદમ રૂપાળી હતી અને વધુમાં તેને રૂછડા રૂછડા વાળું કાળું સ્વેટર પહેર્યું હતું અને માથા પર સફેદ અક્ષરે sports લખેલી કાળી ગરમ ટોપી અને છૂટા વાળ પર આ ટોપી પહેરી હતી આથી તમે દ્રશ્યની કલ્પના કરી શકો કે મીરા કેવી લગતી હશે . મેં (લેખકે) થોડું પાણી પીધું અને બોટલ બેગમાં મુક્તા મુક્તા અને મોં માં પાણી ખખડાવતા ખખડાવતા પૂછ્યું .

“ તો ...

( બે સેકન્ડ નો વિરામ લઈને )

અહીંયા ઇન્ડિયા માં કોઈને ખબર નહોતી કે આફ્રિકા જનારું આ પ્લેન ક્રેશ થયું છે ?? અને બીજી વાત અમદાવાદ તો મેટ્રો સિટી છે તો આઈ થિંક ત્યાં તો આ ઘટનાને અનુરૂપ પગલાં પણ ભરવાના શરૂ થઈ ગયા હોવા જોઈએ કારણકે અમદાવાદ થી જ તો તમે બધા આફ્રિકા જવા રવાના થયા હતા . “, મેં આટલું બધુ એક સાથે કહ્યું કારણ કે મને તેની હવે પછીની વાત સાંભળવામાં વધુ રસ હતો .

“ હા ... અમદાવાદમા જ નહીં બધે જ ખબર પડી ગઈ હતી કે એક પ્લેન ક્રેશ થયું છે અને તે સમયે અમુક કેપ્ટન અને ક્રૂ સ્ટાફ ની મિટિંગ પણ બોલવાઈ હતી “ , મીરા એ મને કહ્યું .

( બારીની બહાર થોડી વાર જોઈને ફરીવાર મીરા એ વાત શરૂ કરી )

હવે એ મિટિંગ માં શું થયું ?? તે મીરા એ જણાવ્યા પ્રમાણે આ મુજબ હતું .

એર ડિપાર્ટમેંટના મેઇન હેડ મિટિંગ રૂમમાં આવ્યા . મિટિંગ રૂમ એકદમ હવા ચુસ્ત રાખવામા આવે છે જેમાં અંદરનો અવાજ બહાર ના જઈ શકે અને બહારનો અવાજ અંદર ના આવી શકે આટલો સાઉન્ડ પ્રૂફ હૉલ . કેપ્ટન સર સ્ક્રીન પર પ્રોજેક્ટર ની મદદથી મિટિંગ હેન્ડલ કરી રહ્યા હતા .

“ 24 મે – 2013 , ટાઇમ 3:45 વહેલી સવારે સ્થળ આફ્રિકા ના કેપટાઉન થી 1400કિમી પહેલા નું એક ગાઢ જંગલ .

અને હવે , ક્રેશ થવાનુ મેઇન રીઝન જે છે તે આપણાં એર ક્રાફ્ટ ના એન્જિન માં જામ થઈ ગયેલો ગારબેજ ( કચરો ) છે . ખબર નહીં કોનાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ છે પણ બધુ જ ચેક કરવામાં આવશે અને ક્રેશ થવાનું કારણ જે મળ્યું છે તેના પરથી તો હવે આ ભૂલ કરનાર ટીમ ની બદલી થશે અથવા તો તેઓને જોબ છોડવી પડશે . They will be fired from next day .

“ ઇસ ધેટ ઓકે ?? “, કેપ્ટને ક્રૂ ( સ્ટાફ ) ને પૂછ્યું .

“ યસ , સર... “ , બધા એ એકસાથે જવાબ આપ્યો .

“ meeting is over here thank you for being present here ( ધ મીટિંગ ઇસ ઓવર હિયર થેન્ક યૂ ફોર બીઇંગ પ્રેસેન્ટ હિયર ) “ , કેપ્ટન સરે કહ્યું .

આટલું કહીને કેપ્ટન મીટિંગ રૂમમાંથી ચાલ્યા ગયા અને મીટિંગ રૂમના સ્ટાફમાં અંદરો અંદર આ એક્સિડેંટ વિશે ની ચર્ચાઑ શરૂ થવા લાગી હતી . એરપોર્ટ બહાર મીડિયા અને ફ્લાઈટમાં રહેલા તમામ પેસેંજરના સગા સંબંધીઓનો મેળાવડો લાગી ગયો હતો . આ સિવાય તેમના ઘરે રોકકળ શરૂ થઈ ગયા હતા . કારણકે આફ્રિકા ના ન્યુસ પ્રમાણે પ્લેન ક્રેશ માં કોઈ બચ્યું ના હતું કારણ કે કદાચ તેઓ જોવા આવ્યા હશે તો પણ દૂર પ્લેન ની આસપાસ રહેલા લોકોની લાશ જોઈને જ અંદાજો લગાવ્યો હશે કે કોઈ બચ્યું નથી પણ કોઈ જાણતું નહોતું કે આ ફ્લાઈટના 6 પેસેંજર હજુ જીવિત છે .

જંગલ ( આફ્રિકા )

અમારી આ જંગલને પૂરું કરવાની યાત્રા વણ થંભયે ચાલુ જ હતી . અમે રાહ જોઈ રહ્યા હતા હવે પછી ના એડવેંચરની . કારણ કે અમારી સાથે બધુ જ અમને મળેલા ડ્રૉઇંગ એટ્લે કે મેપ પ્રમાણે જ થઈ રહ્યું હતું . હવે ધીમે ધીમે અમે ચાલી રહ્યા હતા બપોરનો સમય હતો . અમે ભૂખ્યા – તરસ્યા ચાલી રહ્યા હતા .

“ કેમેરો નથી નહીંતર આજે આપણાં બધાના આ જેકેટ સાથે ફોટો ક્લિક કરવાની ઈચ્છા હતી મારી , આફ્ટર ઓલ આઈ લવ ફોટોગ્રાફી ... “ , મેં ( મીરાએ ) કહ્યું .

“ હા.. તમારે ગર્લ્સને તો આવા ફોટોઝ ક્લિક કરવાનું અને અપલોડ કરવું બહુ ગમે નહીં ??

પછી શું કરત તું ફોટોઝ ક્લિક કરીને ?? “ , અભયે મારી મજાક ઉડાવતા કહ્યું .

“ અરે કરત શું ?? ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરત અને કેપશન માં લખત

‘ ME WITH THE JACKET ‘ રાઇટ મીરાં ?? “ , કબીરે મારી સામે જોઈને મને કહ્યું .

“ હા... હા... “ , બધા હસવા લાગ્યા .

“ વેરી ફની.. હા પણ એક વાત તો છે જ કે મારે આ આખી જર્ની ( મુસાફરી ) ની એક ઓટોબાયોગ્રાફી લખવી છે અને તેમાં બધુ જ લખવું છે જ્યારથી મારો પ્રોજેકટ શરૂ થયો ત્યારથી લઈને બધુ જ , અરે મેં લખવાનું શરૂ પણ કર્યું હતું પણ આ ફ્લાઈટમાં બૂક જ ક્યાંક ઊડી ગઈ . “ , મેં બધાને કહ્યું .

“ અને ... પછી તું આ બૂકને પબ્લીશ કરીશ ?? “ , કબીરે મને પૂછ્યું .

“ ના... ના... કોઈ લેખકને ગિફ્ટ કરીશ . જેની આ પ્રથમ નવલકથા હશે એવા કોઈ નવા લેખક ને . હું ઈચ્છું છું કે આ બૂક લખ્યા પછી જ એ વ્યક્તિ લેખક બનશે . “ , મેં કબીરને કહ્યું .

“ તો.. તને એવું લાગે છે કે આપણી આ વાર્તા પર કોઈ વિશ્વાસ કરશે ?? કોઈ લખશે ?? “ , પ્રિતીએ મને પૂછ્યું .

“ અરે... વાર્તા પણ લખશે અને પબ્લિશ પણ કરશે . મને વિશ્વાસ છે . “ , મેં પ્રીતિને કહ્યું .

“ અભય... મને લાગે છે હવે આપણે અહીંયા જ આરામ કરવો પડશે કારણ કે રાત થવાને હજુ વાર છે ઘણી પણ આપણે થાકી પણ ગયા છીએ એટલા માટે અને ફળ શાકભાજી જેવુ તો અહીંયા ક્યાંય મળે એવું મને નથી લાગતું . “, કબીરે અભયને કહ્યું .

“ હા... અહીંયા જ આરામ કરવો જોઈએ . આમ પણ મજા આવે એવી જગ્યા છે નહિઁ ?? “ , અભયે કહ્યું .

“ હા... યાર... ગર્લ્સ... આપણે આજે અહીંયા જ રોકવાનું છે .. “ , લહેરકા સાથે વ્રજે છોકરીઓને સંબોધતા કહ્યું .

“ હા... શ... હવે સવાર સુધી ચાલવું ના પડે તો કેવું સારું ... “ , સ્વરા એ હાશકરા સાથે કહ્યું .

અમે બધા આવા સુંદર વાતાવરણ માં લીલાછમ વૃક્ષો નીચે સૂઈ ગયા . ખબર નહીં કેમ અમારામાથી વ્રજ એક જ સૂતો ના હતો . તે જેકેટ અને નક્શો ( જે અમને જેકેટના જ પોકેટમાંથી મળ્યો હતો ) તે લઈને તેમાથી કઈક રહસ્યો ઉપજવવાની કોશિશ કરી રહ્યો હતો .

લાકડાની સળી વડે તે કઈક નંબર લખી રહયહો હતો અને એ પણ મેં લખ્યા છે આ ડાયરીમાં કારણ કે મને પરફેક્ટલી યાદ હતા જે ત્રણ લાઇનમાં હતા અને નીચેથી શરૂ કરી ઉપર તરફ આ રીતે જતાં હતા .

23 09 14 20 05 18

વ્રજે તેની આજુબાજુમાં મનોમંથન કરતાં કરતાં આખી એ બી સી ડી લખી લીધી હતી . અચાનક મારી ઊંઘ ઊડી અને હું વ્રજની પાસે ગઈ અને તરત જ વ્રજ બોલ્યો ,

W I N T E R

“ શું “ , મેં પૂછ્યું .

“ એક મિનિટ ... “, વ્રજે મને અટકાવતાં અટકાવતાં તે ડ્રૉઇંગ માં થોડો ઉપર ગયો ત્યાં બીજા નંબર્સ તેને દેખાયા . જે આ મુજબ લખેલા હતા ,

19 21 13 13 5 18

આ બધા નંબર હું બોલી . તરત જ વ્રજ બોલ્યો ,

S U M M E R

મેં કઈ પણ બોલ્યા વગર જ વ્રજની સામે જોયું અને તેણે મારી સામે થોડીવારમા ધીમે ધીમે બધા ઉઠી ગયા , અર્જુન ( કબીર ) , અભય , સ્વરા અને પ્રીતિ બધા જ ઉઠી ગયા અને ત્યાં અમારી પાસે આવી ગયા . મેં બધાની સામે કશું ના બોલવાનું આંગળી બંધ હોઠો પર રાખી ઇશારો કર્યો અને તે કરતાં કરતાં હું આગળના નંબર્સ બોલી અને તે હતા ,

13 15 14 19 15 15 14

વ્રજ બોલ્યો ,

M O N S O O N

“ આ બધા તો ઋતુઓના નામ છે ને પણ આ રીતે આ ડ્રૉઇંગ માં આમ કોડવર્ડ માં કેમ ?? “ , સ્વરા એ વ્રજને પૂછ્યું .

કોડવર્ડ નું પણ એક અલગ જ રહસ્ય હોય છે . શું ??

~ ~ ~ વધુ આવતા અંકે....

હવે આ ઋતુઓની નામ કોડવર્ડ માં છે તેની પાછળનું રહસ્ય શું છે ?? અને ડ્રૉઇંગ માં હજી એવું શું છે જેનો સામનો આ છ મિત્રો ને કરવાનો છે તે જાણવા માટે આવતા એપિસોડ માં ફરી મળીશું . ત્યાં સુધી આપણે આ પ્રકરણ કેવું લાગ્યું અને તમારા અન્ય આ નોવેલ ને લગતા પ્રતિભાવો આપ અમને નીચે જણાવ્યા મુજબ મોકલી શકો છો .

Email : ravi.rajyaguru10@gmail.com