Majurino Mobho books and stories free download online pdf in Gujarati

મજૂરીનો મોભો

કોલમ : મંથન

મજૂરીનો મોભો

બારેમાસ મહેનતની, લીલીછમ મોસમ રહે છે,

તબિયત એટલેજ તો મારી, સદા ‘ઓસમ’ રહે છે.

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।। અર્થાત... નિંદ્રાધીન સાવજના મુખમાં મૃગ આપોઆપ આવીને પ્રવેશતું નથી. ન્યૂનતમ જરૂરિયાતો ધરાવતા કીડી જેવાં સાવ સૂક્ષ્મ જીવ પણ કેટલા પરિશ્રમથી જીવન નિર્વાહ કરે છે તે ક્યારેક જોવા જેવું છે. કરોળિયો તો અથાક પરિશ્રમનું ઉદાત્ત ઉદાહરણ છે; ‘કરતાં જાળ કરોળિયો, સાત વાર પછડાય. વળી, ઇતિહાસ કહે છે કે, ભગવાન ઇસુ, મોહંમદ પયગંબર અને પ્રુશિયાના રાજા ફેડરિકનો જીવ કરોળિયાએ બચાવેલો. ‘ઈટ ધેટ યુ વુડ લીવ એન્ડ થ્રાઈવ સી અ સ્પાઈડર એન્ડ લેટ ઇટ લીવ.’...

સપનાના વાવેતરમાં જીવનનો સાર વાવીએ, એને પરસેવાના પાણી ને મહેનતનાં ખાતરથી ઉછેરીએ તો ઘડતરનો ભાર ન વર્તાય. મજૂરીનો મોભો અનેરો હોય છે. કાળી મજૂરી કરીને આવેલા મજૂરને રોટલો જેટલો મીઠો લાગતો હશે, એટલા આપણને પીઝા ક્યારેય મીઠાં ક્યાં લાગવાનાં ? કેટલીયે વાતાનુકુલિત હોટેલોમાં બહુ શોધ્યું છે, પણ કાળી મજૂરીની બે પાળીઓ વચ્ચે પથ્થરિયા છાંયે બેસીને બીડીનો એક ઊંડો કશ ખેંચતા મજૂરને જે આનંદ પ્રાપ્ત થાય છે, એ નથી મેળવી શકાયો.

સંશોધનો કહે છે કે ઘરમાં પાળેલા શ્વાન (પેટ ડોગ્સ)ને હૃદયરોગની બીમારી ખૂબ વધુ પ્રમાણમાં થવા લાગી છે. તૈયાર ભાણે બેસી જતા આ શ્વાન દેખાવમાં અલમસ્ત લાગતા હોવા છતાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ રખડતા કૂતરા કરતાં નબળા હોવાનું માલુમ પડેલું છે. આપણી વાત કરીએ તો આજકાલ ઉપલબ્ધ વૈવિધ્યપૂર્ણ ગૃહ-સંસાધનોના ઉપયોગથી શારીરિક શ્રમ ઘટ્યો છે. ખેતરમાં કામ કરતી બહેનોનું સ્વાસ્થ્ય કિટ્ટીપાર્ટી કરતી મહિલાઓ કરતાં વધુ સારું કેમ હોય છે? વીસ મણની ગૂણ આપણે ખરીદી લઈએ છીએ પણ ઉપાડી શકતા નથી. મજૂરણને શરીરની ચરબી ઉતારવા જીમમાં જવું પડતું નથી.

પરસેવે રેબઝેબ શરીર, તો પથ્થરનો ઓટલો ય મીઠો લાગે,

ભૂખ સાથે એવી યારી કર દોસ્ત, સૂકો રોટલો ય મીઠો લાગે.

પરિશ્રમ વિષે ઘણી કહેવતો શાળામાં ભણ્યા છીએ. જેમ કે, આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું સારું. આ ઘસારો વ્યક્તિને, વ્યક્તિત્વને ઘડે છે. સાંજ પડ્યે થાકીને લોથ થઈ જવા જેવી ‘ગૂડ ફિલિંગ’ તમામના નસીબમાં ક્યાં હોય છે...

આખા દિવસની

અથાગ મહેનત પછી

ખુલ્લા ડીલે

બારી પાસે બેસું છું ત્યારે,

ઠંડો આ પવન

મારી પીઠ થાબડતો રહે છે,

પપ્પાની જેમ...

મુખવાસ...

એક હૃષ્ટપુષ્ટ યુવાન વિદ્યાર્થીએ હમણાં જ ફરિયાદ કરી કે... જુઓને, એક તો આ લોકો હેલ્થ-ક્લબ પહેલા માળે રાખે અને એમાંય લિફ્ટ બંધ.... !

-સાકેત દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED