Gujarati Jaman Shreshtha Jaman books and stories free download online pdf in Gujarati

ગુજરાતી જમણ શ્રેષ્ઠ જમણ


ગુજરાતી જમણ શ્રેષ્ઠ જમણ


ગુજરાતી જમણ શ્રેષ્ઠ જમણ છે. ગુજરાતી જમણમાં વિવિધ સ્વાદ અને પોષક તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. ગુજરાતી પ્રજા ખાવાની એટલી તો શોખીન છે કે દરેક તહેવાર ગુજરાતી પાક કલાથી જ ઉજવી શકે એટલી વિવિધતાં એમનાં ખોરાકમાં હોય છે. ગુજરાતી જમણ એટલે રોટલી, શાક, દાળ, ભાત,પાપડ, ચટણી, સલાડ અને છાસ. રોટલી અને ભાતમાથી મળતું કાર્બોહાઇડ્રટ્સ દાળમાંથી મળતુ પ્રોટીન જીભને પોષતી તીખી તમતમતી ચટણી આ બધામાંથી મળતુ પોષણ અને છેવટે પીવામાં આવી છાસ જેથી કરીને આરોગેલું વ્યવસ્થિતપણે પચી જાય આ ઘટકો રોજીંદા જવનમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.

ગુજરાતી જમણ એકદમ તીખું નથી હોતું થોડું ગળાશ પડતું હોય છે જે પેટમાં ઉત્પન્ન થતા એસિડને મંદ કરવામાં મદદ કરે છે. વળી આપણા ભોજનમાં માંસાહારનો પણ સમાવેશ થતો નથી. માંસાહાર પચવામાં ભારે હોય છે. ગુજરાતી જમણ તરફ પાછા વળીયે તો ફુલકાની તો વાત જ શું કરવી ફુલકા તો આપણી વિશિષ્ટતા છે. ફાઇવસ્ટાર હોટલમા પણ ગુજરાતી ઘર જેવા ફુલકા ન જ મળે. વળી એની ઉપર ચોપડેલું શુધ્ધ ઘી..... એની સોડમ જ ભુખ જગાડી દે. ગુજરાતી નારીનાં લાલ ચટ્ટક બંગડીવાળા હાથે તેલ પાણી નાખી ગુંદલા લોટની રોટલી ખુબ જ નરમ અને સુંવાળી બને છે. થેપલા, પરોઠાં, ભાખરી, પુરી એ ગુજરાતી ઘરોમાં એક સરખું શાસન કરે છે.


હવે વાત કરીયે દાળની. ગુજરાતી ઘરોમાં મોટાભાગે તુવેરની દાળ રાંધવામાં આવે છે. દાળ ચાખીને જ બનાવનારાની આવડતનો ખ્યાલ આવી જાય છે. તીખી મીઠી દાળનો સ્વાદ બહું જ રુચિકર હો છે. કઢી, કાચી કઢી અડદની દાળ મોગર દાળ ગુજરાતીની વિશિષ્ટતા છે. શાકમાં તો એટલી વિવિધતા કે ના પુછો વાત. સેવટમેટાનુ શાક ભરેલા ભીંડાનુ શાક રીંગણ બટેટાનુ શાક રસાવાળુ શાક સુકુ શાક કઠોળનું શાક અને ઉંધિયું કેમ ભુલી શકાય વળી ઉંધિયામાય કેટકેટલીય વૈવિધતા હોય છે

જયારે ગુજરાતી જમણની વાત થતી હોય અને મીઠાઇની વાત ન થાય એમ બને ખરુ ? મીઠાઇ તો બસ ગુજરાતીની જ. દરેક ઉત્સવમા મીઠાઇ અને પાછી જાતજાતની ને ભાતભાતની ગુલાબ જાંબુ, વિવિધ પ્રકારનાં હલવા, ખોપરાપાક, બરફી, પેંડા, કંસાર . લગ્ન જેવા પ્રસંગમાં મીઠાઇ ફરસાણ પુરી દાળ ભાત અને કંઇ કેટલી વાનગીઓ હોય છે. સગાઇમા શુકનનાં ને ગોળ ધાણાં, મગ લાપસી. લાપસીનાયે કેટલક પ્રકાર છે ફાડા લાપસી વેવણા લાપસી તરધારી લાપસી ઘી થી લચપચતી લાપસીને જોતાવેત જ મો મા પાણી આવી જાય છે.

પોષી પુનમે બહેન ભાઇ માટે દિવસભર ઉપવાસ કરે છે અને રાતે ચંદ્ર દર્શન કરી ખીર પુરી આરોગે છે. મકર સંક્રાંત તો ગુજરાતીનો પોતીકો તહેવાર એ દિવસે રસોડામા ખિચડાંનું આંધણ મેલાય છે. લોકો રુચિ પ્રમાણે ગળ્યો કે તીખો ખિચડો બનાવે છે વળી આ દિવસે શિંગદાણા મમરા તલની ચિકકી પણ ખાવામા આવે છે. હોળી આવે એટલે બાળકો હારડો ધાણી ખજુર પર તુટી પડે હનુમાન જયંતિએ ચુરમાના લાડવાનો ભોગ ધરાવાય છે. સાતમઆઠમે તો ખાસ ઉજવણી હોય છે, સાતમને દિવસે ઠંડુ ખાવાનું હોય આગલા દિવસથી જ રસોઇની તડામાર તૈયારીથી રસોડું ધમધમતું હોય છે. જાતજાતના સુકા નાસ્તા બનાવવામા આવે છે. અને માતાજીની કુલેર, બે પડી રોટલી તો ખરી જ. જન્માષ્ટમીની પંજરી પણ બનાવવામા આવે છે. ગણપતિનાની પધરામણી થાય એટલે સુખડી, મોદક, માલપુવા અને જાતજાતનાં લાડવા બનાવવામા આવે છે. શ્રાધ્ધ પક્ષમાં દુધની વાનગી જેમકે દુધપાક ખીર સેવપાક બાસુંદી બને છે. તો વળી નવરાત્રીના નિવેદ અને દશેરાનના જલેબી ગાઠીંયા શરદ પુનમ ના દુધ પૌવા, ઘારી અને ઝીણી સેવ. બાર મહિનાના તહેવાર એટલે દિવાળી આવે એટલે તો જટલું બનાવીએ તેટલું ઓછુ હોય છે. દિવાળીના નાસ્તા જમ કે ચેવડો નાન ખટાઇ મોહનથાળ શકકરપારા ચકરી ચોળાફળી મઠીયા ઘુઘરા ફરસી પુરી, મગસનાં લાડું, મૈસુબ, કાજુ કતરી ધનતેરસની ફાડા લાપસી કાળી ચૌદશના દહીંવડા બેસતા વરસે તો મંદિરમા અન્નકુટનાં દર્શન હોય એમા બધી જ મીઠાઇ ફરસાણ શાક હોય છે બત્રીસ શાક નેતેત્રીસ પ કવાન બનાવ્યાહોય છે.

ખાંડવી, ઢોકળા, દાળ ઢોકળી, ખમણ, પાત્રા, દાળવડા, બટેટા વડાં, ખાખરા, કાતરી, હાંડવો, મુંઠીયા, રસિયા મુંઠીયા, અમીરી ખમણ તો રોજબરજનું ખાણુ છે.


ગુજરાતનાં દરેક રાજય એક અલાયદી વાનગી માટે પ્રખ્યાત છે. જેમકે ભાવનગરનાં ગાંઠીયાં સિહોરઅને રાજકોટનાં પેંડા વડોદરાની ભાખરવડી ડાકોરનાં ગોટા સુરતનું જમણ તો આખા ભારતમાં પ્રખ્યાત છે ઉંધિયુ લોંચો ઘારી પોંક અને કચ્છની દાબેલી અને ગુલાબ પાક, ઘી જામખંભાળીયાંનું વગેરે.

ઋતુ બદલાય એમ ખોરાકમાં પણ વિવિધતા આવી જાય. શિયાળામાં જાતજાતનાં વસાણા ખાવામાં આવે છે. વસાણા આખા વરસ માટે શરીરને હષ્ટપુષ્ટ રાખે છે. ગુજરાતી ઘરોમાં શિયાળો બેસતા જ અડદીયાં પાક ગુંદરપાક કચરિયું બનાવવામાં આવે છે, વળી આ ઋતુમાં રીંગણનો ઓળોને ભાખરી ખવાય છે. ઘણા ઘરોમા બાજરીનો રોટલો શિયાળામાં રોજે ખવાતો હોય છે . સુરતી લાલા પોંક ખાઇને શિયાળો મનાવે છે. આ ઋતમા બઝારમાં શાકભાજી ખુબ જ તાજા મળે છે

ઉનાળો એટલે ગુજરાતી નારી ભાતભાતનાં અથાણાં બનાવે છે. જેમ કે કેરીના રાઇમેથીનાં કુરીયાનુંઅથાણું કાચી કેરીનું અથાણું ગુંદાનું અથાણું ગરમર, ગાજર, મરચાનું અને શાકભજીનું મિકસ અથાણું લીંબુનુ અથાણું કેરીનો છુંદો મુરબ્બો ગળ્યું અથાણું પણ બનાવવામાં આવે છે. ઉનાળામાં ફળોનાં રાજા કેરીનું આગમન થાય છે એટલે તો ઘરઘરમાં રસપુરીનું જમણ યોજવામા આવે છે ગુજરાતી નારી ઉનાળો આવે એટલે ધાબે પહોંચી વરસભરની સુકવણી કરે છે એમા વેફર્સનો સમાવેશ થા છે જેમ કે સાબુદાણાની ચમચી વેફર્સ બેટટાની વેફર્સ કતરણ વિવિધ પ્રકારનાં પાપડ ચોખાને ઘંઉની સેવ અડદનાં ખિચયા. આ ઋતુમાં વરસ ભરનું અનાજ ભરવામાં આવે છે અને મસાલા જેમ કે મરચા હળદર ધાણાજીરુ પણ ખંડાવામા આવે છે. વિવિધ પ્રકારનાં પિણાં જેમ કે વળીયારીનું શરબત તકમરીયાનું પાણી પિવામાં આવે છે . વર્ષા ઋુતુમાં ગુજજુ પ્રજા ભજીયા અને ચા પર તુટી પડે છે મરચાંનાં ભજીયા કાંદાનાં ભજીયા બટેટાંનાં ભજીયા રીંગણાંનાં ભજીયા પાલકનાં ભજીયા મકાઇનાં ભજીયા બટેટાંવડાં....... યાદીનો કોઇ અંત જ નથી. ચા તો ગુજરાતી ઘરની જ. જેમાં પૌષ્ટિક તેજાના મસાલા નાખવામા આવે છે એલચી આદુ લવિંગ નાખેલી ચા વરસાદમાં અનેરી તાજગી બક્ષે છે. ભીમ અગિયારસે તો અચુક રસ પુરી હોય જ

કોઇપણ શુભ કાર્યની શુરુઆતમાં દહીં સાકર ખાવામાં આવે છે. તો એની ઉજવણી શ્રીફળ વધેરી કરવામા આવે છે. ખાવાની શોખીન પ્રજા તો સૌથી વધુ લાડવાને દાળ આરોગવાની સ્પર્ધામા ઉતરે છે.

લગ્નપ્રસંગમા યુવાનો આમ જ વધું જમવાની સ્પર્ધા કરે છે. ગર્ભવતી સ્ત્રીનો ખોરાક સ્વાસ્થ્યપ્રદ હોય છે. જેમાં કાટલું મેથીનાં લાડું સુંઠનાં લાડું અને ઘી થી લચપચતો શીરો તો ખરો જ

ઉપવાસની યાદી તો હજી બાકી છે. સાબુદાણાની ખિચડી સાબુદાણાનાં વડાં સામાની ખિચડી શકકરીયાંનો શીરો રાજગરાની પુરી...... મુખવાસમાં સુકા આમળાં, વરીયાળી, મીઠી વરીયાળી, સાકરધાણી, ખડી સાકર, કેરીની ગોટલી, ધાણા દાળ હોય છે.

આધુનીક ગુજરાતી ભલે બહારના પિઝા અને બર્ગર ખાયને વટ પાડે પણ ખરી તૃપ્તિતો ઘરનાં જમણથી જ પામે છે. આ સાથે સર્વ વાચકબંધુને વિનંતી કે બહારનું આચરકુચર ન ખાતા આપણાં ઘરનું, પેઢી દર પેઢી ખવાતું ખાણું ખાયને આપણાં સ્વાસ્થ્ય તેમજ
આપણી પરંપરા ટકાવી રાખવી જોઇએ. આટલો શુધ્ધ, સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ ખોરાક ગુજરાતીઓ આરોગેતો એ તો દેખીતું જ છે કે દુનીયાભરમાં નામનાં મેળવે એવાં નરબંકા જન્મે ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED