પપ્પાની ગોદમાં Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પપ્પાની ગોદમાં

“પીહુ કોની દીકરી........” મલયે પુછયુ. “પપ્પાની.......” તરત જ પીહુ ચહેંકી ઉઠી અને ફરી એકવાર કાવ્યા મીઠો મીઠો ગુસ્સો કરતી ઉઠીને રસોડામાં ચાલી ગઇ. પીહુ તેના પપ્પાની લાડકી અને હેવાઇ હતી. પપ્પા સાથે હોય કંઇ જ ન જોઇએ, ન રમકડાં, ટીવી, દોસ્તો અને મમ્મી પણ નહી. પપ્પા જમાડે તો જમે નહી તો રમવામા જ મશગુલ હોય. થાકયા પાકયા વગર રમ્યાં જ કરે. જયાં સુધી પપ્પા વાર્તા ના કહે પીહુને ઉંઘ આવે જ નહી. પીહુ સૌપ્રથમ “પા” જ બોલતાં શીખી હતી. બોલતા શીખ્યા પછી પીહુની સવાર “લવ યુ પપ્પા” સાથે જ થતી. પપ્પાની ગોદમાં બેસીને વાર્તા સાંભળતાં સાંભળતાં સુઇ જવાનો નિત્યક્રમ હતો. વહેલી સવારે ઉંઘતી પીહુને કીસ કરીને નિકળતો મલય જો પીહુ જાગતી હોય ત્યારે હોસ્પીટલમાં જવુ ભારે થઇ પડતું. પીહુ જો પપ્પાને જતાં જુએ એટલે ધમપછાડા કરી મુકે, જોરજોરથી રોવા માંડે, પાછા ફરેલા પપ્પા સાથે રીસાવાનું જરાયે ન પરવડે. પપ્પાને જોઇને તરત જ વ્હાલથી વળગી પડતી. પીહુ પપ્પાની ગોદમા બેસીને પોતાના નાન નાના હાથથી ગળામા હાર બનાવી આંગળીનાં અકોડા વાળી લે. રખેને પપ્પા પાછા ચાલ્યા જાય તો...? પીહુ એટલી મીઠડી હતી કે આજુબાજુના સૌ પાડોશીને વ્હાલી લાગે, એમાં બાજુમા જ રહેતી હેતલ સાથે તો પીહુને ખુબ જ ગોઠતું.

પીહુ કાવ્યા અને મલયની એકમાત્ર દીકરી હતી. કાવ્યા અને મલય બન્ને કોલેજમાં મળ્યાં હતાં અને ત્યારથી જ ઓળખાણ સંબંધમાં પરીણમ્યો હતો. કાવ્યાએ બીકૉમ પછી બેંકની જૉબ સ્વિકારી હતી અને મલયે સાયન્સ લઇને ડૉકટર બનવાનું નકકી કર્યુ હતું. કાવ્યાને કૉલેજ પછી જલ્દી જ નોકરી મળી ગઇ હતી જયારે દેખીતી રીતેજ મલયને કારકીર્દી બનાવતાં સમય લાગી ગયો હતો, ત્યારે કાવ્યાએ જ કીધુ હતુ કે આપણે પરણી જઇએ તું ભણવાનું ચાલું રાખ. બન્નેનાં મા બાપે સંમતી આપી દીધી હતી. બે વરસ પછી પીહુનાં જન્મથી ઘરમાં આનંદ આનંદ છવાય ગયો, પીહુનાં જન્મ પછી જૉબ છોડી દીધી હતી અને સંપુર્ણ સમય ઘરને આપી દીધો હતો. અને મલયને પદવીની સાથે પ્રેકટીસ પણ ચાલું થઇ ગઇ હતી. મલય પુરી લગનીથી પોતાનાં કામમાં આગળ વધતો હતો. ધીરે ધીરે મલયની પ્રેકટીસ વધવા લાગી હતી. એ પોતાના ક્ષેત્રમાં નિપુણ થઇ રહયો હતો. એનું વર્તુળ વધતું જતું હતુ. . આર્થિક સ્થિતી પણ ખુબ જ સારી હતી હવે તો. મલય બધો શ્રેય પીહુને આપતો હતો. એના આગમનથી ખુબ જ પ્રગતિ થઇ હતી પીહુ એની લકી ચાર્મ હતી. ત્રણે જણા ખુબ જ મજા કરતા હતા. વીકએંડમાં માથેરાન, મહાબળેશ્ર્વર જવું તો સામાન્ય થઇ ગયુ હતુ. . છેલ્લાં એક વરસમાં પંદર પંદર દીવસનાં બે વેકેશન પણ માણી ચુકયા હતાં. રોજ રાતે પીહુ ઇચ્છતી કે પપ્પા બહાર ફરવા લઇ જાય. હોસ્પીટલમાં ન જવાનું હોય ત્યારે અચુક રાતનાં જમણ પછી આંટો મારવા જાય, એ પળો પીહુ માટે ખુબ જ આનંદદાયક રહેતી. ખુલી હવામાં પણ પીહુ તો પપ્પાની ગોદમાં જ રહેતી. પપ્પા જ પોતાના હાથે આઇસ્ક્રીમ ખવડાવે એવો આગ્રહ. આખરે પપ્પાની દીકરી હતી ને!!!!!

એક દીવસ રસ્તામા કોલેજકાળની સખી રીમા મળી ગઇ. રીમા આકર્ષક હતી, કૉલેજકાળમાં સળંગ ત્રણ વરસ બ્યુટી પેંજન્ટ જીત્યો હતો, બધા છોકરા એનાં દીવાના હતા, તો છોકરીઓ ઇર્ષ્યાળુ. પણ કાવ્યાને રીમા સાથે સારા સંબંધ હતા કારણ કે મલય અને રીમા એક જ બેચમાં હતા, અને વધારે પડતુ પરીક્ષા અને પ્રેકટીકલ્સ સાથે જ આપ્યા હતા. રીમા ખુબ જ સારી મળતાવળી છોકરી હતી. ઘણા સમય પછી મળતા કાવ્યા રીમાને પોતાનાં ઘરે લઇ ગઇ હતી. વાતચીતમાં ખબર પડી કે એણે પણ ડોકટરી જ કરી હતી એનો પતિ જોબ શોધતો હતો. સાંજે મલય ઘરે આ્વ્યો એટલે રીમાની વાત કરી તો મલયે પોતાની ઓળખાણથી જોબ અપાવી દીધી. રીમાનાં હોસ્પીટલમાં આવવાથી મલયનાં અતિવ્યસ્ત જીવનમાં ઘણો ફરક પડયો, હવે મલય ઘરમાં ઘણો જ સમય આપી શકતો હતો.

. પીહુનાં જુનિયર કેજીનાં પહેલા દીવસે મલયે ખાસ રજા મુકવી પડી હતી, જયારે પીહુને ખબર પડી કે અહી પપ્પા વગર રહેવાનુ છે ત્યારે હીંબકાં ભરી ભરીને રોવા લાગી હતી. મલયે પીહુની શાળાનાં પેરેંટ્સ ડૅમાં હાજરી પણ પુરાવી હતી, પીહુ શાળામાં પપ્પાને જોઇને રાજીની રેડ થઇ ગઇ.

પીહુની પાચમી વર્ષગાંઠ ઠાઠમાઠથી ઉજવવા નકકી કર્યુ. મલયનાં દોસ્ત, મમ્મી-પપ્પા, ભાઇ-બેન, કાવ્યાની ઓફીસની બહેનપણી, મમ્મી-પપ્પા, ભાઇ- બેન, પાડોશી અને હેતલ તો ખાસ આવી હતી. પાચમા જન્મદીવસે પાંચ કીલોની થ્રી ટાયર કૅક મંગાવી હતી. ખાસ હૉલ બુક કરાવેલો, બાળકો માટે રીટન ગીફટ અને આટીફીશીયલ ગેમઝોન બનાવેલો. નાના બાળકો કાર્ટુનનાં માસ્ક પહેરી અહી તહી કુદકા મારતાં હતા. પીહુ આજે પરી જેવી સુંદર લાગતી હતી. બધા એકઠા થયા અને જયાં કેક કાપવા ચાકુ ઉપાડયુ ત્યાં મલય નો ફોન રણકયો અને મલયે ચાલુ પાર્ટી છોડીને હોસ્પીટલ જવાની ફરજ પડી. જલ્દીથી કેક કટ કરી પીહુને હેતલના ખોળામા મુકીને ચાલ્યો ગયો. કાવ્યા મહેમાનોનાં સ્વાગતમા વ્યસ્ત હોવાથી એને જણાવ્યાં વગર જ નીકળી ગયો. કાવ્યાના ગુસ્સાનો પાર રહયો નહી. વ્હાલસોયી દીકરીનાં જન્મદીવસે પણ સમય નહોતો. મલય પાસે બીજે દીવસે રીતસરનો ગુસ્સો કરીને એક બાજુ પડી રહી. મલયે એેને મુવી જોવા લઇ જશે કહીને મનાવી લીધી. ચાલુ દીવસે હોસ્પીટલ ન જવાનું મલયે જોખમ લીધુ હતુ, ઉપરીને કહી રાખેલુ કે આજે નહી આવી શકાય. પીહુ એના મનપસંદ કાર્ટુન મુવી જોવા ખુબ જ ઉતાવળી હતી. જેવાં સિનેમાઘર પહોચ્યા કે મલયનો ફોન રણકી ઉઠયો. કાવ્યાએ મલય સામે જોયુ અને ફોન પોતાના કબજામાં લઇ લીધો. થોડીવારે મેસેજ આવ્યો, એક ડોકટર સાથીની તબિયત સારી ન હોવાથી રજા પર છે જેથી મલયે હાજર થવુ પડે એમ હતુ. કાવ્યા મોં ફુલાવી કારમાં બેસી રહી, મલયે કહયુ કે પીહુ સાથે મુવી જોવા જાય પણ માની નહી.

આજે હેતલનાં લગ્ન હતા અને એણે બન્ને હાથ પગમાં મહેંદી લગાડી હતી. એ જોઇને પીહએ પણ હાથોમાં મહંદી મુકાવી હતી. મલય પીહુના સુંદર નાના હાથ જોઇને થોડોક નર્વસ થઇ ગયો જે કાવ્યાએ તરત જ પકડી લીધુ. તે બોલી, “મલય મહેંદી સારી કાઢી છે ને?” મલય કંઇ જ બોલ્યો નહી. કાવ્યા આગળ વધી, “મારા મહેંદી વાળા હાથ જોઇને તો મલકી ઉઠે છે શુ થઇ ગયુ આમ અચાનક તને?” મલય મહાપ્રયાસે બોલ્યો, “પુરુષનું હદય પત્નીનાં મહેંદી વાળા હાથ જોઇને જટલો ખુશ થાય છે એટલી જ ચિંતા પુત્રીના મહેંદી વાળા હાથ જોઇને થાય છે.” કહીને ઉઠીને ચાલ્યો ગયો. કદાચ એ વિહવળ થઇ ગયો હશે. બધા લગ્નમાં ખુબ જ મહાલ્યા, વિદાયવેળા આવી ત્યારે હેતલનુ એનાં પિતા સાથે થતુ રુદન જોઇ નાનકડી પીહુ વધારેતો ન સમજી, પણ એટલું તો સમજી ગઇ કે હેતલ દીદી એના પપ્પાથી દુર થાય છે, અને પીહુએ પપ્પાનો હાથ વધુ જોરથી પકડી લીધો, તો સામે પક્ષે મલયની હાલત પણ એવી જ હતી એણે પીહુને ઉંચકીને પ્રેમથી કીસ કરી લીધી. અને પીહુ પપ્પાને વળગી પડી. થાકીને લોથપોથ થઇને ત્રણે ઘરે પહોચ્યાં ત્યાં જ અચાનક ઇમરજન્સી આવતા મલયે હોસ્પીટલ જવું પડયુ, સારુ થયુ કે પીહુ સુઇ ગઇ હતી. કાવ્યાએ મલયને આરામ કરવા કહયુ પણ મલયે જવુ પડે તેમ હતુ. રીમાનો ફોન આવ્યો હતો “હેલ્લો મલય એક કેસ આવ્યો છે તુ આવી જા ને પ્લીઝ મારી આમા ફાવટ નથી.” “ઓકે“ કહીને મલય તરત જ રવાના થઇ ગયો. રાતનાં દસ વાગે ગયેલો મલય પરોઢીયે ચાર વાગ્યે ઘરે આવ્યો. કાવ્યાને ન ગમ્યુ પણ આ તો રોજનું હતું .

હવે કાવ્યા કયાંય જવાની વાત ઉખેળતી જ નહી અને મલય સાથે બહાર જવાની વાત પણ કરતી નહોતી. પોતાની રોજીંદી જીદગી જીવે રાખતી હતી. મલય પોતાને ગુનેગાર સમજતો હતો પણ કંઇ જ બોલી શકતો નહોતો. એક જ ઘરમાં રહીને બન્ને વચ્ચે અદ્રશ્ય દીવાલ બનતી જાતી હતી. કાવ્યા તો કંઇ જ ફરીયાદ કરતી નહોતી, પરંતુ એની નજરો ઘણુબધુ કહી દેતી હતી. એક વરસ પછી મલયને એના વ્યસ્ત જીવનમાંથી પંદર દીવસની રજા મળી, એટલે તરત જ ફોન કરીને કાવ્યાને કીધુ. કાવ્યા ઘણી જ ખુશ થઇ ગઇ, બન્નેએ મળીને દીવ દમણ જવાનુ નકકી કરી નાખ્યુ, અને કાવ્યા પૅકીંગમા વ્યસ્ત થઇ ગઇ. પંદર મિનિટ પછી ફરી મલયનો ફોન આવ્યો, “સોરી મારી રજા કેન્સલ થઇ છે, હોસ્પીટલના ડીન મને રજાના સદ્ઉપયોગ માટે હાઇ ટ્રેનિંગ માટે અમેરિકા જવાં કહે છે” મલયને ફોન પટકવાનો અવાજ આવ્યો. કાવ્યાનાં ગુસ્સાનો પાર ન રહયો. એણે પેકીંગ ચાલુ જ રાખ્યુ........ અહી મલયની હાલત કાપો તો લોહી ન નિકળે એવી થઇ ગઇ હતી. ઘરે જવાની હિમ્મત જ નહોતી થતી. શુ મોઢું બતાવશે પોતે ? કાશ હરખમા આવીને કાવ્યાને ઉતાવળમાં રજા વિશે ન બતાવ્યુ હોત તો એમ વિચારતો હતો. આ જ અવઢવમાં રાતનાં બાર વાગે ઘેર પહોચ્યો પણ આ શુ ઘરને તાળુ હતુ !!!!!!! મલયને આશ્ર્ચર્ય થયુ આમ કયારેય જણાવ્યાં વગર કાવ્યા કયાંય ગઇ નહોતી. બહાર ઉભા ઉભા ચાર પાંચ કોલ્સ કર્યા પણ કાવ્યાએ ફોન ઉપાડયો જ નહી. બાજુમા રહેતા હેતલના મમ્મી પપ્પાને પુછયુ પણ તઓ પાસે પણ માહીતી નહોતી. મલયને ચિતા થવા લાગી. બે ચાર સગા સંબંધીને કોલ કયા પણ પતો ન લાગ્યો. ઘરની ચાવી ન હોવાથી મલય બહાર જ ઉભો હતો. હેતલ ના પિતાએ ઘરમા આવવાં કહયુ, પાણી પીને થોડો શાંત થયો પછી કાવ્યાનાં પિયરે ફોન કર્યો. એનાં પિયરમાં પણ કોઇ ફોન ઉપાડતું નહોતુ. હેતલનાં મમ્મીએ જમવા કહયુ પણ મલયની ભુખ જ ઉડી ગઇ હતી. એક વાગી ચુકયો હતો મલય સીધો ઘરની બહાર બેબાકળો થઇને શોધવા નિકળતો જ હતો ત્યાં જ કાવ્યાનો મેસેજ આવ્યો. “હુ મારી મમ્મીનાં ઘરે છુ મને ડીસ્ટર્બ ન કરતો પ્લીઝ.” મલયને થોડી શાંતી થઇ. હાશ..... કાવ્યા સુરક્ષીત તો છે. રાત હેતલનાં ઘરે જ કાઢી. ઉંઘ ઉડી ગઇ હતી ફકત કલાક પસાર કરવાનાં હતાં.

સવારે ઘરનું તાળુ તોડીને દાખલ થયો, ફ્રેશ થયો. અમેરિકા જવાની જરાયે ઇચ્છા નહોતી પણ બીજો કોઇ ઉપાય પણ કયાં હતો ? બેગ તૈયાર કરી ફરી કાવ્યાને ફોન જોડયો પણ વ્યર્થ. એનાં પપ્પા સાથે વાત થઇ તો જવાબ મળ્યો કે કાવ્યાને થોડોક આરામ જોઇએ છે ફુરસદમાં વાત કરીશુ. પીહુ પપ્પા વગર રોયા જ કરતી હતી. રમવા-જમવાનું છોડી દીધું હતુ, પપ્પા વગર , પપ્પાની વાર્તા વગર ઉંઘ આવતી નહોતી. અને સુઇને ઉઠે કે તરત આંખો પપ્પાને શોધ્યાં કરે. ઉંઘમાં પણ પપ્પા... પપ્પા... કર્યા કરે. કાવ્યા ઘણુ સમજાવતી-પટાવતી પણ માને એ બીજા. મલય અમેરિકા ગયો તો ખરો પણ મન કાવ્યા ને પીહુ પાસે હતુ. પીહુની બહુ યાદ આવતી હતી. જેમ તેમ પંદર દીવસ પુરા કર્યા. અમેરિકાથી સીધો કાવ્યાનાં ઘરે જ ગયો. મલયને આવેલો જોઇ કાવ્યા અંદરનાં રુમમાં ચાલી ગઇ, પણ જેવી પીહુની નજર પપ્પા પર પડી કે મોં પર ખુશી છવાઇ ગઇ દોડીને વળગી પડી અને કાવ્યાની ફરીયાદ કરવા લાગી, “મમ્મી મને તમારી સાથે વાત નથી કરાવતી મને મારે છે .... ”કહીને રોવાં મડી મલય પોતાની ફુલ જેવી દીકરીનો કરમાયેલો ચહેરો જોઇને દુખી થઇ ગયો. પીહુ પહેલા કરતા સાચે જ કથળી ગઇ હતી રોતા રોતા પીહુનો શ્ર્વાસ ચડી ગયો. મલયે ખાતરી આપી કે એને છોડીને કયાય નહી જાય ત્યારે જ શાંત થઇ. પીહુએ પેટ ભરીને જમ્યુ અને ગોદમાં બેસી હાથનો હાર બનાવી વાર્તા સાંભળતાં સાંભળતાં સુઇ ગઇ .

હવે મલય કાવ્યા સાથે વાત કરવા અંદર ગયો, પણ કાવ્યા જેમની તેમ બેસી રહી, મલયને જ ખબર ન પડી કે શરુઆત કયાંથી કરે એચુપ જ રહયો. આખરે કાવ્યા જ બોલી, “મલય અગર તું ઘરે આવવાની વાત કરતો હોય તો કહીદઉ કે હું નથી આવવાની.” મલય આભો થઇ ગયો એને એમ કે આટલા દીવસ પછી ગુસ્સો ઠંડો પડયો હશે. મલય બોલ્યો. “ સોરી હુ તને સમય નથી આપી શકયો પણ તુ જાણે છે ને મારે કેટલી ક્રીટીકલ કંડીશન ફેસ કરવી પડે છે પણ હવે પ્રોમિસ બસ તને જ પ્રાયોરીટી આપીશ, તુ તો પીહુ થી પણ વધારે જીદ્દી છે. ચલ તૈયાર થઇ જા આપણુ ઘર તારી વાટ જૂએ છે.” કાવ્યા રુક્ષ સ્વરે બોલી, “હુ નથી આવવીની તુ ચાલ્યો જા.” ત્યા જ રીમાનો ફોન આવ્યો એટલે મલયે રીસીવ કર્યો “હા રીમા બોલ.” “ હાય મલય કેવી રહી બધી કોન્ફરન્સ? મને એની સમરી જોઇએ છે મેઇલ કરને હમણા જ...” “ઓકે” કહીને મલયે ફોન કટ કર્યો પાંચ મીનીટ ફોનમાં જ રહયો અને બાજુમાં કાવ્યા ઉકળી રહી હતી. “ મલય તને એક પરીવાર છે, એમા પત્ની અને એક છોકરી છે, પણ તને હોસ્પીટલ સિવાય કશુ જ દેખાતું નથી. મને તું જોઇએ છે, તારો સમય જોઇએ છે, પણ તું તારી જીંદગીમાં જ વ્યસ્ત છે રજાના દીવસે ફોન આવે ને તુ ચાલ્યો જાય છે. તે કેટલાય પ્રસંગો અધવચ્ચે છોડી દીધા છે. તે મને એકલી છોડી દીધી છે. હું એકલી એકલી ઘરમાં બેસીને રોયા કરું છુ. મને કયારેક રીમા પર શક થાય છે તું અને રી........” મલય ભડકી ઉઠયો, “ બસ કર કેટલું બોલીશ અને મારી પર શક કરે છે ? રીમા ફકત કામસર ફોન કરે છે અને તું એક ડોકટરને પરણી છે અને આવા ખ્યાલ રાખે છે અરે તે તો જોબ કરીને ઘર ચલાવ્યુ હતું હવે કેમ આમ બોલે છે મારે લોકોની જીંદગીથી રમવાનું હોય છે મારે જરુર પડે હાજર થવુ જ પડે.

ઘણી દલીલ થઇ પણ મલય હારી જ ગયો. એકલો ઘરે જવા નિકળ્યો. બહાર પીહુ સુતી હતી એને બે ઘડી નિહાળી. એને છોડીને જવાનું મન માનતુ નહોતુ. ત્યાં જ પીહુએ પડખુ બદલ્યુ અને આદતવશ ઉંઘમાં લવારા કર્યા પપ્પા....પપ્પા.... મલયે તરત જ એની બાજુ એ જઇ પ્રેમથી માથે હાથ ફેરવ્યો પીહુ ફરી સુઇ ગઇ. પીહુની હાલત મલય સમજી ગયો હતો. દુખી મને ઘરે પહોચ્યો. છ મહીના વહી ગયા પણ કાવ્યા પોતાના નિર્ણય પર અટલ હતી. એક દીવસ મલયને ડીવોર્સની નોટીસ પણ મળી ગઇ . પીહુને મનાવવા કાવ્યા બહુ પ્રયત્ન કરતી, ફરવા લઇ જતી, નવા રમકડા લઇ દેતી પણ નિષ્ફળ જતુ હતુ, પીહુ હવે ફોનમા વાત પણ કરી શકતી નહોતી, ફોનમાનો મલયનો ફોટો પીહુ જોઇ લે માટે ડીલીટ કરી નાખ્યો હતો.

પીહુને મનાવવા ઘરથી થોડે દુર આવેલા મોલમા લઇ ગઇ. ત્યાંનુ ગેઇમઝોન ઘણુ જ સરસ હતુ રસ્તામાં પીહુ્નું બાવરુ મન હંમેશની જેમ પપ્પાને શોધતું હતુ. નસીબજોગે મલય પણ બાજુની હોસ્પીટલમાં આવ્યો હતો. અચાનક પીહુને રસ્તાની પેલે પાર મલયને જોયો ખુશીની મારી પપ્પા.... પપ્પા..... પપ્પા કહીને બુમો મારવા મંડી. કાવ્યાનો હાથ છોડીને રસ્તો પાર કરવા નિકળી અને વાહનની અડફેટમા આવી ગઇ. પીહુ ફંગોળાઇને દુર પડી. બધુ એટલુ થઇ ગયુ કે કાવ્યા કંઇ કરી જ ન શકી. કાવ્યા પીહુને પકડે એ પહેલા તો એ ફંગોળાય ઉઠી. અને એ સાથે જ પીહુ અને કાવ્યાની સાથે કારમી ચીસ નિકળી પડી. પીહુના માથા પર થી બેશુમાર લોહી નિકળી રહયુ હતુ. અને પપ્પા નું રટણ કરી રહી હતી. આજુબાજુ ટોળુ જમા થઇ ગયુ હતુ. કાવ્યા ભાન ભુલીને આક્રંદ કરતી રહી. આ બધાથી બેખબર મલય એક ડોકટર સહજ ટોળા તરફ મદદ કરવા ગયો. ગીરદી પાર કરીને અંદર ગયો, જેવી પોતાની પીહુને જોઇ એટલે ધ્રાસકો પડી ગયો !!!! પોતે એક ડોકટર છે એ ભુલીને બેબાકળો થઇ ગયો... પણ પોતાની જાતને તરત સંભાળી લીધી. પીહુ ભયંકર રીતે ઘાયલ થઇ હતી. બરોબર માથા પર જ વાગ્યુ હતુ. પુષ્કળ પ્રમાણમાં લોહી વહેતુ હતુ. પીહુને આંખે અંધારા આવવા લાગ્યા. મલયે પીહુને બે હાથે ઉંચકી અને હોસ્પીટલ તરફ ચાલ્યો. પીહુએ પપ્પાના ગળે હાર બનાવી લીધો અને ત્રુટક અવાજે બોલી, “આઈ લવ યુ પપ્પા” અને હંમેશ માટે સુઇ ગઇ.......................