પ્રેમનો અર્થ જો તમે એમ સમજતાં હોવ કે પામવું તો હું કહીશ કે તમે તદ્દન ખોટા છો પ્રેમ એટલે તપ, ત્યાગ અને સાધના. દરેક સંબંધમાં પ્રેમ હોય છે. માનવી સાથે હોય, પાળેલા પ્રાણી સાથે, આજની જીંદગીમા તો ઉપકરણો સાથે પણ પ્રેમ થાય છે. માતા પિતા પ્રત્યે, પતિ પત્નીનો, ભાઇ બેન વચ્ચે, મિત્ર સાથે, ગુરુ શિષ્ય વચ્ચે, ભાઇ-ભાઇ, બહેન બહેન સંસારનાં દરેક સંબંધમાં પ્રેમ હોય છે. પ્રેમ અનાયાસે જ થઇ જાય છે, જેમાં કોઇ સ્વાર્થ ન હોય એ જ સાચો પ્રેમ છે. પ્રેમમાં કોઇ શરત નથી હોતી. પ્રેમ થવો એ ઇશ્ર્વરીય ઘટના છે. સાથે સાથે શ્ર્વાસ લેવા જેવી સહજ બાબત છે. તેમા અનુભવાતી લાગણી અને ભાવનાનો તો લ્હાવો લેવો જ રહયો. પ્રેમને હદય સાથે સીધો સંબંધ છે. પ્રેમ થાય તો હદયમા પ્રેમીની જ છબી રહે છે અને એટલે તો હનુમાનજીએ છાતી ફાડીને શ્રીરામનાં દર્શન કરાવેલાં.
સાચા પ્રેમમા પાત્રે એકબીજાને પુરતી મોકળાશ આપવી જોઇએ અગર એક માં પોતાના વ્હાલસોયા દિકરાને અળગો ના કરે એની આગળ પાછળ જ ફર્યા કરશે તો એનો વિકાસ રુંધાસે. મોટો થતો દિકરાને માં નો પાલવ છોડી બહાર નવી દુનિયા જોવાની ખુબજ જીજ્ઞાસા હોય છે. એવે વખતે મા ને ચિંતા થતી હોય છે ડર લાગતો હોય છે પણ પ્રેમ માટે તે આ સહી લે છે. એ બાળક મોટું થતા વિજાતીય પાત્ર તરફ આકર્ષે છે ત્યા એ અધિકારભાવ લાવે તો ઝગડાં થઇ જાય અને સંબંધમાં તિરાડ પડી જાય. દિકરો જયારે પરણે ત્યારે મા ને આવો જ અધિકાર ભાવ આવે છે જે સાસુ વહુનાં ઝગડાં રુપે ઓળખાય છે.
વિજાતીય પ્રેમમાં એકબીજાને પુરતી મોકળાશ આપવી જોઇએ, કયારેક એવું બને છે કે પોતાની કારકીર્દી બનાવવામા વ્યસ્ત પોતાનાં સાથીને જોઇતો સમચ નથી આપી શકતો ત્યારે સામેવાળું પાત્ર અકળાઇ ઉઠે છે પણ જો આ વખતે પાત્ર ગભરાય જવાને બદલે પોતાનાં પ્રેમમાં વિશ્ર્વાસ રાખી થોડી મોકળાશ આપે તો એ પરિસ્થિતીને અલગ તરીકે માણી શકશે.
રામાયણની ઉર્મિલાને ઓળખો છો? તેણે વિશ્ર્વાસ રાખીને લક્ષ્મણથી ચૌદ વરસ વિરહમાં કાઢયાં હતા. વળી તેણે તો સીતાની માફક સાથે જવાની જીદ પણ નહોતી કરી. પ્રેમવિરહમાં જાણે મહેલમાં રહેવાની સજા મળી હોય. ગમે તેટલી વ્હાલી હોય માતા પિતા પુત્રીને વળાવે જ છે. પ્રેમને ખાતર પુત્રીનો વિરહ જ પ્રેમનું મહત્વ દર્શાવે છે પ્રેમનું સાચુ સુખ ત્યાગમાં જ છે. તો વળી પુત્રવિયોગમાં તો રાજા દશરથના પ્રાણ ચાલ્યાં ગયાં હતા. જયાં અધિકાર ભાવ છે ત્યાથી પ્રેમ ઉડી જવાનો. સાચો પ્રેમ પામવાં તપ કરવુ પડે છે. અને સાચા પ્રેમમાં કષ્ટ આવે જ છે. જો રાધાએ કૃષ્ણને મથુરા જવાં જ ના દિધા હોત તો ? એ બંન્ને વચ્ચે અથાગ પ્રેમ હતો એટલે જ સ્વતંત્રતા આપી. મા યશોદા પણ કૃષ્ણને બેહિસાબ ચાહતા હતા એટલે તો મા-દિકરા વચ્ચે વિરહ આવ્યો.
આજકાલ તો માનવી પૈસાને પણ પ્રેમ કરતો થઇ ગયો છે પૈસાને પ્રેમ કરતો માણસ જો ત્યાગની ભાવનાં ન સમજી શકે તો દુખી જ થવાનો. પરીગ્રહ એ નાશની નિશાની છે આપણાં શાસ્ત્રની એક પ્રખ્યાત વાર્તા તો ઘણાને ખબર હશે એકવાર ગુરુ અને શિષ્ય વચ્ચે વિવાદ થયો કે ત્યાગ મહત્વનો છે કે પરીગ્રહ. ગુરુએ ઉચિત પ્રવચન આપ્યું પણ શિષ્ય સમજવાં તૈયાર જ નહોતો. તેથી ગુરુએ શિષ્યની હા મા હા કહી . એક દિવસ તેમણે નૌકાવિહાર કર્યુ આ વખતે નવિકે તેમની પાસે ભાડું માંગ્યુ. ત્યારે શિષ્યે તરત જ સંગ્રહ કરેલાં સિકકા નાવિકને આપ્યા, યાત્રા પછી શિષ્ય બોલ્યો, “જોયુ ગુરુજી સંગ્રહ કરેલાં સિકકા જ કામે લાગ્યા.” ત્યારે સમય પારખી મંદ મંદ હસતાં હસતાં ગુરુજી બોલ્યા, “સંગ્રહ કરેલાં સિકકાનો ત્યાગ ન થયો હોત તો યાત્રા સફળ થઇ ન હોત.” શિષ્યનું માથુ ઝુકી ગયુ અને માફી માગી લીધી.
મિત્રો જયારે આપણે પણ ત્યાગની ભાવના સમજી લઇશું તો જવનમં દુખ જ નહી રહે કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે એનું કારણએ કે પ્રેમ આંખ નહી પણ હદયથી થાય છે. પ્રેમની સાધના કેટલી કઠણ હોય છે એ જાણવું હોય તો રામાયણના ભરતનાં પાત્રને જાણવું જ રહયું. ચૌદ વરસ તેમણે વૈભવ છોડી દીધો હતો. એક કુટીમા કંદમૂળ ખાઇને શ્રીરામની પાદુકાની પુજા કરી હતી સગી જનેતા અને પત્નીનો ત્યાગ કરેલો. ચૌદ વરસના તપ પછી જયારે સાંભળ્યુ કે શ્રીરામ આવી રહયા છે ત્યારે દુત હનુમાનને જ ભેટી પડયાં. પાર્વતીના વિયોગમા ભગવાન શંકરનું તાંડવને કેમ ભુલી શકાય?
કહેવાય છે કે પ્રેમમા પાનખર પણ વસંત લાગે છે. પ્રેમમા પડીયે તો ચોતરફ લીલી હરીયાળી અનુભવાય છે. પ્રેમમા પડનારાની હિમ્મત અનાયાસે જ વધી જતી હોય છે. પ્રેમમા વરસાદ ઉત્કંઠા વધારે છે પણ જુદાઇમાં એ જ વરસાદ જાણે વિરહનાં આંસુ સારતો હોય. જેની પાસે પ્રેમ છે એની પાસે દુનિયા છે. પ્રેમની સાધના, તપ, વેદના જાણવી હોય તો આપણાં ભકત કવિ મીરાંબાઇની કૃતીઓ વાંચવી જોઇએ. તેમણે પુરુ આયખુ કૃષ્ણની ભકિતમા પુરુ કરી નાખ્યુ હતુ. તેઓ કળીયુગમા થઇ ગયા હતા એટલે કૃષ્ણને વરી શકે એ શકય જ હોતુ પરતુ છતાયે પ્રભુનો સાક્ષાત્કાર થયો હતો. મીરાંબાઇની ફરીયાદ હતી કે કૃષ્ણ પોતાની સામે જોતાજ નથી, પોતે મનથી કૃષ્ણને વરી ચુકયાં હતાં જીંદગીભર તપસ્યા કરી હતી, અનેક સમસ્યાનો સામનો કરેલો. આખરે તેમના પ્રતીક્ષાનો અંત આવેલો. તેઓ કૃષ્ણની મુર્તીમાં એકાકર થઇ ગયા હતા.
મિત્રો તમે તમારા પ્રેમને સમજજો. સાથ, સહકાર આપજો, જોઇતો મોકળાશ પ્રેમને વધુ ખિલાવશે. થોડી દુરી હશે તો પાત્ર ચોકકસ મળવા માટે બેતાબ થાશે. યાદ રાખો પ્રેમનું બીજુ નામ વિશ્ર્વાસ છે. જે ત્યાગે છે તે ત્યાગીને પણ ભોગવે છે. પ્રેમમાં શંકા કુશંકા ન હોવી જોઇએ નસીબવાન છે જેને પ્રેમનો સાથ છે. કેટલાય એવા છે જે પ્રેમ માટે તલસી રહયા છે. પ્રેમ પામવાથી જ માણસ પરીપુર્ણ થઇ જાય છે એક પુરુષ અને સ્ત્રીનું કુટુબ હોવુ જરુરી છે. એક સ્ત્રીને બાળક હોવુ જરુરી છે જયાં નિર્વ્યાજ પ્રેમ કરી શકે, પતીને અનરાધાર પ્રેમ કરી શકે. પુરુષને પત્નિ જરુરી છે જયાં બધી જ ચિંતા છોડીને પ્રેમની પળ માણી શકે.
પ્રેમની કોઇ જાતપાત, ઉમર, યોગ્યતા કંઇ જ હોતું નથી, પ્રેમમા દિમાગ નહી દિલ કામ કરે છે, પ્રેમ એ હિલોળા મારતો સાગર છે, કયારેય સુકાતો નથી. પ્રેમ એ પવન જેવો છે જે કયારેય દેખાતો નથી ફકત મહેસુસ થાય છે. પ્રેમ એ શ્ર્વાસ છે જેની વગર જીવવું મુશ્કેલ છે. પ્રેમી માટે સાથે ગાળેલી પળો ખુબ જ ખાસ અને યાદગાર હોય છે જો કયારેક એમ થાય કે બેમાથી એક પાત્ર આ સબંધથી દુર જવા માગતો હોય તો ભલે કષ્ટકારક હોય પણ એને છોડી દેવામાં જ ભલાય છે કારણ કે સાચો પ્રેમ કયારેય બંધન નથી લાધતો. જેનો પ્રેમ પવિત્ર હોય છે તેઓ યાદના સહારે જીદગી જીવી લેતા હોય છે. સાચા પ્રેમમાં સજા વધુ ને મજા ઓછી હોય છે એટલે જ આગનો દરીયો પણ કહેવાય છે. પ્રેમમાં આદરભાવ હોવો ખુબ જરુરી છે. પ્રેમમા જતું કરતા શીખે એજ પ્રેમ પામી શકે. છળકપટ કરનારં કયારેય પ્રેમ પામી શકતા નથી. પ્રેમમાં યાદનુ અનેરું મહત્વ હોય છે, યાદ વગરનો યાદ ઘરેણાં વગરની નારી છે, યાદમાં ઝુરે એજ પ્રેમનં મહત્વ સમજી શકે.
પ્રેમ અને આકષર્ણને પાતળી રેખા હોય છે જેને સમજવા લોકો થાપ ખાય જાય છે. પ્રેમને ખુબ વરવું રુપ આપ્યુ છે હકીકતમા પ્રેમ આજે પણ એટલો જ પવિત્ર છે બસ પાત્રની બેવફાઇ એે પ્રેમ ને બદનામ કયો છે, પ્રેમની પરીભાષા બદલી નાખી છે. એકપક્ષીય પ્રેમ પણ સાચો પ્રેમ છે.