Relex thavana surila upay books and stories free download online pdf in Gujarati

રીલેક્સ થવાના સુરીલા ઉપાય

સંગીત શબ્દમા જ મધુર રણકાર છે. તેને સરહદનાં સિમાડા નથી નડતા, સંગીત દર્દ પણ જગાડે છે અને જગાડેલા દર્દ પર મલમ પણ લગાડે છે. એકલા માણસની સંગ સંગ રહે એ સંગીત. મધમીઠુ એ ભલભલાંને સંમોહીત કરી દે છે. શબ્દ વિનાનુ સંગીત પણ બોલકુ હોય છે. શબ્દ વિના જ ભાવ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે સંગીતમાં. સંગીત પ્રણય, ગાંભીર્ય, રૌદ્ર, પ્રેરણા હર્ષ અને દુ:ખ જેવા ભાવ ઉત્પન્ન કરી શકે છે. તેમા ઘણા રાગ હોય છે જેમ કે દીપક, ભૈરવ, મલ્હાર. સંગીતપ્રેમી કયારેય એકલતા અનુભવતો જ નથી.

માનવીનાં જીવનમાં સંગીત એ હદે વસી ગયું છે કે દરેક પ્રસંગમાં એની હાજરી હોવાની જ. સુર અને લય વગર પ્રસંગ ફીકકો લાગે છે. પહેલાનાં જમાનામા લગ્નમાં શરણાઇ વગાડવામાં આવતી હતી, જાનમાં ઢોલ નગારા આજે પણ વાગે છે, સંગીત સધ્યા વગર તો લગ્ન માણવાની મજા જ ન આવે. લગ્નના દીવસે શણગાર કરતી દુલ્હન જાનમા વગાડવામાં આવતા ઢોલથી તો ખબર પડે છે કે પોતાની “જાન” સાવ સમીપ આવી ચુકી છે. હવે તો લગ્નમાં ડીજેની વ્યવસ્થા કરવામાં આવે છે. જન્મદીવસની ધુન તો બધાને પ્રિય હોય છે. ભારતમાં જુદા જુદા સંપ્રદાયનું પોતાનું સંગીત હોય છે જેમ કે પંજાબીનાં ભાંગડાની, ધુન મહારાષ્ટ્રીયનના લાવણીની ધુન, આપણા ગુજરાતીઓના ગરબાની ધુન....... લ્યો આપણી નવરાત્રી સંગીત વગર શકય છે ખરી ??!!!

જન્મેલું બાળક પણ માતાના હાલરડાંમા વહેતા સુરનું આદી થઇ જાય છે અને એમા નવજાત શિશુને સંગીતની સુવાસ આવે છે એની વગર ઉંઘ આવતી જ નથી. બે ત્રણ વરસનાં ભુલકા પણ ગીતના તાલે ઝુમી ઉઠતા હોય છે. આદિ કાળમા રાજા મહારાજા પણ સંગીતથી મન બહેલાવતાં હતા. અરે તેને માટે તો ખાસ મહેફીલ યોજવામાં આવતી હતી

ફકત માનવી જ નહી વનસ્પતિને પણ સંગીત પ્રત્યે લગાવ હોય છે. અગર નાના નાના છોડ પાસે સુરીલી ધુન વગાડવામા આવે તો છોડની ગુણવતા તેમ જ વૃધ્ધિમા સારો એવો વધારો થાય છે.

ભારતીય સિનેમાને હમણા સો વરસ પુરા કર્યા, પરતુ આપણું ભારતવર્ષ ભગવાન શ્રીકૃષ્ણના કાળથી સંગીતનાં તાલે ઝુમી રહયુ છે. ભગવાન શ્રીકૃષ્ણ જયારે વાંસળી વગાડતાં હતા ત્યારે રાધા, ગોપ-ગોપી અને ગાય સુધ્ધા એ સુરમા તલ્લીન થઇ જતી હતી, ભગવાન શ્રીકૃષ્ણે જયારે વૃંદાવન છોડયુ ત્યારે રાધા ગોપગોપી અને ગાયને વાંસળીનાં ભણકારા સંભળાતા હતા. તો સાથે સાથે કૃષ્ણપ્રભુ યુધ્ધમા શંખનાદ પણ કરતા હતા. આપણા શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે શંખનાદથી વાતાવરણમાંથી મલીન તત્વ દુર થઇ જાય છે.. દેવોને પણ સંગીત પ્રત્યે મોહીની છે, માટે તો ભકતો ઢોલ, મંજીરા, કરતાલથી આરતી, થાળ અને સ્તુતિ કરે છે. આપણે પ્રભુને ઘંટડીના મઘુર રણકારથી તો જગાડીયે છીએ મંદીરમા પણ મોટા મોટા ઘંટ લગાડવામા આવે છે. મા રાંદલનો ખોળો ખુંદતી વખતે પણ છંદ તો ગાવો જ પડે છે.

પંખીઓનો કલરવ એ પ્રભાતનું પોતીકુ સંગીત છે, ભમરાનો ગુંજારવ એ બાગનું સંગીત છે. સંગીત એટલે બોલ સાથેનો મધુર રણકાર, સુમધુ સુરોનુ ખળખળતું ઝરણુ. સંગીત સર્વત્ર સમાયેલુ છે. વરસાદના ટીપામા, કોયલના ટહુકામા, મોબાઇલની રીંગટોનમાં, એલાર્મમા, ડોરબેલમા સંગીત સાંભળી શકાય છે. મારી પાસે એક એવો કોફી મગ છે જેમાથી મીઠા સુર નીકળે છે વળી એમા સેલ નાખવાની કે રીચાર્જ કરવાની પણ જરુર નથી પડતી. આજે પણ એવો વર્ગ છે જે ટીવી કરતા રેડીયો પસંદ કરે છે. સંગીત છે જ એવું કે એને માણતાં માણતાં બીજા કામ પણ કરી શકાય છે. ચોકકસ આરોહ અવરોહ સંગીતપ્રેમીના હદયમાં સોસરવા ઉતરી જાય છે. થોડા વખત પહેલા મધુર ધ્વની ઉત્પન્ન કરતુ ચાઇનાબૅલ એટલુ લોકપ્રિય થયુ હતુ કે ઘર ઘરમા જોવા મળતુ હતુ. તબલા, મંઝીરા, ઢોલ, વાંસળી, કરતાલ, શરણાઇ, સિતાર, સંતુર, વીણા, ડમરુએ આજના સમયમાં અધતન સાધનોએ સ્થાન લીધુ છે.

કોઇ ગીતનાં બે બોલ જીંદગી જીવી જવાનો સંદેશો આપી જાય છે, કોઇ ગીતમાં એવી જાદુઇ શકિત હોય છે કે ન અનુભવાયલી લાગણી અનુભવી શકાય છે. ચોકકસ ગીત તમારો જુસ્સો જાળવી રાખે છે, પુરી પ્રેરણા પુરી પાડે છે. હદયની લાગણીને વાચા આપતુ સંગીત ખુબ જ શાંતિ બક્ષે છે.

સંગીત સોના જેવુ હોય છે જેટલુ જુનુ એટલુ વધુ સારુ. ભારતનુ સંગીત જગત કરતા હંમેશા સુરીલુ રહયુ છે. આજનું સંગીત પહેલા જેવુ રહયું નથી પણ સંગીતપ્રેમી એટલાં જ રહયા છે..

વાત સંગીતની થઇ રહી છે તો એક રસપ્રદ વાત પણ જાણી લો. એક દેશમાં જે કેદીને ફાંસીની સજા હોય તેને એક ખાલી ગૃહમાં રાખવામાં આવે છે અને તેને મનપસંદ એક ગીત સંભળાવવામાં આવે છે. એ જ ગીત એને વારંવાર સંભળાવવામાં આવે છે. દીવસભર, મહીના સુધી આ એક જ ગીત વગાડવામાં આવે છે. માનસિક રીતે ત્રસ્ત થયેલો કેદી જયાં સુધી આત્મહત્યા ન કરે ત્યાં સુધી ગીત વાગ્યાં કરે.

સંગીત એક થૅરાપી છે, આજના ભાગમભાગવાળા જીવનમાં શાંતિથી ગીત સાંભળવું જરા મુશ્કેલ છે, પરંતુ સંગીતપ્રેમી એનો રસ્તો શોધી જ લે છે. કોઇ કારણવશ જો તમારુ મન ખિન્ન હોય ચિંતા ઉદ્વેગ પીછો છોડતી જ ન હોય તો મનગમતુ ગીત સાંભળો. થોડીવારમાં તમારુ મન ચોકકસ હળવું થઇ જશે. તમે બહુમાળી મકાનના ઉપલા માળે રહેતા હોવ અને લીફટ બંધ પડી જાય ત્યારે દાદરા ચડવા બહું મુશ્કેલ અને ત્રાસદાયક લાગે છે, પણ તમે ચિંતા ના કરો, જો તમે સંગીત માણતાં માણતાં દાદરા ચડશો તો જરાયે થાક નહી લાગે અને ઘરે પહોંચી જશો. માથા કે પેટનો દુખાવો થાય ત્યારે આજનો માનવી તરત જ પેઇન કીલર લઇ લે છે, પરંતુ જો આમ ગોળી ગળવાને બદલે મનગમતુ ગીત સાંભળે તો દુખાવો એની મેળે દુર થઇ જશે. આ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણું ધ્યાન દુખાવા તરફથી હટીને સંગીત પર રહેશે અને દર્દનો અનુભવ ઓછો થશે સંગીત. આજના મોબાઇલ યુગમાં લોકોના ખિસામા જ સંગીત હોય છે. મનગમતુ હળવુ સંગીત થાક ઉતારે છે અને એકાગ્રતામાં વધારો કરે છે એટલે જ કોર્પોરેટ ઓફીસમા હળવું સગીત ચાલતુ જ હોય છે. રાતના અભ્યાસ કરી વખતે જો ઉંઘ આવતી હોય તો હળવાં સગીત સાંભળો. આજકાલના વિભકત કુટુંબમા એકલી વ્યકિત સંગીતનો જ સહારો લે છે. સંગીતનાં તાલે ઝુમવાની મજા જ કંઇ ઓર છે, ચા કોફી સાથે પણ સંગીત માણી શકાય છે. એક પણ કોફીશોપ શોધવુ મુશ્કેલ છે જયાં સંગીત વાગતું ન હોય.. સંગીતપ્રેમીઓ તો શરીરનાં અંગો પર મ્યુઝીક નૉટ સિંબ્લસનાં ટૅટુ ચિતરાવતા પણ અચકાતા નથી તેઓ આમ પોતાનો સંગીતપ્રેમ દર્શાવે છે. ન્હાતા ન્હાતા સંગીત સાંભળવાની મજા જ કઇ ઓર છે, તો ભજન સાંભળતાં સાંભળતાં ભોજન બનાવવાથી ઉતમ રસોઇ બને છે. સંગીતની દેવી સરસ્વતી છે. સંગીતને એક ફરજીયાત વિષય તરીકે ભણાવવો જોઇએ, જેથી વિધાર્થી થોડીવાર શિસ્ત બાજુએ મુકી હળવો થઇ પળ માણી શકે. સંગીતના રસિયા તો સ્નાનગૃહમાં પણ એની વ્યવસ્થા કરી લેતા હોય છે. વરસાદ પડે એટલે તરત જ નવા જુના ગીતો ટીવી રેડીયો પર વાગવા માંડે. કોઇ વ્યકિતને ચોકકસ ગીત સાથે મહામુલા સંસ્મરણો ગુંથાયેલા હોય છે. મનનાં માણીગર સાથે ગાળેલા બે પળમાં જો સંગીતનો સંગાથ હોય તો તો વિરહમાં એ ગીત હોથો પર મુસ્કાન અને હદયમાં હીલોળાં લાવે છે. તો વાચકમિત્રો સંગીત સાંભળો ને થઇ જાવ હળવા ફુલ....................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED