રેઇન Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

રેઇન

વરસાદ શબ્દ માત્રથી જ પલળવાની અનુભુતી થઈ જાય છે, અને જો એ વરસવા માંડે તો તો કેટલી મજા પડી જાયને..........નાનાં બાળકો જે શાળાએ જતાં હોઇ એ લોકોથી લઇને મોટેરાંઓ જે ઓફિસ જતાં હોઇ અને ઘર સંભાળતાં હોઇ બધાજ હાં......હાં અબોલ પશુપક્ષી, ઝાડ, વનસ્પતી બધું જ ખીલી ઉઠે છે.

વાદળાં ઘેરાવાં, વીજળી થવી, પવન વાય એટલે બાળકો એકઠાં થઇ રમવાં માંડે જાણે વરસાદને આવકારતાં હોય. ઘીમેઘીમે ઋતુનો પહેલોવરસાદ પડે,મીઠી મીઠી સુગંધ ચારેકોર પ્રસરી ઉઠે, બાળકો તો પહેલાં વરસાદમાં ન્હાવા જ ઉતરી પડે, પાણીમાં છબછબીયા કરે, કાગળની હોડી બનાવી પાણીમા નાખે..... અને ગીત ગાય “આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક.”, શાળાએ જતી વખતે રંગબેરંગી છત્રી રેઈનકોટ, નવું ધોરણ, નવાં પુસ્તક અને જુનાં મિત્રોનો સંગાથ... બસ પછી તો મજા જ પડે ને

ઓફિસ જનારાં આવતાં જતાં પલળી જતાં હોઇ છે. ઘર સંભાળનારાં તો બારી પર બેસી ગરમ ગરમ ચા ને ભજીયાંની જયાંફત ઉડાડવાં માંડે... અને મીઠીમીઠી માટીની સુગંધ તે વળી ભુલાતી હશે દુનિયાંમાં કેટલાયે સારી સારી બ્રાંડનાં પર્ફુમ આવી ગયા પણ કોઇ આ મીઠી મધુરી સુગંધને તોલે ન જ આવી શકે.. અને એવો માણસે શોધવો અઘરો જેને આ સુગંધ ના ગમતી હોઇ. યુવા વર્ગ તો વરસાદના આગમન સાથે જ મેદાનમાં ફુટબોલ રમવાં ચાલ્યાં જાય છે.તો સાહસિક વર્ગ ટ્રેર્કિંગ પર જાય છે.

યાદ છે દિવસો જયારે પહેલાં વરસાદે ઘરની વિજળી ઉડી જતી હતી..............................

વરસાદની વાત નીકળે ને મેઘધનુષનો ઉલ્લેખ ના થાય તો તો જાણે જલેબી ઞાંઠીયાં વગરની દશેરા.......... મેઘધનુષ જોવું એ તો એક લ્હાવો છે. આકાશમાં રચાતાં સાત સાત રંગોનુ મેઘધુષને જોઇને એમ લાગે કે કોણ ગંયુ હશે રંગ પુરવાં? અગાધ આકાશમાં ન જાણે કેટકેટલીય દુનિયા સમાયેલી હોય છે. વૈજ્ઞાનિકોનું વિજ્ઞાન, અનેક સુર્ય ચંદ્ર ભારતીય શાસ્ત્ર પ્રમાણે ઋષિમુનીઓનું તારા મંડળ અને કેટકેટલાય રહસ્ય જે માનવજાતને સમજવાં સૈંકડો વર્ષો લાગી જાય તોય પુરો તાગ ન માપી શકાય.

ખેડુતવર્ગ તો વરસાદનાં આગમનથી રાજી રાજી થઇ જાય. અને સારો એવો વરસાદ મબલખ પાક લાવી શકે છે ખેડુતવર્ગની સ્થિતી સુધારી શકે છે.

અબોલ પશુપક્ષી પણ ગેલમાં આવી જતાં હોય છે અને મોર તો જાણે વરસાદની જ રાહ જોતો હોય એમ આગમનથી જ નાચગાન કરવાં માંડે છે, અને કળા કરવા લાગે છે. ચાતક પક્ષી તો વરસાદનાં પાણી પર જ નભે છે. કબુતર ને કાગડા જેવા પંખી માળો બનાવા લાગી જાય છે. દેડકા ડ્રાંઉ ડ્રાંઉ ની ચીચીયારી કરી મકે છે.

વરસાદ એ સૃષ્ટીને ચલાવવાનું બળ છે. સૃષ્ટીને નવજીવન બક્ષે છે. વર્ષા એ કંઇ ચાર મહિનાંનું ચોમાસું નથી પણ આખા વર્ષને ચલાવતું ચક્ર છે. વરસાદ એ ભારતીય સમાજનું અવિભાજય અગ છે. ભારતીય સંસ્કૄતિનો એક પ્રકાર છે. ધરતી પર થતાં વર્ષાનાં આગનથી રચાતુ દ્ર્શ્ય તો મનોરમ્ય અને અવર્ણનીય છે. નદી, નાળાં, પર્વત સાગર જે હીલોળા લતા હોય છે હકીકતે તો એ વર્ષા સંગાથે કીલ્લોલ કરતાં હોય છે અને વરસાદનાં આગમનથી સમગ્ર જીવસૃષ્ટી તરબોળ અનેઝમી ઉેઠે છે ધન્ય છે આપણાં ભારત દેશને જયાં પુષ્કળ પ્રમાણમાં આ અમૃતધારા થાય છે. જયાં કોઇ વાતની કમી નથી, ના પાણીની કે સુર્યપ્રકાશની

જેમ પુરુષ અને સ્ત્રી વર બાળકનો જન્મ અશકય છે તેમજ આકાશ અને ધરતી વગર જીવન અશકય છે વરસાદ એ ધરતીનુ માસિક છે , જેમ એક યુવતી માસિક વગર અધુરી છે, અને જીવનુ સર્જન ના કરી શકે તેમ ધરતી પણ વરસાદ વગર સર્જન ના કરી શકે. વરસાદ ના પડે એ ધરતીને ધરતી નહી પરંતુ રણ કહેવામાં આવે છે. વરસાદ ના પડે તો ભારતીય સમાજ એમ સમજે છે કે ભગવાન રીસાંયાં છે અને રીઝવવાં હોમ હવન કરે છે. આપણાં દેશમાં જેમ દરેક વસ્તુંનાં અધિપતી દેવ હોય છે એમ વરસાદનાં દેવ ઈંદ્ર્ છે ભગવાન શ્રીકૃષ્ણે પણ એમનાં કાળમાં ઈંદ્ર્ની પુજા કરી હતી.

વરસાદ કવિની કવિતા છે, બે હૈયાંને એક થવાનો અવસર છે. ઝરમર વરસતાં વરસાદમાં પ્રેમઓને ફરવાં જવાનું બહાનું મળી જાય છે. ઝરમર વરસતાં વરસાદમાં પલળવુ એ તો માણે એ જ જાણે........... કેટલાયે ગીતો ફિલ્માયા છે “સાવનમે મોરની બન કર મૈ તો છમ છમ નાચુ સાવરીયાં તેરી યાદમે તોરી ચિઠીયાં બાચુ...” આમ વરસાદને વધાવાનાં.........અને એટલે જ એને પ્રેમની ઋતુ પણ કહેવામાં આવે છે. વર-સાદ એટલે કે વર નો સાદ. જેવી હેલી પડે કે પ્રેમીકાને એના પ્રેમીને મળવાનું મન થઇ ઉઠે. “ભીગીભીગી રાતોમે ફિર તુમ આઓના.............. ઐસી બરસાતોમે આઓના................” કયારક એમ થાય છે કે આપણુા પ્રિયજન ની વિદાય પ્રસંગે જ વર્ષાનુ આગમન થઇ જાય છે અને વિદાય ની મુક સાક્ષી બની જતો હોય છે.

સાગર,ચંદ્ર્, વાદળ, વર્ષા કવિ તો બહુ જ જુનાં બહેનપણાં છે. એ તો કયારેક સંતાકુકડી કે પકડદાવ રમતાં હોય છે. સાગરને ચંદ્ર્નુ આક્રષણ હોય છે અને ચંદ્ર્ વાદળ સાથે સંતાકુકડી રમતો હોય છે , વાદળ અને વર્ષાને પાકકી જુગલબંધી છે. અને કવિનાં હદયમાં પ્રેમનો ઘેરાયેલાં જ હોય છે. વાદળ કવિનાં હદયમાં વાદળરુપી પ્રેમનો વરસાદ થયા જ કરે છે

આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ રજ કપુરથી લઇને રણબીર કપુર સુધી દક પેઢીમાં વરસાદનાં ગીતો ફિલ્માયાં છે અને વરસાદ શિર્ષકથી ફિલ્મો પણ બની છે.

ઘણા લોકોને વરસાદ જરાયે નથી ગમતો રસ્તા પરનાં કાદવકીચડ તેમની સુગનું કારણ હોય છે તેમને એક વાત હં કહીશ કે એકવાર વરસતાં વરસાદમા, ખુલ્લાં આકાશ નીચે પલળી તો જુઓ એમ સમજો કે સ્નાનગૃહમાં શાવર નીચે ઉભા છો પછી જુઓ કેટલી મજા આવે છે..

રોતી વખતે આંખમાં ઉભરાં પછી શાંતી થઇ જાય છે એમ જ વરસાદ પછી સર્વત્ર શાંતી થઇ જાય છે. વરસાદ માણવાં કંઇ જરુરી નથી કે બહાર ભીંજાવાં જવું પડે, ખરા રસિયાંતો ઓફિસ આવતાં જતાં, ટ્રેન, બસમાં પ્રવાસ કરતાં કરતાં, ફિલ્મી ગીતો સાંભળતાં ઋતુનો આહલાદ્ક અનુભવ માણી લેતાં હોય છે. વરસાદમાં ગરમ ગરમ ભજીયા, ચા, ચટાકેદાર મકાઇનો ડોડો ખાવાની મજા જ કાઇ ઓર છે. કયારેક આઇસ્ક્રમ કે પછી પાણીપુરી પણ ખાઇ જોજો વરસાદની અસ્સલ મજા માણવા મળશે.....

આજનાં મોબાઈલ યુગમાં પહેલાંની જેમ પલળવાંની મજા નથી રહી આપણુ ધ્યાન તો મોબાઈલ પલળી જાય એમા જ હોય છે કયારેક વરસાદને આવકારવાં દરિયાં કીનારે જાજો સાથે મનગમતો સંગાથ હોવો જરુરી છે તમે જાતે જ સમજી જશો વર્ષાને કાંઇ અમથી જ ઋતુઓની રાણી નથી કહી. વરસાદમાં પલળવું અને ભીંજાવું એ બન્નેમં બહું મોટો ફરક છે. વરસાદ પ્રેમી તો વરસાદની રાહ જોતાં જ નથી સ્નાનગૃહમાં શાવર લગાડીને રોજ વરસાદની મજા માણે છે. તો કોઈ વર્ગ વોટર કીંગડમ જવાં સ્થળેજતાં હોય છે. મુશળધારવરસતાં વરસાદનાં લયને માણવાં જેવો હોય છે.


વરસાદનાં વરસવાનો તો એક અલગ અંદાજ હોય છે. કયારેક ધધમાર તો કયારેક રીમઝીમ કયારેક તો કયારેક સાંભેલાંધાર તો કયારેક કરાંનો વરસાદ . પરદેશનાં ઠંડા પ્રદેશમાં બરફવર્ષા થાય છે પણ કહેવાતાં આ સ્નોફોલમાં રીમઝીમ વરસાદની મજા નથી આવતી.

ઋતુનો પહેલો વરસાદ હોયને જો એ ધોધમાર હોય તો તો નોકરીયાત વર્ગને વાહનવ્યવહાર ઠપ થઇ જવાથી તો ઓફિસમાં ફરજીયાત રજા લેવી પડે છે. વળી ઋતુનો છેલ્લો ધુમધડાકા કરતો વરસાદ જાણે એમ કહેતો હોય કે આવજો....... હું જાવ છું!!!!!!!!!!

ભારતવર્ષમાં તો વરસાદ માનવ જગત સાથે તાલમે મેળવીને આવે છે. ભીમ અગિયારસે અચુક આંગણું પાવન કરતો અને ગણપતિમાં ને નવરાત્રિમાં માંડવો વધાવતો વરસાદ તહેવાર માણવાં આવે છે. શ્રાવણ માસમાં જે રીતે સરવડાં પડતાં હોય છે જાણે દેવોનાં દેવ મહાદેવ પર અભિષેક કરતો હોય

ભલે દરેક ભાષામાં વરસાદ અલગ નામે ઓળખાતો હોય વરસાદ, બારીશ,બરસાદ, પાઉસ કે પછી રેઇન કાંઇપણ પણ એનુ કા તો બસ એક જ છે લોકોને એક કરવાનું.

કયારેક કયારેક વર્ષા એનું રૌદ્ર્ સ્વરુપ દેખાડી દે છે જેનું ખરેખર પરિણામ ખુબ જ ભયંકર આવે છે. આપણે વર્ષા માણીયે તો છીએ પણ સાથે સાથે વરસતાં પાણીનો સંગ્રહ કરવો જરુરી છે જેથી દુકાળ જેવી પરિસ્થિતી ખાળી શકાય.

કમોસમી વરસાદ ભલે માવઠું કહેવાય છે પણ લોકો તો એને વઘાવી જ લેતાં હોય છે.