આશીર્વાદ - પૈસાથી કે કર્મથી Suspense_girl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશીર્વાદ - પૈસાથી કે કર્મથી

💠 “આશીર્વાદ - પૈસાથી કે કર્મથી?” 💠

“આશીર્વાદ મળે છે પૈસાથી? કે મળે છે આપણા કર્મોથી?” 

હમણાં જ મને આ સવાલનો ઊંડો અનુભવ થયો.
હું અમદવાદના ISKCON મંદિરે દર્શન કરવા ગઈ.
દેવ દર્શન પછી, મંદિર બહાર એક બહેન હાથમાં ખોડિયાર માતાની મૂર્તિ અને થાળી લઈને ઉભા હતા.
એણે પ્રેમથી કહ્યું —

              “બેટા, યથાશક્તિ જે આપી શકો એ આપો,
                મારી માતા તમારું કલ્યાણ કરશે, તમારી પ્રગતિ થશે.”

મારી પાસે તે સમયે બે રૂપિયાનું સિક્કો હતો, એ જ મેં આપી દીધો.
પણ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એમણે તરત જ બોલવાનું શરૂ કે,

                "આટલામાં શુ થાય?
                 મારી માતા તો તને કઈ મદદ નહિ કરે…”

એ શબ્દો સાંભળતાં જ મારા મનમાં એક ચોટ ગઈ - 
આશીર્વાદ શું ખરેખર પૈસાના જ પ્રમાણથી મળે છે?
કે પછી આ બધું માત્ર બોલવાના શબ્દો છે જે પૈસાની સામે બદલાઈ જાય છે?

એ જ સમયે સામે એક ફળ વેચતી બહેન બોલાવવા આવી.
એણે મને જોઈ અને પ્રેમથી બોલાવી - 

                “બેટા, તારા ચહેરા પર હંમેશાં હાસ્ય રહે છે.
                 તારું નસીબ ખૂબ સુંદર છે.
                 તને સારો જીવનસાથી મળશે,
                 તારા જીવનમાં પ્રકાશ ભરાઈ જશે.”

એમના શબ્દોમાં કોઈ લોભ નહોતો — માત્ર માનવીય પ્રેમ હતો.
એમને સ્ટ્રોબેરી અને સફરજન ઓછી કિંમતે આપીશ એવું કીધું મેં ના પાડી કે મારે નથી લેવું પણ એ આશીર્વાદ આપતાં જ રહ્યા અને કે બેટા તારે ગણેશજી ની જેમ એક દાંત બહારે છે તું તો બહુ નસીબદાર છે હું મારા તરફ થી આપું તારે જેટલા પૈસા આપવા હોય એ આપજે મેં કીધું સારું.

ત્યાં એમને મને 6 સફરજન નું બોક્સ અને એક નાનું સ્ટ્રોબેરી નું બોક્સ આપ્યું અને મારી પાસે 200 ની નોટ હતી તો મેં કીધું 100 લઈ લો. તો મને કે બેટા 500 ની વસ્તુ આપી છે તું મને હજી 300 આપ.... પણ ભાવ મા સચ્ચાઈની જગ્યાએ વ્યવસાયનું હિસાબ આવ્યું, અને મને સમજાયું - 

             "કેટલાક આશીર્વાદ મીઠા 
              શબ્દોથી પણ વેચાઈ જાય છે,
              અને કેટલાક આશીર્વાદ 
              નિઃશબ્દ દિલમાંથી મળી જાય છે.”

જ્યારે એમણે કિંમત ₹500 કહી, ત્યારે હું અચંબામાં પડી ગઈ.
મારી પાસે એટલા પૈસા નહોતા.
મેં સમજાવીને કીધું - 

“મારી નોકરી ગઈ છે, મારા પાસે જેટલું છે એટલું જ આપી શકું.”
પણ એમણે કિંમતમાં છૂટ ન કરી.
અંતે મેં ₹200ની નોટ આપી, અને વિનંતી કરી - 
“મારી હાલત ધ્યાનમાં લો.”

એમણે માત્ર ₹50 પરત આપ્યા, અને એક નાનો સ્ટ્રોબેરીનો બોક્સ આપ્યો.
હું રસ્તે ચાલતી હતી ત્યારે મનમાં વારંવાર એ જ વિચાર આવતો - 

             “આ શબ્દો આશીર્વાદ હતા કે વ્યવસાય?”
              “આ ભાવ હતો કે ભાવ-તાવ?”   

મને થયું કે હવે આ સ્ટ્રોબેરી ના બોક્સ ને ઘરે નથી લઈ જવું તો ત્યાં જે ૩/૪ બહેનો જે ખોડિયાર માં ની મૂર્તિ લઈ ને ફરતા હતા તો અમને થોડી થોડી સ્ટ્રોબેટી આપી તો એ બહેનો કે આટલા માં શું થાય અમારે તો જમવું છે એના માટે પૈસા આપ.

             "મારી પાસે જેટલું હતું એટલું આપી દીધું,
              પણ મનમાં ખટકો રહ્યો —
              આ આશીર્વાદ હતા કે વ્યવસાય?
              આ શબ્દો હતા કે સોંદા?”

તમે જે કહો મને જે આશીર્વાદ મળ્યા એ પૈસા હતા એ માટે મળ્યા પૈસા ની આશા હતી એ માટે મળ્યા કે કર્મ ના આશીર્વાદ ???

અને હા લોકો કહે છે કે આપણે જે સેવા, દાન કરીએ એ કહેવું નહીં પણ કેવા થી આપણે સામે વાળા ના અભિપ્રાય જાણવા મળે એને પણ કઈ નવું જાણવા મળે બસ આપણે જે સેવા, દાન કરીએ એનું અભિમાન ના આવું જોઈએ.