પિતા ના જીવન માં સંર્ઘષ Suspense_girl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

પિતા ના જીવન માં સંર્ઘષ

આજે પિતા ઉપર થોડું લખવાં માંગુ છું કે એક પિતા નું જીવન કેવું હોય છે એ આપણે બધા જોઈયે છીએ પણ સમજી કે જાણી ના શક્યા.

જયારે તેના લગ્ન થાય છે ત્યારથી જ તેના સપના પુરા થાય છે ને તે બીજાના માટે સપના જોવે છે જયારે તે પિતા બને છે ત્યારે તે પોતાના બાળકો ના સારા ભવિષ્ય માટે વધુ મહેનત મજૂરી કરે છે પિતા ઉપર દિવસે ને દિવસે જવાબદારી વધતી જોવા મળે છે એક પિતા તેના બાળકો અને પરિવાર માટે જ સપનાઓ જોવે અને ઈચ્છઓ પુરી કરે પિતા ના મનમાં એમ કે જે ખુશી અને જરૂરિયાત મને નથી મળી એ હું મારાં બાળકો ને અને મારાં પરિવાર ને આપું.

એક પિતાનું જીવન સુરજ જેવું હોય છે સુરજ જેમ 5-6 વાગે ઉગવા નું ચાલુ કરે છે ને સાંજે 6-7 વાગે આઠમે છે તે જ રીતે એક પિતા સવારે 7-8 વાગે પોતાના વ્યવસાય માટે જાય અને સાંજે અથવા રાતે 8-9 વાગે ઘરે આવે છે , આપણા બધાને ખબર છે કે સુરજ અને પિતા ના હોય તો મુશ્કેલી છવાઈ જાય છે પણ તો પણ આપણા ને એ વસ્તુ ની કદર જ નથી હોતી, સુરજ આપણા ને રોશની આપે, તડકો આપે જેથી આપણા કેટલાક કામ પણ થાય વીજળી પણ મળે અને પિતા પાસે તો જે કઈ પણ માંગીએ એ આપે છે ને કોઈ વાર તો પિતા આપણા ને માગ્યા વિના પણ આપી દે એ છે પિતા.

પિતા એના માટે ક્યારેક જ જીવે છે બસ એ એના પરિવાર માટે જ વધુ જીવે છે પિતા બન્યા પછી એના પોતાના સપના ભૂલી ને તેના બાળકો માટે સપના જોવે કે જો હું થોડી વધારે મેહનત કરીશ તો મારાં બાળકો ને બહુ સારી સ્કૂલ માં ભણાવી શકીશ, હું મારાં બાળકો ને ફરવા લઇ જઈશ, મારાં બાળકો ને નવા નવા કપડાં લેવડાવી શકીશ.

એક પિતા પોતાના વ્યવસાય બહુ મુશ્કેલી થી ચલાવતા હોય છે માતા થી ઘરે કામ ના થાય તો કામ બાંધવી દે છે પણ પિતાને ને ધધો ઓછો હોય તો કોઈ માણસ પણ ના રાખે ભલે પિતા ને ગમે એટલી મજૂરી કરવી પડે પણ તે પૈસા બચાવી ને પોતે હેરાન થઈને આપણા ને ખુશી આપે છે એ છે આ દુનિયા નો પિતા.

અત્યારના આ ફેશન ના જમાના માં ધન્ધો કરવો કેટલો મુશ્કિલ છે ક્યારેક મંદી, ભાવ વધારો, ફેશન બદલાઈ જાય, મૂડી રોકવી, આ વર્ષે કોરોના આવી મુશ્કેલી નો સામનો કરી ને એક પિતા પરિવાર ની જ ખુશી માટે મેહનત કરે છે. જયારે પિતા ઘરે આવે એટલે બાળકો કહે તમે મને આ વસ્તુ ના લઇ આપી મારાં ફ્રેન્ડ પાસે એ છે કોઈ ને કોઈ પિતા ઘરે આવે એટલે બોલે તો પણ તે ચુપચાપ સહન કરે છે.

જયારે બાળકો મોટા થાય એટલે તે પોતાના દીકરા ને કહે છે ભણવામાં ધ્યાન આપ નહીંતર તારે પણ અમારી જેમ મજૂરી કરવી પડશે પણ ત્યારે બાળકો કહે પપ્પા તમને કઈ સમજણ જ નથી પડતી મને મારી લાઈફ જીવા દો મારે તમારું ભાષણ નથી સાંભળવું આવા જવાબ આપી દે છે,પણ પિતા નો કહેવાનો મતલબ એટલો જ હોય છે કે જયારે હું નહિ કમાઈ શકું ત્યારે બધી જવાબદારી મારાં બાળકો પર આવી જશે એ કઈ રીતે સહન કરશે આ દુનિયા નું ભણતર આ દુનિયાદારી નું ભણતર સૌથી વધારે મુશ્કિલ હોય છે.

એક પિતા ને તેના બાળકો ની સતત ચિંતા રહે છે કે ભવિષ્ય માં શું થાશે એમની સાથે એક પિતા ને તો એ પણ ચિંતા હોયછે મારાં દીકરા માં સારા સંસ્કાર આવે ખરાબ સંસ્કાર ના આવે તે લગ્ન બાદ અમને રાખશે કે નહિ રાખે, એક પિતા ઉપર મુશ્કેલી નો પહાડ હોય છે તો પણ એ ખુશી થી આપણા માટે આ દુનિયા થી લડે છે દરેક પિતા ને સેલ્યૂટ છે કે તમે આટલુ બધું તમારી ફેમિલી માટે કરો છો એ બહુ મુશ્કિલ કામ છે.