પહેલા તમને બધા ને થેન્કયૂ મને આટલો સાથ આપો મને મારી લાઈફ ના સપના તરફ લઇ જવા માટે મારી મદદ કરો એ માટે આભાર.
હાલ થોડા હું થોડા પુસ્તક વાચી રહી હતી અને ત્યાર બાદ કોરોના વાયરસ આવ્યો એટલે પરિવાર સાથે છું. તેથી કઈ જ વિચાર રજુ કર્યા નથી.
અત્યારે દરેક દેશ માં કોરોના વાયરસ જોવા મળી રહ્યો છે તેના લીધે દરેક નું જાન જીવન મુશ્કેલી માં આવી ગયું છે પણ જીવન માં થોડી થોડી મુશ્કેલી આવતી રહે છે. મુશ્કેલી વિના જીવન શક્ય જ નથી પણ તે મુશ્કેલી થી પણ આપણે જીવન માં બહુ બધું શીખવા મળે છે. જીવન માં મુશ્કેલી આવે એટલે આપણા વિચાર અને આપણી સમજણ વધે છે.
તો આવાજ એક ભયંકર રોગ ની ચર્ચા કરીયે જેનું નામ છે એકલતા. એકલતા એ કોરોના થી વધુ ભયંકર અને બહુ વર્ષો થી ચાલતો આવતો રોગ છે એકલતા નો અનુભવ દરેક ને થયો હોય છે કોઈ ને વધુ તો કોઈ ને ઓછો પણ એકલતા દરેક ના જીવન માં આવે છે.
આ એકલતા માં રહીને કોઈ માણસ પથ્થર જેવો મજબૂત બની જાય છે તો કોઈ માણસ કાચના ટુકડા ની જેમ તૂટી જાય છે એકલતા માણસે ને બધું જ શીખવાડી દે છે આવી જ એકલતા માં જીવતી એક છોકરી ની વાત કરું છું તે છોકરી થોડી શ્યામ હોય છે અને તેનો અવાજ સારો ન હોવાથી કોઈ જ એની સાથે બોલતું નહિ કોઈ એનું ફ્રેઈન્ડ પણ ના બનતું અને કોઈ વાર તો પરિવાર તરફ થી પણ નિરાશા જોવા મળતી હોય છે aa દુનિયા કેવી સ્વાર્થી છે રૂપ રંગ હોય તો જ બોલાવે છે જો રૂપ રંગ ના હોય તો ન બોલાવે આવું કેમ કરતા હશે આ દુનિયા ના માણસો. તે છોકરી નાની હતી ત્યારે બહુ સમજ ન પડતી પણ જેમ જેમ તે મોટી થવા લાગી તેમ તેમ તેના જીવન માં એકલતા નું પ્રમાણ વધવા લાગ્યું હવે તે એના જીવન થી બહુ જ કંટાળી જાય છે તે વિચારે છે કે બધા થી દૂર ક્યાંક જતી રહુ પણ પછી આ દુનિયા સમાજ એના પરિવાર ની વાતો કરશે તે કહે છે ભલે આ દુનિયા જેવો પણ વ્યવહાર મારી સાથે કરે પણ મારાં થી તેમને એ જેવું કેમનું થવાય. ભલે તે છોકરી ના જીવન માં એકલતા જ એકલતા હતી પણ કદી કોઈ ના માટે ખરાબ બોલવા નું દૂરની વાત પણ વિચારી પણ ના શકે પણ એનો શુ વાંક ભગવાને એની અમુક સુખ ના આપ્યું એમાં આપણે એની સાથે આવો વ્યવહાર કેમનો કરી શકીયે શુ આ દુનિયા સાચે માં રૂપ. રંગ. પૈસા જોઈ ને જ માણસ ને બોલાવે છે.
ત્યારે મેં એ છોકરી ને પૂછ્યું તારા મન માં આટલુ બધું છે તો જીવે છે કઈ રીતે તેને સુંદર જવાબ આપ્યો જયારે આપણે જમવા બેસીયે ત્યારે થાળી ભોજન લઈએ એટલે થાળી માં ડાધ પડે છે પણ જમી લીધા પછી આપણે એ થાળી ધોવી પડે છે એટલે ડાધ જતા રહે છે તેજ રીત જીવન માં વાપરવી પડે જયારે મગજ માં કે મન માં બહુ ડાધ પડી જાય ત્યારે તેને સાફ કરી દેવા પડે છે તો જીવન માં મજા આવે છે.
કોરોના વાયરસ થાય તો તેને 14 દિવસ માટેજ એકલા રાખવા માં આવે છે પણ એકલતા તો વર્ષો સુધી ચાલે છે.
જીવન ગમે તેવી મુશ્કેલી આવે પણ સરસ મજાનું શીખવી જાય છે.