અંધશ્રદ્ધા ની શ્રદ્ધા Suspense_girl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધશ્રદ્ધા ની શ્રદ્ધા

અંધશ્રદ્ધા ની શ્રદ્ધા આપણે બધા જ લોકો કોઈ ને કોઈ અંધશ્રદ્ધા માં માનતા હોઈએ છીએ આપણે બધા જ લોકો શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા માં વધુ માનતા હોઈએ છીએ, આપણા ભારત દેશ માં કેટલી એ જુદી જુદી વાતો ને એમાં અંધશ્રદ્ધા માનતા હોઈએ છીએ.

આપણે સાંભળતા હોઈએ છીએ કે રસ્તા ઉપર જતી વખતે બિલાડી આડી આવે તો કંઈક અશુભ થાય છે, દિવા ની જ્યોત ચાલુ હોય ને અચાનક રામ થઇ જાય તો પણ કંઈક અશુભ થાય છે, આપણે બેઠા બેઠા કાતર ને ખોલ બંદ કરીયે તો ઘર માં લડાઈ થાય છે, ધનતેરસ ના દિવસે જો ગરોળી જોવા મળે તો ધન મળે છે, આપણે બેઠા બેઠા પગ ના હલાવાય સાંજ ના સમયે માથા પર એટલે કે કપાળ પર હાથ ના રખાય, કોઈ બાર જતું હોય તો ક્યાં જાઓ છો એ ના પુછાય એના બદલા માં એવું પૂછવા માં આવે છે કે સતકમ જાઓ છો હું જયારે નાની હતી ત્યારે કોઈ પણ બારે જાય તો હું એમ પૂછતી કે ક્યાં જાઓ પણ બધા મને વધતા અને કહેતા કે એ ના બોલાય એવું બોલીએ તો આપણે જે કામ માટે જતા હોઈએ તે પૂરું ના થાય પણ મારું માનવું તો આજે પણ એ છે કે નસીબ માં હશે તે જ થવાનું કઈ શબ્દો બોલવાથી નસીબ થોડી બદલાઈ જાય, સવારે એટલે કે 4 થી 6 માં જે સપનું આવે એ સાચું થાય મારું તો આજ સુધી સાચું નહિ થયું તમારું થયું?

રાતના જો કોઈ વ્યક્તિ ઊંઘમાં દાંત કચદે તો તેના પિતા ઉપર દેવું ચડે છે, બાજરી ના લોટ નો રોટલો તાવડી ઉપર એક થી વધારે જ બનાવો જોવે એક રોટલો ના બનાવાય, જયારે આપણે બાર જતા હોઈએ ત્યારે જો છીંક આવે તો 5મિનિટ પછી જવું અથવા બીજી છીંક આવે એ બાદ જવું.

અત્યારે પણ સ્ત્રી ને ઘર માં જ બેસી રહેવું એને બારે ન જવાનો, છોકરી ને ભણાવી નહિ, છોકરી ને જોબ ના કરાવી, છોકરી ને ઘર કામ જ કરવું આવી બધી પરિસ્થિતિ આપણે બધા આજે પણ જોતા હોઈ છીએ પણ આપણે બધા દેવી ને પૂજીયે એ ચાલે પણ ઘર ની લક્ષ્મી ને ખુશ પણ નઈ રહેવા દેવા ની ઘર ની લક્ષ્મી ને એની ઝીંદગી પણ નહિ જીવા દેવા ની આવા વિચારો આજે પણ આપણા બધા ને જોવા મળે છે.

મને એ નથી ખબર કે ભૂત, પ્રેત, ચુડેલ હોય છે કે નહિ પણ આમાં બધા લોકો બહુ માને છે સાચું શુ છે એ તો ભગવાને જ ખબર પણ આજે ના પેપર માં 26 ઓગસ્ટ ના જે બુધવારે પૂરતી આવે એમાં માનો યા ના માનો એ નામ થી એક લેખ હતો ને એક ગામ છે જ્યાં આજે પણ 1500 ચુડેલ રહે છે એવું એમાં લખ્યું હતું હવે સાચું શુ એ ભગવાન ને જ ખબર છે.

હું તો બસ એમ જ કહીશ કે આપણે મંદિર માં જઈને પૂજા - અર્ચના કરવાને બદલે આપણે બધા આવી અંધશ્રદ્ધા માં વધુ માની એ છીએ ભગવાન કરતા આપણે માણસો એ કહેલી વાતો માં વધુ માનીએ છીએ શ્રદ્ધા એને કહેવાય જયારે આપણા ને ભગવાન પર વિશ્વાસ હોય આપણે માનતા માનીએ અને ભગવન એ કામ કરે એમાં શ્રદ્ધા હોય પણ આપણે બધા અંધશ્રદ્ધા ની શ્રદ્ધા ને જ વધુ માની એ કારણ બસ એ જ આપણા ને ભગવાન કરતા અત્યારે માણસો ની વાત બહુ જલ્દી માની લઈએ છીએ.