વૃદ્ધ ની મુશ્કેલી Suspense_girl દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૃદ્ધ ની મુશ્કેલી

એક પુરુષ હોય છે તેમનો પરિવાર ખુબ જ મોટો હોય છે. તમને ઘરે આઠ દીકરીઓ હોય છે અને બે દીકરા હોય છે. બધાને ભણાવા - ગણાવા જરૂરિયાતો પુરી કરવી બધી જ જવાબદારી તેમના પર હોય છે. તે પોતે કોન્ટ્રાકર નો ધધોં કરતા હોય છે અને તેમના દીકરા - દીકરી ને ભણાવે છે પણ ત્યારના ના સમય માં જોબ જલ્દી મળતી પણ બાળકો ભણતા નહિ. ધીમે ધીમે બાળકો મોટા થયાં બધા ઘર ની થોડું થોડું કામ કરતા. એક છોકરાને તેના સબંધી ના ત્યાં અમદાવાદ નોકરીએ મોકલે છે જયારે બીજા છોકરાને તેમની સાથે કોન્ટ્રાકટર માં લગાવે છે. એક પછી એક દીકરા - દીકરી ના લગન કરાવે છે તેમની જવાબદારી પણ તેમના પર જ હોય છે, પણ અચાનક જ એક દિવસથી તેમના જીવનમાં મુશ્કેલીનો પહાડ આવી પડ્યો તેમને અને તેમના છોકરા ને કોન્ટ્રાકટર ના ધધા માં 30 લાખ નું નુકશાન થઇ જય છે હવે આટલા બધા પૈસા લાવા ક્યાંથી કઈ રીતે આટલુ દેવું ઉતારવું આટલી છોકરીઓ વાળા ઘર હવે શુ કરવું? ત્યાર બાદ થોડાક દિવસ પછી તેમના બીજા છોકરા નો હિસાબ કરાવા ગયા તો ત્યાં પણ સબંધીઓ એ એક રૂપિયો પણ ના આપ્યો.

હવે એ માણસ અને તેમના બને છોકરાઓ સાવ બેરોજગાર બની ગયા હતા. આખો પરિવાર મુશ્કેલી માં મુકાઈ ગયો હતો.

તેને બને છોકરાઓ ને નાની નાની દુકાનો કરાવીને બેસાડ્યા, પણ શરૂઆત માં તો તેમાં પણ નુકશાન જ નુકશાન jova મળતું હતું. તે માણસ હજી પણ કોન્ટ્રાકટર નું જ કરતા હતા અને હવે એમની ઉંમર પણ વધતી રહી હતી પણ તેમને હજી પણ હિંમત હરિ નહીં, એ હા એ દૂર - દૂર ગામ સુધીના કોન્ટ્રાકટ લેતા ને બસમાં અવાર જવર કરતાં.

એક દિવસ પાછો આવો આવ્યો આનાથી પણ વધારે મોટી મુશકેલી આવી પડી. તે એક જ આંખે જોઈ શક્તા હતા પણ એક દિવસ ભગવાને એ પણ સહન ન થયું તો તેમની બીજી આંખ માં પણ દેખાવાનું સાવ ઓછું થઇ જય છે તે હવે બીજી આંખ માં 20 ટકા જેટલું જ જોઈ શકે છે, તો પણ તે તેમના દેવા માં થી બહાર આવાનો પ્રયત્ન ચાલુ જ રાખે છે.

તેમની ઉંમર હવે 80 વર્ષ ની થઇ ચુકી છે તો પણ તેમની ભક્તિ જોઈ ને ભલ ભલા ને નવાઈ લાગે તેઓ દરરોજ તેમના ગામમાં આવેલ આશાપુરા માઁ ના મંદિરે જાય અને દર પૂનમ ના માતાના મઢ માઁ આશાપુરા ના દર્શન માટે જાય છે. આપણામાં ક્યાં આવી હિંમત કે આપણે દરરોજ દર્શન કરવા અને માતાના મઢ (કચ્છ) ભગવાન ના દર્શન karva જઈ શકીએ.

આજે એ ભગવાનના ભક્ત છે તો પણ આજની તારીખમાં તેમનું દેવું નથી ઉતર્યું. 80 વર્ષની ઉંમરે હજી પણ કોન્ટ્રાકટર નો ધધોં ચાલુ આ ઉંમર તો એમનો આરામ કરવાનો સમય છે તો પણ ભગવાન કેમ એમની મદદ નથી કરતાં? આવી મુશ્કેલી નો સામનો આ ઉંમરે પણ કરવો એટલે કોના માં છે આવી હિંમત કે 80 વર્ષ ની ઉંમરે પણ મુશ્કેલી નો અંત નથી. હવે તો ભગવાને એમની મદદ કરી દો. બધા અમના માટે દુઆ કરીએ કો એ ખબર આપડી એક દુઆ થી કોઈક માણસ ની જિંદગી બદલાઈ જાય. ભગવાન કોઈક ને કેટલું બધું સુખ આપે અને કોઈક વાર કોઈક ના દુઃખ નો અંત જ નથી આવતો આવું કેમ થતું હશે આવી મુશ્કેલી આવી પડે તો જીવન કેવી રીતે જીવી શકાય.