નિલક્રિષ્ના - ભાગ 29 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 29

આ કબીલાના લોકોને એનાં પર શક ન જાય અને એની સાથે જવાની 'હા' પાડી દયે, એટલે જ એ બંનેએ કેળનાં પાનથી પોશાક બનાવી આદિવાસીનો વેશ ધારણ કરી લીધો‌ હતો. ત્યાં જંગલમાં પડેલા કાળા કોલસાનો ભૂકો કરી એ બન્નેએ પોતાનાં આખાં શરીરને શ્યામ રંગી નાખ્યું હતું. આ પહેરવેશ અને રંગ જોઈ કોઈ પણ ન કહી શકે કે, આ એનાં જુથનાં આદિવાસી નથી. દેખાવે બન્ને દરિયાઈ કબીલામાં વસતાં માણસો જેવા લાગતા હતા. તેથી આગળ હાલતાં કબીલાના સરદારે એને સાથે હાલવાની મંજુરી આપતા કહ્યું,

" ભલે હાલો ને બાપલા!"

એ બાર વ્હીલ વાળી ગાડીની આસપાસ એનાં સિવાય બીજા કોઈ પણ સભ્યને જવા દેવાનાં ન હતાં. એવું પહેલેથી જ એણે નક્કી કર્યું હતું કે, "રસ્તામાં કોઈ વટેમાર્ગુ મળે તો એને ખબર પણ ન પડવી જોઈએ કે કબીલાના લોકો આમાં શું લઈને જાય છે."

  નિલક્રિષ્ના એ પુછ્યું, " માલીકોર હૂ સે ?"

સામેથી કોઈએ જવાબ આપ્યો નહીં. તેથી તેણે ફરી પુછ્યું, 

" ઠાહો માલ કેની કોર લે જવાનો?"

"દરિયે!"

જવાબ તો મળીયો પરંતુ કઇ બાજુ દરિયામાં લઈ જવાનો છે એ ખબર ના પડી. આમને આમ આ વ્હીલ વાળી ગાડીનું નિરીક્ષણ કરતા બંને એની સાથે જ ચાલવા લાગ્યા હતાં.

જ્યારે દીવનાં દરિયે પહોંચ્યા ત્યારે નિલક્રિષ્ના આ સુંદર ચિત્ર આંખોમાં ભરી રહી હતી. એ નિહાળતા અવનિલે
કહ્યું કે,

"દિવનો સમુદ્ર એની રમણીયતાને લીધે વિખ્યાત છે. 'નાગવા બીચ" અહીં હજારો સહેલાણીઓ ઉમટી પડે છે. આ દરિયો પણ એના મોજાંઓ સાથે આપણી હારે વાતો કરતો હોય એવો અદ્ભુત લાગે છે. આ દરિયાનાં મોજાં તરફ એક નજર કરતાં એને કહ્યું કે, "આ આનંદ અમાપ છે."

આજ સુધી નિલક્રિષ્ના પોતે તો સમુદ્રમાં રહી હતી. એટલે એની વિશાળતા એને ખબર હતી. પરંતુ આજ પહેલી વાર આ દરિયાની રમણીયતા ખુલ્લા આકાશ નીચે મનભરીને માણી રહી હતી. સંધ્યા કાળ થવા આવ્યો હતો. હવે પેલા
સરદારને આગળ જવામાં વિલંબ પણ થતો હતો. 
એટલે ત્યાંથી આગળ વધી ગયા. એની બોટ ભરાવાની હતી એ અહીંથી થોડી આગળની જગ્યા પર હતી. સ્ટીમરમાં માલ ચડાવતા પહેલા રસ્તામાં ચેકીંગ માટે પોલીસ ઉભી હતી. કબીલાના સરદારે એ ગાડીનો એક દરવાજો ખોલી ગરીબડી ભાષામાં કહ્યું કે,

"સાબ! માલીકોર ફુલ છોડવાં સે. આમ હંધેય અમારા છોડવાં પોહાડી હૂગંધ ફેલાવીએ સીયે."

"હેન્ડો, હેન્ડો" આમ કહી જરાક નજર કરી ચેકીંગ વાળા સાહેબે આગળ જવાની મંજૂરી આપી દીધી.

અંદર બોટમાં ચડતા એ બન્ને એ જોયું કે, કબિલાનો સરદાર પોતાના અમુક સાથીને અલગ કરીને આગળ ક્યાં જવાનું છે એ ઈશારાથી સમજાવી રહ્યો હતો. અહીં આસપાસથી ઘણાં દરિયાઈ કબીલાના લોકો પહેલેથી જ બોટમાં હતાં. બધાં એકબીજાને ભેટી રહ્યાં હતાં. અને એકસાથે બધા ત્યાં જ નિલમાધવનાં સ્થાનકે જવા નીકળ્યા હોય એવું લાગી રહ્યું હતું. સ્ટીમરમાં એ બાર વ્હીલ વાળી ગાડી ચડાવ્યાં પછી, બધાં એક પછી એક સ્ટીમરમાં ઉત્સાહ ભેર ચડી ગયા. આખે રસ્તે નિલક્રિષ્ના આ કબીલાનાં સરદારનું નિરીક્ષણ કરતી રહી હતી. એ થોડાં ગભરાયેલા અને મનમાં પકડાઇ જવાનો ડર હોય એમ એ ગાડીની આસપાસ જોઈ રહ્યા હતાં. એ સરદારનું એક મન એને એવું કહેતું હતું કે, આ જે કરી રહ્યો છું એ સારું તો છે ને...! પરંતુ આ વાતનાં ડર કરતાં એને સારી વાત એ લાગતી હતી કે, "આના બદલામાં હજાર વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થશે." આ વાતનો ઉત્સાહ એને હતો.

"એક લાશનાં બદલામાં એક વ્યક્તિ હજારો વર્ષની જીવન અવધિ મેળવશે." આ સોદામાં એને ફાયદો જ નજર આવતો હતો.

"એક નવી આશા સાથે આજ નવું સવાર ઉગ્યું છે, તો ડર શું કામ છે ? આખરે એ દિવસ આવી જ ગયો છે, જેની કબિલાના લોકોને રાહ હતી."  આખે રસ્તે મનમાં ખુશી અને ગમનો આવો અહેસાસ સરદારને થયાં રાખ્યો.

આ ગાડીમાં માણસોની લાશો નીચે ગોઠવી એનાં પર અનેક સુગંધી ફુલો વાવી અને એ લાશોને માટીની નીચે જ દબાવી દીધી હતી. આ આખી પ્રોસેસ એને પોતાની બુદ્ધિશક્તિથી કરી હતી. એટલે તો ચેક પોસ્ટ પર પણ એવું દેખાયું કે, "આમાં પ્લાન્ટસ્ છે."  એ ફુલોની ખુશ્બુને લીધે ડેડ બોડીની દુર્ગંધ પણ કોઈને નહોતી આવી રહી.

ઓડિશાના અંધાર્યા ટાપુમાં વસતી આ સેન્ટિનલ આદિવાસી જનજાતિ સુધી પહોંચવામાં તો નિલક્રિષ્ના અને અવનિલ સફળ થઈ ગયા. પરંતુ એ વાતથી એ સાવ અજાણ હતા કે, " બાર વ્હીલ વાળી આ દોરડાં ગાડીમાં એની સાથે ખતરો ભેગો જ છે."

આ બન્નેનાં વેશભૂષા અન્ય દરિયાઈ કબીલાનાં માણસો જેવાં જ હતાં. એટલે કોઈ એને ઓળખી પણ શક્યું નહીં, અને એ બંને પણ એ જ સ્ટીમરમાં નિલમાધવનાં સ્થાનકે જવા આદિવાસીનાં જુથની હારે જ ગોઠવાઈ ગયાં.

ઓડિશાના ઉત્તરપૂર્વમાં આવેલાં અંઘાર્યા ટાપુમાં નિલમાધવનું દેવક સ્થાન હતું. આ સ્થાન ઐતિહાસિક ગાથાઓથી ભરેલું હતું.આદિવાસી લોકોનાં એ ભગવાન જ હતાં.પુર્ણિમાના દિવસે અહીં ઉમંગ ભેર બધાં નિલમાધવનાં દર્શન આવતા હતા. આ સ્થાનકે હરકોઈ જઈ શકતું ન હતું. આ સ્થાનક અરબ સાગરની એક ગુફામાં સ્થિર હતું. છેલ્લા ઘણાં વર્ષોથી સૌરાષ્ટ્રનાં દરિયાઈ કબીલાનાં માણસો આ જ રીતે અહીં આવતાં જતાં રહેતાં હતાં. 

થોડીવારમાં બોટ સ્થાનકે પહોંચી. ઘણા બધા લોકો ત્યાં પહેલેથી આવી પહોંચ્યા હોય એવું દુરથી દેખાય રહ્યું હતું. આ બધા આદિવાસી જૂથો પોતાનાં આરાધ્યની આરાધના માટે અહીં આવેલા હતા. સ્ટીમરમાંથી ઉતરેલાં આ બધા કબીલાનાં લોકો એક પછી એક નિલમાધવનાં સ્થાનકમાં અંદર જવા આગળ વધી રહ્યા હતાં. ત્યાં એ ભીડમાં દૈત્યરાજ કેતુક પણ આ કબિલાના લોકોનાં રૂપમાં એ ભીડમાં અંદર પ્રવેશતો દેખાયો. સુહાન જંગલમાંથી લઈ આવેલ આ લાશો સાથે એ સરદારની જરૂરી માંગ પૂરી કરવાની વાત કરી રહ્યો હતો. આ લાશનો ઢેરો વિરમન્યુના રેડ ગ્રહમાં લઈ જવાનો હતો.કબિલાના સરદારને એમ હતું કે, "લાશનાં બદલામાં જે હજાર વર્ષનું આયુષ્ય મળશે. એમાં આપણો તો ફાયદો ને ફાયદો જ છે!"

આટલાં મોટાં સમુદાયને જોઇને દૈત્યરાજ કેતુક હજુ મોટું ષડયંત્ર રચવા લાગ્યો. આ શૈતાનનો દિમાગ ઘૂમી ગયો હતો. એ ત્યાં સ્થાનક પર આમ તેમ આંટા મારવાં લાગ્યો.
એ આ ભીડમાં રહેલા બધાં લોકોને એકસાથે અહીં મોતને ઘાટ ઉતારવા માંગતો હતો. પછી આ લાશો રેડ ગ્રહમાં લઈ જવાની એની તીવ્ર ઈચ્છા હતી. દૈત્યરાજ કેતુકે અહીં આ જગ્યાએ આ બધા લોકોને મોતને ઘાટ ઉતારવા શૈતાનોનું સૈન્ય અહીં મોકલવા દૈત્યરાજ વર્ણીને સંદેશો આપ્યો.

અસૂરોનું સૈન્ય આવતા જ એને દૈત્યરાજ કેતુક કહેવા લાગ્યો કે, 
" આ ધરતી રામ, અને કૃષ્ણની જન્મભૂમિ છે. આ ભારતમાં જ દેવતાઓ અવતાર ધારણ કરે છે. અહીં બધાં મનુષ્યોએ દેવતાનાં કોઈને કોઈ રૂપની પૂજા કરી છે. તો જોઇએ આ કબિલાના લોકોને બચાવવા કોણ દેવતા આવે છે. અહીં એક સાથે આટલા મોત થશે. તો એની કારમી ચીસો દેવતાઓ સુધી સંભળાશે. આખી ધરતીની રુહ કંપી ઉઠશે. હા...હા...હાં"

એ ઓડિશાના એ કબીલા પાસે વર્ષોથી પૂજાતી કબીલાની ગુફામાં રહેલી નિલમાધવની મૂર્તી પણ શૈતાનોએ માંગી હતી. એવી વાતો નિલક્રિષ્નાના કાન સુધી સંભળાય રહી હતી. એ સ્થાનકે આવ્યાં પછી બધાં પોતપોતાની જગ્યા મેળવી વિશ્રામ કરી રહ્યા હતાં. અહીં કોઈ વસ્તુ એવી અલગ નહોતી દેખાતી, એટલે એ બન્ને હજુ કંઈ સમજી શક્યા ન હતા. રાતનો સમય હતો આખાં જંગલમાં ડરામણા અવાજ આવી રહ્યાં હતાં. આ ગુફામાં હજારો વર્ષોથી નિલમાધવની મૂર્તિ સ્થાપિત થયેલી હતી. એટલે શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન માટે ઉમટી પડ્યા હતાં. દર્શનાર્થીઓને આસપાસથી લાશોની દુર્ગંધ આવતી હતી. પરંતુ આમ તેમ જોવાથી ત્યાં કહીં દેખાતું ન હતું.

"આ મૂર્તિ આમ પણ ખંડિત થઈ ગઈ છે.તો બદલાવવી પડશે. આ ખંડિત મૂર્તિ સ્થાપિત કરેલી તો ન રખાય. આમ, આ મૂર્તિ સમુદ્રમાં પધરાવવાની  છે, આ શૈતાનોને આપી દઈએ તો એમાં આપણું શું બગડે! અને આના બદલામાં એ નિલમાધવની નવી મૂર્તિ પણ આપે છે." આમ એક બાજુ ઉભીને સેન્ટિનલ કબિલાનો સરદાર સુહાન જંગલનાં સરદાર હારે વાત કરી રહ્યો હતો.

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા"