નેવું કલાક કામ? SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેવું કલાક કામ?

આ બધા ઉદ્યોગપતિઓ માણસો પાસે સતત કામ જ કરાવવા માગે છે પણ રોબોટ દ્વારા એ જ કામ કરાવે તો રોબોટને પણ ચાર્જ કરવાની જરૂર પડે . એ પણ ગરમ થઈને અટકી પડે કે સતત કામ કરતાં રહેવાથી કોઈ સર્કિટ બ્રેક પણ થઈ શકે.

  

માણસને અમુક કલાક કામ પછી થોડો રેસ્ટ  તો મગજ, હાથ પગ બધાને જોઈએ. જીવતાં પ્રાણીને ઊંઘ પણ આવે જે માણસને 7 થી 8 કલાક તો જોઈએ જ. બે વખત સરખું જમવા, ચા , નાસ્તો, સવારનું નહાવાનું, રોજિંદી ક્રિયાઓમાં પણ કુલ ત્રણેક કલાક જોઈએ. ઉપરાંત વાહનના પેટ્રોલની લાઇન, બગડે તો રિપેર, ઘરનાં પરચુરણ કામ વગેરે તો ખરું જ. પોતાના ઉપરાંત કુટુંબનાં નાનાં મોટાં કામ સહુને હોય જે પશુ કે રોબોટને ન હોય.

ટેકનોલોજીનાં ઘોડાપૂર બાદ અત્યારે વયસ્ક પેઢીનાં કોમ્પ્યુટર કે ઓનલાઇન પર જ થતાં ઘણાં કામો માટે તેઓ આ કામ માટે અત્યારે કાર્યરત પેઢી પર નિર્ભર છે, એમની પાછળ  પણ અર્ધો કલાક ગણી લો. બાળકો અને પત્ની સાથે 'સામે જોવાનું' છોડો, કોઈક કામ તો હોય જ.

ઠીક છે, અમુક critical સમયે ફાયર ફાયટિંગ ની જેમ સતત કામ કરવું પડે એ સમજ્યા પણ એની કોઈ ભારતીય ના ન પાડે. અને એ ફાયર ફાયટીંગ બારે મહિના કાયમ ન હોય.

આ રીતે  કામ કરાવ્યે રાખો તો વર્કફોર્સ તૂટી જશે પછી તેમની ઉદ્યોગની ઇમારત જોતજોતામાં જમીનદોસ્ત થઈ જશે. એકલા પૈસાના જોરે એ સરખી રીતે એનું કામ કરનારું કોઈ ન હોય તો બહુ ટૂંકા ગાળામાં એનો ધંધો બેસી જશે.

એવાઓનો પ્રતિકાર જ કરવો રહ્યો. ગાંધીજીએ જ કહેલું કે શોષણ કે અન્યાય સામે  પ્રતિકાર સમૂહમાં જોઈએ જ. જો થોડો જ વખત કોઈ જ અમુક વખતથી વધુ કામ ન કરે તો એ એક બેચને કાઢી બીજો લેશે, બીજો કાઢીને ત્રીજો પણ ક્યાં સુધી?

હું હંમેશ સતત બસ કામ જ કરવાનું કહેતો નથી તો ઘઇક્સ કલાક જ કામ કરવાનું એમ કહેતો નથી. 

મારો તો નોકરીમાં જન્મ  જ   બેંકમાં અધિકારી તરીકે થયેલો.  છેક 1980 માં પણ લોજ રાતે બંધ થઈ જાય પછી છોડતા ને  કેળાંની લારી મળે તો ઠીક નહીતો ક્યારેક ભૂખ્યા સૂતા છીએ. એટલે કામ વધુ કોને અને સામાન્ય કોને એ સમજું છું.

અમારી બેંકમાં એક ચેરમેન એવો આવ્યો કે 8 થી 8 ની નોકરી કરી નાખી. 8 વાગે ડે એન્ડ શરૂ એટલે  અમારે સિનિયર મોસ્ટ બે અધિકારીઓએ 10 વાગે છૂટવાનું એવા સમયો કરેલા. ક્યારેક  સવારે 9.30 ના આવી રાતે 10 વાગે બેંકનું શટર બંધ કર્યું છે.  ધરાર રવિવારે પણ 11 થી 5.30 કે 6 જવું પડતું. અમે તો એ અઢી પોણા ત્રણ વર્ષ કાઢી ગયા, ત્યારે મિડલ મેનેજમેન્ટ અધિકારીઓએ સાગમટે રાજીનામા આપેલાં. કહે છે મુંબઈની સેન્ટ્રલ ઓફિસમાં ડાયરેક્ટ ઓફિસરોનો આખો બેચ રાજીનામું આપી ચાલી ગયેલો. એ વખતે  મારે ફેમિલી સપોર્ટ સારો હતો એટલે ખેંચી ગયેલો . એ બધું  બેંકને અઢી વર્ષે ઊંચું મૂકવું જ પડેલું.

હા, અમે પણ બેંકના કલોઝિંગનો મહિનો કે અમુક ડ્રાઇવ વખતે બાર કલાક કામ જરૂર કર્યું છે પણ કાયમ નોકરીમાં એ સ્થિતિ નહોતી.

રોબોટને એની રીતે વિશ્રામ જોઈએ, માણસને એની રીતે. પાંચેક વર્ષ  સતત આ રીતે કામ કરાવી આખી પેઢીને શક્તિહીન કરી નાખશે પછી  એની ઇન્ડસ્ટ્રી ચલાવશે કોણ?

એમાં યે સુપરવાઈજરી જોબના લોકોને બીજા વર્કફોર્સ કરતાં એક બે કલાક વધુ જ કામ પહોંચે, નવ દસ કલાકના સેગમેન્ટમાં એ લોકોને આમેય અગિયાર કલાક ગણવાના. તો જો એ વર્કફોર્સ 70 કે 90 કલાક જોતરાઈ રહે તો સુપરવાઈઝરો તો ઘર જોવા જ ન પામે. અશક્ય  બની જાય કામ કરવું, કરાવી શકવું કે જીવવું.

કોઈ વ્યવસાયિ  જેવા કે વકીલ, સી એ, ડોકટર પણ રોજ દસેક કલાક અઠવાડિયાના પાંચ દિવસ કામ કરી શકે  છે પછી વધુ નહીં. દરેકનું એક સેચ્યુરેશન પોઇન્ટ હોય. કર્મચારી હોય કે વ્યવસાયી.

કોઈ પણ ઉત્પાદનના ચાર ફેક્ટર છે, લેન્ડ, લેબર, કેપિટલ અને ઓર્ગેનાઈઝર. એ બધાનો તાલમેલ હોય તો જ વસ્તુ કે સેવાનું ઉત્પાદન ચાલે. એમાં કોઈ એક ફેક્ટરને ખેંચી ખેંચીને  જલ્દીથી તાણી તોડી નાખે તો બધું ધબાય નમઃ થઈ જાય.

નારાયણ મૂર્તિ અને એલ એન્ડ ટી ના ચેરમેન જેવાં માનવ દેહે પશુઓ આ સમજશે? એ લોકો પર કલોઝ ટીવી થી નજર રાખો, સતત 90 કલાક એ પોતે કામ કરી શકે છે ખરા?