આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ


      આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ

    તા. 17 ઓક્ટોબર, 1987ના રોજ પેરિસના ટ્રોકાડેરો ખાતે અત્યંત ગરીબી, હિંસા અને ભૂખમરાનો ભોગ બનેલા એક લાખથી વધુ લોકો એકઠા થયા હતા. તેઓએ ગરીબીને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને સાથે મળીને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાની જરૂરિયાત દર્શાવી હતી. આ ઘટનાએ આ અધિકારોનું સન્માન કરવામાં આવે તેની ખાતરી કરવા માટે સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ 22 ડિસેમ્બર, 1992ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 17 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ તરીકે જાહેર કરાયો હતો.આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ સૌપ્રથમ વર્ષ 1993માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવ્યો હતો, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 22 ડિસેમ્બર, 1992ના રોજ આ દિવસ માટે એક ઠરાવ પસાર કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવાનો છે. આ દિવસ દ્વારા, ગરીબીમાં જીવતા લોકોને તેમની સાથે સક્રિય ભાગીદારી દ્વારા ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવે છે.અને ગરીબી જેવા વૈશ્વિક મુદ્દા અંગે જાગૃતિ લાવવાનો દિવસ છે. તે ગરીબીના વૈશ્વિક મુદ્દા અને તે કેવી રીતે માનવ અધિકારો અને માનવ ગૌરવનું ઉલ્લંઘન છે તે વિશે જાગૃતિ લાવવાનો દિવસ છે. આ દિવસ ગરીબીમાં જીવતા લોકોની હિંમત અને તેમના રોજિંદા સંઘર્ષને પણ સન્માનિત કરે છે.

        ગરીબી એ વૈશ્વિક સમસ્યા છે, જેનો અંત લાવવા માટે વૈશ્વિક ધ્યાન આપવાની જરૂર છે. હકીકતમાં ગરીબી એ ભૂખમરો, પાયાની સુવિધાઓનો અભાવ અને હિંસા જેવા ભયંકર પરિણામો લાવે છે. સમગ્ર સમાજના સામૂહિક પ્રયાસો વગર ગરીબી દૂર કરવી અશક્ય છે. ત્યારે આ દિવસ ગરીબીમાં જીવતા લોકોની હિંમત અને તેમના રોજિંદા સંઘર્ષને ઉજાગર કરે છે. આ દિવસ ગરીબીમાં જીવતા લોકોના પ્રયત્નોને તેમની જરૂરિયાતો અને ચિંતાઓને લોકો સુધી પહોંચાડવાની તક આપે છે.

        વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર કોવિડ-19 મહામારીએ લગભગ 88થી 115 મિલિયન લોકોને ગરીબી હેઠળ લાવ્યા છે. ગરીબી રેખા નીચે જીવતા મોટાભાગના લોકો બે પ્રદેશો દક્ષિણ એશિયા અને ઉપસહારા આફ્રિકાના છે.

         ગરીબીના સામાન્ય રીતે 3 પ્રકાર ગણાવી શકાય : 1) સંપૂર્ણ ગરીબી : સંપૂર્ણ ગરીબીમાં જીવતું કુટુંબ પોતાને યોગ્ય રીતે ખવડાવવા અથવા આશ્રય આપવા માટે પૂરતી કમાણી કરી શકતું નથી. આવું કુટુંબ પોતાને ખવડાવવા માટે સતત સંઘર્ષમાં રહેશે,આવા લોકો મોરા ભાગે અશિક્ષિત હોય છે. 2)સંબંધિત ગરીબી : સાપેક્ષ ગરીબી ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ જે સમાજમાં રહે છે તેના માટે સરેરાશ જીવનધોરણ જાળવવા માટે જરૂરી આવક મળતી નથી. સાપેક્ષ ગરીબીનો ઉપયોગ દરેક દેશમાં ગરીબીનું સ્તર માપવામાં મદદ કરવા માટે થાય છે. જો તેમના પોતાના દેશની અંદરના લોકો તેમના સમાજ દ્વારા નિર્ધારિત સરેરાશ જીવનધોરણને અનુસરવામાં અસમર્થ હોય, તો તેઓને ગરીબ ગણવામાં આવે છે. તે સાપેક્ષ હોવાથી, તે સમય સાથે બદલાય છે, દેશના અર્થતંત્ર અને જીવનધોરણને સમાયોજિત કરે છે.

 3)ગૌણ ગરીબી:ગૌણ ગરીબીથી પીડિત કુટુંબમાં એક અથવા વધુ લોકો હોઈ શકે છે જેઓ તેમની મોટાભાગની આવક બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચે છે જેમ કે જુગાર, દારૂ, સિગારેટ અને/અથવા ડ્રગ્સ ખરીદવા. ઘણીવાર, ગંભીર વ્યસન ધરાવતા લોકો આ ચારેય વસ્તુઓ પર નિયમિતપણે તેમના પૈસા ખર્ચે છે. વ્યસન દ્વારા આ બિનજરૂરી ખર્ચ કુટુંબને ખોરાક, શિક્ષણ, આરોગ્યસંભાળ અને ઘરના ખર્ચ જેવી જરૂરીયાતોને આવરી લેવા માટે ઓછા પૈસા બાકી રાખે છે.

             ભારત એક વિકાસશીલ દેશ છે. ભારતીય અર્થકારણ વિશ્વના નકશામાં એક આગવી ઓળખ ધરાવે છે. પણ ભારતમાં વર્તમાનમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે. આ સમસ્યાઓમાંથી જ અન્ય આર્થિક અને સામાજિક સમસ્યાઓ સર્જાય છે. ઝડપી વસ્તી વૃદ્ધિ અને શિક્ષણ પ્રત્યે ઓછી જાગૃતતા એ ગરીબીના મુખી પરિબળો ગણાવી શકાય. 

       જો કે ગરીબી નાબૂદી માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે : દરેકને પૂરતું શિક્ષણ મળે અને તે શિક્ષણનો ઉપયોગ વ્યક્તિ યોગ્ય રીતે કરે તે માટે શક્ય તમામ સુવિધાઓ આપવામ આવે છે. તો દરેક વ્યક્તિ પોતાનામાં રહેલી કળા ઑળખી,તેનો ઉપયોગ કરી આત્મનિર્ભર બને તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. નાના અને ગૃહઉદ્યોગોને સાનુકૂળ સંજોગો પૂરાં પાડવા,તેમના વિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, બજાર સુવિધાઓ આપવામાં આવે છે જેના થકી મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય.એવો હેતુ છે.