Mano Ghadtar Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Mano Ghadtar


મનોઘડતર

-ઃ લેખક :-

જાગૃતિ આર. વકીલ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

પ્રસ્તાવના

•હકારાત્મકતા

•આત્મવિશ્વાસ - સફળતાનો પર્યાય

•શ્રદ્ધા અને અંધશ્રદ્ધા

•સમય : સત્યમ,શિવમ,સુન્દરમ

•તંદુરસ્તી

પ્રસ્તાવના

આવિષકારોની સતત વધતી સંખ્યાને પરિણામે આપણે સહુ અતિ સુખ સુવિધાઓ સાથેનું જીવન જીવી શકીએ છીએ.આટલી બધી સગવડો ઉપલબ્ધ હોવા છતાં મોટા ભાગના લોકો આજે સતત માનસિક અશાંતિમાં જીવતા હોય છે એ વાત સહજ સત્ય છે........ “અતિ સર્વત્ર વર્જયતે” એ કહેવત મુજબ માનવીની આકાંક્ષાએ માઝા મૂકી છે પરિણામે માનસિક તનાવ એ સહુથી મોટી સમસ્યા બની ગઈ છે...રોજીંદા જીવનમાં કેટલીક બાબતો નિયમિત અપનાવીએ તો તણાવથી દુર રહીને સફળતા જરૂર મેળવી શકીએ...અને આપણા વર્તમાન સાથે નવી પેઢીનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકીશું.....આવી જ કેટલીક વાતો આપ સહુ સાથે ચર્ચવા માટે આ પુસ્તક રૂપે રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું.આ પુસ્તક આપ સુધી પહોચાડવા માટે ગુજરાતી પ્રાઈડ બુક્સ અને માતૃભારતી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કાર્ય વગર કેમ રહી શકાય?

આ પુસ્તક માટે નામી અનામી શુભેચ્છક મિત્રો અને સહભાગીઓનો તથા આપ સહુ સુજ્જ્ઞ વાચકોનો સાનંદ આભાર......

૧. હકારાત્મકતા

“ંરી ખ્તિીટ્ઠીંજં ઙ્મૈદ્બૈંટ્ઠર્ૈંહ ટ્ઠ ીર્જિહ ષ્ઠટ્ઠહ રટ્ઠદૃી ૈજ ંરટ્ઠં ૈદ્બર્જીઙ્ઘ હ્વઅ રૈજર્ િ રીિર્ ુહ દ્બૈહઙ્ઘ.”

અર્થાત દરેક વ્યક્તિને સફળ થવા માટે જે સીમાઓ રોકે છે તે તેના પોતાના મને જ ઉભી કરેલી હોય છે.કેટલી સાચી વાત છે આ ?ડો.જીતેન્દ્ર અઢીયાના મતે કોઈ પણ ઘટના બહારના જગતમાં બનતા પહેલા આપણા મનમાં બને છે.આ વાતને હકારાત્મકતા સાથે જોડી દઈએ તો જીંદગીમાં અસફળતાને કોઈ સ્થાન રહેતું જ નથી.

“અધ્યાત્મ જીવનમાં જેટલું મહત્વ ઓમકારનું,સુખી જીવનમાં તેટલું મહત્વ હકારનું.”વૈજ્ઞાનિકોના એક સર્વે મુજબ સફળ અને ખુશ જીવન જીવવા માટે બુદ્ધીઆક (આઈ.કયું.)સાથે લાગણીનો આક (ઈ.કયું.)સંતુલિત કરવો,આધ્યાત્મિકતાના આક (એસ.કયું.)નો વિકાસ કરવો,એ શારીરિક આક (પી.ક્યુ.)મજબુત કરવો અનિવાર્ય છે.જીવનમાં સુખ, શાંતિ,સમૃદ્‌ધિનો ધોધ વહેવડાવી,સુખી જીવન જીવવા મનને હકારાત્મક વિચારો દ્વારા,હરીરને હકારાત્મક કાર્ય દ્વારા,અને આત્માને હકારાત્મક લાગણીઓ દ્વારા પ્રજ્વલિત રાખવા જરૂરી છે.

હજારો સફળ અને સુખી વ્યક્તિઓના જીવનનું મૂળ રહસ્ય હકારાત્મકતા એટલે ‘પરિસ્થિતિની દિશા પ્રમાણે વિચારોના હોકયન્ત્રને ગોઠવવું.’શ્વાસ ઉછ્‌સ્વાસથી તો પશુઓ પણ જીવી જાય છે,પણ હકારાત્મ્ક્તાપુર્વાકના શ્વાસો વ્યક્તિને સાચા અર્થમાં માનવ બનાવે છે.જીંદગીમાં કોઈ પણ ધ્યેય મેળવવા મનમાં તે વાત નક્કી કરી,તેને જ નજર સમક્ષ રાખી તે બાબત પ્રત્યે હકારાત્મક વિચારો પેદા કરોઅને તે દ્વારા તેને મનથી મેળવી જ લો,પછી જુવો ચમત્કાર!હકીકતની દુનિયામાં તમે એ સાકાર થતા જોઈ જ શકશો.

છેતરપીંડી,ઘૃણા,ઈર્ષ્ય,સ્વાર્‌થ જેવી વૃત્તિઓ જિંદગીને નાકાર્ત્મ્કતા તરફ દોરી જાય છે.તેથી તેને છોડો,તેના સ્થાને પ્રેમ,મૈત્રીભાવ,નમ્રતા,આનંદ અને આભારની લાગણીથી મન ભરેલું રાખો.જે તમને હકારાત્મક વિચારવા પ્રત્યે દોરી જશે.કુદરતની બક્ષિશ એવી અમુલ્ય જિંદગી મળી છે,તો જે ગુમાવ્યું છે તેનો વિચાર ન કરતા હજુ કેટલું કરવાનું બાકી છે તે પર ધ્યાન કેન્દ્‌રિત કરીએ,અને જે પણ થાત છે કે થશે તે સારા જ માટે થશે તેવી ભાવના કેળવીએ.ઈચ્છિત પરિણામો હાસલ કરવા પોતાનામાં શ્રદ્ધા અને ઈશ્વર પર વિશ્વાસ સાથે અથાક પ્રયત્નો કરવ ઉપરાંત સહુથી અગત્યનું છે હકારાત્મક વિચારસરણી...જે દ્વારા આપની આસપાસ પોઝીટીવ એનર્જીના તરંગો ઉત્પન્ન થાય છે અને સુંદર પોઝીટીવ વાતાવરણ તૈયાર થાય છે,જે ઝડપથી સફળતા મેળવવામાં મદદરૂપ થાય છે.

જીવન એક ખેલ છે,તેમાં ચડતી-પડતી,સુખ-દુઃખ તો આવ્યા જ કરશે,પણ જો હતાશ થઈ બેસી રહીશું તો નકારાત્મકતા તરફ વળી જશું. તો એ એક પ્રકારનો અંધકાર જ થયો ને?અને અંધકારમાં કોઈ જ વસ્તુ સાચા સ્વરૂપમાં જોઈ શકાતી નથી.જયારે હકારાત્મકતા એક પ્રકાશ છે.જેનાથી સાચી દિશા તરફ જવાનો રસ્તો મળી રહે છે. દરેક સમસ્યાનો સ્વીકાર એ જ તેનો ઉકેલ છે...અને દરેક સમસ્યા તેના હલ સાથે જ આવતી હોય છે તેવો હકારાત્મક અભિગમ જ સમસ્યાનો ૫૦% નિકાલ કરી દે છે.હકારાત્મકતા એક વિશિષ્ટ શક્તિ છે જેનાથી જીવવાનું બળ મળે છે.

સહુથી અગત્યની બાબત છે મગજને જેવો સંદેશો આપીએ તેવો તે ઝીલે છે.જેમ શરીર તંદુરસ્ત રાખવા પૌષ્ટિક ખોરાક આપો છો તેમ મગજને તંદુરસ્ત રાખવા હકારાત્મક સંદેશાઓ આપો.આપની આસપાસ કણ કણમાં રહેલી શક્તિઓ “તથાસ્તુ”જ બોલે છે એમ વિચારી કડી પણ નકારાત્મક ન બોલતા કે ણ વિચારતા માત્ર “ૈં ઝ્રછદ્ગ ર્ડ્ઢં ૈં્‌, ૈં ઉૈંન્ન્ ર્ડ્ઢં ૈં્‌”આવો જ સંદેશ આપો.

‘મ્+પ.આ મારૂં બ્લડ ગ્રુપ નથી કે નથી અભ્યાસમાં મળેલો ગ્રેડ,આ તો છે મારૂં પ્રિય વાક્ય....બી પોઝીટીવ ઓલ્વેઝ...’

૨. આત્મવિશ્વાસ - સફળતાનો પર્યાય

એરીસ્ટૉટલએ કહ્યું છે કે “માનવીમાં અદભૂત શક્તિ રહેલી છે.શારીરિક બળ અનેક પશુઓ પાસે છે પણ માનસિક બળ માત્ર માનવી પાસે છે.”જેને આધારે માનવીએ અનેક અશક્ય બાબતોને શક્ય બનાવી છે. બહુ નાનો લાગતો આ શબ્દ સફળતા માટે અદભૂત ગુરૂચાવી છે.વિશ્વના અઘરા કામને આસાન કરી દે છે.

મનોબળ કે ભાવબળ જેના આધારે જીંદગીમાં જે ધારીએ તે અને જે સપના વાવીએ તે અચૂક મેળવી શકીએ છીએ.જીવન એક સંઘર્ષ છે.સુખ-દુઃખ,ચડતી-પડતી,સફળતા-નિષ્ફળતા એક સિક્કાની બે બાજુ જેવા છે.નબળા મનના લોકો નાની એવી અસફળતા મળતા નિરાશ થઈ જાય છે અને પોતાના પર વિશ્વાસ ન હોવાને કારણે પડી ભાંગે છે.ક્યારેક તો આત્મહત્યા સુધી પણ પહોચી જી અમુલ્ય જીવન વેડફી નાખે છે.આવું શા માટે? કુદરતે માનવીને ઘડવામાં અને શક્તિ આપવામાં કોઈ કમી નથી રાખી પણ જો માનવી પોતાની જ શક્તિને ન ઓળખી શકે તો જીવનમાં કદી કોઈ બાબતમાં સફળ ન થાય એ સત્ય હકીકત છે.

આત્મવિશ્વાસ કેળવવા સહુથી અગત્યની વાત છે આપણા વિચારો...જેવું આપણે વિચારીશું તેવા તરંગો આપની આસપાસ ઉત્પન્ન થશે.ભાવ અને વિચારો સુક્ષ્મ અને શક્તિશાળી હોય છે.શંકાનું ભૂત અકારણ ભય ઉત્પન્ન કરે છે.તેને દુર રાખી મક્કમતાથી આપણે હકારાત્મકતા તરફ આગળ વધવું જોઈએ.નિરાશામાં પડી રહેવાથી આપણામાં રહેલી રચનાત્મક શક્તિ નાશ પામે છે.નિરાશાને કદી મન પર હાવી ન થવા દેવી જોઈએ.

એવી જ બીજી અગત્યની બાબત છેઃદ્રઢ સંકલ્પ.નેપોલિયન વિશ્વ વિજેતા બન્યો તેના પાછળનું મૂળ કારણ આ જ હતું.તેના શબ્દકોશમાં ‘અસંભવ’ શબ્દ જ નહોતો.દ્રઢ સંકલ્પ કરી એકાગ્રતાપૂર્વક અથાક પરિશ્રમ કરીને આત્મવિશ્વાસથી સફળતા જરૂર મળે છે.અન્ય બાબતો પર કદી આધાર ન રાખવો જોઈએ.શેક્સપીયર કહેતાઃ”સંશય દ્રોહી છે.”જે શ્રેષ્ઠ કર્યો કરવા આપણે સક્ષમ છીએ તેને મનના ભય અને શંકા છોડાવી લે છે,પરિણામે દિલ અને દિમાગ વચે સંતુલન ન રહેતા ઈચ્છિત સ્વપ્ન સાકાર થતું નથી.મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે ૮૦ થી ૯૦% રોગો મનોદૈહિક છે.વિશ્વાસની અસર જેટલી રોગી પર થાય છે એટલી નિર્જીવ દવાઓની પણ થતી નથી. કેટલાક ડોક્ટર્સને ત્યાં પણ લખેલું જોવા મળે છે “તમારો આત્મવિશ્વાસ તમને સાજા થવામાં મદદરૂપ બનશે.” ખરેખર નવાઈ લાગે છે કે આપણે આપના આત્મવિશ્વાસને કેમ ઓળખી શકતા નથી? માનસિક સ્વસ્થ વ્યક્તિ શારીરિક રીતે પણ વધુ સ્વસ્થ રહી શકે છે.

જીવનમાં સફળતા મેળવવા અને પ્રગતિ કરવા માટે આત્મવિશ્વાસ સાથે પ્રસન્નતા પણ સોનામાં સુગંધ જેવું કામ કરે છે.જેના પ્રભાવથી મોટાભાગના અશક્ય કામ શક્ય બને છે.પુરાણોમાં ભીષ્મ પિતામહ થી માંડી આજના એપલના સર્જક સ્ટીવ જોબ્સ સુધીની મહાન હસ્તીઓના જીવનચરિત્ર પર નજર નાખીએ તો સ્પષ્ટ છે કે ભરપુર આત્મવિશ્વાસ એ જ સફળતાનો પર્યાય છે.જેના દ્વારા તમે દુનિયામાં ખળભળાટ મચાવી શકો છો.ઉચ્તાના શિખરો પર બિરાજમાન થઈ શકો છો.ધીરજ ધરી,દ્રઢ લગનથી, અથાક પરિશ્રમ સાથે મનને ઊંચ્ચ વિચારોથી ભરો.કુદરતે આપણને આ પૃથ્વી પર દિવ્ય અને મહાન કાર્ય કરવા મોકલ્યા છે જેના માટે દરેકને પૂરી શક્તિ અને યોગ્યતા આપેલા જ છે.દરેક આત્મામાં શક્તિનો ભંડાર છે.બસ,તેને ઓળખીએ અને આત્મવિશ્વાસને જીવનરૂપી નાવના હલેસા બનાવી ભવસાગર પાર કરીએ.

૩. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા

શ્રદ્ધા એ જીવનની સંજીવની છે.મોટા ભાગની વ્યક્તિઓ શ્રદ્ધાના બળથી જ ટકી રહેતા હોય છે.પણ સાચી શ્રદ્ધાનું અભડાયેલું સ્વરૂપ અંધ શ્રદ્ધા છે જે બધી રીતે નુકસાનકારક છે.આજના સમાજમાં તનાવ,ડીપ્રેશન,હતાશાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે લોકોને જીવન ટકાવી રાખવા કોઈને કોઈ આશરો લેવો પડતો હોય છે.ઉપરાંત નિવૃત થયેલી કે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશેલી વ્યક્તિઓ જાણે જીવન સમાપ્ત થઈ ગયું હોય એમ વિચારી કોઈ ને કોઈ બાબા,ધર્મ કે પંથનો આશરો લેતા હોય છે.શ્રદ્ધા સારી વસ્તુ છે પણ જયારે તે અંધશ્રદ્ધાના પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે વિવેક ખોઈ બેસે છે.છેલ્લા કેટલાક સમયથી આવા અંધશ્રદ્ધાના રાફડા ફાટેલા જોવા મળે છે.ગાડરિયા વિચારસરણીને કરને વાવાઝોડાની માફક અંધશ્રદ્ધા વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી જોવા મળે છે.

મોટાભાગના ખેલાડીઓ,ડીગ્રીધારીઓ,અધિકારીઓ,બુદ્‌ધિજીવી વર્ગ પણ આમાંથી બાકાત રહેતો નથી.વૈજ્ઞાનિકો આજે આ અંધશ્રદ્ધાને ‘માસ હિસ્ટીરિયા’ તરીકે ઓળખાવે છે.આ સરહદમાં પ્રવેશ્ય પછી માનવની વિચારશક્તિ કુંઠિત થઈ જાય છે.સારાસારનું તારણ કાઢવું તેના માટે અશક્ય બને છે.અંધશ્રદ્ધાના ઘેનમાં ડૂબેલી વ્યક્તિ સાચી શ્રદ્ધાને જાણવા સમજવાની શક્તિ જ ગુમાવી બેસે છે.આ માટે સરકાર કે સંસ્થાઓ ગમે તેટલા નગર વગાડી વગડી લોકોને એ ઘેનમાંથી બહાર કાઢવા પ્રયત્નો કરે પણ મૂળથી જ સડેલી વિચારસરણી ધરાવતા અંધશ્રદ્ધાયુક્ત વ્યક્તિમાંથી બહુ જ ઓછા આમાંથી બહાર આવી શકે છે.

આમ જોવા જીએ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચે બહુ પાતળી ભેદરેખા છે.જો એ સમજીએ તો જીવન સાર્થક થઈ જાય.જેમકે દૈવીશક્તિ આ દુનિયામાં છે એ શ્રદ્ધા છે...પણ કોઈપણ જાતની મહેનત વગર માત્ર પ્રાર્થના કે જપ કરવાથી આપણું કામ પાર પડી જશે એ અંધશ્રદ્ધા છે.કોઈ પણ વ્યક્તિ ધર્મ વિષે પ્રવચન કરે કે સમજાવી શકે તેને સાંભળવા કે સમજવા એ શ્રદ્ધા છે પણ એ જ વ્યક્તિને દેવ તરીકે પૂજી વ્યક્તિપૂજા આપણું સર્વસ્વ બની જાય એ અંધશ્રદ્ધા છે.આજના લાલચી સમજમાં આવા બાબાઓની કતાર લાગી છે, જેઓ લોકોની તેમના પ્રત્યેની અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવી,નારીનું શોષણ કરે છે,અનેક ગરીગ કે તવંગર લોકો પાસેથી કહેવાતી શ્રદ્ધાના નામે અનેક રૂપિયા પડાવી પોતે કરોડપતિ બને છે.સાધુતાનો આચળ ઓઢી કુકર્મો કરતા અનેક પાખંડીઓ આજના સમાજમાં મોજુદ છે.જેની પાછળનું કારણ આપની જ અંધશ્રદ્ધા છે.શ્રદ્ધામાં એક વિવેક હોવો જરૂરી છે.સારાસારનો વિચાર કરી શકીએ તેવી વિચારધારા જરૂરી છે.જ્યોતિષશાસ્ત્ર પણ એક પ્રકારનું વિજ્ઞાન છે એમાં અંધશ્રદ્ધા રાખનાર એક આખો વર્ગ સમાજમાં છે જેને પણ પ્રખર જ્યોતિષાચાર્ય જાતે ચેતવે છે કે જ્યોતિષ એક શાસ્ત્ર છે જે માત્ર બનનાર બનાવ વિષે અનુમાન કરી તે તરફ અંગુલીનિર્દેશ કરે છે.વિવેકબુદ્‌ધિ વાપરી પોતાનો નિર્ણય પોતે લેવો જરૂરી છે.

આમ બહુમતી ધરાવતો વર્ગ આજે અંધશ્રદ્ધા તરફ વળેલો છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.પણ તે સહુ સાચી શ્રદ્ધા તરફ વળે તે ખુબ જરૂરી છે.નિર્ભેળ શ્રદ્ધા જીવનરક્ષક અને જીવન પોષક છે.એટલે જ કહેવાયું છે ને કે

“જો વિષય હોય શ્રદ્ધાનો તો ક્યાં પુરાવાની જરૂર છે?કુરાનમાં ક્યાય ખુદાની સહી નથી!!”

૪. સમય : સત્યમ,શિવમ,સુન્દરમ

“રૂીજીંઙ્ઘિટ્ઠઅ ૈજ ટ્ઠજ ષ્ઠટ્ઠહષ્ઠીઙ્મઙ્મીઙ્ઘ ષ્ઠરીૂેી,ર્‌ર્દ્બિર્િુ ૈજ ટ્ઠ ર્િદ્બૈજર્જિઅ ર્હીં ટ્ઠહઙ્ઘ ર્‌ઙ્ઘટ્ઠઅ ૈજ િીટ્ઠઙ્ઘઅ ષ્ઠટ્ઠજી, ેંજી ૈં.....”

સમયને સમજવા ઉપરોક્ત ઉક્તિ ખુબ સાર્થક છે.સેકંડ,કલાક,દિવસ,વાર,તિથિ,સપ્તાહ,મહિનો,વર્ષ આ બધા ચોસલા સમયને વિભાજીત કરી શકે છે.સમયની નદીમાં નાવ ચલાવવા માટે આપને પોતાની કોઠાસૂઝ અને સમાજ કેળવવી પડે.કોઈએ સાચું જ કહ્યું છે કે આપની પાસે એક દિવસમાં ચોવીસ કલાક જ છે. એટલે કે ૧૪૪૦ મિનિટ એટલે કે ૮૬૪૦૦ સેકંડ છે.એમાં આપણી મરજી મુજબ એક સેકન્ડનો પણ વધારો કે ઘટાડો કરી શકતો નથી.ત્યારે કામ ઘણું છે કે થોડું આવું વિચારવાને બદલે એ કઈ રીતે પાર પડવું તે ટાઈમ મેનેજમેન્ટ ખુબ જરૂરી બની જાય છે.આપણું પોતાનું આગવું ટાઈમટેબલ બનાવી આપણું કામ આપણે જ સમયમર્યાદામાં પૂરૂં કરવાનું જ છે એવા દ્રઢ નિર્ધાર સાથે આગળ વધીએ તો બધું જ શક્ય છે...કદી સમય વધુ કે ઓછો હોતો જ નથી.માત્ર વિચાર,ચિંતા કરવાથી ઉલટાનો સમયનો બગાડ થાય છે.સમયની પળે પળનો ઉપયોગ કરી,સમયપત્રક જ એવું બનાવીએ કે જેથી દરેક કામ ચોકસાઈ પુર્વક સમયમર્યાદામાં પૂરૂં કરીએ તો જરૂર સફળતા મળે જ.

માઈકલ ફેરાડે પુસ્તકોનું બાઈન્ડીંગ કરતા કરતા વચ્ચેના સમયગાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો કરતા.જે આગળ જતા મહાન વૈજ્ઞાનિક બનવામાં સફળ થયા.જહોન સ્ટુઅર્ટ મિલ ઈસ્ટ ઈન્ડિયાના હાઉસમાં કારકૂનનું કામ કરતા ફુરસદના સમયે લેખો લખતા જેમની આ સમયનો ઉપયોગ કરવાની ટેવએ આગળ જતા મહાન લેખક બનવામાં સફળતા મેળવી.ચાર્લ્સ ફાસ્ટ મોચીનું કામ કરતા કરતા અધ્યયન કરતા,જેના પરિણામે મહાન ગણિતશાસ્ત્રી બન્યા.મહાન વૈજ્ઞાનિક ગેલેલીઓ હમેશા પોતાના ટેબલના ખાનામાં એક પુસ્તક રાખતા અને નવરાશના સમયે વાચી,તે પર મનન કરી અનેક સંશોધનો કરી વિશ્વને અનેક વૈજ્ઞાનિક શોધોની ભેટ આપી.ટુકમાં સફળ એજ થયા કે જેમણે સમયની પૂરી કીમત સમજી તેનો પુરેપુરો ઉપયોગ કર્યો.

આજે દરેક ક્ષેત્રે ટાઈમ મેનેજમેન્ટનું ખુબ મહત્વ છે.ડો.હરીશ પારેખના માટે સમય એ સત્યમ,શિવમ,સુન્દરમ છે.સમય સત્ય છે કેમકે સમય કોઈને પણ છોડતો નથી.સમય શિવ છે ,શિવત્વ એટલે કલ્યાણકારી તત્વ,જે સમયની ચિંતા સેવે છે સદુપયોગ કરે છે,તેનું મંગલ થાય છે.જે સમયને મામુલી સમજે છે તેને મામુલી વસ્તુઓ જ મળે છે.સમય સુંદર છે કારણકે જેનો સમય સારો તેના જીવનમાં જ સુંદરતા છે.

પ્રેમ,આનંદ,ઉત્સાહ અને શ્રદ્ધા જેવા સુંદર ભાવો વિકસાવવાથી સમય જરૂર સુંદર બને છે.તો ચાલો આજથી જ બલકે અત્યારથી જ પળે પળનો સદુપયોગ કરી, સમયની કિંમત સમજીએ.

યાદ રાખીએ કે “સમય અને ભરતી કદી કોઈની રાહ જોતા નથી”.એક વાર ગયેલો સમય ક્યારે પણ પાછો આવતો નથી.

૫. તંદુરસ્તી

શારીરિક અને માનસિક સ્વસ્થતા નો સરવાળો એટલે તંદુરસ્તી.શ્રી ઈમરશનએ સાચું જ કહ્યું છે કે “જો શરીર તંદુરસ્ત ન હોય તો દુનિયાની સર્વ સંપતિ તુચ્છ છે.” એ બાબત સાવ સાચી છે.આપણે પણ અનુભવ્યું છે કે શરીર બીમાર હશે તો મન અશાંત રહેશે, કામ કરવાનો કંટાળો આવશે,સ્વભાવ ચીડીઓ થઈ જશે,યાદશક્તિ અને સહનશક્તિ ઓછી થઈ જશે..આજે બજારમાં આવતી નવી ગાડી પ્રત્યે જેટલી જાગૃતિ છે તેનાથી પણ વધુ જાગૃતિ તંદુરસ્તીની ગાડી માટે આપને સહુએ લાવવી પડશે. વિજ્ઞાને તો અવનવા સંશોધનો દ્વારા માનવજાતિ પર અનેક ઉપકારો કર્યા છે.પણ માનવીની કહેવાતી આધુનિકતા તરફની ખોટી હરણફાળ,બદલાતી જીવનશૈલી, ભૌતિકતા અને અર્થોપાર્‌જન કરવાની તીર્વ્તાભારી દોટે માનવીને નવા નવા રોગના ભરડામાં નાખી દીધા છે.વધુમાં વધુ મેળવવાની લાલચે સ્ટ્રેસ,સ્પર્ધા વગેરેને કારણે શારીરિક સાથે માનસિક આરોગ્ય પ્રત્યે બેદરકારી ખુબ ચિંતાજનક પ્રશ્ન છે.તો આવો મિત્રો આટલી બાબતો પર ધ્યાન આપી, આપણે તંદુરસ્ત રહીએ અને અન્યને પણ આવો સારો ચેપ લગાડીએઃ

*દૈનિક આહારમાં છયે રસોનું સેવન કરીએ,દૂધ,શાકભાજી, કઠોળ, ફળોને પુરતું પ્રધાન્ય આપીએ.

*દિવસમાં ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીએ.

*વાસી કે બહારનો ખોરાક બને ત્યાં સુધી ટાળીએ.

*દરરોજ ભોજન પહેલા ને શોંચક્રિયા બાદ સાબુથી ઘસીને હાથ ધોઈએ.

*સવારે અને રાત્રે બંને વખત દાત સારી રીતે સાફ કરીએ.

*નિયમિત કસરત,યોગ,પ્રાણાયામ,ધ્યાનને રોજીંદા જીવનનો એક ભાગ જ બનાવી દઈએ.

*સરકાર દ્વારા ચાલતા રસીકરણ કાર્યક્રમમાં સહકાર આપી બાળકને પણ નાનપણથી રોગમુક્ત કરવા ધ્યાન આપીએ.

*નાનામોટા રોગો પ્રત્યે બેકાળજી ન રાખીએ અને અંધશ્રદ્ધા પણ ન રાખતા યોગ્ય તબીબનું માર્ગદર્‌શન મેળવી,જરૂર મુજબ ઉપચાર કરીએ.

*નાની અને બિનજરૂરી બાબતોમાં સામાન્ય રોગોમાં આડેધડ દવાઓનો ઉપયોગ કરીએ તો તે તાત્કાલિક કહેવાતી રાહત આપે પણ લાંબા ગાળે નુકસાન જ કરે છે.તેથી તેનાથી દુર રહી જરૂરી આરામ અને ઘરગથુ ઉપચાર કે કુદરતી ઉપચાર અપનાવીએ.

* ”િીદૃીહર્ૈંહ ૈજ હ્વીંીંિ ંરીહ ષ્ઠેિી”આ ઉક્તિ મુજબ રોગ ન આવે તેની જ સાવચેતી રાખીએ.

આમ, નિયમિત જીવનશૈલી,યોગ્ય આહારવિહાર અપનાવી જીવનને તંદુરસ્ત બનાવીએ...જૂની કહેવત “રાત્રે વહેલા જે સુઈ,વહેલા ઉઠે વીર,બળ બુદ્‌ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.”....ને જીવનમાં અપનાવી,શારીરિક અને માનસિક સ્વસ્થ બની સ્વસ્થ સમાજના નિર્માણ દ્વારા સ્વસ્થ દેશ રચવામાં ફાળો આપીએ.