Shikshan ane Kelavani Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shikshan ane Kelavani

શિક્ષણ અને કેળવણી

જાગૃતિ વકીલ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.પ્રસ્તાવના

૨.દેશના વિકાસની પારાશીશી-સક્ષારતા

૩.શિક્ષણ સંસ્થાઓ બાળકનું બીજું ઘર અને લઘુસમાજ

૪.રાષ્ટ્રીય સંસ્કૃતિનો મધુર માળી-શિક્ષક

૫.કુપોષણ મુક્ત શાળા

૬.શિક્ષણ અને કેળવણી

૧. પ્રસ્તાવના

છેલ્લા ૧૮ વર્ષોથી કન્યા કેળવણી આપતી ગુજરાત કચ્છની નામના ધરાવતી શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા અનેક અનુભવો થયા અનેક સેમીનાર અને તાલીમોમાં થતી ચર્ચાને આધારે શિક્ષણ અને કેળવણી વિષેના વિચારો અને અનુભવોને કાગળ પર ઉતારવાનું વિચાર્યું... જેના પરિણામ સ્વરૂપ આ પુસ્તિકા તૈયાર થઈ.

મહાન લેખક દર્શક કહે છેઃ ”આપને ભણાવવું શબ્દ કાઢી નાખવો જોઈએ, આપણે તો બાળકોને કેળવવાના છે. તો કેળવણીકાર પ્લેટોના મત મુજબ કેળવણી મીઠાશથી હરીભરી હોવી જોઈએ. આમ જોવા જઇએ તો શિક્ષણ અને કેળવણી એક સિક્કાની બે બાજુ જેવા છે. શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ થાય તો સાચી કેળવણી મળી કહેવાય. અને સુશિક્ષિત કેળવાયેલી વ્યક્તિ દ્વારા બનતો સમાજ દેશના વિકાસમાં ખરા અર્થમાં મહત્વનું સ્થાન ભજવે છે... આશા છે કે સહુ સુજ્ઞ વાચકો, કેળવણી અને શિક્ષણ સાથે જોડાયેલા તમામને ગમશે ને આપના સૂચનો કે ચર્ચા મને ગમશે.

- જાગૃતિ વકીલ

ત્નદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૨. દેશના વિકાસની પારાશીશી - સાક્ષરતા

કોઈ પણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આક પરથી નક્કી થાય. દેશની શિક્ષિત પ્રજા જ દેશનો વિકાસ કરી શકે.વિશ્વમાં શાંતિ અને સારા સમાજના નિર્માણ માટે સાક્ષરતાનું મહત્વ ખુબ જ છે. વિશ્વના સૌથી વિકસિત દેશોનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે શિક્ષિત પ્રજા જ દેશને આગળ વધવામાં મહત્વનો ફળો ધરાવે છે. શિક્ષણનું મહત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે.

વિયેટનામના હોંચીમીંચી અને ડેન્માર્કના ગુન્ટીવીન નામના મહાનુભાવોએ નિરક્ષરતા નાબુદી માટે તેમના દેશમાં લોકશાળાઓ શરૂ કરી નિરક્ષરોને ભણાવવાનું સુંદર દેશ ઉપયોગી કાર્ય કર્યું હતું. તેમના જન્મદિન ૮ સપ્ટેમ્બરને સાક્ષરતાદિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે.

વિશ્વના દેશના સાક્ષરતાદર માટે આંકડાકીય માહિતી પર એક નજર નાખીએ તો એક અભ્યાસ મુજબ એશિયાના કેટલાક દેશોની સરખામણીમાં ગુજરાતમાં સાક્ષરતાનો દર કુલ વ્યક્તિઓની રીતે ૧૯૯૧માં ૬૧.૬%, ૨૦૦૧માં તે વધીને ૬૯.૧% અને, જયારે ૨૦૧૧માં ૭૯.૩% હાલના અભ્યાસ મુજબ ભારતમાં ૭૪.૦૪%... જે ભારતમાં અનુક્રમે એટલેકે ૫૨.૨%, ૬૪.૮૪% અને હાલમાં ૭૪.૦૪% જોવા મળ્યો છે. સ્ત્રીઓમાં સાક્ષરતા દર ગુજરાતમાં ૧૯૯૧માં ૪૮.૯%, ૨૦૦૧માં ૫૭.૮%, જયારે ૨૦૧૧માં ૭૦.૭%... જેની સરખામણીએ ભારતમાં તે દર અનુક્રમે ૩૯.૨૯%, ૫૩.૬૭%, ૬૫.૪૬% જોવા મળ્યું છે.આમ પ્રમાણ વધવા સાથે એ પણ એટલું જ સાચું છે કે ગુજરાતમાં પુરૂષોમાં ૮૨.૧૪%ની સરખામણીએ સ્ત્રીઓમાં ૬૫.૪૬% સાક્ષરતા દર હોવાથી હજુ ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓમાં સ્ત્રીઓમાં શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા વધુ જોવા મળે છે.

ભારતીય બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ૧૫ થી ૩૫ વયજુથની વ્યક્તિઓને સાક્ષર કરવાના હેતુથી તા.૫ મે ૧૯૮૮ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં ૩ તબક્કામાં સંપૂર્ણ સાક્ષરતા, અનુસાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ૧૯૯૧માં સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પ્રથમ ૨ જીલ્લા ગાંધીનગર અને ભાવનગર બાદ તબક્કાવાર બધા જીલ્લાઓને આવરી લેવાયા. થોડા વખત માટે રાત્રી વર્ગો, પ્રૌઢો માટે વર્ગોમાં મોટી ઉમરના લોકો કે જે નિરક્ષર રહી ગયા હતા તેમને સાક્ષર કરવામાં આવતા હતા.

સરકાર દ્વારા નિરંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી બેય વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું નિરંતર શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં શિક્ષકોએ સજાગપણે શાળાના બાળકોમાં ડરોપ-આઉટ રેશીઓ ઘટાડવા સાથે કન્યા કેળવણીમાં ઉદાસીનતા માટે કારણભૂત પરિબળો જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તો આ અંતર્ગત “સબ પઢે સબ બઢે” અને “ઈચ વન ટીચ વન” જેવા સુત્રોને સાર્થક કરવા દરેક જાગૃત નાગરિક અને સામાજિક સંસ્થાઓ પણ વિવિધ સાક્ષરતા કાર્યકમો દ્વારા આસપાસમાં નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે સજ્જ બને એ જ સાચો સંદેશ...

૩. શિક્ષણ સંસ્થાઓ - બાળકનું બીજું ઘર અને ભાવિ પેઢી માટે લઘુસમાજ

શ્રી અરવિંદના માટે ‘સાચા શિક્ષણનો પ્રથમ સિદ્ધાંત એ છે કે કઈ પણ શીખવી શકાતું નથી.’શિક્ષણનું તાત્પર્ય મનુષ્યના જ્જ્ઞાનાત્મક,ભાવાત્મક અને ક્રિયાત્મક સંસ્કારોનો સમન્વય અને વિકાસ કરવાનું છે,તે દ્વારા બાળકને કેળવી તેના વ્યવહારમાં પરિવર્તન અને પરિમાર્જન લાવવાનું છે.સ્વામી વિવેકાનંદના શબ્દોમાં,’મનુષ્યના આંતરમનમાં રહેલા સમસ્ત જ્જ્ઞાનને જાગૃત કરવા યોગ્ય વાતાવરણ નિર્માણ કરવું એ જ શિક્ષણકાર્ય છે. શાળાને બાળકનું બીજું ઘર કહેવાયું છે ..એ અર્થમાં જોઈએ તો, શાળાને લઘુસમાજ બનાવી,સામાજિક ગતિવિધિઓનું કેન્દ્રબનાવી,બાળકમાં સામાજિક અને રાષ્ટ્રીય ભાવનાનું જાગરણ કરી રાષ્ટ્રના શારીરિક,માનસિક,આધ્યાત્મિક,વ્યવસાયિક અને નૈતિક—એમ પંચમુખી શિક્ષણનો ઉદેશ્ય પાર પડે તો શિક્ષણ એ સાચા અર્થમાં કેળવણી બને..ઉતમ ભાવિ નાગરિકો તૈયાર કરવાનું ધ્યેય પૂરૂં કરવા શાળાનો પરિવેશ એવો બનાવવો પડે કે જેથી સાચા અર્થમાં વિદ્યાર્થીને આદર્શ ભાવિ નાગરિક બનવા પોતાનું વર્તમાન જીવન ઉતમ રીતે વ્યતીત કરવાની ફરજ પડે.આજનો આદર્શ નાગરિક બનાવવા સમુહમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓ સોપી,જવાબદારીની ભાવના,કર્તવ્યનિષ્ઠા,અન્યનું હિત ધ્યાનમાં રાખવાનો સ્વભાવ કેળવવા,પ્રેમ,સહયોગ જેવા સામાજિક ગુણોનો વિકાસ કરવો જોઈએ.

શાળા.....વિદ્યાર્થી......શિક્ષક....અને સમાજ......એમ ચતુર્ધ્રૂવીય પ્રક્રિયામાં શિક્ષણ પદ્ધતિ,અભ્યાસક્રમ,શાળાનું ભવન,સારાસાર ગ્રહણ કરે તેવા વ્યવસ્થિત અને સુંદર વિદ્યાર્થીઓ હોવા સાથે ચોથું અગત્યનું ઘટક---- સતત જાતે શીખતા,આધુનિક જ્જ્ઞાન સાથે તાલ મિલાવી,આચરણ દ્વારા વ્યવહાર શીખવતા,સયમ યુક્ત,આત્મવિશ્વાસુ,હસમુખા,પ્રેમાળ અને હકારાત્મકતા ધરાવતા ‘શિક્ષક’ એ આજના જમાનાની તાતી જરૂરિયાત છે. “ હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરૂં કે જેમાં વિદ્યાર્થી શીખે ”એવું આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ કહી ગયા...આજના ટેકનોલોજી-સ્માર્ટ યુગમાં દરેક બાળક સ્માર્ટ છે જ અને શિક્ષકે માત્ર એને રાહ ચીંધવાનો છે આજ્ના વિદ્યાર્થી પાસે અગાધ જ્જ્ઞાન છે પણ તેને યોગ્ય રસ્તે વાપરવા માટે શિક્ષકે માત્ર પથદર્શક જ બનવાનું છે.બાળક ભાવિ નાગરિક કે જેના દ્વારા ભાવિ સમાજ ઘડાય અને એ ભાવિ સમાજનો ઘડવૈયો શિક્ષક છે.વિદ્યાર્થીના માનસિક,શારીરિક, ચારિત્રિક ગુણોનો વિકાસ એ તેની પહેલી ફરજ છે. હકારાત્મકતા વાવીને વિદ્યાર્થીને ઉચા સ્વપ્નો જોવડાવી તેને સાકાર કરવાના પ્રયત્નમાં મદદરૂપ થનાર ભોમિયો છે આ અર્થમાં શિક્ષક વિદ્યાર્થીનો મિત્ર,માર્ગદર્‌શક અને ભોમિયો બની રાષ્ટ્રનિર્માણનો પાયો રચનાર છે...

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ તેમના પુસ્તક ‘કેળવે તે કેળવણી’માં લખ્યું છે કે “એક મિકેનિક જો ચૂકે તો એક મોટર બગડે,એક ડરાઈવર જો ચૂકે તો ગાડીમાં બેઠેલ ૪ થી ૫ વ્યક્તિની જિંદગી બગડે,પણ જો એક શિક્ષક ચૂકે, તો એક આખી પેઢી બરબાદ થાય.!!” આ દ્રષ્ટિએ જોતા આજે જયારે માત્ર માહિતીઓ મગજમાં ભરી પરિક્ષાલક્ષી શિક્ષણ બની ગયું છે ત્યારે વ્યવહાર જગત સાથેનો નાતો,ચારિત્ર્‌ય,પ્રમાણિકતા,નીતિમતા,સત્ય,રાષ્ટ્રપ્રેમ,સદભાવના,બંધુતાના ગુણોનો વિકાસ કરવો એ આજના શિક્ષકની પ્રથમ ફરજ બની રહે છે.જયપ્રકાશ નારાયણે સાચું જ કહ્યું છે કે “કેળવણીનો ઉદેશ જ્જ્ઞાન અને તાલીમ આપવા સાથે એક સર્વસામાન્ય ઉદેશ માણસ બનાવવાનો પણ છે.પ્રખર જ્જ્ઞાની અને મહાન લોકશિક્ષક પૂ.મોરારીબાપુના શબ્દોમાં,’શાળાનો ઓરડો પડી જાય તો વિદ્યાર્થીને વૃક્ષ નીચે ભણાવી શકાય પણ શિક્ષકની પ્રમાણિકતા પડી જશે તો સમાજના તમામ ક્ષેત્રમાં સડો પેદા થશે.’ સમાજ શિક્ષકના હાથમાં પોતાનું વહાલું બાળક સોપી,શિક્ષક્ને શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક બનાવે છે.કેળવણીકાર અને સમાજસુધારક સંતશ્રી પૂ.પાંડુરંગ શાસ્ત્રીનાશબ્દોમાં’ વિદ્યાર્થીના મતે શિક્ષક દેવ અને શિક્ષક્ને માટે વિદ્યાર્થી દેવ—આમ “પરસ્પર દેવો ભવ”ની ભાવના દ્વારા ઉભયનું કલ્યાણ થવું જોઈએ.”રાધાકૃષણનું જીવનચરિત્ર વાંચીએ તો એક જ પ્રસંગ દ્વારા ખ્યાલ આવે કે શિક્ષક રાધાકૃષ્ણ જેમાં બેઠા હતા એ ઘોડાગાડીના ઘોડાઓને છોડી જાતે ગાડી હંકારનાર શિષ્યોના આંખમાં ગુરૂ પ્રત્યેનો આદરભાવ અને એ જોઈ ગુરૂની આંખમાંથી એ શિષ્યો માટે વરસતા પ્રેમ અશ્રૂ તેમના ગુરૂ-શિષ્ય સંબંધો માટેના ભાવાવરણની યથાર્થતાની સાબિતી આપે છે ,ત્યારે —

“ગુરૂનું સરનામું શિષ્યનું મસ્તક અને શિષ્યનું સરનામું ગુરૂનું હૃદય!!”

ઉક્તિ સાર્થક થાય છે.આમ, શિ-ક્ષ-ક એ શિસ્ત,ક્ષમા અને કરૂણાનો એટલે કે ઈશુ,મહાવીર,બુદ્ધનો ત્રિવેણી સંગમ છે. જે દ્વારા સમાજનું,રાષ્ટ્રનું એક મહાન પાત્ર છે.

વાસ્તવિક રીતે તો સમસ્ત માનવજીવન જ શિક્ષણ છે અને શિક્ષણ જ જીવન છે.શિક્ષક રાષ્ટ્ર અને વિદ્યાના સેવક બની, વિદ્યાર્થીઓને રાષ્ટ્રની વિભૂતિ માની,વિદ્યાર્થીના વ્યક્તિત્વના સંતુલિત અને સંપૂર્ણ વિકાસ દ્વારા તેને યોગ્ય કેળવણી આપી,રાષ્ટ્રની ઉન્નતિના માર્ગ માટેની કેડી કંડારી,તેમને અભ્યુદયની દિશામાં પ્રેરિત કરી,શિક્ષણ સંસ્થાને ઉતમ રાષ્ટ્રનિર્માણના તીર્થ બનાવીએ......

૪. શિક્ષક-રાષ્ટ્રની સંસ્કૃતિનો મધુર માળી

ભારતીય જીવન પ્રણાલીમાં શિક્ષક અથવા ગુરૂનું સ્થાન પરમેશ્વર સમકક્ષ માનવામાં આવ્યું છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ,પ્રખર ચિંતક,વિચારક,તત્વજ્જ્ઞાની,ભારતીયસંસ્કૃતિના પુરસ્કર્તા, ભારતરત્ન,ઉતમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે પણ જેમને યાદ કરાય છે એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન ૫ સપ્ટેમ્બર -‘શિક્ષક્દિન’ તરીકે સમગ્ર ભારતમાં ઉજવાય છે. સમગ્ર શિક્ષક્ગણને સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે,તે હેતુથી આ દિવસ ઉજવાય છે.તે જ શિક્ષક્નુ માનવીના જીવનમાં અદકેરૂં સ્થાન છે તે સાબિત કરે છે.

મદ્રાસ રાજ્યના તિરૂતની ગામના એક મધ્યમવર્ગીય બ્રાહ્‌મણકુટુંબમાં જન્મેલા રાધાકૃષ્ણને પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને માધ્યમિક શિક્ષણ તિરૂપતિમાં મેળવી,મદ્રાસની કોલેજમાં ઉચ શિક્ષણ મેળવ્યું હતું. દર્શનશાસ્ત્રમાં એમ.એ.કર્યું .ઈ.સ.૧૯૨૬માં ઓક્ષફડ યુનિ.માં અને ૧૯૨૭માં શિકાગો યુનિ.માં યોજાયેલ વ્યાખ્યાનમાળા માટે માનભર્યું આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. એક શિક્ષક તરીકેની ઉત્તમ કારકિર્દી બાદ ભારતના રાષ્ટ્રપતિ પદે પહોચ્યા હતા. ૧૯૭૧માં ‘ભારતરત્ન ‘નો સર્વોચ ખિતાબ મેળવનાર ભારતના આ મહાન શિક્ષક્ની વિશિષ્ટતા એ હતી કે ૪૦૦૦૦ પાઉન્ડ નું “ટેમ્પલટન પારિતોષ્િાક “મેળવનાર વિશ્વના પ્રથમ બિન ખ્રિસ્તી વિજેતા હતા.આવા મહાન શિક્ષકને યાદ કરી એમના જેવું શિક્ષક્ત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ જ સાચો સંદેશ !

“ હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરૂં કે જેમાં વિદ્યાર્થી શીખે ”આ વાક્યો છે આલ્બર્ટ આઈન્સ્ટાઈનના..જે દરેક શિક્ષકોને રાહ બતાવે છે.આજના ટેકનોલોજી-સ્માર્ટ યુગમાં દરેક બાળક સ્માર્ટ છે જ અને શિક્ષકે માત્ર એને રાહ ચીંધવાનો છે આજ્ના વિદ્યાર્થી પાસે અગાધ જ્જ્ઞાન છે પણ તેને યોગ્ય રસ્તે વાપરવા માટે શિક્ષકે માત્ર પથદર્શક જ બનવાનું છે.બાળક ભાવિ નાગરિક કે જેના દ્વારા ભાવિ સમાજ ઘડાય અને એ ભાવિ સમાજનો ઘડવૈયો શિક્ષક છે.વિદ્યાર્થીના માનસિક,શારીરિક, ચારિત્રિક ગુણોનો વિકાસ એ તેની પહેલી ફરજ છે. હકારાત્મકતા વાવીને વિદ્યાર્થીને ઉચા સ્વપ્નો જોવડાવી તેને સાકાર કરવાના પ્રયત્નમાં મદદરૂપ થનાર ભોમિયો છે આ અર્થમાં શિક્ષક વિદ્યાર્થીનો મિત્ર,માર્ગદર્‌શક અને ભોમિયો બની રાષ્ટ્ર નિર્માણનો પાયો રચનાર છે.

આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ તેમના પુસ્તક ‘કેળવે તે કેળવણી’માં લખ્યું છે કે “એક મિકેનિક જો ચૂકે તો એક મોટર બગડે,એક ડરાઈવર જો ચૂકે તો ગાડીમાં બેઠેલ ૪ થી ૫ વ્યક્તિની જિંદગી બગડે,પણ જો એક શિક્ષક ચૂકે, તો એક આખી પેઢી બરબાદ થાય.!!” આ દ્રષ્ટિએ જોતા આજે જયારે માત્ર માહિતીઓ મગજમાં ભરી પરિક્ષાલક્ષી શિક્ષણ બની ગયું છે ત્યારે વ્યવહાર જગત સાથેનો નાતો,ચારિત્ર્‌ય,પ્રમાણિકતા,નીતિમતા,સત્ય,રાષ્ટ્રપ્રેમ,સદભાવના,બન્ધુતાના ગુણોનો વિકાસ કરવો એ આજના શિક્ષકની પ્રથમ અને આજના સમાજની તાતી જરૂરિયાત બની રહી છે.જયપ્રકાશ નારાયણે સાચું જ કહ્યું છે કે “કેળવણીનો ઉદેશ જ્જ્ઞાન અને તાલીમ આપવા સાથે એક સર્વસામાન્ય ઉદેશ માણસ બનાવવાનો પણ છે.પ્રખર જ્જ્ઞાની અને મહાન લોક્શિક્ષક પૂ.મોરારીબાપુના શબ્દોમાં,’શાળાનો ઓરડો પડી જાય તો વિદ્યાર્થીને વૃક્ષ નીચે ભણાવી શકાય પણ શિક્ષકની પ્રમાણિકતા પડી જશે તો સમાજના તમામ ક્ષેત્રમાં સડો પેદા થશે.’ સમાજ શિક્ષકના હાથમાં પોતાનું વહાલું બાળક સોપી,શિક્ષક્ને શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક બનાવે છે.કેળવણીકાર અને સમાજસુધારક સંતશ્રી પૂ.પાંડુરંગ શાસ્ત્રીનાશબ્દોમાં’ વિદ્યાર્થીના મતે શિક્ષક દેવ અને શિક્ષક્ને માટે વિદ્યાર્થી દેવ—આમ “પરસ્પર દેવો ભવ”ની ભાવના દ્વારા ઉભયનું કલ્યાણ થવું જોઈએ.”રાધાકૃષણનું જીવનચરિત્ર વાંચીએ તો એક જ પ્રસંગ દ્વારા ખ્યાલ આવે કે શિક્ષક રાધાકૃષ્ણ જેમાં બેઠા હતા એ ઘોડાગાડીના ઘોડાઓને છોડી જાતે ગાડી હંકારનાર શિષ્યોના આંખમાં ગુરૂ પ્રત્યેનો આદરભાવ અને એ જોઈ ગુરૂની આંખમાંથી એ શિષ્યો માટે વરસતા પ્રેમ અશ્રૂ તેમના ગુરૂ-શિષ્ય સંબંધો માટેના ભાવાવરણની યથાર્થતાની સાબિતી આપે છે ,ત્યારે —

“ગુરૂનું સરનામું શિષ્યનું મસ્તક અને શિષ્યનું સરનામું ગુરૂનું હૃદય!!”

એ ઉક્તિ સાર્થક થાય છે.

આમ, શિ-ક્ષ-ક એ શિસ્ત,ક્ષમા અને કરૂણાનો એટલે કે ઈશુ,મહાવીર,બુદ્ધનો ત્રિવેણી સંગમ છે. જે દ્વારા સમાજનું,રાષ્ટ્રનું એક મહાન પાત્ર છે... જીવનની પાઠશાળાના ચોથા પાઠ સમાન તમામ ગુરૂજનોને વંદન...

૫. કુપોષણમુક્ત શાળા

અલ્પ પોષણ અને અતિપોષણ બેયનો સમાવેશ જેમાં થાય છે તે કુપોષણને આજની આરોગ્યની સૌથી મોટી સમસ્યા વિશ્વ આરોગ્ય સંસ્થા એ જણાવી છે.એક સંશોધન મુજબ વિશ્વમાં કુપોષણ ના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામ તરીકે સરેરાશ દર સેકન્ડે ૧ વ્યક્તિ અને દર કલાકે ૪૦૦૦, દર રોજ ૧,૦૦,૦૦૦ અને દર વર્ષે ૩૬ મિલિયન લોકો મૃત્યુ પામે છે.એટલે કે તમામ મરણ ના માત્ર ૫૮% મરણ તો કુપોષણને કારણે થાય છે એટલે કે દર ૧૨ વ્યક્તિએ ૧ વ્યક્તિ કુપોષણનો શિકાર છે.......ત્યારે તે અંગે લોકોને જાગૃત કરવા આ દિવસે વિવિધ જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવે છે.ખોરાકમાં યોગ્ય પોષણ મળે તેવા ફણગાવેલા કઠોળ,શાકભાજી.ફળોનો સમાવેશ કરી કુપોષણ દુર કરવા પ્રયત્નો કરવા સહુને કહેવા માં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રોની માહિતી મુજબ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કુપોષ્િાત લોકોની સંખ્યા સૌથી વધુ છે...ઉપરાંત રાઈટ ટુ ફંડ ના સંયુક્ત રાષ્ટ્રોના ખાસ પ્રતિનિધિ જાન ગીઝ્‌લારે જણાવ્યું કે ૨૦૦૬ માં૩૬ મિલિયન કરતા વધુ લોકો ભૂખ અને સુક્ષમ તત્વોની ઉણપને કારણે થતા રોગોથી મૃત્યુ પામ્યા હતા.જે કુપોષણનો જ શિકાર છે એમ કહી શકાય.. તો શું ભારતીય નાગરિક તરીકે આપને જાગૃત થવું જરૂરી નથી લાગતું ???

કુપોષણ માં અલ્પપોષણ અને અતિ પોષણ બેય નો સમાવેશ થાય છે....અર્થાત ગરીબીમાં રહેલ બાળકોમાં જો એમના શરીરની જરૂરિયાત મુજબ યોગ્ય પોષક્દ્રવ્ય યુક્ત આહાર લેતા હોય તો તે કુપોષણ માં નથી આવતા,,આનાથી ઉલટું શ્રીમંત પરિવાર ના બાળકો સ્વરૂચિ અનુસાર જ આહાર લેતા હોય અને જેમાં પોષણ કઈ જ ન મળતું હોય તો ત્યાં કુપોષણ જરૂર જોવા મળે.!!!!નવાઈ લાગે એવી આ વાત સાવ સાચી છે....ઉપરાંત આજના ફાસ્ટ ફૂડ અને જન્ક્ફૂડના જમાનામાં ચટપટી વાનગીઓ ખાવાની શોખીન આજની પેઢી મેદસ્વીતાનો ભોગ બને છે..જે અતિ પોષણ માં પરિણમતા કુપોષ્િાત લોકોની સંખ્યામાં વધારો થાય છે.....કુપોષણવાળા બાળકો ખરાબ આરોગ્ય અને ઓછી શૈક્ષણીક સીદ્ધીઓથી મોટા થાય છે.

શાળાને બાળકનું બીજું ઘર કહેવાય છે..એટલે કે અહી સંસ્કારની સાથે સાચા અને સારા ઘડતરની અપેક્ષ સમાજ રાખે છે.તો શિક્ષણની સાથે શારીરિક રીતે પણ તંદુરસ્ત નાગરિક સમાજને આપવો અ શાળાની પ્રથમ ફરજ છે....જો કે મોટા ભાગની શાળાઓ આ અંગે જાગૃત થઈ જ છે અને વિદ્યાર્થી શાળામાં નાસ્તો કે ભોજન પોષણયુક્ત જ લાવે એવો આગ્રહ રાખતી થઈ ગઈ છે....એ સારૂં છે પણ....એક જ સમય શાળા એ ધ્યાન આપી શકે....શાળા સમય બાદ શું ??

આરોગ્ય અને પોષણને એકંદરે શૈક્ષણિક સફળતા સાથે નજીકનો સંબંધ હોવાનું સાબિત થયું છે.સારા પોષણથી જ્જ્ઞાન અને અવકાશી યાદશક્તિ કાર્યક્ષમતા બેય પર અસર થાય છે,એક અભ્યાસ મુજબ જેઓના લોહીમાં શર્કરાનું પ્રમાણ ઉચું હોય તેઓએ કેટલાક યાદશક્તિના પરિક્ષણો માં સારો દેખાવ કર્યો.યોગ્ય પોષણ મેળવેલા બાળકો શાળામાં ઘણું સારૂં કાર્ય કરી શકે છે એવું એક અભ્યાસમાં જણાયું છે.જયારે એના થી ઉલટું કુપોષ્િાત બાળકો માં ગંભીર નિરાશા,શરીરક નબળાઈ ,માનસિક વિકૃતિ,સ્ક્રિઝોફેનિયા જેવી તકલીફો જોવા મળે છે...સંશોધનો દર્શાવે છે કે પોષક તત્વોવાળા આહારની પસંદગીની જાગૃતતા વધારીને અને આરોગ્યપ્રદ ખોરાકની લાંબા ગાળા ની ટેવ સ્થાપિત કરવાથી બાળક પર સકારાત્મક અસર પડે છે.જે તેને શૈક્ષણક માહિતી અને અન્ય ગ્રહણ કરવાની શક્તિમાં સંભવિત વધારો કરી શકે છે.

શાળાના બાળકોના વજન અને ઉચાઈ પરથી બી.એમ.આઈ.આક કાઢી વૈજ્જ્ઞાનિક પદ્ધતિથી તારણ કાઢી દરેક શાળાએ કુપોષ્િાત બાળકને દતક લઈ પોષ્િાત કરવાનું ધ્યેય આ વર્ષે દરેક શાળા અને દરેક શિક્ષક નક્કી કરે તો જરૂર સાચા અર્થમાં ‘કેળવણીએટલે શારીરિક,માનસિક બંને રીતે સ્વસ્થ બાળકના નિર્માણ’ઉક્તિ સાર્થક થાય.

હાલમાં તો કુપોષણમુક્ત ગુજરાતની ઝુંબેશ ચાલુ જ છે જે અંતર્ગત શક્ય હોય તો શાળામાં કે સમાજમાં કુપોષ્િાત બાળકને દતક લઈ,તેને પોષ્િાત કરવાનું કાર્ય સ્વયં શાળાઓ, જાગૃત સંસ્થાઓ અને જાગૃત નાગરિકોની ફરજ બને છે અને તે દ્વારા સ્વસ્થ વ્યક્તિઓવાળા સ્વસ્થ સમાજનું નિર્માણ કરી ભારતનું ભાવિ ઉજ્જવળ બનાવીએ એ જ સાચી કેળવણીની સાર્થકતા.!

૬. શિક્ષણ અને કેળવણી

આધુનિક ભારતના મહાન વિચારક સ્વામી વિવેકાનંદે શિક્ષણના ઉદેશ્યો વિષે પોતાના વિચારો જણાવતા કહ્યું છે કે “શિક્ષણ એ માત્ર વિવિધ પ્રકારની માહિતીનો ઢગલો નથી જે વિદ્યાર્થીના મસ્તિષ્કમાં ભરવામાં આવે. અને જે આત્મસાત થયા વગર આખી જિંદગી ઉત્પાત મચાવ્યા કરે છે. આપણે એ વિચારોની અનુભૂતિ કરી લેવી આવશ્યક છે કે જે જીવન નિર્માણ, ચારિત્ર્યનિર્માણ, અને મનુષ્ય નિર્માણમાં મદદરૂપ બને... શ્રી અરવિંદના મતે,” બાળકના સ્વભાવમાં જે કઈ સર્વોતમ, સર્વાધિક, શક્તિશાળી અંતરંગ અને જીવંત છે તેને વ્યક્ત કરવું એ જ શિક્ષણનો ઉદેશ હોવો જોઈએ. અને બાળકના તમામ પાસાઓનો વિકાસ કરી, તેના સર્વાંગી વિકાસમાં ફાળો આપે.

આમ, ભારતીય શિક્ષણદર્શન અને મનોવિજ્ઞાનના આધારે આપણું શિક્ષણ પંચમુખી શિક્ષણ કહેવાયું છેઃ

૧.શારીરિક શિક્ષણઃ વિદ્યાર્થીના આધ્યાત્મિક, નૈતિક, માનસિક અને વ્યાવસાયિક વિકાસના સાધન શરીરને માની સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનનું મહત્વ અહી સ્વીકારવામાં આવે છે.

૨.વ્યવસાયિક શિક્ષણઃ જીવીકોપર્જન માટે આ શિક્ષણ અગત્યનું છે.વિદ્યાર્થીના વ્યક્તિગત સાથે રાષ્ટ્રની આર્થ્િાક સમૃદ્‌ધિ માટે પણ આજના જમાનમાં આ શિક્ષણ ખુબ જરૂરી છે.

૩.માનસિક શિક્ષણઃ એકાગ્રતા અને નિર્ણયશક્તિ વિદ્યાર્થી જીવન માટે અને ભવિષ્યના વિકાસ માટે ખુબ જરૂરી છે... કેમકે, મન સ્વસ્થ તો સઘળું અનુરૂપ... તેથી આ પ્રકાર ખુબ અગત્યનો છે.

૪.નૈતિક શિક્ષણઃ સામાજિક ભાવના અને હૃદયનું શિક્ષણ કહી શકાય એવા પ્રકારનું આ શિક્ષણ ઉતમ સમાજ નિર્માણ માટે ખુબ જરૂરી છે. સ્વયંશિષ્ટ, શિષ્ટાચાર, ધ્યેયનિષ્ઠા, દેશભક્તિ જેવા સદગુણોનો વિકાસ એ આ શિક્ષણના પાયાના અંગો છે.

૫.આધ્યાત્મિક શિક્ષણઃ પુરાતન સમયમાં જીવનના પરમ લક્ષ્ય પ્રતિ જાગૃત થવા અને પ્રેમ, કરૂણા. દયા, સહાનુભુતિ જેવા આધ્યાત્મિક ગુણોનો વિકાસ એ જ આ પ્રકારના શિક્ષણનો હેતુ રહ્યો છે.

શિક્ષણ અને કેળવણી વચે બહુ પાતળી ભેદરેખા છે. બંને આજીવન ચાલતી અખંડ પ્રક્રિયા છે. અમુક નિશ્ચિત સમયમર્યાદામાં અને નિશ્ચિત અભ્યાસક્રમમાં સર્ટીફિકેટ માટે અને આજીવિકા માટે પૂર્ણ કરેલ કોર્સ કે અભ્યાસને શિક્ષણ કહી શકાય... પણ એ અભ્યાસનો વ્યવહારમાં ખરો ઉપયોગ કરતા આવડે એ કેળવણી... નિશ્ચિત સમયમાં નિશ્ચિત અભ્યાસ કરતા કરતા બાળકમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવી એ જ સાચી કેળવણી. એવા મત સાથે મહાન કવિશ્રી રવીન્દ્રનાથ ટાગોર પ્રકૃતિ શિક્ષણને મહત્વ આપે છે. કુદરત સાથે સાનિધ્ય કેળવી, કુદરતી વાતાવરણમાં મેળવેલું શિક્ષણ વ્યક્તિમાં કુદરત પ્રત્યેનો અહોભાવ આપોઆપ પ્રગટાવે છે. આવા અભ્યાસ સાથે યોગ્ય સ્વનિરીક્ષણથી કરેલું અધ્યયન વ્યક્તિને સહજભાવે કેળવે છે. જે બાળકને સ્વયં કેળવવાના ઉદેશને સાકાર કરે છે.

પૂજ્ય શ્રી વિમલાતાઈના મત મુજબ “આજે હિન્દુસ્તાનમાં જરૂર છે માણસ બનાવવાની!! બાકીના બધા ધર્મોને બાજુએ રાખી માનવધર્મ અપનાવીએ.” આ માનવધર્મ સમજી, અપનાવતો કરે એ જ સાચી કેળવણી...

પ્રખ્યાત કેળવણીકાર જે.કૃષ્ણામૂર્ત્િાના મતે, સમ્યક કેળવણી અને સમગ્ર વિકાસમાં “શીખવું” એ સર્વોપરી મહત્વની પ્રક્રિયા છે... શીખવાનો ઉદેશ કેવળ જાણકારીનો સંગ્રહ નહિ પણ કોઈ પણ બબત માટે ઊંંડી સમજ અને તે પૂર્ણ કરવાનો અનુરાગ હોવો જોઈએ.”

માનવીના માનસમાં મૂળભૂત પરિવર્તન અને તે દ્વારા માનવગુણોનો સમગ્રતયાનો વિકાસ કરી જીવનની સમગ્રતાને સમજવી એ જ કેળવણી કહી શકાય.

આમ શિક્ષણ દ્વારા બાળકનો સર્વતોમુખી વિકાસ કરી, સાચી કેળવણી આપવી એ આજના જમનાની તાતી જરૂરિયાત થઈ ગઈ છે... જેને સમજી દરેક શાળા કે શિક્ષણ સંસ્થાઓ ઉતમ માનવનિર્માણનો હેતુ દ્રષ્ટિ સમક્ષ રાખી કાર્ય કરે તો જ સાચા અર્થમાં શાળા દ્વારા ઉતમ નાગરિક નિર્માણ થાય...