Panchtatvo Sathe Swasth Jivan books and stories free download online pdf in Gujarati

Panchtatvo Sathe Swasth Jivan

પંચતત્વો સાથે સ્વસ્થ જીવન

જાગૃતિ વકીલ© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matru{úarti.


Matru{úarti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matru{úarti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.પ્રસ્તાવના

૨.પાણીના છે મોંઘા મૂલ,વેડફવાની કરશો ના ભૂલ

૩.સમજી વિચારી ઉપયોગ કરીએ ઈંધણનો

૪.તુલસી એક-ગુણ અનેકાનેક

૫.કુદરતી ઉપચાર દ્વારા સુખમય જીવન

૬.ફાસ્ટ ફૂડ / જંક ફૂડથી બચો

૧. પ્રસ્તાવના

કુદરતની લીલા અપરંપાર છે.. હવા, પાણી, જમીન, આકાશ, અગ્નિ એ કુદરતી પંચતત્વોનું બનેલું આપણું શરીર કુદરતના નિયમોને અનુસરીને જ ચાલે છે... પણ ભૌતિક સુવિધા અને સુખ સગવડની લાલસાએ કુદરતી તત્વોના આડેધડ ઉપયોગને કારણે આવા કુદરતી તત્વોની કટોકટી અને પ્રદુષણ ફેલાવવાનો પ્રશ્ન બહુ મોટો થઈ ગયો છે. ત્યારે એ સહુને ભાવી પેઢી માટે બચાવી, માનવજીવન સુરક્ષિત બનાવવાની જવાબદારી આપણા માટે બહુ મોટી બની રહી છે.. તો એવી જ કેટલીક વાતો આ પુસ્તિકામાં ચર્ચામાં મૂકી છે.. જેને વાચી, વિચારી, સમજીએ.. જાણીએ તો બધું જ છીએ... તો પછી આ બધું કરશે કોણ? સમાજ? સામાજિક સંસ્થા? શાળાઓ? કોલેજો? આપને? તમે? કે હું?....!! દરેક માત્ર પોતે જ જે કરવા યોગ્ય છે એ કરીએ તો ઘણું બધું થઈ શકે... જરૂર છે માત્ર સાચા ને સારા નાગરિક તરીકે માત્ર સ્વ નિરીક્ષણ કરીએ અને કુદરતી તત્વોને પર્યાવારણમુક્ત રાખવાના આપણી સાચી ફરજ બજાવીએ...

આ પુસ્તિકા પ્રગટ કરવા બદલ ગુજરાતી પ્રાઈડ બુક્સ અને માતૃભારતી મોબાઈલ એપ્લીકેશનનો તથા શ્રી મહેન્દ્ર શર્માનો ખાસ આભાર માનું છું..આપ સહુ સુજ્જ્ઞ વાચકોનો પણ ખુબ આભાર.. સૂચનો આવકાર્ય છે.

ઈ મેઈલઃ દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

૨. પાણીના છે મોંઘા મૂલ,વેડફવાની કરશો ના ભૂલ..

સાબરમતી નદીના કિનારે મુખશુદ્‌ધિ કરવા પૂ.ગાંધીજી રોજ માત્ર એક નાની લોટી જેટલું જ પાણી વપરાતા, એ જોઈ કોઈએ અમને પૂછ્‌યુંઃ’બાપુ,આવડી મોટી નદીમાં પાણીની ક્યાં ખોટ છે તે તમે આવડો લોભ કરો?’ત્યારે મહાત્મા એ આપેલો જવાબ આજે આપણે પણ સમજવા જેવો છે,તેમણે કહ્યું કે “ભાઈ,આ નદી મારી એકલાની થોડી છે?પશુ,પંખી,જીવજંતુ,અન્ય મનુષ્યોનો પણ એના પર હક છે ને ભાગ છે.ને આમ પણ જો હું મારા હક કરતા એક પણ ટીપું વધુ લઉં તો હું ઈશ્વરનો ગુનેગાર જ ગણાઉ ને?”કહેવાનો મતલબ એ છે કે જીવનમાં કંજુસાઈ નહિ પણ કરકસર ખુબ જરૂરી અને અપનાવવા જેવો ગુણ છે.જો આપણે ખાસ કરીને પાણીની બાબતમાં આ ગુણ કેળવીએ તો પાણી બચાવોના અભિયાનો હાથ ન ધરવા પડે કે ન તો ભવિષ્યમાં પાણી બાબતે થનારા ત્રીજા મહાયુદ્ધની ચિંતા સેવવી પડશે.

તમામ જીવ સૃષ્ટિ પાણીમાં જ ઉદભવી છે એ તો નિર્વિવાદ સત્ય છે.આજે વૈજ્જ્ઞાનિકો પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ શોધવા માટેના સંશોધનોમાં પ્રથમ પાણીની શોધને પ્રાધાન્ય આપે છે.કેમકે પાણી વગર જીવ તાકી જ ન શકે.આદિમાનવ જયારે સ્થિર જીવન ન જીવતો ત્યારે પણ પાણી મળે તે જગ્યાએ પડાવ નાખતો.આમ મોટાભાગની સંસ્કૃતિ પાણી મળે તેવા કિનારે જ વિકસી છે...આમ ‘જળ એ જ જીવન છે’ એ ઉક્તિ સાર્થક થાય છે.

દુનિયામાં મહાસાગરો,નદી,તળાવો,ઝરણાઓ વગેરેનું મળીને કુલ ૯૯% પાણી ખરૂં છે.માત્ર ૧% કે તેથી પણ ઓછું પાણી જ પીવાલાયક છે.ત્યારે જળબચાવ એ આજની સહુથી અગત્યની જરૂરિયાત બની ગઈ છે.પાણીનો બિનજરૂરી વપરાશ અને વેડફાટને કરને જ પાણીની તંગી ઉભી થઈ છે.વધતી જતી વસ્તી અને તેના પરિણામે વધતા ઔદ્યોગીકરણ ,શહેરીકરણને કારણે પાણીની માંગ અને ખપત પણ વધી ગઈ છે. અધધધ....જરૂરીયાતને સંતોષવા પાણીના તળ વધુ ને વધુ ઊંંડા જતા ગયા છે.જેના પરિણામે પાણીમાં ક્ષારોનું પ્રમાણ વધી ગયું છે.જે નિવારવા પાણીને શુદ્ધ કરતા મશીનોનો વપરાશ પણ વધ્યો જેના દ્વારા વેસ્ટ પાણીનો બગાડ એ પણ પાણીની અછતનું એક કારણ બની ગયું છે.કેમકે એ મશીનોમાં એક ગ્લાસ શુદ્ધ પાણી મળતા ૩ ગ્લાસ પાણી વેડફાય છે!! જો આ પાણીનો રિયુઝ કર,ગાર્ડનીંગ કે ઘરના અન્ય કામમાં વાપરીએ તો ઠીક છે નહિ તો કેટલું બધું પાણી નકામું જાય છે....!!

આથી બિનજરૂરી પાણીનો વપરાશ ને વેડફાટ અટકાવીએ.સમયાન્તરે કુવા,તળાવો,બોર રીચાર્જ કરાવતા રહીએ.નદીઓ પર બંધ બંધાવી પાણીનો સંગ્રહ કરીએ,ખાસ તો ઘરે ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે વ્યવસ્થા કરી,પાણીનું ટીપે ટીપું બચાવીએ.’તમે પાણી બચાવો,પાણી તમને બચાવશે’..તે ઉક્તિ ખરા અર્થમાં નહિ સમજીએ તો ભગવાને “અગમવાણી”માં કહેલું તેમ “ભવિષ્યમાં નદીની પહોળાઈ ગાડાના બે પૈડા વચ્ચેની જગ્યા જેટલી થઈ જશે.”કદાચ સાચું પડી જાય તો નવી નહિ! આ અગમવાણીની ભયંકરતા જે સમજશે તે પાણીની કિમત નહિ પણ કીમતી પાણી છે તેવું સમજતા જરૂર થઈ જશે.....તો ચાલો,આજે જ ‘જળ બચાવ’ એ પાચ અક્ષરને સમજી જીવનમાં ઉતારીએ......

૩. સમજી વિચારી ઉપયોગ કરીએ ઈંધણનો...

લગભગ ૧૩૬ વર્ષ પહેલા શોધાયેલા બળતણનો ભંડાર વૈજ્જ્ઞાનિકોના મંતવ્ય મુજબ ૨૧મી સદીમાં ખલાસ થઈ જવાને આરે છે. પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો જે ઝડપે બેફામ અને અવિચારીપણે આપણે ઉપયોગ કરતા વધુ વેડફીએ છીએ તે જોતા એમ લાગે છે કે આપણી ભાવી પેઢી માટે આપણે કઈ બચાવી મૂકી જશું ખરા?

ઈંધણનો ઝડપી વપરાશ થવાના મુખ્ય કારણોમાં વસ્તીવધારા સાથે ઘરવપરાશના સુખ સુવિધા વધારતા અત્યંત આધુનિક સાધનો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઝડપી વિકાસ, શહેરીકરણ, ઔદ્યોગ્િાકરણને ગણી શકાય. ઈંધણની વધતી જતી માંગ અને તેને પરિણામે ઉભી થયેલી કટોકટીની નોંધ વૈજ્ઞાનિકોએ ખુબ ગંભીરતાથી લીધી છે. એટલે જ બિન પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવા તરફ લોકોનું ધ્યાન દોર્યું છે.

આપણે સાચા નાગરિક તરીકે ઈંધણનો વિવેકપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરીએ અને રોજિંદા જીવનમાં આટલી સુટેવો પડીએઃ

પ્રથમ વાત કરીએ એલ.પી.જી.ની કે રોજબરોજના જીવનમાં રસોડું તેના વગર શક્ય જ નથી :

* ગેસનું બર્નર હમેશા સ્વચ્છ અને સાફ રાખીએ.

* રસોઈ બનાવતી વખતે પ્રથમ બધી પુરતી તૈયારી કર્યા પછી જ ગેસ ચાલુ કરીએ.

* ખોરાક રાંધવા પૂરતા પાણીનો ઉપયોગ કરીએ,વાસણ ઢાંકીને જ ખોરાક પકાવીએ.

* કુકરનો ઉપયોગ વધુ કરીએ અને તેમાં શક્ય તેટલી વસ્તુ એકસાથે અલગ અલગ ડબ્બામાં ભરી રાંધીએ.

* ફ્રીજમાં મુકેલી વસ્તુ સીધી ગેસ પર ન મુકતા થોડો સમય સામાન્ય તાપમાને રહેવા દઈ પછી વાપરીએ.

* દાળ ,કઠોળ રાંધતા પહેલા થોડો સમય પાણીમાં પલાળી રાખીએ.જેથી તે નરમ બની જાતે જલ્દી ચડે અને ઈંધણની બચત થાય.

* ફ્રિજને વારંવાર ખોલબંધ ણ કરતા જરૂરી વસ્તુ એકસાથે કાઢી લઈએ જેથી ઉર્જા બચાવી શકાય.

* જ્યાં શક્ય હોય ત્યાં વધુ સમય સૂર્ય કુકરનો ઉપયોગ કરીએ.

મિત્રો, અન્ય ઈંધણની બચતની વાત કરીએ તો....

* વ્યક્તિગત વાહનોને બદલે જાહેર વાહનોનો શક્ય ત્યાં અને શક્ય તેટલી વધુ વખત કરવાથી પેટ્રોલ, ડીઝલની બચત કરી શકીએ.

* આપણા વાહનોનું નિયમિત સર્વીસીંગ કરાવીએ જેથી તેની કાર્યક્ષમતા જળવાઈ રહેતા ઈંધણ બચે.

* સ્ટોપ પોઈન્ટ પર કે રસ્તામાં અન્ય સાથે વાતચીત કરવા થોભતા વાહનો બંધ કરી ઉભા રહીએ.

* શક્ય તેટલા વધુ વૃક્ષો વાવીએ અને તેને ઉછેરીએ.ઘરની આસપાસ પણ શક્ય હોય તો વૃક્ષોે વાવીએ તો વાતાવરણ શુદ્ધ રહેવા સાથે ઠંડક પણ રહેશે અને વરસાદ લાવવામાં પણ મદદરૂપ થશે.

* નવી ટેકનોલોજી અપનાવીએ... અર્થાત સૂર્યશક્તિ અને બાયોગેસ પર આધારિત સાધનો વસાવી વધુ ને વધુ વાપરીએ અને અન્યને પણ તેના ફાયદા સમજાવીએ.

આ ઈંધણની કટોકટીના પરિણામે આપનું ભવિષ્ય કેવું હશે તેની કલ્પના કરીએ તો.... કદાચ એકવીસમી સદીમાં આપણી પાસે બધું હશે... નવી ટેકનોલોજીથી ચાલતા આધુનિક વાહનો, સાધનો, સુંદર રાચરચીલાથી ભરપુર મકાનો....પણ?? પ...ણ..રસોઈઘરોમાં સન્નાટો....! અને વાહનો ચલાવવાની અશક્યતા...! કેમ?? કેમકે આપણી પસે રાંધણ ગેસ અને પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણ બિલકુલ ખલાસ થઈ ગયા હશે....! આવું ન બને તે માટે આજે જ, આ જ પળથી સાવધ બનીએ.... આપણને પોતાને, પર્યાવરણને બચાવવા ઈંધણ માટે કટિબદ્ધ બનીએ, ભાવિ પેઢીને ઉજ્જવળ અને પ્રકાશિત બનાવીએ.

૪. તુલસી એક-ગુણ અનેકાનેક

“યસ્ય તુલ્યમ ન અભવત” અર્થાત જેની તુલના કોઈ સાથે ન થઈ શકે તે તુલસી...

ભારતમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં તુલસી જોવા ણ મળે.પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુએ જયારે અમૃતમંથન કર્યું ત્યારે સર્વ પ્રથમ પ્રાણીમાત્રના કલ્યાણ માટે તુલસીની ઉત્પતિ કરી હતી.ત્યારથી જ કદાચ કહેવત પડી હશે કે

“જેને ઘર તુલસી ને ગાય, તેને ઘર રોગ ન જાય,

સાજા રહેવાનો આ છે સર ગાય ને તુલસી હો દ્વાર.”

તુલસીના વિવિધ ભાગોમાં ૯૨% પાંદડા, ૩૫% માંજર, ૮% ડાળખાં, ૩% મૂળનો ઔષધિ તરીકે કુદરતી ઉપચારમાં ઉપયોગ કરી દીર્ઘાયુ પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યુ છે. જેના આધારે તેના સંસ્કૃતમાં અલગ અલગ નામ અને તેના અર્થ જાણવા જેવા છેઃ

* ‘તુલામ’અર્થાત અનુપમ કે જેના જેવી બીજી કોઈ ઔષધી નથી.

* સુલભા -સરળતાથી મળી આવે છે.

* સરસા -સૌથી ઉતમ ઔષધી

* શુલઘ્‌ની—શુલનો નાશ કરનારી.

* પ્રતિગંધા—સદાને કારણે ઉત્પન્ન થનાર ગંધનો નાશ કરનારી.

* અંગ્રેજીમાં મોસ્કીટોરીપ્લન્ટ -મચ્છરનો નાશ કરનારી.

આમ, ઔષધિ તરીકે ખાંસી, ન્યુમોનિયા, કોલેરા, શ્વાસ, હેડકી, તાવ, આધાશીશી, ગાળામાં સોજો, કાનનો દુખાવો, ચામડીના રોગો, આતરડાની તકલીફ, યકૃતના રોગો, ઝાડા જેવા અનેક રોગોમાં તુલસીના અલગ અલગ પ્રકારે ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. વૈજ્ઞાનિક રીતે ઘરની હવા શુદ્ધ કરવા તથા જંતુઓને દુર કરવામાં તુલસીનો અનુપમ ફાળો રહેલો હોવાથી ઘર આંગણમાં તેને અચૂક વાવવામાં આવે છે. એક પ્રયોગ મુજબ, સાંજે તુલસીને ખુલ્લામાં મૂકી આખી રાત રહેવા દઈ, સવારે ઘરમાં અંદર મુકવાથી પ્રકૃતિ સારી રહે છે અને વાયુવિચાર દુર થાય છે. તથા તેનામાં વિદ્યુત શક્તિ સારી હોવાથી તેની આસપાસના ૨૦૦ મીટરની હવા શુદ્ધ અને સ્વચ્છ રહે છે. તિરૂપતિની એસ.વી.યુનિવર્સ્િાટીમાં કરાયેલ એક અભ્યાસ મુજબ તુલસીનો છોડ ઉચ્છવાસમાં સ્ફૂર્ત્િાદાયક ઓઝોન વાયુ બહાર કાઢે છે જેમાં ઓક્સીજનના બે ને બદલે ૩ પરમાણુ હોય છે.

ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો બ્રહ્મવૈવર્તમાં પુરાણના ૪ ખંડો પૈકી બ્રહ્માંડમાં તુલસીની ઉત્પતિની કથા આપેલ છે. ગોલોકમાં કૃષ્ણસંગ કરવા બદલ એક ગોપિકા રાધાજીના શાપથી ધર્મધ્વજ રાજાને ત્યાં અતુલ્ય રૂપવતી તરીકે તુલસી જન્મી હતી. ઉપરાંત, તુલસીને લક્ષ્મીની સખા, કલ્યાણ સ્વરૂપા, પાપ હરીને પુણય દેનારી કહેવાઈ હોવાથી લોકો તેને પૂજે છે. ઘરમાં શોભા માટે અને સંસ્કાર, પવિત્રતા, ધાર્મિકતાના ત્રિવેણી સંગમ પ્રતીકરૂપે તુલસીને સ્થાપવામાં આવે છે.

તુલસીની વિવિધ ૯ જાતોમાંથી ભારતમાં ૬ અને વિદેશમાં ૩ જાતો વપરાય છે.

* જેમાં રામ અને શ્યામ તુલસી સહુથી વધુ પ્રચલિત છે.

* વન તુલસી આપો આપ ઉગી નીકળે છે.

* શ્વેત તુલસી આછા લીલા રંગની હોવાથી રંગોમાં વૈવિધ્ય માણનારા લોકો તેને વધુ વાપરે છે.

* કપૂરી તુલસી પુષ્પગુચ્છા રૂપે હોય,

* બાર્બરી તુલસીની ડાળી લીલા જાંબુડી આભાવાળી અને તેની માંજર ગોળ શ્વેત રીંગણી રંગના ગુચ્છા સ્વરૂપે હોવાથી તેની શોભા અનેરી જ હોય છે.

તુલસીને પીસી ચહેરા પર લગાવતા ચામડીના છિદ્રો ખુલ્લા થાય છે જેથી ચહેરાની ત્વચા સ્વચ્છ, તેજસ્વી, મુલાયમ બને છે. સફેદ-કાળા દાગ, ખીલ વગેરે દુર થવાથી ચહેરાની કાંતિ વધે છે.

આમ, ઔષધિ માટે, શોભા માટે, ઘરની આસપાસ સ્વચ્છ વાતાવરણ રાખવા કે ગમે તે કારણસર પણ તુલસીનો એક છોડ તો દરેકના આંગણામાં હોવો જ જોઈએ. ઘરને તીર્થ સમાન બનાવીએ અને રોગો(વ્યાધિ)રૂપે વિઘ્‌નોને દૂર રાખી સ્વસ્થ જીવન જીવીએ.

૫. કુદરતી ઉપચાર દ્વારા સુખમય જીવન

કોઈ દિવસ એવું સંભળાયું ? - ગાય કુતરાને તાવ આવ્યો હોય?!! બિલાડીને ઉધરસ થઈ હોય?!! પાસું પંખીને શરદી થઈ હોય?!!! નહિ ને?... કારણ બહુ સીધું સાદું છે કે આ બધા કુદરત સાથે જીવે છે... ભૌતિકવાદ અને વધુ કમાવવાની લાલસામાં મનુષ્ય સતત દોડતો રહે છે. પરિણામે કુદરતથી દુર થતો જાય છે... આજની દોડધામ ભરી જીંદગીમાં માનવી કુદરત શબ્દ જ ભૂલી ગયો છે. કુદરતી શક્તિ કે જેના દ્વારા માનવી દોડે છે તે ગુમાવતો જાય છે... સમયના અભાવે અને આધુનિક જીવન શૈલીને પરિણામે આપણે પોતાના શરીર માટે ખુબ જરૂરી એવા ભૂખ, તરસ, ઊંંઘ જેવી બાબતો પ્રત્યે બેદરકાર બનવાને પરિણામે શરીરને રોગોનું ઘર બનાવી દીધું છે. અવિરત ચાલતી જિંદગી સાથે તાલ મિલાવવા ઝડપથી સજા કરે તેવી દવાઓ કે જે લાંબા ગાળે તો નુકસાન જ કરે છે તેનો આડેધડ ઉપયોગ કરીએ છીએ. ચટાકેદાર સ્વાદ માટે બહારનું ખાવાનું જે ખરેખર બહારથી સારૂં દેખાય છે તે અંદરખાને સ્વાસ્થ્યને નુકસાન કરે છે, તે અપનાવી જાતે જ રોગોને આમંત્રણ આપીએ છીએ. અર્વાચીન સંસ્કૃતિની હવથી અલિપ્ત થતો જાતો આજનો માનવી અજ્જ્ઞાન અથવા સ્ટ્રેસથી મુક્ત થવા વ્યસનોને રવાડે ચડયો છે. ત્યારે કુદરતે છુટા હાથે લહાણી કરી છે, તેવા પાંચ તત્વોનું સેવન કરવાનું તો ભૂલી જ ગયો છે.

કુદરતના મુખ્ય પાંચ તત્વોઃજળ, ભૂમિ, હવા, પ્રકાશ અને અગ્નિ જે ખરેખર માનવજીવન માટે અગત્યના છે. આ પંચમહાભૂતનો જ આપનો દેહ બનેલો છે. દવાથી છુટકારો અપાવતી, રોગીને સાજો કરતી, પ્રતિકાર ક્ષમતા વધારતી આ પાચ તત્વોનો ઉપયોગ કરી વપરાતી નેચરોપથી (કુદરતી ઉપચાર) જીંદગીમાં અપનાવવાથી જરૂર શાંતિભરી જિંદગી જીવી શકીએ છીએ. કુદરતના આ પંચમહાભૂતનો ઉપયોગ કરી વિવિધ થેરાપી દ્વારા દર્દીને દીર્ઘસ્વાસ્થ્ય પૂરૂં પાડે છે. જયારે સામાન્ય વ્યક્તિઓને હંમેશ સ્વસ્થ રાખે છે.

જળ એટલે પાણી. કુદરતનું આ મહન તત્વ કે જેના દ્વારા જ માનવસૃષ્ટિ ઉદભવી અને તાકી છે. તેનો ઉપયોગ કરી જલોપ્ચાર દ્વારા દર્દીની વિવિધ તકલીફોને દુર કરવામાં આવે છે. એનીમા, ટબસ્નાન, ઘર્ષણસ્નાન, બાષ્પસ્નાન, સાદું સ્નાન, ગરમ ઠંડા પાણીના પોતા જેવા વિવિધ ઉપચારો દ્વારા રોગોમુક્તિ મેળવી શકાય છે. પૃથ્વી એટલે ધરતી. જમીન, માટી કે જેમેથી આપણો નશ્વર દેહ બન્યો છે અને તેમાં જ વિલીન થઈ જવાનો છે. તેના અનેકાનેક લાભો છે માટીનો ઉપયોગ કરી વિવિધ સારવારો કરવામાં આવે છે. પ્રકાશ-તેજ-સુર્યપ્રકાશ સહુથી સુલભ અને મફતમાં મળતો એવો એક સ્ત્રોત છે કે જેના દ્વારા શરીર જાતે ન બનવી શકતું વિટામીન-ડી મેળવી, હાડકા અને દાંતને તંદુરસ્ત રાખી શકાય છે. નિયત મર્યાદામાં અને વ્યક્તિની પ્રકૃતિ અનુસાર ચિકિત્સકની સલાહ મુજબ નિયમિત સુર્યસ્નાન પણ ઘણો જ લાભ આપે છે.

હવા એટલે ખાલી જગ્યા. કુદરતી ઉપચારમાં આ શબ્દ ઉપવાસ સાથે જીદય છે. અવ્યવસ્થિત અને અનિયમિત રહેણીકરણીને પરિણામે આહાર, આરામ અને શ્રમના નિયમોનું પાલન ન થવાથી શરીરની પાચનક્રિયા પર મુખ્ય અસર પડે છે.જે મોટાભાગના રોગોનું કારણ બનતા માનવી બીમાર પડે છે. આ વાતને ધ્યાનમાં રાખી યોગ્ય સમયે અને સહજ રીતે શરીર શુદ્ઘિનું કામ કરી શકે તે હેતુથી ઉપવાસ કરવાથી પણ જીવન શક્તિ ઉતમ બને છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની માલીશ શરીરના દરેક અંગોમાં રૂધીરભીસરણતંત્રને તેનું કાર્ય કરવા મદદરૂપ બને છે.

હળવી કસરતો-યોગ-ધ્યાન-પ્રાણાયામને રોજબરોજના જીવનમાં વણી લેતા માનસિક સાથે શારીરિક ઘણો જ ફાયદો થાય છે. આમ, રોગી મનુષ્યે રોગોથી છુટકારો મેળવવા,સ્વસ્થ મનુષ્યે સ્વસ્થતા લાંબો સમય જાળવી રાખવા પોતાના શરીર માટે થોડો સમય કાઢી એક વાર નજીકના કુદરતી ઉપચાર કેન્દ્રની મુલાકાત લઈ ચિકિત્સકની સલાહ બાદ નિયમિત કુદરતી તત્વોનું સેવન કરી કુદરતી જીવન અપનાવવું જોઈએ. તો જરૂર સ્વસ્થ માનવ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ દેશનું સ્વપ્ન સાકાર થાય..

૬. ફાસ્ટ ફૂડ / જંક ફૂડથી બચો

આજકાલ કિશોર-કિશોરીઓ તેમના મિત્ર વર્તુળ સાથે શાળા કે ટ્‌યુશન છૂટ્‌યા પછી પાણીપુરીની કે ફાસ્ટ ફૂડની લારીએ જોવા મળે છે.. ખરૂં ને મિત્રો ? બાળકોથી માંડીને કૈક અંશે માતાપિતા સહિત સહુ છેલ્લા બે દાયકાથી ભારતમાં અને ખાસ દેશભરમાં ખોરાકની શોખીન તરીકે જાણીતી એવી ગુજરાતી પ્રજા ગરમ અને પૌષ્ટિક તાજા નાસ્તાને ભૂલી ‘ફાસ્ટ ફૂડ’ અને ‘જંક ફૂડ’ને રવાડે ચડી ગઈ છે તે જોતા ભારતના સ્વસ્થ ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. - લાંબા ગાળે આરોગ્ય માટે અતિ હાનિકારક એવા આ ખોરાક માટે વિવિધ સંગઠનો, તબીબો, આરોગ્ય વિશેષજ્ઞ ઢંઢેરો પીટીને કહી રહ્યા છે કે તે બિન-સ્વાસ્થ્યપ્રદ છે. છતાં પણ આધુનિક ટેકનોલોજી સાથે તાલ મિલાવતા આજના સમાજના મોટાભાગના લોકો સમયના અભાવે કે ચટાકેદાર ખાવાના શોખમાં સવારે ને સાંજે માટીની તાવડી પર બનેલી રસોઈ ભૂલી ફાસ્ટ ફૂડ તરફ દોટ લગાવે છે, જે સામે ખુદ ડબ્લ્યુ. એચ. ઓ. પણ લાલબત્તી ધારે છે, જેના માટે ખોરાકમાં રહેલું એક્રેલેમાઈડ નામનું રસાયણ સુક્ષ્મ પ્રમાણમાં હોય તો વાંધો નહિ પણ ૫૦૦ ગણું વધુ હોય છે, જે અતિ નુકસાનકારક છે. વારંવાર તળાતી બટેટાની ચીપ્સ, બ્રેડમાં રહેલ આ રસાયણ ભવિષ્યમાં કેન્સર જેવા ભયાનક રોગને આમંત્રે છે. અને પુરૂષો માટે લાંબા ગાળે વીર્યની ફળદ્રુપતા ઓછી કરવા જવાબદાર છે. અમુક નિષ્ણાતોના માટે આવી વાનગીઓથી એથ્રોસ્ક્લેરોસીનનો હળવો હુમલો થાય છે જેના પરિણામે રક્તવાહિનીઓની અંદરની દીવાલમાં ચરબીના થર જામે છે. જેથી તે સાંકડી બની લોહીના ભ્રમણને અવરોધે છે. આવા ખોરાકની કાયમી ટેવ સ્વસ્થ તો નથી જ રહેવા દેતી સાથે મેદસ્વિતા પણ વધારે છે, જે અન્ય અનેક ગંભીર બીમારીઓને પણ નોતરે છે.

હકીકતમાં આ ‘ફાસ્ટ ફૂડ’શબ્દ અમેરિકાના કેલીફોર્ન્િાયા શહેરની દેન છે. ત્યાં આશરે ૪૦ વર્ષો પહેલા મેકડોનાલ્ડે એવું રેસ્ટોરાં ખોલ્યું કે એમાં જે ખોરાક કે પીણાં માગો તે માત્ર ૩૦ સેકન્ડમાં હાજર કરાવી દેવામાં આવે!! અને તે પણ નજીવી કિમતમાં..! તેમાં ચીઝના ચાઈનીઝ બર્ગર, રગડો, મિલ્કશેક કે અન્ય પીણાં માગ્યા ભેગા જ ફટાફટ હાજર થઈ જતા. જે લોકોમાં ખુબ જ પ્રિય બન્યું. અને ત્યારથી શબ્દ બન્યો...”ફાસ્ટ ફૂડ”પછીતો પિઝ્‌ઝા હટ, વિન્ડીસ વગેરે અનેક કંપનીઓએ આવા અનેક “કમાણીધામ” ખોલી નાખ્યા. જે માત્ર ફોરેનમાં જ નહિ પણ આપણા ભારત અને ગુજરાતમાં પણ અતિ પ્રિય બન્યા છે.

પણ...જાગો..કિશોરો..યુવાનો..જાગો...ભારતની ભાવી પેઢી અસ્વસ્થ ને નબળી બનતી અટકાવો, આજે જ તેનેથી દુર રહેવાનો સંકલ્પ કરી, સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED