Puran Pratikonu Hard Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Puran Pratikonu Hard

પુરાણ પ્રતીકોનું હાર્દ

-ઃ લેખક :-

જાગૃતિ વકીલ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પુરાણ પ્રતીકોનું હાર્દ - ૧

આપના ૠષિમુનીઓ આપની સંસ્કૃતિની મહાનતાના દર્શન કરાવવા માટે જીવન તરફની વિશાલ દ્રષ્ટિ કેળવવા માટે અતિશય બુદ્ધિપૂર્વક,તર્‌ક્પુર્‌વક,વિચાર અને સમજણપૂર્વક આપેલા પ્રતીકોનું સાચું હાર્દ સમજીએ અને તે પ્રતીકો પાછળની સારી ભાવના સમજીએ તો આપના ૠષિમુનીઓને સાચા અર્થમાં વૈજ્ઞાનિકો કે તત્વચિંતકો કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ લાગે.આવા કેટલાક સર્વસામાન્ય અને પ્રચલિત પ્રતીકો અને રીતરીવાજો પાછળનું હાર્દ સમજવા માટે આ લેખમાળા શરૂ કરીએ છીએ.

આજનો બુદ્ધિજીવી વર્ગ દરેક બાબતને ચકાસ્યા પછી જ સાચી મને છે. આપણને મળેલા સાંસ્કૃતિક વારસમાં કેટલાક રોજબરોજના જીવનમાં વપરાતા પ્રચલિત પ્રતીકો -ગણેશ, ઔમ, સ્વસ્તિક, દીપ, આરતી, શ્રીફળ જેવા પ્રતીકો આપણને જીવન પ્રત્યે અલૌકિક દ્રષ્ટિ કેળવી જીવનમાંગલ્ય તરફ વળીએ અને લોહીમાંસના બનેલા આ શરીરને સત,ચિત,આનંદની અનુભૂતિ કરાવવાના હેતુથી આપવામાં આવ્યા છે.પણ આપણા આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જીર્ણોદ્ધારની જરૂર છે કેમકે તેનો સાચો ભાવાર્થ ન સમજી શકવાને કારણે આવા પ્રતીકો માત્ર રૂઢિગત અને જડ રીતરિવાજ માત્ર બની રહ્યા છે. ક્યાંક શ્રદ્ધાને બદલે માત્ર અંધશ્રદ્ધા સ્વરૂપે વાપરતા મુર્ખામીનું પ્રદર્શન કરે છે.તો ચાલો આવું બધું ણ થાય તે માટે તેને સમજવા માટેના શ્રી ગણેશ કરીએ....લો અહીંથી જ શરૂઆત થઈ ગઈ....

ગણેશ સ્થાપન અને પૂજન :

હા,,દરેક શુભ અને નવા કાર્યની શરૂઆત “પ્રથમ સમરીએ સ્વામી તમને દુંદાળા રે..”થી જ થાય છે.ગજાનન,લંબોદર,વિઘ્‌નહર્તા,એકદંતાવગેરે નામોથી ઓળખાતા દુંદાળા ગણેશજીના વિવિધ નામોનો ઉપયોગ કરી દરેક શુભ કાર્યોની પત્રિકા, આમન્ત્રણપત્રિકા,લગ્નની કંકોત્રી વગેરેમાં ગણેશજીની મૂર્ત્િાથી થાય છે.ખુબ જાણીતી પુરાણકથામાં ગણેશજીની બુદ્ધિમતાપૂર્ણ તર્ક દ્વારા માતાપિતા -શંકર-પાર્વતીની પ્રદક્ષિણા કરી ૩ લોકનું પુણ્‌ય કમાવાની બાબત થી જ સહુ દેવતા નીરૂતર થઈ ગયા અને શંકર ભગવાને ખુશ થઈ તેઓને દેવોમાં અગ્રસ્થાને બિરાજશે તથા જે પણ વ્યક્તિ દરેક શુભ કાર્યોની શરૂઆતે વિઘ્‌નહર્તાને યાદ કરશે તેમના કર્યો નિર્વિઘ્‌ને પર પડશે એવું વરદાન આપ્યું અને આ અર્થમાં ‘વિઘ્‌નહર્તા’શબ્દનો અર્થ સમજીએ તો જીવન સંકટોથી ભરેલું છે.વિઘ્‌નો કે જે કામ,ક્રોધ,લોભ,મોહ,મત્સર સ્વરૂપે આવે છે, તેના પ્રત્યે મન મજબુત રાખી, જીવીએ તો કાર્ય જરૂર સફળ થાય જ છે.

ગજનું માથું અને માનવ્દેહનું સમિશ્રણ ધરાવતા ગણપતિના શરીરના બધા અંગો વિશિષ્ટ છે. જે દરેક એક ભાવાર્થના સ્વરૂપે છે જેને જાણીએઃ

લંબોદર એટલે કે મોટું પેટ ધરાવતા ગણેશ સૂચવે છે કે જીવનમાં આવતી સફળતા અને નિષ્ફળતા દરેકને પેટમાં સમાવતા એટલેકે પચાવતા શીખીએ એવું મોટું પેટ રાખવાનું...

મોટું માથું - વધુમાં વધુ મહાન વિચારોને મસ્તિષ્કમાં ભરી ભવ્ય અને હકારાત્મક વિચારો કરવાથી કોઈ પણ કાર્ય સુપેરે પર પડે જ છે એવું સૂચવે છે....

મોટા કાન અને નાનું મોઢું-સાંભળો વધુ અને બોલો ઓછું..ખાસ કરીને નિંદા કુથલી અને ખોટું બોલવાથી દુર રહીએ અને સાચી બાબતો ગ્રહણ કરીએ.

ઝીણી આખો-જીવન પ્રત્યે સુક્ષ્મ દ્રષ્ટિ કેળવી,જરૂરી નાની નાની બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્‌રિત કરવાથી સફળતા બહુ સારી મળે છે.નાનો પણ દોષ જીવનમાં ન પ્રવેશે તે ખાસ તકેદારી કેળવવા સુક્ષ્મ દ્રષ્ટિ રાખીએ...

લાંબુનાક એટલેકે સુંઢ - આજુબાજુની પરિસ્થિતિ સુંઘીને ચાલવાનું સમજાવે છે.નાક એ પ્રતિષ્ઠાનું પ્રતિક છે,આપની પાસે જે વૈભવ છે તે શાંતિથી ભોગવીએ અને અન્ય પાસે નથી તેને પણ ભોગવવા આપી સ્વમાનપૂર્વક જીવવાનું સૂચવે છે...

આજ રીતે ગજાનનને પ્રિય ખોરાક લાડુ અને તેમને ચડાવવામાં આવતી પ્રિય દુર્વા, મોટા પેટવાળા ગણેશજીની ટચુકડા ઉંદર પર એક નજરે જોતા હાસ્યાસ્પદ લાગતી આ સવારીનો ભાવાર્થ પણ સમજવા જેવો છે.

નાનો મુષક આપના ઘરમાં ઘૂસેલો હોવા છતાં દેખાતો નથી અને ઘરમાં નાનીમોટી વસ્તુઓ કાતરી જાય છે અને તેની માયાવી શક્તિને લીધે મનુષ્ય ચુપચાપ ન દેખાતા ભોગો ભોગવતો રહે છે.મોહ અજ્ઞાનને કારણે તેને ન પારખી શકવાથી અકારણ પરેશાન રહે છે.ઉપરાંત ઉંદર કામવૃતિનું પ્રતિક અને અંધકારનું પ્રાણી છે.ઉંદર પર સવાર ગણેશ કામવૃત્તિ પર નિયંત્રણનું પ્રતિક છે અને ગણપતિની જેમ અંધકાર પર સવાર થઈ, સતત જાગૃત રહી સદા જ્ઞાનપૂર્ણ પ્રકાશ પાથરતા રહેવાનો સંકેત આપે છે..

લાડુ- કે જેને મોદક કહેવાય છે.મોડ એટલે આનંદ.ચણાના લોટમાં ટોપરાનું ખમણ નાખી,મીઠાશ વાળા ગોળા વાડી તે પર લોટનું કવર કરાય છે જે સૂચવે છે કે લોટના કવરમાં રહેલું લાડુનું પુરણ આનંદદાયક હોય છે એમ પૂર્ણબ્રહ્મ માયાના પડથી ઢંકાયેલું હોવાથી દેખાતું નથી અને તેને પ્રાપ્ત કાર્ય બાદ જ પરમાનંદની અનુભૂતિ થાય છે.

ગણેશપૂજન વખતે ચડાવવામાં આવતી દુર્વા તેમની પ્રિય માનવામાં આવે છે-જે આમ તો વનસ્પતિઓમાં સૌથી નાનું પ્રતિનિધિ છે અને તેનો સામાન્ય અર્થ જીવ થાય છે.જેમ દુર્વા જડમુળથી ઉખડે અને પાછું ઉગી આવે છે એમ આ જીવ વારેવારે જન્મ મરણના ચક્કરમાં પડે છે આ સુખદુઃખરૂપી માયાચક્રમાંથી છૂટવા મનુષ્યે ગણેશના શરણે જવું જોઈ..

ગણેશના આજુબાજુ ગોઠવાયેલા ૨ પત્નીઓ રિદ્ધી અને સિદ્ધીનો અર્થ છે કે જ્યાં ગણેશ છે ત્યાં વૈભવ અને સફળતા રહેવાના જ છે...ગણેશના પુત્રો ક્ષેમ અને લાભ છે. સાધ ક્ષેત્રમાં સનાતન ક્ષેમ અને લાભ પ્રાપ્ત કરવા માટે શિવત્વ પ્રાપ્ત કરવું પડે અને શિવપુત્ર ગણેશની ઉપાસનાથી જ આ સમભાવ છે.

આમ,સુયોગ્ય શ્રવણ,સાગર જેવું પેટ, હાથીનું ઔદાર્ય, જીવનમાં આવતા દોષો પ્રત્યે સુક્ષ્મ દ્રષ્ટિ,અનાસક્તિ અને રાગ,દ્વેષ,ક્રોધ જેવા વિઘ્‌નોથી દુર રહી પૂર્ણ જીવન જીવવાની દ્રષ્ટિ કેળવીએ..કોઈ પણ કાર્ય શરૂ કરવું એટલે નિર્વિઘ્‌ને તે કાર્ય પાર પાડવું જ છે ને ? તો ચાલો કરો આ વાત સ્વીકારવાના શ્રી ગણેશ......!!!

પુરાણપ્રતીકોનું હાર્દ -૨

સ્વસ્તિક અને ઓમ

ગત પ્રકરણમાં ગણેશ મહાત્મ્ય સમજ્યા પછી આ પ્રકરણમાં સમાજનું માંગલ્ય થાય તેવા મંગલભાવથી પુરાણોમાંથી મળેલા પ્રતિક સ્વસ્તિક અને પરબ્રહ્મનું વર્ણન કરતી માનવ મનની અભિવ્યક્તિ ઓમકારના પ્રતીકના હાર્દ દ્વારા સમજીશું.

સ્વસ્તિક :

શાંતિ,સમૃદ્ધિમાંગલ્યનું પ્રતીક સ્વસ્તિકને ભારતીય સંસ્કૃતિમાં સુર્યનારાયણની બેઠક ગણવામાં આવે છે.દરેક ધાર્મિક અને મંગલ વિધિમાં સાથિયાનું અનેરૂં મહત્વ અનેક વર્ષોથી ચાલ્યું આવે છે.દિવાળી,લગ્નપ્રસંગે ઘરોના પ્રવેશદ્વાર પર બે બાજુ લાલ રંગથી સાથીયા દોરાય છે.આંગણામાં કરવામાં આવતી રંગોળીઓ સાથીયા વગર અધુરી ગણાય છે.કેટલાક સ્થળોએ,મંદિરોમાં વિવિધ ધાન્યો કે ફૂલો વડે સ્વસ્તિક બનાવવામાં આવે છે.પલીભાષામાં શક્તિના સ્ત્રોતનો શુભ સંદેશ આપતા સાક્ષી તરીકે વપરાતો.શુભ મંગલ કાર્યમાં સાક્ષી તરીકે ઉપસ્થિત રહેનાર માટે સાક્ષીઓમાંથી ‘સાખીયો’અપભ્રંશ થઈ ‘સાથીયો’ શબ્દ બન્યો.

ચિહ્‌નની દ્રષ્ટિએ સમજીએ તો દક્ષિણમાં એક ઉભી લીટી અને ઉતરમાં આડી લીટીને પૂર્વ પશ્ચિમ એકત્ર કરતા +સરવાળાની નિશાની થાય. જે ચાર દિશાઓથી પ્રાચીન અર્વાચીન સમગ્ર રીતે સર્વનું શુભ થાઓ એમ સૂચવે છે.ગીત વિજ્ઞાનની દ્રષ્ટિએ પોઝીટીવ અને નેગેટીવનું મિલન શક્તિનું નિર્માણ કરે છે.ઈશુ ખ્રિસ્તને જે ક્રોસ પર જડવામાં આવ્યા હતા તેવી નિશાની સામર્થ્ય અને સર્જનનું પ્રતિક મનાય છે.તેની ૪ ભુજા દેવગતિ,માંનુંશ્ય્‌ગતી,પશુપક્ષી વનસ્પતિ ગતિ અને નરક ગતિ એમ માનવામાં આવે છે.મનુષ્ય જેવા કર્મો કરે છે તે મુજબ બીજા ભવમાં તેનેગતિ મળે છે.એમ પુરાણ કહે છે.શાબ્દિક અર્થમાં સુ +અસ માં સુ એટલે સાર કલ્યાણમય શ્રેષ્ઠ અને મંગલ ...અસ એટલે સતા ,,,,સમગ્ર અર્થમાં કલ્યાણમય સતા કે માંગલ્યનું અસ્તિત્વ જેવી વિશ્વ મંગળની ભાવના..બીજી રીતે જીએ તી સ્વસ્તિ + ક એટલે શુભ,મંગલ,ક્ષેમ,કલ્યાણ કરનાર કારકનું પ્રતીક..

‘સિદ્ધાંતસાર’માં પણ સ્વસ્તિકનું આગવું મહત્વ સમજાવેલ છે.ઉભી લીટી ‘એકમેવ બ્રહ્મ’અને આડી લીટી શ્રૂષ્ટિના વિસ્તારનું પ્રતીક છે.સ્વસ્તિકનું મધ્યબિંદુ વિષ્ણુ ભગવાનના નાભિ કમળ બ્રહ્માનું સ્થાન હોવાથી તેને સર્જનનું પ્રતિક પણ ગણી શકાય.પતંજલિયોગ અનુસાર નિર્વિઘ્‌ને કામ પૂરૂં કરવા માટે મંગલાચરણ લખવાની પ્રથા હોવી જોઈએ.પણ દરેક વ્યક્તિ સ્વનિર્મિત મંગલ શ્લોકો ણ લખી શકતી હોવાથી ૠષિમુનીઓએ સ્વસ્તિકની રચના કરી,એ ભાવના સાથે સર્વ દિશામાંથી સહુનું કલ્યાણ થાય એવા હકારાત્મકતા સાથે કોઈ પણ કાર્ય કરીએ તો જરૂર સફળ થાય.

ઓમકારઃ

તૈતરીય ઉપનિષદ મુજબ પ્રણવઓંમ એ જ બ્રહ્મ છે પ્ર -પ્રપંચ,ન -નથી અને વ-તમને અર્થાત પ્રણવ જપ કરનારને સંસાર બંધન નથી.ઉચારણમાં અ..ઉ..મ..એટલે મહેશ-વિષ્ણુ-બ્રહ્મા....ની દેવત્રિપુટી ગણે છે.તો એક માન્યતા મુજબ ૠગ્વેદ,સામવેદ અને યજુર્વેદના મૂળાક્ષરો માની ૩ વેદનો સાર ઓંમમાં સમાઈ જાય છે. શ્રીમદ ભાગવત ગીતામાં પણ કહ્યું છે કે ઓમકાર એવા અક્ષરરૂપી બ્રહ્મનો જાપ કરતા જે દેહ છોડે તે પરમ ગતિ પામે છે.દરેક મંત્રની આગળ ઓંમ મુકાય છે.જીવનનું સાધ્ય-સાધન,જડ-ચેતન,આકાર-નિરાકાર—બધુજ તેમાં સમાયછે. ઓમ મંત્ર પણ છે અને બીજ પણ છે.તેથી બીજમંત્ર પણ કહેવાય છે,જેમાં વિશ્વ સમસ્ત અને સર્વસ્વનો સમાવેશ થાય છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો નાભિમાંથી કરેલ ઓમનો ઉચાર શ્વાસના ઊંંડાણથી થવાથી તેની શારીરિક,માનસિક એમ બેય પ્રકારે અસર થાય છે.આશાવાદ અને નિરાશાવાદ વચે સમતુલા જાળવવાનું શીખવતું આ મહાન પ્રતીક વૈજ્ઞાનિક રીતે યોગ્ય શિક્ષણ અને પ્રાણાયામમાં પણ વણી લેવાયું છે.દરરોજ સવારે નિયમિત નિયમાનુસાર ૩ વાર ઓમકર કરવાથી માનસિક શાંતિ મળે છે.એવું વૈદ્યનું કહેવું છે.યહૂદી,ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મની પ્રાર્થનાને અંતે અનુક્રમે ‘ઓમેન’,’આમેન’,’આમીન’નો અર્થ પણ અઓમના જ પ્રતીક છે.જેનાથી શરીર,મન એક થઈ જતા ગજબની શાંતિ અનુભવાય છે.

ઓમકારને અંતે ૩ વાર શાંતિ બોલાય છે. સંસ્કૃત ભાષામાં ‘ત્રીવરમ સત્યમ’ મુજબ જે કોઈ પણ વાત ૩ વાર બોલવામાં આવે તો તે સાચી ઠરે છે.તે મુજબ શાંતિ માટેની તીવ્ર ઈચ્છા ૩ વાર વ્યક્ત કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેયમાંથી મુક્તિ મળે છેઃ(૧)ધરતીકંપ કે જ્વાળામુખી કુદરતી છે,અદ્રશ્ય પરિબળો છે,(૨)આસપાસના વાતાવરણના પરિબળો -અકસ્માત, પ્રદુષણ જેવા,(૩) ક્રોધ, હતાશા, બીમારી, નિષ્ફળતા જેવા શારીરિક અને માનસિક પરિબળો ...આ ત્રણેય પ્રકારના દુખો ણ આવે અથવા જો ઓછા આવે તેવો ભાવ વ્યક્ત થાય છે.પહેલીવાર ઉચા સવારે જે અદ્રશ્ય શક્તિને સંબોધીને,બીજીવાર થોડા ધોમાં સવારે જે આજુબાજુના વાતાવરણને સંબોધીને અને ત્રીજીવાર સાવ ધીમાંસ્વરે થતું ઓમનું ઉચારણપોતાની જાતને સંબોધી થાય છે..

ટુકમાં, પરબ્રહ્મનું પ્રતીક,સંસાર અને પરમાર્થને આવરી લેતું,આત્મા અને વેદ-પરબ્રહ્મનું તેજનું પ્રતીક ઓમકારને માત્ર યાંત્રિકતા ન બનવી દેતા તેનું હાર્દ સમજી ધ્યાનપૂર્વક ઉચારણ કરવામાં આવે તો શારીરિક, માનસિક શુભ ફળદાયી બની જીવન ગતિ શુભ ઉર્ધ્વગામી બનાવે છે.

આવતા અંકમાં શ્રીફળ અને કળશના ઉપયોગનું હાર્દ સમજીશું.

પુરાણ પ્રતીકોનું હાર્દ - ૩

શ્રીફળ અને કળશ

અગાઉના પ્રકરણોમાં ગણેશજી,ઓમકાર,સ્વસ્તિક જેવા પુરણ પ્રતિકોનું હાર્દ સમજ્યા પછી હવે એવા જ અને એટલા જ પ્રચલિત ભરપૂરતા અને પવિત્રતાનું પ્રતીક કળશ તથા શ્રી એટલેકે લક્ષ્મીજી(સંપતિ)અને સગવડનું પ્રતિક શ્રીફળની વાત કરીશું.

કળશ :

વર્ષો પહેલા ભારતમાં પગપાળા પ્રવાસ થતો ત્યારે રસ્તામાં આવતા નદી,કુવામાંથી પાણી ભરવા માટીની ગાગર વપરાતી. બાદ ધાતુના ઘડા બનાવ્યા જે કળશ તરીકે ઓળખાયા.માનવજીવન ટકાવી રાખનાર પાણી ભરવાનું અગત્યનું અંગ બની ગયેલા કળશે આગવું સ્થાન લીધું. ત્યારથી આદરપૂર્વક કોઈ પણ શુભકાર્યની શરૂઆત કરતી વખતે પ્રથમ કળશ ભરવામાં આવે છે. માનવજીવનની સમાપ્તિ વખતે અંત્યેષ્ટિમાં સ્થાન અપાય છે. અગ્નિસંસ્કાર પહેલા ‘જીવનજળ હવે ખૂટી ગયું છે’એવા ભાવ સાથે માટીના ઘડાને ફોડવામાં આવે છે.આપના જ્ઞાની પૂર્વજોએ આપેલું ભાર્પુર્‌તાનું આ પ્રતિક લગ્નકંકોત્રી, નિમંત્રણ પત્રિકા વગેરે ઉપર ગણેશ ની જેમ જ મુકાય છે. વરૂન્દેવતા-વરસાદ પ્રત્યે આભાર વ્યક્ત કરવા તેનું કળશમાં ભરી પૂજન કરવામાં આવે છે. કેમકે વરસાદ ણ હોય તો જીવન જ સુકાઈ જાય. આમ શક્તિ દાતા જીવાન્રક્ષાક વરસાદના થોડા પાણીને કળશમાં ભરી, પૂજન કરી તેના પ્રત્યેની માંન્ગલ્ભાવના વ્યક્ત કરવાની પ્રથા શરૂ થઈ.

શુભકાર્ય વખતે કળશમાં પાણી ભરી તેની સ્થાપના ધાન્યની ઢગલી પર કરવામાં આવે છે.અન્ન એ સજીવ માટે આધારભૂત તત્વ છે અને તે પર ભરેલ પાણીનો કળશનો સમન્વય અન્નથી પ્રાણ અને જળથી જીવનનો શુભ સંકેત આપી જીવનમાં જળની આવશ્યકતા અને મહત્વ ધ્યાનમાં રાખવાનું સૂચવે છે.કળશ સ્થાપન વખતે વાળ,પીપળો,અંબો,જાંબુ,ખાખરા એમ પાચ વૃક્ષોના પાન ગોઠવાય છે જે પાંચેય ઔષધીય ગુણો ધરાવે છે.વ્યવહારનિપુણ ૠષીઓ આ પાચ પાનને સોનું,રૂપું,માણેક,મોટી,પ્રવાલ જેવા પંચરત્નના વૈભવના પ્રતીકરૂપે સૂચવે છે.તેની પર શ્રીફળ ગોઠવાય છે જેની વાત આગળ કરીશું.મંદિરનું નિર્માણ પૂરૂં થતા તેની ટોચ પર કળશ ચડાવવામાં આવે છે એવા ભાવ સાથે કે મનુષ્યનું જીવન ઉચે ને ઉચે જાય.’જીવનને પરિપૂર્ણ કરી,જીવન ચણતરમાં દટાઈ તેના કળશ સુધી પહોચવાનોવિચાર રજુ કરે છે કળશપૂજન...આમ પાણી ભરેલો કળશ ભરપુર આશા અને પવિત્ર શ્રદ્ધા સાથે વિશ્વાસનું પ્રતીક છે.

શ્રીફળઃ

નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક -નાળિયેરનું ફળ છે.આ એક જ ઝાડ એવું છે કે જેના દરેક અંગનો ઉપયોગ મનુષ્ય અનેકાનેક કામો માં કરે છે.સેવા સ્વરૂપે જીવન વ્યતીત કરવાની શીખ આપતું શ્રીફળ,દરિયાકિનારે ઉગી, ખારા પાણીથી વૃદ્ધી પામી,મીઠું પાણી આપી,મનમાં પાશવી કે ખરાબ વિચારોને ત્યાગી શુદ્ધ અને સારા વિચારો કરવાનું સૂચવે છે.શુભકાર્યો જેવા કે હવાન,લગ્નપ્રસંગે,ધાર્મિક પ્રસંગે શ્રી એટલે લક્ષ્મીજીના નામ સાથે સંકળાયેલ શ્રીફળને પ્રસાદસ્વરૂપે કે કળશ પર મૂકી યાદ કરાય છે.

પૌરાણિક માન્યતા મુજબ માનવી પહેલાના જમાનામાં માનવભક્ષી હતો ત્યારે યજ્જ્ઞમાં બલિ ચડાવવામાં આવતો.જે બંધ કરવા નિર્જીવ પિંડની આકૃતિ બનાવી,તેનો ઉપયોગ કરવાનું સુચન કરવામાં આવ્યું.પણ તેનાથી માનવીના મન નું સમાધાન ન થતા માનવીની મસ્તિષ્કની પ્રતિકૃતિ સમું શ્રીફળ આપવામાં આવ્યું ત્યારથી શ્રીફળને માન્યતા મળી ગઈ.

બીજી રીતે જોઈ તો,માનવીનું જીવન અનેક દ્વંદ્વથી ભરેલું છે..સુખ-દુખ,આશા-નિરાશા,ચડતી-પડતી,કઠોરતા-મૃદુતા.....પણ શ્રીફળની જેમ તેનો સમન્વય કરી જીવે તે એની જેમ મહાન બની શકે છે.ઉપરથી કથાન અને અંદરથી નારણ એવું શ્રીફળ માનવમનની પ્રતીતિ કરાવે છે.ઉપરની છાલ જીવનની કઠોરતા,નક્કરતા સમજાવે છે.એટલે જ કોઈ કવિએ કહ્યું છે ને કે ‘વિશ્વની ખારાશ તારા ઉરમાં સમાવી પણ લોકોને તુ મીઠું પાણી આપજે.” શુભકાર્ય વખતે રકહતું શ્રીફળ બલિદાનની ભાવનાનું પ્રતીક છે.જ્યાં સુધી જીવનને વધેરવામાં ણ આવે ત્યાં સુધી કોઈ સત્કર્મ ઉચું આવતું નથી.જે સ્વાર્પણની ભાવના છે.હૃદયમાં નરમાશ રાખી,જીવનની કર્તવ્યનિષ્ઠાનું પ્રેરણાદાતા એવા શ્રીફળને માનવીના મનના વૈભવના પ્રતિક સ્વરૂપે સ્વીકારી,ઉપયોગમાં લઈએ તો તેના ગુણો જીવનમાં ઉતરતા જરૂર મહાન જીવન જીવી શકીએ.

ભરપુર જીવન અને લક્ષ્મીજીના પ્રતીક તરીકે વપરાતા કળશ અને શ્રીફળના હાર્દ સમજ્યા પછી આવતા અંકમાં દીપ્પુજન અને આરતીનું મહત્વ સમજીશું.

પુરાણ પ્રતિકોનું હાર્દ - ૪

દીપ અને આરતી

૫૦૦૦ વર્ષ જૂની આપણી ભારતીય સંસ્કૃતિમાં અચળ અને અનુપમ સ્થાન ધરાવતા દીપક અને મનની એકાગ્રતાને ભગવાનમાં સ્થિર રાખવા માં સહય્‌ભુત આરતીનું મહત્વ સમજીએ.

દીપ :

આજના યંત્રયુગમાં સમયના વહેણમાં સતત દોડતા લોકોમાં યાંત્રિકતા આવી ગઈ છે,જેનાથી ભાવનાઓ વિલીન થઈ ગઈ છે.તેથી દીપપૂજન કરવામાં અને દીવો પ્રગટાવવા પાછળની ઘણી ઊંંડી સમજ અને કૃતજ્જ્ઞતાની ભાવના સમજી શકતા નથી.ઘરે ઘરમાં દરરોજ સવારે અને સાંજે પાણિયારે કે તુલસીક્યારે દીવો પ્રગટાવવામાં આવે છે. દરેક નવા શુભકાર્યો કે જાહેર કાર્યક્રમોની શરૂઆત દીપપ્રગટ્‌યથી કરવામાં આવે છે.વિદ્યુતગોળા અને અવનવી લાઈટ બજારમાં ઉપલબ્ધ હોવા છતાં દિવાળીના દિવસોમાં ભારતના દરેક ઘરમાં વિવિધ આકાર અને ડીઝાઈનવાળા માટીના કોડિયામાં ઘી કે તેલમાં રૂની વાટ બનાવી દીવા પ્રગટાવવાની પ્રથા આજે પણ ચાલુ છે.કેટલાક ઘરોમાં કે મંદિરોમાં અખંડ દીવો રાખવામાં આવે છે. આ બધા પાછળનો સર્વસામાન્ય ભાવ કુદરત પાસે ‘સર્વનું મંગલ થાવ’ એવી ભાવના વ્યક્ત કરવાનો હોય છે.

આદિમનાવે જેમ હિસક પ્રાણીથી રક્ષણ મેળવવા અગ્નિનો ઉપયોગ કર્યો હતો તેમ ધાર્મિક માન્યતા પ્રમાણે શૈતાની શક્તિઓ હમેશા અંધકારમાં જ કામ કરે છે,ચોરી,બળાત્કાર જેવા પાપકર્મો અંધારામાં જ થાય છે.પણ જ્યાં પ્રકાશ હોય ત્યાં મલીન શક્તિઓ દુર રહે છે,પાપકર્મો દુર રહે છે.

વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે ઘીનો દીવો કરવામાં આવે તે સ્થળે તેમાંથી નીકળતી ધુમ્રસેરથી વાતાવરણમાં રહેલ સુક્ષ્મ,બિનઆરોગ્યપ્રદ જીવાણુઓ નાશ પામી હવા શુદ્ધ થાય છે.આમ,નાનકડા દીવાની જ્યોત આપણને સંદેશ આપેછે કે ‘સુરજ ના બન પાયે તો બનકે દીપક બનતા ચલ....’ જ્યાં વિષયવાસનાનો અંધકાર,મોહના અજ્ઞાનને દુર કરવાનો સંદેશ આપે છે દીપનું પ્રતિક.

આરતીઃ

પરમેશ્વરનો સાક્ષત્કાર કરવા પ્રકાશ પાથરવાની વિધિ એટલે આરતી...એવું ૠષિમુનીઓએ કહ્યું છે.ભાગ્યે જ કોઈ એવું ઘર કે મંદિર હશે કે જ્યાં આરતી ન થતી હોય પછી તે એક,સાત કે એક હજાર દીવાની હોય.જુના જમાનામાં મંદિરોના ગર્ભગૃહમાં રહેલ ભગવાનની મૂર્ત્િાના નખશીખ દર્શન કરવા દીવાની જ્યોત પ્રભુના પગથી પાણી સુધી ફેરવવામાં આવતી.આમ, આરતીની શરૂઆત થઈ.સમય જતા તેની સાથે વિવિધ દેવતાના આરતીના પદ,ભક્તિસંગીત,તાળીનાદ,શંખનાદ,ઘંટનાદ વગેરે ઉમેરાયું.કુદરતના પાચ તત્વો-પંચમહાભૂતની ભેટ મળી છે તેનું ૠણ અદા કરવા આરતીરૂપે આપને ભગવાનનું અભિવાદન કરીએ છીએ. આરતીની સમગ્ર પ્રક્રિયામાં આ ભાવનિર્દેશ સ્પષ્ટ થાય છે.સહુપ્રથમ દર્શનાર્‌થી દર્શન કરે છે જે આકાશનો ગુણ,શંખનાદ અને ચમાર વાયુતત્વ,આરતીસ્વરૂપે અગ્નિતત્વ,આરતીના અંતે ફેરવવામાં આવતું પાણી-જલતત્વ,અને આરતીની આશ્કા લઈ બે હાથ જોડી નમન કરવા તે પૃથ્વીતત્વ...કુદરતને નમન છે.

ભારતીય સંસ્કૃતિનું આ પ્રતિક મનમાં રહેલા ભાવનું પ્રતિક છે.જે પુણ્‌યકાર્ય કરવા જાતને બાળીને,અન્યને પ્રકાશ આપી રાહ ચીંધવાનું કહે છે.વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સવારે કોઈ પણ કાર્ય શરૂ કરતી વખતે આરતી સમયે થોડી ક્ષણો શાંતિથી ઉભા રહી એકાગ્ર ચિત કેળવી મનમાં આશાનો,શ્રદ્ધાનો દીવો પ્રગટાવીએ.અને ધ્યાન ધરી મન સ્વસ્થ બનાવીએ તો કાર્ય સુપેરે પાર પડે. એ જ રીતે આખા દિવસની દોડધામ પછી સાંજે થોડી ક્ષણો આરતીમાં ગાળતા,દિવસભરનો થાક ઉતરવાનો સમય મળી જાય છે.આરતીનો પ્રકાશ મનમાં એવા કિરણો ફેલાવે છે કે દિવસ દરમ્યાન શું કર્યું,શું ણ કર્યું,શું કરવાનું બાકી રહ્યુંવગેરે બાબતોનું ધ્યાન ધરી,નવા દિવસનું વધુ સારૂં આયોજન કરી શકીએ.

આમ,મનની અજ્ઞાનતાને દૂર કરી,જીવનને પ્રકાશનો સંદેશ આપનાર દીપક અને આરતીના હાર્દને સમજી,વિચારીને ઉપયોગ કરીએ તો આપણા ૠષિમુનીઓએ જે હેતુથી પ્રતીકો આપણને આપ્યા તે હેતુ જરૂર સિદ્ધ થશે.

આવતા અંકમાં શંખનાદ અને પ્રદક્ષિણાનું મહત્વ સમજીશું.

પુરાણ પ્રતીકોનું હાર્દ - ૫

શંખનાદ અને પ્રદક્ષિણા

શંખનાદઃ

“યસ્તુ શંખધ્વનિ કર્યાત પુખાકાલે વિશેષતઃ

વિમુક્તઃસર્વપાપેન વિષ્ણુના સહમોદાતે ઼”

અર્થાત પૂજા સમયે શંખનાદ કરનારના પાપ નષ્ટ થાય છે અને ભગવાન વિષ્ણુ સાથે તે આનંદ કરે છે.

પહેલાના જમાનામાં ગામના મંદિરોમાં સંધ્યા આરતી સમયે શંખ ફુકવામાં આવતો જેની પાછળનો મુખ્ય આશય એ હતો કે કામમાં વ્યસ્ત લોકોને આરતી સમય યાદ આવી જાય અને કામ બંધ કરી આરતીમાં પહોચી જાય અથવા મંદિરમાં ન પહોચી શકે તો જ્યાં હોય ત્યાં મનોમન ભગવાનને વંદન કરી લે.શંખનાદ શુદ્ર ષડજ સ્વરમાં ‘ઓમ’ની નજીક હોવાથી પૂજા કે શુભ કાર્ય વખતે જોરથી ફુકીને વગાડવામાં આવે છે.કોઈએ મહાન સિદ્ધી મેળવી હોય તો અભિનંદન અને શુભેછા માટે પણ વગાડવામાં આવે છે.કેટલાક મંદિરોમાં શંખમાં જળ ભરી રાખવામાં આવે છે અને આરતી બાદ દીપની આસપાસ તે જળ ફેરવી,ભક્તો પર છાત્વમાં આવે છે. અથર્વવેદમાં આ જળને અતિ પવિત્ર માનવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર બ્રહ્મવૈર્વતી પુરાણમાં શંખની ઉત્પતિની કથા આ મુજબ છેઃ ભગવાન શ્રીકૃષ્ણનો પાર્ષદ-સુદામા રાધાજીના શાપને કારણે શંખચૂડ નામનો દાનવ બન્યો હતો પણ ભગવાન પાસેથી મંગલ કવચ મેળવી તે અતિ બળવાન અને માયાવી બની, દેવો સાથે યુદ્ધ કરી તેમના વેદ ચોરાવી સાગરના તળિયે બેસી ગયો.ભગવાન વિષ્ણુએ મત્સ્યાવતાર ધારણ કરી તેનો વધ કર્યો. શંખ આકારની ખોપરી અને કાનનું હાડકું શ્રીવિષ્ણુએ શંખની જેમ ફૂકયું.તેમાંથી ઓમકારનો ધ્વનિ ઉદભવ્યોઅને તે સાથે વેદોની પુનઃઉત્પતિ થઈ.એટલા માટે જ કહેવાય છે કે વેદોમાં સંગ્રહિત બધું જ જ્ઞાન ઓમકારનો વિસ્તાર છે.આમ,દેવતાઓને પ્રસન્ન કરવાના એક સાધન તરીકે શંખ વપરાવવા લાગ્યો....

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું છે કે શંખ ફૂક્યા પછી તેનો અવાજ જેટલે દૂર સુધી જાય તેટલા વિસ્તારમાં બીમારી ફેલાવતા તમામ કિટાનુંઓ નાશ પામે છે.આ દ્રષ્ટિએ જોતા મંદિરમાં એકત્ર થયેલી ભીડને કારણે અશ્દ્ધ થયેલું વાયુમંડળ શુદ્ધ કરવા શંખ ફૂકવાથી પર્યાવરણ શુદ્ધિ થાય છે.ઉપરાંત નિરંતર શંખ ફૂકનાર વ્યક્તિના ફેફસા મજબૂત થવાની સાથે દમ,શ્વાસ કે ફેફસાને લગતી બીમારીઓ થતી નથી.મૂક્પણું અને હ્‌બકાપણું દૂર કરવામાં શંખ ઔષધિરૂપ સાબિત થાય છે.જે પત્રમાં વસ્તુ રાખવામાં આવે તેના ગુણની અસર તે વસ્તુ પર થાય તેમ શંખના પોષક ગુણોની અસર તેમાં રહેલા પાણી પર થાય છે તેથી તેનું પાણી ધાર્મિક રીતે પવિત્ર અર્થાત વૈજ્ઞાનિક રીતે રોગ ભગાડનાર કહેવાય છે.આમ,શંખના આ બધાવૈજ્ઞાનિક ગુણોને ધ્યાને રાખતા જૂની ઉક્તિ સાર્થક જ લાગે-‘શંખ વાગે,ભૂત ભાગે.’અહી ભૂતનો અર્થ અનિષ્ટ ફેલાવનાર જીવજંતુ કરી શકાય તે સાબિત થયેલું સત્ય છે.

પ્રદક્ષિણાઃ

ભગવાનના મંદિરમાં પ્રણામ કાર્ય બાદ તેમની મૂર્ત્િાને ફરતે પ્રદક્ષિણા કરવાનો પથ રાખવામાં આવે છે.એક થી સાત વાર કે વધુ વખત પણ ભક્તો દક્ષિણવર્તી પ્રદક્ષિણા કરતા હોય છે.અમુક ધર્મોમાં પૂજા કાર્ય બાદ આસન પર ઉભા રહીને તે જ સ્થળે ગોળ ગોળ ફરી પ્રદક્ષિણા કરાય છે,તો શિવ મંદિરોમાં બંને બાજુથી વિશિષ્ટ રીતે પ્રદક્ષિણા કરવામાં આવે છે.સાધનામાં સતગુણમાં વૃદ્ધી કરતી આ પ્રદક્ષિણાનું મહાત્મ્ય એ છે કે દૈવીશક્તિ અને તેનું તેજોવલય દક્ષિણવર્તી હોય છે.તે વિસ્તારમાં પ્રદક્ષિણા કરવાથી તેના લહેરોની ગતિની સાત્વિકતા આવવાને પરિણામે આપનું વ્યક્તિત્વ સ્વચ્છ અને પુનિત બને છે.વામવર્તી પ્રદક્ષિણા ન કરવા પાછળનું ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વ એ છે કે પુરાણ મુજબ દૈવી આભામંડળની ગતિ દક્ષિણાવર્તી હોવાથી જો ઉંધી એટલે કે વામવર્તી પ્રદક્ષિણા કરવાથી આપણી અંદર રહેલા પુણ્‌યકર્મોનો નાશ થાય છેઅર્થાત વૈજ્ઞાનિક રીતે સાત્વિકતા -હકારાત્મકતા નાશ પામે છે.ઉપરાંત દેવમૂર્ત્િાને ગોળ ફરતા સતત ઈશનું ચિંતન અને મનન કરવાથી મન શાંત બને છે,ધ્યાન વધુ કેન્દ્‌રિત થાય છે પરિણામે લાંબે ગાળે એકાગ્રતા અને હકારાત્મકતાના ગુણો વિકસે છે.

‘યાની કાની ય પાપાનિ ખન્મંતર વૃતાનિ ચ,

તાની સર્વાંની નશ્યંતુ પ્રદક્ષિણા પડે પદે પદે ઼’

અર્થાત જન્માંન્તારમાં જે પાપો થયા હોય તો આ પ્રદક્ષિણાને પગલે પગલે નાશ પામો..અહી પાપને નકારાત્મકતાના અર્થમાં સમજી શકાય.

આમ શંખનાદ અને શંખ રાખવા તથા નિત્ય પ્રદક્ષિણા પાછળનું આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ સમજી દૈનિક જીવનમાં અપનાવી,જીવન મંગલ કરીએ.