મથુરા, વૃંદાવન SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

મથુરા, વૃંદાવન

મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્રેમ મંદિર વગેરે જોવા ગઈકાલે સવારથી સાંજ ગયાં.ગુડગાંવ થી 8 વાગે નીકળી જન્મસ્થાન સવારે દસ આસપાસ પહોંચ્યાં. ખૂબ સરસ દર્શન અને અનુભૂતિ થઈ.જન્મસ્થાન મથુરા જતાં જ પ્રિપેઇડ પાર્કિંગોમાં કાર પાર્ક કરી લાઈનમાં જૂતાં મૂકી, મોબાઈલ  અને થેલા પણ અન્યત્ર મૂકી ઊભવાનું.  મંદિરના પાછલા ગેટ પર બે વિશાળ દ્વારપાળ અને મુખ્ય ગેટ પર અર્જુન સાથે રથ પર શ્રીકૃષ્ણ દેખાય છે. જન્મસ્થાનની ઇમારત કિલ્લા આકારની છે અને અંદર, બહાર બધું જ ભગવા રંગે રંગેલું છે.મંદિરના એક છેડેથી અંદર જઈ બીજા છેડે થી જ બહાર નીકળવાની વ્યવસ્થા છે એટલે અંદર કારાવાસ, જન્મસ્થાન બધું જ જોવું પડે. કારાવાસમાંથી પસાર થઈએ એટલે સાચા કારાવાસની ઊંડી પરસાળનો અનુભવ થાય.  એક ખૂણે જેલના સળિયા પાછળ ઊંઘતા દ્વારપાળ દેખાય. જન્મસ્થાન મંદિર 30 પગથિયાં ચડીને જવાનું છે. મંદિરમાં દર્શન પછી બેસવાની વિશાળ જગ્યા છે. ઉપરથી દૂર યમુના અને મથુરા શહેર દેખાય છે.આસપાસ ઇમરતી બનાવનારાઓની દુકાનો છે ત્યાં  કડક, ઘીમાં તળેલી ઇમરતી જરૂર ખાવી. મેં બેડમી પૂરી એટલે જાડી પુરીમાં કાણું પાડી શાક  ભરીને આપે તે ખાધી. ઘી માં બનાવી લાગી. ખૂબ સ્વાદિષ્ટ.ત્યાંના બ્રાઉન રંગના અલગ પેડાની પણ દુકાનો હતી.માવામાંથી બનતી, આપણે માટે અજાણી ઘણી અવનવી મીઠાઈઓ મથુરા, વૃંદાવનમાં વેંચાય છે.અમે મંદિર સામે જ બ્રેકફાસ્ટ પતાવ્યો.પછી ગયાં  12 કિમી દૂર વૃંદાવન. પહેલાં ગયાં ગોવિંદ મંદિર. રાજા માનસિંહે 1590 માં  એ બંધાવેલું.મંદિર આખું લાલ પથ્થરનું છે. ખૂબ ઊંચા ઘુમ્મટ છે. અંદર કૃષ્ણનું ગોવિંદ સ્વરૂપ છે. મૂળ મૂર્તિ બચાવવા જયપુર શિફ્ટ કરેલી. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ઊંચી દીવાલો કે છત પર કોઈ ધાર્મિક ચિત્રો કે કોતરણી નથી. એ મહેલ તરીકે છે. પાંચસો ઉપર વર્ષ જૂનું છે.તેમાં  આસપાસ વાંદરા કદાચ  બે વસ્તુઓની જ ચીલઝડપ માટે ખાસ ટ્રેઈન કરેલા હતા, માત્ર ચશ્મા અને મોબાઈલ જ જોતજોતામાં ઉઠાવી અદ્રશ્ય થઈ જાય. એ બે વસ્તુ જ કેમ? સમજી જાઓ. બાકી લાલ રંગનું મંદિર સરસ હતું.ત્યાંથી નીકળ્યા ત્યારે બધાં મંદિરો અને આખું વૃંદાવન સાવ શાંત. વૃંદાવન આખું બપોરે 12 થી 5 સુઈ જાય. પુત્રએ મઝાક કરી કે હોસ્પિટલમાં કોઈને 12 વાગે એનેસ્થેશિયા ચડે પછી ઓપરેશન પાંચ વાગે થતું હશે.એટલે હવે ગયાં સીધાં કસી ઘાટ.ઘાટ  ઉતરતાં હમણાં વરસાદ આવ્યો હોઈ કાદવ હતો. છતાં  પાણી ઠીક હતું અને ભીડ એ સમયે ઓછી હતી. કિશોરો  ઊંચે ઉપર બેસવાના  ગોળ ઓટલાઓ પરથી ભૂસકા મારતા હતા. એક તરફ પંડાઓ શ્રાદ્ધની વિધિ કરાવતા હતા. બપોરે  પણ લોકો દીવા તરાવતાં હતાં. ઘાટ પર  પાણીમાં ડૂબેલાં પાંચ છ પગથિયાં ઉતરો એટલે ગોળ પાળી પગને અડે. અહીં સુધી કેડ  સમાણું પાણી હોય પણ એ મૂકો એટલે અફાટ ઊંડું, કદાચ 70 કે 80 ફૂટ અને ઝડપથી વહેતું. એક યુવાન એ રીતે આગળ ગયો ને એકદમ ડૂબવા લાગ્યો. હોડીવાળાએ દોરડું નાખી બચાવ્યો.અમે ત્યાં નીરાંતે  નહાયા અને મોટરબોટમાં  ખાસ્સો મોટો રાઉન્ડ ફર્યાં.કસી ઘાટ નહાઈ, બોટિંગ કરી નિરાંતે ‘વૃંદાવન  રેસ્ટોરાં ‘ માં જમવા ગયાં.સવારે મથુરા જન્મસ્થાન  જોયા પછી નાસ્તો કરી જવા રહ્યાં તો વૃંદાવન પ્રેમ મંદિર પોણાબારે પસાર થયું. 12 વાગે તો બંધ થાય! અને ત્યાં બાંકેબિહારી મંદિર નજીક હોવા છતાં સાડાપાંચે ખૂલતું હોઈ પહેલાં પ્રેમ મંદિર જોયું.વૃંદાવન પ્રેમમંદિર  રાધા કૃષ્ણના પ્રેમને સમર્પિત છે. અમારી સાંજે 4.20 ના લાઇન કરાવી 4.30 ના  ખૂલ્યું. સફેદ ચમકતા પથ્થરનું અને કદાચ સોનાના, ખૂબ ચળકતા શિખર વાળું પ્રેમમંદિર  ખૂબ સરસ છે. અંદર વિકસાવેલ બાગ અને મૂર્તિઓ જોતાં જ રહીએ એવી છે.ખૂબ સરસ રાધાકૃષ્ણ યુગલનાં exhibits, નાગદમન, ગાયો ચરાવતા કૃષ્ણ બલરામ, રાસલીલાનાં સ્ટેચ્યુ, ગોવર્ધન પર્વત પર થી પડતો વરસાદ ધોધ તરીકે અને અંદર કૃષ્ણ વૃંદાવનના લોકોને લઈને ઊભા છે તે વગેરે જોયાં. સાડાપાંચ થતાં ગયાં બાંકે બિહારી મંદિર.બાંકેબિહારી એ કૃષ્ણનું જન્મસ્થાન નથી કે નથી ત્યાં તેઓ રહ્યા. સ્વામી હરિદાસે એ   મંદિર રાજસ્થાની શૈલીથી બનાવ્યું છે.  ચાંદીનાં બનેલાં ગર્ભદ્વારની અંદર બાળ સ્વરૂપની ત્રિભંગ મુદ્રામાં કૃષ્ણ મૂર્તિ છે એમ કહેવાયેલું.  હું જોઈ શક્યો નહીં. બેસુમાર ગિરદી, અત્યંત સાંકડી શેરીઓ. ચંપલ રાખવા કહે ફ્રી પણ જોડી દીઠ 10 રૂ. માગે. એવાં ચારેક ચંપલ સ્ટેન્ડ અલગ અલગ દિશામાં એક બીજાથી એક કિમી દૂર. કોઈ બોર્ડ કે ક્યાં કયું સ્ટેન્ડ છે એની કોઈ સૂચના નહીં.અંદર સતત દબાતો, પરસેવે નહાતો, ધક્કા સાથે આગળ વધતો મૂર્તિ સુધી ગયો પણ માંડ એક સેકંડ શ્યામ મુખ અને ચાંદીની આંખ દેખાઈ. બાકી મીઠાઈની બોક્સ ઊંચા થઈ થઈને આપતા હાથો અને એ જ દબાવતી  ગૂંગળાવતી ભીડ.આવ્યા એમ જ ધક્કાઓથી બહાર નીકળો એટલે ક્યા ગેટ માંથી નીકળ્યા અને ક્યાં જૂતાં રાખ્યાં છે એનું નક્કી નહીં. અમારે પણ સવા કિમી ચાલવું પડ્યું એ પણ ગંદી, સાંકડી, માત્ર મીઠાઈઓની દુકાનો ધરાવતી ગલીઓમાંથી ટોળાંઓમાં ભીંસાતાં.ત્યાં મોબાઈલ, પાકીટ જાય એમાં નવું નથી. સરકારે માત્ર જન્મસ્થાનમાં વ્યવસ્થા રાખી છે જે ખૂબ સરસ છે. આ બધાં  માત્ર પ્રચાર કરીને બની બેઠેલાં 'પવિત્ર' સ્થાનો પર  જવા અને ગિરદીમાં ભિંસાવામાં બીજી જોવા જેવી જગ્યાઓ રહી જશે.અંધારું થતાં બાંકેબિહારી મંદિરના કડવા અનુભવ બાદ જ્યાં કાર પાર્ક કરેલ તે ગોવિંદ મંદિર નજીક આવી કાર કાઢી પણ ગૂગલ મેપે મોં દક્ષિણને બદલે ઉત્તર ફેરવાવ્યું. સાવ સાંકડી શેરીમાં બે કાર સામસામી આવી ગઈ, એક બીજા સાથે ઘસાઈ સ્ક્રેચ પાડીને જ જઈ શકી.રસ્તે વળી વૈષ્ણોદેવી મંદિર આવ્યું જ્યાં અંબાજીની વીસેક ફૂટ ઊંચી મૂર્તિ હતી અને સરસ રોશની હતી.બાકી હતું તો દિલ્હી રોડ પકડતા કોઈ એકદમ ઢાળ વાળી કેડી પકડાવી. સારું હતું, પુત્રે ફૂલ લાઈટ કરી જોયું, આગળ તો વહેતી યમુના હતી! ઢાળ પર જ માંડ રિવર્સ લઈ ધરાર ગૂગલનું ન માની કોઈને પૂછી હાઇવે પકડ્યો. સવા બે કલાકમાં ઘેર.આ બધાં ઉત્તરમાં પૂર્વ તરફનાં શહેરોમાં ગૂગલ ખાસ કામનું નથી. ક્યારેક ખતરનાક રીતે ખોટું બતાવે છે.ગુડગાંવ મથુરા 2 કલાક 10 મિનિટ થાય છે. દિલ્હીથી પણ પોણા બે થી 2 કલાક.મથુરા ફક્ત કૃષ્ણજન્મ  સ્થાન જવું અને વૃંદાવનમાં કસી ઘાટ, પ્રેમ મંદિર, વૈષ્ણોદેવી.અન્ય કોઈ મંદિરને કૃષ્ણના ઇતિહાસ સાથે સંબંધ નથી  અને ત્યાં જોવા જેવું પણ કાઈં નથી. ખાનગી ‘ટ્રસ્ટો‘ વર્ષોથી પ્રચાર કર્યે રાખી કમાય છે. એ મંદિરોમાં કોઈ જ વ્યવસ્થા નથી, અંગત સ્વાર્થ માટે કોઈ કરવા દે એમ નથી. માત્ર ને માત્ર હેરાનગતિ અને  કિંમતી વસ્તુઓ  ખોવાની પૂરી શક્યતાઓ છે એટલે ત્યાં જવું નહીં.  એમાં બાંકેબિહારી, દ્વારકાધીશ, રાધારમણ, રંગજી એમ ઘણા જૂનાં મંદિરો  મારા મતે આવી જાય.ગોવિંદ મંદિર સ્થાપત્ય સરસ છે પણ ટ્રેઈન કરેલ વાંદરા ફકત મોબાઈલ અને ચશ્મા જ પલકવારમાં ઉપાડે છે અને ત્યાં પણ સરકારે કે કોઈએ ત્યાં કશી વ્યવસ્થા નથી રાખી એટલે  ત્યાં જવું  પણ  મારા મતે એવોઇડ કરવું. કોઈનું ઐતિહાસિક મહત્વ હોત તો સરકાર કે ASI એ લઈ લીધું હોત.ફોટાઓ ની લિંકhttps://photos.app.goo.gl/22JYJ4YzVB4oP45o8***