ડિજિટલ ક્રાંતિ અને નવાં આયામોવર્ષ 2016 ના મધ્યમાં લોન્ચ થયેલી UPI (united payment interface) સિસ્ટમે આપણા રોજબરોજના નાણાકીય વ્યવહારોમાં ક્રાંતિ લાવી દીધી છે. હવે આપણે નવી નોટ ગોતવી, કોઈ ફાટેલી કે ગંદી સેલોટેપ મારેલી નોટ પરાણે સ્વીકારવી, પરચુરણને બદલે વિક્સની પીપર લેવી કે દુકાનદારે 45 ને બદલે 40 રૂ. લઈ સંતોષ માનવો, આપણે 38 ના 40 આપી છૂટા જવા દેવા - આ બધું હવે આ આશરે સાડા સાત વર્ષમાં ભૂતકાળ બની ગયું છે. તમે એક લાખ સુધીની રકમ upi થી ચૂકવી શકો છો.આ વ્યવહારો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા નિયંત્રિત થાય છે.તમને quick response code જેને ટુંકમાં QR કોડ કહે છે એ મોબાઇલમાં સામી વ્યક્તિને ધરીને પેમેન્ટ લેવાની સુવિધા પણ મળે છે. એ કેટલાક લોકો માને છે એમ તમારી દુકાન કે નામને, ઉપર ડીઝાઈન ચીતરી ન વંચાય એવું કરી નાખે એવું નથી. એ તમારી ફિંગરપ્રિન્ટ જેવો, કોમ્પ્યુટર જનરેટેડ કોડ છે. એ ડીઝાઈન QR રીડર મિકેનીઝમ, જેમાં મોબાઇલનું enable access from camera and gallery ફીચર ચાલુ હોય તો મોબાઈલમાં જ જે તે એપ વાંચી શકે છે. અને તે QR કોડ સમજે કે આ સંજ્ઞા એટલે આ માણસ કે દુકાનદાર. એટલી માહિતી તરત ડી કોડ કરી નામ સાથે એટેચ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ સાથે લિંક હોય એટલે એને, NPCI નાં સર્વર દ્વારા પેમેન્ટ પહોંચે છે.તમારું એકલાનું જ હોય એવું unique upi id તમે ગૂગલ એપ, પે ટી એમ વગેરેમાં પ્રોફાઈલ પર જોઈ શકો છો.અમુક વખતે પે બાય upi ઓપ્શનમાં તમારું યુનિક upi id નાખો જે તમારા upi વાપરતા હો તે એપમાં પ્રોફાઈલ ઉપર હોય છે. જેમ કે dhiru.shah@ptaxis. આમાં ધીરુભાઈ દ્વારા થતું પેમેન્ટ તેમના ગમે તે બેંકમાં એકાઉન્ટ હોય, તેમાંથી લઈ upi એપ સાથે લિંક સર્વર axis બેંકનું છે તેમાંથી રૂટ થઈ લેનાર સંસ્થાને પહોંચે છે. IRCTC કે વિદ્યુત બોર્ડ જેવી સંસ્થાઓ આ રીતે પેમેન્ટ upi થી લે છે. તમારાં upi id થી, પછી પેમેન્ટ લિંક એક્ટિવ કરીને. એમાં કાઈં ચેરમેનનો મોબાઈલ નંબર ન હોય ને? ઘર પાસેના ભાજીવાળાને તો એના મોબાઇલ લિંક એકાઉન્ટમાં જાય.તમે જોયું કે આ UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ માટે ત્રણ મુખ્ય વસ્તુ આવી - 1.જે તે વ્યક્તિ, એનો એકાઉન્ટ નંબર (જે એક કરતાં વધુ એકાઉન્ટ લિંક થઈ શકે પણ દરેક એપમાં સરખા જ એકાઉન્ટ હોવા જોઇએ)2. એનો મોબાઈલ નંબર જે આ બેંક કે બેન્કોનાં ખાતાં સાથે લિંક કરવો પડ્યો હોય, સાત વર્ષ અગાઉ કે upi એપ ડાઉનલોડ કરી ત્યારે.3. એ વ્યક્તિ પોતે જ છે એની ખાતરી માટે જે તે વખતે વેરિફાય કરાવેલ સરકારી id જેવી કે આધાર, પાન, વોટર આઇડી. એ kyc થાય પછી પહેલાં તમારા એકાઉન્ટ સાથે મોબાઇલ નંબર જોડાય અને પછી એ બે સાથે તમે એટેચ થઈ શકો.તમે એ રીતે પિન નાખીને કે પિન વત્તા ઓટીપી, કે upi lite માં સીધા સ્કેન કરી પિન વગર પણ પેમેન્ટ કરી શકો.2015 - 16 માં જ્યારે ખૂબ મોટી સંખ્યામાં બેંકોમાં એકાઉન્ટ ખોલવાનું ઘોડાપૂર ઉમટેલું ત્યારે બેંકોવાળા ત્રાસીને કહેતા કે આ બધું શા માટે છે ને શું થઈ રહ્યું છે? તો સામાન્ય, નિમ્ન સ્તરના લોકો તો ‘અમને એકાઉન્ટ ની જ જરૂર નથી’ , ‘રોજનું કમાઈને રોજ ખાવું હોય એટલે’ , ‘અમે અમારી વિગત બીજાને શું કામ આપીએ?’ , ‘અમને બેંક ફાવે નહીં. ઘરાકો નોટો આપે એ જ એમને પાછી આપીએ’ વગેરે કહી અચકાતા, છેક લગભગ 2019 ના અંત સુધી. કોરોના કાળ પછી ઓચિંતી એ ડિજિટલ વ્યવહારો આધારિત અર્થતંત્રમાં ક્રાંતિ આવી છે. લોકોને ડિજિટલ વ્યવહારો પર વિશ્વાસ બેઠો છે અને સમજાયું છે કે યોગ્ય ધ્યાન રાખવાથી નાણાકીય વ્યવહાર સુરક્ષિત રીતે થઈ શકે છે અને સરળ પણ છે.આજે તો એટીએમ કાર્ડ ને બદલે લગભગ બધે - પેટ્રોલ પંપ, કરિયાણાની ખરીદી, મોલ, ફિલ્મની ટિકિટ બધે સ્કેન કરી પેમેન્ટ નું ચલણ જ ચાલ્યું છે. ખુદ એટીએમ માં પણ તમે ડેબિટ કાર્ડને બદલે મોબાઈલ થી ત્યાંની ઈમેજ સ્કેન કરી પેમેન્ટ લઈ શકો છો.હવે, આ ડિજિટલ ક્રાંતિની સફળતા માટે જરૂરી ત્રણ બાબતો રિઝર્વ બેંક કહે છે, ટુંકમાં JAM.JAM એટલે Jan Dhan, AADHAR , mobile. ઉપર કહ્યું તેમ જનધન એટલે બેંક ખાતું, તેની ખરાઇ એટલે આધાર અને તમારું ખાતાં સાથે સંકળાયેલું પાકીટ કે ખિસ્સું એટલે તમારી મોબાઈલમાં upi એપ, ટુંકમાં તમારો મોબાઇલ.એ થઈ નોટો નાં સર્ક્યુલેશન વગર નાણાકીય અર્થતંત્રની વાત. એ પછી હવે સરકાર અને રિઝર્વ બેંક વધુ એક ડગલું આગળ વધી રહી છે. એ છે United Lending interface. ULI.RBI ને 90 વર્ષ પૂરાં થતાં બેંગલોર ખાતે આ યોજના ખુલ્લી મુકાઇ છે. RBI તેને friction less credit કહે છે. અહીં friction એટલે ગ્રાહક અને બેંક વચ્ચે ઝગડો કે એવું ઘર્ષણ નહીં પણ જેમ પૈડાં સરળ સપાટી પર ઝડપથી ફરે અને ખરબચડી પર ઘર્ષણ નડતાં ધીમાં ફરે એમ અહીં જોઈએ એ ડેટા જે તે સરકારી સર્વરમાંથી લઈ તરત બેંકને મળી શકે એવી વ્યવસ્થા.અમે બેંકમાં જ્યારે કોઈ સરકારી સંસ્થા દ્વારા લોનની અરજીઓનાં ફોર્મનો ઢગલો આવે કે કોઈ વ્યક્તિ લોન લેવા આવે ત્યારે જોતા કે પહેલાં તો એ જે નામ કહે છે એ જ છે? તેનું એડ્રેસ બરાબર છે? એ ધંધો એ જ જગ્યાએ કરે છે કે કરવા માગે છે? એ હપ્તો ક્યાંથી આપશે, એને ધંધા માટે સાધન અને કાચો માલ વેચનાર કોણ છે વગેરે. અને ખેતીની લોનોમાં ખેતીની જમીન પર પાક ધિરાણ, હાર્વેસ્ટર જેવું સાધન કે ટ્રેકટર ધિરાણ જેવું લેવું હોય તો એની જમીન પર કોઈનો હક્ક બોજો નથી, એની જમીન કેટલી છે એના 7/12 મગાવી જોઈએ અને એ જમીન પર બેન્કનો બોજો તલાટી ઓફિસમાં નોટ કરાવીએ. જમીનના ઉતારા માટે roianywhere જેવી સરકારી સાઈટ પરથી વિગતો મેળવીએ. વ્યક્તિગત લોનો માટે એનાં ઈનકમ સ્ટેટમેન્ટ, રિટર્ન વગેરે જોઈએ. હવે એ બધાં માટે અલગ અલગ સાઈટો પર જવું નહીં પડે.UPI ની સફળતા પછી રિઝર્વ બેંક લાવી રહી છે ULI. તેમાં ઉપર કહ્યું તેમ JAM ની આધાર તો છે જ. જનધન ખાતું, આધાર, મોબાઈલ. એટલે એ કોણ છે, કેવડો છે, ક્યાં રહે છે, એનું ખાતું ક્યાં છે એ બધું આપોઆપ વેરીફાય થઈ ગયું. હવે જમીનના રેકોર્ડ પણ એ માણસ સાથે એટેચ તમને જેમ મોબાઈલ નંબર ખાતાં સાથે એટેચ કર્યો તેમ મળી શકે એટલે એ પણ તરત વિગત મળે, કદાચ બોજો હોય તો દેખાય અને ન હોય તો નોંધ માટે પણ ઓનલાઇન મોકલી દેવાય જેમ પે ટી એમ કરવા પિન નાખો છો અને upi id આપો છો એમ જ.આ રીતે ખરાઇ કરી તરત લોન આપવામાં બેન્કોને અને ઝડપથી લેવામાં વ્યક્તિને ખૂબ જ સુવિધા રહે.અત્યારે જણાવ્યું નથી પણ એ જનધન કે એ બેંક ખાતાંમાંથી દર મહિને કે પાક ધિરાણ હોય તો સીઝન પર ખાતાં માંથી રિકવર પણ થઈ શકે અને કદાચ ESCROW તમારી એસેટ અને અમુક વ્યવહારો માટે અને ASBA ખાતું શેર માટે રકમ એટેચ કરે એમ હપ્તા માટે એટલી રકમ જે તે સમયે એટેચ થઈ શકે તો ઘણું સારું રહેશે. મહેનત કરી કમાતા માણસોની ડિપોઝિટ જોખમમાં મૂકી અમુક તત્વો પોતે લોન લઈ ધરાર આગળ જતાં ન ભરી NPA થવા દે છે એ ઓછું થઈ જાય. જમીન જ એટેચ છે! આગળ પૈસા જ ખાતામાંથી ન નીકળે. ખાતું પણ એ ન ભરાય ત્યાં સુધી ઓપરેટ જ ન થાય! જો કે એ બાબત સરકાર રાખવા દે એ વિશે શંકા છે.નાના માણસો, નાના કારખાનેદારો, છૂટક વેપારીઓ, ખેડૂતો માટે ULI યોજના ક્રાંતિકારી બની શકે એમ લાગે છે.UPIએ તો દુનિયાનાં મોં માં આંગળાં નખાવી દીધાં છે. બીજા દેશોમાં પણ આપણું upi ચાલે છે. ULI સફળ થાય તો લોન લેનાર નાના માણસોને ખૂબ સરળતા રહે અને બેંકોને પણ ફાયદો થાય એમ છે.***સુનીલ અંજારીયા.(શ્રી. સુનીલ અંજારીયા બેંક ઓફ બરોડા ના નિવૃત્ત ચીફ મેનેજર છે.),